________________
૩૨
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨
ગાથાર્થ:
વેષ ધર્મને રહ્યું છે, વેષથી હું દીક્ષિત છું, એ પ્રકારની શંકા થાય છે, જેમ રાજા અને જનપદ ઉન્માર્ગમાં પડતાનું રક્ષણ કરે છે. II૨૨।।
ટીકા ઃ
धर्मं रक्षति वेषः, तद्ग्रहणोत्तरकालं सत्पुरुषाणामकार्यप्रवृत्तेरदर्शनात् । कथञ्चित्प्रवृत्तोऽप्यकार्ये गृहीतवेषः शङ्कते वेषेण हेतुभूतेन दीक्षितोऽहमिति मत्वा । दृष्टान्तमाह-उन्मार्गेण चौर्यपारदार्यादिना भावोत्पथेन पतन्तं सदाचारगिरिशिखराल्लुठन्तं यथा पुरुषमित्यध्याहारः, राजा रक्षति, तद्दण्डभयेनादित एवाप्रवृत्तेः, प्रवृत्तस्यापि शङ्कया निवृत्तेः, जनपदश्च यथा रक्षति, तद्धिक्कारभयेनाप्युन्मार्गप्रवृत्तेનિવૃત્તિવર્ણનાત્। તથા વેષોડપતિ ।।૨૨।।
ટીકાર્થ ઃ
ધર્મ રક્ષતિ .... • વેષોઽપીતિ ।। વેષ ધર્મને રક્ષણ કરે છે; કેમ કે સત્પુરુષોને તેના ગ્રહણના ઉત્તરકાલમાં અકાર્ય પ્રવૃત્તિનું અદર્શન છે, કોઈક રીતે અકાર્યમાં પ્રવૃત્ત પણ સત્પુરુષ ગૃહીત વેષવાળો હેતુભૂત એવા વેષથી શંકા કરે છે હું દીક્ષિત છું એ પ્રમાણે માનીને શંકા કરે છે, દૃષ્ટાંતને કહે છે ઉન્માર્ગથી=ચોરી–પરદારા આદિ ભાવઉત્પથથી, પતન પામતા જીવને=સદાચારરૂપ ગિરિના શિખરથી પડતા પુરુષને, જે પ્રમાણે રાજા રક્ષણ કરે છે; કેમ કે તેના દંડના ભયથી=રાજાના દંડના ભયથી, આદિથી જ અપ્રવૃત્તિ છે, પ્રવૃત્તની પણ શંકાથી નિવૃત્તિ છે અને જનપદ જે પ્રમાણે રક્ષણ કરે છે; કેમ કે તેના ધિક્કારના ભયથી પણ=જનપદના ધિક્કારના ભયથી પણ, ઉન્માર્ગની પ્રવૃત્તિની નિવૃત્તિનું દર્શન છે, તે પ્રમાણે વેષ પણ ધર્મનું રક્ષણ કરે છે. ૨૨ા
ભાવાર્થ :
અત્યંત ઉત્તમ પ્રકૃતિવાળા જીવો તત્ત્વને જોનારા હોય છે, છતાં અનાદિ ભવ અભ્યાસને કારણે તેઓ પણ ક્યારેક ઇન્દ્રિયોને પરવશ થાય છે, તેથી જો સંયમવેષ ન હોય તો તેવા જીવો ઇન્દ્રિયોના આવેગથી વિષયોમાં પ્રવૃત્તિ કરે, પરંતુ સંયમવેષ ગ્રહણ કરેલો હોય તો વેષનું સ્મરણ જ તેમના ધર્મનું રક્ષણ કરે છે અર્થાત્ ‘હું સાધુ છું’ એ પ્રકારે સુસાધુ નિત્ય સ્મરણ કરે છે, તેથી સાધુની મર્યાદાથી અન્યથા મહાવ્રતોને કલંકિત કરે તેવી કોઈ પ્રવૃત્તિ ન થાય, એ પ્રકારે મન-વચન-કાયાને પ્રવર્તાવવામાં ગ્રહણ કરાયેલો વેષ તેમનું રક્ષણ કરે છે, આથી સત્પુરુષો વ્રત ગ્રહણ કરતાં પૂર્વે કામાદિની ઇચ્છા થાય છે ત્યારે પ્રવૃત્તિ કરતા હોય છે, પરંતુ વેષ ગ્રહણ કર્યા પછી ક્યારેય મનથી પણ અકાર્યમાં પ્રવૃત્તિ કરતા નથી, તે કારણે તેઓએ જે સાધુનો વેષ સ્વીકાર્યો છે એ જ તેઓના ચિત્તને ધર્મમાં તે પ્રકારે પ્રવર્તાવે છે. જેમ વિવેકી જીવો ઉપવાસનું પચ્ચક્ખાણ ન કર્યું હોય ત્યારે ખાવાનો અભિલાષ કરે છે, પરંતુ ઉપવાસનું પચ્ચક્ખાણ ગ્રહણ કર્યા પછી ક્ષુધાની પ્રતીતિ થાય તોપણ ખાવાનો અભિલાષ કરતા નથી, તેમ સત્પુરુષોને સંયમ