________________
૧૮
પ્રશંસા કે ઇતિવૃત્ત લખાયાં છે જેમણે જૈનધર્મની પ્રભાવના માટે પોતાનાં તન, મન અને ધનને લગાવી દીધાં હતાં. સિદ્ધરાજ જયસિંહ, ૫રમાર્હત કુમારપાળ, મહામાત્ય વસ્તુપાલ, જગશાહ અને પેથડશાહ વગેરે ઉદારમના ધર્મપરાયણ વ્યક્તિઓ હતી, જે કોઈ પણ દેશ, સમાજ, જાતિ માટે પ્રતિષ્ઠાની વસ્તુ હતી. જૈન સાધુઓએ તેમના જૈનધર્માનુકૂળ જીવનથી પ્રભાવિત થઈને તેમને પોતાનાં કાવ્યોના નાયકો બનાવ્યા અને તેમની પ્રશસ્તિઓ લખી. આચાર્ય હેમચન્દ્ર કુમારપાળના વંશની કીર્તિગાથા ગાવા ‘ચાશ્રયકાવ્ય'નું સર્જન કર્યું, બાલચન્દ્રસૂરિએ વસ્તુપાલના જીવન ઉપર ‘વસન્તવિલાસ' કાવ્યની અને ઉદયપ્રભસૂરિએ ‘ધર્માભ્યુદય’ કાવ્યની રચના કરી. આ જ રીતે પ્રભાવક આચાર્યો અને પુરુષોના વિશે લઘુ નિબંધોના રૂપમાં પ્રબંધસંગ્રહ, પ્રબંધચિન્તામણિ, પ્રભાવકરત વગેરે લખવાની પ્રેરણા મળી. આ કૃતિઓ નજીકના ભૂતમાં થઈ ગયેલા કે સમસામયિક ઐતિહાસિક પુરુષોનાં જીવન ઉપર આધારિત હોવાથી તત્કાલીન ઇતિહાસ જાણવા માટે બહુ ઉપયોગી છે.
(૫) અન્ય મહાકવિઓની શૈલી વગેરેનું અનુકરણ સંસ્કૃત સાહિત્યની કેટલીક ખ્યાતિપ્રાપ્ત કાવ્યકૃતિઓમાંથી પ્રેરણા પામીને જૈન કવિઓએ તેમનું અનુકરણ કરીને કે તેમની શૈલીમાં અનેક કાવ્યોનું સર્જન કર્યું. આમ આપણે જોઈએ છીએ કે બાણની કાદમ્બરીની શૈલીનું અનુસરણ કરીને ધનપાલે ‘તિલકમંજરી'નું અને ઓડયદેવ વાદીભસિંહે ‘ગદ્યચિન્તામણિ'નું સર્જન કર્યું, ‘કિરાતાર્જુનીય’ અને ‘શિશુપાલવધ’ની શૈલીનું અનુસરણ કરીને હરિચન્દ્રે ‘ધર્મશર્માભ્યુદય', મુનિભદ્રસૂરિએ ‘શાન્તિનાથચરિત્ર', વસ્તુપાલે ‘નરનારાયણાનન્દ’ અને જિનપાલ ઉપાધ્યાયે ‘સનત્કુમારચરિત' જેવાં પ્રૌઢ કાવ્યોનું સર્જન કર્યું. આ રીતિબદ્ધ શાસ્ત્રીય મહાકાવ્યોના સર્જન પાછળ કાલિદાસ, ભારવિ, બાણ વગેરે મહાકવિઓના સમકક્ષ બનવાની કે તેમના જેવો યશ પ્રાપ્ત કરવાની કે વિદ્વત્તા પ્રદર્શિત કરવાની ભાવના પ્રગટ થતી લાગે છે.
Jain Education International
જૈન કાવ્યસાહિત્ય
(૬) ધાર્મિક ઉદારતા, નિષ્પક્ષતા અને સહિષ્ણુતા સાહિત્યસેવાના ક્ષેત્રમાં જૈનાચાર્યોની નીતિ નિષ્પક્ષ હતી તથા ધાર્મિક ઉદારતાથી પ્રેરિત હતી. તેમણે અનેક કૃતિઓ આ ભાવનાથી પ્રેરાઈને લખી, વાંચી અને તેમને સાચવી. આમ આપણે જોઈએ છીએ કે અમરચંદ્રસૂરિએ વાયડનિવાસી બ્રાહ્મણોની વિનંતીથી ‘બાલભારત’ની તેમ જ નયચન્દ્રસૂરિએ ‘હમ્મીરમહાકાવ્ય’ની રચના કરી. માણિક્યચન્દ્રે કાવ્યપ્રકાશ ઉપ૨ સંકેત ટીકા લખી તથા અનેક જૈનેતર મહાકાવ્યો ઉપર જૈન વિદ્વાનોએ પંચતંત્ર, પ્રામાણિક ટીકાઓ લખી, અને અનેક જૈનેતર કથાગ્રંથોનું
For Private & Personal Use Only
-
-
-
www.jainelibrary.org