________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭–૧૮, ૧૯
૨૭
તોપણ તે નાશ પામતી રાજ્યલક્ષ્મી તેણીઓ વડે રક્ષણ કરાઈ નહિ, ઉદરમાં રહેલા એક અંગવીર વડે રક્ષિત થઈ. II૧૭-૧૮
ટીકા ઃ
प्रथमा उक्तार्था, तथापि सा राज्यश्रीः, उल्लटन्तीति अवलुठन्ती विनश्यन्तीत्यर्थः । न त्राता न रक्षिता ताभिः कन्याभिः, उदरस्थितेनैकेन त्राताङ्गवीरेणेति ।।१७-१८ ।।
ટીકાર્ય :
प्रथमा उक्तार्था, વીરેનેતિ ।। પ્રથમ ગાથા ઉક્ત અર્થવાળી છે=અવતરણિકામાં કહેવાયેલા અર્થવાળી છે, તોપણ તે નાશ પામતી રાજ્યલક્ષ્મી તે કન્યાઓ વડે રક્ષિત થઈ નહિ, ઉદરમાં રહેલા એક અંગવીર વડે રક્ષિત થઈ. ।।૧૭-૧૮||
ભાવાર્થ ઃ
પુરુષપ્રધાન ધર્મ છે, એ કથનને દૃષ્ટાંતથી સ્પષ્ટ કરતાં કહે છે
અંગવીર ગર્ભમાં હતો ત્યારે પણ પુરુષ હોવાથી તથા પ્રકારની પુણ્યપ્રકૃતિ લઈને જન્મે છે. તે રાજાની હજારોથી અધિક રૂપવતી કન્યાઓ હતી, તોપણ તેવી પુણ્યપ્રકૃતિવાળી ન હતી કે નગરનું રક્ષણ કરી શકે, આનાથી નક્કી થાય છે કે જેમ રાજ્યલક્ષ્મીના રક્ષણ માટે પણ પુરુષમાં પ્રાયઃ તે પ્રકારની પુણ્યપ્રકૃતિઓ પ્રાપ્ત થાય છે, તેમ ધર્મના ક્ષેત્રમાં પણ ઉત્તમ પુરુષોમાં તે પ્રકારની પુણ્યપ્રકૃતિ અને ગુણસંપત્તિ વર્તે છે, જેથી તેઓથી ધર્મનું રક્ષણ થાય છે, સ્ત્રીઓથી નહિ. આથી જ નવદીક્ષિત સાધુ પણ દીર્ઘ પર્યાયવાળી સાધ્વીથી પૂજ્ય બને છે. II૧૭–૧૮॥
અવતરણિકા :
अन्यच्च
અવતરણિકાર્ય :
-
અન્યપુરુષપ્રધાન ધર્મને સ્પષ્ટ કરવા અન્ય દૃષ્ટાંત બતાવે છે
ગાથા =
-
महिलाण सुबहुयाण वि, मज्झाओ इह समत्थघरसारो । रायपुरिसेहिं निज्जइ, जणे वि पुरिसो जहिं नत्थि ।।१९।।
ગાથાર્થ ઃ
આ લોકમાં પણ ઘણી પણ મહિલાઓની મધ્યમાંથી પણ સમસ્ત ઘરનો સાર રાજપુરુષો વડે લઈ જવાય છે, જે ઘરમાં પુરુષ નથી. II૧૯॥