________________
૨૧
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬, ૧૭-૧૮
કહેવાય છે, લોકમાં પણ સ્ત્રીઓ કરતાં પુરુષપ્રધાન કહેવાય છે, જ્યારે સૂક્ષ્મ બુદ્ધિવાળા લોકોત્તર ધર્મમાં તો વિશેષથી પુરુષ જ પ્રધાન કહેવાય છે, માટે દીર્ઘ પર્યાયવાળી સાધ્વીઓ પણ આજના દીક્ષિત ગુણસંપન્ન સાધુને વંદન કરે છે અને ગુણરહિત હોય તો શ્રાવકોથી પણ વંદ્ય નથી, ઘણા પર્યાયવાળાં હોય તોપણ વંદ્ય નથી, તેથી નિર્ગુણ એવા પુરુષરૂપ સાધુને આશ્રયીને સાધ્વીઓથી નવદીક્ષિત વંદ્ય છે, તેનો અર્થ ગ્રહણ કરવો નહિ, પરંતુ ગુણસંપન્ન સાધુ સાધ્વીઓથી વંઘ છે, આથી સુવિહિત આચાર્યથી દિક્ષા અપાયેલ દ્રમકને આર્યા ચંદનબાળા સાધ્વી વંદન કરે છે. II૧છા અવતરણિકા :
कथानकं चात्र - वाराणस्यां नगर्यां सम्बाधनो राजा, तस्य रूपवतीनां कन्यकानां सहस्रमधिकमासीत् । सोऽन्तवर्तिन्यां महादेव्यामुपरतः, अपुत्रत्वानायकविकला ग्रहीतुमभिवाञ्छिता राज्यश्रीरन्यैः, वारितास्ते नैमित्तिकेन उदरवर्तिनो भविष्यदङ्गवीरनाम्नस्तनयस्य प्रभावात्पराभविष्यन्ते भवन्त इति वदता । तदाकर्ण्य निवृत्ता ग्रहणाभिलाषात् व्यपगतो विप्लव इत्याह चઅવતરણિતાર્થ :
અને અહીં=પુરુષપ્રધાન ધર્મ છે એમાં, કથાનક કહે છે – વારાણસી નગરીમાં સંબોધન નામનો રાજા છે, તેને હજારથી અધિક રૂપવતી કન્યાઓ હતી, મહાદેવી ગર્ભવતી હોતે છતે તે રાજા મૃત્યુ પામ્યો, અપુત્રપણું હોવાથી વાયકરહિત રાજ્યલક્ષ્મી અન્ય વડે ગ્રહણ કરવાને માટે ઈચ્છાઈ, તેઓ તે રાજાઓ, ઉદરવર્તી થનારા અંગવીર નામના પુત્રના પ્રભાવથી તમે પરાભવ પામશો એ પ્રમાણે બોલતા નૈમિત્તિક વડે વારણ કરાયા, તેને સાંભળીને ગ્રહણના અભિલાષથી રાજયગ્રહણના અભિલાષથી, તેઓ નિવૃત્ત થયા, વિપ્લવ દૂર થયો અને એ પ્રમાણે કહે છે=ગાથામાં કહે છે – ગાથા :
संवाहणस्स रनो, तइया वाणारसीए नयरीए । कण्णासहस्समहियं, आसी किर रूववंतीणं ।।१७।। तह वि सा रायसिरी, उल्लटन्ती न ताइया ताहिं ।
उयट्ठिएण एक्केण, ताइया अंगवीरेण ।।१८।। ગાથાર્થ :
ત્યારે વારાણસી નગરીમાં સંબોધન રાજાને રૂપવતી હજારથી અધિક કન્યાઓ હતી,