________________
પ્રાસ્તાવિક
અશુદ્ધિને કારણે બ્રાહ્મણવર્ગમાં છૂતાછૂતનો વિચાર વધી રહ્યો હતો. જાતિઓ ઉપજાતિઓમાં વિભક્ત થવાથી તેમનામાં ખાનપાન અને રોટીબેટીનો વ્યવહાર બંધ થવા લાગ્યો હતો. ક્ષત્રિય અને વૈશ્ય વર્ગમાં પણ આ નવાં પરિવર્તનોનો પ્રભાવ પડવા લાગ્યો હતો. ક્ષત્રિય વર્ગના રાજવંશો પાસેથી શાસનકાર્ય પ્રાયઃ છિનવાઈ રહ્યું હતું. આ કાળના અનેક રાજવંશ પ્રાયઃ અક્ષત્રિય વર્ગના હતા. ઉત્તર ભારતમાં થાણેશ્વરના પુષ્પભૂતિ વૈશ્ય હતા. મૌખરી અને પશ્ચાત્કાલીન ગુપ્તરાજા અક્ષત્રિય જ હતા. બંગાળના પાલ અને સેન શૂદ્ર હતા. કનોજના ગુર્જરપ્રતિહાર વિદેશી હતા જેમને પાછળથી ક્ષત્રિય બનાવવામાં આવ્યા હતા. પરમાર અને ચૌહાણની બાબતમાં પણ આવું જ હતું. તાત્પર્ય એ કે ક્ષત્રિયવર્ગમાં અનેક તત્ત્વોનું સંમિશ્રણ થઈ રહ્યું હતું. સામાન્ય ક્ષત્રિયો વ્યાપાર કરી વૈશ્યવૃત્તિ અપનાવી રહ્યા હતા અને ધાર્મિક દૃષ્ટિએ તેઓ કોઈ એક ધર્મમાં માનતા ન હતા તથા પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં તો બહુ સંખ્યામાં ક્ષત્રિયો જૈનધર્માવલંબી પણ બની રહ્યા હતા.
આ સમયમાં વૈશ્યવર્ગમાં પણ નવું પરિવર્તન આવ્યું. ૬ઠ્ઠી શતાબ્દી આસપાસ વૈશ્યો જૈન અને બૌદ્ધ ધર્મના પ્રભાવના કારણે ખેતી છોડી ચૂક્યા હતા; વળી તે સમયમાં ઉત્તર ભારતમાં ખેડૂતોની અપેક્ષાએ વેપારીવર્ગ સમ્માનનીય મનાતો હતો. આ સમયે અનેક ક્ષત્રિયો વૈશ્યવૃત્તિ સ્વીકારવા લાગ્યા હતા. કેટલાય જૈન સ્રોતોમાંથી જાણવા મળે છે કે કેટલાક ક્ષત્રિયો અહિંસાના પ્રભાવ નીચે શસ્ત્રજીવિકા છોડી વેપાર અને લેવડ-દેવડનું કામ કરવા લાગ્યા હતા. આ યુગમાં વૈશ્ય લોકો અનેક જાતિઓ અને ઉપજાતિઓમાં વહેંચાઈ ગયા હતા. આ સમયનો જૈન ધર્મ અધિકાંશતઃ વેપારીવર્ગના હાથમાં હતો. દક્ષિણ ભારતમાં જૈનધર્માનુયાયીઓમાં આજ પણ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય છે પરંતુ પ્રાયઃ બધા જ વેપાર કરે છે. દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં ધનિક વેપારીવર્ગના આશ્રયમાં જૈનધર્મ બહુ જ ફુલ્યોફાલ્યો. અનેક જૈન વૈશ્યોને રાજ્યનાં કામોમાં સક્રિય સહયોગ આપવાનો અવસર મળ્યો હતો અને તેઓ રાજ્યના નાનામોટા અધિકારપદોને શોભાવતા હતા. અનેક જૈન વિભિન્ન રાજયોનાં મહામાત્ય અને મહાદંડનાયક જેવાં પદો ઉપર પણ પ્રતિષ્ઠિત થયા હતા. દક્ષિણ અને પશ્ચિમ ભારતના અનેક શિલાલેખો તેમની અમર ગાથાઓ ગાતા મળ્યા છે. મુસ્લિમ કાળમાં પણ જૈન ગૃહસ્થોના કારણે જૈનાચાર્યોની પ્રતિષ્ઠા કાયમ હતી. દિલ્હી, આગ્રા અને અમદાવાદના જૈન પરિવારોનો, તેમના વ્યાપારિક સબંધો અને વિશાળ ધનરાશિના કારણે, મુગલ દરબારોમાં મોટો પ્રભાવ હતો. રાજપૂત રાજયોમાં પણ અનેક જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org