________________
પ્રથમ પરિચ્છેદ
૧૫
હાય તેનુ આવ ન કરવાની જરૂર નહિ, પણ જેનું ફળ દૃષ્ટ છે, અહી જ અને તરત મળે તેમ હેય એવા ચોખા વગેરે માટેના અવહનનાદિતુ આવન કરવાનું હાય છે . અગ્નિ2 યનમાં સદ્ ઔષધિનું અવહનન એ ઉધેય ઊખના સસ્કારાથે છે તેથી તે એક વાર કરવાનું હાય છે, જ્યારે દશ પૂણ માસના પુરાઠાશ માટે ડાંગરનુ અવહનન એ દૃષ્ટ ફળ—ચેખા મેળવવા માટે છે તેથી અવહનની આવૃત્તિ કરવાની હોય છે. અહીં પણ શ્રવણાદિ બ્રહ્મસાક્ષાત્કારરૂપ દૃષ્ટ ફળમાં પરિણમે છે તેથી તેની આવૃત્તિના ઉપદેશ છે જે અપૂર્ણાંવિધિવાદીઓના મત સાથે સંગત નથી.
પ્રણિધાન એટલે રત્નાદિ વસ્તુ પ્રત્યે અભિમુખ થાય એ રીતે ચક્ષુરાદિનું સ્થાપન. પછી ઉન્સીલનાદિ વ્યાપારને અનુકૂલ યત્ન તે પ્રવૃત્ત. એ પ્રણિધાન અને પ્રવૃત્તિ વચ્ચેનો ભેદ છે. જેમ કોઈ વસ્તુને જોઈ હોય, પણ કોઈ માણસ તેની કાઇ એવી વિશેષતાની વાત કરે જે નજરે ન ચઢી હોય તેા આપણે એ જ નવ્યાપારમાં ફરીથી પ્રણિધાનપૂર્વીક પ્રવૃત્ત થઈ જઈએ છીએ તેમ મનથી ‘હુ ' તરીકે જેનુ ગ્રહણ કયુ' છે તેવા જવાત્મા વિષે ‘વાચાયોડ ચેલય:' એ અધ્યયનવિધિવશાત્ સ્વાધ્યાયથી ગૃહીત ઉપનિષદ્-વાકયાથી એવુ પરોક્ષ જ્ઞાન થાય કે આ જીવ તે નિવિશેષ બ્રહ્નાચૈતન્ય સ્વરૂપ છે તેા માણુસ તેના નિવિશેષ સ્વરૂપના અપરાક્ષ જ્ઞાનને માટે કદાચ અવધાનપૂર્વક તે જ મનના પ્રણિધાનમાં પ્રવૃત્ત થાય. તેથી વેદાન્તશ્રવણુને વિષે પાક્ષિકી પ્રવૃત્તિ સભવે છે, આમ શ્રોતથ્યઃ નિયમવિધિ છે.
અહી કાઈ શકા કરે કે અ ંગા સહિત વેદનુ અધ્યયન કર્યુ હોય તેને એ જ્ઞાન તા હાય જ કે બ્રહ્મ મનના વિષય નથી—યતે। વાચા નિવĆતે શ્રાવ્ય મનસા સહ એવી શ્રુતિ જ છે, તેથી વેદાન્તત્રવણુની જેમ મનેવ્યાપારમાં તે કદાચિત્ પ્રવૃત્ત થાય એમ માનવુ ખરાખર નથી. આના ઉત્તર એ છે કે આ શ્રુતિ અનવહિત, એકાગ્રતા વનાના મનને વિષે છે. એને અથ એ છે કે સત્ય, જ્ઞાન વગેરે શબ્દો અનિધાશક્તિથી બ્રહ્મનું પ્રતિપાદન ન કરીને મનની સાથે નિવૃત્ત થાય છે અર્થાત્ લક્ષણાના આશ્રય લે છે. આ શ્રુતિ એમ જણાવે છે કે બ્રહ્મ મનને વિષય નથી. પણ બીજી બાજુ એવી પણુ શ્રુતિ છે કે એકાગ્ર મન કે મુદ્ધિથી બ્રહ્મને જાણુવુ જોઈએ. તેથી શંકા સભવે છે કે ઉપરની શુદ્ધિના એવા અભિપ્રાય છે કે અનવહિત મનથી બ્રહ્મ જાણી શકાય નહિ. આમ મનના જ વ્યાપારમાં પ્રવૃત્તિને વારી શકાય નહિ એ તેા ઉપરની સમજૂતીથી સ્પષ્ટ છે, કેવળ મનેાવ્યાપારને વિષે નહિ પણ શ્રવણમાં જ પ્રવૃત્ત થવું એમ ત્રોતન્ય: એ નિયમવિધિ કહે છે એવા અભિપ્રાય છે.
વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતી આનું વિવેચન કરતાં કહે છે કે અય્યદીક્ષિતે આ શ્રુતિ અનવહિત મનને વિષે છે એવા નિશ્ચય સંલવે છે એમ કહેવાને બદલે એમ કહ્યું છે કે શંકા સભવે છે. એ ઉક્તિના આશય એ છે કે નિર્ગુ*ણુ બ્રહ્મના સાક્ષાત્કારમાં મન કરણ નથી કારણ કે નિયુણ બ્રહ્મને ઓપનિષદ, ઉપનિષત્કૃતિપાદ્ય, ઉપનિષરૂપી પ્રમાણુથી વેદ્ય કહ્યું છે. સાપાધિક આત્માના સાક્ષાત્કારમાં પણ મન કરણુ નથી કારણ કે સેાપાધિકઆત્મસાક્ષાત્કાર નિત્યસાક્ષીરૂપ છે. તેથી ‘મનસેવામુદ્રયમ્' વગેરેમાં જે તૃતીયા છે તે વાકય જન્ય વૃત્તિસાક્ષાત્કારને વિષે મન કરણ છે એ અપેક્ષાએ છે. આ ચર્ચા શબ્દાપરોક્ષવાદમાં આવશે. આમ વાસ્તવમાં મન કરણુ ન હાવાથી મનના વ્યાપારમાં જ દાચિત્ પ્રવૃત્ત થાય એમ જે નિયમવિધિનું વ્યાવત્ય' કલ્પ્ય છે તે અયુક્ત છે, માટે જ બીજું વ્યાવત્ય' કહ્યું છે ;—
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org