Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
આ પાંચ-નમસ્કારો સર્વ-પાપોનો નાશ કરનાર છે. અને જગતના સઘળાંયે મંગળકારી સાધનોમાં ઉત્તમમાં ઉત્તમ [મુખ્ય] “મંગળ છે. ૧
પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્રનો વિશેષાર્થ
૧. આ સૂત્રમાં બે ભાગ છે. પહેલાં પાંચ પદોમાં પાંચ પરમેષ્ઠીને નમસ્કાર છે અને બીજાં પદો ચૂલિકા [પરિશિષ્ટ] રૂપે છે. અને તેમાં પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવાનું ફળ તથા તેનું માહાત્મ સૂચવ્યું છે.
૨. નમસ્કાર શબ્દનો પ્રાકૃત ભાષામાં નમક્કાર-નમુકકાર તથા મ ન વ કરવાથી નવકાર, નવકાર પણ થાય છે.
૩. આ પાંચ આત્માઓ સિવાય જગમાં કોઈ પણ વસ્તુ વધારે પવિત્ર કે વધારે ઉત્તમ પ્રકારની નથી જ. તેથી તેનું નામ “પરમેષ્ઠી” એટલે ઊંચામાં ઊંચી પદવી ઉપર રહેલા એવો અર્થ થાય છે.
૪. આ સૂત્ર સકલ જૈન આરાધનાનું કેન્દ્ર છે, તેથી જૈન શાસ્ત્રનો સાર છે. આમાંનો દરેક નમસ્કાર દરેક અધ્યયન છે. અને આખું સૂત્ર શ્રુતસ્કંધ છે, છતાં નંદી સૂત્ર વગેરેમાં બીજાં સૂત્રોની માફક જુદું સૂત્ર ન ગણાવતાં સર્વ સૂત્રોની આદિમાં હોવાથી સ્વતંત્ર અને સર્વ સૂત્રમય હોવાથી, તેઓની સાથે ગણાયેલા છે. પ્રવાહથી નવકાર અનાદિ છે, અને તીર્થની અપેક્ષાએ શ્રી ગણધરકૃત છે.
૫. આ સૂત્ર ઉપર પૂર્વે અનેક નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વગેરે ઘણા જ વિસ્તારથી વિદ્યમાન હતાં, અને આજે પણ આવશ્યક સૂત્રમાં સંક્ષેપથી છે. શ્રી વજસ્વામી મહારાજે સર્વ સૂત્રોની આદિમાં મંગળ તરીકે તેને સ્થાપિત કરેલ છે જેથી સર્વ આગમ સૂત્રોની શરૂઆતમાં તે મંગળ તરીકે આવે છે.
૬. તે જ પ્રમાણે શ્રી આવશ્યક મૂલ સૂત્રમાં અને અહીં પણ મંગળ તરીકે તેને પ્રથમ મૂકવામાં આવેલ છે. તે ઉપરાંત, ધાર્મિક ક્રિયાઓમાં પણ મંગળ તરીકે ઘણી વખતે આ સૂત્ર બોલાય છે, તે, તે વિધિઓમાં આગળ સમજાશે. કોઈ પણ સૂત્ર તથા ક્રિયા કોઈ અજ્ઞ જીવને ન આવડતાં હોય, તો તે સૂત્ર અને તે ક્રિયાઓમાં લોગસ્સ, અતિચારની આઠ ગાથાઓ વગેરે ઠેકાણે પણ આ સૂત્ર વપરાય છે.
છે. આ સૂત્ર સર્વ મંગળોમાં શ્રેષ્ઠ મંગળ રૂપ હોવાથી સર્વ વિદનો અને પાપોનો નાશ કરનાર છે. તેથી પવિત્રતા જાળવીને શ્રદ્ધાપૂર્વક જ્યારે અવકાશ મળે ત્યારે નિરંતર સ્મરણ કરનારનાં સર્વ ઉપદ્રવો નાશ કરવા તે સમર્થ છે. માટે ઉત્તમોત્તમ આરાધના છે. નવ લાખ નવકાર ગણનાર અવશ્ય નજીક મોક્ષગામી થાય છે.
પંચ પરમેષ્ઠીના મુખ્ય ૧૦૮ ગુણો :- (૧) અરિહંત ભગવંતોના બાર ગુણ : ૧. અશોક વૃક્ષ, ૨. દેવોએ કરેલી પુષ્પની વૃષ્ટિ, ૩. દિવ્ય ધ્વનિ, ૪. ચામરો, ૫. આસન, ૬. ભામંડળ, ૭. દુંદુભિનાદ, ૮. છત્ર, ૯. અપાયાપગમાતિશય, ૧૦. જ્ઞાનાતિશય, ૧૧. પૂજાતિશય, ૧૨, વચનાતિશય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org