________________
૨૬ ]
[ શાસનનાં શ્રમણીરત્ન જેનાચાર્ય કલાપૂર્ણસૂરિ મ. ના દાદાગુરુ હિતવિજય મ. નું ચરિત્ર વાંચતાં સાધ્વીજી મ. સાથે જે વ્યવહાર કરે છે તે ભાવિકને હર્ષસભર કરી દે છે.
સ્ત્રી સ્વાતંત્ર્યના ઉદ્દેડ છંદ સામે જૈન સાધ્વીજી એક પરમ આદર્શ છે. જેમણે સ્ત્રી સાધવજીવનને ઉન્મત્ત મસ્તકે જીવવાને અભુત માર્ગ બતાવ્યો છે. છતાં એક સત્ય હકીકત છે. આ સાધ્વીજી મ. લેકેરણાથી ખૂબ દૂર રહ્યાં છે અને ખુદની આગવી નમ્રતા-વિદ્વત્તા અને સમતાથી જૈન સંઘના આધારશિલા બન્યાં છે. જેન સંઘના પાયાના પત્થર બની સાધ્વીજી મહારાજે જગતું સામે એક અદ્ભુત આદર્શ રજૂ કર્યો છે.
દિગંબર જેમાં પણ આર્યા ( સાધ્વીજી)ની પ્રેરણાથી હસ્તિનાપુર તીર્થમાં જૈન ભૂગોળના સ્થાપત્ય જમ્બુદ્વીપનું નિર્માણ થઈ રહ્યું છે.
મૂર્તિપૂજક સ્થાનકવાસી તથા તેરાપંથી સંધ સહજ સ્વીકારે છે. જેનધર્મના મહત્ત્વને સ્થાપિત કરવામાં-સ્થિર કરવામાં અને જેનાચારના પાલનમાં પૂજા સાધુ ભગવંત જેવો જ સાધ્વીજી મ.ને ફાળે છે.
વર્તમાનમાં પણ લગભગ ૧૦ હજાર સાધ્વીજી મ. ભારતની ધમધરને પવિત્ર કરી રહ્યાં છે અને સંસ્કાર-સંયમની પવિત્ર ભાગીરથી વહાવી રહ્યાં છે. જૈન આર્યા-સાધ્વીજી મ. શ્રમણી નામ દ્વારા તેમની સ્તવના કરે છે. ખાસ કરી અમદાવાદી જેને સાધ્વીજી મ. માટે ગયણી સાબ-ગયણોજી મહારાજ બોલે છે... “ગણું સાબ કે ગયણજી બોલે એટલે તુરત બીજાં જેને કહે – શું તમે અમદાવાદના છે? “ગયણ સાબ” આ શબ્દ અમદાવાદી જેની મને પેલી છે. સાચે ગયણ સાબ અપભ્રંશ શબ્દ છે. મૂળ શબ્દ ગુણીજી સાહેબ છે... સાચે જૈન સાધ્વીજી મ. જૈન સંઘની આધારશિલા છે. જેનધર્મ માટે તેમનું મૂક ઘણું યોગદાન છે.
આપણે આશા રાખીએ; જ્યાં શીલ, સદાચારનાં ભયંકર ખંડન થઈ રહ્યાં છે, નારીના દેહના પ્રદર્શન દ્વારા યુવા જગતને ભ્રમિત કરવામાં આવે છે તેવા બારીક અને નાજુક સમયે ગંગાથી પણ અધિક નિર્મળ, યમુનાથી પણ પરમ પવિત્ર અને સરસ્વતી નદીના નીરથે જ ઉજજ્વલ પવિત્ર સાધ્વીજી મહારાજ શીલ-સદાચાર-સંસ્કાર ને નિર્માતાને સંદેશ આપતાં રહ્યા છે...ભવિષ્યમાં આપતાં રહેશે.
જેમ શ્રમણે વિશ્વમાં જૈનધર્મને ગુજિત કરનાર આધાર છે. તેમ સાધ્વસંધ જેનસંઘની આધારશિલા છે. જેનધર્મમાં સ્ત્રી અને પુરુષને સમાન અધિકાર હોય તેવું કહ્યું નથી. મહાસતી સાધ્વીઓએ માનભૂખ્યા જગત્ સામે પડકાર ફેંક્યો છે : “અમે અધિકારના ભૂખ્યાં નથી...કર્તવ્ય એ જ અમારો પ્રાણ છે. ”
સાધ્વીસંઘ કર્તવ્ય પંથે તત્પર છે...અને તત્પર રહેશે.....માર્ગ ભૂલેલ નારીઓનાં જીવનમાં પણ એક કર્તવ્યને પ્રકાશ પાથરશે એવી અપેક્ષા છે...
આબુ-દેલવાડા જેવા જગપ્રસિદ્ધ તીર્થની પ્રેરણાદાત્રી, હરીભાઈની વાડી જેવા શિલ્પસ્થાપત્યયુક્ત અમદાવાદના મહાન તીર્થ સમા ધર્મનાથ પ્રભુના જિનાલયની આધારશિલા સમાં હરકેર શેઠાણ વગેરે શ્રાવિકા અંગે ક્યારેક વિચાર રજૂ કરીશું. & %
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org