________________
૧૮
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦-૧૧
છે જેમને એવા આ યુગપ્રધાન આગમવાળા આચાર્ય હોય છે, મધુર વાક્યવાળા=પેશલ વચનવાળા, ગંભીર=અતુચ્છ=બીજાઓ વડે અલબ્ધ મધ્યવાળા, ધૃતિમા–નિષ્પકંપ ચિત્તવાળા, ઉપદેશમાં તત્પર=સદ્ધચનો વડે માર્ગમાં પ્રવર્તક, ર શબ્દ સમુચ્ચયમાં છે, આચાર્ય થાય છે એ પ્રમાણે ક્રિયાનો સંબંધ છે.
અને અપ્રતિશ્રાવી=નિછિદ્ર પથ્થરના ભાજપની જેમ પરકથિત પોતાના ગુહ્ય જળના અપ્રતિશ્રવણ શીલવાળા=પર વડે પ્રાયશ્ચિત માટે કહેવાયેલી ગુહ્ય વાતો ક્યારે પણ જેમના મુખમાંથી બહાર ન આવે તેવા સ્વભાવવાળા, સૌમ્ય=મૂર્તિમાત્રથી જ આલાદ સંપાદક, સંગ્રહશીલ=તેઓના ગુણોની અપેક્ષાએ શિષ્ય-વસ્ત્ર-પાત્ર આદિના આદાનમાં તત્પર=શિષ્ય આદિના ગુણોની અપેક્ષા રાખીને ગ્રહણ કરનારા, કેમ સંગ્રહશીલ આચાર્ય હોય ? તેમાં હેતુ કહે છે – તેવા પ્રકારનાનું ગણવૃદ્ધિનું હેતુપણું છે=શિષ્યો આદિના ગુણને આશ્રયીને સંગ્રહશીલ આચાર્યનું કલ્યાણને પામે તેવા શિષ્યગણની વૃદ્ધિનું હેતુપણું છે, અભિગ્રહો દ્રવ્યાદિ વિષયક તાનારૂપવાળા નિયમો, તેઓમાંs અભિગ્રહોમાં, સ્વ-પર વિષયમાં મતિ તેના ગ્રહણ-ગ્રાહણનો પરિણામ છે જેને એવા આચાર્ય, અભિગ્રહ મતિવાળા છે, અવિકથન અબહુભાષી અથવા પોતાની શ્લાઘા કરવામાં અતત્પર, અચપળ=સ્થિર ભાવવાળા, પ્રશાંત હદયવાળા=ક્રોધાદિથી અસ્પૃષ્ટ ચિત્તવાળા આવા પ્રકારના ગુરુ ગુણોથી સારવાળા આચાર્ય થાય છે, એ પ્રકારે વર્તન પામે છે–પૂર્વની ગાથામાંથી અનુવર્તન પામે છે. II૧૦-૧૧ ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે બાલ ગુરુનો પણ પરિભવ કરવો જોઈએ નહિ, એથી હવે ગુરુ કેવા ગુણવાળા હોય કે જે ગુરુની નિશ્રાથી નિસ્વાર થઈ શકે અને તેવા ગુરુનો વિનય કરીને કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય તેવા ગુરુનું સ્વરૂપ બતાવતાં કહે છે –
જે ગુરુ સુંદર દેહવાળા હોય તેઓ જ અન્ય જીવોને ઉપકાર કરવા સમર્થ બને છે, જેમ તીર્થકરો સુંદર આકારવાળા છે તેમ શાસનપ્રભાવક આચાર્ય વિશિષ્ટ પ્રકારના પુણ્યવાળા હોય છે, તેથી તીર્થકરના પ્રતિબિંબ આકારવાળા હોય છે, તેવા આચાર્ય સર્વનું હિત કરી શકે. વળી, તેજસ્વી હોય છે, તેમના તેજને જોઈને પણ યોગ્ય જીવો તેનાથી ધર્મને પ્રાપ્ત કરે તેવી પ્રકૃતિવાળા હોય છે, વળી યુગપ્રધાન આગમવાળા હોય છે તે કાળમાં વર્તતું જે આગમ સુઅભ્યસ્ત કર્યું હોય તેના કારણે યોગ્ય શિષ્યને સર્વજ્ઞના વચનાનુસાર પ્રવર્તાવીને વિપુલ નિર્જરા પ્રાપ્ત કરાવે છે, મધુર વાક્યવાળા હોય છે, તેથી યોગ્ય શિષ્ય દ્વારા સુખપૂર્વક ગ્રાહ્ય બને છે, વળી ગંભીર હોય છે=અતુચ્છ પ્રકૃતિવાળા હોય છે, વળી ધૃતિવાળા હોય છે યોગમાર્ગમાં નિષ્પકંપ પ્રવૃત્તિ કરી શકે તેવા વૈર્યવાળા હોય છે, વળી ભગવાનના વચનમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવે એ પ્રકારે ઉપદેશ આપનારા હોય છે, આથી સુંદર વચનો દ્વારા જીવોને માર્ગમાં પ્રવર્તક હોય છે. વળી અપરિશ્રાવી ગુણવાળા હોય છે, જેમ છિદ્ર વગરના ભાજનમાંથી પાણી પ્રસરણ પામતું નથી,