________________
૨૪
આ કહેવતનું તથા ગાડરીયા પ્રવાહનું રહસ્ય શું? (૨૯) ઇદ્રિને અને મનને વશ કરવાના સાધને કયા? (૩૦) વિષથી જીવે લીંબડાના કીડા જેવા અને માંખી જેવા કઈ રીતે સમજવા? (૩૧) કઈ રીતે રાગને બૂરો કહી શકાય? અહીં દષ્ટાંત કર્યું? (૩૨) કામની દશા કઈ કઈ? આ બાબતમાં ભગવદ્ગીતા પણ શું કહે છે? (૩૩) રેગના નવ કારણે કયા શાસ્ત્રમાં કહ્યા છે ? તે વાત અહીં જણાવવાનું શું કારણ? તથા રેશના પાંચ કારણે ક્યા ક્યા? (૩૪) બેધક શિલીએ મધુબિંદુનું દષ્ટાંત કઈ રીતે સમજવું ? તેના જેવું વિષય સુખ કઈ રીતે કહી શકાય? સંસારના મેહી જીવોમાં આ દષ્ટાંત કઈ રીતે ઘટાવી શકાય ? કુશલ પૂછનારને મંત્રી વસ્તુપાલે કે વિવેક ભરેલે જવાબ આપ્યો? (૩૫) મરણની ભાવના કઈ રીતે કરવી? જેથી વિષય રાગ ઘટે (૩૬) આ ભવમાં પણ વિષયના પાપે કેવા કેવા ભયંકર રેગે ભેગવવા પડે છે? આ બાબતના દષ્ટાંતે જાણવાને કર્યું આગમ સાંભળવું જોઈએ ? (૩૭) વિષયરાગ ઘટાડવાને પ્રભુએ કેવી હિતશિક્ષા આપી છે ? (૩૮) શિયલની બાબતમાં મજબૂત રહેવા માટે કઈ કઈ બીના ધ્યાનમાં રાખવી જોઈએ ? (૩૯) સતી રોહિણી કામી નંદ રાજાને કઈ યુક્તિથી સન્માર્ગમાં લાવે છે? આ બીના શીલ ધર્મ રસિક શ્રાવિકાએએ જરૂર યાદ રાખીને જીવનમાં ઉતારવા જેવી છે. એમ આગળ કહેવાશે તેવી બંને શીલવતીની બીના પણ તેવીજ છે. જિનપાલને શીલમાં મજબૂત રહેવાથી શું લાભ થયો? (૪૧) આ દષ્ટાંતને આત્મામાં કઈ રીતે ઘટાડવું? (૪૨) મૈથુન સેવનથી પાંચે વ્રતને કઈ રીતે નાશ થાય? (૪૩)