Book Title: Passportni Pankhe Part 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/002036/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ULZUIGUI ului VISITOR - Pern MIGRATION OFFICER HONGKO:S * . WLYTI W -ZHOICICU ZI. ELE TV WILL PAY TO TADO CT TOT TIercm R.C. Sheria 1724605 MM RACH 1:800000080:: 1724605 MM AVR-INDIA THEATS OFFICTION पासपोर्ट PASSPORT In: 11 JUL 329 -22भारत 12_1179 INDIA SHAH MRRC अपेक्षा - 1 Dar गप्रेदान कर ys DAY NEW YORK_ CHICAGO opeuteen the BIEE AZO ble of Trudia ve the lato XC757 20 UALIA 20. UA3 RO UA 6o. THIC 2o of which FE पाल्पोर्टका मन्बर NO PASSPORT } Q 825161 SHAHRAMAN. LAL NAME OF BEARER .........CHZMANLAL. साथ उसकी फनी जन्म नाम) .. ACCOMPANIES (MAIDE * Veluw KCNI WENT OF INDIA QOME MEMENT DE L'INDI BDOBAY MINISTRY OF HEALTH MINISTERI CEL SANTE PUBLIQUE MD EPORUM.RU NO 019958 i frat YOSHOFEROW THE PUBLICA . PAHLIANI) 大陸許可 MITTED "WOW, 1930 NATIONAL SANITARY REGULATIONS MENT SANITAIRE INTERNATIONAL INTERNATIONAL CERTIFICATE OF VACCINATION CERTIFICATS INTERNATIONAUS & VACCINATION Sony. kyczne S e ducation International For Private Ingres, SHAH RAMANLAL NO. a Page #2 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે લેખક રમણલાલ ચી. શાહ પ્રકાશક શ્રી મુંબઈ જેન યુવક સંઘ ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ મુંબઈ-૪૦૦ ૦૦૪ મુખ્ય વિક્રેતા આર. આર. શેઠની કંપની મુંબઈ-૪૦૦ ૦૦૨ • અમદાવાદ-૩૮૦ ૦૦૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ PASSPORT NEE PANKHE (A Collection of foreign travel experiences) by Dr. RAMANLAL C. SHAH Published by : Shree Mumbai Jain Yuvak Sangh 385, Sardar Vallabhbhai Patel Road, MUMBAI-400 004 Third Edition : March 1998 Price : Rs. 150=00 ત્રીજી આવૃત્તિ - માર્ચ ૧૯૯૮ કિંમત : રૂ. ૧૫૦-૦૦ (રૂપિયા દોઢસો) NO COPYRIGHT લેખકનાં સર્વ લખાણોનાં અનુવાદ, સંક્ષેપ, સંપાદન કે પુનર્મુદ્રણ | માટે કોઈ કોપીરાઇટ રાખવામાં આવ્યા નથી. પ્રકાશક : ચીમનલાલ જે. રાહ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ મુંબઈ-૪૦૦ ૦૦૪ મુખ્ય વિક્રેતા : આર. આર. શેઠની કંપની મુંબઈ ૪૦૦ ૦૦૨ • અમદાવાદ-૩૮૦ ૦૦૧ ટાઈપ-સેટિંગ : અંકન ગ્રાફિક્સ ઘીકાંટા, અમદાવાદ-૩૮૦ ૦૦૧ મુદ્રક : યુનિક ઓફસેટ એન. આર. એસ્ટેટ, તાવડીપુરા, શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ પૂજ્ય બાઈ (શ્રીમતી લીલાબહેન ગફુરભાઈ મહેતા) તથા શ્રી મહેન્દ્રભાઈ ગફુરભાઈ મહેતા અ.સૌ. આશાબહેન મહેન્દ્રભાઈ મહેતા સસ્નેહ અર્પણ તમારા સૌજન્ય સફળ બનતી સર્વ સફરો Page #5 -------------------------------------------------------------------------- ________________ કૉપીરાઇટનું વિસર્જન મારા પ્રગટ થયેલ સર્વ ગ્રંથો અને અન્ય સર્વ લખાણોનાં અનુવાદ, સંક્ષેપ, સંપાદન, પુનઃપ્રકાશન ઈત્યાદિ માટેના કોઈ પણ પ્રકારના કૉપીરાઇટ હવેથી રાખવામાં આવ્યા નથી. અન્ય કોઈ વ્યક્તિને કે કોઈ પ્રકાશકને કોઈ પણ ગ્રંથની પ્રથમ આવૃત્તિ માટે કોપીરાઈટ આપેલા હોય તો તેનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે. હવે પછી પ્રકાશિત થનારા મારા કોઈ પણ લખાણ માટે કોપીરાઈટ રહેશે નહિ. મુંબઈ તા. ૧-૧૦-૧૯૯૨ રમણલાલ ચી. શાહ Page #6 -------------------------------------------------------------------------- ________________ એકાંકીસંગ્રહ • શ્યામ રંગ સમીપે જીવનચરિત્ર-રેખાચિત્ર-સંસ્મરણ ગુલામોનો મુક્તિદાતા હેમચંદ્રાચાર્ય • · • • પ્રવાસ-શોધસફર • • • ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો · • વંદનીય હૃદયસ્પર્શ, ભા. ૧-૨ બેરથી બ્રિગેડિયર તિવિહેણ વંદામિ • · એવરેસ્ટનું આરોહણ ઉત્તરધ્રુવની શોધ-સફર નિબંધ સાંપ્રત સહચિંતન, ભાગ ૧થી ૯ • અભિચિંતના • · બંગાકુ-મિ ૧૯૬૨નું ગ્રંથસ્થ વાડ્મય • સાહિત્ય-વિવેચન ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) આપણાં ફાગુકાવ્યો • નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય • પડિલેહા • સમયસુંદર • ક્રિતિકા નળ-દમયંતીની કથાનો વિકાસ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રી મોહનલાલજી મહારાજ શેઠ મોતીશાહ • પ્રભાવક સ્થવિરો, ભા. ૧થી ૫ · • • પાસપોર્ટની પાંખે પ્રદેશે જય-વિજયના • સંશોધન-સંપાદન નલ-દવદંતી રાસ (સમયસુંદરકૃત) કુવલયમાળા (ઉદ્યોતનસૂરિકૃત) નલ-દવદંતી પ્રબંધ (ગુવિનયકૃત) થાવચ્ચાસુત રિષિ ચોપાઈ (સમયસુંદરકૃત) નલાય-દવદંતી ચરિત્ર (ઋષિવર્ધનસૂરિત) ધન્ના-શાલિભદ્ર ચોપાઈ (ગુવનયકૃત) બે લઘુ રાસકૃતિઓ (જ્ઞાનસાગરકૃત અને ક્ષમાકલ્યાણકૃત) • • નલ-દવદંતી પ્રબંધ (વિજયશેખરકૃત) • • . V રાણકપુર તીર્થ ઓસ્ટ્રેલિયા જંબુસ્વામી રાસ (યશોવિજયજીકૃત) મૃગાવતીચરિત્ર ચોપાઈ (સમયસુંદરકૃત) Page #7 -------------------------------------------------------------------------- ________________ drds * *(છઠ્ઠી આવૃત્તિ) • નૈન ધર્મ હિન્દી આવૃત્તિ) • નૈન ધર્મ (મરાઠી આવૃત્તિ) • બૌદ્ધ ધર્મ • નિહ્નવવાદ • Shraman Bhagvan Mahavir & Jainism • Buddhism - An Introduction • Jina-Vachana • જિનતત્ત્વ, ભાગ ૧-૨-૩-૪-૫-૬ • તાઓ દર્શન • કફ્યુશિયસનો નીતિધર્મ + અધ્યાત્મસાર, ભાગ ૧ સરસ્વતીચંદ્ર, ભાગ ૧ (પાટદ્યસંક્ષેપ) શહુલ સાંકૃત્યાયન (સાહિત્ય અકાદમી, દિલ્હી) • ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિ (નેશનલ બુક ટૂર, દિલી) સંપાક અ ધિકાઓ • શબ્દલોક • ચિંતનયાત્રા • નિરાજના • અક્ષરા • અવગાહન • જીવનદર્પણ • કવિતાલી • સમયચિંતન • તત્ત્વવિચાર અને અભિવંદના • મહત્તરા શ્રી મૃગાવતી શ્રીજી • જૈન સાહિત્ય સમારોહ, ગુરછ ૧-૨-૩-૪ • શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ પ્રકીર્ણ : એન.સી.સી. • જેન લગ્નવિધિ VI Page #8 -------------------------------------------------------------------------- ________________ ‘પાસપોર્ટની પાંખે’માં પ્રગટ થયેલા વિદેશપ્રવાસના મારા વિવિધ અનુભવપ્રસંગો લખતાં લખાઈ ગયા છે. એ પુસ્તકરૂપે પ્રગટ થાય છે તેથી આનંદ અનુભવું છું. નિવેદન (પ્રથમ આવૃત્તિ પ્રસંગે) ઈ. સ. ૧૯૬૮માં જાપાનની એક સંસ્થા તરફથી નિયંત્રણ મળ્યું ત્યારે ભારત બહાર જવાની પહેલી તક મળી. ત્યાર પછીના લગભગ દોઢ દાયકા જેટલા સમયમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વિશે વ્યાખ્યાનો આપવા, પી. ઈ. એન.ની આંતરરાષ્ટ્રીય કોંગ્રેસમાં ભારતીય પ્રતિનિધિ તરીકે ભાગ લેવા, અલિમ્પિક રમતગમતો જોવા, મિત્રો અને સગાંઓને મળવા એમ જુદાં જુદાં નિમિત્તે લગભગ આખી દુનિયાના ઘણાખરા દેશોનો પ્રવાસ કરવાની અને ત્યાંનું લોકજીવન નજરે નિહાળવાની સરસ તક વારંવાર સોંપડી. વિદેશમાં હોઈએ ત્યારે ત્યાંની પ્રજા, એની રહેણીકરણી, ત્યાંનાં રીતરિવાજ, ભાષા, લોકમાનસ, લાક્ષણિક ખાસિયતો ઇત્યાદિ આપણાંથી કેવી રીતે જુદાં પડે છે તેનું સહજ નિરીક્ષણ થયા કરતું હોય. તેમાંથી કેટલીક વાતો તો આપણા ચિત્તમાં એટલી સચોટ રીતે અંકિત થઈ જતી હોય કે તેનું વિસ્મરણ ન થાય. આવા જે બધા મારા લાક્ષણિક અનુભવોની વાતો મિત્રો, સંબંધીઓને કહેતો ત્યારે તે લખીને છપાવવા માટે તેઓ ભલામણ કરતા. પરંતુ એક યા બીજા કારણે તે લખવાનું વિલંબમાં પડી જતું. એક વખત મુંબઈમાં મુ. શ્રી ઉમાશંકર જોશી અમારા ઘરે ઊતર્યાં હતા. તે સમયે એમની જ ભલામણથી ઑસ્ટ્રેલિયા જવાનો પ્રસંગ મારે પ્રાપ્ત થયો હતો. મારા એ પ્રવાસના સંદર્ભમાં એમણે કહ્યું હતું કે પ્રવાસનાં સંસ્મરણો લખવામાં વિલંબ ન કરવો જોઈએ. વળી, પ્રવાસમાં હોઈએ ત્યારે બને તેટલી વિગતો ડાયરીમાં ટપકાવી લેવી જોઈએ, કારણ કે તે વખતે બરાબર યાદ રહી ગયેલી કેટલીક વિગતોનું સમય જતાં વિસ્મરણ થાય છે.” એમની એ શિખામણ સાચી હતી અને ઉપયોગી લાગી. 66 - સ્ટ્રેલિયા જતો હતો ત્યારે ‘કુમાર’ના તંત્રી સ્વ. બચુભાઈ રાવતે કહ્યું કે ‘કુમાર'માં હજુ સુધી ઑસ્ટ્રેલિયાના પ્રવાસ વિશે કશું આવ્યું નથી. તમે પ્રવાસેથી પાછા આવીને એક લેખમાળા લખી આપજો.” એથી મારો ઉત્સાહ વધી ગયો. આવીને તરત આસ્ટ્રેલિયાના મારા પ્રવાસ વિશે લેખમાળા મેં લખી આપી અને ‘કુમારમાં તે પાવી શરૂ થઈ. ત્યારે તે વાંચીને ‘સમર્પણ’ના તંત્રી શ્રી ઘનશ્યામ દેસાઈએ કહ્યું, “તમે વિદેશમાં ઘણું ફર્યાં છો તો ‘સમર્પણ' માટે કંઈ ન લખી VII Page #9 -------------------------------------------------------------------------- ________________ આપા ?” મે કહ્યું, “હરીન્દ્રભાઈ દવે ‘સમર્પણ'ના તંત્રી હતા ત્યારે મેં એમને આપેલું વચન હજુ પળાયું નથી. પણ હવે હું જરૂર કંઈક લખી આપીશ." ત્યાર પછી, વાચકોને કશુંક નવું જાણવા મળે, વાતો જેવો રસ પડે અને મારો પોતાનો જ લાક્ષણિક અનુભવ હોય એવા વિદેશપ્રવાસના થોડા પ્રસંગો લખીને મેં એમને આપ્યા. અલબત્ત, ત્યારે કલ્પના નહોતી કે ક્રમે ક્રમે એક પછી એક એમ આટલા બધા પ્રસંગો લખાશે. એ લખાયા તેમાં શ્રી ઘનશ્યામ દેસાઈની પ્રોત્સાહક ઉઘરાણીનો ફાળો ઘણો મોટો છે. એમણે “સમર્પણના અને પછી “નવનીત-સમર્પણ'ના પ્રત્યેક અંકમાં છાપવાનું જો ચાલુ રાખ્યું ન હોત આટલા બધા પ્રસંગો કદાચ ન લખાયા હોત. શ્રી ઘનશ્યામભાઈની માગણી તો હજુ પણ ચાલુ જ છે, અને ઘણા બીજા અનુભવો વિશે લખવાનું મનમાં છે પણ ખરું, પરંતુ એ તો હવે જ્યારે ફરી એવી અનુકૂળતા મળશે ત્યારે લખાશે. નવનીત-સમર્પણ'માં આ બધા પ્રસંગો છપાતા હતા તે દરમિયાન ભારતના અને વિદેશના અનેક ગુજરાતી વાચકોએ પત્ર લખીને પોતાની આનંદની લાગણી વ્યક્ત કરી છે. જિજ્ઞાસુ રસિક વાચકો તરફથી મળેલા આવો પત્રો પસંત સ્વ. બચુભાઈ રાવત, શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ચન્દ્રવદન મહેતા, સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી ભોગીલાલ સાંડેસરા, મનુભાઈ પંચોલી (દર્શક), મોહનલાલ મહેતા (સોપાન), સ્વ. ભૃગુરાય અંજારિયા, સ્વ. મનસુખલાલ ઝવેરી, 'શ્રી સુંદરજી બેટાઈ, ઉમેદભાઈ મણિયાર, ગુલાબદાસ બ્રોકર, હીરાબહેન પાઠક, જયમલ પરમાર વગેરે મારા વડીલ સાહિત્યકારોએ, અન્ય ઘણા લેખકબંધુઓએ, અધ્યાપક મિત્રોએ, સાહિત્યરસિક શુભેચ્છકોએ અને સગાં-સ્નેહીઓએ આ શ્રેણીના પ્રસંગો વાંચીને વખતોવખત પોતાનો સાનંદ પ્રતિભાવ વ્યક્ત કર્યો છે તે માટે તે સૌનો હું આભારી છું. - સ્વ. મુ. શ્રી ભૃગુરાય અંજારિયા ‘પાસપોર્ટની પાંખે'ની શ્રેણી છપાવી શરૂ થઈ ત્યારથી પ્રત્યેક પ્રસંગ ચીવટપૂર્વક વાંચી જતા હતા અને તેમાં ભાષાશૈલીની દષ્ટિએ કંઈ સુધારવા જેવું હોય તો સૂચવતા. વળી ઈગ્લિશ ભાષાનાં કેટલાંક વિશેષ નામોની અધિકૃત જોડણી કેવી કરવી તે વિશે ઉપયોગી સુચનો કરતા હતા. એમની સૂચનાનુસાર એવાં વિશેષ નામોની જોડણી આ ગ્રંથમાં રાખવામાં આવી છે. અલબત્ત, કેટલાયે ઇંગ્લિશ શબ્દોના ઉચ્ચાર એકાધિક રીતે જુદાજુદા દેશોમાં થાય છે. એટલા માટે આ પુસ્તકમાં કોઈ કોઈ સ્થળે અન્ય ઉચ્ચારણો પણ આપવામાં આવ્યાં છે. સ્વ. ભૃગુરાય અંજારિયાએ પુષ્કળ સમય આપી, બધું લખાણ ચીવટપૂર્વક તપાસી જઈ ને ઉપયોગી સૂચનો કર્યા તે માટે તેમનો અત્યંત ણી છું. આ શ્રેણી ગ્રંથરૂપે જોવાને માટે તેઓ બહુ ઉત્સુક હતા. તેઓ જો હયાત હોત તો તેમને કેટલો બધો આનંદ થાત તે હું કલ્પી શકું છું. આ પ્રવાસગ્રંથ માટે આશીર્વચનરૂપ પ્રસ્તાવના લખી આપવા માટે પૂ. શ્રી VIII Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી તથા પૂ. શ્રી ચન્દ્રવદન મહેતાને મેં વિનંતી કરી હતી, કારણ કે તેઓ આ પ્રસંગો “નવનીત-સમર્પણ'માં વાંચતા હતા. મારી વિનંતીનો તેમણે સ્વીકાર કર્યો, અને ઉંમરને કારણે તબિયતની કેટલીક પ્રતિકૂળતા હોવા છતાં સમય કાઢી તેમણે બંનેએ સહર્ષ પ્રસ્તાવના લખી આપી છે, તે માટે તે બંને પિતાતુલ્ય આદરણીય મહાનુભાવોનો હું અત્યંત ઋણી છું. પાસપોર્ટની પાંખે'ના આ બધા પ્રસંગો પ્રવાસના કાલાનુક્રમે ગોઠવવામાં નથી આવ્યા, તેમ જ તેમાં કોઈ ભૌગોલિક ક્રમ પણ રાખ્યો નથી. પ્રત્યેક પ્રસંગ સ્વતંત્ર રીતે વાંચી શકાય તેવો છે. વાચકને રસ પડે અને વૈવિધ્ય જળવાઈ રહે એ રીતે બધા અહીં ગોઠવવામાં આવ્યા છે. - આ બધા પ્રસંગો લખાતા હતા તે વખતે, “નવનીત-સમર્પણ'માં છપાયા પછી પણ, કેટલાંક ઉપયોગી સૂચનો કુટુંબના સભ્યોએ (પત્ની, પુત્ર, પુત્રી, ભાઈ વગેરે જેઓ એક અથવા બીજા પ્રવાસમાં સાથે હતાં તેમણે), મિત્રોએ, વડીલ લેખકોએ, વિદ્યાર્થીઓએ, વાચકોએ કર્યા છે તેઓ ઋણસ્વીકાર પણ અહીં કરી લઉં છું. પુસ્તકરૂપે છપાવતાં પહેલાં કોઈ કોઈ પ્રસંગોમાં શાબ્દિક ફેરફારો કર્યા છે અને સામયિકમાં અજાણતાં રહી ગયેલા કેટલાક મુદ્રણદોષ નિવારી લેવાયા છે. “કુમાર” વગેરે કેટલાંક સામયિકોએ કોઈ કોઈ પ્રસંગો ઉદ્ધરિત કર્યા હતા તે માટે તે સામયિકોનો અને કોઈ કોઈ પ્રસંગો પાઠ્યપુસ્તકોમાં લેવાયા છે તે માટે તે પાઠ્યપુસ્તકોના સંપાદકોનો તથા મહારાષ્ટ્ર રાજ્યના એજયુકેશન બોર્ડનો હું આભારી વિદેશના પ્રવાસ માટે તો કેટકેટલાના સહકારની અપેક્ષા રહે. મારા વિદેશપ્રવાસોમાં મોમ્બાસા જૈન સંઘ, ચન્દરિયા ફાઉન્ડેશન, પી. ઈ. એન., બૌદ્ધ ધર્મ સભા વગેરે જે જે નિમંત્રક સંસ્થાઓ, યજમાનો, વિવિધ દેશોના સરકારી કર્મચારીઓ, મિત્રો, સગાંસંબંધીઓ વગેરેએ મને જે સાથ-સહકાર આપ્યો છે તેનો ઋણસ્વીકાર અહીં કરી લઉં છું. એ બધાંનાં નામોની યાદી તો ઘણી મોટી છે એટલે વ્યક્તિગત ઉલ્લેખ કરતો નથી. અલબત્ત, એક ઉલ્લેખ તો અવશ્ય કરવો જોઈએ અને તે મારા પરમ મિત્ર શ્રી મહેન્દ્રભાઈ મહેતા અને એમનાં પત્ની સૌ. આશાબહેનનો. જ્યારે જ્યારે વિદેશ જવાનો પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે મારી બધી ચિંતા તેઓ માથે લઈ લેતાં. હીરાની નિકાસના વેપારને કારણે દુનિયાના ઘણા દેશોમાં તેમનાં સગાં-સંબંધીઓ અને વેપારી મિત્રો છે, એટલે પ્રવાસનું નક્કી થતાં જ તેઓ તાર, ટેલેક્ષ કે ટેલિફોન દ્વારા મારી આગતાસ્વાગતા માટે સંદેશ પહોંચાડી દેતા. એથી અજાણ્યા દેશના પ્રવાસમાં મને ઘણી રાહત રહેતી. એમના એ મિત્રકાર્ય માટે આભારની કોઈ ઔપચારિકતા એમને નહિ ગમે એ હું જાણું છું. સમર્પણ'ના જાન્યુઆરી ૧૯૮૦ના અંકથી નવનીત-સમર્પણ'ના માર્ચ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૩ના અંક સુધી ‘પાસપોર્ટની પાંખે'ની શ્રેણી છપાઈ અને હવે તે ગ્રંથરૂપે પ્રગટ થાય છે. લગભગ સાડા ત્રણ વર્ષના આ ગાળામાં એ માટે ઘણાંનો સપ્રેમ સહકાર સાંપડ્યો છે. આ પ્રસંગો પુસ્તકરૂપે ઝટ પ્રગટ થાય એ માટે ચિત્ર વગેરેની કેટલીક જવાબદારી ઉપાડી લેનાર મારા મિત્ર ડૉ. કુમારપાળ દેસાઈનો, “નવનીત-સમર્પણન્ના કાર્યાલયના સભ્યો પ્રો. ભૂપેન્દ્રભાઈ ઉપાધ્યાય, સ્વ. નટવરલાલ શેલત, શ્રી જયેન્દ્ર સચદેનો, આ ગ્રંથનું પ્રકાશન હાથ ધરવા માટે આર. આર. શેઠની કંપની અને એના શ્રી ભગતભાઈ શેઠ તથા શ્રી ધીરુભાઈ મોદીનો, પ્રેસકોપી તૈયાર કરવામાં સહાય કરવા માટે શ્રી ગુલાબ દેઢિયા, કુ. વિમળા પટેલ તથા કુ. મીનાક્ષી સચદેનો, સુંદર ટાઈટલચિત્ર કરી આપવા માટે શ્રી જય પંચોલીનો, તથા આ ગ્રંથનું મુદ્રણકાર્ય સરસ રીતે સવેળા કરી આપવા માટે સ્વાતિ પ્રિન્ટિંગ પ્રેસના ડૉ. શિવલાલ જેસલપુરા તથા શ્રી ગિરીશ જેસલપુરાનો પણ હું આભારી છું. મુંબઈ : તા. ૧૪-૪-૮૩ રમણલાલ ચી. શાહ ચૈત્ર સુદ ૧, સં. ૨૦૩૯ બીજી આવૃત્તિ પ્રસંગે આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ લગભગ ચાર મહિના જેટલા ટૂંકા સમયમાં પૂરી થઈ ગઈ એ માટે વાચકોનો અત્યંત ઋણી છું. મારા મિત્ર પ્રો. જશવંતભાઈ શેખડીવાલાએ આખું પુસ્તક ચાર વાર ચીવટપૂર્વક શબ્દશઃ વાંચી જઈ કેટલાંક ઉપયોગી સૂચનો કર્યા છે તે માટે તેમનો બહુ આભારી છું. તા. ૩-૨-૧૯૮૪ -લેખક ત્રીજી આવૃત્તિ પ્રસંગે બીજી આવૃત્તિ પ્રકાશિત થયા પછી થોડા જ વખતમાં એની બધી નકલો વેચાઈ ગઈ હતી. છેલ્લાં દસ વર્ષથી આ ગ્રંથ અપ્રાપ્ય બની ગયો હતો. એટલે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી આ એની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત થાય છે. એ માટે સંઘના હોદ્દેદારો અને સમિતિના સર્વ સભ્યોનો હું ઋણી છું. આ ગ્રંથના મુદ્રણની વ્યવસ્થા માટે ડૉ. શિવલાલ જેસલપુરાનો અને વેચાણની વ્યવસ્થા માટે આર. આર. શેઠની કંપનીનો આભારી છું. મુંબઈ : તા. ૧૮-૨-૧૯૯૮ –લેખક : Page #12 -------------------------------------------------------------------------- ________________ સ્વસ્થ પ્રવાસી શ્રી રમણલાલ શાહ મારા મિત્ર છે. આમ તો તેઓ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે જાણીતા છે અને એમનાં સંશોધન, સંપાદન અને વિવેચનકાર્યથી ગુજરાતી વિચક્ષણ વર્ગમાં તેઓ સુપરિચિત છે. વસ્તુતઃ એમની પ્રવીણતા અને પ્રાજ્ઞતા અનેકમુખી છે. એમના વિદ્યાવિહારની આછી નોંધ લે તેને પણ એ તરત જણાય. જગતુ-પ્રસિદ્ધ નળકથાના વિકાસ ઉપર જે સર્વગ્રાહી વિચાર કરે તેની વિદ્યાનો વ્યાપ કેટલો હશે તે સમજાશે. સંસ્કૃત, પ્રાકૃત, ઉપભ્રંશ, જૂની ગુજરાતી સાહિત્યિક કથા, લોકકથા એ સર્વમાં તેમની પરામર્શક મતિ અધિકારથી પ્રવેશે છે. ધર્મ વિશે અને વિશેષ કરીને જેન ધર્મ વિશે તેમનું જ્ઞાન વ્યાપક અને સૂક્ષ્મ છે. જૈન ધર્મના, સામાન્ય હિંદુને ઓછા જાણીતા એવા અનેક વિદ્યાવિષય, જૈન પંડિત સાધુઓ જેટલા, તેમને હસ્તામલકવત્ છે. તેથી તો તેમની સંસારી જૈનોમાં તેમ જૈન સાધુઓમાં ધ્યાનાર્હ પ્રતિષ્ઠા છે. ઉદાર અને તર્કપૂત. દષ્ટિ પ્રો. શાહના જ્ઞાનને શ્રદ્ધેય રાખે છે, અને તેથી તેમ જ તેમની ઋજુ પ્રકૃતિથી તેઓ મુંબઈના જૈન સમાજનું નેતૃત્વ કહી શકાય એવું પદ પામ્યા છે. સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહનું કામ તેમને સંભાળવાનું આવ્યું છે એ હકીકત એમની જ્ઞાનસંપત્તિ, કાર્યશક્તિ અને પ્રતિષ્ઠાનું દ્યોતક છે. - પ્રો. રમણલાલ શાહના પાંડિત્યનો પ્રવાસ જેમ મોટો છે તેમ તેમનો ભૌતિક, ભૌગોલિક પ્રવાસ પણ અનેકદિક છે. એ પ્રવાસમાં તેઓ કેમેરાહત પ્રવાસી નથી, અલ્પરવલ્પ જોઈને, ઉભડક નોંધો કરીને વર્તમાનપત્રોની લોકચિપોષક કૉલમભરા પ્રવાસી નથી. દુનિયાના ઘણા દેશોમાં તેઓ ફર્યા છે અને પોતાની સકલ વિઘા, દઢ ભાવના અને કોમલ સંવેદનશક્તિ લઈને ફર્યા છે, પોતાના સમગ્ર અને સ્વસ્થ વ્યક્તિત્વને લઈને ફર્યા છે. ભાવકોષમાં નવું પામવાની, કશુંક દઢ કરવાની નેમથી ફર્યો છે. કેટલાક દેશોમાં તેઓ બબ્બે ત્રણત્રણ વાર ગયા છે, અને જ્યાં ગયા છે ત્યાં ભારતીય સંસ્કારસમૃદ્ધિની તેમ જ પોતાના પ્રસન્ન અને જિજ્ઞાસુ સત્ત્વની છાપ પાડી છે. ગુજરાતી પ્રવાસસાહિત્ય સમૃદ્ધ કહી શકાય એવું છે. કલાપી, કાલેલકર, ચન્દ્રવદન, ઉમાશંકર, કિશનસિંહ, સ્વામી આનંદ વગેરેની સાથે ભાઈ રમણલાલ હવે બેસે છે. આ ગ્રંથમાં એમનું વૈશિસ્ય એમના જીવન-અભિગમમાં, રુચિ-વિષયોમાં તથા લખાણની રીતિશૈલીમાં વરતાય છે. XI Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી ડૉ. રમણલાલ શાહના આ પ્રવાસપુસ્તકને હું આવકારું છું, મિત્ર તરીકે જ નહિ, દેશજન તરીકે. પ્રત્યેક વિદેશી પ્રવાસી પોતાના સમાજની સંસ્કૃતિનો, તેની વિદ્યા અને નીતિરીતિનો પ્રતિનિધિ છે. સુજ્ઞ, પ્રાજ્ઞ, સમભાવી, વિરેકી રમણલાલ શાહ જેવા પ્રવાસે જાય ત્યારે આપણા દેશની વિશિષ્ટતાની કંઈક ઝાંખી પરદેશીઓને થતી હશે. ભાઈ રમણલાલ જ્યાં ગયા ત્યાં સંપર્કમાં આવેલા વિદેશીઓને આપણાં ધર્મ, નીતિ, વિદ્યા, રાજકારણ વગેરેનો અણસાર મળ્યો હશે. વિદેશી જીવનપદ્ધતિઓમાં રૂડું અને સ્વીકારયોગ્ય શું છે તે પણ આવા પ્રતિનિધિ જાણી લાવે છે. એ નવા સંસ્કારની હવા અનાયાસ દેશમાં પ્રસેરે છે. વળી, આપણા દેશની અતિપ્રશંસા કે વિદેશી જીવન વિશેની કેટલીક ભ્રમણાઓનું થોડું નિરસન પણ થાય છે. સામૂહિક જીવનની, ધીમંત શ્રીમંત તેમ જ શ્રમિકોના જીવનની તરેહોમાં આપણે ઘણું હજુ શીખવાનું છે; તો ધાર્મિક અને કૌટુમ્બિક જીવનભાવનાઓ અંગે આપણે કદાચ આપવાનું પણ છે. કોલાહલ અને સંઘર્ષ તો સર્વત્ર છે. કોઈ દેશ બચ્યો નથી, પણ સાચી શાન્તિ અને સાચી માનવીય પ્રગતિ માટે માત્ર કલ્પનાતરંગો (fancies) કે સંપ્રત્યયો (concepts) નહિ પણ દિશા, ગતિ અને વેગ આપી શકે એવું કંઈક ભારત પાસે છે; એ તેને વારસામાં મળેલું છે. પ્રો. રમણભાઈ શાહ જેવા સાચા પ્રવાસીઓ આપણી આ સંપત્તિનો વૈશ્વિક વિનિયોગ કરવામાં, વિનિયોગના વ્યાપારમાં સહાયક થઈ શકે. વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી તા. ૧૦-૪-૧૯૮૩ મંત્રી, સુરત-૧ XII Page #14 -------------------------------------------------------------------------- ________________ એક અનોખો પ્રવાસગ્રન્થા જૂના જમાનાની વાતોમાં ભારતનો પ્રવાસી લંકા, જાવા, સુમાત્રા ગયો, પરિયાં-પરિયાં ખાય એટલું વહાણો ભરી ધન પેદા કરી લાવ્યો; પેલી સત્યનારાયણની કથામાંના સાધુ-વાણિયાની વાતમાંયે એણે લાંબો પ્રવાસ ખેડ્યો. ધર્મદત્ત નામે એક બ્રાહ્મણે પેશાવરથી કાબુલ-ગાંધાર થઈ ઉપર બામિયામાં રહી, પેકિંગ ફરી, સાઇબિરિયાના છસો-સાતસો માઈલ લાંબા બૅકાલ સરોવર પાસે મુકામ કરી ત્યાં ગણેશની તથા સરસ્વતીની પૂજા શરૂ કરી હતી, એવું વિવેકાનંદ સ્મારક અંકમાંના લેખમાં જાણવા મળે છે. બૅકાલ તે વડવાનલનો અપભ્રંશ એમ પણ એમાંથી જાણવા મળે છે. પ્રવાસ-પ્રવાસમાં પણ ફરક હોય છે. કોઈ ધર્મ ફેલાવવા જાય, કોઈ ધન કમાવા જાય, થોડા ધન ખરચવા પણ જાય અને એમાંનો એક ભાગ પૃથ્વીના વિશાળ પટે પથરાયેલા સૌંદર્યથી ભરપૂર સ્થાનો જોવા જાય, તો બીજો ભાગ એ સ્થાનો જોવા ખરો, પણ સાથે અનુભવ અને જ્ઞાન-સંપાદન કરવા પણ જાય. એમાં પોતાને તો અદકો લાભ, પણ બીજાને પણ એ લાભમાંથી ભાગ આપવાનો સ્તુત્ય હેતુ પણ પાર પાડતો રહે. જેમ પાનાં રમવાનો એક શોખ છે, ઘોડદોડની શરતો રમવા-જોવાનો શોખ છે, એવા શબ્દોમાં પ્રવાસનો પણ શખ ધરાવનારાઓ છે. એ શખ કેળવ્યું કેળવાતો નથી. બાળપણમાં વડીલો થોડાક સારા સંસ્કારો સીંચે તો એ શંખ સારા પ્રમાણમાં ફળદાયી થઈ રહ્યાના દાખલાઓ મળે છે. એ શખમાં સાહસે, ઔદાર્ય, લોકમાનસનો અભ્યાસ અને કેટલાક કપરા સંજોગોમાં ગમ ખાઈ જવાની તેમ જ સંયમની ટેવ આવશ્યક છે. આમ અજાણતાં કેટલાકને યોગની ક્રિયાનાં લક્ષણો અનાયાસ પ્રાપ્ત થતાં રહે છે. છાશવારે મુંબઈ, દિલ્હી, કલકત્તા, મદ્રાસથી રાઉન્ડ ધ વર્લ્ડ'ની “ટ્રિપ' નિયોજનારા ટ્રાવેલ-એજન્ટો હવે તો ઠેર ઠેર ઊભરાય છે. પચાસ-સાઠનું ટોળું ઉપાડી જાય. નિશ્ચિત હોટલ, નિશ્ચિત સ્થળ, નિશ્ચિત સમય; મોટે ભાગે કન્ટ્રાકી વહીવટ; એમાં હવે વળી પોતાનો રસોઇયો, બ્રાહ્મણ કે અબ્રાહ્મણ, એની પણ વ્યવસ્થા જોવા-જાણવા મળે છે. પંડિત મદનમોહન માલવિયા, કહે છે કે રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સમાં ગયા ત્યારે ગંગાજળના તાંબડા ભરી લઈ ગયા હતા. તો બીજે પક્ષે અમારા અનુભવમાં ભારતમાં એક કરતાં વધારે પ્રવાસીઓ અમેરિકાથી XIII Page #15 -------------------------------------------------------------------------- ________________ કોકાકોલા, સોડા-લેમનેડના બાટલાના ઢગલા લઈને ભારતમાં આવતા જાણ્યા છે. અમુકને અમુક પ્રકારનું જ ખાવાની ટેવ, અને અમુક પ્રકારના પાણીમાં અમુક પ્રકારના જીવજંતુજીવાત હોવાનો ભય – એ પણ એમને મુબારક, ખનખનિયાં હોય તો એ પણ પાલવે. પરંતુ સામાન્ય વ્યક્તિ તો અમુક પ્રકારનો સંયમ, વિશાળ મનોવ્યાપાર, ઉદાર દૃષ્ટિ અને ઝીણવટભરી સૂઝ કેળવી પ્રવાસ કરે તો એને પોતાને લાભ, બીજાને પણ અનેક પ્રકારે ઉપયોગી થઈ, ભલભલું અનુભવનું પંચામૃત મેળવી લાવે છે. - ડૉ. રમણભાઈ શાહ, કુટુંબવત્સલ એટલે નસીબનો યોગ, એટલે એક કરતાં બે ભલા, ત્રણ ભલા, બધા એક મનના, એથી રસ્તે તકરાર તરવરાટ નહિ, શાંતિથી “રાઉન્ડ ધ વર્લ્ડ'ની ટ્રિપ નિયોજનારાઓ કરતાં સામાન્ય જ્ઞાન, ભૂગોળ-ઇતિહાસનું જ્ઞાન, જિજ્ઞાસાવૃત્તિ અને એ ઉપરાંત હાસ્ય-સાહસ વૃત્તિ વધારે, એટલે પોતે જ પોતાના પ્રવાસક્રમો ગોઠવ્યા, અને ઊપડ્યા; ક્યાંક અવનવું જોયું, તો ક્યાંક ગુજરાતીઓની વંશપરંપરીય આદત:–“આટલું લઈ જજોની, અમારાં ચાર સગાં ભારતમાં છે એને આપશો તો અમે આભારી થઈશું” – એ માલમસાલામાં ટ્રાન્ઝિસ્ટરથી માંડી સાડી, થરમૉસ, રમકડાં – જેમાં સોમાંથી નેવું દાગીના ભારતમાં મળે તેવું હસી વળગાડવાની વૃત્તિ, અને રમણભાઈમાં એટલા જ ઉમળકાથી નકારવાની મક્કમ વિનોદવૃત્તિ, વિવિધ દેશના મજૂરો, ટેક્સી ડ્રાઈવરો, ગઠિયાઓ, એરપોર્ટ-ઑફિસરો, એમાં કુમળા દિલની લલનાઓ એ બધાં ભારતમાંના કેટલાક અસંસ્કારી, ઉદ્ધત, લુચ્ચા, સ્વાર્થી, ભંભોટિયા, લોભી, ધુતારાઓ કરતાં ત્યાં જરા પણ ઊણાં ન ઊતરે એવાઓને પોતીકી સામાન્ય બુદ્ધિ-કોમનસેન્સ-ની પહોંચ સાથે, કદીક સહધર્મચારિણીની મદદથી પહોંચી વળવાની કુનેહ – એવી બધી રસિક સામગ્રીથી ભરપૂર આ ગ્રન્થ છે. અલબત્ત, સામાન્ય રીતે જે પ્રજામાં વાંચનવૃત્તિની ભારે અછત, અથવા જે વૃત્તિ બીજા મોજશોખનાં કીમતી સાધનો ખરીદવાની શક્તિ છતાં પૂરતા પ્રમાણમાં વાંચવા માટે પુસ્તકો ખરીદવાની વૃત્તિ વિકસિત નથી, ત્યાં આવા પુસ્તકની જાણકારી થતાં જ મફત મેળવીને યે વાંચશે, કિંઈક ન જાણેલું જાણશે, ક્યાંક પ્રસંગ મળે જોવા જવા ઉશ્કેરાશે એ નિઃશંક છે. ના, આ સીધીસાદી પ્રવાસકથા નથી. તેમ વ્હાઇટ નાઈલ કે બ્લ નાઈલનાં ઊગમ સ્થળો શોધવા જનારા સંશોધકની પણ કથા નથી. અમેરિકન લેખક સ્ટાઈનબેકે પોતાના નાના કૂતરા સાથે યુનાઇટેડ સ્ટેટ્સ ખૂંદેલો. એ પ્રવાસમાં જાતજાતના કિસ્સાઓ, રસભર્યા, ચાતુરીથી મહેકતા, હાસ્યછોળોથી ઊભરાતા, છતાં એ વાંચતાં એ દેશ-પ્રદેશનો સારો ખ્યાલ આવતો જાય –- એ સ્વદેશે, બીજાના લાભાર્થે. તાજેતરમાં, ગઈ સદીમાં ભારતમાં લે. કર્નલ સ્લીમેને લખેલું I XIV Page #16 -------------------------------------------------------------------------- ________________ ‘રમ્બલ્સ ઇન ઇન્ડિયાનું પુસ્તક વાંચ્યું. પરદેશી અંગ્રેજ, ભારતમાં લશ્કરી નોકરી, નોકરીમાંથી છૂટા થઈ ભારતમાં પ્રવાસ ખેડેલો, ઘણાં હિન્દીઓને અજાણ એવી વિગતોથી ભરપૂર – દા.