________________
४४
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૮-૨૯ બે દેવો વડે તેમ=સનસ્કુમાર ચક્રવર્તીને, કહેવાયું તે જ બોધનું કારણ થયું, એ પ્રકારે સમાસાર્થ છે, વિસ્તારાર્થ કથાનકથી જાણવો અને તે કથાનક આ છે –
શક્રએ પોતાની સભામાં સનસ્કુમાર ચક્રવર્તીના રૂપનું વર્ણન કર્યું, તેથી અશ્રદ્ધા અને કુતૂહલથી બે દેવો બ્રાહ્મણરૂપથી ઊતર્યા, પ્રવેશ્યા, તેલમર્દન કરાયેલા સનસ્કુમાર હોતે છતે રૂપ જોવાયું, ચિત્તથી વિસ્મય પામ્યા, રાજા વડે પૂછાયા – તમારા આગમનમાં શું કારણ છે ? તે બન્નેએ કહ્યું – તમારા રૂપના દર્શનનું કૌતુક આગમનનું કારણ છે, રાજા કહે છે – જો આ પ્રમાણે છે તો સભામાં આવવું, બન્ને દેવો નીકળ્યા, ત્યારપછી સમાપ્ત કરાયેલા સ્નાન-વિલેપન-અલંકાર-વસ્ત્રગ્રહણ-ભોજન હોતે છતે, પરિવાર સહિત રાજા સભામાં બિરાજમાન થયે છતે, ફરી બે દેવોએ પ્રવેશ કર્યો. રૂપને જોઈને વિષાદવાળા થયા, નીચા મુખવાળા રહ્યા, રાજા કહે છે – આ શું છે ? અર્થાત્ કેમ વિષાદ દેખાય છે ? તે બે દેવોએ કહ્યું – સંસારનું વિલસિત. રાજા કહે છે – કેવી રીતે ? તે બન્ને કહે છે – તમારું પૂર્વમાં જે રૂપ જોવાયું, તેનાથી અનંતગુણહીન હમણાં વર્તે છે. રાજા કહે છે – કેવી રીતે જાણો છો ? તે બેએ કહ્યું – અવધિથી અવધિજ્ઞાનથી, ત્યારપછી શક્રનો વૃતાંત નિવેદિત કરીને બન્ને દેવો ગયા, સનસ્કુમાર પણ તેને સાંભળીને “જે આ સકલ આસ્થાનું મૂળ શરીર છે=સકલ સુખની શ્રદ્ધાનું મૂળ શરીર છે, તે પણ અત્યંત ગરમીની ઉષ્માથી આક્રાંત શકુનિના ગળા જેવું ચંચળ છે એ પ્રમાણે ચિંતવન કરતા વૈરાગ્યના પ્રકર્ષને પામેલા તૃણની જેમ રાજ્યને છોડીને પ્રવ્રજિત થયા. ૨૮ ભાવાર્થ :
ગાથા-રપથી ર૭ સુધી માનનું અનર્થકારી સ્વરૂપ પ્રાયઃ સર્વ દૃષ્ટિઓથી સ્પષ્ટ કર્યું, જેને સાંભળીને કેટલાક સપુરુષો સનસ્કુમારની જેમ બોધ પામે છે અર્થાત્ તે ઉપદેશ પૂર્વે કોઈક માનને વશ શાસ્ત્રાભ્યાસને નિરર્થક કરતા હોય, સદનુષ્ઠાન નિષ્ફળ કરતા હોય, તેઓ પણ પ્રસ્તુત ઉપદેશને સાંભળીને માનકષાયનો
ત્યાગ કરીને સન્માર્ગમાં પ્રવર્તે છે, જેમ સનકુમાર ચક્રવર્તીને દેહમાં કંઈક રૂપનો મદ થયેલ, તોપણ વિવેકને અભિમુખ ચિત્તવાળા તે મહાત્માએ દેવોના કથનથી વૈરાગ્યને પામીને મદનો તો ત્યાગ કર્યો, પરંતુ સંયમ ગ્રહણ કરીને હિતની પરંપરા પ્રાપ્ત કરી, તેમ યોગ્ય જીવો પણ પ્રસ્તુત ઉપદેશને સાંભળીને પોતાના મદનો ત્યાગ કરે તો સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય.
વળી, કેટલાક ગુરુકર્મવાળા જીવો વારંવાર ઉપદેશથી સન્માર્ગને પ્રાપ્ત કરે છે, જ્યારે ક્લિષ્ટ કર્મના ઉદયવાળા જીવો કોઈ પ્રકારના ઉપદેશથી કષાયનું નિવર્તન કરી શકતા નથી, પરંતુ શાસ્ત્રઅધ્યયન-તપ આદિ ક્રિયાઓ સર્વ માનકષાયને વશ સંસારની વૃદ્ધિના કારણરૂપે જ સેવે છે. ll૨૮ાા અવતરણિકા :तदेवं रूपस्यानित्यतोक्ता, अधुना सर्वस्योच्यते तदाह