________________
પ્રાસ્તાવિક
આ પ્રકારની કથાઓમાં વિશેષ રસ પડતો હતો. યુગની માંગને અનુરૂપ જૈન વિદ્વાનોએ કેવળ સંસ્કૃતમાં જ નહિ પણ પ્રાકૃત અને અપભ્રંશમાં પણ અનેક પ્રકારની રચનાઓ કરી. જૈન વિદ્વાન સ્વભાવતઃ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશના વિદ્વાન હતા. પ્રાકૃત તેમના ધર્મગ્રંથોની ભાષા હતી અને જનસામાન્ય સુધી પહોંચવા માટે તેઓ અપભ્રંશમાં રચનાઓ કરી તેનો વિકાસ કરી રહ્યા હતા તથા પંડિત અને અભિજાત વર્ગ સાથે સંપર્કમાં રહેવા માટે સંસ્કૃતમાં પણ તેઓ નિષ્ણાત હતા. સંસ્કૃત ખરેખર તે કાળ સુધીમાં પાંડિત્યપૂર્ણ વિવેચનો અને રચનાઓની ભાષા બની ગઈ હતી. તે ખાતર જૈનોએ ન્યાય, વ્યાકરણ, ગણિત, રાજનીતિ અને ધાર્મિક-ઉપદેશપ્રદ વિષયોના ગ્રન્થો ઉપરાંત આલંકારિક શૈલીમાં પુરાણો, ચિરતો અને કથાઓનું ગદ્યાત્મક અને પદ્યાત્મક કાવ્યના રૂપમાં સંસ્કૃતમાં સર્જન કર્યું. સાહિત્યસર્જનના ક્ષેત્રમાં જૈનોનું સૌપ્રથમ ધ્યાન લોકરુચિ તરફ રહ્યું છે, એટલે જ એમણે લોકભોગ્ય પ્રાકૃત, અપભ્રંશ ઉપરાંત અનેક પ્રાન્તીય ભાષાઓ – કન્નડ, ગુજરાતી, રાજસ્થાની અને હિન્દી વગેરેમાં ગ્રંથોનું પ્રચુર પ્રમાણમાં સર્જન કર્યું. જૈનોના સાહિત્યસર્જનના કામમાં રાજવર્ગ અને ધનિકવર્ગે ઘણું પ્રોત્સાહન અને પ્રેરણા આપી. તેની ચર્ચા આપણે કરી ગયા છીએ.
૧૫
(૫) લેખનકાર્યમાં સુવિધા – જૈન વિદ્વાનોને લેખનકાર્યમાં સાધુવર્ગ અને સમાજ તરફથી પણ અનેક સુવિધાઓ મળતી હતી. જ્યારે કોઈ વિદ્વાન નવો ગ્રંથ રચવાનો પ્રયત્ન કરતા તો તે તેને માટે બનાવેલી લાકડાની પાટી કે કપડા ઉપર શબ્દોને લખતા અને તે શબ્દોની વ્યુત્પત્તિ ઉપર આપસમાં વિચારવિમર્શ કરતા. શબ્દોના યોગ્ય પ્રયોગોને માટે પ્રાચીન કવિઓના ગ્રંથોમાંથી નમૂનાઓ લેવામાં આવતા અને ભાવાનુકૂલ રચનાનું સર્જન કરી સંશોધનકર્તાઓ પાસે તેનું સંશોધન કરી લેવાતું. આ રીતે ગ્રન્થના સંશોધિત રૂપને પત્થર-પાટી-સ્લેટ અથવા લાકડીની પાટી વગેરે ઉપર લખીને તેને સારા લહિયાઓ પાસે ગ્રંથરૂપમાં લખાવી લેવામાં આવતું. ગ્રંથરચના કરતી વખતે ખાસ ખાસ સૂચના દેવા માટે વિદ્વાન શિષ્ય અને સાધુગણ તત્પર રહેતા અને એ રીતે સહાય કરતા. કેટલીક વાર વિદ્વાન ઉપાસક પણ આ જાતની સહાય કરતા હતાં.૧
જૈન કાવ્યસાહિત્યના સર્જનમાં મૂળ પ્રેરણાઓ
(૧) ધાર્મિક ભાવના – પૂર્વ અને ઉત્તર મધ્યકાળની રાજનૈતિક, ધાર્મિક, સામાજિક અને સાહિત્યિક પરિસ્થિતિઓ તથા લેખનકાર્યની સુવિધાઓનો પ્રભાવ ૧. પ્રભાવકચરિત – હેમચન્દ્રાચાર્યચરિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org