ત. હેસ્ટિંગ્સ તાજમહાલ આખો વહેરી-કાપી લંડનના બજારમાં વેચવા તાગડા તરકીબો કરેલી, આગ્રાના શીશમહલનો એક ભાગ તો ઉખેડી પણ ગયેલા ! – એવી ઘણી ઘણી વિગતો. સ્ટાઈનબેક અને સ્લીમેન બંનેનાં ધ્યેય જુદાં, જુદી શૈલી, એમ આ પ્રવાસવર્ણન કોઈ અસલી પ્રવાસવર્ણન સાથે સરખાવી શકાય નહિ. એક જુદી ભાત પાડનારી આ લખાવટ. એ માટે રમણભાઈને અભિનંદન. લેટિન અમેરિકા વિશે આપણે ઘણું નથી જાણતા. એ વિશે ઘણી વાતો આ પ્રવાસગ્રન્થમાં છે. અહીં આ ગ્રન્થમાં આપણી દષ્ટિમર્યાદા વિકસાવે એવું લખાણ છે. આપણે જ સાચા, બીજા ખોટા એવા મમત્વથી મુક્ત કરાવે તેવી માહિતી છે. આપણે આપણી પોતીકી ખાસિયતોથી ઘણા અજાણ છીએ – મોટમ, ખોટા દેખાડા, ફોગટ અભિમાન એવાં ઘણાં બંધનોમાં અટવાતા રહ્યા છીએ. એમાં આ ગ્રન્થ ઘણી રીતે માર્ગદર્શન કરાવે એવો છે. કેટલીક મૂળભૂત ગ્રંથિઓ તોડી શકે એવો છે. જાપાનના ઉચ્ચાર વિશે એક ગમ્મત છે – વાંચજો. ઈટ ઈઝ એ રાંગ નેઇમ. ભારે ચર્ચા બાદ રમણભાઈને જ્ઞાન થયું કે જાપાનમાં “લનો ઉચ્ચાર “ર” છે. એટલે લૉગ' નહિ “રાંગ” નેઈમ. પણ આપણે ત્યાં શું ? ચરોતર જાઓ. એક વાર એક ચરોતરવાસી સ્કૂલ બ્રોડકાસ્ટમાં બોલેલા – બોલ્યા જ કરે : ચન્દ્રનો ગોરો જ્યારામુખીવારો છે. એટલે કે “ચન્દ્રનો ગોળો જ્વાળામુખીવાળો’ છે. આમ, ઉદારમાં મારું તો બધે જ હોય – વાંચજો. અહીં ક્યાંક આડકથાઓ છે. શિલ્પ, સાહિત્ય, વિચિત્ર રીતરિવાજ, સંસારમાં બનતા ન માનવામાં આવે એવા રિવાજ, ક્યાંક કોઈને મોઢે કે ગાઈડબકોમાં ન જાણવા મળે એવી વિગતો, પોતાની મેળે પ્રવાસ ગોઠવનારાઓને ઘણેરો લાભ થાય એવી બાતમી, આપણી પરદેશની સરકારી કચેરીઓ, એમાંના રાતીપટીબદ્ધ કર્મચારીઓ અને પરદેશી સરકારી કચેરીઓના સેવાભાવી, મદદરૂપ થવા તત્પર કર્મચારીઓ, એવી એવી ઘણી સરખાવવા જેવી બાબતો આ ગ્રન્થમાંથી સાંપડશે. વળી આ નોંધપોથી નથી, ડાયરી પણ નથી, આત્મકથા પણ નથી, ક્યાંક ખબર ન પડે એવી બોધપોથી પણ છે, જ્ઞાનગોષ્ઠિ પણ છે, જીવનમીમાંસા પણ છે. એકલાં હવાઈ જહાજોમાં જે જે રોમાંચક અનુભવો થયા તેટલા જ એકઠા કરો તો એક નાનકડી હવાઈપોથી પણ થઈ શકે, એવું ઘણું છે. વળી આ ક્રમબદ્ધ સિલસિલાબદ્ધ પ્રવાસકથા પણ નથી; વિવિધ પ્રદેશનાં વિધવિધ ચિત્રો, અનુભવો, સંવેદનો, ક્યાંક વધારે પડતો “હુંનો ઊંટડો ઊંચકાતો ન દેખાય એવી તટસ્થ, Page #17 -------------------------------------------------------------------------- ________________ સૌમ્ય, રસપ્રચુર વિનોદવાટિકાઓથી સમૃદ્ધ આ અનુભવકથા છે. બીજું શું થાય ? જેવી વ્યક્તિ તેવી અભિવ્યક્તિ, જેવું શીલ તેવી શૈલી. વાંચી રહ્યા બાદ મારા કહેવામાં કયાંય અજુગતું કે અતિશયોક્તિવાળું લાગે તો તે વાચકે મને જરૂર ઠપકો દેવો. વડોદરા : તા. ૩-૨-૧૯૮૩ રાન્દ્રવદન મહેતા दीसइ विवह चरिअं जाणिज्जइ सज्जण-दुज्जण विसेसो । अप्पाणं च कलिज्जइ हिंडिज्जइ तेण पुहवीए ॥ . [પ્રવાસ કરવાથી વિવિધ પ્રકારનાં ચરિત્રો જોવામાં આવે છે. સજ્જન અને દુર્જન વચ્ચેનો તફાવત સમજવામાં આવે છે, તેમ જ આત્માની શક્તિ ખીલે છે. માટે પૃથ્વીનો પ્રવાસ કરવો. ધન્યકુમારચરિત્ર' - ૪થો પલ્લવ XVI Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧. પગરખાં ગોઠવનાર ૨. શિકાગો જતાં ૩. વેઇટરનું વાત્સલ્ય ૪. નેપાળી દીવી ૫. લંડનથી માન્ચેસ્ટર ૬. ગાતાં ફળ ૭. સુગંધ અને દુર્ગંધ ૮. બેલ્જિયમની એલચી-કચેરી ૯. વાગ્દત્તા માટે ભેટ ૧૦. વિપર્યય ૧૧. ઘેટાંમુંડન ૧૨. કુટુંબપ્રેમ ૧૩. પાનમુનજોમ ૧૪. સરકારી સ્વચ્છતા ૧૫. ૧૧મી જુલાઈ ૧૯૭૯ ૧૬, ઉચ્ચારણની ખાસિયત ૧૭. યાસ્નાયા પોલિયાના ૧૮. નાઇરોબીમાં ગુંડાગીરી ૧૯ કળા ખરીદીની અને વેચાણની ૨૦. મગરવાડી ૨૧. મધરાતે મૂંઝવણ ૨૨. પાગ્માન-હામનો ધોધ ૨૩.મોથી શૌચક્રિયા ૨૪. સેંટ પૌલી ૨૫. જિપ્સી સાથે ફોટો ૨૬. ટીકીટીકીને જોનારા અનુક્રમ XVII નવ ८ ૧૧ ૧૩ ૧૭ ૨૨ ૨૪ ૨૭ ૩૦ ૩૪ ૪૦ ૪૩ ૫૦ ૫૩ ૫૯ ૬૧ N ૮ ૭૨ ૭૬ ८० ૮૪ ૯૧ ૯૩ ૯૮ ૧૦૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ૧૧૧ ૧૧૪ ૧૨૨ ૧૨૮ ૧૩૨ ૧૩૬ ૧૪૫ ૧૫૧ ૧૫૫ ૧૬૦ ૧૬૪ ૧૬૮ ૨૭. સિડનીની ફેરવેલ-પાર્ટી ૨૮. શાકાહારી સૂપ ૨૯. કુરાસાઓ ૩૦. જુઆરગમ ૩૧. ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ ૩૨. લોએ લોકો ૩૩. પનામા ૩૪. દિગંબર સ્નાન ૩૫. સમયનો સવાલ ૩૬. રિઓમાં રાત્રે ૩૭. સાવો પાર્ક ૩૮. બે કોરિયન લેખકો ૩૯. મમ્યુ-પિચ્છ ૪૦. સાઓ પાઉલો અને સુઝાનો ૪૧. ફ્રેન્ચ વિસાની સમસ્યા ૪૨. બાટુ ગુફાઓ ૪૩. નવા વર્ષની ભેટ ૪૪. વિષાદ અને ઉલ્લાસ ૪૫. કીમતી નાસ્તો ૪૬. બૉગોટાનો અનુભવ ૪૭. સિંગાપુરની સ્વચ્છતા ૪૮. વી.આઈ.પી. રૂમ ૪૯, ભાખરીનો સ્વાદ ૫૦. અનોખી ભેટ ૫૧. લિમાના એરપોર્ટમાં પર. ભારતીય વાઇકિંગ પ૩. જકાર્તામાં હાઈજેક ૧૭૭ ‘જ ૧૮૮ ૧૯૩ ૨૦૬ ૨૧૦ ૨૧૬ ૨૧૯ ૨ ૨૪ ૨૨૭ ૨૩૧ ૨૩૫ ૨૪૦ XVII Page #20 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે Page #21 -------------------------------------------------------------------------- ________________ The world is a great never stir from home read book, of which they who only a page. Augustine of Hippo - * I dislike feeling at home when I am abroad. George Bernard Shaw * All travel has its advantages. If the traveller visits better countries, he may learn to improve his own: and if fortune carries him to worse, he may learn to enjoy his own. * The whole object of travel is not to set foot on foreign land; it is at last to set foot on one's own country as a foreign land. * Samuel Johnson XX If you look your passport photo, then in all probability you need the journey. G. K. Chesterton GD Earl Wilson Page #22 -------------------------------------------------------------------------- ________________ પગરખાં ગોઠવનાર કા જાપાનમાં હિરોશિમા પાસે કુરે નામનું ગામ છે. મિટુટોયો નામની કંપનીનું ત્યાં વિશાળ કારખાનું છે. મિટુટોયો જાપાનની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી કંપની છે. જાપાનમાં તથા ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં જુદાં જુદાં સ્થળે એનાં ઘણાં કારખાનાં છે. અગાઉથી નક્કી કરીને કરેના કારખાનાની મુલાકાતે અમે પાંચ મિત્રો ગયા હતા. કારખાનામાં પ્રવેશતાં જ અમે જોયું કે એની વડી કચેરીની બહાર જાપાની ધ્વજ ઉપરાંત ભારતીય ધ્વજ પણ તે દિવસે ફરકાવવામાં આવ્યો હતો. ઓફિસમાં પણ ટેબલ ઉપર નાનકડા જાપાની અને ભારતીય ધ્વજ મૂકવામાં આવ્યા હતા. વિદેશના મહેમાનોનું સ્વાગત કરવાની જાપાની લોકોની આ એક પ્રશસ્ય પ્રણાલિકા છે. જાપાની રિવાજ મુજબ સૌ પ્રથમ અમને ઓશિબોરું આપવામાં આવ્યું. ઓશિબોરું એટલે વરાળ નીકળતા ગરમ પાણીમાં બોળેલો અને વીંટાળીને રાખેલો ટર્કિશ રૂમાલ. એ રૂમાલ વડે મોઢું સાફ કરતાં તાઝગી અનુભવાય છે. જાપાનમાં મહેમાનોને સૌ પ્રથમ ઓશિબોરું આપવામાં આવે છે. ગરમી હોય તો કોલનવોટરવાળા ઠંડા પાણીમાં બોળેલું ઓશિબોરું અપાય છે. ઓશિબોરું પછી અમને ઓચા આપવામાં આવી. ઓચા એટલે એક પ્રકારની લીલી ચા. તેનો લીલા રંગનો ભૂકો ગરમ પાણીમાં ઉકાળીને અપાય છે. તેમાં દૂધ અને સાકર નખાતાં નથી. આ લીલું ગરમ પ્રવાહી એ જાપાનીઓનું પ્રિય પીણું છે. આપણે જે ચા પીએ છીએ તેને જાપાનમાં કોચા કહેવામાં આવે છે. જાપાનમાં ઘણા લોકો તેમાં દૂધને બદલે લીંબુ નિચોવીને પીએ છે. ઓચા અને કોચા એ બંનેનો સ્વાદ કેળવીએ તો આપણને પણ તે ભાવે. ઓચા પછી અમારા માટે સેન્ડવિચ અને કૉફી આવ્યાં. કારખાનાના મેનેજરના મદદનીશ જેવો પચ્ચીસેક વર્ષની એક યુવાન મેનેજરની સૂચનાનુસાર અમારે માટે આ બધી વસ્તુઓ લાવવામાં ઉત્સાહપૂર્વક દોડાદોડી કરી રહ્યો હતો. પા-૧ - Page #23 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે મેનેજરે કારખાના વિશે અમને બધી માહિતી આપી. કારખાનામાં જુદી જુદી જાતનાં માપ લેવા માટેનાં ઓજારો બનાવવામાં આવે છે. દર મહિને નિર્ધારિત ઉત્પાદન અવશ્ય થાય જ છે કેમ કે મજૂરોના પક્ષે કે વ્યવસ્થા વિભાગના પક્ષે સમયનો જરા પણ બગાડ થતો નથી. મેનેજરે કહેલી આ વાતનો અમને પ્રત્યક્ષ અનુભવ પણ થયો. સૌપ્રથમ જે એક વિભાગની અમે મુલાકાત લીધી ત્યાં જોયું કે એકસાથે બસો કરતાં પણ વધુ કારીગરો કામ કરતા હતા, છતાં કોઈ અંદર અંદર વાતચીત કરતું નહોતું. કોઈએ અમારી સામે નજર સુધ્ધાં કરી નહિ. પોતાને સોંપાયેલું કામ કામદારો ત્યાં પૂરેપૂરી નિષ્ઠાથી કરતા હતા. ત્યાર પછી અમે બીજા એક વિભાગમાં દાખલ થયા. સૂક્ષ્મતમ માપ માટેનાં યંત્રોનો આ આખો વિભાગ ઍરકન્ડિશન્ડ હતો. એટલે અમારે અમારાં બૂટ-ચંપલ બહાર કાઢવાં પડ્યાં. બદલામાં અમને રબરનાં સ્લિપર આપવામાં આવ્યાં. કારખાનામાં બહારની ધૂળ કે ઝીણી રજકણ પેસી ન જાય તે માટે આ વ્યવસ્થા હતી. એ વિભાગમાંથી અમે જ્યારે બહાર નીકળ્યા ત્યારે અમારું તરત ધ્યાન પડ્યું કે ગમેતેમ કાઢેલાં અમારાં બૂટ-ચંપલ કોઈકે બરાબર એવી વ્યવસ્થિત રીતે હારબંધ ગોઠવેલાં હતાં કે બહાર નીકળતાં તે સીધાં આપણા પગમાં પહેરાય. પહેરવા માટે અવળા ફરવું ન પડે. જાપાનમાં ઘરની બહાર પગરખાં કાઢવાની આ એક જુદી જ પ્રણાલિકા છે. જાપાનમાં લોકો ઘરમાં દાખલ થતી વખતે અવળા ફરીને પગરખાં કાઢે છે, જેથી બહાર જતી વખતે અવળા ફરવું ન પડે. આંગણાંમાં ગમેતેમ પડેલાં પગરખાં માટે જાપાનીઓને અણગમો હોય છે. વ્યવસ્થિત ગોઠવેલાં પગરખાં એ જાપાનીઓના કુટુંબસંસ્કારનું એક આગવું લક્ષણ છે. અમે કારખાનાના બીજા એક વિભાગની મુલાકાત લીધી. ત્યાંથી પાછાં ફરતાં પણ જોયું કે અમારાં પગરખાં કોઈકે વ્યવસ્થિત ગોઠવી દીધાં હતાં. ત્યાંથી અમે ત્રીજા એક વિભાગમાં દાખલ થયા. અહીં અમે જાતે અમારાં પગરખાં જાપાની પદ્ધતિ પ્રમાણે વ્યવસ્થિત ગોઠવીને દાખલ થયા. પરંતુ આ વિભાગમાં જે દરવાજેથી અમે દાખલ થયા તેને બદલે બીજા દરવાજેથી અમારે બહાર નીકળવાનું થયું. અમે મેનેજરને કહ્યું, “પણ અમારાં બૂટ-ચંપલ તો પેલી બાજુ છે.' તેણે કહ્યું, “તેની તમે ફિકર કરશો નહિ.” અમે બીજે દરવાજેથી બહાર નીકળ્યા તો અમારાં બૂટ-ચંપલ ત્યાં વ્યવસ્થિત ગોઠવાયેલાં હતાં. કોઈક અમારાં બૂટ-ચંપલ એક દરવાજેથી ઉઠાવીને આ બીજા દરવાજે લઈ આવ્યું હતું. કોણ આ બધું કરે છે તેનું અમને I Page #24 -------------------------------------------------------------------------- ________________ પગરખાં ગોઠવનાર કુતૂહલ થયું, કારણ કે કોઈ નોકર ત્યાં નહોતો. ત્યારપછી બીજા એક વિભાગમાં દાખલ થયા. પછી અમારામાંના એકે સહેજ પાછા ફરીને જોયું તો જણાયું કે પેલો પચ્ચીસ વર્ષનો યુવાન નીચે બેસી અમારાં બૂટ-ચંપલ વધુ વ્યવસ્થિત રીતે ગોઠવી રહ્યો હતો. એ જ યુવાન એ કામ પતાવીને તરત જ કારખાનામાં અમારી સાથે થઈ જતો અને મેનેજર કહે તે પ્રમાણે જુદી જુદી બાબતોની અમને સમજણ આપતો. તે સારો જાણકાર એન્જિનિયર છે એ તો તેની સમજાવવાની રીત પરથી પણ અમે જોઈ શક્યા હતા. “તમારા આ યુવાન એન્જિનિયર કારખાના વિશે સારું જ્ઞાન ધરાવે છે.” મેં કહ્યું. હા, એણે અમેરિકામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.” મેનેજરે કહ્યું. ' પણ તમારા એન્જિનિયર અમારાં પગરખાં ઊંચકીને વ્યવસ્થિત મૂકે છે એની અમને શરમ આવે છે.” મેં કહ્યું. તેથી શું થયું ? જાપાનમાં કોઈ પણ કામ કરવાની કોઈને શરમ નડતી નથી. ભણેલો હોય તોપણ મજૂરનું કામ કરે. અમારા આ એન્જિનિયર હજુ પણ ઘણી વખત મજૂરોની સાથે મજૂરની જેમ કામ કરે છે. એના પિતાશ્રીની અમને ખાસ સૂચના છે કે એને બધા પ્રકારની તાલીમ મેળવી જોઈએ.” આ જમાનામાં આવી સૂચના આપનાર પિતા બહુ વિરલ કહેવાય.. એના પિતાશ્રી શું કરે છે ?” અમે પૂછ્યું. “એ અમારા કારખાનાના માલિક છે, મિ. યેહાન અમાટા.” “ઓહ ! યેહાન ગુમાટાના આ પુત્ર છે ?” અમારા મુખમાંથી આશ્ચર્યના ઉદગાર સરી પડ્યા. “યેહાન અમાટા તો જાપાનના એક અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે; જાપાનના એક અબજપતિ છે.” અમે કહ્યું. હા, એમની ઇચ્છા છે કે એમનો દીકરો આવતે વર્ષે કંપનીનો ડાયરેક્ટર બને તે પહેલાં કારખાનામાં બધા જ પ્રકારનું કામ નિષ્ઠાપૂર્વક અને રસપૂર્વક એણે કરેલું હોવું જોઈએ. તો જ તે ડાયરેક્ટરના પદને યોગ્ય ગણાય.” અબજપતિના એ એન્જિનિયર પુત્રને અને પોતાના પુત્ર માટે આવી દૃષ્ટિ અને ભાવના ધરાવનાર પિતાને અમે મનથી વંદન કરી રહ્યાં. Page #25 -------------------------------------------------------------------------- ________________ T શિકાગો જતાં સાનફ્રાન્સિસકોથી હું શિકાગો જવાનો હતો. શહેરમાંથી બસ પકડીને અમે ઍરપૉર્ટ ઉપર પહોંચ્યા. મારા મિત્ર યશવંતભાઈ શાહ ઍરપોર્ટ ઉપર મને મૂકવા આવ્યા હતા. શિકાગોમાં તેમના મોટાભાઈ કનુભાઈ ઍરપોર્ટ ઉપર મને લેવા આવવાના હતા, કારણ કે હું શિકાગોથી તદ્દન અજાણ હતો. અમેરિકાની આ મારી પહેલી સફર હતી. સામાન આપી હું વિમાનમાં બેઠો. ત્યારે જમ્બો ૭૪૭ના પ્રકારનું વિમાન નવું નીકળ્યું હતું. એકસાથે લગભગ સાડા ત્રણસો પ્રવાસીઓને તેમાં સફર કરતાં જોવાં એ ત્યારે આનંદનો વિષય હતો. વિમાનની એ સફર આંતરદેશીય હતી, એટલે તેમાં લગભગ તમામ પ્રવાસીઓ અમેરિકન હતાં. ભારતીય તરીકે હું જુદો દેખાઈ આવતો હતો. મારી બાજુની બેઠકમાં પાંત્રીસેક વર્ષની એક ચપળ અમેરિકન યુવતી બેઠી હતી. એની બાજુમાં બારી પાસે એની નાની બેબી બેઠી હતી. ઍર-હોસ્ટેસે બધાને તાજા થવા કોલનવૉટરવાળા નૅપ્લિન તથા પિપરમીટ, ચૉકલેટ વગેરે આપવાં શરૂ કર્યા. સીટબેલ્ટ બાંધવા માટે સૂચના અપાઈ. મારી બાજુમાં બેઠેલી યુવતીએ મને પૂછ્યું, “તમે ભારતથી આવો છો ?” “હા.” “ફરવા આવ્યા છો કે અહીં જ રહો છો ?” “હું તો ફરવા આવ્યો છું. અમેરિકાની મારી આ પહેલી સફર છે.” “અમારો દેશ તમને કેવો લાગ્યો ?” “હજુ તો મેં લોસ એન્જલસ અને સાનફ્રાન્સિસકો જોયાં છે. પરંતુ એટલા પરથી પણ મને તમારો દેશ અત્યંત સમૃદ્ધ અને રળિયામણો લાગ્યો છે.” “અમેરિકન લોકો કેવા લાગ્યા ?” “ઘણા નિખાલસ અને મળતાવડા. બ્રિટિશ લોકો કરતાં ઘણી રીતે અમેરિકનો જુદા પડે.” Page #26 -------------------------------------------------------------------------- ________________ શિકાગો જતાં કૅપ્ટને જાહેરાત કરી કે વિમાન હવે ઊપડે છે. જમ્બોની સર્વિસ નવી ચાલુ થયેલી હતી, એટલે સૂચનાઓ પણ જાતજાતની અપાતી. અમારું વિમાન ચાલ્યું અને રન-વેને છેડે આવીને લાઈનમાં ઊભું રહ્યું, કારણ કે આગળ હજુ ચાર વિમાન ઊડવા માટેની લાઇનમાં ઊભાં હતાં. | અમારા વિમાનનો વારો આવ્યો. ફરી જાહેરાત થઈ અને વિમાન ઊપડ્યું. ઍર-હોસ્ટેસોએ ચાપાણી માટે તૈયારી ચાલુ કરી દીધી. અમારી બેઠક આગળની હરોળમાં હતી એટલે અમારે ચાપાણી તરત આવ્યાં. નાસ્તામાં મેં શાકાહારી વાનગી લીધી હતી. મારી બાજુમાં બેઠેલી યુવતીએ પૂછ્યું : “તમે શાકાહારી છો ?" “હા, હું ચુસ્ત શાકાહારી છું.” મને પણ શાકાહારી વાનગી ગમે છે. પણ અમે લોકો બાળપણથી માંસાહારી, એટલે શાકાહારી તરફ જલદી વળી શકતાં નથી.” તમે શાકાહારી ન થઈ શકો, પરંતુ જો ઇચ્છો તો તમારાં બાળકોને વાળી શકો. આ તમારી દીકરી આટલી નાની છે તેને અત્યારથી તમે શાકાહારની ટેવ પાડો તો એ મોટી થતાં શાકાહારી થઈ શકે.” . તમારી વાત સાચી, પણ વચ્ચે મને એક ચોખવટ કરવા દો. આ મારી દીકરી નથી.” “માફ કરજો, મારી ભૂલ થઈ. હું માનતો હતો કે એ તમારી દીકરી એ મારી મોટી બહેનની દીકરી છે. મારી બહેન શિકાગોમાં રહે છે. હું એની દીકરીને શિકાગો મૂકવા જાઉં છું.” તમે તમારી બહેનની દીકરીની એટલી સરસ સંભાળ લો છો કે કોઈને પણ એમ લાગે કે એ તમારી જ દીકરી છે.” હા, તમારી વાત સાચી છે. ઘણાં લોકો એવા ભ્રમમાં પડી જાય છે, કારણ કે આ બેબી મારી સાથે બહુ હળી ગઈ છે. મને પણ એને મારી સાથે રાખવાનું બહુ ગમે છે, કારણ કે હું પરણેલી નથી. એટલે બેબીને જ્યારે જ્યારે લાંબી રજાઓ પડે છે ત્યારે એને શિકાગોથી હું સાનફ્રાન્સિસકો લઈ આવું છું.” અમારી વાતો ચાલતી હતી. એવામાં અચાનક કેપ્ટને જાહેર કર્યું, આપણા વિમાનમાં લૅન્ડિગ ગિઅરમાં કંઈક ગરબડ થઈ ગઈ છે. તેની ઑટોમૅટિક સિસ્ટમ બગડી ગઈ છે. અને પૈડાં પોતાની મેળે પૂરાં અંદર જતાં Page #27 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે નથી કે બહાર આવતાં નથી. એટલે આપણે સાનફ્રાન્સિસકો પાછા ફરવું પડશે. ત્યાં અમે સંદેશો મોકલાવ્યો છે અને આગ હોલવવાના બંબા તૈયાર રાખવાનું કહ્યું છે, કારણ કે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડશે. તમને બધાને એ માટે ચેતવણી આપવામાં આવે છે. તમારા સીટબેલ્ટ બાંધી લો.” સૂચના સાંભળતાં જ એકદમ સોપો પડી ગયો. બધાંનાં મોં ચિંતાતુર થઈ ગયાં. ફટાફટ બધાં બેઠકનો પટ્ટો પહેરવા લાગ્યાં. મારી બાજુમાં બેઠેલી યુવતીએ મને પૂછ્યું, શું થયું ? કેમ બધાં આમ ગંભીર થઈ ગયાં ?” “તમે સૂચના ન સાંભળી ?” ત્યાં કેપ્ટને સૂચના ફરી ચાલુ કરી. મેં યુવતીને કહ્યું, “બરાબર ધ્યાનથી સાંભળો.” હું પણ સૂચના ફરીથી સાંભળવા લાગ્યો. સૂચના પૂરી થતાં યુવતીએ મને પૂછ્યું, શી સૂચના હતી ?” કેમ, તમે સાંભળી નહિ ?” “ના.” કેમ ?” “કારણ કે હું બહેરી છું.” “ઓહ ! તમે બહેરાં છો ?” મને નવાઈ લાગી. મેં કહ્યું, “ક્યારનાં મારી સાથે તમે વાત કરો છો, તો તમે સાંભળતા નથી ?” ના, જી. હું તો તમારા હોઠના હલનચલનથી તમે શું બોલો છો તે સમજી લઉં છું. મેં લિપ-રીડિંગ'નો કોર્સ કર્યો છે અને મને એનો સારો મહાવરો છે; પરંતુ માઇક ઉપર જે બોલાય તે હું કેવી રીતે સમજી શકું ?” યુવતીની વાત સાંભળી મને આશ્ચર્ય થયું. કૅપ્ટને શી સૂચના આપી હતી તે મેં કહી. એ સાંભળતાં જ એનો ચહેરો એકદમ ગંભીર બની ગયો. બાજુની બેઠકમાં બેઠેલી બેબીના ગાળામાં હાથ ભેરવી એણે એના તરફ પોતાનું મસ્તક ઢાળી દીધું. વિમાન સાનફ્રાન્સિસકો પાછું ફરી રહ્યું હતું. વિમાનમાં અસાધારણ શાન્તિ અને ગમગીની હતી. થોડી વાર પછી કૅપ્ટને ફરી જાહેરાત કરી : “આપણા વિમાનની ખરાબી દૂર કરી નાખવામાં આવી છે અને હવે Page #28 -------------------------------------------------------------------------- ________________ શિકાગો જતાં લૅન્ડિંગ ગિઅરમાં કોઈ ખામી રહી નથી. આપણે સાનફ્રાન્સિસકો સંદેશો આપી દીધો છે. હવે આપણે શિકાગો તરફ જઈ રહ્યા છીએ.” યુવતીએ તરત મને પૂછ્યું. કૅપ્ટને કરેલી જાહેરાત મેં એને જણાવી. એના ચહેરા ઉપર એકદમ આનંદ પ્રસરી રહ્યો. એને પોતાના કરતાં પોતાની મોટી બહેનની લાડકી દીકરીની ચિંતા વધારે હતી. ૭ શિકાગો અમે ઊતર્યાં. કનુભાઈ મને ઍરપૉર્ટ પર લેવા આવ્યા હતા. રસ્તામાં મેં તેમને એ અમેરિકન યુવતીની બધી વાત કરી. એમણે કહ્યું કે, “અમેરિકામાં કેટલાંય એવાં બહેરાં માણસો છે કે જે બહેરાં છે એવી એમની સાથે વાતચીત કરતાં તમને ખબર પડે નહિ. અહીં લિપ-રીડિંગની તાલીમ અપાય છે, અને હિયરિંગ એઇડ પણ હવે એવી જાતજાતની શોધાઈ છે કે જે તરત બીજાની નજરે ન ચડે.” Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉT વેઈટરનું વાત્સલ્ય ઈ. સ. ૧૯૭૧માં પેરિસથી હું ફ્રેન્કફર્ટ જતો હતો. ત્યાં એક રાત રોકવાનો હતો. એર ઇન્ડિયા તરફથી “લે-ઓવર' મળ્યો હતો. ચોવીસ કલાકમાં પોતાની બીજી ફલાઇટ ન હોય અથવા અમુક માઈલનો પ્રવાસ થયો હોય તો ઍર કંપનીઓ પોતાના ખર્ચે મુસાફરોને હોટેલમાં રાખે છે. એને “લે-ઓવર' કહેવામાં આવે છે. પેરિસથી અમારું વિમાન મોડું ઊપડ્યું. ફ્રેન્કફર્ટ પહોંચીને ઍર ઇન્ડિયાના કાઉન્ટર ઉપર ગયે, ત્યારે કાઉન્ટર બંધ થઈ ગયું હતું. હવે મારે ક્યાં જવું ? કઈ હોટેલમાં મારા વ્યવસ્થા કરી હશે તે તો ખબર નહોતી. ઍરપૉર્ટથી હોટેલ સુધી જવાની વ્યવસ્થા પણ એર ઇન્ડિયાએ કરવાની હતી. મેં આસપાસના બીજી કંપનીના કાઉન્ટર ઉપર જઈને પૂછ્યું તો ટૂંકો જવાબ મળ્યો : “એ કાઉન્ટર બંધ છે.” મેં વિમાસણમાં આમતેમ આંટા માર્યા, પણ કંઈ સૂઝ પડી નહિ. ભારતમાંથી પ્રવાસીઓને ત્યારે નજીવું વિદેશી ચલણ અપાતું. મારી પાસે જાતે હોટેલમાં જઈ રહેવા પૈસા ન હતા. એટલે આખી રાત મારે ઍરપૉર્ટ પર પડ્યા રહેવું પડે એવી સ્થિતિ થઈ. મને થયું કે “લાવ, બીજા કાઉન્ટર ઉપર જઈને મારી વાત સમજાવું.” હું જે ફલાઇટમાં આવ્યો હતો તે એર ફ્રાન્સના કાઉન્ટર ઉપર જઈને મારી વાત કરી. કર્મચારીએ કહ્યું, “એર ઇન્ડિયાના કર્મચારીઓને પોતાનો કંઈ સંદેશો આપવો હોય તો લુફથાન્ઝાના કાઉન્ટરને આપીને જાય છે. તમે ત્યાં પૂછો, કદાચ તમારે માટે કોઈ સંદેશો હોય.” હું લુફાન્ઝાના કાઉન્ટર પર ગયો. મારી વાત કરી. કર્મચારીએ કહ્યું : “માફ કરજો, અમારી પાસે કોઈ સંદેશો નથી.” હું પાછો ફરતો હતો ત્યાં એને કંઈક વિચાર આવ્યો હોય તેમ મને કહ્યું, “ઊભા રહો, હું તપાસ કરું, કારણ કે હું ફરજ ઉપર થોડી વાર પહેલાં જ આવ્યો છું.” તે તપાસ કરવા ઑફિસની અંદર ગયો. ત્યાં અંદરથી એક યુવતી આવી. એણે કહ્યું, “હા, તમારા માટે સંદેશો છે, એર ઇન્ડિયાના કર્મચારીએ તમારી ઘણી રાહ જોઈ, પણ તમારું વિમાન મોડું હતું એટલે એ ગયો. Page #30 -------------------------------------------------------------------------- ________________ વેઈટરનું વાત્સલ્ય તમારે હોટેલ ઇન્ટર કૉન્ટિનેન્ટલમાં જવાનું છે. ત્યાં તમારું રિઝર્વેશન થઈ ગયું છે. તમે ટેક્સી કરીને ત્યાં પહોંચી જાવ. ટેક્સીખર્ચ એર ઇન્ડિયા કાલે તમને આપશે.” સમાચાર જાણીને મેં નિરાંત અનુભવી. રાતના લગભગ દસ થવા આવ્યા હતા. ટેક્સી કરી હું હોટેલ પર પહોંચ્યો. રિઝર્વેશન પ્રમાણે રૂમ મળી. સામાન મૂક્યો. ભૂખ ઘણી લાગી હતી. હું હોટેલના રેસ્ટોરાંમાં પહોંચ્યો. પણ બહાર CLOSEDનું પાટિયું લાગી ગયું હતું. અંદર કેટલાક વેઇટરો બધું સંકેલી રહ્યા હતા. હોટેલમાં આ એક જ રેસ્ટોરાં હતી. હવે ખાવા માટે બહાર દૂર જવું પડે અને ઘરના પૈસા ખર્ચવા પડે. તેમાં પણ મારે લાયક ખાવાનું મળે કે ન પણ મળે. હું રેસ્ટોરાંમાં અંદર ગયો ત્યાં જ એક-બે વેઇટર બરાડી ઊઠ્યા, ‘closed', ‘closed' અને CLOSEDના પાટિયા તરફ આંગળી ચીંધી. બરાબર દસના ટકોરે તે બંધ થાય અને લગભગ સાડાદસે હું ત્યાં પહોંચ્યો હતો. મેં એક વૃદ્ધ વેઇટર પાસે જઈને મારી વાત સમજાવી. તે કામ કરતો જાય અને ના પાડતો જાય. મેં કહ્યું, “હું શાકાહારી છું અને વિમાનમાં પણ મને મારે લાયક કશું ખાવાનું મળ્યું નથી. તમે મને જે કંઈ આપશો તેથી મને આનંદ થશે.” હું શાકાહારી છું એમ સાંભળીને એના ચહેરાનો ભાવ બદલાઈ ગયો. મને ટેબલ પાસે બેસાડ્યો. ટેબલ-ક્લોથ પાથર્યું. ચમચા કાંટા ગોઠવ્યા. પોતે અંદર ગયો. ઘણીવાર થઈ તોપણ તે બહાર આવ્યો નહિ. પણ ત્યાં તો એ પાંચ-છ જુદી જુદી પ્લેટ સાથે ટ્રોલી લઈને આવ્યો. બધું ગરમ ગરમ નવું બનાવ્યું હતું. એણે કહ્યું, “તમે શાકાહારી છો તેથી મને બહુ આનંદ થયો. તમારા માટે બધી શુદ્ધ શાકાહારી વાનગી લાવ્યો છું.” મેં કહ્યું, “તમે તો ઘણી બધી વાનગી લાવ્યા છો, પણ મારે તો એર કંપનીએ ખાવા માટે આપેલી કૂપન જેટલા પૈસાનું ખાવાનું છે.” એણે કહ્યું, “તમે પૈસાની ફિકર ન કરશો. જેટલું ખાવું હોય તેટલું ખાવ. હું તમને કૂપન કરતાં વધારે પૈસાનું બિલ નહિ આપું. એમ કરવાની મને સત્તા છે.” મેં જમવાનું ચાલુ કર્યું. થોડી વારમાં એ પાછો મારી પાસે આવ્યો. એના હાથમાં તાજા દહીંનો વાડકો હતો, મને કહે, “રસોડામાં જઈ તમને આપી શકાય એવી બીજી વાનગીઓ જોતો હતો. ત્યાં આ દહીં યાદ આવ્યું. મને ખબર છે કે કેટલાક ભારતીય લોકો ભાત અને દહીં ખાય છે, એટલે તમારે માટે લાવ્યો છું. જેટલું જોઈએ તેટલું લેજો.” Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પાસપોર્ટની પાંખે હું જમી રહ્યો ત્યાં સુધી એણે મારી સંભાળ રાખ્યા કરી. કોઈ કોઈ વાનગી ખાવા માટે પ્રેમથી આગ્રહ કરતો. જમીને ઊભા થતાં મેં એનો ફરીથી આભાર માન્યો. વેઈટર વૃદ્ધ હતો. માતાના જેવા વાત્સલ્યથી એણે મને ખવડાવ્યું. એણે મને કહ્યું, “શાકાહારીઓ પ્રત્યે, તેમાં પણ ભારતીય શાકાહારીઓ પ્રત્યે મને ખૂબ આદર અને પ્રેમ છે. કોઈ કોઈ વખત આ હોટેલમાં તેવા મુસાફરો આવે છે ત્યારે મને તેમને પીરસવામાં બહુ આનંદ આવે છે.” દુનિયામાં નિયમો તો બધે હોય છે, પરંતુ ક્યારેક નમ્રતા, પ્રેમ, વાત્સલ્ય, આદરભાવ માણસને જડ નિયમોથી પર બનાવી દે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૪ નેપાળી દીવી નેપાળમાં કાઠમંડુથી એવરેસ્ટનું શિખર જોવા જવાનો અમારો કાર્યક્રમ હતો. વાદળાં અને ધુમ્મસને કારણે શિખર આખો વખત જોવા મળતું નથી. એટલે અમને સલાહ આપવામાં આવી હતી કે 'સવારમાં પ્હો ફાટતાં પહેલાં જો એક ટેકરી ઉપર પહોંચી જઈએ તો એવરેસ્ટનાં દર્શન સૂર્યોદય સમયે સારી રીતે થઈ શકે છે. ટૂરિસ્ટ કંપનીઓ એ માટે પરોઢનો પ્રવાસ યોજે છે. અમે એ માટે હોટેલમાં નામ નોંધાવ્યું. સવારે ચાર વાગે અમારી બસ ઊપડી. દેશદેશના મુસાફરો આ શિખર જોવા માટે બસમાં બેઠા હતા. મારી બાજુમાં બેઠેલા સજ્જન સ્વિટ્ઝરલૅન્ડના એક નાના શહેરમાંથી આવતા હતા. દુનિયાના એક પ્રાચીન શહેર તરીકે કાઠમંડુનું પશ્ચિમના લોકોમાં આકર્ષણ ઘણું છે. હિપ્પી યુવક-યુવતીઓ પણ ત્યાં મોટી સંખ્યામાં ઊમટે છે. ટેકરીની તળેટીમાં બસ ઊભી રહી. ત્યાંથી ખાસ્સું ચાલવાનું અને ચઢવાનું હતું. ધીમે ધીમે અમે બધાં ચાલવા લાગ્યાં. બીજી કેટલીક બસો પણ આવી અને વિદેશીઓની સંખ્યા વધતી ગઈ. વિદેશીઓમાં યુરોપીય અને અમેરિકન લોકો ઘણા હતા. એવરેસ્ટનાં દર્શન કરવાનો તેમને શોખ હોય તે સ્વાભાવિક હતું. પરંતુ અમારી સાથે કેટલાક નેપાળી લોકો પણ ટેકરી ચઢતા હતા. નેપાળીઓને એવરેસ્ટની શી નવાઈ ? તો પછી શું આ બધા નેપાળીઓ એવરેસ્ટનાં દર્શન કરવાને ચઢતા હશે ? કે પછી વિદેશીઓને જોવાના કે તેમની સાથે ફોટા પડાવવાના કે કંઈક મેળવવાના આશયથી તેઓ ચઢતા હશે ? મારું મન તેના વિચારે ચઢી ગયું. ટેકરી ઉપર અમે બધાં પહોંચી ગયાં. અંધારું ધીમે ધીમે ઓસ૨વા લાગ્યું. એવરેસ્ટની દિશામાં મોઢું કરીને અમે બધાં ઊભાં હતાં. આકાશમાં કોઈ કોઈ તારા હજુ ટમટમતા હતા. ટેકરી ઉપર માણસોની ગિરદી ઘણી હતી, છતાં વાતાવરણ શાંત હતું. ધીમે ધીમે અરુણોદય થયો. એકબીજાનાં મુખ હવે સ્પષ્ટ દેખાવા લાગ્યાં. એવરેસ્ટનાં હિમાચ્છાદિત શિખરનાં દર્શન થયાં અને લોકોના આનંદનો Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પાસપૉર્ટની પાંખે કલરવ વધી ગયો. પણ એ કલરવની સાથે બીજો એક કોલાહલ પણ ચાલુ થયો. એ હતો નેપાળીઓનો. તેઓ પોતાની સાથે વિદેશીઓને વેચવા માટે જાતજાતની નેપાળી કારીગરીની વસ્તુઓ લઈ આવ્યા હતા. ઘડીકમાં બધા પ્રવાસીઓ ટેકરી ઊતરશે; તે પહેલાં તેઓ પોતાના બને તેટલા સોદા પતાવવા માગતા હતા. એ માટે શક્ય તેટલા વધુ ઘરાકો પાસે પહોંચી, ચીજવસ્તુઓ બતાવી, ભાવતાલ કરીને વેચવા માટે તેઓ દોડાદોડ કરવા લાગ્યા હતા. અમારી પાસે એક નેપાળી આવ્યો. તે પોતાની વસ્તુઓ એક પછી એક બતાવવા લાગ્યો અને ડૉલરમાં ભાવ કહેવા લાગ્યો. નેપાળી અભણ હતો, પણ વિદેશી ચલણની કિંમત જાણતો હતો. મારી પાસે ઊભેલા સ્વિસ સજ્જને એમાંથી એક વસ્તુ પસંદ કરી. તે હતી નેપાળી કારીગરીની પિત્તળની નાનકડી દીવી. નેપાળીએ એના પચ્ચીસ ડૉલર કહ્યા. હું જાણતો હતો કે બજારમાં આવી દીવીનો પચ્ચીસ રૂપિયા જેટલો ભાવ પણ નથી. તેને બદલે આ તો પચ્ચીસ ડૉલર ! વિદેશીઓની પાસેથી આટલા બધા પૈસા પડાવી લેવા તે શું વાજબી છે ? મેં નેપાળીને હિન્દી ભાષામાં કહ્યું, “આટલો બધો વધારે ભાવ રાખે છે તો તારી વસ્તુ કોણ લેશે ? પરદેશીઓને કેમ છેતરે છે ?” એનો જવાબ સાદો હતો : “અમે ગમે તે ભાવ કહીએ, જેને પરવડે તે લે. ઘણા પરદેશીઓ લઈ જાય છે. સવારે અડધા કલાકનો આ અમારો ધંધો છે. પછી આખો દિવસ ક્યાં અમને કશું કમાવાનું મળે છે ?” - પેલા સ્વિસ સજ્જનને દીવી ગમી ગઈ. તેઓ નેપાળી સાથે ભાવતાલ કરવા લાગ્યા. મેં એમને ઈશારો કર્યો કે આ ભાવ ઘણો બધો વધારે છે અને આ જ દીવી બજારમાં ઘણી સસ્તી તમને મળશે. એમણે કહ્યું, “પછી મળે એનો ભરોસો નહિ. કદાચ બજારમાં જવાનો સમય ના રહે. મારે તો અત્યારે જ આ દીવી લઈ લેવી છે. અમારા શહેરમાં એક વિશિષ્ટ પ્રકારનું મ્યુઝિયમ થઈ રહ્યું છે. “All About Light નું એ યૂઝિયમ છે. આ દીવી સહેજે ઓછામાં ઓછા સો ડૉલરમાં હું તેઓને વેચી શકીશ.” એમણે પચ્ચીસ ડૉલરમાં દીવી ખરીદી લીધી. ટેકરી પરથી નીચે ઊતરતાં મારા મનમાં વિચાર ચાલતો હતો. વધારે પડતો ભાવ લઈ લેવા માટેનો નેપાળી પ્રત્યેનો મારો અણગમો હવે થોડો ઓછો થયો હતો. પ્રસંગે બીજાની ગરજનો લાભ ઉઠાવી નફો મેળવી લેવાની વૃત્તિ દુનિયામાં બધે જ પડેલી છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૫ લંડનથી માન્ચેસ્ટર માન્ચેસ્ટરમાં રવિવારે સાંજે છ વાગે મારું તથા મારાં પત્નીનું વ્યાખ્યાન ગોઠવાયું હતું . અમારા મિત્ર અભયભાઈ મહેતા અને તેમનાં પત્ની મંગળાબહેન પોતાની ગાડીમાં લંડનથી અમને માન્ચેસ્ટર લઈ જવાનાં હતાં. એક દિવસનો જ માન્ચેસ્ટરનો અમારો કાર્યક્રમ હતો. સવારે અભયભાઈ સમયસર અમને દેવચંદભાઈ ચંદરિયાના ઘરે લેવા આવ્યા. ચાનાસ્તો કરીને અમે તૈયાર બેઠાં હતાં. ગાડીમાં બેસતાં મેં અભયભાઈને પૂછ્યું, “તમારી પાસે તો બીજી ગાડી હતી. આ ગાડી ક્યાંથી લાવ્યા ?' “મારી ગાડી. આમ તો સારી છે. પણ આજે આપણે બહારગામ જવાના છીએ એટલે મારા એક મિત્રની આ નવી ગિઅરલેસ ગાડી લઈ લીધી છે. મારી ગાડી જૂની છે. કોઈ વખત રસ્તામાં કદાચ તકલીફ આપે.” અભયભાઈએ કહ્યું. આ બીજી ગાડી તદ્દન નવી અને આકર્ષક હતી. ચાલતી હતી પણ બહુ સરસ. અમે અભયભાઈને ઘેર પહોંચ્યાં. ત્યાંથી મંગળાબહેન અમારી સાથે જોડાયાં. રસ્તામાં ખાવા માટે એમણે નાસ્તો તથા ફળ લીધાં હતાં. લંડન છોડી અમે હાઈવે (ઇંગ્લૅન્ડમાં મોટર-વે કહેવાય છે) ૫૨ બહાર નીકળ્યાં. રસ્તો ઘણો વિશાળ અને જવા તથા આવવા માટે જુદો જુદો હતો. ટ્રાફિક પણ વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ હતો. લંડનથી સોએક કિલોમીટ૨ અમે નીકળી ગયાં. રસ્તામાં જ્યાં પાર્કિંગ વિસ્તાર અને રેસ્ટોરાં હતાં ત્યાં અમે થોડી વાર અલ્પાહાર કર્યો. ઈંગ્લૅન્ડમાં આવા સ્થળે મુસાફરોને માટે ઘણી સગવડો હોય છે. કોઈકને રાત રોકાવું હોય તો તે માટે હોટેલમાં રૂમની પણ વ્યવસ્થા હોય છે. દર અડધી મિનિટે એકાદ-બે મોટરકાર આવતી-જતી હોય એટલી અવરજવર આવાં રેસ્ટોરાં પાસે સતત ચાલ્યા કરતી હોય છે. થોડીક વાર આરામ કરી અમે પાછાં ગાડીમાં ગોઠવાયાં. પાણીના રેલાની જેમ ગાડી ચાલવા લાગી. આસપાસનું વાતાવરણ રમણીય હતું. ચારે બાજુ નાની નાની ટેકરીઓ ઉપર લીલુંછમ ઘાસ હતું. અમારી દીકરી શૈલજાએ કહ્યું : “અભયભાઈ, થોડી વાર અહીં ગાડી ઊભી રાખોને ! Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પાસપોર્ટની પાંખે કેવું સરસ દશ્ય છે ! એકાદ જગ્યાએ ઊભા રહીને જોવાનું મન થાય એવું છે.” “અહીં હાઈવે પર એમ ગાડી ઊભી ન રાખી શકાય. પોલીસની મોટર આવે તો તરત આપણો નંબર લે. હા, તમારી મોટર બગડી ગઈ હોય તો જુદી વાત છે.” અભયભાઈએ કહ્યું. ' પચાસેક કિલોમીટર ગાડી ચાલી હશે ત્યાં અભયભાઈએ અચાનક ગાડી વચલી લાઈનમાંથી છેલ્લી લાઈનમાં લીધી. તેમના ચહેરા પર કંઈક મૂંઝવણ દેખાઈ. મેં પૂછ્યું, “કેમ શું છે ?” ગાડી સ્પીડ પકડતી નથી; મને લાગે છે કે એની ઓટોમેટિક ગિઅર સિસ્ટમ બગડી ગઈ છે. ઊભી રાખીને આપણે જરા જોઈ લઈએ.” આસપાસનું મજાનું દૃશ્ય જોવા માટે કાયદેસરનું કારણ મળ્યું, પરંતુ હવે એ જોવામાં રસ ન રહ્યો; બલ્ક ચિંતાનો વિષય થયો. અમે એક બાજુ ગાડી ઊભી રાખી. બોનેટ ખોલીને જોયું. પણ કશી ખબર પડી નહિ. ગાડી સ્ટાર્ટ કરવા માટે પ્રયત્નો કર્યા પણ કેમે તે સ્ટાર્ટ થાય નહિ, અને થાય તો થોડે જઈને તરત જ પાછી ઊભી રહી જાય. ગાડીમાં શી ખામી છે તે અમને સમજાયું નહિ. અભયભાઈ કહે, “આ ગાડી મારે માટે નવી છે. એટલે મને એમાં બહુ સમજ પડતી નથી.” - અમે ફરી એક પ્રયત્ન કર્યો, પરંતુ ગાડીએ તો હવે ચાલવાનો જ ઇન્કાર કર્યો. હવે શું થાય ? આપણે ભારતમાં તો રસ્તે જતા બીજા કોઈ ગાડીવાળાને કે ખટારાવાળાને ઊભા રાખી તેની મદદ માગીએ, પરંતુ અહીં એવી પ્રથા નહિ. રસ્તા પર કોઈ માણસ પણ મળે નહિ. હાઈવે ઉપર માણસને ચાલવાની મનાઈ હોય છે. માત્ર ગાડીઓ જ ઝડપભેર ચાલી જતી હોય. કોઈ ગાડીને ઊભા રહેવાનું પણ ન કહેવાય. લંડનથી અમે સમયની ગણતરી કરીને નીકળ્યાં હતાં. વ્યાખ્યાન માટે પા કે અડધો કલાક મોડું થાય તો લોકો બેસે, પરંતુ એથી વધારે મોડું અહીં રસ્તામાં અમારે થઈ ગયું. મેં અભયભાઈને કહ્યું, “આજે હવે માન્ચેસ્ટરમાં વ્યાખ્યાનનો કાર્યક્રમ નહિ થઈ શકે.” જોઈએ. કદાચ શક્ય હશે તો ધાર્યા પ્રમાણે વ્યાખ્યાનના સમય પહેલાં જ આપણે પહોંચી જઈશું.” Page #36 -------------------------------------------------------------------------- ________________ લંડનથી માન્ચેસ્ટર ૧૫ - મને તેમની વાત આશ્વાસનરૂપ લાગી. અમને ઊભાં રાખી તેઓ થોડે દૂર ટેલિફોનનો થાંભલો હતો ત્યાં ટેલિફોન કરવા ગયા. ઇંગ્લેન્ડમાં (યુરોપ, અમેરિકામાં પણ) ઘણે સ્થળે હાઈવે ઉપર ટેલિફોન માટે થોડે થોડે અંતરે સગવડ રાખવામાં આવી હોય છે. અભયભાઈ ટેલિફોન કરીને અમારી કાર સુધી ચાલતા પાછા ફર્યા. ત્યાં થોડી વારમાં સાયરન વગાડતી એક મોટરકાર અમારી પાસે આવીને ઊભી રહી. અંદરથી એક માણસ ઓજારો સાથે ઊતર્યો. તે મિકેનિક હતો. તેણે પૂછ્યું, “કેમ શું છે ?” . તેને ગુજરાતીમાં બોલતો સાંભળી અમને આશ્ચર્ય થયું. પૂછતાં ખબર પડી કે અંગ્રેજ જેવો લાગતો તે મિકેનિક તો પારસી સજ્જન હતો. લંડનમાં રહેતો હતો. ગુજરાતી બોલવાનો તેને ઘરમાં હજુ પણ મહાવરો હતો. અમારા ચહેરા અને પહેરવેશ જોઈ તે સમજી ગયો કે અમે ગુજરાતી છીએ. મેં અભયભાઈને કહ્યું, “આટલી બધી ઝડપથી કેવી રીતે કામ થયું ? મને તો બહુ નવાઈ લગે છે.” તેમણે કહ્યું, “અહીં ટેલિફોન કરવા માટે નંબર પણ ફેરવવાનો નહિ. હાઈવે પરના ટેલિફોન પરથી રિસીવર ઉપાડીએ એટલે તરત કન્ટ્રોલરૂમવાળાને ખબર પડે કે કઈ જગ્યાએથી આપણે ફોન કરીએ છીએ. આપણી મુશ્કેલી અને કારનો નંબર જણાવીએ એટલે તરત તેઓ વાયરલેસથી રસ્તામાં ફરતી રખેવાળ મોટરોને સંદેશો આપે, એટલે આપણી સૌથી વધુ નજીક જે મોટર કે ટ્રક હોય તે તરત આપણી પાસે આવી પહોચે.” મિકેનિકે ઘણી માથાકૂટ કરી પરંતુ ગાડી કેમે કરી ચાલે નહિ. એણે અભયભાઈને કેટલાક પ્રશ્નો કર્યા, પણ અભયભાઈએ કહ્યું, “આ તો મારા મિત્રની ગાડી છે અને આજે પહેલી જ વાર હું વાપરું છું.” મિકેનિકે કહ્યું, “ગાડી ગેરેજમાં લઈ જવી પડશે. ચાલશે નહિ.” આ વાતથી હું વધુ વિમાસણમાં પડ્યો. પરંતુ અભયભાઈ સ્વસ્થ હતા. એમણે મિકેનિકને કહ્યું, “તો પછી તમે તરત ટોઇંગ ટ્રક બોલાવી આપો. અમારે માન્ચેસ્ટર લેક્ટર માટે સમયસર પહોંચવાનું છે.” - મિકેનિકે પોતાની ગાડીમાં જઈ વાયરલેસથી સંદેશો મોકલ્યો. દસેક મિનિટમાં એક મોટી ટ્રક સાયરન વગાડતી અમારી પાસે આવીને ઊભી રહી. ડ્રાઇવરે ટ્રકનું પાછલું પટિયું ઢાળી લીધું. પછી ઓટોમેટિક યંત્ર વડે અમારી ગાડીને સાંકળ વડે ખેંચીને તેણે ટ્રક ઉપર ચઢાવી દીધી. મારો બટન દબાવવાથી પાંચેક મિનિટમાં આ બધું કામ પતી ગયું. ટ્રકમાં આગળ ડ્રાઇવર પાસે બે હારમાં દસબાર માણસોને બેસવા માટે ગાદીવાળી સરસ બેઠક Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પાસપોર્ટની પાંખે હતી તેમાં અમે ગોઠવાયાં. પેલા પારસી મિકેનિકનો આભાર માની અમે વિદાય લીધી. અમારી ગાડીને ઊંચકીને પૂર ઝડપે ટ્રક ચાલી. ટ્રકની ઝડપ વધારે હતી. રસ્તો સાફ હતો. ધાર્યા કરતાં પણ વહેલાં અમે માન્ચેસ્ટર પહોંચી ગયાં. જે સમય ગાડીને કારણે રસ્તામાં બગડ્યો તે સમયે ટ્રકની ઝડપને કારણે બચી ગયો. જ્યાં અમારે પહોંચવાનું હતું ત્યાં અમારી ગાડી યંત્ર વડે નીચે ઉતારી ટ્રકવાળો તરત વિદાય થયો. મેં અભયભાઈને પૂછ્યું, “આ કામ માટે ટ્રકવાળાને ખર્ચના પૈસા નહિ આપવાના ?” “ના, ઓટોમોબાઇલ એસોસિએશનના આપણે સભ્ય હોઈએ તો આ બધી સેવા આપવા તેઓ બંધાયેલા છે. તમે જોયું ને કે ટૂકવાળો બક્ષિસ માટે પણ ઊભો રહ્યો નથી. અહીં એવી પ્રથા જ નથી.” અમારી ગાડી ટ્રકમાંથી નીચે ઊતરી એટલામાં અભયભાઈના મિત્ર અમારું સ્વાગત કરવા ઘરની બહાર આવી પહોંચ્યા હતા. ગાડીએ તકલીફ આપી તેની વાત થઈ. અભયભાઈએ કહ્યું, “હું મારી ગાડી લાવતો હતો, પરંતુ મને થયું કે એના કરતાં ડૉક્ટર પટેલની નવી ગાડી લઈ લઉં. પરંતુ આ નવી ગાડીએ તો ઊલટાની અમને તકલીફ આપી.” અરે આ ડૉક્ટર પટેલની ગાડી છે ? આ તો મેં વાપરી છે. એમાં એક ખામી છે. એટલે શહેરમાં નહિ પણ કોઈ કોઈ વખત હાઈવે પર સ્પીડ મૂકતાં એ બંધ પડી જાય છે. એ માટે “ચોક' આપવાની જરૂર છે.” એમ કહીને એમણે તરત ગાડીમાં બેસીને ચોકની સ્વિચ ખેંચીને ગાડી સ્ટાર્ટ કરી. તરત ચાલુ થઈ ગઈ. ગાડીમાં ખામી નજીવી હતી, પરંતુ પોતીકી હતી, જે અમારી કે મિકેનિકની નજરે નહોતી આવી. માન્ચેસ્ટરમાં વ્યાખ્યાન માટે અમે મોડાં પડ્યાં નહોતાં. પાંચેક મિનિટ વહેલાં પહોંચ્યાં હતાં. શ્રોતાઓ આવી ગયા હતા. પરંતુ વ્યાખ્યાન સમયસર ચાલુ ન થયું, કારણ કે હૉલ ખોલનાર કૅર-ટેકર રવિવારની રજાને કારણે હૉલની ચાવી અને હોલ ખોલવાની જવાબદારી એના બીજા એક મિત્રને સોંપીને ક્લબમાં રમવા ચાલ્યો ગયો હતો. એ મિત્રનો પત્તો મેળવી હૉલ ખોલવા માટે એને લઈ આવવામાં પોણો કલાક વીતી ગયો. ખૂબ ચોકસાઈ અને ચીવટવાળા દેશોમાં પણ ક્યારેક આવી ગફલત થતી હોય છે. વિલંબ અને અવિલંબ માટેનાં કારણો હંમેશાં એકસરખાં નથી હોતાં. Page #38 -------------------------------------------------------------------------- ________________ ગાતાં ફળ ન્યૂઝીલેન્ડમાં એના પાટનગર ઓકલેન્ડથી હું રોટોફુવા જતો હતો. રોટોવા એ જવાળામુખી શહેર છે. જવાળામુખી શાંત થઈ ગયા પછી ત્યાં વસેલા આ શહેરમાં હજુ પણ થોડી થોડી મિનિટે કોઈ કોઈ જગ્યાએ જ્યારે અચાનક ગેસ અને પાણીના ફુવારા ફૂટી નીકળે છે ત્યારે જાણે કોઈ મશીનગન ફૂટતી હોય તેવા અવાજ આવે છે. ગંધકવાળા ગરમ પાણીના તરણહોજ માટે ત્યાંની ઘણી હોટેલો સુવિખ્યાત છે. એક ટૂરિસ્ટ કંપનીની રોટોવા માટેની ટૂરમાં હું જોડાયો હતો. બસમાં બેઠો ત્યારે જાણ્યું કે અમારો ડ્રાઇવર જ અમારા ગાઇડ તરીકે કામ કરવાનો હતો. વિદેશોમાં કેટલેક સ્થળે કરકસર તરીકે પ્રાઇવર અને ગાઈડનું કામ એક જ વ્યક્તિને સોંપાય છે. ડ્રાઇવરે અમારા દરેકનાં નામ પૂછયાં અને કયા ક્યા દેશમાંથી અને કયા કયા શહેરમાંથી અમે આવીએ છીએ તે પણ જાણી લીધું. - અમારી બસ ચાલી. ડ્રાઇવરે પોતાના મોઢા પાસે રાખેલ માઈકમાંથી બોલવાનું શરૂ કર્યું. તે રસ્તા પર નજર રાખતો જાય અને પોતાની સામે રાખેલા અરીસામાંથી અમારાં બધાની સામે પણ જોતો જાય. એની યાદશક્તિ ઘણી સારી હતી. પોતાની વાત દરમિયાન વચ્ચે વચ્ચે પ્રવાસીઓને એમનાં નામ દઈ બોલાવતો જાય અને એ પ્રવાસી એની વાત બરાબર સાંભળે છે કે નહિ તે અરીસામાંથી નિહાળતો જાય. એની બોલવાની ઢબ પરથી અમને - લાગ્યું કે તે સ્વભાવે પણ વાતોડિયો અને મળતાવડો છે. તે ક્યારેક રમૂજ કરતો. અમારા પ્રશ્નોના જવાબ તે બહુ સંતોષકારક રીતે આપતો. ગાઈડ તરીકે તે પોતાના વિષયની જાણકારી પણ સારી ધરાવતો હતો. ઓકલેન્ડ છોડી અમે ઠીક ઠીક દૂર નીકળી ગયાં. આસપાસના પ્રદેશ વિશે સમજાવતાં સમજાવતાં ડ્રાઇવરે અચાનક મને પ્રશ્ન કર્યો : “ડૉ. શાહ, બોમ્બે છોડ્યાને તમને કેટલા દિવસ થયા ?” “લગભગ એક મહિનો,” મેં કહ્યું. ડ્રાઇવરે હું મુંબઈથી આવું છું તે યાદ રાખી લીધું હતું તે જાણીને મને આનંદ થયો. તો તમને બૉમ્બે યાદ નથી આવતું ?” પા-૨ - WWW.jainelibrary.org Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પાસપોર્ટની પાંખે “બહુ યાદ આવે છે.” “ક્યારે પહોંચવું છે બૉમ્બે ?” “જેમ બને તેમ જલદી.” પ્રાઇવરે અમને ન્યૂઝીલેન્ડની કેટલીક ભૌગોલિક માહિતી આપી અને ત્યાંના આદિવાસી માઓરી લોકોની ખાસિયતોનો પરિચય આપ્યો. થોડી વાર પછી ડ્રાઇવરે એકદમ બસ ઊભી રાખી. એણે મને કહ્યું, “ડૉ. શાહ, તમે ઊતરી જાવ.” હું કશું સમજ્યો નહિ. બીજા પ્રવાસીઓ પણ વિચારમાં પડી ગયા. ડ્રાઇવરે મને કહ્યું, “તમારે બૉમ્બે વહેલામાં વહેલી તકે જવું છે ને ? તો અહીં ઊતરી જાવ.” “પણ કેમ ?” “આ બૉમ્બે શહેર છે.” મને એની વાત મજાક જેવી લાગી. મેં કહ્યું, “મારી મજાક ન કરો.” “હું બિલકુલ મજાક કરતો નથી. સાચું જ કહું છું કે આ બોમ્બે શહેર છે.” એમ કહી એણે દૂર એક પાટિયું વંચાવ્યું. એની વાત સાચી હતી. જે શહેરમાંથી અમે પસાર થઈ રહ્યાં હતાં તે શહેરનું નામ બૉમ્બે જ હતું. ન્યૂઝીલેન્ડમાં બોમ્બે નામનું શહેર છે. એ તો મેં ક્યારેય સાંભળ્યું નહોતું. કેવી રીતે એ શહેરનું નામ બૉમ્બે પડ્યું હશે, તે વિશે મનમાં પ્રશ્ન થયો. મેં ડ્રાઈવરને પૂછ્યું. એણે કહ્યું, “સોએક વર્ષ પહેલાં બોમ્બેમાં રહેલા કોઈ બ્રિટિશ અમલદારે નિવૃત્ત થઈને ન્યૂઝીલેન્ડમાં વસવાટ કરવાનું વિચાર્યું. અહીં આવીને એણે ઘણા એકર જમીન ખરીદી લીધી અને પોતાની એ એસ્ટેટને બોમ્બે નામ આપ્યું હતું. ત્યાં ધીમે ધીમે લોકો વસતા ગયા અને એમ કરતાં આ નાનકડું શહેર થયું.” યુરોપિયનો અને એમાં ખાસ કરીને અંગ્રેજો દૂર દૂર વસવાટ માટે જ્યાં ગયા ત્યાં કેટલાંક સ્થળોને એમણે પોતાના વતનનાં નામ આપ્યાં છે. એ રીતે અમેરિકામાં તો લંડન, પિટ્સબર્ગ, ઑક્સફર્ડ, કૅબ્રિજ વગેરે નામનાં શહેરો છે. મોસ્કો નામનું શહેર પણ અમેરિકામાં છે. એ પ્રમાણે ન્યૂઝીલેન્ડમાં “બોમ્બે'નું નામ એક અંગ્રેજ લઈ ગયો. ઇંગ્લેન્ડના પોતાના વતનના નામને યાદ ન કરતાં બોમ્બને એણે યાદ કર્યું. એ બતાવે છે કે બૉમ્બે એને કેટલું વહાલું હશે ! અમારી બસ આગળ ચાલી. લગભગ દસેક વાગવા આવ્યા હતા. પોણા કલાકનો હવે અમને ચાપાણી માટે વિરામ મળવાનો હતો. રસ્તામાં Page #40 -------------------------------------------------------------------------- ________________ ગાતાં ફળ ૧૯ એક સ્થળે એક મોટા ફાર્મ પાસે અમારી બસ આવી પહોંચી. ડ્રાઇવરે કહ્યું, “અહીં ચા, કૉી કે કોલ્ડ ડ્રિન્કસ મળે છે; અને તાજાં ફળ લેવો હોય તો તે પણ મળે છે. ફળ દુકાનમાંથી મળશે અને જાતે તોડીને લેવાં હોય તો ફાર્મમાંથી લઈ શકાશે. અલબત્ત, એ માટે તમારે પૈસા આપવાના રહેશે !” - અમારી બસ પાર્કિંગ વિસ્તારમાં ઊભી રાખવામાં આવી. ત્યાં બીજી કેટલીક બસ અને મોટરો પણ ઊભી હતી. એક બાજુ મોટી દુકાન હતી. બસમાંથી દુકાન બતાવીને પ્રાઇવરે કહ્યું, “ત્યાં તમને ખાવાપીવાનું મળશે અને જેમણે ખેતરમાં જઈને તાજાં ફળ તોડીને લેવાં હોય તો તે માટે દુકાનમાંથી ટોપલી આપવામાં આવશે. પરંતુ અહીં એક વિચિત્ર નિયમ છે. ખેતરમાં ફળ વીણવા માટે તમે જાવ ત્યારે તમારે ગાવું પડે છે. જેમ તમે જોરથી સરસ ગાવ તે મ ફળ પણ આનંદમાં આવી જાય છે અને તમે જો બરાબર ધ્યાનપૂર્વક સાંભળો તો ફળ પણ ગાતાં હોય એવું તમને સંભળાશે.” ડાઇવરની વાત સાંભળી અમે બધાં બસી પડ્યાં. એને મજાક કરવાની ટેવ છે એ અમે જાણતાં હતાં. એટલે અમે કહ્યું, “તમે અમારી મજાક ન કરો.” હું બિલકુલ પણ મજાક કરતો નથી. તમારે ગીત ગાવું જ પડશે.” પ્રાઇવરે ગંભીર થઈને કહ્યું. કોઈકે પ્રશ્ન કર્યો, “કઈ ભાષામાં ગીત ગાવું ?” કોઈ પણ ભાષામાં, ઇંગ્લિશ, ફ્રેન્ચ, જર્મન કે બીજી કોઈ પણ ભાષામાં. તમારી માતૃભાષામાં પણ તમે ગાઈ શકો.” “ગીત પૂરું થઈ જાય પછી શું કરવું ?” “તો બીજું કોઈ ગીત ગાવું અથવા એનું એ ગીત ફરીથી ગાવું, પણ ગીત ચાલુ રહેવું જોઈએ.” “મને તો કોઈ ગીત આપ્યું આવડતું નથી.” કોઈ પ્રશ્ન કર્યો. જેટલું આવડે તેટલું ગાવું. પહેલી લીટી આવડે તો પહેલી લીટી ગાયા કરવી.” ડ્રાઇવરે કહ્યું.. પણ મને તો એક પણ ગીત આવડતું નથી, તો મારે શું કરવું ?” એકે પ્રશ્ન કર્યો. “તમારે આ... આ... આ.... એમ કોઈ પણ લયમાં લલકાર્યા કરવું.” ડ્રાઇવરે નમૂના તરીકે એ પ્રમાણે ગાઈ બતાવ્યું. Page #41 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે “જેને એ પણ ન ફાવે તેણે શું કરવું ?” “તેણે સિસોટી વગાડતાં રહેવું.” આમ, વાત સાચી માનીને કેટલાક પ્રશ્નો કર્યા, પણ અમને બીજાં કેટલાંકને તો એ બધી મજાક છે એમ જ લાગ્યું. અમે નીચે ઊતર્યા. દુકાનમાં સામે એક બોર્ડ ઉપર લખ્યું હતું : “ખેતરમાં ફળ વીણવા જાવ ત્યારે તમારે ગીત ગાવું જરૂરી છે. તમે ગીત ગાશો તો ફળ પણ તમારી સાથે ગીત ગાવા લાગશે.” દુકાનદારે દરેકના હાથમાં ટોપલી આપતો અને સાથે સૂચના આપતાં કહેતો : “ફાર્મમાં ગીત ગાજો.” અમે બધાં ટોપલી લઈને ખેતરમાં ગયાં. દુકાનની બરાબર સામે વાડ વગરનું અત્યંત ખુલ્લું વિશાળ ખેતર હતું. છોડ, વૃક્ષ અને વેલા ઉપર સ્ટ્રોબેરી, બ્લબેરી, સફરજન, ટમેટાં, પેરુ વગેરે જાતજાતનાં ફળ ઊગ્યાં હતાં. આપણને જે પસંદ હોય તે ફળ તોડી લેવાનાં. અમારી બસનાં અને બીજી બસ તથા મોટરોનાં ઘણાં બધાં સ્ત્રી-પુરુષો આખા ખેતરમાં આમતેમ ફળ વીણતાં જતાં હતાં અને મોટેથી ગીતો ગાતાં જતાં હતાં. ભાતભાતનાં દેશદેશનાં ગીતો સંભળાતાં હતાં. બધાંના ચહેરા ઉપર આનંદ અને ઉલ્લાસ જણાતો હતો. કોઈ કોઈ તો ગાવાના તાનમાં એટલાં આવી જતાં કે સાથે નાચવા પણ લાગતાં. જેણે ફળ વીણી લીધાં હોય તે દુકાનમાં પહોંચે, વજન કરાવે અને પૈસા આપે. ફળોના ભાવ બોર્ડ ઉપર લખેલા હતા. ઓકલેન્ડ કરતાં એકદમ સસ્તા ભાવે અહીં ફળો મળતાં હતાં. ખેતર એટલું વિશાળ હતું કે ઓછા સમયમાં આખા ખેતરમાં ફરી વળવાનું મુશ્કેલ હતું. પ્રવાસીઓ ઘણાં હતાં, છતાં ગિરદી જેવું લાગતું ન હતું. થોડી થોડી વારે થોડા પ્રવાસીઓ ખેતરમાંથી બહાર આવતા, તો બીજા નવા આવેલા ટોપલીઓ લઈને ખેતરમાં દાખલ થતા હતા. ભારતીય ગીતો ગાતાં ગાતાં મેં પણ સ્ટ્રોબેરી વગેરે થોડાંક ફળ વીણી” લીધાં. વજન કરાવી પૈસા આપી ફળ ખાવાનું ચાલુ કર્યું તો સ્વાદમાં તે એકદમ મધુર જણાયાં. સમય થયો એટલે અમારી ટૂરનાં બધાં પ્રવાસીઓ બસમાં આવી પહોંચ્યાં. દરેકના હાથમાં જાતજાતનાં ફળનાં પૅકેટ હતાં. બસમાં પણ બધાં ફળ ખાતાં હતાં. અમારી બસ પડી. ડ્રાઇવરે કહ્યું, “ગીત ગાવાની મારી વાત મજાક નથી એની હવે તમને ખાતરી થઈ ને ?” Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ગાતાં ફળ હા.” બધાંએ કહ્યું. “પણ ફળ ગીત ગાય છે એવું તમે કોઈએ ધ્યાનથી સાંભળ્યું ?” ડ્રાઇવરે પ્રશ્ન કર્યો. “અમે ફળ વીણવામાં એટલાં મશગૂલ હતાં કે સાંભળવાનું અમને સૂઝયું પણ નહિ.” એકે કહ્યું. “મેં સાંભળવાનો પ્રયત્ન કર્યો, પણ મને એવું કોઈ ગીત સંભળાયું નહિ.” બીજાએ કહ્યું. પ્રાઇવરે કહ્યું, “હજુ સુધી કોઈ પ્રવાસીએ ફળને ગીત ગાતાં સાંભળ્યું હોય એવું મને જાણવા મળ્યું નથી. પરંતુ દુકાનદારે આ ગીત ગાવાની જે યોજના દાખલ કરી છે તેનું કારણ ખાનગીમાં તમને કહું છું. ગાવાનું ફરજિયાત એટલા માટે છે કે ફળ વીણતાં વણતાં કોઈ ખાવા લાગે નહિ. પહેલાં લોકો ખેતરમાં ટોપલી લઈને જાય, પણ ટોપલીમાં એક પણ ફળ પડે નહિ. લોકો ચાખતા જાય અને ખાતા જાય અને ખાલી ટોપલી લઈને પાછા આવે. છેતરવાનો લોકોનો આશય ન જ હોય, પણ મીઠાં, તાજાં ફળ ચાખવાનું મન માણસ રોકી ન શકે અને એક ફળ ચાખ્યા પછી સ્વાદ એવો લાગે કે બીજાં ફળ ખાધા વગર રહેવાય નહિ અને આવડા મોટા ખેતરમાં એકલો દુકાનદાર કેટલાંકનું ધ્યાન રાખે ? માટે એણે આ નિયમ કર્યો.” “તોપણ કેટલાક લોકોને મેં ખેતરમાં ફળ ખાતા જોયા હતા !” કોઈક કહ્યું. “એવું તો થોડું બન્યા કરે. એની ગણતરી ગણીને જ દુકાનદાર ભાવ રાખે છે. તેમ છતાં પણ તાજો અને જાતે વીણેલાં આટલાં બધાં સરસ અને સસ્તાં ફળ તમને બીજે મળે નહિ. એ માટે આ ફાર્મ ખૂબ પ્રખ્યાત છે.” ડાઇવરે કહ્યું. રોટોફુવાને રસ્તે ફળના ફાર્મના આ નવીન અનુભવે અમારા પ્રવાસને વિશેષ ઉલ્લાસમય બનાવ્યો. 