________________
૧૪
સેનાપતિ અને મંત્રીઓનાં મહત્ત્વપૂર્ણ પદો પર હતા. મુગલો સાથે દઢતાપૂર્વક લડનાર રાણા પ્રતાપના સમયના ભામાશાહ, આશાશાહ અને ભરમલ વગેરે પ્રસિદ્ધ છે. ઈસ્ટ ઈણ્ડિયા કંપનીના સમયમાં જગત શેઠ, સિંધી વગેરે વિશિષ્ટ પરિવાર હતા જે રાજશેઠ મનાતા હતા અને રાજ્યશાસનમાં તેમનો મોટો પ્રભાવ હતો.
રાજકીય પ્રતિષ્ઠાની સાથે સાથે આ સમયમાં જૈન વૈશ્ય ઘણો જ સુપતિ અને પ્રબુદ્ધ હતો. જૈનાચાર્યોની જેમ તે પણ સાહિત્યસેવામાં રત હતો. આ સમયમાં જૈન ગૃહસ્થોએ અનેક ગ્રંથોનું સર્જન કર્યું છે. અપભ્રંશ મહાકાવ્ય પદ્મચરિતના સર્જક સ્વયંભૂ, તિલકમંજરી જેવા પુષ્ટ ગદ્યકાવ્યના પ્રણેતા ધનપાલ, કન્નડ ચામુણ્ડરાયપુરાણના લેખક ચામુણ્ડરાય, નરનારાયણાનન્દ મહાકાવ્યના રચનાર વસ્તુપાલ, ધર્મશર્માભ્યુદયકાર હરિશ્ચન્દ્ર, પંડિત આશાધર, અર્હદ્ઘાસ, કવિ મંડન વગેરે અનેક જૈન ગૃહસ્થો જ હતા. જૈનાચાર્યો દ્વારા અનેક ગ્રંથોના સર્જનમાં, તેમની પ્રતિઓ લખાવી વિતરણ કરવામાં અને અનેક શાસ્ત્રભંડારોના નિર્માણમાં જૈન વૈશ્યવર્ગનો મુખ્ય હાથ રહ્યો છે.
જૈન કાવ્યસાહિત્ય
(૪) સાહિત્યિક અવસ્થા આલોચ્ય યુગ પહેલાં ગુપ્તકાળ સંસ્કૃત સાહિત્યનો સુવર્ણયુગ કહેવાય છે. તે સમય સુધીમાં વાલ્મીકિરામાયણ, મહાભારત, અશ્વઘોષનાં કાવ્યો બુદ્ધચરિત અને સૌન્દરનન્દ તથા કાલિદાસનાં રઘુવંશ, કુમારસંભવ વગેરે અને પ્રાકૃત કાવ્યો ગાથાસપ્તશતી અને સેતુબંધ રચાઈ ચૂક્યાં હતાં અને એક વિશિષ્ટ કાવ્યાત્મક શૈલીનો પ્રાદુર્ભાવ થઈ ચૂક્યો હતો તથા સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં ઉત્તરોત્તર ઉચ્ચ કોટિની રચનાઓ થવા લાગી હતી. ત્યાં સુધીમાં બ્રાહ્મણોનાં મુખ્ય પુરાણો પણ અંતિમ રૂપ ધારણ કરી રહ્યા હતા. આ યુગમાં કાવ્યોને શાસ્ત્રીય પદ્ધતિ ઉપર રચવા માટે ભામણ, ઠંડી, રુદ્રટ વગેરે વિદ્વાનોએ કાવ્યાલંકાર, કાવ્યાદર્શ વગેરે કાવ્યશાસ્ત્રોના ગ્રંથો રચ્યા. રીતિબદ્ધ શૈલી ઉપર આ યુગમાં અનેક કાવ્યોનું સર્જન થવા લાગ્યું હતું જેમાં ભારવિકૃત કિરાતાર્જુનીય, માઘકૃત શિશુપાલવધ, શ્રીહર્ષકૃત નૈષયચરિત બૃહત્રયીના નામથી પ્રસિદ્ધ છે. શાસ્ત્રીય પદ્ધતિ ઉપર કાવ્યના અનેક પ્રકારોનું અર્થાત્ ગદ્યકાવ્ય, ચમ્પૂ, દૂતકાવ્ય, અનેકાર્થકાવ્ય, નાટક વગેરેનું સર્જન આ યુગમાં થયું.
-
Jain Education International
જૈન વિદ્વાનોએ પણ આ યુગની માંગ જાણી. એમનો ધર્મ એમ તો ત્યાગ અને વૈરાગ્ય ઉપર પ્રધાનપણે ભાર આપે છે. તેમના શુષ્ક ઉપદેશોને પ્રભાવોત્પાદક લલિત શૈલી વિના સાંભળવા કોણ તૈયાર હતો ? જૈન મુનિઓને શૃંગાર વગેરે કથાઓ સાંભળવા અને સંભળાવવાની મના હતી, પરંતુ શ્રાવકવર્ગને સાધારણપણે
For Private & Personal Use Only
www.jainelibrary.org