________________
૩૬.
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૪-૨૫ ટીકા - ___ यं यमिति वीप्सया सर्वसङ्ग्रहमाह - समयं परमनिकृष्टं कालं जीव आविशत्यास्कन्दति येन येन शुभाशुभेन भावेन परिणामेन, स जीवस्तस्मिंस्तस्मिन् समये शुभाशुभं तद्भावप्रत्ययमेव बध्नाति कर्म ज्ञानावरणादीति ॥२४।। ટીકાર્ય :
ચં ચિિત્ત ... જ્ઞાનાવર લિતિ | જે જે એ પ્રકારે વીપ્સાથી સર્વ સંગ્રહને કહે છે, સમય પરમ નિકૃષ્ટ કાળ છે, જીવ જે જે શુભાશુભભાવથી=પરિણામથી, પ્રાપ્ત કરે છે=જે જે સમયને પ્રાપ્ત કરે છે, તે જીવ તે સમયમાં શુભ-અશુભ તભાવ પ્રત્યય જ જ્ઞાનાવરણાદિ કર્મ બાંધે છે. રજા. ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે નિશ્ચયનયથી પોતાનો આત્મા પોતાના ભાવોને યથાર્થ જાણીને આત્માને સુખનું કારણ થાય તેવું અનુષ્ઠાન કરે એ વિવેકી પુરુષનું ચેષ્ટિત છે અને જેઓ માત્ર વાચ્ય અનુષ્ઠાન કરીને પોતે ધર્મ કરે છે એમ માને છે, તેઓ બીજાને રંજન કરવાના પરિણામવાળા છે, પોતાના ભાવોનું અવલોકન કરીને પોતાના આત્માને સુખાવહ અનુષ્ઠાન કરતા નથી એમ કેમ કહ્યું ? એથી કહે છે –
જીવ જે જે સમયે જે જે ભાવને પ્રાપ્ત કરે છે તે તે સમયમાં તે જીવ તે પોતાના ભાવને અનુરૂપ શુભ કે અશુભ કર્મ બાંધે છે, તેથી જેઓ નિપુણપ્રજ્ઞાપૂર્વક પોતાના ભાવોનું અવલોકન કરતા નથી, તેઓ સંયમ ગ્રહણ કરીને અને સંયમના બાહ્ય આચારો પાળીને પણ હું સંયમી છું, હું ત્યાગી છું ઇત્યાદિ ભાવોને કરીને તે ભાવોને અનુરૂપ જ અશુભ કર્મ બાંધે છે અને જેઓ નિપુણતાપૂર્વક સંસારનું વાસ્તવિક સ્વરૂપ અવલોકન કરે છે અને સંસારના પરિભ્રમણનું એક કારણ એવા બાહ્ય પદાર્થોમાં સંશ્લેષ છે કે પોતાના તપ-ત્યાગાદિ અનુષ્ઠાનોમાં સંશ્લેષ છે તેનો નિર્ણય કરીને અસંશ્લેષનું કારણ બને તે પ્રકારે જ બાહ્ય અનુષ્ઠાનો સેવે છે, તેઓ જ એ અનુષ્ઠાનના બળથી અસંશ્લેષભાવની વૃદ્ધિ કરીને સંસારનો ઉચ્છેદ કરવા સમર્થ બને છે અને જેઓ ધર્મની વૃત્તિવાળા છે, છતાં આત્મપરિણામના નિરીક્ષણમાં મૂઢ મતિવાળા છે, તેઓ વાચ્ય શાસ્ત્રઅધ્યયન-તપ ત્યાગાદિ આચરણાઓ કરીને પણ સંશ્લેષની વૃદ્ધિ દ્વારા સંગના પરિણામની વૃદ્ધિ કરે છે, તેથી અશુભ કર્મ બાંધીને સંસારના પરિભ્રમણના ફળને પામે છે. ૨૪ અવતરણિકા :
तस्माच्छुभ एव भावो विधेयो, न गर्वादिदूषित इत्याहઅવતરણિતાર્થ :
તે કારણથી જીવતા ભાવોથી જ શુભાશુભ કર્મ બંધાય છે, વાચ્ય અનુષ્ઠાનથી નહિ, તે કારણથી, શુભ જ ભાવ કરવો જોઈએ, ગવદિથી દૂષિત નહિ, એ પ્રમાણે કહે છે –