1 Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ||||||||૭ સુગંધ અને દુર્ગમ સિંગાપુરમાં અમારે જે હોટેલમાં ઊતરવાનું હતું તેનું નામ હતું હોંગકોંગ હોટેલ. હોટેલમાં લેજરમાં નામ-સરનામાની વિગતો અમે ભરતા હતા. ત્યાં અમારો સામાન રૂમમાં પહોંચી ગયો. સાતમે માળે અમને રૂમ આપવામાં આવી હતી. અમે લિફટમાં ઉપર ચઢવા લાગ્યા. છઠ્ઠા માળે કંઈક વિચિત્ર વાસ આવવા લાગી. સાતમા માળે લિફ્ટનો દરવાજો ખૂલતાં તો એ વાસ વધુ તીવ્ર લાગવા માંડી. અમે અમારી રૂમમાં પહોંચ્યા. રૂમનું બારણું બંધ કર્યું એટલે વાસ થોડી ઓછી થઈ ગઈ. મેં મારા મિત્રને પૂછયું, “તમને કોઈ વિચિત્ર વાસ આવી ?” હા, લિફ્ટમાંથી રૂમમાં આવતા હતા ત્યારે પેસેજમાં કંઈક તીવ્ર વાસ આવતી હતી.” - શાની વાસ હતી તે કંઈ ખબર ન પડી, પરંતુ દારૂની તો તે ન હતી. સિગરેટના ધુમાડાની પણ ન હતી. થોડી વાર પછી અમે બહાર ફરવા ગયા ત્યારે પેસેજમાં તીવ્ર વાસ આવતી હતી. સાંજે રૂમમાં પાછા આવ્યા. ફરી એ જ વાસ હતી, પરંતુ પહેલાં જેવી તીવ્ર ન હતી. બીજા દિવસે અમે બહાર ફરીને આવ્યા ત્યારે તો વાસ એટલી તીવ્ર હતી કે પેસેજમાં પસાર થતાં અરુચિ થાય. રૂમ બંધ કરીએ તોપણ વાસ આવતી હતી. અમને થયું કે હોટેલના મેનેજરનું આ વિશે ધ્યાન ખેંચવું જોઈએ. અમે નીચે જઈ કાઉન્ટર ઉપર ફરિયાદ કરી. હોટેલના રિસેપ્શનિસ્ટ ધાર્યું કે પૈસેજમાં કોઈ દવા કે રસાયણ ઢોળાયું હશે; તપાસ કરવા અમારી સાથે નોકરને મોકલ્યો. પરંતુ જેટલી તીવ્ર વાસ અમને આવતી હતી, તેટલી એને આવતી ન હતી. પણ એ સમજી ગયો. એ કશુંક બોલ્યો, પણ અમે એની ભાષા સમજતા ન હતા. અમે એની સાથે નીચે ગયા. હોટેલના રિસેપ્શનિસ્ટે અમને કહ્યું, “અરે! એ તો દુરિયાનની વાસ છે; માફ કરજો, Page #44 -------------------------------------------------------------------------- ________________ સુગંધ અને દુર્ગધ ૨૩ એ માટે અમે કશું કરી શકીએ તેમ નથી. જોઈએ તો તમને બીજા કોઈ માળ ઉપર રૂમ બદલી આપીએ; પરંતુ ત્યાં પણ ક્યારેય વાસ નહિ આવે એવી અમે ખાતરી આપી શકતા નથી.” “શું છે આ દુરિયાન ?” “અરે ! તમે જાણતા નથી ? એ તો મલેશિયાનાં લોકોનું બહુ માનીતું ફળ છે. એની વાસ બહુ તીવ્ર હોય છે, પણ અમારા લોકોને એ બહુ ગમે છે. અમે હોટેલમાં દુરિયાન ખાવાની મનાઈ કરી છે, છતાં લોકો માનતા નથી. એરકન્ડિશન્ડ હોટેલમાં તો દુરિયાનની વાસ કલાકો સુધી નીકળતી નથી.” “હોટેલમાં તમે દુરિયાન ખાવાની મનાઈ કરો છતાં લોકો કેમ ખાતા હશે ?” લોકોને એનું વ્યસન થઈ જાય છે. જેમ ચા, સિગારેટ, તંબાકુ, દારૂ વગેરેનું માણસને વ્યસન થાય છે અને એનો સમય થાય ત્યારે માણસને એની તલપ લાગે છે, તેમ દુરિયાન નિયમિત ખાનારને તેનું વ્યસન થઈ જાય છે. એવા લોકો ગમે તેટલી મનાઈ હોય, તો પણ તેને ગણકારતા નથી. છાનામાનાં રૂમમાં લાવીને ખાય છે.” માણસને ફળનું વ્યસન લાગે છે તે દુરિયાનની બાબતમાં જાણ્યું. સાંજે અમે બજાર પાસેથી નીકળ્યા ત્યારે તે જ તીવ્ર વાસ આવી. જોયું તો એક લારીમાં માણસ દુરિયાન વેચી રહ્યો હતો. બરાબર ફણસ જેવું ફળ. કાપીને એમાંથી એની પીળા રંગની મોટી મોટી પેશીઓ કાઢીને લારીની વચ્ચે ઢગલો કર્યો હતો. કેટલાક લોકો હોંશે હોંશે ખાતા હતા. ફણસનો સ્વાદ એટલે ગળપણનો અતિરેક. દુરિયાન તો ફણસ કરતાં પણ વધારે ગળ્યું અને એની વાત તો એથી પણ વધુ તીવ્ર, આપણા જેવા પહેલી વાર ચાખે તો મોઢું બગડી જાય અને માથું ફાટી જાય. પરંતુ જે દેશમાં એ થાય છે ત્યાં લોકો નાનપણથી જ એના સ્વાદથી ટેવાઈ જાય છે અને કેટલાકને એનું વ્યસન લાગુ પડે છે. સિંગાપુરની બધી મોટી હોટેલોમાં અને ત્યાં જતાં આવતાં વિમાનોમાં દુરિયાન ખાવાની મનાઈ છે. તેમ છતાં વ્યસનને કરણે એ મનાઈનો ભંગ થવાના કિસ્સા પણ એટલા જ બનતા હોય છે. જગતમાં વિચિત્રતા કેવી છે કે જે વાસથી કેટલાક લોકોનું માથું ભમી જાય તે જ વાસથી બીજા લોકો ઉત્સાહિત થઈ જાય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ બેલ્જિયમની એલચી-કચેરી હું જવાનો હતો લંડનથી પૅરિસ, પરંતુ મારા મિત્ર મહેન્દ્રભાઈ મહેતાનો ઍન્ટવર્પથી રાતના ફોન આવ્યો : “હું મુંબઈથી અહીં બે દિવસ માટે આવ્યો છું. મતકાકાને ત્યાં છું, માટે તમે ઍન્ટવર્પ જરૂર આવો. આપણે સાથે રહીશું. હું તમને એરપોર્ટ પર લેવા આવીશ.” ઍન્ટવર્પ મહેન્દ્રભાઈની જન્મભૂમિ છે. એમના પિતા. ગફુરભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઝવેરાતના ધંધા માટે મુંબઈથી કુટુંબ સાથે એન્ટવર્પ જઈને ઘણી વાર રહેતા. તે વખતે મહેન્દ્રભાઈનો ત્યાં જન્મ થયેલો. મહેન્દ્રભાઈનો આગ્રહ એટલો બધો હતો કે હું ના પાડી શક્યો નહિ. ઍન્ટવર્પ થઈને પૅરિસ જવાનું મેં નક્કી કર્યું. મારી પાસે બેલ્જિયમનો વિસા ન હતો, એટલે પ્રથમ તે લેવાની જરૂર હતી. એ મળે કે તરત વિમાનની ટિકિટમાં પણ એ પ્રમાણે ફેરફાર કરવાનો હતો. બીજે દિવસે સવારે હું બેલ્જિયમની એમ્બેસીની ઓફિસે ટેક્સી કરીને પહોંચ્યો. હોટેલથી ખાસ્સે દૂર હતું, એટલે ટેક્સીના પૈસા પણ ઠીકઠીક થયા. બેલ્જિયમ એમ્બસીની ઑફિસનો અરધો દરવાજો ખુલ્લો હતો. મને થયું કે હું કદાચ વહેલો હોઈશ. અંદર ડોકિયું કર્યું તો ઑફિસ હજુ ચાલુ થયેલી ન હતી. માત્ર એક વૃદ્ધ સજ્જન પોતાના ટેબલ ઉપર કશુંક ટાઈપ કરી રહ્યા હતા. મને જોઈને પૂછ્યું, “શું કામ છે ?” મારે બેલ્જિયમનો વિસા જોઈએ છે.” “આવતી કાલે આવો. આજે ઑફિસ બંધ છે.” “આજે કેમ. બંધ છે ? લંડનમાં આજે બધી ઑફિસો તો ચાલુ સાચું. પણ અમે અમારા દેશની રજાઓ પાળીએ છીએ. બેલ્જિયમમાં આજે રજા છે.” મારે તો આજે જ ઍન્ટવર્પ જવું છે. એક દિવસ માટે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૫ બેલ્જિયમની એલચી-કચેરી મને લાગે છે કે હવે મારે બેલ્જિયમ જવાનું માંડી વાળવું પડશે.” “તમે બેલ્જિયમ પહેલી વાર જાઓ છો ?” “હા.” “તમારો પાસપૉર્ટ બતાવો તો !” મેં પાસપૉર્ટ આપ્યો. એમણે એ તપાસ્યો. પછી એ પ્રમાણે વિગતો એક ફૉર્મ ઉપર ભરી દીધી અને મને કહ્યું, “અહીં સહી કરો.” એ વીસાનું ફૉર્મ હતું. હું રાજી થયો. મેં કહ્યું, “તમે મને વીસા આપો છો ?” હા.” મેં આભાર માન્યો. સહી કરી. એમણે કહ્યું, “તમારા ફોટાની બે નકલ આપો.” અરે ! ફોટાની નકલ તો હોટેલ પર ભૂલી ગયો હતો. હવે શું થાય ? ફોટા વગર તો વીસા મળે નહિ. મેં કહ્યું, “હું ફોટાની નકલ હોટેલમાં ભૂલી ગયો છું. ટેક્સી કરીને લઈ આવું ?” એમણે કહ્યું, “ટેક્સીમાં તમને વાર લાગશે અને મોંઘુ પણ પડશે. મારે તરત જવાનું છે. હું મારા અંગત કામ માટે પાંચદસ મિનિટ માટે ઓફિસમાં આવ્યો છું.” હું વિમાસણમાં પડ્યો. પરંતુ એમણે કહ્યું, “ચિંતા ન કરશો. અહીંથી પાંચ મિનિટના રસ્તે વિક્ટોરિયા બસ-સ્ટેશન છે. ત્યાં પ્રવેશદ્વારની જમણી બાજુ ફોટો પાડવાનું ઑટોમૅટિક મશીન છે. એમાં બે શિલિંગ નાખશો એટલે એક મિનિટમાં તમારો ફોટો પડી જશે. ત્રણ નકલ માટેનું બટન દબાવો. એક નકલ તમારી પાસે રહેશે.” હું ચાલ્યો. અનુભવ મારા માટે નવો હતો. જેમ મશીનમાં પૈસા નાખવાથી ચોકલેટ, સિગારેટ વગેરે મળે છે તેમ તાત્કાલિક ફોટો પડાવવા માટેની ચોવીસે કલાકની આ યાંત્રિક સગવડ પણ વિદેશમાં ઉપકારક બને છે. બસ-સ્ટેશને પહોંચીને એ જગ્યા મેં શોધી કાઢી. એક નાનકડી કૅબિન હતી. તેમાં બધી જ સૂચના સ્પષ્ટ લખી હતી : ક્યાં, કેવી રીતે બેસવાનું ક્યાં જોવાનું, ક્યાં પૈસા નાખવાના, કેટલા પોઝ જોઈએ, કેટલી નકલ જોઈએ, ક્યારે ફલેશલાઇટ થાય અને ફોટો પડે તથા કેટલી Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પાસપોર્ટની પાંખે વારમાં ક્યાંથી ફોટાની નકલ મળે. ફોટાની નકલ લઈ હું પાછો ફર્યો. એ સજ્જન મારી રાહ જોતા દરવાજામાં ઊભા હતા. મારી પાસેથી ફોટાની નકલ લીધી, જાતે વીસાની અરજીમાં ચોંટાડી અને મારા પાસપોર્ટમાં વીસાનો સિક્કો મારી આપ્યો. તેઓ કોઈ કારકુન ન હતા, ઉચ્ચ અધિકારી હતા, તે એમની સહી પરથી મેં જાણ્યું. મેં એમનો ખૂબ ખૂબ આભાર માન્યો. અમે બન્ને સાથે બહાર નીકળ્યા. ઑફિસને તાળું મારી તેઓ પોતાની મોટરમાં વિદાય થયા. આ અનુભવ આખો દિવસ મારા મનમાં ગુંજતો રહ્યો. રજાનો દિવસ હતો છતાં પોતાના અંગત કામ માટે કચેરીએ આવેલા ઉચ્ચ અધિકારીએ કચેરીઓની જડ શિસ્તનો આગ્રહ ન રાખતાં પ્રેમથી હસતે મુખે એક વિદેશીનું જાતે ફૉર્મ ભરી, ફોટા ચોટાડીને કામ કરી આપ્યું. આવી નાનકડી ઘટના ક્યારેક પોતાના દેશની બીજાના ચિત્ત ઉપર કેવી સરસ છાપ મૂકી જાય છે ! Page #48 -------------------------------------------------------------------------- ________________ વાગ્દત્તા માટે ભેટ જાપાનીઝ ભાષામાં “ઈચી' એટલે “એક” અને “દાઈઈચી' એટલે સર્વમાં પ્રથમ. જાપાનમાં કેટલીક કંપનીઓ, વેપારી પેઢીઓ વગેરે “દાઈઈચી શબ્દ પોતાના નામ તરીકે વાપરે છે. ટોક્યોમાં એક હોટેલનું નામ છે દાઈઈચી. દરેકમાં નામ પ્રમાણે ગુણ હોવા જોઈએ એવું નથી. દાઈઈચી હોટેલ શરૂ થઈ હશે ત્યારે કદાચ એ સારામાં સારી ગણાતી હશે. પરંતુ આજે હવે તેના કરતાં ઘણી બીજી મોટી સારી હોટેલો ટોક્યોમાં થઈ ગઈ છે. દાઈઈચી. હોટેલમાં વર્ષોથી ગુજરાતીઓ ઊતરે છે. એટલે જાપાન જતા ગુજરાતીઓમાં તેનું નામ સુપરિચિત છે. નીકોનો ધોધ જોઈને અમે પાછા ફર્યા પછી દાઈઈચીમાં એક રાતરોકાઈ બીજે દિવસે સવારે અમારે હિરોશિમા જવાનું હતું. મારા જાપાની મિત્ર હુનો મને હોટેલ પર મૂકવા આવ્યા હતા. કેટલાક સમય પહેલાં ઓહનોએ મને પત્રમાં લખ્યું હતું કે તેમની સગાઈ નક્કી થઈ ગઈ છે અને થોડા મહિના પછી તેમનાં લગ્ન થવાનાં છે. આથી મુંબઈથી હું ઓહૂનોની ભાવિ પત્નીને ભેટ આપવા માટે એક રેશમી સ્ટાફ અને ચામડાનું પાકીટ લઈ ગયો હતો. ટોક્યો પહોંચ્યો ત્યારે એમની સગાઈની વાત નીકળી. ઓનોએ કહ્યું કે, એમની વાગ્દત્તા યુનિવર્સિટીમાં ભણેલી છે અને હિરોશિમામાં રહે છે. બંનેના એક વડીલ મિત્ર દ્વારા તેમની આ સગાઈ નક્કી થઈ હતી. સગાઈ પછી બંને વારંવાર મળ્યાં હતાં; સાથે ઘણી વાર ફરવા ગયાં હતાં, અને બંને એકબીજાને ખૂબ ચાહતાં હતાં. બીજે દિવસે હુનો સાથે મારે હિરોશિમા જવાનું હતું. એટલે તેમની વાગ્દત્તાને આપવા માટેની ભેટ મેં તેમને આપી દીધી. ભેટ જોઈ તેઓ ખૂબ પ્રસન્ન થયાં અને મારો આભાર માન્યો. ઓહનો ઘરે ગયા. બીજે દિવસે સવારે હોટેલ પર મને લેવા આવવાના હતા. હું મારા રૂમમાં પાછો ફર્યો. ઘડિયાળમાં જોયું તો જણાયું કે વાતવાતમાં Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પાસપૉર્ટની પાંખે ધાર્યા કરતાં ઘણું મોડું થઈ ગયું હતું. ખાવા માટે હું નીચે ઊતર્યો. હોટેલમાં ડાઇનિંગરૂમમાં ગયો તો તે બંધ થઈ ગયો હતો. ત્યાં જવાબ આપનાર પણ કોઈ ન હતું. નીચે લૉબીમાં રિસેપ્શનિસ્ટને પૂછ્યું. એણે કહ્યું, “માફ કરજો, ડાઇનિંગરૂમ દસ વાગે બંધ થઈ જાય છે. હવે તમારે કંઈ ખાવુંપીવું હોય તો પહેલે માળે નાઇટ રેસ્ટોરાંમાં જાઓ.'' હું પહેલે માળે ગયો. ત્યાં ચારે બાજુ નજર કરી, પરંતુ ક્યાંય રેસ્ટોરાં જેવું દેખાયું નહિ. હું રિસેપ્શનિસ્ટની પાસે પાછો ગયો અને ફરીથી પૂછ્યું. એણે કહ્યું, “પહેલે માળે જ છે; ડાબી બાજુ ખૂણામાં વળજો.'' એ પ્રમાણે હું ગયો. એક વિશાળ ખંડ ત્યાં હતો, પણ તે ખાલી હતો. ન મળે ટેબલ કે ન મળે કોઈ વેઇટર. મને થયું કે મારી કે રિસેપ્શનિસ્ટની કંઈક ગેરસમજ થતી લાગે છે. મેં ફરી પાછા. તેની પાસે જઈને કહ્યું, “ત્યાં કોઈ રેસ્ટોરાં નથી.” મારી વાતથી તેને હસવું આવ્યું. તેણે મારી સાથે એક છોકરાને મોકલ્યો. નાઇટ રેસ્ટોરાં બતાવવા માટે જાપાની ભાષામાં તેને સૂચના આપી. એ છોકરો એ જ જગ્યાએ મને લઈ ગયો, જ્યાં હું બે વખત આંટો મારી આવ્યો હતો. એ ખાલી ખંડમાં ઑટોમૅટિક મશીન બતાવી એણે મને કહ્યું, “આ નાઇટ રેસ્ટોરાં છે.” મશીનમાં બિસ્કિટનાં પૅકેટો, કોકાકોલા, ઑરેન્જ, બીઅર વગેરેનાં ટિનના ડબ્બા ગોઠવેલા હતા. જે જોઈએ તેને માટેના કાણામાં તે પ્રમાણે યેન (જાપાની નાણું) નાખવાના. એટલે તે વસ્તુ બહાર આવે. મેં યેન નાખી બિસ્કિટ અને ઑરેન્જ લીધાં. ખાતાંખાતાં મનમાં હસતો હતો કે આવા સ્લૉટ મશીનને આ હોટેલવાળા નાઇટ રેસ્ટોરાં કહેતા હશે તે આપણને શી રીતે ખબર પડે ? બીજે દિવસે સવારે ઓહ્નો મને સમયસર તેડવા આવી ગયા હતા. જાપાની પ્રખ્યાત ‘બુલેટ ટ્રેન'માં અમે હિરોશિમા જવા બેઠા. કલાકના ૧૨૦ માઈલની ઝડપે જતી આ ટ્રેન છે. આખી ટ્રેન ઍરકન્ડિશન્ડ અને પ્રેશરાઇઝ્ડ. બેઠકો સરસ, સગવડવાળી, આરામથી બેસી શકાય એવી. ટ્રેન કેટલી ઝડપથી ચાલે છે તે ડબ્બામાં રાખેલો કાંટો બતાવે. બેઠક પાસે સ્વચ્છ કાચની મોટી મોટી બારીઓ. ટ્રેન ચાલે અને વેગ પકડે ત્યારે પ્લૅટફૉર્મ પર ઊભેલા માણસો સ્પષ્ટ દેખાય નહિ. જાણે લિસોટા ઝડપથી પસાર થઈ જતા લાગે. પાસે કરતાં દૂરનું વધારે સ્પષ્ટ દેખાય. પાંચેક કલાકમાં અમે હિરોશિમા પહોંચી ગયા. ત્યાં એક જાપાની પદ્ધતિની હોટેલમાં અમે ઊતર્યા. હોટેલમાં પલંગને બદલે જમીન પર ગાદલાં પાથરેલાં હતાં. નાહવા માટે બાથરૂમ, સંડાસ વગેરે જાપાની પદ્ધતિનાં, જમવાનું પણ નીચે બેસીને; બાજોઠ ઉપર પ્લેટમાં પીરસવામાં આવે. Page #50 -------------------------------------------------------------------------- ________________ વાગ્દત્તા માટે ભેટ ૨૯ ઘણે અંશે ભારતીય પદ્ધતિ જેવું જ લાગે. ઓહ્નો પોતાની વાગ્દત્તાને મળવા ગયા. મેં ભેટ આપેલું પૅકેટ પણ સાથે લેતા ગયા. મેં હોટેલમાં આરામ કર્યો. જાપાનમાં મહેમાનોને ઘેર લઈ જવાની પદ્ધતિ નથી. જાપાની મિત્રો પણ એકબીજાને મળવા માટે કોઈને ઘેર ન જાય. બહાર નક્કી કરેલા સ્થળે મળી લે. કોઈ ઘેર બોલાવે તો તે આડોશીપાડોશીની ટીકાને પાત્ર થાય. ઓહો કલાક પછી પાછા આવ્યા. મેં આપેલું પેકેટ તેમના હાથમાં જ હતું. મેં પૂછ્યું, “કેમ, તમારી વાગ્દત્તાને મારી આ ભેટ ન આપી ?” “તમારી ભેટ મેં એને બતાવી, એને બહુ જ ગમી છે અને એ માટે તમારો ખૂબ ખૂબ આભાર માન્યો છે.” “તો પછી તમે એ પાછી કેમ લાવ્યા ?” “પાછી જ લાવવાની હોય ને ?” કેમ ?” “મારાં લગ્ન હજી ક્યાં થયાં છે ?” “એટલે ? લગ્ન પહેલાં તમે ભેટ ન આપો ?” “ના.” “કારણ ?” ધારો કે આવતી કાલે તે બીજા કોઈ સાથે લગ્ન કરે તો મારી ભેટ નકામી ચાલી જાય ને ?” “પણ ભેટ બતાવીને તમે આપો નહિ તો તેને માઠું ન લાગે ?” “ના, જાપાનમાં કોઈ એ રીતે માઠું લગાડે નહિ. બધા જ સમજે છે. નક્કી થયા પછી છોકરો કે છોકરી બીજે પરણી ગયાના કિસ્સા ઓછા બનતા નથી.” જાપાનનાં લોકોના રીતરિવાજોએ અને મનોદશાએ મને વિચાર કરતો કરી મૂક્યો. Page #51 -------------------------------------------------------------------------- ________________ 20 ૧૦ વિપર્યય ફિજી એ કોઈ શહેરનું નહિ, પણ દેશનું નામ છે. ક્યાં આવ્યો એ દેશ ? ગુજરાતના ઘણા પટેલો કેનિયા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, ઝાંબિયા, મલાવી, ર્હોશિયા વગેરે આફ્રિકાના દેશોમાં જઈને વસ્યા છે, તેમ ફિજીમાં પણ જઈને વસ્યા છે. એટલે ફિજી દેશ આફ્રિકામાં આવ્યો છે એવો ભ્રમ કેટલાક ગુજરાતીઓને જૂના વખતમાં હતો. અને હજુ ગામડાંના કેટલાક લોકોને હોય છે. વસ્તુતઃ ફિજી દેશ ઑસ્ટ્રેલિયાની પૂર્વે લગભગ બે હજાર માઈલ દૂર દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલો છે. બે મુખ્ય ટાપુઓ અને એની આસપાસ સંખ્યાબંધ નાના નાના ટાપુઓનો બનેલો આ દેશ છે. એટલા માટે તે ‘ફિજી ટાપુઓ' તરીકે ઓળખાય છે. વિસ્તાર અને વસતિની દૃષ્ટિએ તે એટલો નાનો દેશ છે કે દુનિયાના નાના નકશાઓમાં તો એનું ટપકું પણ જોવા નહિ મળે. ભારતથી લગભગ દસ હજા૨ માઈલ દૂર આવેલા આ દેશમાં સ્થાનિક ફિજિયન લોકો કરતાં ભારતીય લોકોની વસતિ વધારે છે, જેમાં ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારતના લોકો મુખ્યત્વે છે. ફિજીમાં ફરતાં હોઈએ તો આપણે ભારતની બહાર ફરીએ છીએ એવું ખાસ લાગે પણ નહિ. એટલા માટે તો ફિજીને ‘પેસિફિકમાં નાનું ભારત' તરીકે ઓળખાવવામાં આવે છે. ભારતીય લોકોમાં ત્યાં ઉત્તરના બિહાર તરફના લોકોની વસતિ વધારે છે. જૂના વખતમાં શેરડીનાં ખેતરોમાં કામ કરવા માટે અભણ ખેડૂતો ત્યાં જઈને વસેલા, એટલે હજુ પણ તેઓ પોતાની ગામઠી હિંદી બોલે છે. એની અસર ત્યાંની ગુજરાતી ભાષા ઉપર પણ પડી છે. ફિજીમાં નાન્દી (અથવા નાદી) નામના શહેરમાં ત્યાંના માજી સંસદસભ્ય શ્રી હરગોવિંદદાસ લોઢિયાને ત્યાં હું ઊતર્યો હતો. નાન્દી નાનકડું શહેર છે. એકાદ કિલોમીટર સીધા લાંબા ધોરી રસ્તાની બંને બાજુ દુકાનો છે. બસ એટલું જ એનું બજા૨ છે. ઓછી વસતિ અને ઓછા ટ્રાફિકને લીધે પ્રમાણમાં શહેર શાંત છે. એકબે કલાકમાં તો આખા શહેરમાં ફરી શકાય. Page #52 -------------------------------------------------------------------------- ________________ વિપર્યય ૩૧ ( નાન્દીમાં શહેર અને આસપાસના વિસ્તારોમાં મેં ફરી લીધું હતું. રવિવારનો દિવસ હતો એટલે બજાર બંધ હતું. સાંજે ક્યાં ફરવા જવું તેનો અમે વિચાર કરતા હતા. એટલામાં બૉમ્બે ટ્રેડિંગ કંપનીવાળી અંબાલાલભાઈ પટેલ અમને મળવા આવ્યા. આગલે દિવસે એ કાર્યક્રમમાં એમનો પરિચય થયો હતો. એમણે પૂછ્યું, “સાંજનો શો કાર્યક્રમ છે ?” બસ, એનો જ વિચાર કરીએ છીએ.” મેં કહ્યું. “બીજું કંઈ નક્કી ન હોય તો ચાલો મારી સાથે લટૌકા; સમય રહેશે તો બા પણ જઈ આવીશું.” લટીકા અને બા એ બે નાન્દી પાસે આવેલાં નાનકડાં શહેરો છે. ગુજરાતના પટેલોની ત્યાં સારી વસતિ છે. અંબાલાલભાઈની ગાડીમાં દરિયાકિનારે લગભગ અઢાર માઈલના રસ્તે લટીકા પહોંચ્યા. અંબાલાલભાઈએ કહ્યું, “અહીં હમણાં નવું મંદિર થયું છે. ત્યાં આજે ભક્તિસંગીતનો અને આરતીનો કાર્યક્રમ છે. તમને વાંધો ન હોય તો થોડી વાર ત્યાં પણ આપણે જઈશું.” “જરૂર. હું તો તમારી આંગળીએ આવ્યો છું. એટલે તમારી અનુકૂળતા પ્રમાણે જ્યાં જવું હશે ત્યાં ચોક્સ જઈશું.” મેં કહ્યું. લટકામાં પણ અંબાલાલભાઈનાં ઘર અને દુકાન છે. એમના ઘરે ચા પીને અમે દરિયાકિનારે ફરવા નીકળ્યા. ફરવા આવનારાંઓની કોઈ અવરજવર ત્યાં ન હતી. અલબત્ત સમુદ્રકિનારાનું વાતાવરણ શાંત અને રમણીય હતું. શીતલ હવા વાતાવરણને પ્રોત્સાહક બનાવતી હતી. મેં અંબાલાલભાઈને કહ્યું, આટલી સરસ ફરવાની જગ્યા છે. વળી આજે રજાનો દિવસ છે. છતાં અહીં કોઈ માણસો કેમ દેખાતા નથી ?” અંબાલાલભાઈએ કહ્યું, “અહીંના આપણા લોકો ફરવાના બહુ શોખીન નથી. આજે રજાનો દિવસ હોવાથી દુકાન કાયદેસર બંધ રાખવાની હોય છે. છતાં અડધું બારણું ખુલ્લું રાખીને આપણા ઘણા વેપારીઓ ગેરકાયદે વેપાર કરતા હોય છે. આપણા લોકોની આ મનોવૃત્તિ હજુ પણ ગઈ નથી.” “તોપણ કેટલાક તો એવા હોઈ શકે ને કે જેમને રજાને દિવસે સમુદ્રકિનારે ફરવાનું ગમે ?” ફરવાનું નહિ, પણ રમવાનું જરૂર ગમે. જુઓ, ત્યાં આઘે ઘણું માણસો બેઠા છે.” એમ કહી એમણે દરિયાની પાળીથી ઠીક ઠીક દૂર મેદાનમાં બેઠેલા માણસો બતાવ્યા. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પાસપૉર્ટની પાંખે અમે ત્યાં ગયા. કુદરતનું ખુશનુમા વાતાવરણ માણવાને માટે નહિ, પણ પાનાં રમવાને માટે જુદાં જુદાં ટોળાંમાં ઘણા બધા પુરુષો ત્યાં બેઠા હતા. અંબાલાલભાઈએ મને હળવેથી કહ્યું, “અહીં વસેલા આપણા લોકોનું આ એક મોટું વ્યસન છે.” ત્યાર પછી એમણે ત્યાં બેઠેલામાંના કેટલાકનો મને પરિચય કરાવ્યો. એક ભાઈએ પોતાના ઘરે આવવા માટેનો આગ્રહ પણ કર્યો. એમણે રમી લીધું હતું, એટલે એમની સાથે અમે એમને ઘરે પહોંચ્યાં. તદ્દન પાસે જ એમનું આલીશાન વાતાનુકૂલિત ઘર હતું. એ ભાઈએ મને પૂછ્યું, “બીઅર લેશો કે વ્હિસ્કી ?” “હું કોઈ હૉટ ડ્રિન્ક લેતો નથી. ચા કે ઠંડું પીણું હશે તો ચાલશે.” મેં કહ્યું. . એમની સાથે થોડી વાતો થઈ. લટૌકામાં આપણા લોકો ઘણા પૈસા કમાય છે. ટેકરી જેવી ઊંચાઈ પર આવેલાં ઘણાંખરાં નવાં આધુનિક મકાનો ભારતીય લોકોનાં અને તેમાંયે ખાસ કરીને ગુજરાતીઓનાં છે. ફિજીમાં આવીને વસ્યા પછી આપણા ઘણા લોકો પશ્ચિમની સંસ્કૃતિથી પૂરા રંગાઈ ગયા છે. અલબત્ત, કેટલાક ભારતીય સંસ્કાર ત્યાં વસીને પણ ટકાવી રાખ્યા છે. પરંતુ ભારતમાં ખાસ કરીને મોટાં શહેરોમાં બન્યું છે તેમ ફિજીમાં પણ પુરુષોમાં પહેરવેશ પશ્ચિમનો થઈ ગયો છે. દારૂ, જુગાર, થોડે અંશે માંસાહાર કેટલાંક ઘરોમાં વ્યાપી ગયો છે. કેટલાયને ધર્મના અભ્યાસમાં કે ધાર્મિક ક્રિયાકાંડમાં બહુ સક્રિય રસ રહ્યો નથી. લોકો પૈસેટકે સુખી થયાં છે, પરંતુ સાંસ્કૃતિક દૃષ્ટિએ થોડા પાછા પડ્યા છે. એ વાત જાણી મનમાં રંજ થયો. થોડી વાર બેસી અમે મંદિરે જવા નીકળ્યા. હરે કૃષ્ણ સોસાયટી તરફથી લટકામાં નવું બંધાયેલું આ મંદિર છે. લટકાના જ એક ગુજરાતી ભાઈએ તે બાંધવા માટે મોટી રકમનું દાન આપ્યું છે. હરે કૃષણ સોસાયટીનાં મંદિરો દુનિયાભરમાં એની સ્વચ્છતા, અદ્યતન સ્થાપત્ય અને પવિત્ર વાતાવરણને માટે જાણીતાં છે. એનું સંચાલન ઘણુંખરું અમેરિકી લોકોના હાથમાં હોય છે. મંદિરમાં દર્શન કરીને અમે બેઠા. સમય થયો એટલે ભક્તિસંગીતનો કાર્યક્રમ ચાલુ થયો. છસાત અમેરિકી યુવાનો આવ્યા. તેમણે ભગવાં કપડાં પહેર્યા હતાં. ધોતિયું, જનોઈ, મસ્તકે મુંડન અને ચોટલી, કપાળમાં તિલક વગેરે વડે તેમની આકૃતિ જ જુદી તરી આવતી હતી. કારમોનિયમ, તબલાં, Page #54 -------------------------------------------------------------------------- ________________ વિપર્યય ૩૩ સિતાર, મંજીરાં વગેરેના સાજ વડે તેમણે વ્રજ ભાષાનાં પદો ગાવાનું શરૂ કર્યું. કેટલાક શબ્દોના ઉચ્ચારો તેમને ફાવતા ન હતા, પરંતુ ગાવામાં તેમની તન્મયતા દેખાઈ આવતી હતી. કેટલાકે ઊભા થઈ તાનમાં આવી જઈ તાળીઓ સાથે કે મંજીરાં સાથે કે ઢોલક સાથે નાચવાનું શરૂ કર્યું. ગોરી ચામડીના યુવાનોને આ બધું કરતાં જોઈ અમારી છાતી ફૂલતી હતી. કાર્યક્રમ પછી પ્રસાદ આપવામાં આવ્યો. તે કાંદાલસણ વિનાનો શુદ્ધ શાકાહારી હતો. હરે કૃષ્ણ સોસાયટીમાં જોડાનારાઓએ સિગરેટ, દારૂ, માંસ વગેરે હંમેશને માટે છોડવાનાં હોય છે. આ અમેરિકી યુવાનોએ તે બધું છોડ્યું હતું. સોસાયટીમાં કેટલાક તો પોતાનું ઘર પણ છોડીને, બ્રહ્મચર્ય-વ્રત ધારણ કરીને આજીવન સાધુ થઈને રહેતા હોય છે, અને સંસ્થા જ્યારે જ્યારે જ્યાં જ્યાં મોકલે ત્યાં ત્યાં તેઓ જતા હોય છે. બહાર નીકળી પછી આખે રસ્તે મારા મનમાં વિચાર ઘોળાતો હતો કે લટકામાં સંસ્કૃતિઓનો કેટલો મોટો વિપર્યય પાસે પાસે જોવા મળ્યો ! એક તરફ સ્વેચ્છાએ પશ્ચિમની સંસ્કૃતિથી રંગાઈ ગયેલા કેટલાક ભારતીય લોકો હતા અને બીજી બાજુ સ્વેચ્છાએ ભારતીય ધર્મ અને સંસ્કૃતિ સાથે એકરૂપ બની ગયેલા કેટલાક અમેરિકીઓ હતા. આવો વિપર્યય ભારતમાં નથી, એમ નહિ. દુનિયાના બીજા ઘણા દેશોમાં અને બીજી સંસ્કૃતિઓ વચ્ચે પણ તે જોવા મળશે જ. પરંતુ લટકામાં પાસપાસેના સ્થળે અને સમયના થોડા અંતરે જ તે જોવા મળ્યો માટે એની છાપ ચિત્તમાં ઘેરી પડી. