________________
પાંચમો કર્મગ્રંથ
બંધહેતુઓ હોતે છતે જેનો અવશ્ય બંધ છે જ. તે ધ્રુવબંધવાળી અર્થાત્ ધ્રુવબંધી કર્મપ્રકૃતિ કહેવાય છે. નિનનન્યહેતુસાડવયં વન્યસદ્ભાવ:, યામાં તા: ધ્રુવનન્યા: આવું ધ્રુવબંધનું લક્ષણ છે.
ગાથા : ૨
મિથ્યાત્વ મોહનીયકર્મનો બંહેતુ મિથ્યાત્વનો ઉદય છે. તે પહેલા ગુણઠાણે અવશ્ય હોય જ છે અને તે મિથ્યાત્વબંધહેતુ હોતે છતે મિથ્યાત્વ મોહનીયકર્મ અવશ્ય બંધાય જ છે. માટે ધ્રુવબંધી છે.
૧૧
અનંતાનુબંધી આદિ ૧૬ કષાયોના બંધનો હેતુ તે તે કષાયોનો ઉદય છે. “નો વેવ ો બંધ'' આવું શાસ્ત્રવચન હોવાથી. ત્યાં અનંતાનુબંધીનો ઉદય બે ગુણઠાણા સુધી, અપ્રત્યાખ્યાનીયનો ઉદય ચાર ગુણઠાણા સુધી, પ્રત્યાખ્યાનાવરણનો ઉદય પાંચ ગુણઠાણા સુધી અને બાદ સંજ્વલનનો ઉદય નવ ગુણઠાણા સુધી છે. તેથી જ તે તે કષાયોનો બંધ પણ તે તે ગુણઠાણા સુધી અવશ્ય થાય જ છે. માટે તે સોળે કષાયો ધ્રુવબંધી છે.
પ્રશ્ન- તે તે કષાયના બંધમાં તે તે કષાયનો ઉદય જ કારણ છે- એમ જો કહો છો, તો જે જીવે અનંતાનુબંધીની વિસંયોજના કરેલી છે અને મિથ્યાત્વ મોહનીયકર્મનો સત્તામાંથી ક્ષય કર્યો નથી તેવો મોહનીયની ૨૪ની સત્તાવાળો જીવ પડીને જ્યારે મિથ્યાત્વે આવે છે ત્યારે અનંતાનુબંધીનો ઉદય પ્રથમ એક આવલિકામાં હોતો નથી. છતાં અનંતાનુબંધીનો બંધ અવશ્ય હોય જ છે. તેથી અનંતાનુબંધીના ઉદયરૂપ કારણ ન હોવા છતાં બંધરૂપ કાર્ય તો થાય છે. તો પછી તે તે કષાયનો ઉદય, એ તે તે કષાયના બંધનો હેતુ છે એમ કેમ કહેવાય? ઉદયાત્મક કારણ વિના પણ બંધાત્મક કાર્ય તો થાય છે. તેથી ઉદયને કારણ કેમ કહેવાય?
ઉત્તર–ત્યાં મિથ્યાત્વનો ઉદય એ અનંતાનુબંધીના બંધનો હેતુ જાણવો. અર્થાત્ પ્રથમના બે ગુણસ્થાનક સુધી જ અનંતાનુબંધી બંધાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org