________________
૧૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૨
આ ગ્રંથ ભણવાના અધિકારી કોણ? એવો પ્રશ્ન થાય. તેનો ઉત્તર એ છે કે જેની કંઈક તથાભવ્યતા પાકી છે એવા તથા મોક્ષમાભિમુખ થઈને જે જીવ, આત્મા અને કર્મના સંબંધનું જ્ઞાન મેળવવા ઈચ્છે છે અને જ્ઞાન પ્રાપ્ત કરીને કર્મક્ષયની તીવ્ર ઝંખના રાખે છે, તેવા ભવ્ય જુવો આ ગ્રંથ ભણવાના અધિકારી છે. [૧]
જે પ્રમાણે ઉદેશ (સામાન્યથી દ્વારોનો ઉલ્લેખ કર્યો હોય તે જ પ્રમાણે નિર્દેશ (વિસ્તારથી દ્વારોનું વર્ણન) કરવું જોઈએ. એવો ન્યાય હોવાથી પ્રથમ ધ્રુવબંધ દ્વારમાં કેટલી અને કઈ કઈ કર્મપ્રકૃતિઓ આવે? તે સમજાવે છે
वनचउतेयकम्मा-गुरुलहुनिमिणोवधायभयकुच्छा । मिच्छकसायावरणा, विग्धं धुवबंधि सगचत्ता ॥२॥ (वर्णचतुष्कतैजसकार्मणाऽगुरुलघुनिर्माणोपघातभयजुगुप्साः । मिथ्यात्वकषायावरणानि, विघ्नं ध्रुवबन्धिन्यः सप्तचत्वारिंशत्) ॥२॥
વેચ= વર્ણ ચતુષ્ક, તેય—= તૈજસ અને કાર્મણ, અમુનદુ= અગુરુલઘુ નિમિuોવાયે= નિર્માણ અને ઉપઘાત, મધુચ્છક ભય અને જુગુપ્સા, મિ= મિથ્યાત્વ, સાયાવરણ= સોળકષાય તથા પાંચ અને નવ આવરણ, વિયં અંતરાય પાંચ, થુવર્વાધિક ધ્રુવબંધી, સવા - સુડતાલીસ છે.
ગાથાર્થ– વર્ણચતુષ્ક, તેજસ, કાર્મણ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ભય, જુગુપ્સા, મિથ્યાત્વ, સોળ કષાય, ચૌદ આવરણ, અને પાંચ અંતરાય એમ કુલ-૪૭ કર્મપ્રકૃતિઓ ધ્રુવબંધી છે. કેરા
વિવેચન–ચોથા કર્મગ્રંથમાં કહેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર કર્મબંધના મૂળ બંધહેતુઓ છે. તે ચાર બંધહેતુઓમાંથી જે જે કર્મપ્રકૃતિના જે જે બંધહેતુઓ ગાથા પ૩માં કહ્યા છે. તે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org