________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬
વધુ
ગાથા :
धम्मो पुरिसप्पभवो, पुरिसवरदेसिओ पुरिसजिट्ठो ।
लोए वि पहू पुरिसो, किं पुण लोगुत्तमे धम्मे ।।१६।। ગાથાર્થ :
ધર્મ પુરુષપ્રભવ છે, પુરુષવર એવા તીર્થકરોથી કહેવાયેલો છે, પુરુષ જ્યેષ્ઠ છે, લોકમાં પણ પુરુષ પ્રભુ છે, શું વળી લોકોત્તર ધર્મમાં? I૧૬ll ટીકા :
दुर्गतिपतदात्मधारणाद्धर्मः श्रुतचारित्ररूपः पुरुषा गणधरास्तेभ्यः प्रभव उत्पत्तिर्यस्य स तथा । पुरुषवरास्तीर्थकृतस्तैर्देशितोऽर्थतः कथितः, अतः पुरुषस्वामिकत्वात्पुरुषज्येष्ठः पुरुषोत्तम इत्यर्थः । लोकेऽपि प्रभुः पुरुषः, किं पुनर्लोकोत्तमे धर्म ? स्वल्पबुद्धिना लोकेनाऽपि दृष्टोऽयं मार्गः, વિશેષતઃ તત્ત્વરિત્યfમપ્રાયઃ પાડ્યા ટીકાર્ય :
સુતિપતર્ .. સમપ્રાયઃ | દુર્ગતિમાં પડતા આત્માને ધારણ કરનાર હોવાથી ધર્મ છે, શ્રુતચારિત્રરૂપ ધર્મ છે, પુરુષ ગણધરો છે=ગણને ધારણ કરનારા છે, તેઓથી પ્રભવઃઉત્પત્તિ છે જેને તે તેવો છે–પુરુષપ્રભવ ધર્મ છે, પુરુષવર એવા તીર્થકરો તેઓ વડે બતાવાયેલો અર્થથી કહેવાયેલો ધર્મ છે, આથી પુરુષસ્વામિકપણું હોવાથી પુરુષ જ્યેષ્ઠ છે–પુરુષોત્તમ ધર્મ છે, લોકમાં પણ પુરુષ પ્રભુ છે, શું વળી લોકોત્તર ધર્મમાં ?=સ્વલ્પબુદ્ધિવાળા લોક વડે પણ આ માર્ગ જોવાયો છે–પુરુષપ્રધાન માર્ગ જોવાયો છે, વિશેષથી તત્વજ્ઞ એવા લોકોત્તમ પુરુષો વડે જોવાયો છે, એ પ્રકારનો અભિપ્રાય છે. I૧૬ ભાવાર્થ -
જો જીવોને એકેન્દ્રિયાદિ કરતાં પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થાય છે તે પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે, તેમ મનુષ્યભવમાં સ્ત્રીપણા કરતાં પુરુષપણું પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે અને પુરુષો પણ શુદ્રાદિ પ્રકૃતિવાળાં તે તે પ્રકારનાં ક્લિષ્ટ કર્મોથી થાય છે, તોપણ જે ગુણસંપન્ન પુરુષો છે અને સ્ત્રીઓ છે, તેમાં સ્ત્રી ભવને કારણે બહુલતાએ તુચ્છ પ્રકૃતિની સંભાવના છે અને પુરુષને અનુકૂળ પુણ્ય પ્રકૃતિને કારણે તે પ્રકારની તુચ્છ પ્રકૃતિની સંભાવના અલ્પ રહે છે, જેમાં સ્ત્રીઓમાં જે પ્રકારે બહુલતાએ ભય દેખાય છે, તે પ્રકારનો ભય પુરુષમાં બહુલતાએ પ્રાપ્ત થતો નથી, તેમાં પુરુષ શરીર જ પ્રબળ કારણ છે, તેમ અમુક તુચ્છ પ્રકૃતિઓ સ્ત્રીઓને બહુલતાએ પ્રાપ્ત થાય છે, ગુણને અભિમુખ થયેલા એવા પુરુષને પુરુષ શરીરને કારણે તે પ્રકારે દોષોની સંભાવના અલ્પ રહે છે, એથી પુરુષ એવા ગણધરોથી શ્રુતચારિત્રરૂપ ધર્મ પ્રવર્તે છે અને પુરુષોમાં શ્રેષ્ઠ એવા તીર્થંકરો વડે બતાવાયો છે, માટે ધર્મમાં પુરુષ જ્યષ્ઠ