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ઘેટાંમુંડન ન્યૂઝીલેન્ડમાં વાઈતોમોની ગુફા જોવા જતાં રસ્તામાં અમારી બસ મંગાતરાતા નામના એક નાનકડા શહેર પાસે આવી પહોંચી. અમારો ડ્રાઈવર અમારો ગાઇડ પણ હતો. એણે બસ ધીમી પાડતાં કહ્યું, “એક્સક્યુઝ મિ; માય બસ વિલ હેવ અ ડ્રિન્ક.” એ શું કહેવા માગતો હતો તે એના થોડા જુદા ઉચ્ચારોને કારણે અમને તરત સમજાયું નહિ, પરંતુ જ્યારે એણે બસને પેટ્રોલપંપ પર લીધી ત્યારે એનું રમૂજી વાક્ય અમને સ્પષ્ટ થયું. પેટ્રોલ ભરાવીને બસ ચાલી. ડ્રાઇવરે બધાને કહ્યું, “મહેરબાની કરીને અધીરાં ન થશો; હવે તમને પણ ચા-પાણી આપવામાં આવશે. તે માટે નજીકના એક ફાર્મમાં તમને લઈ જાઉં છું. આપણી ટૂરિસ્ટ કંપની તરફથી ત્યાં ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.” અમારી બસ ધોરી રસ્તો છોડીને હવે સાંકડા અને લાલ માટીના કાચા રસ્તે એક ટેકરી ચઢવા લાગી. જેમ બસ ઊંચે જતી ગઈ તેમ તેમ આસપાસની નાની લીલીછમ ટેકરીઓ દેખાવા લાગી. આ ટેકરીઓ ઉપર ચારે બાજુ છૂટાંછવાયાં હજારો ઘેટાંઓ ચરતાં હતાં. સ્વચ્છ ભૂરા આકાશ નીચે આછા લીલા રંગનાં ઘાસિયાં મેદાનોમાં નીચું મોઢું કરીને ચરતાં મેંઢાંઓનું દશ્ય જોવા જેવું હતું. લીલી ચાદરમાં જાણે છૂટીછવાઈ સફેદ બુટ્ટી ભરી હોય તેવું આ દશ્ય લાગતું હતું. ચરવાને કારણે ઘેટાંઓ જાણે કે ખેતરમાં સ્થિર હોય તેવાં દેખાતાં હતાં. અમારા ડ્રાઇવરે કહ્યું, “આ બધાં વિશાળ ખેતરો અને ઘેટાંઓ એક જ માલિકનાં છે. આપણે એના ઘરે જ જઈએ છીએ.” ત્રણેક કિલોમીટર પછી અમે એ ઘરે આવી પહોંચ્યાં. ખેતરોની વચ્ચે કૉટેજ જેવું લાકડાનું બે માળનું આ ઘર હતું. બહારથી તે સાદું પરંતુ અંદરથી સ્વચ્છ, સુઘડ અને કલાકૃતિઓ તથા ચિત્રોની વિવિધ નમૂનાઓથી સુશોભિત હતું. કોઈ શ્રીમંતનું ઘર છે એવી તરત પ્રતીતિ થઈ. અમે પહોંચ્યાં એટલે માલિક અને એની પત્નીએ અમારું સ્વાગત કર્યું. ગાઈડની સૂચનાનુસાર અમે બધાં એક વિશાળ ડાઇનિંગ-ટેબલ આસપાસ ગોઠવાયાં. બધાંને ચા-કૉફ, બિસ્કિટ અને ટોસ્ટ આપવામાં આવ્યાં. Page #56 -------------------------------------------------------------------------- ________________ ઘેટાંમુંડન ૩૫ ચા-પાણી. પછી અમને બાજુના એક વિશાળ ખંડમાં લઈ જવામાં આવ્યાં. ત્યાં ઊનની અને ઘેટાંનાં ચામડાંની વિવિધ વસ્તુઓ – મોજાં, મફલર, શાલ, ધાબળા, ટોપી, શર્ટ, સ્વેટ૨, જરસી, પર્સ વગેરે – ગોઠવવામાં આવ્યાં હતાં. વેચવા માટે આ બધી વસ્તુઓ હતી. અમારાંમાંથી કેટલાંક સહેલાણીઓએ કેટલીક વસ્તુઓ ખરીદી. ત્યારપછી અમારા ડ્રાઇવરની વિનંતીથી ફાર્મના માલિકે અમને ઘેટાંમુંડનનું કાર્ય (Sheep-Shearing) અર્થાત ઘેટાં પરથી ઊન ઉતારવાની ક્રિયા બતાવવાનું સ્વીકાર્યું. માલિક પહેલાં અમને કોટેજની ગેલેરીમાં લઈ ગયો અને આખા ફાર્મની સમજ પાડી. ચારે બાજુ પથરાયેલા આ વિશાળ ફાર્મના જુદા જુદા વિભાગ અને પેટાવિભાગ લાકડાનાં પાટિયાંની વાડ વડે કરવામાં આવ્યા હતા. તે દરેક વિભાગમાં જુદી જુદી કક્ષામાં હજારો ઘેટાં ચરતાં હતાં. ઘેટાંઓનું વર્ગીકરણ તેમની જાત, તેમના ઉંમર, તેમના ઊનનો પ્રકાર અને તેમનાં મુંડનની તારીખ અનુસાર કરવામાં આવ્યું હતું. માલિકે કહ્યું, “આ બધાં ઘેટાંઓને શૌરકમનો બહુ ડર લાગતો હોય છે. સ્વેચ્છાએ કોઈ હજામત કરાવતું નથી. અમારે બળજબરીથી તે કરવી પડે છે. અલબત્ત બે-ચાર વખત મુંડન કરાવ્યા પછી કેટલાંક ઘેટાંઓ તેનાથી ટેવાઈ જાય છે. મોટી ઉંમરનાં કેટલાંક ઘેટાંઓ કોઈક વખત બોલાવવામાં આવે એટલે તરત ગોઠવાઈ જાય છે. પરંતુ એકંદરે મુંડન એમને પ્રિય નથી. વળી આ બધાં ઘેટાંને એકઠાં કરવાનું કામ પણ અઘરું છે. તે માટે મોટા શિકારી કૂતરાઓનો અમે ઉપયોગ કરીએ છીએ.” માલિકની સૂચના અનુસાર અમે એની સાથે બસમાં લગભગ એક ફર્લાગ દૂર આવેલા ઘેટાંમુંડન માટેના મકાન તરફ ગયા. અમારી બસ એક વાડા પાસે ઊભી રહી. બસમાંથી ઊતરી ઘેટાંઓની વચ્ચેથી અમે પસાર થયાં અને દાદર ચઢી એ મકાનમાં પહોંચ્યાં. મુખ્ય વાડામાંથી પસાર થતાં માલિકે પાસપાસેના બીજા ત્રણ વાડાના લાકડાના ઝાંપા ખોલી કાઢચા. માલિકે ત્યારપછી ઈશારો કર્યો એટલે એમનાં પત્નીએ કૉટેજની બહાર પાંજરામાં પૂરવામાં આવેલા કૂતરાની સાંકળ છોડી કાઢી. મોઢાની સિસોટી વગાડીને ઇશારો કરતાં જ શિકારી કૂતરો જોરજોરથી ભસતો, છલાંગો મારતો ઘેટાંના વાડાઓ તરફ ધસ્યો. બીકના માર્યા ઘેટાંઓ એક વાડામાંથી બીજા વાડામાં અને બીજામાંથી ત્રીજા વાડામાં એમ દોડી ગયાં. દોડતાં દોડતાં છેવટે મુંડન માટેના મકાનમાં નીચે ખુલ્લા રાખેલા દરવાજામાંથી Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પાસપૉર્ટની પાંખે અંદર ભરાઈ જવા સિવાય તેમને છૂટકો નહોતો. ઘેટાં મકાનમાં ભરાઈ ગયાં એટલે માલિકે મકાનનો દરવાજો બંધ કરી દીધો. કૂતરો પાછો પોતાના પાંજરામાં પહોંચી ગયો અને માલિકની પત્નીએ તરત સાંકળથી બાંધી દીધો. ફક્ત બે મિનિટમાં જ આટલાં બધાં છૂટાંછવાયાં ગાડરો એકઠાં કરવાનું કામ પતી ગયું. માલિકે કહ્યું, “અમારો આ કૂતરો ‘ઊભો થા.' ‘બેસી જા', ‘દોડ', ‘પાછો આવ', ‘ભસ', ‘ઘેટાંઓને એકઠાં કર', ‘જમણી બાજુ લઈ જા’ એમ બાર જુદા જુદા ઇશારા મોઢાની સિસોટી પ્રમાણે સમજે છે. તે ઘેટાંઓને ડરાવે છે. ક્યારેક ઘેટાંઓનાં ટોળાં ઉપર ભસતો ભસતો છલાંગ મારીને ચડી પણ જાય છે, પણ ફાડી ખાતો નથી. ઘેટાંના વ્યવસાયમાં શિકારી કૂતરા અનિવાર્ય છે. વળી જોકે અમારે ત્યાં ચોર-લુટારાનો ડર નથી, તોપણ આ ફાર્મમાં એકલા રહેવામાં કૂતરાઓને લીધે અમને સલામતી રહે છે.” કૂતરાને ઇશારાની તાલીમ આપતાં કેટલો સમય લાગે છે ?' મેં પૂછ્યું. “બહુ વાર નથી લાગતી; પરંતુ ન્યૂઝીલૅન્ડમાં ઇશારાની તાલીમ પામેલા કેળવાયેલા તૈયાર સરસ કૂતરા ક્લબમાંથી વેચાતા મળે છે. કૂતરાને તાલીમ આપનારી બસો જેટલી ધંધાદારી ક્લબ ન્યૂઝીલૅન્ડમાં છે.” ફાર્મ-માલિક અમને મકાનના ઉપરના માળે મુંડન માટેના કારખાનામાં લઈ ગયો. ત્યાં બહુ ખરાબ વાસ આવતી હતી. ત્યાં ઘેટાંઓને આવવા માટે ત્રણ દરવાજા હતા, અને દરેક દરવાજા પાસે છતમાંથી લટકતો ઇલેક્ટ્રિક અસ્ત્રો હતો. એક બાજુ મોટા મોટા કોથળાઓ પહોળા કરીને લટકાવવામાં આવ્યા હતા. કપાયેલું ઊન ભરવા માટે તે રાખવામાં આવ્યા હતા. ઘેટાંઓ આ મકાનમાં છેક ઉપરના માળે દ૨વાજા સુધી આવી પહોંચે એટલી સંખ્યામાં વાડામાંથી છોડવામાં આવ્યાં હતાં. બધાં ગીચોગીચ ભરાઈને ઊભાં હતાં. બધાંનાં માત્ર મોઢાં દેખાતાં હતાં. કેટલાંક ગભરાટમાં બે બે અવાજ કરતાં હતાં. કેટલાંકે ડરને લીધે લઘુશંકા કરી હતી. ફાર્મ-માલિકે અમને કહ્યું, “આ ઘેટાંઓ તરત સમજી જાય છે કે મુંડન માટે તેમને અહીં એકઠાં કરવામાં આવ્યાં છે. મુંડન તેમને ગમતું નથી. એટલે તેઓ પોતાનો અણગમો વ્યક્ત કરતાં હોય છે અને પોતાનો વારો જલદી ન આવે એ માટે છટકવાનો પ્રયત્ન કરતાં હોય છે.” ત્યારપછી માલિકે પોતાનું શર્ટ ઉતાર્યું. કાળા લાંબા બનિયન અને કાળા પૅન્ટ ઉપર એણે એપ્રન પહેરી લીધું. એણે લાકડાની અડધિયા જાળી Page #58 -------------------------------------------------------------------------- ________________ ઘેટાંમુંડન ૩૭ ખોલીને ઝડપથી એક ઘેટું બોચીથી પકડીને ઊંચકી લીધું. ઘેટું બેં બેં કરવા લાગ્યું અને છૂટવા મથવા લાગ્યું. પરંતુ એટલી વારમાં તો માલિકે પોતાના બે ઘૂંટણ અને સાથળ વચ્ચે ઘેટાના ચારે પગ દબાવીને જકડી લીધા. ઘેટું હવે ચસકી શકે તેમ નહોતું. તે બેં બેં કરતું રહ્યું. એણે પેશાબ કર્યો. માલિકે ડાબા હાથે ઘેટાનું ગળું પકડ્યું. જમણા હાથમાં અસ્ત્રો લઈ અંગૂઠા વડે સ્વિચ ચાલુ કરીને ઘેટાના શરીરના વાળ એ ઉતારવા લાગ્યો. ઘ અસ્ત્રો ચાલ્યો અને ઘેટાના શરીર ઉ૫૨ ફરી વળ્યો. પાંચ મિનિટમાં તો ઘેટું ઊનરહિત થઈ ગયું. ક્યાં પેલું હૃષ્ટપુષ્ટ દેખાતું ભરાવદાર ઘેટું. અને ક્યાં હવે આ વતું કરાવેલું સાવ બોકડું પાતળું ઘેટું ! પાંચ મિનિટમાં તો બારેક કિલો જેટલું એનું વજન ઓછું થઈ ગયું. હવે તે તદ્દન નાનું, પાતળું અને વિચિત્ર લાગતું હતું. હલકું થઈ ગયેલું એ પોતે પણ વિમાસણની કોઈ વિચિત્ર લાગણી અનુભવતું દેખાતું હતું. ખબર ન હોય તો કોઈ કહી શકે નહિ કે આ એ જ ઘૂંટું હશે ! એના શરીર ઉપર કોઈ કોઈ જગ્યાએ અસ્ત્રો વધારે ઘસાવાને કારણે લોહીની ટશરો ફૂટી હતી. માલિકે એક મોટી ટ્યુબ લઈ એમાંથી લીલા રંગનું ક્રીમ હથેળીમાં કાઢ્યું અને ઘેટાના આખાયે શરીરે ચોપડી દીધું. પછી એક મોટા બાટલામાંથી એક પ્યાલામાં દવા કાઢી અને ઘેટાનું મોઢું બળજબરીથી પહોળું કરી દવા એના મોઢા વાટે પેટમાં ઠાલવી દીધી. માલિકે અમને કહ્યું, “મુંડન પછી આ કાળજી લેવી બહુ જરૂરી છે. કારણ કે જો તે ન લઈએ તો ધેટાને ચામડીનો રોગ થાય છે અને તે માંદું પડી મરી જાય છે. વળી મુંડન પછી ઘેટાની તાકાત ઘટી જાય છે. એને લીધે એના પેટમાં રોગનાં જીવાણુઓ થાય છે અને ઘેટું રોગિષ્ઠ બની મરી જાય છે. પેટમાં જીવાણુ ઉત્પન્ન ન થાય માટે તરત દવાનો આ ડોઝ પિવડાવવામાં આવે છે. દસ દિવસ સુધી રોજરોજ તે નિયમિત પિવડાવાય છે. દસેક દિવસમાં ધેટાંને થોડું થોડું ઊન આવ્યું હોય છે, એથી તેની તાકાત સહજે . વધી હોય છે. ત્યારપછી તે પોતાની મેળે સાજું રહે છે.” માલિકે ત્યારપછી ઘેટાંના વાળના નમૂના જોવા અમને આપ્યા. પગના, પેટના, ડોકના અને બાકીના શરીરના વાળમાં સ્પષ્ટ ફરક જણાતો હતો. વાળનું વર્ગીકરણ કરી જુદા જુદા કોથળામાં ભરવામાં આવ્યા. ઘેટાંના વાળ મુંડન પછી નીચે ગંદી જગ્યામાં પડવાને કારણે બહુ ગંધાતા હતા. ફાર્મના માલિકે અમને કહ્યું, “ઇલેક્ટ્રિક અસ્ત્રાની શોધ થયા પછી ઘેટાંને મૂંડવાનું કામ સરળ થઈ ગયું છે. પહેલાં અમે ઘેટાંને લાંબી કાતર વડે મૂંડતા ત્યારે એક ઘેટાને મૂંડવામાં લગભગ અડધો કલાક ચાલ્યો જતો. ઘેટાને Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પાસપૉર્ટની પાંખે કાતર લાગી ન જાય એની બહુ સંભાળ રાખવી પડતી. એટલા માટે એના શરીર પર વાળ રહેવા દેવા પડતા. કાતર વડે કેશલોચ ક૨વાને લીધે લાંબા વાળ ઓછા ઊતરતા અને કેટલીક વાર તેના ટુકડા થઈ જતા. ઇલેક્ટ્રિક અસ્ત્રા નીકળ્યા પછી અસ્ત્રો ઘેટાની ચામડીને અડોઅડ ફેરવી શકાય છે. એટલે લાંબા વાળ સારા પ્રમાણમાં ઊતરે છે અને ઘેટાને બોડવાનું કામ પાંચસાત મિનિટમાં પતી જાય છે. પહેલાં એક દિવસમાં કાતર વડે એક માણસ પચ્ચીસથી ત્રીસ ઘેટાં બોડી શકતો. હવે અસ્ત્રા વડે દોઢસો જેટલાં ઘેટાં બોડી શકાય છે. ઇલેક્ટ્રિક અસ્ત્રા નીકળ્યા પછી ઊનનો વેપાર ઘણો વધી ગયો છે. કોઈ કોઈ મોટા કારખાનામાં એકસાથે પંદર વાળંદો મુંડનનું કાર્ય કરતા હોય છે. એટલા જ બીજા માણસો ઘેટાંઓને હારબંધ ગોઠવવામાં, ઊન એકઠું કરવામાં અને કારખાનું સ્વચ્છ રાખવામાં રોકાય છે. ફાર્મના માલિક પાસે લગભગ પંદર હજાર ઘેટાં છે. શિયાળા દરમિયાન ઘેટાંનાં શરીરે સારું ઊન ઊગી ગયું હોય છે. એટલે શિયાળા પછી ઘેટાંમુંડનનું કાર્ય લગભગ રોજ ચાલતું હોય છે. કેટલોક સમય તો તે માટે બીજા માણસો પણ રાખવા પડે છે. જેમ જેમ કોથળાઓમાં ઊન ભરાતું જાય તેમ તેમ ઊનના કારખાનાના માણસો રોજેરોજ આવીને ઊન લઈ જતા હોય છે. આ મેલું, ગંધાતું, જીવાતવાળું ઊન કારખાનામાં રસાયણો દ્વારા સાફ થાય છે. તેની જાત પ્રમાણે તેનું વર્ગીકરણ થાય છે અને પછી તે વણાટમાં ચાલ્યું જાય છે. દુનિયામાં ઉત્તમ પ્રકારનું ઊન ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડના ‘મેરિનો' જાતનાં ઘેટાંમાંથી મળે છે. કોઈ કોઈ ઘેટાં પંદરથી વીસ કિલો જેટલું ઊન આપે છે. મેરિનો ઉપરાંત રોમને, પિરેન્દલ વગેરે ઓગણીસ બીજી જાત ઘેટાંઓની ન્યૂઝીલૅન્ડમાં છે જેનું ઊન સારું ગણાય છે. ડ્રિસ્ડલ નામનાં ઘેટાં વરસમાં બે વાર ઊન આપે છે. ભન માટેનાં ઘેટાં(Woll-Sheep)ની અને માંસ માટેનાં ઘેટાં(Meet-Sheep)ની જાતમાં અને એના ઉછેરમાં ઘણો ફરક હોય છે. અલબત્ત છેવટે તો બધાંની કતલ જ થાય છે. આયુષ્ય પૂરું ભોગવીને કુદરતી મોતથી મરવાવાળાં ઘેટાં તો કોઈક જ. વરસાદને કારણે ખીણમાં લપસી પડીને મૃત્યુ પામતાં ઘેટાંની સંખ્યા ન્યૂઝીલૅન્ડમાં વરસે દોઢ લાખથી વધુ હોય છે. ન્યૂઝીલૅન્ડના અર્થતંત્રમાં ઘેટું અગત્યનું પ્રાણી છે. ત્રીસ લાખની વસતિવાળા આ નાનકડા દેશમાં ઘેટાંની વસતિ આઠ કરોડથી વધુ છે. કેટલાક ફાર્મ-માલિકો પાસે બે-ત્રણ લાખથી વધુ ઘેટાં હોય છે અને તેઓ ઊનના બજારના રાજા કહેવાય છે. આવા એક માલિકે થોડા વખત પહેલાં લંડનની ઊનબજારના ભાવ ગગડાવ્યા હતા. Page #60 -------------------------------------------------------------------------- ________________ ઘેટાંમુંડન ૩૯ ઘેટાંમુંડનના મકાનના આ ખંડમાં વાળ, પેશાબ, લીંડી અને દવાઓને કારણે દુર્ગંધ એટલી મારતી હતી કે અમારાંમાંથી કેટલાંકે તો મોઢે આડો રૂમાલ રાખ્યો હતો. કેટલાંક તો થોડી વારમાં જ બહાર નીકળીને ઊભા રહ્યા હતા. પાંચ-સાત મિનિટ ઊભા રહેવું તે પહેલી વાર જનારને માટે અસહ્ય હતું. રોજની ટેવને લીધે ઘેટાં ફંડનારને તે એટલું અસહ્ય લાગતું ન હતું. વ્યવસાયને કારણે માણસ ભાતભાતની દુર્ગંધોથી ટેવાઈ જાય છે, કારણ કે નાક કરતાં પેટ મોટું છે. અમે બહાર નીકળતાં હતાં ત્યારે અમારા ગાઇડે કહ્યું, “મહેરબાની કરીને તમારાં બૂટચંપલ બરાબર સાફ કરીને નીકળજો, નહિ તો આખા રસ્તે દુર્ગંધ તમને સતાવશે.'' કારખાનામાં દાદર ઊતરતાં નીચે પગલુછણિયું તારના મિશ્રણવાળું હતું, કારણ કે ઘેટાંના ગંદા ચીકણા વાળ પગરખામાં સખત ચોંટી જાય છે. ત્યાં પગરખાં સાફ કરવા માટે સૂચના પણ લખેલી હતી. અમે બધાં બસમાં બેઠાં. બાબરી ઉતરાવ્યા પછી ક્ષીણકાય બનેલા અને બેં બેં કરતાં પેલાં ગરીબડાં ઘેટાંનું દૃશ્ય અમારી નજર સામેથી ખસતું ન હતું. જેમ જેમ બસ ચાલી તેમ તેમ બહારથી ખુલ્લો તાજો પવન આવવા લાગ્યો. ચારે બાજુ પ્રાકૃતિક સૌંદર્ય નયનરમ્ય હતું. આમ છતાં થોડી વારમાં અમારાં ચિત્ત અપ્રસન્ન બનવા લાગ્યાં કારણ કે બસમાં ક્યાંકથી બદબો પ્રસરવા લાગી. ડ્રાઇવરને એની તરત ખબર પડી ગઈ. એણે બસ ઊભી રાખી અને કહ્યું, “મેં સૂચના આપી હતી છતાં તમારામાંના કોઈકે પોતાનાં પગરખાં બરાબર સાફ કર્યાં લાગતાં નથી. હવે બધાંને ઉતારીને મારે તે તપાસવાં પડશે.’' અમે બધાં બસમાંથી નીચે ઊતરી ગયાં. દરવાજા પાસે ઊભા રહીને ડ્રાઇવરે દરેકને વારાફરતી પગ ઊંચો કરાવ્યો અને પગરખાંનાં તળિયાં તપાસ્યાં. અમારામાંની જે ત્રણ મહિલાઓ દુર્ગંધને કારણે કારખાનામાંથી તરત નીકળી ગઈ હતી તેઓ પોતાનાં પગરખાં સાફ કર્યા વગર બસમાં બેસી ગઈ હતી. એમનાં પરગખાંને ઘેટાંના ગંધાતા વાળ ચોંટી ગયા હતા. ડ્રાઇવરે આપેલા તીક્ષ્ણ સોયા વડે તેઓએ પગરખાં સાફ કર્યાં. ડ્રાઇવરે બસમાં સાફસૂફી કરી. સુગંધી દવા છાંટી. અમે બધાં બસમાં બેઠાં. અમારી બસ ફરી પાછી ચાલવા લાગી. ડ્રાઇવરે કહ્યું, “ઘેટાંના વાળની દુર્ગંધનો ત્રાસ બહુ મોટો નથી. પરંતુ એ વાળને કારણે અચાનક તમે ક્યાંક લપસી પડો એ જોખમ મોટું છે. બેદ૨કારીને કારણે એવા કિસ્સા કોઈક વખત બને છે. માટે અમારે આ સાવચેતી રાખવી પડે છે.’ a · ઘેટાંમુંડનના કાર્યક્રમનો એક નવો અનુભવ લઈ અમે ચાલ્યાં. કાચો રસ્તો છોડી અમારી બસ હવે ધોરી રસ્તા પર ધસતી જતી હતી, પરંતુ પેલું વિચિત્ર લાગતું બોડકું બનેલું મેંઢકું અમારી નજરમાંથી જલદી ખસતું નહોતું. . Page #61 -------------------------------------------------------------------------- ________________ કુટુંબપ્રેમ અમેરિકામાં ફિલાડેલ્ફિયામાં હું મારા મિત્ર ડૉ. પંકજભાઈ વ્યાસને ત્યાં ઊતર્યો હતો. તેમનું ઘર ત્યારે ઘણું નાનું હતું. ઘર વિશે વાત નીકળી ત્યારે તેમણે. કહ્યું, “અમારે મોટા ઘરમાં રહેવા જવું છે; પરંતુ હજુ વાર લાગશે, કારણ કે આ ઘર અમારે પાછું કોને સોંપવું તેનો પ્રશ્ન છે.” “કેમ ? એની માલિકી માટે કોઈ કાયદેસરની ગૂંચ છે ?” મેં પૂછ્યું. ના; હકીકતમાં તો એના માલિકીપણામાં અત્યારે કોઈને રસ નથી.” “એમ કેમ ?' “એ જ તો અમેરિકન જીવનની એક ખાસિયત છે.” પંકજભાઈએ પછી વિગતે વાત કરતાં કહ્યું, “અમે અમેરિકામાં રહેવા આવ્યાં ત્યારે ઘણાંને મોઢે સાંભળ્યું હતું કે “ધી ફેમિલિઝ આર બ્રેકિંગ ઇન અમેરિકા.” જોકે અમે તે બહુ સાચું માનતા ન હતાં. પરંતુ પછી તો અમે પોતે તે નજરોનજર જોયું. અમારા જ મકાનમાં અમારા મકાનમાલિકનું કુટુંબ નીચે રહેતું હતું. ચાર સભ્યનું નાનું કુટુંબ હતું. પતિપત્ની અને દીકરો તથા દીકરી. બંને સંતાનો યુનિવર્સિટીમાં ભણે. પૈસે-ટકે ખૂબ સુખી કુટુંબ, પતિને દારૂની જબરી આદત. એક દિવસ સવારે પતિનું અચાનક અવસાન થયું. બપોરે દફનવિધિ થઈ. રાત્રે મા અને દીકરી વચ્ચે કંઈ ઝઘડો ચાલ્યો. બીજે દિવસે સવારે વિધવા મા ઘર છોડીને ભાગી ગઈ અને કોઈકને પરણી ગઈ. મા દીકરીને કહેતી હતી કે, “મારો ધણી મરી ગયો તે પોતાની દારૂની લતને કારણે. તેમાં મારો શો વાંક ? હું શા માટે દુઃખી થાઉં ?” મા ભાગી ગઈ. પછી બીજે દિવસે ભાઈ અને બહેને ફેંસલો કરી લીધો. ભાઈ પોતાની એક ગર્લફ્રેન્ડ સાથે રહેવા માટે ક્યાંક ચાલ્યો ગયો. બહેન પણ પોતાના એક બૉયફ્રેન્ડ સાથે પરણવા માટે બીજે ગામ ભાગી ગઈ. ત્રણેક દિવસમાં આ બધી ઘટનાઓ ઝડપથી બની ગઈ. ત્રણ મહિના થયા, પણ કોઈ પાછું ફરક્યું નથી. આ ઘરની માલિકીમાં કોઈને રસ નથી. હજુ કોઈએ આવીને અમારી પાસે ભાડું ઉઘરાવ્યું નથી, કે કોઈ એકબીજાને મળ્યાં નથી. અમે જોયેલું કુટુંબ ઘડીકમાં નામશેષ થઈ ગયું.” Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૧ કુટુંબપ્રેમ અમેરિકામાં યુવકયુવતીઓ ગમે તેટલાં શ્રીમંત હોય તોપણ તરત પોતાનું કમાવાનું ચાલુ કરી દે છે. મોજથી પૈસા ઉડાવે છે. ક્યારેક ખૂટે તો ત્રાસ આપીને માબાપ પાસેથી પડાવે છે. મોટા થતાં, અને લગ્ન થયા પછી તો અચૂક માબાપ સાથે તેઓ રહેતાં નથી. લગ્ન, છૂટાછેડા અને પુનર્લગ્નના બનાવો બહુ ઝડપી બનતા હોય છે. એને લીધે થોડા વખત પહેલાં જોયેલાં કુટુંબો એના એ રૂપે ફરી તરત જોવા મળે કે ન મળે. - પંકજભાઈએ કહેલી વાત સાંભળી આખો દિવસ મારું મન અમેરિકન કુટુંબજીવન વિશે વિચાર કરતું રહ્યું. એ દિવસે સાંજે અમે પંકજભાઈની સાથે એમને એક અમેરિકન મિત્રને ત્યાં જમવા ગયાં. અમે પહોંચ્યાં એટલે મિત્રે પોતાની પત્નીનો અને ત્રણ સંતાનોનો પરિચય કરાવ્યો. પરિચય પછી સંતાનો પોતપોતાના રૂમમાં ચાલ્યાં ગયાં. જમવામાં કોઈ અમારી સાથે જોડાયાં નહિ. જમતાં જમતાં ભારત અને અમેરિકાની રહેણીકરણીની અને કુટુંબવ્યવસ્થાની વાત નીકળી. ભારતમાં એક જ ઘરમાં ત્રણ પેઢી સાથે રહેતી હોય એવી વાતની અમેરિકન દંપતીને બહુ નવાઈ લાગી. પરણેલો યુવક પોતાનાં માબાપ સાથે રહે એ જ જ્યાં અઘરું મનાય છે, ત્યાં માબાપ ઉપરાંત દાદાદાદી અને વળી ક્યારેક કાકાકાકી અને એમનાં સંતાનો એ બધાં એકસાથે રહે એ તો સામાન્ય અમેરિકનને જલદી ગળે ન ઊતરે એવી વાત છે. અમારાં યજમાન અમેરિકન દંપતીએ ફરિયાદ કરતાં કહ્યું, “અમને અમારાં સંતાનોનો પ્રેમ મળતો નથી. તમે આજે મહેમાન તરીકે આવ્યા છો એટલે અમારા સંતાનો ઉપચાર ખાતર તમને મળવા આવ્યાં અને તરત જ પાછાં ચાલ્યાં ગયાં. અમારા કોઈ પણ મિત્રો મળવા આવે ત્યારે અમારાં સંતાનોને બોલાવીએ તો માત્ર “હલ્લો કરવા આવે. અમસ્તાં પણ તેઓ અમારી સાથે વાત કરતાં નથી. કંઈક કહીએ તો સામાં થઈ જાય છે. અમારી મોટી બે દીકરીઓ તો ઘડીકમાં એક તો ઘડીકમાં બીજા છોકરા સાથે ચારચાર પાંચ પાંચ દિવસ રખડવા ચાલી જાય છે અને તે પણ કહ્યા વગર, રાતના એના રૂમમાં ન આવી હોય ત્યારે જ અમને ખબર પડે છે કે એ ક્યાંક રખડવા ગઈ હશે !” પોતાનાં સંતાનો માટેની એમની ફરિયાદમાં દુઃખ હતું. આવી પરિસ્થિતિના કારણોની ચર્ચા ચાલી. મેં કહ્યું, “આનાં ઘણાં કારણો છે. પરંતુ પશ્ચિમના દેશોમાં આમાં એક મહત્ત્વનું કારણ સંતાનોને નાની ઉંમરથી જ એમના પોતાના જુદા ઓરડા આપી દેવામાં આવે છે એ પણ છે. પરિણામે વ્યક્તિવાદી દેશોમાં સંતાનોમાં એકલતાવાદ જન્મે છે અને વધે છે. માબાપ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પાસપૉર્ટની પાંખે પ્રત્યેનો તેમનો પ્રેમ ઓછો થતો જાય છે.' દાખલો આપતાં મેં કહ્યું, “શિકાગોમાં મારા એક ભારતીય મિત્રને ત્યાં હું રહ્યો હતો. ત્યારે મેં જોયું હતું કે એમણે પોતાના એક વર્ષના બાળકને એના જુદા રૂમમાં સુવડાવવાનું ચાલુ કરી દીધું હતું. જે બાળક આટલી નાની ઉંમરે સ્વતંત્ર ઓરડામાં એકલું રોજેરોજ આખી રાત વિતાવે તે બાળકમાં માતાપિતા પ્રત્યેની વહાલની લાગણી બહુ ન ખીલે તે સ્વાભાવિક છે. માનસશાસ્ત્રીઓ પણ કહે છે કે બાળક થોડું મોટું થાય ત્યાં સુધી રાત્રે એને માતાના શરીરની હૂંફની જરૂર રહે છે. એ મિત્રને મેં ટકોર કરી હતી પણ તેમને તે બહુ ગમી ન હતી. એટલે અમેરિકન બાળકો જેવી જ તેમના બાળકની સ્થિતિ થવાની સંભાવના છે.' અમેરિકામાં કુટુંબઅેમ નથી જ એમ નહિ કહી શકાય. પરંતુ એકંદરે પરણ્યા પછી સંતાનોનો માબાપ પ્રત્યેનો પ્રેમ અને આવવાજવાનો વ્યવહાર ઓછો થઈ જાય છે. લોકો પણ એ પરિસ્થિતિથી એવા ટેવાઈ ગયા છે કે એના કરતાં વધુ લાગણીસભર સ્થિતિની કલ્પના જ તેમને હોતી નથી. પશ્ચિમના દેશોમાં આ પ્રશ્ન ગંભીર બનતો જાય છે. તેમાં પણ જ્યાં પતિપત્ની વચ્ચે રાષ્ટ્ર, ભાષા, ધર્મ, સંસ્કાર વગેરેની દૃષ્ટિએ ભિન્નતા હોય છે ત્યાં આ પ્રશ્ન એથી વધુ વિકટ બને છે. કુટુંબપ્રેમની સમસ્યા પશ્ચિમના દેશોમાં જેટલી ઉગ્ર છે તેટલી ભારતમાં નથી. Page #64 -------------------------------------------------------------------------- ________________ પાનસુનજોમ શિયાળામાં ડિસેમ્બર મહિનામાં મારા ભાઈ ભરતભાઈ સાથે હું દક્ષિણ કોરિયાના પાટનગર સોલ (SEOUL - કોરિયાના લોકો એનો “સિકલ’ નહિ પણ “સોલ' ઉચ્ચાર કરે છે) ગયો હતો. સોલનાં તમામ મકાનો હિમાચ્છાદિત થઈ ગયાં હતાં. સોલથી દક્ષિણ કોરિયાની ઉત્તર સરહદે પાનમુનજોમ નામના સ્થળે જવાનો અમારો કાર્યક્રમ હતો. પાનમુનોમનું નામ પડતાં જ કૉલેજમાં હું અભ્યાસ કરતો હતો અને સાથે વર્તમાનપત્રમાં નોકરી કરતો હતો તે સમયનાં મારાં સ્મરણો તાજાં થયાં, કારણ કે તે સમયે ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે જે લડાઈ ચાલતી હતી તેના રોજેરોજના સમાચારો અને છાપામાં છાપતા. છેવટે યુદ્ધવિરામની શરતો પાનમુનોમ નામના નાનકડા ગામમાં થઈ હતી એ હું જાણતો હતો. એટલે ત્યાં જવાની વાત થતાં જ હું ઉત્સાહમાં આવી ગયો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું કે પાનમુનજોમમાં કોરિયનોને જવા દેતા નથી. માત્ર વિદેશીઓને જ જવા દેવામાં આવે છે. દરેકે પોતાનો પાસપોર્ટ ત્યાં સાથે રાખવો જરૂરી છે. પાનમુનજોમ જવા માટે નામ નોંધાવ્યું હોય તોપણ ત્યાં અધિકારીઓની જો કોઈ મિટિંગ ગોઠવાઈ હોય અથવા કોઈ બનાવ બન્યો હોય તો પ્રવાસીઓ માટેનો કાર્યક્રમ અચાનક રદ કરવામાં આવે છે. જુદા જુદા દેશના અને લગભગ ત્રીસેક પ્રવાસીઓ પાનમુનજોમ જોવા માટે બસમાં રવાના થયા. બસમાં બેસતાં પહેલાં અમારી ટૂરના ગાઈડે બધાંના પાસપૉર્ટ પોતાની પાસે રાખી લીધા. વળી સૂચના આપતાં એણે કહ્યું, “બીજી કોઈ પણ ટૂર કરતાં તમારી આ ટૂર તદ્દન અનોખી છે. આ એક ગંભીર ટૂર છે. તમને વખતોવખત સૂચનાઓ અપાતી રહેશે અને તમારે એનો કડક અમલ કરવાનો રહેશે. તેમાં જરા પણ ગફલત થશે તો તત્ક્ષણ કાર્યક્રમ રદ થશે અને તમને બધાંને તરત પાછાં મોકલી દેવામાં આવશે. એકની ભૂલને માટે બધાંને સહન કરવું પડે તે માટે સાવધ રહેશો. સૂચનાઓ આ પ્રમાણે છે : પાનમુનોમના વિસ્તારોમાં (૧) તમને હસવાની મનાઈ છે, (૨) સિગારેટ પીવાની મનાઈ છે, (૩) કેટલી જગ્યાએ ફોટો પાડવાની Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પાસપૉર્ટની પાંખે મનાઈ છે, (૪) મોટેથી વાતો કરવાની મનાઈ છે, (૫) એકબીજાંને ઇશારો કરવાની મનાઈ છે, (૬) જૂથમાંથી છૂટા પડી એકલાં દૂર જવાની મનાઈ છે, (૭) ફરજ પરના કોઈ સૈનિક સામે તાકી રહેવાની મનાઈ છે. જાતજાતની મનાઈની સૂચનાઓ સાંભળતાં જ કેટલાકના ચહેરા ગંભીર બની ગયા. પોતાને વાંકે બધાંની ટૂર ન બગડે તેને માટે સહુ સાવચેત થઈ ગયાં. સોલથી લગભગ સાઠ કિલોમીટર દૂર પાનમુનજોમ આવ્યું છે. અમારી બસ એ દિશામાં ચાલી. સોલની સરહદમાંથી બહાર નીકળી અમે દક્ષિણ કોરિયાના લશ્કરી વિસ્તારમાં દાખલ થયાં. અમારા પાસપૉર્ટ તપાસાયા. આગળ જતાં રસ્તામાં ફિલિપાઇન્સના સૈનિકોનું સ્મારક આવ્યું. કોરિયાના યુદ્ધમાં જે જુદા જુદા દેશોએ ભોગ આપ્યો હતો એમાં ફિલિપાઇન્સના સૈનિકોની ખુવારી પણ ઘણી મોટી હતી. તેમની સ્મૃતિમાં દક્ષિણ કોરિયાની સરકારે આ સ્મારક ઊભું કર્યું છે. અમારી બસ ત્યાર પછી એક સરહદ ઉપર આવી પહોંચી. બધાંના પાસપૉર્ટ અહીં ફરીથી તપાસવામાં આવ્યા. અમારી બસમાં એક અમેરિકન લશ્કરી ઑફિસર આવી પહોંચ્યો. એણે અમને બધાંને કહ્યું, “પાનમુનજોમની મુલાકાત માટે હવેથી હું તમારો લશ્કરી ગાઇડ છું. હવે તમે બધાં મારા ચાર્જમાં છો. મારી સૂચના પ્રમાણે જ બધાંએ ચાલવાનું રહેશે. તમારી આ ટૂરના ગાઇડે તમને બધાંને સૂચના આપી જ હશે, છતાં તે બધી હું ફરીથી બોલી જાઉં છું.'' એમ કહી એણે બધી સૂચનાઓ અમને ફરીથી કહી. ત્યાર પછી પાનમુનજોમ વિશે ઐતિહાસિક માહિતી આપતાં એણે કહ્યું, “હવે આપણે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેના બફર ઝોનમાં દાખલ થઈએ છીએ. ઉત્તર અને દક્ષિણ કોરિયાના ભાગલા પાડતી દોઢસો માઈલ લાંબી અને બે માઈલ પહોળી આ સરહદ ‘બિનલશ્કરી ઝોન' અથવા બફર ઝોન તરીકે ઠરાવવામાં આવી છે. તમને યાદ હશે કે બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાન ઉપર અણુબૉમ્બ નાખવામાં આવ્યા તે પછી તરત જ જાપાને અમેરિકાની શરણાગતિ સ્વીકારી અને વિશ્વયુદ્ધ બંધ થયું. પરંતુ આ વિશ્વયુદ્ધના છાંટા કોરિયામાં જુદી રીતે ઊડ્યા. ત્યારે આખું કોરિયા જાપાનની સત્તા નીચે આવી ગયું હતું. જાપાને શરણાગતિ સ્વીકારી એટલે અમેરિકન સૈનિકોએ જાપાન પછી તરત જ કોરિયાનો કબજો લેવા માંડ્યો. પરંતુ એ જ વખતે બીજા વિશ્વયુદ્ધની યુરોપની મોટામાં મોટી સત્તા તે સોવિયેટ યુનિયને પણ પોતાની બાજુથી કોરિયામાં જાપાની સૈનિકો પાસે શરણાગતિ સ્વીકારાવી. Page #66 -------------------------------------------------------------------------- ________________ પાનમુનજોમ ૪૫ આમ બંને સત્તાઓ સામસામી આગળ વધતાં વધતાં ૩૮ અક્ષાંશની હરોળ સુધી પહોંચી. ત્યાર પછી કૅરોમાં યોજાયેલી પરિષદમાં અને ૧૯૪૭માં યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બ્લીમાં ઠરાવ થયો કે ઉત્તર અને દક્ષિણ કોરિયામાં મુક્ત ચૂંટણીઓ યોજીને એને એક અખંડિત સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવું. પરંતુ ૧૯૪૮માં સોવિયેટ યુનિયને ઉત્તર કોરિયામાં ચૂંટણી થવા દીધી નહિ. દક્ષિણ કોરિયામાં ચૂંટણીઓ થઈ અને તેમાં ‘રિપબ્લિક ઑફ કોરિયા'ના નામથી રાષ્ટ્રની રચના થઈ. સોવિયેટ યુનિયને ચૂંટણી ન કરી, પરંતુ ત્યાં ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઑફ કોરિયા'ના નામથી સરકારની રચના કરી. પરિણામે ઉત્તર અને દક્ષિણ કોરિયાને એક બનાવવાની યોજના અને આશા ધૂળમાં મળી. બે હજાર વર્ષથી એક જ પ્રજા તરીકે જીવી રહેલા કોરિયનોની માતૃભૂમિના બે ટુકડા થઈ ગયા.' '' ૧૯૫૦માં સોવિયેટ યુનિયને તાલીમ આપેલા ઉત્તર કોરિયાનાં લશ્કરી દળોએ દક્ષિણ કોરિયા ઉપર અચાનક આક્રમણ કર્યું. દક્ષિણ કોરિયા પાસે પૂરી તૈયારી ન હતી. અમેરિકન દળોને કોરિયા છોડ્યાને એક વર્ષ થઈ ગયું હતું. દક્ષિણ કોરિયાએ પોતાની આ લાચારીભરી સ્થિતિમાં દુનિયાનાં રાષ્ટ્રોને સહાય માટે અરજ કરી. અમેરિકા સહિત ઑસ્ટ્રેલિયા, કૅનેડા, બ્રિટન, ફ્રાન્સ, ફિલિપાઇન્સ વગેરે ૧૬ દેશોએ પોતાનાં સૈન્યોને તાબડતોબ કોરિયામાં મોકલી આપ્યાં. ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે ભયંકર યુદ્ધ થયું. ઉત્તર કોરિયા પીછેહઠ કરવા લાગ્યું. એથી ઉત્તર કોરિયાની સહાય માટે સામ્યવાદી ચીને પોતાનાં લશ્કરી દળો મોકલ્યાં. આ રીતે લગભગ એક વરસ સુધી ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે યુદ્ધ ચાલ્યું. ૧૯૫૧ના જૂન મહિનામાં સોવિયેટ યુનિયને યુનાઇટેડ નેશન્સમાં યુદ્ધવિરામની દરખાસ્ત મૂકી. એ સ્વીકારાઈ એટલે યુદ્ધવિરામ માટે વાટાઘાટો શરૂ થઈ. પરંતુ યુદ્ધવિરામની એ વાટાઘાટો કેટલો સમય ચાલી હશે ? બે વરસ અને સત્તર દિવસ. આટલા સમયમાં બંને પક્ષ વચ્ચે વિધિસરની પાંચસો જેટલી બેઠકો પાનમુનોમમાં યોજાઈ. દુનિયાના ઇતિહાસમાં યુદ્ધવિરામ માટે આ લાંબામાં લાંબી વાટાઘાટો છે. આ સમય દરમિયાન પાનમુનજોમ ગામ તો નાશ પણ પામી ચૂક્યું હતું. જ્યાં વાટાઘાટો યોજાતી હતી તે મકાન પણ ખંડિયેર થઈ ગયું હતું. પછીથી તો વાટાઘાટો પણ તંબૂમાં યોજવામાં આવતી. યુદ્ધવિરામની બધી શરતો નક્કી થઈ અને ૧૯૫૩માં જુલાઈની સત્યાવીસમી તારીખે પાનમુનજોમમાં સવારે દસ વાગે સહીસિક્કા કરવા માટે છેલ્લી બેઠક Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પાસપોર્ટની પાંખે યોજવામાં આવી. આ બેઠક માટેનું મકાન નવું બાંધવામાં આવ્યું. સોવિયેટ યુનિયનની મદદથી સામ્યવાદી કોરિયાએ ૭૨ કલાકમાં તે બાંધ્યું. ૪૦૦ મજૂરો ચોવીસ કલાક કામ કરતા રહ્યા અને બેઠકના સમયે મકાન તૈયાર થઈ ગયું. યુદ્ધવિરામ દસ્તાવેજ ઉપર સહીસિક્કા કરવા માટેની બેઠકમાં સહી કરનારાઓ હતા : (૧) યુનાઇટેડ નેશન્સ કમાન્ડના, (૨) કોરિયન પીપલ્સ આર્મીના અને (૩) ચાઇનીઝ પીપલ્સ વૉલન્ટિયર્સના મુખ્ય પ્રતિનિધિઓ અને સરસેનાપતિઓ. સવારે બરાબર દસના ટકોરે બેઠક મળી. ૧૮ નકલો ઉપર તેમણે બધાએ વારાફરતી સહીઓ કરી. બધા જ અતિયશ ગંભીર હતા. આ બેઠકમાં કોઈ એક શબ્દ પણ બોલ્યા નહિ. સહી કરવાનું કામ પત્યું એટલે ગંભીર ચહેરે સૌ ઊભા થયા. ન કોઈએ આનંદ વ્યક્ત કર્યો, ન ચહેરા પર સ્મિત ફરકાવ્યું, ન હાથ મિલાવ્યા, ન આભાર માન્યો. ઊભા થઈને પોતે જે દરવાજે આવ્યા હતા તે દરવાજેથી તેઓ ચૂપચાપ પાછા ચાલ્યા ગયા. આટલી બધી ઔપચારિક, ગંભીર, ઠંડી, શબ્દરહિત અને નિપ્રાણ બેઠક યુદ્ધોના ઇતિહાસમાં ભાગ્યે જ બીજી હોઈ શકે. ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે આજ દિવસ સુધી હજુ સુલેહ અને શાંતિ સ્થપાઈ નથી. માત્ર યુદ્ધવિરામની સ્થિતિ જ ચાલ્યા કરે છે. બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામની શરતોનો ભંગ થાય તો તે માટે નિશ્ચિત કરેલા સમયે ફરજ પરના ઑફિસરો બેઠકનો સમય નક્કી કરે છે. આરંભનાં વર્ષોમાં બિનલશ્કરી વિસ્તારમાં ગમે ત્યાં બેઠક યોજી શકાતી. પરંતુ કેટલાક ફરજ પરમ ઓફિસરોને છૂપી રીતે ગોળીથી વીંધી નખાયા પછી કોઈને એકબીજાની સરહદમાં જવું ન પડે તે માટે બંને દેશોની બરાબર વચ્ચે જોઈન્ટ સિક્યોરિટી એરિયા નક્કી કરવામાં આવ્યો છે અને ત્યાં કૉન્ફરન્સ હોલ બાંધવામાં આવ્યો છે. આ હૉલમાં ટેબલ પણ એવી રીતે ગોઠવવામાં આવ્યાં છે કે જેથી ટેબલની ઉપર બરાબર અધવચ્ચેથી ઉત્તર અને દક્ષિણ કોરિયાની હદ દર્શાવતી રેખા પસાર થાય. ટેબલ ઉપર સીધી લીટીમાં ગોઠવેલાં માઇકના વાયર વડે આ હદ દર્શાવવામાં આવી છે. ઇંચ ઇંચ માપીમાપીને ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેની સરહદ ટેબલની અધવચ્ચેથી પસાર થાય છે. બે દેશો વચ્ચે આટલી ચુસ્ત સરહદરેખા દુનિયામાં ભાગ્યે જ બીજે ક્યાંય હશે ! યુદ્ધવિરામના ભંગ માટે અત્યારસુધીના ત્રીસેક વર્ષના ગાળામાં દક્ષિણ કોરિયાએ પિસ્તાલીસ હજાર વાર ફરિયાદ કરી છે. તેમાંથી પહેલા વર્ષે ઉત્તર કોરિયાએ ફક્ત બે વખત યુદ્ધભંગ કર્યાની કબૂલાત કરી. પરંતુ પછીથી એણે ગમે તે પ્રકારનો યુદ્ધભંગ કર્યો હોય અને ઓફિસરોને ઠાર કર્યા હોય, તોપણ Page #68 -------------------------------------------------------------------------- ________________ પાનમુનજોમ ૪૭ એક જ ટૂંકો જવાબ આપવાનું શીખી લીધું છે : “અમે સાવ નિર્દોષ છીએ. અમે યુદ્ધવિરામનો ભંગ કર્યો નથી.” યુદ્ધવિરામના આ પ્રદેશમાં દાખલ થતાં પહેલાં અમારી પાસે એક ફૉર્મમાં સહી કરાવી લેવામાં આવી. તેમાં લખ્યું હતું : “અચાનક ગોળીબાર થાય કે તંગ પરિસ્થિતિ થાય અને કોઈને કંઈ પણ ઈજા થાય કે મૃત્યુ થાય તો તેને માટે યુનાઇટેડ નેશન્સ ઑરગેનાઇઝેશન જવાબદાર નથી.” ત્યાર પછી યુનાઇટેડ નેશન્સના એક ઉચ્ચ લશ્કરી અધિકારી પોતાની જીપમાં બેસીને આવ્યા. તેઓ અમારી બસને પોતાની જીપની પાછળ પાછળ દોરી જવા લાગ્યા. અમને બતાવવામાં આવ્યું કે બે માઈલ પહોળા બિનલશ્કરી ઝોનના સળંગ વિસ્તારમાં દક્ષિણ કોરિયાના જે લોકોને આવીને વસવું હોય તે વસો શકે છે. તેવી રીતે વસવાટ કરનારને કરવેરામાંથી મુક્તિ પણ આપવામાં આવે છે. પરંતુ થોડા લાચાર ગરીબ ખેડૂતો સિવાય કોઈ ત્યાં આવીને વસ્યું નથી. કારણ કે તેમાં જાનનું જોખમ રહેલું છે. અમારી બસ હવે જૉઇન્ટ સિક્યોરિટી એરિયામાં દાખલ થઈ. આ બહુ જ કડક બંદોબસ્તવાળો વિસ્તાર હતો. અમને બધાંને લશ્કરી અમલદારોના રહેઠાણ પાસે એક હૉલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે થયેલા યુદ્ધ અને યુદ્ધવિરામ વિશેની કેટલીક સ્લાઇડ બતાવવામાં આવી. અમારામાંના કેટલાકે આ બધી ઐતિહાસિક માહિતીમાં ઠીકઠીક રસ દાખવ્યો. કેટલાકે પ્રશ્નો પૂછ્યા. એથી અમેરિકન લશ્કર ઑફિસર રાજી થયો. પછી અમારે કૉન્ફરન્સ હૉલમાં જવાનું હતું. તે માટે ઓળખપત્ર તરીકે દરેકને એક બિલ્લો પહેરવા આપવામાં આવ્યો. કોન્ફરન્સ હૉલમાં અમે દાખલ થયા. વાતાવરણ અતિશય ગંભીર અને ગમગીન હતું. કોઈના ચહેરા ઉપર સ્મિત નહોતું. બલ્કે સ્મિત કરવાની કાયદેસરની મનાઈ પણ હતી. બરાબર વચ્ચે ગોઠવેલાં ટેબલો ઉપરથી ઉત્તર અને દક્ષિણ કોરિયાની સરહદની જે લીટી પસાર થાય છે તે અમે જોઈ. અહીં ટેબલ કે એની આસપાસની ખુરશીને અમારું વજ્ર પણ અડી જાય તો તે યુદ્ધવિરામનો ભંગ ગણાય. એ માટે બહુ સાચવીસાચવીને ધીમે ધીમે હૉલમાં ફરતા હતા. જેવા અમે દાખલ થયા કે તરત જ ઉત્તર કોરિયાના ફરજ પરના સૈનિકો હૉલની કાચની બારીઓની બહાર આવીને ઊભા રહ્યા. ઝીણી આંખો અને કડક મુખમુદ્રા સાથે તેમણે બધાએ પોતાના કૅમેરા અમારી સામે તાકીને રાખ્યા. કોઈ હસે, ઇશારો કરે, સિગારેટ પીએ, ટેબલ કે ખુરશીને અડે તો તરત એનો ફોટો અને મુવી ફિલ્મ લઈ લેવા માટે તેઓ ' Page #69 -------------------------------------------------------------------------- ________________ ४८ પાસપોર્ટની પાંખે સજ્જ હતા. આ હૉલમાં ફોટો પાડવાની અમને છૂટ હતી. અમારામાંના એક પ્રવાસીને ફોટો પાડવાની ઈચ્છા થઈ. તે માટે તેણે કેમેરાનું કવર કાઢ્યું અને ફોટો પાડવા જાય તે પહેલાં જ ઉત્તર કોરિયાના સૈનિકોના કૅમેરાની ફલેશલાઇટો એકદમ ઝબકી ઊઠી. તેમનો મુવી કૅમેરા પણ ચાલુ થઈ ગયો. અમે સ્તબ્ધ થઈ ગયા. અમારી શી ભૂલ થઈ તે ખબર ન પડી, પરંતુ . અમારા લશ્કરી ગાઈડે. ત્રાડ પાડી, “લઈ લો ટેબલ પરથી તમારા કેમેરાનું કવર.” જે પ્રવાસીએ ફોટો પાડવા માટે કૅમેરાનું ચામડાનું કવર ખોલ્યું તેમનાથી પોતાનું એ કવર સરતચૂકથી કૉન્ફરન્સના ટેબલ ઉપર મુકાઈ ગયું હતું. તરત તે ઉપાડી લેવામાં આવ્યું. પરંતુ અમારાથી યુદ્ધવિરામની શરતોનો હવે ભંગ થઈ ચૂક્યો હતો. અમે ગભરાયાં, કારણ કે સૂચના પ્રમાણે આવું કિંઈ પણ થાય તો અમારી ટૂર રદ થવાની હતી. અમને લાગ્યું કે હવે તરત જ અમને બધાંને બસમાં બેસાડીને આ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવશે. પરંતુ અમારા લશ્કરી ગાઈડે એક ક્ષણ વિચાર કરીને કહ્યું, “તમારી ગંભીર ભૂલ થઈ છે. પરંતુ આ કાર્યક્રમમાં તમે જે રસ દાખવ્યો છે તે જોતાં તમારી ટૂર હું રદ કરતો નથી. હવે વધુ સાવધ રહેવા માટે બધાંને ફરીથી કડક ચેતવણી આપું છું. બીજી વાર ભૂલ થશે તો તરત ટૂર રદ થશે.” હૉલની ટેબલની બીજી બાજુ ઉત્તર કોરિયાની સરહદોનો ભાગ હતો. યુદ્ધવિરામની શરત અનુસાર અમે ત્યાં જઈ શકતા હતા. અમારા ગાઈડે કહ્યું, “તમારામાંથી એ સરહદમાં જેને જવું હોય તે જઈ શકે છે.” પરંતુ ગભરાટના માર્યા કોઈ ત્યાં જવા તૈયાર ન થયાં. ટેબલની બાજુમાં સાંકડી જગ્યામાંથી પસાર થતાં કદાચ કશાકને સ્પર્શ થઈ જવાની બીક પણ હતી. મેં ગાઈડને કહ્યું, “મને જવામાં વાંધો નથી, પરંતુ ટેબલ કે ખુરશીને મારું વસ્ત્ર અડી જવાની બીક છે.” ગાઈડ મારી મુશ્કેલી સમજી ગયો. એણે તરત ફરજ પરના સૈનિકોને બોલાવીને ટેબલ આડે એવી રીતે ઊભા રાખ્યા કે જેથી સૈનિકની બાજુમાંથી પસાર થતાં અમારું વસ્ત્ર ટેબલ કે ખુરશીને અડે નહિ. અમે થોડાક પ્રવાસીઓ ઉત્તર કોરિયાની સરહદમાં દાખલ થયા. અમારા ગાઈડે કહ્યું, “સામ્યવાદી દેશોમાં ફક્ત આ એક જ એવી જગ્યા છે કે જ્યાં તમે મુક્ત નાગરિક તરીકે હરીફરી શકો છો. તમારી ઈચ્છા હોય તો તમે ઉત્તર કોરિયા વિરુદ્ધ, સોવિયેટ યુનિયન કે ચીન વિરુદ્ધ જે કંઈ બોલવું હોય તો તે ત્યાં બોલી શકો છો. કારણ કે તમને આ જગ્યાએ વાણીસ્વાતંત્ર્યનો હક યુદ્ધવિરામની શરત અનુસાર મળે છે.” ગાઈડે તો કહ્યું, પરંતુ એવું બોલવાની હિંમત કોની ચાલે ? અને Page #70 -------------------------------------------------------------------------- ________________ પાનમુનજોમ ૪૯ જરૂર પણ શી ? વસ્તુતઃ એ વિસ્તારમાંથી ઝટ ઝટ દક્ષિણ કોરિયાના વિસ્તારમાં પાછાં ફરવાની વૃત્તિ એ બાજુ ગયેલા પ્રવાસીઓની દેખાતી હતી; થોડી ક્ષણોમાં જ અમે અમારા વિસ્તારમાં પાછાં આવી ગયાં. કૉન્ફરન્સ હૉલ પછી અમને ઑબ્ઝર્વેશન ગૅલેરીમાં લઈ જવામાં આવ્યાં. ત્યાંથી ઉત્તર કોરિયાના વિસ્તારમાં દૂર દૂર સુધી જુદા જુદા ચેકપોસ્ટ ઉપર સૈનિકો સતત ચોકી કરી રહેલા અને બાયનોક્યુલર વડે નિરીક્ષણ કરી રહેલા દેખાયા. તેઓમાંના કોઈની સામે વધારે વખત તાકી રહેવાની કે આંગળી વડે ઇશારો કરવાની અમને મનાઈ હતી. ત્યાર પછી અમને બીજી એક ટેકરી પર લઈ જવામાં આવ્યાં. હાથપગ થીજી જાય એવો શિયાળાનો ઠંડો પવન ત્યાં વાતો હતો. ત્યાં અમને યુનાઇટેડ નેશન્સના બે ઑફિસરોને ઉત્તર કોરિયાએ ગોળીઓથી ઠાર માર્યા હતા તે સ્થળ બતાવવામાં આવ્યું. ત્યાં આગળ પહેલાં એક મોટું વૃક્ષ હતું. તે ઘટાદાર વૃક્ષને લીધે ચેકપોસ્ટ ઉપ૨થી ઉત્તર કોરિયાનો એટલો ભાગ દેખાતો ન હતો. એનો ગેરલાભ લઈ ઉત્તર કોરિયાએ આ દુષ્કૃત્ય કર્યું હતું. ઑફિસરોનાં ખૂન પછી યુનાઇટેડ નેશન્સે એ વૃક્ષની ઘટા કપાવી નાખી. એનું ઠૂંઠું એ બે ઑફિસરોની યાદગીરી માટે હજુ પણ રાખ્યું છે. જૉઇન્ટ સિક્યોરિટીના વિસ્તારનાં આવાં બીજાં કેટલાંક ઐતિહાસિક સ્થળો બતાવીને અમને પાછાં બિનલશ્કરી ઝોનમાં લઈ આવ્યા. ત્યાં અમે લશ્કરી કેન્ટીનમાં ભોજન લીધું અને ત્યાંથી બસમાં બેસી સોલ પાછાં ફર્યાં. એક જ પ્રજા તરીકે હળીમળીને જીવતા એક જ દેશના લોકો બહારની રાજદ્વારી સત્તાઓને કારણે વહેંચાઈ જઈને એકબીજાના કેવા દુશ્મન બની જાય છે તેનું પ્રત્યક્ષ દર્શન પાનમુનજોમે અમને કરાવ્યું. Page #71 -------------------------------------------------------------------------- ________________ સરકારી સ્વચ્છતા શ્રીલંકામાં કૅન્ડી અને અવારાએલિયા એ બે સુપ્રસિદ્ધ સ્થળો જોવા અમે ગયાં હતાં. કોલમ્બોમાં અમારા યજમાન, સિંધિયા સ્ટીમ નૈવિગેશન કંપનીના એજન્ટ શ્રી મોરારજીભાઈ ઉદ્દેશીએ પોતીની મર્સિડિઝ ગાડી અમને આપી હતી. એમનો ડ્રાઇવર પ્રિયદાસ શ્રીલંકાના બધા રસ્તાઓનો સારો માહિતગાર હતો. કોલમ્બોથી સવારે નીકળી અમે કૅન્ડી પહોંચી ગયાં. રસ્તામાં એક સ્થળે રેસ્ટોરાંમાં અમે નાસ્તો કર્યો. દક્ષિણ ભારતની ઈડલી, ઢોંસા વગેરે વાનગીઓ તો શ્રીલંકામાં ઘણે સ્થળે મળે છે. પરંતુ તે ઉપરાંત પિત્ત (પુષ્કળ તાજું છીણેલું કોપરું નાખેલી ખીચડી જેવી વાનગી), સ્ટ્રિગાપસ (મેંદાની સેવ) વગેરે શ્રીલંકાની પોતાની સ્વાદિષ્ટ વાનગીઓ બધે મળતી હોય છે. શ્રીલંકા એટલે નાળિયેરીઓનો દેશ. સારામાં સારાં લીલાં નાળિયેરનું પાણી તદ્દન સસ્તા ભાવે ઠેર ઠેર પીવા મળે. ઘણાં રેસ્ટોરાંમાં તાજા કોપરાનો રસ કાઢીને આપે છે. અમે પિત્ત, સ્ટ્રિગાપસ અને કોપરાના રસનો નાસ્તો કર્યો. શ્રીલંકામાં ચા પણ પુષ્કળ થાય છે અને ખૂબ વખણાય છે. ત્યાંની ચાની સુગંધ જ નોખી હોય છે. ત્યાં ઘણા લોકો દૂધ નાખ્યા વગર ચા પીએ છે. એનો સ્વાદ એટલો મધુર હોય છે કે દૂધની ખોટ ન લાગે. અમે પણ એવી ચા પીધી. કેન્ડીમાં બુદ્ધમંદિરનાં અમે દર્શન કર્યા. અહીંના સ્તૂપમાં ભગવાન બુદ્ધના દાંત રાખવામાં આવ્યા છે. કેન્ડીથી અમે અવારાએલિયા આવ્યાં. ત્યાં એક રાત રોકાવાનાં હતાં, પરંતુ આજે ત્યાં રાજ્ય તરફથી ફૂટબૉલની મોટી ફાઇનલ મૅચ રમાવાની હતી એટલે બધી હોટેલો ભરાઈ ગઈ હતી. અમારી પાસે ગાડી હતી એટલે એક પછી એક હોટેલોમાં તપાસ કરવાનું સરળ હતું. પરંતુ કોઈ સારી હોટેલમાં જગ્યા ન મળી. છેવટે એક સાધારણ હોટેલમાં જગ્યા મળી. એક ઓરડામાં સૂવાના પાંચા ખાટલા સિવાય બીજી કોઈ સગવડ ત્યાં નહોતી. ગાદલાં પણ ગંધાતાં હતાં. જેમતેમ અમે ત્યાં રાત પસાર કરી. બીજે દિવસે સવારે તરત અમે નીકળી ગયાં. ચાપાણી રસ્તામાં કરી લઈશું એમ વિચારી અમે વહેલાં નીકળી ગયાં હતાં. શ્રીલંકા બીજા દેશોની સરખામણીમાં પ્રવાસીઓની સગવડની દૃષ્ટિએ પછાત દેશ છે. ખાવાપીવા કે રહેવાની સગવડ રસ્તામાં ઓછી હોય છે. અલબત્ત, કેટલેક સ્થળે સરકારે Page #72 -------------------------------------------------------------------------- ________________ સરકારી સ્વચ્છતા પોતે રેસ્ટોરાં અને રાત્રિમુકામ માટેનાં ગેસ્ટહાઉસ ચાલુ કર્યાં છે. નુવારાએલિયાથી અમારી ગાડી કોલમ્બોને રસ્તે ચાલવા લાગી. કોઈ રેસ્ટોરાં આવે તો ચાપાણી ક૨વા મળે એની અમે રાહ જોતાં હતાં. ભૂખ પણ લાગી હતી, પરંતુ રસ્તામાં કોઈ રેસ્ટોરાં દેખાઈ નહિ. છેવટે એક સ્થળે એક રેસ્ટોરાં દેખાઈ. સરકાર તરફથી ચાલતી એ રેસ્ટોરાં હતી. અમે એમાં દાખલ થયાં. રેસ્ટોરાંમાં પાંચેક સુંદર ટેબલ હતાં, પરંતુ કોઈ ઘરાક દેખાતા ન હતા. દૂરથી જોતાં રેસ્ટોરાંનાં ટેબલ કાળી છાંટવાળા આછા લીલા રંગના સનમાઇકાથી ચકચકિત લાગતાં હતાં. “રેસ્ટોરાં નાની છે, પણ ટેબલ સરસ કાળાં ટપકાંની ડિઝાઇનવાળાં લાગે છે.” મેં કહ્યું. ૫૧ એટલામાં ટેબલ પાસે પહોંચી ગયેલા મારા દીકરા અમિતાભે કહ્યું, “કાળાં ટપકાં નથી. આ તો કાંળી માખીઓ ટેબલ ઉપર બેઠી છે.' “એમ ? પણ દૂરથી માખીઓ જાણે કાળાં ટપકાં જેવી સ્થિર લાગે છે. કેમ કોઈ ઊડતી નથી ?'' અમિતાભે હાથ હલાવી માખીઓ ઉડાડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એક પણ માખી ઊડી નહિ. “કદાચ બધી મરેલી પડી હશે ?' મેં કહ્યું. પરંતુ ટેબલ પાસે જઈને અમે બરાબર જોયું તો કોક કોક માખી મરેલી હતી. બીજી બધી જીવતી હતી. એટલામાં વેઇટર આવી પહોંચ્યો. અમે તેને પૂછ્યું, “આમ કેમ ?” એણે કહ્યું, “સરકાર તરફથી સ્વચ્છતા રાખવાનો અમને હુકમ છે. અહીં માખીઓનો ઉપદ્રવ ઘણા છે. એટલે તે માટે અમે સરકારે આપેલી દવાં વાપરીએ છીએ. બધાં ટેબલ ઉપર ઝેરી દવા અમે ચોપડી દીધી છે. આ ચીકણી દવામાં માખી આવીને બેસે કે તરત જ એના પગ ચોંટી જાય છે. પછી તે ઊડી શકતી નથી થોડી વારે તે પોતાની મેળે મરી જાય છે.' આ દૃશ્ય જોઈ અમને અરેરાટી છૂટી. અમે પાછાં ફરતાં હતાં, વેઇટરે · કહ્યું, “બેસો, સાહેબ ! ટેબલ સાફ કરી દઉં.” ચા અને ટોસ્ટ માટેનો અમારો ઑર્ડર લેવાયો. વેઇટર એક પ્લેટ લઈ આવ્યો. પોતાના હાથ વડે ટેબલ સાફ કરી તેણે બધી માખીઓ તે પ્લેટમાં ! નાખી. પ્લેટ ભરાઈ ગઈ. એ પ્લેટ બીજા ટેબલ ઉપર એણે મૂકી. Page #73 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે કચવાતે મને અમે બેઠાં. ચા અને ટોસ્ટ આવ્યાં. ટોસ્ટ માટે અમે બીજી એક વધુ પ્લેટ માગી એટલે વેઇટરે માખીવાળી પ્લેટમાંથી માખીઓ એ ટેબલ ઉપર ઠાલવીને અમને તે આપી. અમે કંઈ કહેવા જઈએ તે પહેલાં તો અડધા ટોસ્ટ પોતાના હાથે માખીવાળી ખાલી પ્લેટમાં એણે ગોઠવી દીધા. અમને સૂગ ચઢી. ઉઘાડા હાથે ઝેરી દવામાં ચોંટેલી માખીઓ તેણે પ્લેટમાં ભરી અને એ જ પ્લેટ ખાલી કરીને એ જ હાથ વડે તેણે ટોસ્ટ ગોઠવ્યા. આ બધું એણે કેટલી સ્વસ્થતા અને ઘરાક માટેના ઉત્સાહથી કર્યું ! પરંતુ અમારે પક્ષે સ્વસ્થતા કે ઉત્સાહ બંનેનો અભાવ હતો. અમે ઊભાં થઈ ગયાં. પર સ્વચ્છતા માટેના સરકારના આગ્રહનો આ કેવો વિચિત્ર અનુભવ હતો ! “આટલી બધી માખીઓ મારતાં એ લોકોનો જીવ કેમ ચાલતો હશે ?’ અમારાંમાંનાં એકે કહ્યું. “આ લોકો તો હજી સારા છે. મેક્સિકોમાં એક જાતિના એવા લોકો છે કે જે પાંઉ ઉપર ચીકણી જેલી ચોપડીને એવી રીતે રાખે છે જેથી માખીઓ તેના ઉપર બેસીને ચોંટી જાય. તે પછી તે પાંઉ.માખીઓ સાથે તેઓ ખાય છે.' મેં કહ્યું. રેસ્ટોરાંમાં અમે કશું ખાઈ ન શક્યાં. બિલ ચૂકવીને અમે તરત બહાર નીકળી ગયાં. વેઇટર અમને જોઈ રહ્યો. પોતે કશીક ભૂલ કરી છે એવી વિમાસણમાં પડી ગયો. અમારી ગાડી આગળ ચાલી. રસ્તામાં બીજી કોઈ રેસ્ટોરાં દેખાતી ન હતી. ઠીક ઠીક સમય પછી એક નાનકડી નદીને કિનારે સરસ રેસ્ટોરાંમાં અમે પહોંચ્યાં. ત્યારે ચાપાણી અને જમવાનો સમય અમારા માટે એક થઈ ગયો હતો. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૧મી જુલાઈ ૧૯૭૯ ઉત્તર અને દક્ષિણ અમેરિકાની વચ્ચે કેરેબિયન સમુદ્ર છે. તેમાં આવેલા ટાપુઓ વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાય છે. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ઘણા ભારતીય લોકોએ ત્યાં જઈ કાયમ વસવાટ કર્યો છે. હું અને મારાં પત્ની વેસ્ટ ઇન્ડિઝમાં ટ્રિનિદાદ ગયાં હતાં. ત્યાંથી કારાકાસ થઈને રિયો-દિજાનેરો અમે જવાનાં હતાં. કારાકાસ એ વેનેઝુએલાનું પાટનગર છે. રિયો જતાં રસ્તામાં તે આવે. ટ્રિનિદાદના “પૉર્ટ ઑફ સ્પેન નામના શહેરથી રિયોની સીધી એકેય ફલાઇટ ન હતી, એટલે કારાકાસમાં અમારે વિમાન બદલવું પડે એમ હતું. અમારી ઇચ્છા કારાકાસમાં બે દિવસ રહેવાની અને ફરવાની હતી, પરંતુ તે માટે વેનેઝુએલાનો વીસા જોઈએ. દિલ્હીમાં વેનેઝુએલાની કચેરીના અમલદારે મને જણાવ્યું હતું કે એમના દેશના વીસા માટે ઓછામાં ઓછાં છ અઠવાડિયાં પહેલાં અરજી કરવી જોઈએ, કારણ કે પ્રત્યેક ભારતીય પ્રવાસી માટે પોતાની સરકારને લખીને અલગ પરવાનગી તેઓએ મંગાવવી પડે છે. વેનેઝુએલા ભારતીય પ્રવાસીઓ માટે ઘણું કડક છે એમ તેની વાત પરથી જાણવા મળ્યું, એટલે કારાકાસ જવાનું અમે માંડી વાળ્યું. આમ પણ અરજી કરવા માટેનો છ અઠવાડિયાનો સમય પણ અમારી પાસે નહોતો. વિમાન બદલવા માટે ઍરપોર્ટ ઉપર ઊતરતા વિમાનમાંથી કારાકાસ શહેરનું વિહંગદર્શન થશે એટલાથી અમારે સંતોષ માનવો રહ્યો. પરંતુ ન્યૂયોર્કથી પૉર્ટ ઑફ સ્પેનમાં અમે ગયાં ત્યારે પાન-અમેરિકનની ઑફિસે અમને જણાવ્યું કે ભારતીય નાગરિકો માટે વિમાન બદલવા માટે પણ વેનેઝુએલાની સરકારનો ટ્રાન્ઝિટ વીસા જોઈએ, સિવાય કે તમે વેનેઝુએલાની પોતાની એરલાઈન્સમાં પ્રવાસ કરતા હો. એથી અમે વેનેઝુએલાની વિઆસા ઍરલાઈન્સમાં પહોંચ્યાં. ત્યાં કર્મચારી યુવતીએ કહ્યું, “આમ તો જો અમે જવાબદારી લઈએ તો અમારી એરલાઈન્સમાં પ્રવાસ કરનાર ભારતીય નાગરિકને વિમાન બદલવા માટે ટ્રાન્ઝિટ વીસા ન જોઈએ. પરંતુ અમે કોઈની જવાબદારી લેતા જ નથી, કારણ કે અમારી સરકાર ઘણી સખત છે, માટે તમે અમારી કોસ્યુલેટમાંથી ટ્રન્ઝિટ વિસા લઈ આવો.” એટલે પૉર્ટ ઓફ સ્પેનમાં આવેલી વેનેઝુએલાની કોસ્યુલેટની ઑફિસે અમે ગયાં. ત્યાં ઘણી વાર બેસી Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પાસપોર્ટની પાંખે રહ્યા પછી અમારો નંબર લાગ્યો. પરંતુ ઑફિસરે અમને કહ્યું, “ભારતીય નાગરિકને અમે વિમાન બદલવા માટે ટ્રાન્ઝિટ લૉન્જમાં જવાની પરવાનગી પણ આપતા નથી. એ જોઈતી હોય તો છ અઠવાડિયા પહેલાં અરજી કરીને વેનેઝુએલાની સરકારની સંમતિ મેળવવી પડે છે. વિમાન બદલવા માટે પણ સરકાર આટલી બધી કડક હોય એવું બહુ ઓછા દેશોની બાબતમાં જોવા મળે છે. બે દેશોની સરકારો વચ્ચે પરસ્પર સંબંધ કેવા છે તેના ઉપર એ આધાર રાખે છે. વેનેઝુએલામાં હાલ લશ્કરી શાસન છે અને ભારત જેવા હજારો માઈલ દૂરના દેશની એને શી ગરજ હોય ? વળી જૂના વખતથી આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં વસેલા કેટલાક ભારતીય લોકો વ્યવસાય અર્થે વસવાટ માટે આસપાસના દેશોમાં ચોરીછૂપીથી ઘૂસી જતા હોય છે. એટલા માટે કેટલાક દેશો ભારતીય નાગરિકો માટે બહુ જ કડક હોય છે. યુરોપ કે અમેરિકાના લોકો માટે તેઓ એટલા કડક હોતા નથી. અમારી પાસે ટિકિટ એવી હતી કે અમારે તારાકાસમાં વિમાન બદલવું જ પડે. ત્યાં ગયા વગર છૂટકો ન હતો. એટલે અમે અમારા એક મિત્રની ભલામણ લઈને પૉર્ટ ઑફ સ્પેનમાં આવેલી ભારતીય હાઈકમિશનરની ઑફિસમાં ગયાં. ત્યાં ફર્સ્ટ સેક્રેટરી શ્રી ખેરગામવાલાને મળ્યાં. તેઓ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણ્યા હતા કે જ્યાં અધ્યાપક તરીકે મેં કેટલાંક વર્ષ કામ કર્યું હતું. એટલે મને જોતાં જ તેઓ ઓળખી ગયા. તેમણે અમારી બાબતમાં અંગત રસ લઈ વેનેઝુએલાની ઑફિસે ફોન કર્યો. બધી પરિસ્થિતિ સમજાવી અને પોતાની અંગત ભલામણ પણ કરી. વેનેઝુએલાના ઑફિસરે. છેવટે હા પાડી અને અમને બોલાવ્યાં, અમને આનંદ થયો. અમે ટેક્સી કરીને પાછાં ત્યાં પહોંચ્યાં. અમે વીસા માટેનાં ફૉર્મ ભર્યા અને અમારા પાસપોર્ટ આપ્યા. વીસા આવે તેની રાહ જોઈને અમે ઠીક ઠીક વાર બેઠાં. છેવટે એક ઑફિસર યુવતી અમારા પાસપોર્ટ લઈ આવી અને કહ્યું, “માફ કરજો, અમે તમને વીસા આપી શકતા નથી. અમે ટેલેક્ષ ઉપર અમારી સરકારને પુછાવી જોયું, પરંતુ અમારી સરકાર ભારતીય નાગરિકો માટે ઘણી કડક છે. એટલે તમને ટ્રાન્ઝિટ વીસા મળશે નહિ.” આ જવાબ સાંભળી અમારી મૂંઝવણ વધી. અમારાથી સાંજ સુધીનો સમય આ કામ માટે એક સ્થળેથી બીજે સ્થળે ધક્કા ખાવામાં પૂરો થઈ ગયો. સાંજના પાંચ વાગવા આવ્યા હતા. ભારતીય હાઈકમિશનરની ઑફિસ હવે બંધ થઈ ગઈ હતી. અમને થયું કે આ બાબતમાં પાન-અમેરિકનની ઓફિસનું Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૧મી જુલાઈ ૧૯૭૯ પપ માર્ગદર્શન મેળવવું જોઈએ, કારણ કે અમારી ટિકિટ પાન-અમેરિકન કંપનીની હતી. પરંતુ થયું કે એ ઑફિસ પણ કદાચ બંધ થઈ ગઈ હોય તો ? તોપણ પ્રયત્ન કરી જોવા અમે ટેક્સી કરીને તરત ત્યાં પહોંચ્યાં, પરંતુ ઑફિસ બંધ થઈ ગઈ હતી. ઑફિસના કાચના દરવાજામાંથી દેખાતું હતું કે એક કર્મચારી યુવતી પોતાના કાઉન્ટર ઉપર કંઈક કામ કરી રહી હતી. અમે તેની પાસે પહોંચ્યાં. અમને જોઈને તે તરત બોલી, “માફ કરજો, ઑફિસ બંધ થઈ ગઈ છે. આવતી કાલે સવારે આવો.” આ એ જ યુવતી હતી કે જેની સાથે સવારે વેનેઝુએલાના