________________
પ્રાસ્તાવિક
૧૭
આશ્રયમાં જિનસેન અને ગુણભદ્ર મહાપુરાણ, ઉત્તરપુરાણની, કુમારપાળના ગુરુ હેમચંદ્ર ત્રિષષ્ટિશલાકાપુરષચરિતની રચનાઓ કરી તથા વસ્તુપાળના આશ્રમમાં પશ્ચાત્કાલીન કેટલાય આચાર્યોએ અનેક રીતે કાવ્યસાહિત્યની સેવા કરી. અનેક કાવ્યગ્રંથોમાં જુદા જુદા સ્રોતોમાંથી મળેલી પ્રેરણાઓનો સાભાર ઉલ્લેખ પણ મળે
છે.
(૩) ગચ્છીય સ્પર્ધા – યદ્યપિ ત્યાગી વર્ગને રાજ્યાશ્રય અને ધનિકોનો આશ્રય મળતો હતો તથાપિ તેમને ધનની ઈચ્છા હતી નહિ. તેમની પાસેથી મળતી સગવડોનો ઉપયોગ તેઓ પોતાની ગચ્છીય પ્રતિષ્ઠા વધારવામાં અને સાહિત્યનું સર્જન કરવામાં કરતા હતા. કાળની દૃષ્ટિએ પાંચમીથી દસમી શતાબ્દીઓમાં કાવ્યગ્રન્થોનું સર્જન એટલી તીવ્ર ગતિથી અને એટલી પ્રચુર માત્રામાં ન થયું જેટલી તીવ્ર ગતિથી અને જેટલી પ્રચુર માત્રામાં અગીઆરમીથી ચૌદમી શતાબ્દીઓમાં થયું. દસમી શતાબ્દી પહેલાં જો કેટલીક વિશાળ અને પ્રતિનિધિરૂપ રચના લખવામાં આવી હતી તો દસમી શતાબ્દી પછી ત્રણ સો વર્ષોમાં આ સંખ્યા વધીને સેંકડોની સંખ્યામાં પહોંચી ગઈ. જૈન વિદ્વાનોમાં જાણે કે એ સમયે કથાસાહિત્યનું સર્જન કરવા માટે અંદરોઅંદર મોટી સ્પર્ધા ચાલી રહી હતી. અમુક ગચ્છવાળા અમુક વિદ્વાને અમુક નામના કથાગ્રંથનું સર્જન કર્યું છે એ જાણીને કે વાંચીને બીજા ગચ્છવાળા વિદ્વાનો પણ આ પ્રકારના બીજા કથાગ્રંથો સર્જવા ઉત્સુક બની જતા હતા. આ રીતે ચન્દ્રગચ્છ, નાગેન્દ્રગચ્છ, રાજગચ્છ, ચૈત્રગચ્છ, પૂર્ણતલ્લગચ્છ, વૃદ્ધગચ્છ, ધર્મઘોષગચ્છ, હર્ષપુરીયગચ્છ વગેરે વિભિન્ન ગચ્છ, જે તે શતાબ્દીઓમાં વિશેષ પ્રસિદ્ધ અને પ્રભાવશાળી હતા, તેમાંથી પ્રત્યેક ગચ્છના વિદ્વાનોએ આ જાતના કથાગ્રંથોનું સર્જન કરવા સબળ પ્રયત્નો કર્યા. આ યુગમાં એક જ પેઢીના વિભિન્ન ગચ્છીય બે બે, ત્રણ ત્રણ વિદ્વાનોએ ત્રેસઠ શલાકા મહાપુરુષોનાં ચરિત્રો તથા વ્રત, મંત્ર, પર્વ, તીર્થમાહાભ્યના પ્રસંગોને લઈને એક જ નામની બે બે, ત્રણ ત્રણ રચનાઓ કરી છે. લોકકથા, નીતિકથા, અભુત કથા તથા પશુપક્ષી વગેરેની હજારો કથાઓને લઈને તેમણે વિશાળકાય કથાકોષ ગ્રંથો પણ લખ્યા.
(૪) ઐતિહાસિક અને સમસામયિક પ્રભાવક પુરુષોનાં આદર્શ જીવન – જો કે જૈન કવિ ધન વગેરેની ભૌતિક ઈચ્છાઓથી પર હતા તો પણ કથાત્મક સાહિત્ય ઉપરાંત તેમણે યુગની પરિણતિને અનુકૂળ ઐતિહાસિક અને અર્ધઐતિહાસિક કૃતિઓનું સર્જન કર્યું. આ કૃતિઓમાં પ્રાયઃ એવા જ રાજવંશ કે પ્રભાવક પુરુષની ૧. પ્રાકૃતમાં કથા અને કાવ્ય પ્રાયઃ એક અર્થમાં પ્રયુક્ત થયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org