________________
૨૪
ગાથા:
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫-૧૬
वरिससयदिक्खियाए अज्जाए अज्जदिक्खिओ साहू | अभिगमणवंदणनमंसणेण विणएण सो पुज्जो ।। १५ ।।
ગાથાર્થ ઃ
સો વર્ષનાં દીક્ષિત સાધ્વીથી આજના દીક્ષિત સાધુ અભિગમન, વંદન, નમસ્કાર અને વિનય વડે પૂજ્ય છે. II૧૫
ટીકા ઃ
वर्षशतदीक्षितया आर्यया अद्यदीक्षितः साधुः, अभिगमनं आगमनकाले तदभिमुखं यानं, वन्दनं द्वादशावर्तादि । 'नमंसणं'ति नमस्करणमांतरा प्रीतिः अभिगमनं च वन्दनं च नमस्करणं चेति द्वंद्वैकवद्भावस्तेन, तथा विनयेनाऽऽसनदानादिना, व्यस्तनिर्देशश्छंदोवशात्, स साधुः पूज्य કૃત્તિ ।।।।
ટીકાર્થ ઃ
.....
वर्षशतदीक्षितया • કૃતિ ।। સો વર્ષનાં દીક્ષિત થયેલાં સાધ્વીથી આજના દીક્ષિત થયેલા સાધુ અભિગમન=સાધુ સન્મુખ ગમન=આગમનકાળમાં તેમને અભિમુખ જવું, દ્વાદશાવર્ત આદિ વંદન કરવું, નમસ્કાર કરવો, અંતરંગ પ્રીતિ ધારણ કરવી, અભિગમન વંદન નમસ્કાર દ્વન્દ્વ એકવર્ ભાવવાળો સમાસ છે, તેનાથી=અભિગમનાદિથી અને વિનયથી=આસનદાનાદિ વિનયથી, તે સાધુ પૂજ્ય છે, વ્યસ્ત નિર્દેશ=અભિગમનાદિ કરતા વિનયનો પૃથક્ નિર્દેશ છંદના વશથી છે. ૧૫ ભાવાર્થ:
સાધ્વીનો ઘણો દીર્ઘ પર્યાય હોય તોપણ નવદીક્ષિત સાધુ સાથે અભિગમન, વંદન, નમસ્કાર અને વિનયથી વર્તન કરે છે; કેમ કે તેઓ માટે તે સાધુ પૂજ્ય છે, નવદીક્ષિત સાધુ કેમ પૂજ્ય છે ? દીર્ઘ પર્યાયવાળાં સાધ્વી પૂજ્ય નથી, તે સ્વયં આગળ સ્પષ્ટ કરે છે. ૧૫॥
અવતરણિકા :
किमित्येवमित्याह
અવતરણિકાર્થ :
કયા કારણથી આ પ્રમાણે છે ઘણા પર્યાયવાળાં સાધ્વી નવદીક્ષિત સાધુનો વિશિષ્ટ પ્રકારે વિનય કરે છે એ પ્રમાણે કયા કારણથી છે ? એથી કહે છે