વીસાને કારણે અમારી ટિકિટ અંગે બહુ માથાકૂટ થઈ હતી. મેં તેને કહ્યું, “ક્ષમા કરજો, મને ખબર છે કે ઑફિસનો સમય થઈ ગયો છે. છતાં અમે તમારી પાસે ફરીથી એટલા માટે આવ્યા છીએ કે સવારના આઠ વાગ્યાથી ખાધાપીધા વગર અમે રખડીએ છીએ અને છતાં અમારું કામ પત્યું નથી. અમારી આ મુશ્કેલીમાં તમારું માર્ગદર્શન લેવા આવ્યાં છીએ, કારણ કે પાન-અમેરિકન સિવાય અમારો પ્રશ્ન કોઈ ઉકેલી શકે તેમ નથી. વેનેઝુએલાના ટ્રાન્ઝિટ વીસા કોઈ સંજોગોમાં મળે તેમ નથી એ હવે નિશ્ચિત છે.” અમારી વાત સાંભળી તેને નવાઈ લાગી. તે બોલી, “ઓહ, તમને હજુ ટ્રાન્ઝિટ વિસા મળ્યા નથી ?” ના, વિમાન બદલવા માટે પણ ટ્રાન્ઝિટ વીસાનો આગ્રહ રાખવામાં આવે અને તે વીસા અમુક દેશના નાગરિકોને જ આપવામાં આવે એટલું બધું કડક વલણ વેનેઝુએલા સિવાય બીજા કોઈ દેશમાં જોયું નથી. પરસ્પર લડાઈ ચાલતી હોય ત્યારે બે દેશો વચ્ચે આવું વલણ હોય એ આશ્ચર્યજનક છે... ગમે તેમ, પણ અમે હવે કારાકાસના ઍરપૉર્ટમાંથી પસાર થઈ શકીએ તેમ નથી. તો અમારે હવે શું કરવું ?” યુવતીએ અમારી ટિકિટો તપાસીને કહ્યું, “તમારે હવે ન્યૂયૉર્ક પાછા ફરવું જોઈએ અને ત્યાંથી રિયો-દિ-જાનેરોની સીધી ફલાઇટ પકડવી જોઈએ.” “આ ટિકિટમાં અમે તેમ કરી શકીએ ?” “ના, તમારી ટિકિટ અહીં સુધી વપરાઈ ગઈ છે, એટલે તમારે અહીંથી ન્યૂયૉર્ક અને ત્યાંથી રિયો પહોંચવા માટે નવી જુદી ટિકિટ લેવી પડશે.” પછી હિસાબ ગણી એણે કહ્યું, “એના તમારે સાડાત્રણસો ડૉલર જુદા આપવા પડશે.” એટલે કે અમારા બંનેના સાતસો ડૉલર થાય.” મેં કહ્યું, “પરંતુ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૬ પાસપોર્ટની પાંખે અમારી સરકારે અમને મર્યાદિત વિદેશી ચલણ આપ્યું છે. એમાંથી આટલું બધું જ ખર્ચાઈ જાય તો રિયોની પેન કોંગ્રેસમાં જવાનું અમારે માંડી વાળવું પડે. અમારે પાછાં મુંબઈ પહોંચી જવું પડે.” અમે એને અમારા પાસપોર્ટ અને બીજાં બધાં કાગળિયાં બતાવ્યાં. મેં કહ્યું, “કારાકાસમાં વિમાન બદલવા માટે પણ ભારતીય નાગરિકોને ટ્રાન્ઝિટ વીસાની જરૂર પડે છે, એવું તમારી મુંબઈની ઑફિસે જો અમને પહેલેથી કહ્યું હોત તો અમે ન્યૂયૉર્કથી સીધાં રિયો-દિ-જાનેરો ચાલ્યાં ગયાં હોત અને આ મુશ્કેલીમાં મુકાયાં ન હોત. અમારે વધારાના પૈસા ન આપવા પડે એવી રીતે તમારી સત્તા વાપરીને તમે કોઈ રસ્તો ન કાઢી શકો ? અમારે નિશ્ચિત તારીખે રિયો પહોંચવાનું છે.” થોડી વાર વિચાર કરી યુવતી અંદર ગઈ અને બીજી એક ઉપરી યુવતીને બોલાવી લાવી. આખી પરિસ્થિતિ તેને સમજાવી. તે નકશો અને સમયપત્રકો લઈ આવી અને ન્યૂયોર્ક પાછો ન ફરવું પડે તે રીતે રિયો કેવી રીતે પહોંચી શકાય તેની તપાસ કરવા લાગી. ટ્રિનિદાદથી સરિનામ થઈને અથવા ન્યૂ ગીની થઈને પહોંચવા માટેના વિકલ્પો વિચાર્યા. પરંતુ તે સેક્ટરમાં અઠવાડિયે એકાદ ફલાઇટ હતી. વળી ત્યાંથી આગળની, રિયો સુધીની ફલાઇટ પણ તરત મળે તેમ નહોતી. છેવટે એક લાંબો વિકલ્પ હાથ લાગ્યો. ટ્રિનિદાદની પાસે કેરિબિયિન સમુદ્રમાં કુરાસાઓ નામનો નાનકડો ટાપુ છે. ત્યાં અમારે જવું. ત્યાંથી પનામા અને પનામાથી રિયો સીધા પહોંચી શકાય. એક રાત કુરાસાઓ અને એક રાત પનામામાં રહેવું પડે. આ રીતે ફલાઈટ આપવામાં અમુક હજાર માઈલનું અંતર વધી જતું હતું પરંતુ મુંબઈથી પાન-અમેરિકન ઑફિસે ટિકિટ આપતી વખતે ધ્યાન આપ્યું નથી એ કારણ ટિકિટમાં દર્શાવીને વધારાના પૈસા તેઓ લેશે નહિ એમ એ યુવતીએ કહ્યું. જુદી જુદી ઍરકંપનીમાં અમારા માટે ફોન કર્યા પછી એણે કહ્યું, કુરાસાઓથી પનામા અને ત્યાંથી રિયો-દિ-જાનેરો જવામાં મુશ્કેલી નહિ પડે. કારણ કે જમ્બો ૭૪૭ની ઘણી ફલાઈટ દરરોજ ત્યાંથી મળે છે. હવે સવાલ માત્ર આવતી કાલનો છે. આવતી કાલે સવારે અહીંથી કુરાસાઓ જવા માટે માત્ર એક જ ફલાઇટ છે અને તે આખી ભરેલી છે. ઉપરાંત ૩૮ નામ વેઇટિંગ લિસ્ટ ઉપર છે. તમારા નામ વેઇટિંગ લિસ્ટ ઉપર ૩૯ અને ૪૦માં રહે. આ રીતે તમારે જવું છે કે કેમ તે કહો, કારણ કે કુરાસાઓ માટે બીજી ફલાઈટ ચાર દિવસ બાદ મળે એમ છે. આ વિકલ્પ તમને મંજૂર ન હોય તો કાલે ન્યૂયૉર્ક તમારા પૈસે પાછા જાઓ અને ત્યાંથી પરમ દિવસે Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૭ ૧૧મી જુલાઈ ૧૯૭૯ રિયો જાઓ. આ પ્રમાણે બે વિકલ્પો છે. વિચાર કરીને કહો.” વિચાર કરતાં અમને લાગ્યું કે ન્યૂયોર્ક સુધીના સાતસો ડૉલર ખર્ચવા કરતાં બીજે દિવસે એરપોર્ટ સુધી જવાના ટેક્સીના પચીસ ડૉલર ખર્ચવા સારા. આવતી કાલની ફલાઇટમાં ચાન્સ નહિ જેવો છે. કદાચ ફલાઇટ ન મળે તો શહેરમાં પાછાં આવવું પડે અને હોટેલમાં રહેવાનું ખર્ચ થાય. પરંતુ પ્રયત્ન કરવો એ જ અમારે માટે ઈષ્ટ છે. અમે તે પ્રમાણે સૂચના આપી. અમારી ટિકિટોમાં ફેરફારો થયા. આવા ફેરફારો કરવામાં વાર ઘણી લાગી અને ઓફિસનો સમય તો ક્યારનો થઈ ગયો હતો. છતાં બંને યુવતીઓએ જરા પણ કચવાટ વગર હસતે મુખે અમારું કામ કરી આપ્યું. અમારા માટે લગભગ દોઢ કલાક તેઓ ઑફિસમાં વધારે રોકાઈ નવી ટિકિટો તૈયાર કરી અમારા હાથમાં આપતાં કહ્યું, “તમારી મુશ્કેલી જાણીને અમે આઉટ ઑફ ધ વે જઈને આ કામ અમારી જવાબદારી ઉપર કર્યું છે. તમને આવતી કાલની ફલાઇટ મળે તો અમારી મહેનત લેખે લાગશે. અમે ભગવાનને પ્રાર્થના કરીશું કે આવતી કાલની ફલાઈટ તમને મળે. જો કદાચ તમને ફલાઇટ ન મળે તો તમે બેધડક અહીં પાછા આવજો. અમે ટિકિટ ફરી પાછી બદલી આપીશું.” અમે તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો. તેમની વિદાય લીધી. બીજે દિવસે સવારે અમે વહેલા ઊઠી એરપોર્ટ ઉપર સમયસર પહોંચી ગયાં, પરંતુ અમારી આગળ આડત્રીસ નામો વેઇટિંગ લિસ્ટ ઉપર હતાં. અમને કહેવામાં આવ્યું, “ફલાઇટ ઊપડવાને છેલ્લી વીસ મિનિટ રહેશે ત્યારે અમે વેઇટિંગ લિસ્ટનાં નામો બોલીશું.” અમે તો ઍરલાઇન્સના કાઉન્ટર સામે એક ખૂણામાં શાંતિથી સામાન સાથે બેઠાં. મનમાં પ્રાર્થના પણ કરતાં રહ્યાં. છેવટે વેઇટિંગ લિસ્ટનાં નામો બોલવા શરૂ થયાં. જેમ નામ બોલાતાં જાય તેમ અમે ઉત્સુકતાથી ચારે બાજુ નજર કરતાં, પણ આગળનાં આડત્રીસ નામમાંથી એક પણ પ્રવાસી હાજર ન હતો. અમે રાજી થયાં. અમારાં નામો આવ્યાં એટલે અમને તરત ટિકિટ આપી. અમારો સામાન લેવાયો. અમે વિમાનમાં બેઠાં. પરંતુ અમને નવાઈ લાગી, કારણ કે વિમાન અડધું ખાલી હતું. જે પ્રવાસીઓ બેઠા હતા તે પણ બધા ગંભીર અને ગમગીન જણાતા હતા. જાણે નછૂટકે તેઓ પ્રવાસ કરતા હોય ! બધાંને અલ્પાહાર અપાતો હતો, પણ તે ખાવા માટે રસોત્સાહનો અભાવ વરતાતો હતો. Page #79 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે આમ કેમ થયું ? બે દિવસની ધમાલમાં અમે વાર-તારીખ ભૂલી ગયાં હતાં. ચાર દિવસથી છાપું પણ વાંચ્યું ન હતું. અમે ઍરહોસ્ટેસને ઓછા પ્રવાસીઓનું કારણ પૂછ્યું. એણે કહ્યું, “કારણ કે આજે ૧૧મી જુલાઈ છે. આજે સ્કાયલૅબ પડવાનો દિવસ છે. બરાબર એ પડવાના સમયે જ આપણું વિમાન કેરિબિયન સમુદ્ર ઉપ૨ કુરાસાઓ તરફ ઊડી રહ્યું હશે. કેરિબિયન સમુદ્રમાં સ્કાયલૅબ તૂટી પડવાની મોટી અફવા છે, એટલે બીકના માર્યા ઘણાં મુસાફરો આજની ફલાઇટોમાં બેઠાં નથી.'' ૫૮ વિમાનમાં જગ્યા મળી એના અમારા આનંદને સ્કાયલૅબ પડવાની ચિંતાએ ઓછો ન કરી નાખ્યો. આસપાસના પ્રવાસીઓના ચિંતાતુર ચહેરાને કારણે વાતાવરણ, અલબત્ત, ગમગીન હતું, પણ અમે હવે સ્વસ્થ હતાં, કારણ કે એક આખા દિવસના તનાવમાંથી અમે છુટકારો અનુભવ્યો હતો. અમારું વિમાન કુરાસાઓ તરફ ઊડી રહ્યું હતું. કેટલીક વાર પછી કૅપ્ટને જાહેરાત કરી, સજ્જનો અને સન્નારીઓ ! આપણે માટે ખુશખબર ! સ્કાયલૅબ ઑસ્ટ્રેલિયા પાસે સમુદ્રમાં તૂટી પડ્યું છે એવા સમાચાર હમણાં જ રેડિયો પરથી મળ્યા. આપણે બધાં હવે સલામત છીએ.” ઓ સમાચાર સાંભળતાં જ બધાંએ જો૨જોરથી તાળીઓ પાડી. ગમગીની હર્ષમાં પલટાઈ ગઈ. માંહોમાંહે ઉત્સાહથી રસભરી વાતો થવા લાગી. અલ્પાહારને વિશેષ ન્યાય અપાવા લાગ્યો. અમે કુરાસાઓ સમયસર પહોંચી ગયાં. અમારા સાતસો ડૉલર બચી ગયા. એ માટે સ્કાયલેબનાં અમે આભારી હતાં. Page #80 -------------------------------------------------------------------------- ________________ | ઉચ્ચારણની ખાસિયત ટોક્યોમાં હું મારા જાપાની મિત્ર સાકાયોરી સાથે કાબુકી નાટક જોવા જઈ રહ્યો હતો. નાટકનું સ્થળ થોડે દૂર હતું. ટેક્સીમાં અમે બંને જતા હતા. જાપાનમાં દુકાનો કે રસ્તાઓનાં નામ જાપાની ભાષામાં જ મોટા અક્ષરે લખાયેલાં છે. અંગ્રેજી તો કોઈક સ્થળે જોવા મળે. લોકોમાં પણ ભાગ્યે જ કોઈ અંગ્રેજી જાણનાર મળે. અલબત્ત અંગ્રેજી શીખનારા લોકોની સંખ્યા હવે દિવસે દિવસે જાપાનમાં વધતી જાય છે. રસ્તામાં એક બજારમાંથી અમે પસાર થઈ રહ્યા હતા. મારા મિત્રને મેં પૂછ્યું, “આ કયો રસ્તો છે ?” એણે એનું નામ કહ્યું. એ પ્રમાણે ઉચ્ચાર કરવાનો મેં પ્રયત્ન કર્યો, પણ હું ફાવ્યો નહિ. મારા મિત્રે કહ્યું, “ડૉ. શાહ, યૂ કેનૉટ સ્પીક ધેટ નેઇમ, બિકોઝ ઇટ ઇઝ એ રાંગ નેઇમ.” હું વિચારમાં પડ્યો. મારો મિત્ર શું કહેવા માગતો હતો ? શું હું એ નામ ખોટી રીતે બોલું છું ? કે એ નામ બોલી શકાય એમ નથી ? કે એ રસ્તાનું નામ ખોટી રીતે પડી ગયું હશે – જેમ કેટલાક રસ્તાઓનાં નામ ખોટી રીતે પડી જાય છે તેમ ? મારા મનમાં આવા પ્રશ્નો ચાલતા હતા. પરંતુ મારા મિત્ર પાસેથી મેં ફરી ખુલાસો માગ્યો નહિ. સંકોચ થયો. થોડેક આગળ ટૅક્રમી ગઈ ત્યાં મેં ફરી પૂછ્યું, “આ રસ્તાનું નામ શું ?” એ કશુંક બોલ્યો. પછી એણે કહ્યું, “ડૉ. શાહ, ઇટ ઇઝ એ રોંગ નેઇમ. યૂ કેનૉટ સ્પીક ઇટ.” મને નવાઈ લાગી. હું તેનું કારણ સમજી ન શક્યો. હું મૂંગો રહ્યો. આગળ જતાં બીજો એક રસ્તો આવ્યો. મેં એનું નામ પૂછ્યું. એણે જાપાની ભાષામાં કંઈક કહ્યું. એ પ્રમાણે મેં ઉચ્ચાર કરવા પ્રયત્ન કર્યો, તો ફરીથી એણે હસતાં હસતાં કહ્યું, “ડૉ. શાહ, ઇટ ઇઝ ઓલ્સો એ રોંગ નેઇમ. યુ કેનૉટ સ્પીક ઇટ.” હવે મારી ધીરજનો અંત આવ્યો. મેં પૂછ્યું, “વાય ઇટ ઇઝ રોંગ ?” મારા પ્રશ્નથી એને નવાઈ લાગી. એણે હસતાં હસતાં કહ્યું, “ઇટ ઇઝ રાંગ, બિકઝ ઇટ ઇઝ રૉગ. ફોર ધેટ ધેર ઇઝ નો આન્સ, Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૦ પાસપોર્ટની પાંખે એની વાત મારા ગળે ઊતરી નહિ. અમે થિયેટરમાં પહોંચ્યાં. નાટક જોવા બેસીએ તે પહેલાં મારા મિત્રે મને પૂછ્યું, “ડૉ. શાહ, વિલ યુ હેવ કોરા ?” હું સમજ્યો નહિ. એટલે મારાથી એને તરત પુછાઈ ગયું, “વિચ કોરા ?” એણે રેસ્ટોરાંમાં કાઉન્ટર ઉપર પડેલી બાટલીઓ તરફ આંગળી ચીંધીને કહ્યું, “ધિસ કોકા કોરા.” તરત જ મારા મનમાં ઝબકારો થયો. એણે “કોલા'ને બદલે “કોરા” કહ્યું. તરત મને યાદ આવ્યું કે જાપાનમાં લોકો કોલા'ને બદલે “કોરા બોલે છે. “લ”નો ઉચ્ચાર જાપાનીઓ “ર કરે છે. એટલે મારો મિત્ર અત્યાર સુધી મને જે “રીંગ નેઇમ' કહેતો હતો તેનો અર્થ લોંગ નેઈમ “ થાય. એનો કહેવાનો આશય એ હતો કે એ જાપાની નામ એટલું લાંબુ હતું કે સરળતાથી હું તરત તે ઉચ્ચારી નહિ શકું. - દરેક પ્રજાની ભાષાના ઉચ્ચારણની જેમ કેટલીક વિશિષ્ટતા હોય છે તેમ તેની કેટલીક મર્યાદા પણ હોય છે. જાપાનમાં લોકો ‘લનો ઉચ્ચાર “ર” કરે છે. તેમ ક્યારેક “ર”નો ઉચ્ચાર “લ” જેવો કરે છે. “રીગલ' જેવો શબ્દ કોઈ જાપાનીના મુખેથી તમે સાંભળો તો તમને ‘લીગર સાંભળવા મળશે. અલબત્ત, જે જાપાનીઓ યુરોપ કે અમેરિકામાં રહી અંગ્રેજી પ્રમાણે ઉચ્ચારો કરે છે તેઓ હવે “લ'નો ઉચ્ચાર ‘લ' જ કરે છે. પણ તેવા તો કોઈક જ અને તે પણ જ્યારે પોતાના ઉચ્ચારણની બાબતમાં સભાન હોય ત્યારે. “લ”નું ઉચ્ચારણ જાપાની લોકો નથી કરી શકતા એટલે તો “હોટેલ માટે “હોટે' અને “મિલ્ક' માટે “મિરુકુ' જેવા શબ્દો જાપાની ભાષામાં રૂઢ થઈ ગયા છે. “લની જેમ “થનું ઉચ્ચારણ પણ જાપાની લોકો કરી શકતા નથી. “શ્રી’ને બદલે “શ્રી” અને “ઑથેલો'ને બદલે “ઓશેલો' તેઓ બોલતા હોય છે. બીજી બાજુ, “ફ'ના ભિન્ન ભિન્ન ઉચ્ચારણો જાપાની લોકો જે કરે છે તે આપણે કરી શકતા નથી. આપણે ત્યાં ઉત્તર ભારતના કેટલાક લોકો વિવૃત્ત “ઓ'નું ઉચ્ચારણ કરી શકતા નથી. અમેરિકાના લોકો “ર'નો જેવો ઉચ્ચાર કરે છે તેવો આપણે કરી શકતા નથી. આપણાં કેટલાંક ઉચ્ચારણો યુરોપના લોકો કરી શકતા નથી. ભાષા, શબ્દભંડોળ અને ઉચ્ચારણની બાબતમાં દરેક પ્રજાની પોતાની કેટલીક પ્રાદેશિક ખાસિયતો હોય છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ વાસ્નાયા પોલિયાના સોવિયેટ યુનિયનમાં મોસ્કો કે લેનિનગ્રાડ સિવાયનાં શહેરોમાં અને ખાસ કરીને ગામડાંઓમાં પ્રવાસ કરવો એ ખુદ ત્યાંના વતનીઓ માટે જો અઘરું છે, તો વિદેશીઓ માટે અઘરું કેમ ન હોય ? કોઈ એકલદોકલ વિદેશી પ્રવાસીને સમગ્ર સોવિયેટ યુનિયનમાં સ્વેચ્છાએ ફરવાનું અતિશય મુશ્કેલ છે. એનું કારણ ત્યાંના કાયદાઓ, કડક બંદોબસ્ત, શંકાશીલ સરકારી માનસ અને વાહનોની સુવિધાની અલ્પતા છે. દુનિયાના લગભગ તમામ દેશોમાં તેનો વીસા મળ્યા પછી કોઈ પણ રોકટોક વિના વિદેશી પ્રવાસી સ્વેચ્છાએ ગમે ત્યારે ગમે ત્યાં આખા દેશમાં ફરી શકે છે. પરંતુ સોવિયેટ યુનિયનમાં એમ નથી. ત્યાં દરેક શહેરનો જુદો વીસા મેળવવો પડે છે. જેટલાં સ્થળોનો વીસા હોય તેટલા સ્થળે જ પ્રવાસી જઈ શકે છે. વીસા તમારે શા માટે જોઈએ છે તેનાં પૂરતાં કારણો દર્શાવીને તમે અરજી કરો તે પછી સત્તાવાળાઓને જો તે સંતોષકારક લાગે તો જ તમને વીસા મળે. ઑલિમ્પિક રમતગમતો જોવા આવેલા વિદેશી પ્રવાસીઓ માટે સોવિયેટ સરકારે જોવા જેવાં કેટલાંક ઐતિહાસિક સ્થળોના પ્રવાસની યોજના જાહેર કરેલી. મોસ્કોમાં પહોંચીને મેં અને મારા ભાઈ પ્રમોદભાઈએ રમતગમતનું જોવાનું જતું કરીને પણ સુઝદલ-ગ્લાડિમિર અને તોલ્સતોયના વતન યાસ્નાયા પોલિયાના માટે સોવિયેટ યુનિયનની એક માત્ર અધિકૃત ટૂરિસ્ટ કંપની ઇન્દ્રરિસ્ટની કચેરીમાં નામ નોંધાવી દીધો અને તેના ખર્ચના રશિયન રૂબલ ભરી દીધા. પરંતુ મોસ્કોમાં આવેલા રમતગમતના શેખીન વિદેશીઓને પ્રવાસનાં ઇતર સ્થળોમાં રસ ક્યાંથી પડે ? પ્રવાસ માટે તપાસ કરનારાઓમાં અમે જ પ્રથમ હતા એવું એ વિભાગના અધિકારીની વાત પરથી જણાયું. અમે સુઝદલ અને પ્લાડિમિર જવાના દિવસે સવારે સાત વાગે તૈયાર થઈને, મોસ્કો યુનિવર્સિટીના મકાનમાં અમને આપેલા ઉતારે લૉન્જમાં જઈને બેઠા. પરંતુ નવ વાગે અમને કહેવામાં આવ્યું કે પ્રવાસીઓની પૂરતી સંખ્યા થઈ નથી માટે બસ ઊપડશે નહિ. નિરાશ થઈ અમે અગાઉના કાર્યક્રમ પ્રમાણે રમતગમતો જોવામાં દિવસ વિતાવ્યો. Page #83 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે બીજે દિવસે સવારે અમારે તૉલ્સતોયની જન્મભૂમિ યાસ્નાયા પોલિયાના જવાનું હતું. ફરીથી પ્રવાસીઓની સંખ્યાનું બહાનું કાઢી ટૂર રદ કરવામાં ન આવે તો સારું એમ અમારા મનમાં હતું. ટૂર માટે ઓછામાં ઓછા ચાર પ્રવાસીઓ જોઈએ એમ અમને કહેવામાં આવ્યું હતું. અમે ફક્ત બે જણે જ નામ નોંધાવ્યાં હતાં. એટલે અમે તરત બીજા બે ભારતીય પ્રવાસીઓને યાસ્નાયા પોલિયાના આવવા સમજાવ્યા. તેઓ સંમત થયા અને તેમણે પણ રૂબલ ભરી દીધા. - સવારે સાત વાગે વહેલાં વહેલાં ચાપાણી લઈને તૈયાર થઈને અમે લૉન્જમાં બેસી ગયા, પરંતુ તપાસ કરતાં અમને કહેવામાં આવ્યું કે વાસ્નાયા પોલિયાનાની ટૂર રદ કરવામાં આવી છે. ટૂરિસ્ટ કાઉન્ટર પર બેઠેલી યુવતી પાસે અમે ગયા અને પૂછ્યું, “ટુર કેમ રદ કરવામાં આવી છે ?” પૂરતા પ્રવાસી નથી એટલે.” ગઈ કાલે તમે કહ્યું હતું કે ટૂર માટે ઓછામાં ઓછા ચાર પ્રવાસી જોઈએ. આજે અમે ચાર પ્રવાસી તો થઈ ગયા જ છીએ.” હા, તે સાચું, પણ ચારમાંથી ફક્ત તમારા બેના યાસ્નાયા પોલિયાના માટેના વીસા આવી ગયા છે. પરંતુ બીજા બેના વીસા આવ્યા નથી, કારણ કે તેઓ બંનેની અરજી મોડી પડી છે.” મેં કહ્યું, “ગઈ કાલે તમે અમને નિરાશ કર્યા અને આજે પણ નિરાશ કરો છો. મને મહાત્મા તૉલ્સતોયની જન્મભૂમિ જોવાની ખૂબ ઉત્કંઠા છે. મારે માટે તે તીર્થયાત્રા સમાન છે. હું મુંબઈ યુનિવર્સિટીમાં પ્રોફેસર છું અને લેખક છું. તૉલ્સતૉયનું સાહિત્ય મેં વાંચ્યું છે. તમારા ઉપરીને સમજાવીને તમે અમારી ટૂર રદ ન થાય એવું કંઈ ન કરી શકો ?” થોડી આનાકાની પછી વડી કચેરીએ ફોન જોડાયો. રશિયન ભાષામાં શી વાત થાય છે તેની શી ખબર પડે ? પરંતુ ઘણી લાંબી વાત ચાલી. છેવટે યુવતીએ અમને વધામણી આપી : “તમારી ટૂર હવે રદ થતી નથી. યાનાયા પોલિયાના તમને બેને મોકલવા માટે અમે બસની વ્યવસ્થા કરીએ છીએ. તમે બેસો થોડી વાર.” અમે થોડી વાર રાહ જોઈને બેઠા હોઈશું ત્યાં ઘેરા લાલ રંગનું શર્ટ અને બદામી રંગનું સ્કર્ટ પહેરેલી, “ઈરિસ્ટ'ના બિલ્લાવાળી એક ચબરાક યુવતી આવી પહોંચી. તે અમારી તપાસ કરતી હતી. અમે તરત એને મળ્યા. એનું નામ અન્ના હતું. મેં કહ્યું, “તૉલ્સતૉયની જન્મભૂમિ જોવા Page #84 -------------------------------------------------------------------------- ________________ યાસ્નાયા પોલિયાના ૬૩ જઈએ છીએ અને તમારું નામ અન્ના છે, એ પણ એક શુભ સંકેત છે. તૉલ્સતોયની “અન્ના કેરેનિના નામની નવલકથા છે. કેટલાક ANNAનો ઉચ્ચાર “આના કરે છે, તો કેટલાક “આન્ના” કે “અન્ના' કે “એના કરે છે. તમે શો કરો છો ?” . “અન્ના; કેમ પૂછવું પડ્યું ?" “અમારા ભારતમાં કેટલાક રશિયન શબ્દોના ઉચ્ચાર ઇંગ્લિશ ભાષા પ્રમાણે અમે કરીએ છીએ; એટલે મૂળ રશિયન ઉચ્ચાર જાણવા હું ઉત્સુક અન્નાને આનંદ થયો. તે ઇંગ્લિશ અને રશિયન બંને ભાષા સરસ બોલતી હતી અને બંનેના લેખન-ઉચ્ચારણના ભેદ પણ જાણતી હતી. અન્નાએ કહ્યું, “આપણે પાંચ મિનિટમાં જ બહાર જઈએ છીએ. આપણા માટે બસ બહાર આવી ગઈ છે.” “ફક્ત બે પ્રવાસીઓ માટે તમારે આખી બસ દોડાવવી પડે છે તે માટે અમે દિલગીર છીએ.” મેં ઔપચારિક વિવેક કર્યો. “તેનો કશો વાંધો નહિ. અમારી ઑફિસ તેવો વિચાર નથી કરતી. બલ્ક, હજારો વિદેશી પ્રવાસીઓમાંથી તોલ્સતોયના વતનમાં રસ લેવાવાળા તમે બે પ્રવાસીઓ નીકળ્યા, તે અમારે માટે આનંદની વાત છે.” અમે યુનિવર્સિટીના કમ્પાઉન્ડના દરવાજાની બહાર નીકળ્યા, પણ ત્યાં અમારી બસ નહોતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે અમારા માટે આવેલી બસ પાછી ચાલી ગઈ છે. અન્નાને નવાઈ લાગી. શું થયું તે સમજ ન પડી. અમને ઊભા રાખી અન્ના પાછી ઓફિસમાં તપાસ કરવા દોડી. થોડી વારે પાછી આવી અને અમને કહ્યું, “આપણે કુલ ત્રણ જ જણ જવાના છીએ; માટે હવે બસ લેવાની જરૂર નથી. આપણે માટે કાર મોકલવામાં આવે છે.” થોડી વારમાં વૉલ્ગા બ્રાન્ડની મોટી કાળી ઍરકન્ડિશન્ડ લિમોઝિન ગાડી આવી પહોંચી. અમે તેમાં બેઠાં. જાણી વી.આઈ.પી ની જેમ અમારો પ્રવાસ ગોઠવાયો હોય તેવું લાગ્યું. મોસ્કો શહેર છોડી અમારી ગાડી ધોરી રસ્તા ઉપર ચાલવા લાગી. રશિયન ધોરી રસ્તા બહુ સારા નથી, કારણ કે તેનો વપરાશ ઘણો ઓછો છે. ભારતના કેટલાક રસ્તાઓ રશિયાના રસ્તા કરતાં ઘણા ચઢિયાતા લાગે. રસ્તામાં મોટરકાર ભાગ્યે જ જોવા મળે. કોઈ વખત ટ્રકો ફરતી દેખાય. પરંતુ તેમાં પણ અમેરિકામાં જોવા મળે તેવી મોટી, સ્વચ્છ અને નવા જેવી Page #85 -------------------------------------------------------------------------- ________________ ६४ પાસપોર્ટની પાંખે ચકચકિત નહિ. જૂની, કદરૂપી અને ક્યારેક ગંદી પણ લાગે. અમેરિકામાં જૂની વસ્તુઓ જલદી કાઢી નખાય છે. ઉપયોગમાં લઈ શકાય ત્યાં સુધી જૂની વસ્તુઓ ફેંકી દેવાની પદ્ધતિ સોવિયેટ યુનિયનમાં નથી. - રશિયાના ધોરી માર્ગો ટ્રાફિકથી ધમધમતા નથી. શાંત અને મનોહર લાગે છે. રસ્તાની બંને બાજુએ ઊંચાં ઊંચાં લીલાંછમ વૃક્ષો ઊગેલાં છે. એ વૃક્ષોમાં સીધાં, શ્વેતવર્ણી થડવાળાં અને અસાધારણ ઊંચાં બર્ચ વૃક્ષોનું પ્રમાણ ઘણું છે. રસ્તે નાના ગામડાંઓ આવે. રસ્તામાં માથે ટોપલા કે પોટલાં મૂકી પગે ચાલનાર વટેમાર્ગુઓ પણ જોવા મળે છે, કારણ કે રશિયામાં ગામડાંઓ વચ્ચે બસ-વ્યવહાર ઘણો ઓછો છે. યાસ્નાયા પોલિયાના સુધીનું અંતર લગભગ બસો કિલોમીટર જેટલું છે. પરંતુ અમારી ગાડી વચ્ચે વચ્ચે ઊભી રહેતી, કારણ કે અમારો ડ્રાઇવર આ રસ્તે પહેલી વાર આવતો હતો. જ્યાં બે રસ્તા પડે ત્યાં એને પૂછવું પડતું. વળી ચેકિંગ આવે ત્યાં પ્રાઇવર અને ગાઇડનાં ઓળખપત્રો તપાસતાં, ગાડી લઈ જવાની પરવાનગી તપાસાતી અને અમારા પાસપૉર્ટ તથા વીસા તપાસતા. એ તપાસવામાં જરા પણ રઘવાટ દેખાતો નહિ. ટ્રાક્કિ અટકી જવાની કોઈ બીક નહોતી, કારણ કે ટ્રાફિક જ નહોતો. વસ્તુતઃ કંઈ ભૂલચૂક ન થઈ જાય તેની ફરજ પરના માણસોને બીક વધુ રહેતી. રસ્તામાં ચેખોવ અને તુલા નામનાં નગરો વટાવી અમે યાસ્નાયા પોલિયાના પહોંચ્યાં. આ નાનકડા, શાંત, રમણીય ગામને પાદરે અમારી ગાડી પહોંચી કે તરત જ અમારા વીસા તપાસાયા. હવે અન્નાની ફરજ અહીં પૂરી થઈ. ગામના પાદરેથી લુડમિલા નામની સ્થાનિક યુવતી અમારી ગાઇડ તરીકે અમને દોરી ગઈ. લુડમિલા સ્થાનિક સ્કૂલમાં શિક્ષિકા છે. ઇંગ્લિશ અને બીજા વિષયો ભણાવે છે. તે અંગ્રેજી સરસ બોલે છે. તૉલ્સતોયના પિતા રશિયાના ઝાર રાજાના સમયમાં મોટા ઉમરાવ હતા. તેમણે વસાવેલી જાગીર તે આ યાસ્નાયા પોલિયાના. તોલ્સતોયને તે વારસામાં મળેલી. અહીં તૉલ્સતોયનો જન્મ થયેલો અને મૃત્યુ પછી એમના દેહને અહીં જ દફનાવવામાં આવ્યો હતો. પોતાના વ્યાસી વર્ષના આયુષ્યમાંથી તોલ્સતોયે વીસ વર્ષ મોસ્કોમાં અને બાકીનાં વર્ષ યાસ્નાયા પોલિયાનામાં વિતાવ્યાં હતાં. તૉલ્સતોય ગર્ભશ્રીમંત હતા. પરંતુ મોસ્કોમાં વસતિગણતરીનું કામ કરતી વખતે ગરીબ લોકોના, કંપારી છૂટે એવા વિસ્તારોની લીધેલી મુલાકાતથી તેમની જીવન પ્રત્યેની દૃષ્ટિ બદલાઈ હતી. તેમનામાં માનવતા પ્રગટી હતી. તેઓ સાદું અને નિરાડંબરી જીવન જીવવા ઈચ્છતા હતા. પરંતુ Page #86 -------------------------------------------------------------------------- ________________ પ વાસ્નાયા પોલિયાના એ બાબતમાં તેમની પત્ની સોફિયાનો સહકાર ન હતો. સોફિયાને ઉમરાવનું મોજશોખભર્યું જીવન બહુ ગમતું. પરિણામે પતિ-પત્ની વચ્ચે વારંવાર સંઘર્ષ થતો. જ્યારે શ્રીમંત ઘરમાં પોતાની શોખીને પત્ની સાથે રહેવાનું અસહ્ય થઈ પડ્યું ત્યારે એક દિવસ તોલ્સતોય રાતને વખતે ચૂપચાપ ઘર છોડીને ચાલ્યા ગયા. તેમને ન્યુમોનિયા થયો હતો. પાસેના એક રેલવે-સ્ટેશન પર તેમનું અવસાન થયું. તેમના દેહને યાસ્નાયા પોલિયાના લાવવામાં આવ્યો અને તેમની ભાવના અનુસાર સાદાઈથી દફનાવવામાં આવ્યો. લુડમિલા અમને તૉલ્સતોયના મકાનમાં લઈ ગઈ. આ મકાન હવે તૉલ્સતોયની સ્મૃતિમાં સંગ્રહસ્થાન તરીકે વપરાય છે. મકાનમાં દાખલ થતાં પહેલાં અમને બૂટની નીચે પહેરવા માટે દોરીવાળા રબ્બરના સ્લિપર આપવામાં આવ્યાં, જેથી મકાનની ફરસ ખરાબ ન થાય. સૌપ્રથમ ઉપરના માળે ગયાં. ઉપર દાખલ થતાં જ દીવાલ ઉપર લોલકવાળું મોટું ઘડિયાળ દેખાયું. તૉલ્સતોયના વખતનું આ ઘડિયાળ આજે પણ નિયમિત સમય બતાવે છે. એક વિશાળ ખંડમાં તૉલ્સતોયનું પુસ્તકાલય છે. દુનિયાની પંચાવન જેટલી ભાષાનાં એમાં પુસ્તકો છે. તૉલ્સતોયનો વાંચનશોખ કેટલો વિશાળ હતો તે આ પુસ્તકો પરથી પ્રતીત થાય છે. તૉલ્સતોયના અભ્યાસખંડમાં લખવા માટેનું તેમનું ટેબલ ખાસ માપ પ્રમાણે બનાવેલું હતું. ટેબલ આપણને નીચું લાગે, પરંતુ તૉલ્સતોયની ઊંચાઈ, લખવાની એમની ઢબ અને ચશમાં વગર વાંચવાની પડી ગયેલી ટેવને લક્ષમાં રાખીને તે ખાસ બનાવ્યું હતું. એક ખંડમાં તોલ્સતોયનો શુકનવંતો મનાતો સોફા હતો. ડાઇનિંગ ટેબલ, ખુરશીઓ, કપડાં સીવવાનો સંચો તથા ટાઇપરાઇટર અને બીજી ચીજવસ્તુઓ, કુટુંબના સભ્યોના જુદા જુદા ફોટા અને તૈલચિત્રો વગેરે સાચવીને જુદા જુદા ખંડમાં રાખવામાં આવ્યાં હતાં. એક જાજવલ્યમાન યુવતીનો ફોટો બતાવીને ગાઈડે કહ્યું, “આ તૉસ્યતૉયની સાળીનો ફોટો છે. “વોર ઍન્ડ પીસ” નવલકથામાં નતાશાનું પાત્ર તૉલ્સતોયે એમની આ સાળી ઉપરથી દોર્યું છે.” છેલ્લે અમને એક ઓરડામાં લઈ જવામાં આવ્યાં. મકાનને છેડે આવેલો આ તે ઓરડો કે જ્યાંથી તોલ્સતોય મોડી રાતે પોતાની પુત્રી એલેકઝાન્ડિયા અને એક ડૉક્ટર મિત્રની સાથે વ્યાસી વર્ષની ઉમરે અસ્વસ્થ તબિયત છતાં ચૂપચાપ ઘર છોડીને ચાલી નીકળ્યા હતા. તૉલ્સતોયની પત્ની સોફિયાને એ વાતની ખબર ન હતી. સોફિયા ત્યારે પોતાના ખંડમાં જાગતી હતી. દીવાના અજવાળે તોલ્સતોયના લખાણની તે નકલ કરતી હતી. તૉલ્સતોયના કુટુંબનાં સભ્ય શ્રીમંતાઈ છોડી સાદાઈનું જીવન જીવવા પા-૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૬ પાસપૉર્ટની પાંખે ઇચ્છતાં ન હતાં, પંરતુ તૉલ્સતૉયે પોતે તો ખેડૂત અને શ્રમજીવીનું સાદગીભર્યું જીવન જીવવાનું