________________
૨૮ ]
[ શાસનનાં શ્રમણીરત્ન કમજોર અને અશક્ત માનવામાં આવે છે, પરંતુ કેટલીય મહાન નારીઓએ એ ધારણાને ખોટી સાબિત કરીને સ્ત્રી જાતિનું ગૌરવ વધાર્યું છે. ફૂલ જેવી કોમળ હૃદયા નારી પણ જ્યારે પિતાના શીલની રક્ષા માટે, પ્રતિષ્ઠા જાળવવા માટે, ફરજ નિભાવવાને માટે વા જેવી કઠોર બની જાય છે, ત્યારે પર્વતે પણ કંપી ઊઠે છે. પરમાત્મા ઋષભદેવના શાસનમાં બ્રાહ્મી -સુંદરીથી માંડીને પરમાત્મા મહાવીરના શાસનમાં આર્યા ચંદના અને આજ સુધીની શ્રમણી પરંપરાએ જૈન શાસનના અભ્યદયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કેઈ ક્ષેત્ર એવું બાકી રહ્યું નથી, જેમાં સાધ્વીવર્ગ આગળ ન ધ હોય. આ અવસર્પિણીમાં બ્રાહ્મી પ્રથમ સપ્લી બનેલ અને સુંદરીએ ચારિત્રપ્રાપ્તિનું મહત્ત્વ સમજતાં ચારિત્રપ્રાપ્તિ માટે ૬૦,૦૦૦ વર્ષ આયંબિલ કરી ચક્રવતી ભરતની વાસનાને બાળી નાખી. સાધ્વી સરસ્વતીએ લિધર્મની જયપતાકા ફરકાવી, તે સાધ્વી મદનરેખાએ પોતાના જવલંત વૈરાગ્ય અને અમૃત જેવી વાણીથી એક મેટા યુદ્ધને વિરામ કરાવ્યું. સાધ્વી રાજુમતીએ સંયમમાંથી ચલિત થવા તત્પર બનેલા મુનિ રહનેમિને પિતાની સાત્વિકતા અને શીલના બળે ફરીથી સંયમ માર્ગે ચડાવ્યા અને દુનિયા કહી ઊઠી: “ધન્ય છે આ સાધ્વીની શીલપરાયણતાને અને એની સિહણ સમી શીલની ગર્જનને ! ”
અભિમાનના હાથી પર આરૂઢ બંધુ મુનિ બાહુબલીને એ હાથી પરથી નીચે ઉતારીને કેવળજ્ઞાનને અણમેલ ઉપહાર કેણે અપા? બહેન સાધ્વીઓ–બ્રાહ્મી અને સુંદરીના પ્રેરક ઉદ્બોધને માન્ય ભાઈની આંખ ઉઘાડી નાખી અને વાલે હીરે હાથમાં આવી ગયે.
૧૪૪૪ ગ્રંથેના પ્રણેતા, વિશિરોમણિ, ન્યાય, યોગ આદિ વિષયેના ધુરંધર વિદ્વાન હરિભદ્રસૂરિ “યાકિની મહત્તરાર્ નુ” કહેવાય છે. જ્ઞાનના મદથી મત્ત હરિભદ્ર બ્રાહ્મણને મહાન આચાર્ય હરિભદ્રસૂરિ બનાવીને જૈન શાસનને અણમોલ ચમકતે તારો કોણે બનાવ્યો? સાધ્વીજી યાકિની મહત્તાની પ્રેરણા અને શુભકામનાઓ. સાધ્વીઓના સ્વાધ્યાય-નિનાદથી ગૂંજતા ઉપાશ્રય થઈને પસાર થતા બ્રાહ્મણ હરિભદ્રને, સાંભળેલી શાસ્ત્ર પંક્તિનો અર્થ સમજાય નહીં. સંશયનું નિવારણ કરવાને માટે એ સાધ્વીજી પાસે જઈ પહોંચ્યા. પ૦૦ સાધ્વીઓની નાયિકા હોવા છતાં યાકિની મહત્તરાની નમ્રતા તે જુઓ! તરત જ હરિભદ્રને આચાર્ય મહારાજ પાસે મોકલ્ય. પ્રતિબોધ પામીને એણે દીક્ષા લીધી અને જૈન શાસનને એક ઝગમગતે તારે મળે. ખરેખર, સાધ્વી યાકિની મહત્તા ન હોત, તો આવા મહાન આચાર્ય ક્યાંથી થાત? તેઓ સાચેસાચા અર્થમાં એમનાં ધર્મમાતા બન્યા અને અંતે પણ પિતાના ભાણેજ મુનિ હંસ-પરમહંસની હત્યાથી ખૂબ જ સુંભ પામીને, સાધુને માટે અનુચિત કાર્ય કરવા તત્પર બનેલા આચાર્ય હરિભદ્રસૂરિને એ અધમ પ્રવૃત્તિમાંથી બચાવવાને માટે ફરી એ જ માતા ઉપસ્થિત થઈ, ને પિતાના પુત્રને ફરીથી બચાવે.
આ મહાન આર્યાઓનો ત્યાગ, સમર્પણ, સોગ, સહનશીલતા, શીલપરાયણતા અને વાત્સલ્ય કેટલાય માર્ગ બ્રણ મુનિઓને ફરીથી માર્ગમાં સ્થિર કરીને તેમને આત્મન્નિતિને શિખરે પહોંચાડી દીધા. ગોચરીમાં નીકળેલા અરણિક મુનિ પિતાને વેશ્યાના સંમેહનથી બચાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org