Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત, ત્યારે અનંતાનુબંધિ કષાયને ઉદય થવાથી સમ્યકત્વ ઉપર અરુચિવાળા થયે થકા સમ્યવને વમતે આત્મા સમ્યફલ રસને આવાટ કરે છે. તેના જ્ઞાનાદિ ગુણના સ્વરૂપ વિશેષને સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન કહેવાય છે. તેની ઉત્પત્તિને ક્રમ આ પ્રમાણે છે-ગંભીર અને અપાર સંસાર સમુદ્રની મધ્યમાં રહેલો આત્મા મિયા દર્શનમોહનીયાદિ હેતુથી અનન્તપુદગલ પાવત પર્યત અનેક પ્રકારના શારીરિક તથા માનસિક દુકાને અનુભવીને કમિપિ-મહામુશ્કેલીથી તથાભવ્યત્વને પરિપાક થવા વડે પતની નદીના પત્થરના ગોળ થવાના ન્યાયે-પર્વતની નદીનો પત્થર જેમ અથડાતા પીટાતાં એની મેળે ગાળ થાય તેમઅનાગે-ઉપગ વિના શુભ પરિણામ રૂપ યથાપ્રવૃત્તિકરણ થાય છે. અહિં કરણ એટલે આત્માને શુભ પરિણામ એ અર્થ છે. તે પરિણામ વડે આયુકમ વિના જ્ઞાનાવરણીયાદિ સાત કમની સ્થિતિ પમના અસંખ્યાતમા ભાગે ચૂત એક કેડાડી સાગરેપમ પ્રમાણ કરે છે. અહિં સમ્યકત્વ પ્રાપ્ત કરવા જતા વચમાં જીવને કમપેરિણામજન્ય તીવ્ર રાગદ્વેષના પરિણામ રૂપ કર્કશ ગાઢ લાંબા કાળથી રૂઢ થયેલ ગુપ્ત ગાંઠના જેવી જેને પૂર્વે લેતી નથી એવી દુવ ગ્રન્યિ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે ત્યાં વચમાં જીવને પૂર્વે જેને -ભેદી નથી એવી પ્રબ્ધિ પ્રાપ્ત થાય છે, એમ જિનેશ્વરે કહે છે. ગ્રન્થિ એટલે શું? તેને અર્થ કરતાં કહ્યું છે કે-કર્મથી ઉત્પન્ન થયેલ તીવ્ર રાગવરૂપ જે આત્મપરિણામ તે ગ્રન્થિા છે, અને તે ગ્રન્થિ કઈશ ગાઢ લાંબા કાળથી રૂઢ થયેલ ગુપ્ત ગાંઠના જેવી છે. આ સ્થિ પર્યત અભવ્ય પણ યથાપ્રવૃત્તિકરણ વડે કર્મ ખપાવીને અતિવાર આવે છે. પરંતુ સ્થિ-ભેદ એટલે કે જે રાગદ્વેષ આત્માને સમ્યફલ પ્રાપ્ત કરતાં અટકાવે છે તેને ભેદ કરી શક્તા નથી. આવશ્યક ટકામાં કહ્યું છે કે કેટલાક અભખ્યો પણ યથાપ્રવૃત્તિકરણ દ્વારા કમ ખપાવીને સ્થિદેશ પર્વત આવે છે. અને અરિહંતાદિની વિભૂતિને જેવાથી એવા જ પ્રકારની વિભૂતિ પ્રાપ્ત થાય એ હેતુથી કે કેઈ અન્ય હેતુથી ધર્મક્રિયામાં પ્રવૃત્તિ કરતા તેને મૃત સામાયિકને લાભ થાય છે, અને કંઈક અધિક નવપૂર્વ સુધી અભ્યાસ કરે છે. પરંતુ સર્વવિરતિ (દેશવિતિ કે સમ્યકત્વ રૂપ) સામાયિક કે અન્ય કેઈ આત્મિક લાભ થતું નથી. યથાપ્રવૃત્તિકરણ થયા પછી જેને મોક્ષનું સુખ નજીકમાં છે, અને ઉત્પન્ન થયેલ જેના વયને તીવ્ર વેગ ન રેકી શકાય તે છે, એ કઈ મહાત્મા તીક્ષણ કુહાડાની ધાર જેવા અપૂર્વકરણરૂપ પરમ વિશુદ્ધિવડે ઉપરોક્ત સ્વરૂપવાળી ગ્રથિને ભેટ કરીને અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ ગયા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે ઉદયસમયથી આરંભી તે સંખ્યાતમા ભાગ જેવડી અંતમુહૂર પ્રમાણ સ્થિતિને છોડીને ઉપર અન્તમુહૂતકાળ પ્રમાણ અન્તરકરણ કરે છે. અન્તરકરણ એટલે અન્તર્મુહૂતકાળમાં વેઠવાયેગ્ય મિથ્યાત્વાહનીયમના પુદગલેને અભાવ કરવા રૂપ ક્રિયા. અંતરકરણ કરે ત્યારે મિથ્યાત્વમેહનીયમની સ્થિતિના બે વિભાગ થાય છે. અસરકરણની નીચેની અંતમુહૂર્ત પ્રમાણ પ્રથમ સ્થિતિ, અને અંતરકરણની ઉપરની
૧ અભણ્યે અરિહંતાદિની વિભૂતિ જેવાથી તેની પદગલિક સંપત્તિની ઈચ્છા થાય, પરંતુ અરિહંતની આત્મસંપત્તિની જેવી આત્મસંપત્તિની ઈચ્છા ન થાય, કારણ તેઓ અભણ્વ છે.