________________
૪૨.
ઉપદેશમાલા ભાગ-૧| ગાથા-૨૭-૨૮ ટીકાર્ચ -
સ્તો .... નોતીતિ | સ્તબ્ધ અનીચથી વૃત્તિ-અમનથી વૃત્તિ સ્તબ્ધ છે=શરીરમાં પણ દેખાડાયેલ માન વિકારવાળો છે, તિરુપકારી છે=કૃતઘ્ન છે, અવિનીત છે=આસનદાનાદિ વિનયથી રહિત છે, ગર્વિત છે=પોતાના ગુણોમાં ગર્વવાળો છે અથવા પોતાની શ્લાઘામાં તત્પર છે, નિરવનામ છે= ગુરુવર્ગમાં પણ અનમસ્કારમાં તત્પર છે, આવા પ્રકારનો તે સાધુજનને ગહિત=વિંદિત થાય છે, લોકમાં પણ વચનીયતાને પામે છે–દુષ્ટ શીલવાળો છે, એ પ્રકારની હીલારૂપાને અર્થાત્ હીલતાને પામે છે. ll૧૭ના ભાવાર્થ
પૂર્વમાં કહ્યું કે મદવાળા જીવો ગુરુના ઉપદેશને યોગ્ય નથી અને પરલોકનું હિત સાધી શકતા નથી, હવે તે મદ જીવને તત્કાળ કેવી ક્ષુદ્ર પ્રકૃતિવાળા કરે છે તે બતાવતાં કહે છે –
જેઓ અતિશય માનવાળા છે, તેઓ અક્કડ થઈને ચાલનારા હોય છે, તેથી તેમના શરીરમાં નમનવૃત્તિ નથી, પરંતુ સ્તબ્ધવૃત્તિ છે. તેમને જોવા માત્રથી શરીર ઉપર માનનો વિકાર દેખાય છે, તેથી સર્વ પ્રવૃત્તિકાળમાં ચિત્તમાં તે પ્રકારે માન વર્તે છે, જેના વિકારો વ્યક્ત સ્વરૂપે કાયા ઉપર પણ દેખાય છે. વળી જેમાં અભિમાન કષાય છે, તેઓ ઉપકારીની પણ અવગણના કરે છે, એથી માનને વશ જ કૃતજ્ઞ બને છે, વળી પોતાના ગુરુવર્ગ સાથે પણ વિનયપૂર્વક આસનદાનાદિ ક્રિયાઓ કરતા નથી, તે પ્રકારની ઉચિત પ્રવૃત્તિ કરવામાં તેમનામાં વર્તતો માનકષાય અંતરાય કરે છે. વળી, પોતાની તુચ્છ બાહ્ય શક્તિના બળથી પોતાના ગુણોમાં ઉત્સુકવાળા હોય છે, તેથી પ્રસંગે પ્રસંગે પોતાના ગુણોની શ્લાઘા કરે છે, પરંતુ સ્વમુખે પોતાના ગુણોની પ્રશંસા કરવામાં શિષ્ટ પુરુષોની જેમ લજ્જા પામતા નથી. વળી, પોતાના ગુરુવર્ગમાં પણ નમસ્કાર કરવો આદિ પ્રવૃત્તિ કરતા નથી. આવા પ્રકારના દોષવાળા માનકષાયથી યક્ત જે જીવો છે. તેઓ સાધજનથી નિદિત છે અને લોકમાં પણ આ દુષ્ટ સ્વભાવવાળા છે. એ પ્રકારની હીલનાને પામે છે, એથી માનકષાયના થતા વ્યક્ત ચિહ્નોનું સમ્યમ્ અવલોકન કરીને અને પરલોકમાં થતાં તેનાં અનર્થ ફળોનું સમ્યગું આલોચન કરીને વિવેકી પુરુષે માનકષાયથી પોતાના આત્માનું રક્ષણ કરવું જોઈએ, જેથી બાહુબલીની જેમ અંતઃપ્રવિષ્ટ માનકષાય પણ ગુણવૃદ્ધિમાં અવરોધક બને નહિ અને શાસ્ત્ર ભણવાની પ્રવૃત્તિ પણ માનકષાયને વશ નિષ્ફળ જાય નહિ. વળી લોકમાં અને શિષ્ટ પુરુષોને ગર્યાનું પાત્ર થાય નહિ અને આ લોકના અને પરલોકના હિતની પ્રાપ્તિ થાય. રબા અવતરણિકા -
तदिदं जाननपि गुरुकर्मा कश्चिन्न बुध्यते, अन्यस्तु महात्मा स्वल्पेनापि बुध्यते इत्याहઅવતરણિકાર્ય :તે આગાથા-૨૫થી ૨૭ સુધી માનજન્ય અનર્થો બતાવ્યા તે આ, જાણતો પણ ભારેકર્મી