________________
(૫૦)
વાંચન કે શ્રવણ પછીનો ક્રમ મનન છે. મનન થયેલા ભાવોને હૃયમાં ઉતારી સ્થિર કરવારૂપ નિદિધ્યાસન કે ભાવનારૂપ પરિણાવવાનો ઉત્તમ ક્રમ છે. તે પ્રમાણે આગળ ન વધાય તો એકલું વાંચન, જોઈએ તેવો રસ ઉપજાવી શકે નહીં; તેથી સામાન્યપણું થઈ જાય છે. માટે સત્સંગની ભાવના રાખી, મનન કરવાનો ક્રમ રાખશો. (બો-૩, પૃ.૬૩૪, આંક ૭૪૭). T કાળ ફરી ગયો છે વગેરે વિકલ્પો બાજુએ રાખી, સપુરુષોને જે સનાતન સત્યનો બોધ કરવો છે, તે
સમજવા વારંવાર વાંચવા-વિચારવા ભલામણ છેજી. પોતાની બુદ્ધિને સદ્ગુરુબોધને અનુસરનારી પતિવ્રતા કરવી. પરમકૃપાળુદેવનાં વચનો વારંવાર વાંચી-વિચારી, જે ફુરણા તેના યોગબળે થાય, તે હૃદયમાં દૃઢતાપૂર્વક સાચવી રાખવા વિનંતી છેજી. જીવનમાં મુશ્કેલીઓ તો ઘણી આવી છે, આવે છે અને આવવા સંભવ છે; પણ તેવા પ્રસંગે પરમકૃપાળુદેવનાં વચનોનો આશય સમજી, તે દ્વારા ઉકેલ આણી, તેના ફરમાન પ્રમાણે આપણી વૃત્તિઓ વાળવી છે, એટલી જેની શ્રદ્ધા છે, તે ગમે તેવા પ્રસંગોમાં પણ પરમાર્થને બાધ ન આવે તેમ વર્તી શકે, એમ લાગે છે. મહાપુરુષોએ ગહન પ્રશ્નોના ગહન વિચારો કર્યા છે. આપણી તુચ્છ બુદ્ધિ લૌકિક વાતાવરણને મુખ્ય ગણી, કે વિશેષ સૂક્ષ્મપણે વિચારી શકે તેમ નહીં હોવાથી, આગળ વિચારવાનું કંઈ નથી એમ માની, મેં વિચારી લીધું છે એમ માને છે, અને અનુકૂળતા તરફ ઢળી જાય છે; પરંતુ પુરુષના બોધને આધારે ગહનતાનો, પરિણામનો, સ્વપરહિતનો વિચાર કરી પગલું ભરવું ઘટે છે.
(બી-૩, પૃ.૫૪૯, આંક ૬૦૫) પરમકૃપાળુદેવ/સપુરુષનો આશ્રય કરવા વિષે I એક પરમકૃપાળુદેવનું સાચા અંતઃકરણથી શરણ ગ્રહણ કરવા યોગ્ય છેજી. પછી પ્રારબ્ધવશાત ગમે ત્યાં
કાળ જાય પણ તેના શરણમાં બુદ્ધિ હોય તો વિયોગમાં પણ કોઈનું વિશેષ કલ્યાણ થાય છે. પરમકૃપાળુદેવે વિયોગ અને વિરહ દ્વારા ૫.પૂ. પ્રભુશ્રીજીને પરિપક્વ દશા પ્રાપ્ત કરાવી છે. માટે ધીરજ રાખી, વિશેષ પુરુષાર્થ ફોરવી, ઘર્મધ્યાનમાં વિશેષ કાળ જાય તેમ કરવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવે આ કળિકાળમાં અમૃત વરસાવે તેવા વચનોનો વારસો આપણને આપ્યો છે. તેના ગહન અર્થ સમજવા જેટલા ઉપશમ-વૈરાગ્યનું બળ આપણામાં નથી; છતાં અમૃત અમૃતનું કામ કર્યા વિના રહે નહીં. તેને સમજવા માટે, તેમાં જણાવેલી આજ્ઞાઓ ઉઠાવવાના ભાવ કરવા માટે જેટલો કાળ ગળાશે તે લેખાનો છે, તે કલ્યાણકારી છે. (બી-૩, પૃ.૩૮, આંક ૫૫) પોતાની કલ્પનાએ તો નથી જ વર્તવું એવો દ્રઢ નિશ્ચય મુમુક્ષુએ કર્તવ્ય છેજી. સંશયનાં સ્થાનોમાં કોઈ મુમુક્ષુની સલાહ લઈ વર્તવાનો ભાવ રાખવો. કોઈ ન હોય તો પરમકૃપાળુદેવને દયમાં રાખી તેને
આશરે હું છું, તેણે કહેલું મને સંમત છે.” એમ માની પ્રવર્તવું. (બી-૩, પૃ.૩૨૬, આંક ૩૧૮) D આપની ભાવના આશ્રમમાં આવવાની અને કંઈ લોભ છોડવાની રહે છે એમ જાણી, શુભ ભાવના પૂરતો સંતોષ થયો છેજી; પણ આ મનુષ્યભવમાં જેને સદ્ગુરુનો યોગ થયો છે; તેની આજ્ઞા-ભક્તિ, સ્મરણમંત્રાદિરૂપે પ્રાપ્ત થઈ છે; તેણે આવા પ્રસંગે આત્મકલ્યાણ અર્થે પરમ ઉપકારી પરમકૃપાળુદેવનું