________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા ૨૦-૨૧ ચિત્તને આવર્જનનું કારણ બને છે, ઘણા લોકો તેની પ્રશંસા કરે છે, તોપણ ધર્મ ક૨ના૨નું ચિત્ત તે જ્ઞાપનામાં જ પ્રવર્તતું હોવાથી તે ધર્મ અસાર છે, ધર્મ પોતાના ચિત્તમાં પ્રગટ થતા વીતરાગતાને અનુકૂળ ભાવો સાથે છે, જનમેદની સાથે નથી કે લોકોની પ્રશંસાથી નથી, પરંતુ સંવૃત્ત ચિત્તપૂર્વક વીતરાગના વચનાનુસાર અનુષ્ઠાન કરે અને જે નિર્લેપ પરિણતિ પ્રગટે તે જ ધર્મ છે. જેમ ભરત મહારાજાને આરીસાભુવનમાં કેવલજ્ઞાન થયું તે તેમના ઉત્તમ ચિત્તથી પ્રગટ થયેલો ધર્મ હતો અને પ્રસન્નચંદ્ર રાજર્ષિને સાધુનો વેષ, બાહ્ય કઠોર ચર્યા, કાયોત્સર્ગ મુદ્રાદિ સર્વ શ્રેણિક આદિને આવર્જન કરે તેવાં હતાં તોપણ તેમના ચિત્ત અનુસા૨ સાતમી નરકને અનુકૂળ કર્મ બંધાય તેવો પરિણામ થયો, તેથી જેઓનું ચિત્ત માત્ર બાહ્ય ક્રિયામાં પ્રવર્તે છે અને ‘લોકો ધર્મ પામે છે' તેવી બુદ્ધિથી કરાયેલા ધર્મને બહાર પ્રદર્શિત કરવા યત્ન કરે છે તેઓ ધર્મરહિત ચિત્તવાળા છે, તેથી ધર્મ લોકપ્રશંસાને આધીન નથી, સ્વચિત્તને આધીન છે, તેમ નિપુણપ્રજ્ઞાથી વિચારીને ધર્મના અર્થી સાધુએ કે વિવેકી શ્રાવકે તે પ્રકારે ધર્મમાં યત્ન કરવો જોઈએ. II૨૦ના અવતરણિકા :
यस्तु पुण्यपापक्षयङ्करी दीक्षेयं पारमेश्वरीति वचनाच्छैववद्वेषमात्रादेव तुष्येत् तं शिक्षयितुमाहઅવતરણિકાર્ય -
જે વળી પુણ્ય-પાપને ક્ષય કરનારી આ પારમેશ્વરી દીક્ષા છે, એ પ્રકારના વચનથી શૈવ સાધુની જેમ વેષમાત્રથી જ તોષ પામે તેને શિક્ષા આપવા માટે કહે છે
ગાથા :
30
वेसो वि अप्पमाणो, असंजमपएसु वट्टमाणस्स ।
किं परियत्तियवेसं, विसं न मारेइ खज्जंतं १ । । २१ । ।
ગાથાર્થ ઃ
અસંયમ પદોમાં વર્તતા સાધુનો વેષ પણ અપ્રમાણ છે, પરિવર્તિત વેશવાળાને ખાધેલું વિષ શું મારતું નથી ? અર્થાત્ મારે છે. II૨૧II
ટીકા ઃ
न केवलं जनरञ्जना, वेषोऽपि रजोहरणादिरूपोऽप्रमाणः, प्रमाणं प्रत्यक्षादि, अविद्यमानः प्रमाणोऽप्रमाणः कर्मबन्धाभावं प्रति नियुक्तिक इत्यर्थः । कस्य ? असंयमपदेषु पृथिव्याद्युपमर्दस्थानेषु वर्तमानस्य पुंसः । स्वपक्षे युक्तिमाह- किं परिवर्तितवेषं कृतान्यनेपथ्यं पुरुषमिति गम्यते, विषं न मारयति खाद्यमानं ? मारयत्येव । तथा सङ्क्लिष्टचित्तविषमसंयमप्रवृत्तं पुरुषं संसारमारेण मारयति न वेषस्तं रक्षतीति भावः । । २१ ।।