________________
૩૪
ગાથા:
अप्पा जाणइ अप्पा, जहट्ठिओ अप्पसक्खिओ धम्म अप्पा करेइ तं तह, जह अप्पसुहावहं होइ ।। २३ ।।
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૩
ગાથાર્થ ઃ
યથાસ્થિત આત્મા=યથાસ્થિત એવો જે આત્મા છે તે આત્મા જાણે છે, આત્મસાક્ષિક ધર્મ છે, આત્મા=લબ્ધ વિવેકવાળો આત્મા, તે પ્રકારે તેને=ધર્મને, કરે છે, જે પ્રમાણે આત્માને સુખાવહ અનુષ્ઠાન થાય છે. II૨૩]I
ટીકા ઃ
आत्मा यथास्थितः शुभपरिणामोऽशुभपरिणामो वा ? तदात्मा जानाति, न तु परः परचेतोवृत्तीनां दुर्ज्ञेयत्वात्, अत एवात्मा जीवः साक्षी प्रत्यायनीयो यस्यासावात्मसाक्षिकः, कोऽसौ ? धर्मः, आत्मा लब्धविवेको जीवः करोति तत् तस्मात्तत्तथा, यथा आत्मसुखावहमनुष्ठानं भवति, किं परजनरञ्जनयेत्याकूतम् ।।२३ ।।
ટીકાર્ય ઃ
आत्मा આતમ્ ।। યથાસ્થિત આત્મા=શુભ પરિણામ અથવા અશુભ પરિણામ તેને= શુભાશુભ પરિણામને, આત્મા જાણે છે, પરંતુ બીજો જાણી શકતો નથી; કેમ કે પરની ચિત્તવૃત્તિનું દુરન્દ્રયપણું છે=દુર્રેયપણું છે, આથી જ આત્મા=જીવ, સાક્ષી=પ્રત્યાયનીય, છે જેને તેવો આ આત્મસાક્ષિક, આત્મસાક્ષિક કોણ છે ? એથી કહે છે ધર્મ છે, આત્મા=લબ્ધ વિવેકવાળો જીવ, તે કારણથી પ્રકારે કરે છે, જે પ્રકારે આત્મ સુખાવહ અનુષ્ઠાન થાય છે, પરજનરંજના વડે શું? એ પ્રકારનો આશય છે. ।।૨૩।।
.....
-
ભાવાર્થ:
જે પ્રકારે શુભ-અશુભ પરિણામમાં આત્મા રહેલો છે, તે પરિણામને જેઓ નિપુણપ્રજ્ઞાપૂર્વક જાણવા યત્ન કરે છે તેવો જ આત્મા પોતાના તેવા આત્માને જાણી શકે છે, બીજો જીવ તે આત્માને જાણી શકતો નથી; કેમ કે બીજાના ચિત્તમાં તત્ત્વને અભિમુખ પરિણામ છે કે સંશ્લેષને અભિમુખ પરિણામ છે, તે છદ્મસ્થ જીવ પરમાર્થથી જાણી શકે નહિ, ક્વચિદ્ બાહ્ય લિંગોથી સામાન્ય નિર્ણય કરી શકે તોપણ બાહ્ય આચરણા કરનારા સાધુનું ચિત્ત વીતરાગગામી છે કે સંશ્લેષગામી છે એ પ્રકારનો સ્પષ્ટ નિર્ણય પોતાનો જ આત્મા જાણી શકે છે, આથી જે જીવો નિપુણપ્રજ્ઞાથી પોતાના ચિત્તના પ્રવાહને સંશ્લેષ ત૨ફ જાય છે કે સંશ્લેષના ઉચ્છેદ માટે પ્રવર્તે છે, તેને જાણવા યત્ન કરે છે, તેઓને આત્મપ્રતીતિથી જણાય કે મારું ચિત્ત પ્રામાણિક રીતે સંશ્લેષનો ઉચ્છેદ કરીને સંસારક્ષયમાં પ્રવર્તે છે, તે જ ધર્મ પારમાર્થિક