ચાલુ કરી દીધું હતું. પોતાનું બધું કામ નોકરચાકર પાસે ન કરાવતાં પોતે હાથે કરતા. એ કરવા માટે પોતે જે સાધનો અને ઓજારો વાપરતાં તે તથા તેમનાં સાદાં વસ્ત્રો આ છેલ્લા ખંડમાં રાખવામાં આવ્યાં છે. ઘરની બહાર એક વૃક્ષનું ઠૂંઠું અમને બતાવવામાં આવ્યું. ગાઇડે કહ્યું, “અહીં કેટલાક નિર્ધન ખેડૂતો મદદ માટે તૉલ્સતૉય પાસે આવતા. તેઓ જ્યારે આવે ત્યારે આ ઝાડ ઉપ૨ લટકાવેલો ઘંટ વગાડતા એટલે તૉલ્સતોય બહાર આવી પૂછપરછ કરી તેમને પૈસા વગેરેની મદદ કરતા. ઝારના સમયમાં ચીંથરેહાલ દશામાં જીવતા ખેડૂતોને જોઈ તૉલ્સતૉયની આંખોમાંથી ઘણી વાર આંસુ સરતાં. ઘરથી એકાદ ફર્લીંગ છેટે, તૉલ્સતોયની જાગીરની જમીનમાં જ એક સાવ નાનકડા ઝરણાને કાંઠે તૉલ્સૉયની કબરનાં અમે દર્શન કર્યાં. એ કબર પાકી ચણેલી નહોતી. દફનાવ્યા પછી ઉપર માટીનો ઢગલો જે રીતે કરાય તે રીતે કાંકરિયાળી માટીની બનાવેલી સાદી લંબચોરસ એ કબર હતી. એના ઉપર તાજાં ફૂલ ચઢાવેલાં હતાં. અમે પણ પાસેની ટોપલીમાંથી લઈ કબર ઉપર થોડાંક ફૂલ ચઢાવ્યાં. પછી નીચે બેસી મસ્તક નમાવી કબરને પ્રણામ કર્યા. તૉલ્સતોયના જીવનના અંતિમ દિવસોની વેદનાની જે વાતો થોડી વાર પહેલાં ગાઈડે વિગતે કહી તેનું દૃશ્ય નજર સામે તરવરતું હતું તેથી કબરને પ્રણામ કરતાં જ મારી આંખમાંથી થોડાં અશ્રુબિંદુ સરી પડ્યાં. તૉલ્સતોયની જાગીરની મુલાકાત લઈ અમે પાછાં ફર્યાં. લુડમિલાએ અમારી ગાઇડ અન્નાને હવાલે અમને કર્યાં. ભોજનનો સમય થઈ ગયો હતો એટલે અન્ના અમને મુકરર કરેલા રેસ્ટોરાંમાં ભોજન માટે લઈ ગઈ. અન્નાએ અમારે માટે શુદ્ધ શાકાહારી વાનગીઓની વરદી પહેલેથી આપેલી હતી. પાંઉ, ભાત, બાફેલાં શાકભાજી, કચુંબર, દૂધ, કૉફી વગેરે તો હતાં જ, પણ અમારે માટે ખાસ જે સૂપ બનાવવામાં આવ્યો હતો તે આ પ્રદેશની વિશિષ્ટ વાનગી હતી. ‘આક્રોશસ્કા' નામનો આ સૂપ ગરમ નહિ પણ ઠંડો હતો. તેમાં કાકડી, ટમેટાં વગેરે સુધારીને નાખેલાં હતાં અને તેમાં જલજીરા અને મધના શરબત જેવું, પણ થોડુંક ખટમીઠું પ્રવાહી હતું. ભોજન લઈ અમે ગાડીમાં બેઠાં. આખે રસ્તે રશિયાના લોકજીવન વિશે અન્ના સાથે કેટલીક નિખાલસ વાતો થઈ. અલબત્ત સ્ટેલિન, ક્રુશ્ચેવ, પાસ્તરનાક, સોલ્ઝેનિત્શિન, સ્ટેલિનગ્રાડ વગેરે વિશે વાત કરવાનો અન્નાએ Page #88 -------------------------------------------------------------------------- ________________ યાસ્નાયા પોલિયાના ૬૭ હસતે મુખે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. સોવિયેટ યુનિયન વિશેના આપણા કેટલાક ખ્યાલો ખોટા અને બીજા દેશોના પ્રચારને લીધે કેવા ભ્રમવાળા હોય છે તે અન્ના સાથે થયેલી વિવિધ પ્રશ્નોની ચર્ચા દ્વારા જાણવા મળ્યું. અમારો ડ્રાઇવર એ કોઈ બસના સામાન્ય ડ્રાઇવર જેવો ન હતો. તે ઊંચી પાયરીનો માણસ હતો. દિલ્હીમાં સોવિયેટ યુનિયનની ઍમ્બસીમાં રશિયન એલચીના ડ્રાઇવર તરીકે તેણે કામ કર્યું હતું. એવી કામગીરી બહુ જ જવાબદાર વ્યક્તિને સોંપાય છે. ડ્રાઇવર પોતાના એલચી સાથે ભારતમાં ઘણે સ્થળે ફરેલો હતો. એ થોડાક હિંદી શબ્દો જાણતો હતો. અમારી વાતોમાં તે રસ લેતો હતો. અન્ના અમારી વાતોનું રશિયનમાં ભાષાંતર કરીને તેને કહેતી અને તે જે કહે તેનું ભાષાંતર કરીને અમને અંગ્રેજીમાં કહેતી. એણે રશિયા વિશે અમારો અભિપ્રાય પૂછ્યો. અમે કેટલીક બાબતોની પ્રશંસા કરી અને કેટલીકની ટીકા પણ કરી. પછી ભારત વિશે અમે એનો અભિપ્રાય પૂછ્યો. તે કહે કે ભારત ઘણો જ સુંદર દેશ છે. લોકો ભલા અને મળતાવડા છે, પરંતુ ભારતમાં અજાણ્યા માણસોને વેપારીઓ છેતરી લે છે તે એને ગમતું નથી. પોતાનો અનુભવ ટાંકતાં એણે કહ્યું કે પોતાની મોટરનો એક નાનો સ્પેરપાર્ટ વારંવાર બગડી જતો. એ સ્પેરપાર્ટ માટે દિલ્હીની એક મોટી અને જાણીતી દુકાને તે જતો હતો. એ માટે તે અઢીસો રૂપિયા ચૂકવતો. દુકાનદાર તેને બહુ આદરથી બોલાવતો અને ચાપાણી પિવડાવતો. પરંતુ પાછળથી ખબર પડી કે આઠ રૂપિયાની વસ્તુ માટે દુકાનદાર અઢીસો રૂપિયા પડાવતો હતો. એ ઘણી મોટી છેતરપિંડી કરતો હતો તેની ખબર પડતાં ભારત માટે તેનું માન ઓછું થયું હતું. ભારતનું આવું વરવું ચિત્ર એક વિદેશીના મનમાં કાયમને માટે અંકિત થયેલું જોઈને અમે ગ્લાનિ અનુભવી. પ્રવાસ પૂરો થતાં અશા અને ડ્રાઇવરને અમે રશિયન ભાષામાં ‘સ્પાસિબા’ (‘આભાર') અને ‘દાસ્વિદેનિયા' (‘આવજો') કહ્યું. બંનેએ અમારી વિદાય લીધી. તે સમયે અમે એમને બંનેને પાંચ પાંચ રૂબલની બિક્ષસ આપી, પણ તેનો અસ્વીકાર કરતાં તેઓ બંનેએ કહ્યું, “અમે અમારું કર્તવ્ય બજાવ્યું છે. અમારે ત્યાં બક્ષિસની પ્રથા નથી; ક્ષમા કરજો. અમારી કામગીરીથી તમને સંતોષ થયો છે એમ તમારી વાતચીત પરથી સ્પષ્ટ દેખાય છે. તેમ છતાં પાછળથી પણ તમને અમારી કંઈ ભૂલચૂક કે ત્રુટિ જણાય તો તે માટે અમે અગાઉથી ક્ષમા માગી લઈએ છીએ.” Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૮ નાઇરોબીમાં ગુંડાગીરી કરાંચી, એડન અને અડિસ-અબાબા થઈને અમારું વિમાન નાઇરોબી પહોંચ્યું. નાઇરોબી ઍરપૉર્ટમાંથી અમે બહાર નીકળ્યાં. મોમ્બાસા અને નાઇરોબીના જૈન સંઘના કાર્યકર્તાઓ અમને લેવા આવ્યા હતા. તેમાં નાઇરોબીના શ્રી પાનાચંદ દેઢિયા અને તેમનાં પત્ની ઉષાબહેન પણ હતાં. ગાડીમાં બેસતાં ઉષાબહેને મારાં પત્નીને કહ્યું, “તારાબહેન, આપણે ઘરે જઈએ પછી તમે ગળામાંથી ચેન કાઢી નાખજો. હાથે બંગડી પણ સાદી અને સસ્તી પહેરજો.” આ સાંભળી અમને નવાઈ લાગી. તરત ખુલાસો કરતાં પાનાચંદભાઈએ કહ્યું, “અહીં નાઇરોબીમાં બીજી બધી વાતનું સુખ છે, પણ એક આ ગુંડાગીરીનો ત્રાસ બહુ છે. મોમ્બાસા, થીકા, નકુરુ એ બધાં શહેરોમાં પણ ત્રાસ છે, પણ આટલો બધો નથી. નાઇરોબીની પોલીસ બહુ નબળી છે. ગુનેગારોને ભાગ્યે જ પકડી શકે છે અથવા જાણીજોઈને પકડતી નથી. એટલે પોલીસમાં ફરિયાદ કરવા છતાં એનો બહુ અર્થ રહેતો નથી.' ઉષાબહેને કહ્યું, “અહીં ઘરેણાંની બાબતમાં અમારે બહુ સાચવવું પડે છે. અહી આપણાં ગુજરાતી બૈરાં ગમે તેટલાં શ્રીમંત અને સુખી હશે, પણ ગળામાં ચેન પહેરીને રસ્તામાં નહિ નીકળે. આફ્રિકી ગુંડાઓ એકાંત રસ્તામાં પગે ચાલતાં બૈરાંઓની ચેન ખેંચીને ભાગી જતા હોય છે. એટલા માટે અમુક વિસ્તારમાં ચાલવામાં બહુ જોખમ છે. ઘણુંખરું આપણાં લોકો એક સ્થળેથી બીજે સ્થળે મોટરમાં જ જતાં હોય છે. ઘરેણાં પહેર્યાં હોય અને મોટરમાં જતાં હોઈએ તો બારીના કાચ ચઢાવેલા રાખવા પડે. કાચ ખુલ્લો રહી ગયો હોય તો સિગ્નલ પાસે દાગીનો ખેંચાઈ જાય. રોજ આવા બનાવો ન બને, પણ વારંવાર બને એટલે સાચવવું પડે છે. સદ્ભાગ્યે અમને પોતાને એવો અનુભવ હજુ સુધી નથી; પરંતુ એથી ગફલતમાં રહેવાય નહિ.” ઍરપૉર્ટથી અમે પાનાચંદભાઈને ઘેર ગયાં. પાર્કલૅન્ડ વિસ્તા૨માં એમનો બંગલો છે. સુંદર હિલસ્ટેશન જેવું શાંત અને રળિયામણું વાતાવરણ આ વિસ્તારનું છે. ભોજન પછી પાનાચંદભાઈ અમને અમારા ઉતારે મોટરમાં મૂકી Page #90 -------------------------------------------------------------------------- ________________ નાઇરોબીમાં ગુંડાગીરી ગયા. અમારો ઉતારો પાર્કલેન્ડ વિસ્તારમાં છોકરાઓ માટેની ઓશવાળ હૉસ્ટેલના ગેસ્ટહાઉસમાં હતો. બીજે દિવસે સવારે ચાપાણી માટે પાનાચંદભાઈના ઘેર અમારે જવાનું હતું. એમનું ઘર હૉસ્ટેલની તદ્દન પાસે, બે મિનિટના રસ્તે હતું. કેનિયામાંથી અંગ્રેજોએ વિદાય લીધા પછી ગુજરાતીઓનો વેપારધંધો વધુ ખીલ્યો. કેટલાંક ગુજરાતી કુટુંબો પૈસેટકે બહુ સુખી થયાં છે. આલીશાન બંગલાઓમાં તેઓ રહેવા લાગ્યાં છે. આધુનિક ફર્નિચરથી તેમનાં ઘરો સુસજ્જ . હોય છે. સારામાં સારી ઈમ્પોર્ટેડ ગાડી તેઓ વાપરે છે. ત્યાં રહેનાર લોકો ચોરી અને લૂંટની ત્યાંની પરિસ્થિતિથી ટેવાઈ ગયા છે અને તે પ્રમાણે સાચવે પણ છે. આફ્રિકી નોકર-ચાકરો બહુ મહેનતુ, ભલા સ્વભાવના અને વફાદાર હોય છે. પરંતુ આસપાસનાં પરાંઓમાંથી કે ગામડામાંથી આવીને કેટલાક આફ્રિકી ગુંડાઓ વખતોવખત ચોરી કરી જતા હોય છે. તેઓ જલદી પકડાતા નથી. એટલે એવા બનાવો વધતા જાય છે. કોઈકના ઘરમાંથી કે દુકાનમાંથી મોટી ચોરી થવી, રસ્તામાં પાર્ક કરેલી ગાડીમાંથી ચીજવસ્તુઓ ચોરાઈ જવી કે આખી ગાડી ઊપડી જવી એવા એવા બનાવોની ઘણી વાતો અમને સાંભળવા મળી. - રાતના હોસ્ટેલના ગેસ્ટહાઉસ પર અમને ઉતારીને પાનાચંદભાઈએ કહ્યું, “હું તમને બરાબર સવારના સાત વાગે તેડવા આવીશ, તૈયાર રહેજો. મારે ઘરે ચાપાણી કરીને તરત આપણે થીકા જવા માટે નીકળીશું.” અમે કહ્યું, “સવારે તમે રોકાયેલા હશો. અમને તેડવા માટે તકલીફ લેવાની જરૂર નથી. ફક્ત બે મિનિટનો રસ્તો છે. અમે અમારી મેળે ચાલતાં સીધાં તમારે ત્યાં આવી પહોંચીશું.” ના. એમ કરશો નહિ. ચાલતાં બે મિનિટથી વધારે સમય લાગે એમ નથી એ હું જાણું છું, પણ સવારના અહીં રસ્તા ઉપર વસતિ હોતી નથી. એટલે ચાલવામાં જોખમ છે, માટે એ માટે તમે ચોક્કસ મારી રાહ જોજો .” - સવારે સાત વાગે અમે તૈયાર થઈ પાનાચંદભાઈના આવવાની રાહ જોતાં હતાં. સાતને બદલે આઠ વાગ્યા પણ પાનાચંદભાઈને કંઈક કારણસર મોડું થઈ ગયું હશે. ઉષાબહેન સવારની તૈયારીમાં રોકાયેલાં હશે, નહિ તો એ એમની પોતાની નાની ગાડી લઈને આવી પહોંચે એવાં છે. હૉસ્ટેલનો ફોન બગડેલો છે એટલે ફોન પણ કેવી રીતે કરે ? એટલે ગાડીની રાહ જોઈને આપણે બેસી રહેવું તે યોગ્ય ન ગણાય. આટલું ચાલવામાં જોખમ શું છે ? Page #91 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે આમ વિચારીને અમે ચાલવા માંડ્યું. રસ્તામાં અમારા સિવાય કોઈ ચાલવાવાળું નહોતું. અમે આસપાસ નજર રાખી, સાવધ થઈને ચાલતાં હતાં. ઘડીકમાં અમે પાનાચંદભાઈને ઘેર પહોંચી પણ ગયાં. ૭૦ અમને જોઈને પાનાચંદભાઈએ ચિંતાતુર અવાજે કહ્યું, “અરે ! તમે ચાલતાં આવ્યાં ? તમને ના કહી હતી ને ? હું તમને તેડવા આવતો હતો, પણ ત્યાં ગાડીનો પ્રૉબ્લેમ થયો એટલે મારા મિત્રની ગાડી તમારે માટે મંગાવી છે. બસ, એની જ રાહ જોઉં છું.' “અમને હતું જ કે ગાડીનો કંઈક પ્રૉબ્લેમ હશે, માટે જ તમને મોડું થયું હશે, આવી ઠંડીમાં સવારમાં કોઈક વખત ગાડી સ્ટાર્ટ થતી નથી.' પાનાચંદભાઈ કહે : “પણ મારો પ્રૉબ્લેમ જુદો છે.” અને એમ કહીને તેઓ નીચે અમને લઈ ગયા. કમ્પાઉન્ડમાં બીજી બાજુ તેમની ગાડી ઊભેલી હતી, પણ ગાડીને બે પૈડાં ન હતાં. “તમારી ગાડીનાં ટાયર પંક્ચર થયાં છે ? પણ એકસાથે બે ટાયર પંક્ચર થાય એવું બને નહિ. રાતે ક્યાંય રફ રોડ ઉપર ગયા હતા ?' મેં પૂછ્યું.” “નાં, તે વગર આમ થયું છે.”. “પણ તમારી પાસે જેક નથી કે પથ્થર ઉપર ગાડી ઊંચી કરી છે ?'' “તે મેં ઊંચી નથી કરી.’ “તો ?' “રાત્રે ચોર આવ્યા હતા પોતાની ગાડી લઈને, અને મારી ગાડીનાં બે વ્હીલ-ટાયર કાઢી ગયા છે. અને આ જુઓ...” એમ કહી એમણે ઉષાબહેનની ગાડી બતાવી. તેનાં વ્હીલ-ટાયર નહોતાં. પાનાચંદભાઈએ કહ્યું, “ચોરોએ જેક ઉપર ગાડી ઊંચી કરી હશે. પણ પછી પથ્થર મૂકીને જેક લઈ ગયા છે.” “પણ રાતના તમને કંઈ અવાજ ન આવ્યો ?’’ “ના, એરકન્ડિશન્ડ બેડરૂમમાં બહારનો અવાજ બહુ સંભળાય નહિ. હું નહોતો કહેતો કે અહીં નાઇરોબીમાં આવું તો ઘણી વાર બનતું હોય છે ! અમે લોકો એનાથી હવે ટેવાઈ ગયા છીએ. મને ગાડીની ચિંતા નથી. તમે ચાલતાં આવો એની ચિંતા વધારે હતી. પાસે કીમતી વસ્તુ તમે ન રાખો તે સાચું, પણ ઝપાઝપીમાં કોઈને ઈજા થઈ જાય એ મારી ચિંતાનો વિષય હતો.'' Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૧ નાઈરોબીમાં ગુંડાગીરી બનેલા બનાવથી અમારાં મન કંઈક અસ્વસ્થ થઈ ગયાં. પરંતુ પાનાચંદભાઈ પૂરા સ્વસ્થ હતા. તેમણે કહ્યું, “વીમો પૂરો ઉતરાવેલો છે, એટલે કંઈ ચિંતા નથી. નવાં વહીલ-ટાયર પણ ફોન કરીને મંગાવી લીધાં છે.” અમે ચાપાણી કર્યા; એટલી વારમાં નવાં લટાયર આવી ગયાં, અને માણસોએ તે ચઢાવી પણ દીધાં. ગાડીમાં બેસી અમે બધા થાકી જવા માટે ઊપડ્યાં. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૯ કળા--ખરીદીની અને વેચાણની ખરીદી એ એક પ્રકારની કળા છે. કેટલાક માણસો ખરીદી કરવામાં કુશળ હોય છે. વસ્તુને જોતાં જ તેનું મૂલ્ય તેઓ પામી જાય છે અને સમજાવીને, ભાવતાલ કરીને, રકઝક કરીને વેપા૨ી પાસેથી તે વસ્તુ સસ્તામાં મેળવે છે. કઈ વસ્તુ ક્યાં સસ્તી મળે છે તે તેમની નજર શોધી કાઢે છે. કઈ ઋતુમાં, કયા દિવસોમાં ભાવો વધશે અથવા ઘટશે તેવી સૂઝ તેઓને હોય છે. બીજાઓ કરતાં પોતે ઘણું સસ્તું અને સારું ખરીદી લાવ્યાનો તેમનો આનંદ અને ગર્વ વધતાં રહે છે. કેટલાક વેપારીઓ પણ એવા હોય છે કે જે દુકાને ચડેલા ઘરાકને પાણીપાણી કરી નાખે છે. ઘરાકને એને જોઈતી વસ્તુ વેચવી એ તો સહેલી વાત છે, પરંતુ જે વસ્તુ ખરીદવા તે ન નીકળ્યો હોય તે વસ્તુ પણ તેને વળગાડી દેવી એ પણ એક કળા છે. ઘરાક બિનઅનુભવી કે ગણતરી વગરનો હોય તો એ વાત તરત તેઓ પામી જાય છે. પોતાનો માલ વેચવાને માટે દુનિયામાં બધે જ વેપારીઓને અવનવા નુસખા અજમાવવા પડતા હોય છે. અવિકસિત કે વિકાસશીલ દેશોમાં ખરીદીમાં ભાવતાલ થાય, રકઝક થાય, કસવામાં આવે એ દેખીતું છે. વિકસિત દેશોમાં ભાવતાલ કરવાની પદ્ધતિ હવે ઘટતી જાય છે. સમય જ્યાં ઘણો મૂલ્યવાન બનતો જાય છે ત્યાં ભાવતાલ કરવાની ફુરસદ નથી વેપારીને હોતી કે નથી ધરાકને હોતી. યુરોપ, અમેરિકા અને જાપાન જેવા દેશોમાં એક જ નિશ્ચિત ભાવ(Fixed price)ની પ્રથા ઘણી વ્યાપક બની ગઈ છે. જાપાનમાં એક વખત ચામડાની એક હૅન્ડબૅગ લેવાની મને જરૂર પડી. એક સ્ટોરમાં અમે ગયા. મને ભાવ વધારે લાગ્યો. તે ઓછો કરવા માટે દુકાનદારને સમજાવવા મારા જાપાની મિત્રને મેં અંગ્રેજીમાં કહ્યું, તો મિત્રે તે પ્રમાણે કહેવાની ના પાડી. તેણે કહ્યું, “એમ ભાવ ઓછો કરાવવો તે આપણે માટે બહુ ખરાબ કહેવાય. જાપાનમાં એવી પ્રથા નથી. જાપાનમાં દરેક વસ્તુના ભાવ લખેલા હોય છે. તમને ગમે તો લો, ન ગમે તો ન લો.” મારા મિત્રની વાત સાચી હતી. Page #94 -------------------------------------------------------------------------- ________________ કળા - ખરીદીની અને વેચાણની જાપાનમાં કોઈ ચીજનો ભાવ ઓછો કરવાનું કહો તો દુકાનદારને ગમે નહિ. તે મોઢું બગાડે. દુકાનમાંથી આપણને કાઢી મૂકે. પરંતુ, જાપાનમાં કેટલીક ચીજ-વસ્તુઓના ભાવ એટલા વધારે હોય છે કે તે ઘટાડવા માટે કહેવાનું આપણને મન થયા વગર રહે નહિ. જાપાનમાં ઘણા વખતથી રહેતા બીજા એકબે ભારતીય મિત્રો સાથે આ બાબતમાં ચર્ચા થઈ. એક મિત્રે રસ્તો બતાવ્યો. જાપાનમાં વેપારીઓ અંદરઅંદર એકબીજાને ડિસ્કાઉન્ટ આપે છે. તેવી રીતે કોઈ કોઈ વખત ઘરાક જો માગે તો તેને પણ વેપારીઓ ડિસ્કાઉન્ટ આપે છે. વગરમાગે ડિસ્કાઉન્ટ આપવાની કે ભાવ ઘટાડવાની પ્રથા જાપાનમાં નથી. અંગ્રેજી “ડિસ્કાઉન્ટ' શબ્દ ઘણા જાપાની વેપારીઓ જાણતા નથી, એટલે એ માટેનો જાપાની શબ્દ અમે જાણી લીધો. એ શબ્દ તે વારીબીકી', બહુ મોંઘું છે એમ કહેવા માટેની જાપાની શબ્દ છે “થકાઈ.” આ બે શબ્દ જાણ્યા એટલે દુકાનમાં જઈ વસ્તુનો ભાવ પૂછયા પછી અમે “થકાઈ, “થકાઈ કહીએ અને પછી ‘વારીબીકી' શબ્દ કહીએ. ખરીદીમાં આ ઇલાજ ઘણી વાર સફળ નીવડતો અને વેપારીને માઠું નહોતું લાગતું. દુનિયાના ઘણા દેશોમાં હવે નાની દુકાનો ચાલતી નથી. મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર થવા લાગ્યા છે, અને ખરીદી કરનારાઓ હવે ત્યાંથી જ ખરીદી કરતા હોય છે. ત્યાં નક્કી કરેલો વાજબી ભાવ હોય છે. સ્ટોરવાળા વાજબી મર્યાદિત નફો લઈને ઘણો મોટો વેપાર કરતા હોય છે. એટલે સરવાળે તેમની કમાણી ઘણી મોટી હોય છે. એક જ જગ્યાએ ઘણી બધી વસ્તુઓ મળતી હોવાને કારણે લોકોનો સમય બચી જાય છે. એક સાથે સેંકડો નંગ જોવા મળે છે, એટલે પસંદગીને અવકાશ વધારે હોય છે. કેટલાક સ્ટોરમાં લીધેલી વસ્તુ મહિના સુધી બદલી શકાય છે અથવા પાછી આપી શકાય છે. અને કશી પડપૂછ કે કચકચ વિના તેના તરત પૂરા પૈસા પાછા મળે છે. ક્યારેક વાપર્યા પછી પણ જો કોઈ ચીજ બરાબર સંતોષકારક ન લાગે તોપણ પાછી આપી શકાય છે. આ બધી સગવડ નાના દુકાનદારો આપી શકતા નથી. તેમને ત્યાં માલમાં પણ મોટા સ્ટોરમાં હોય છે તેટલું વૈવિધ્ય હોતું નથી. પરિણામે નાની દુકાનો ઘટતી જાય છે. જ્યાં ભારતીય લોકો પહોંચ્યાં છે ત્યાં, અલબત્ત, નાની દુકાનો હજુ પણ નભી છે કે વધે છે, કારણ કે ઓછામાં ઓછા નફે વેપાર કરવાની આવડત તેમનામાં હોય છે. મોટા સ્ટોરને પણ ક્યારેક મંદીના સમયે, તો ક્યારેક જૂનો માલ કાઢી નાખવા માટે “સેલ' રાખવાં પડે છે. કેટલાંક “સેલ” સાચાં હોય છે. કેટલાંક ખોટાં. પ્રથમ વસ્તુના ભાવ વધારી પછી તેમાં વળતર આપ્યાનો દેખાવ કરવો Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પાસપોર્ટની પાંખે એ યુક્તિ જાણીતી છે. ભોળા લોકો તેમાં છેતરાય છે. બોસ્ટનમાં હું મારા એક વિદ્યાર્થિની જ્યોતિબહેન દોશીને ત્યાં ઊતર્યો હતો. તેઓ બોસ્ટનમાં કેટલાક સ્ટોરમાં મને લઈ ગયાં. એક સ્ટોરમાં અમે દાખલ થયાં. ત્યાં “સેલ' હતું. જુદી જુદી વસ્તુઓના ઘટાડેલા ભાવ લખ્યા હતા. કેટલાક માણસો વસ્તુઓની પસંદગી કરતાં હતાં. સામાન્ય રીતે અમેરિકાના સ્ટોરમાં સ્વચ્છતા ઘણી હોય છે, પરંતુ એ સ્ટોરમાં જમીન ઉપર બ્રાઉન પેપરના ઘણા ટુકડા આમતેમ વેરાયેલા પડ્યા હતા. મેં જ્યોતિબહેનને ફરિયાદ કરતાં કહ્યું, “તમારા અમેરિકામાં પણ અણઘડ ઘરાકો હોય છે ખરા. વસ્તુ ખરીદીને તેના પૅકિંગના કાગળો ફાવે તેમ ફેંકીને લોકો જાય એવો દાખલો અહીં જોવા મળે છે.” જ્યોતિબહેન જરાક હસ્યાં, પણ કશું બોલ્યાં નહિ. સ્ટોરમાંથી બહાર નીકળીને એમણે મને કહ્યું, “આ સ્ટોરમાં પૅકિંગનાં જે બધાં કાગળિયાં પડેલાં છે તે ઘરાકોએ ફેકેલાં નથી. સ્ટોરવાળાએ પોતે જ એ બધાં એવી રીતે વેરેલાં છે કે આવનાર ઘરાકને એમ લાગે કે ઘણા લોકો આ સ્ટોરમાંથી ખરીદી કરીને ગયા છે.” જયોતિબહેનની વાત સાંભળી આશ્ચર્ય થયું. વેચાણ વધારવા માટે દુનિયામાં તરકીબોનો ક્યાં તોટો છે ? બીજે દિવસે અમે બીજા એક વિશાળ સ્ટોરમાં ગયાં. એક મોટા મકાનના ભોંયરામાં એ સ્ટોર હતો. સેલ માટે બોસ્ટનમાં તે ખૂબ જાણીતો છે. તેનું નામ છે “બારગેઇન બેઇઝમેન્ટ'. મુખ્યત્વે સ્ત્રી-પુરુષોનાં જાતજાતનાં કપડાં ત્યાં વેચાય છે. ઉપરાંત બીજી કેટલીક વસ્તુઓ પણ વેચાય છે. અમે સ્ટોરમાં દાખલ થયાં ત્યારે માણસોની પુષ્કળ ભીડ હતી. જ્યોતિબહેન કહે કે આ સ્ટોરમાં કાયમ આટલી ભીડ હોય છે. સામાન્ય રીતે બીજા સ્ટોરમાં સાંજે ભીડ થાય, પણ અહીં સવારે સ્ટોર ઊઘડે ત્યારે વધારે ભીડ થાય છે. તેનું કારણ આ સ્ટોરની વેચાણની પદ્ધતિ છે. એની જે લાક્ષણિકતા છે તે દુનિયામાં ભાગ્યે જ બીજે ક્યાંક હશે. દરેક વસ્તુના લેબલ ઉપર ભાવ લખેલા હોય અને જે દિવસે એ નંગ સ્ટોરમાં મૂકવામાં આવ્યું હોય તેની તારીખ પણ લખેલી હોય છે. પહેલા અઠવાડિયામાં છાપેલા ભાવ પ્રમાણે વસ્તુ વેચાતી મળે. એ વસ્તુ ન વેચાઈ હોય તો બીજા અઠવાડિયે તે પચ્ચીસ ટકા ડિસ્કાઉન્ટથી મળે. ત્રીજા અઠવાડિયે પચાસ ટકા ડિસ્કાઉન્ટથી મળે અને ચોથા અઠવાડિયા દરમિયાન તે પંચોતેર ટકા ડિસ્કાઉન્ટથી મળે. ચોથા અઠવાડિયાના અંતે એટલે કે મહિના પછી જો તે વસ્તુ વેચાયા વગર રહી હોય તો Page #96 -------------------------------------------------------------------------- ________________ કળા - ખરીદીની અને વેચાણની ૭૫ કાઉન્ટર ઉપરના માણસને તારીખ વંચાવીને તમે મફત લઈ જઈ શકો. આથી ઘરાકો ભાવ જોવાને બદલે પ્રથમ તારીખ જુએ. મફત લઈ જવાના પ્રસંગો પણ પુષ્કળ બને છે. પરંતુ તેની રાહ ન જોતાં ત્રીજા કે ચોથા અઠવાડિયે સસ્તામાં લઈ જનારો વર્ગ મોટો હોય છે. સ્ટોરવાળા તારીખો કે ભાવમાં ફેરફાર કરી નાખે એવું ન બને. પોતે ઘરાકને જે વચન આપ્યું તે બરાબર પાળે. સ્ટોરની કમાણી મોટા ટર્નઓવરમાં રહેલી છે, કારણ કે રોજ અહીં હજારો માણસો ખરીદી માટે આવે છે. અમેરિકામાં જેમ કેટલાંક બનાવટી સેલ હોય છે તેમ સાચાં “સેલ પણ હોય છે. જાપાન અને અમેરિકા કરતાં આફ્રિકાની વાત થોડી જુદી છે. ત્યાંનાં કેટલાંક શહેરોમાં અભણ અને હિસાબ કરતાં ન આવડે એવાં હબસીઓને ચીજવસ્તુની લખેલી કિંમતમાં પચાસથી પંચોતેર ટકા ડિસ્કાઉન્ટ આપ્યા પછી પણ વેપારીઓ ક્યારેક દોઢસો-બસો ટકા નફો કરતા હોય છે. ઘરાકને શું ગમે છે, કેટલું પોસાય છે અને બીજા વેપારીઓની સ્પર્ધામાં પોતે કેટલો વધુ કે ઓછો ભાવ રાખી શકે છે એનું સાચું માપ જે કાઢી શકે છે અને ઘરાકના માનસને જે સમજે છે તે વેપારી વેપારમાં વધુ ફાવતો હોય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મગરવાડી સિંગાપુરમાં જે જોવાલાયક સ્થળોએ ટૂરિસ્ટ કંપનીઓ લઈ જાય છે તેમાંનું એક સ્થળ છે ‘મગરવાડી’–‘ક્રોકોડાઇલ ફાર્મ'. અમને જ્યારે બસમાં ત્યાં લઈ જવામાં આવ્યાં ત્યારે એ કેવી જાતનું ફાર્મ હશે તેની બહુ કલ્પના ન હતી. અમારા ગાઇડે કહ્યું, “આ એક વ્યક્તિગત માલિકીની જગ્યા છે, પરંતુ માલિકે જાહેર જનતાને જોવા માટે તે હવે ખુલ્લી મૂકી છે.” બહા૨થી જોઈએ તો તે એક નાનું મકાન હતું. તેના કમ્પાઉન્ડમાં જમણી બાજુ થોડી ખુલ્લી જગ્યા હતી. અમે દાખલ થયા ત્યારે બારેક વર્ષની એક ચીની કિશોરી અમારી સામે સ્મિત કરીને ચાલી ગઈ. કુટુંબની તે સભ્ય હશે એમ લાગ્યું. અમે બધાં મકાનના ચોગાનમાં એકઠાં થયાં. અમે ધાર્યું હતું કે કોઈક મોટી વ્યક્તિ આવીને અમને બધું બતાવશે અને સમજાવશે. પરંતુ ત્યાં તો પેલી કિશોરી જ હાથમાં એક લાંબી સોટી લઈને આવી પહોંચી. એ થોડે દૂર ગઈ ત્યારે અમારા ગાઇડે હળવેથી કહ્યું, “આ બાર-પંદર વર્ષની દેખાય છે, પરંતુ છે ત્રીસેક વર્ષની. ચીનાઓની ઉંમર એમના ચહેરા ઉપરથી કેટલીક વાર કળાતી નથી.' એ યુવતી અમને ઇંગ્લિશમાં બધું સમજાવવા લાગી. તે સારું ઇંગ્લિશ બોલતી હતી. એની વાણીમાં અનુભવની પાકટતા જણાતી હતી.. એ ખુલ્લા ચોગાનમાં આશરે દસેક ફૂટ લાંબી અને આઠેક ફૂટ પહોળી ત્રણ કુંડી હતી. ઉપરાંત છીછરા કૂવા જેવી એક ગોળ રચના હતી. અમે પાસે જઈને જોયું તો તે દરેકમાં ઢગલાબંધ નાનામોટા મગરો હતા. જગ્યાના અભાવ કેટલાંક તો એકબીજા ઉપર આમતેમ પડ્યા હતા. ચીની યુવતીએ અમને સમજાવ્યું કે ઉંમર પ્રમાણે મગરોને અહીં જુદી જુદી કૂંડીમાં રાખવામાં આવ્યા છે. મગરોના શરીરની ખાસિયતો સમજાવવા માટે તે પોતાના હાથમાં રાખેલી સોટીનો ઉપયોગ કરતી હતી. એનો અવાજ સાંભળીને જ કેટલાક મગરો જાગી ગયા અને આમતેમ ખસી ગયા. કોઈક મગર ખસે નહિ તો તે જોરથી તેને સોટી મારતી. સોટી વાગતાં જ મગર અડધો બેઠો થઈ જતો અને મોઢું ફાડતો. Page #98 -------------------------------------------------------------------------- ________________ મગરવાડી યુવતીને અમને સમજાવ્યું કે મગરો જુદી જુદી જાતના હોય છે : (૧) ચપટા મોઢાવાળા મગર (જેને અંગ્રેજીમાં ‘ક્રોકોડાઇલ' કહે છે), (૨) ગોળ મોઢાવાળા મગર (જેને અંગ્રેજીમાં ‘એલિગેટર’ કહે છે) અને (૩) લાંબી જાડી ચાંચ જેવા મોઢાવાળા મગર (જેને “ગેવિયલ' કહે છે). મોઢું બંધ હોય તો પણ જેના આગળના બે અથવા ચાર દાંત બહાર દેખાય તે “ક્રોકોડાઇલ” કહેવાય. મુખ ઉપરાંત રંગ, પૂંછડીનો આકાર વગેરે પ્રમાણે પણ તેના પ્રકારો પડે છે. એવા જુદી જુદી એકવીસ જાતના મગરો દુનિયામાં નોંધાયા છે. મગર ગરમ પ્રદેશનું, ઈંડાં મૂકનારું સરેરાશ વીસ વર્ષના આયુષ્યવાળું માંસાહારી પ્રાણી છે. તે ઘણુંખરું છીછરા પાણીમાં રહેનારું અને જરૂર પ્રમાણે જમીન ઉપર પણ ચાલનારું પ્રાણી છે. ઉત્તર અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયાના દેશોમાં તે નદી, સરોવર અને તળાવના પાણીમાં અને ક્યારેક સમુદ્રના ખારા પાણીમાં જોવા મળે છે. સામાન્ય રીતે તેની લંબાઈ છસાત ફૂટની હોય છે, પરંતુ એકવીસ ફૂટ લાંબા મગરો પણ પકડાયા છે. તેના આગળના પગ કરતાં પાછળના પગ લાંબા હોય છે. મગરી કિનારાની રેતીમાં ખાડો ખોદીને તેમાં પોતાનાં ઈંડાં મૂકી ઉપર રેતી ઢાંકી દે છે અને ઈંડાંનું રક્ષણ કરે છે. જ્યારે નીકળવા બચ્ચે અવાજ કરે છે ત્યારે મગરી તેની પાસે જાય છે, કોચલામાંથી બચ્યું બહાર કાઢે છે, તેને પાણીમાં લઈ જાય છે અને પાણીમાં તરતા અને રહેતાં શીખવે છે. મગરનો આહાર માછલી વગેરે જળચરો છે. પરંતુ ક્યારેક કિનારા પરનાં સસલાં, હરણ, શિયાળ વગેરે નાનાં જાનવરોને મારી નાખીને તે ખાઈ જાય છે. અમને ચીની યુવતીએ કહ્યું કે તેઓ પોતાના વાડામાં જ મગરને ઉછેરે છે. આટલાં જે મગર-મગરી પોતાની પાસે છે તેનાથી પૂરતા પ્રમાણમાં બચ્ચાં મળી રહેતાં હોય છે. એટલે બહારથી નવા મગર લાવવાની બહુ જરૂર પડતી નથી. છતાં કોઈ કોઈ વખત જરૂર પડે તો તે પ્રમાણે બહારથી, ખાસ કરીને ઈન્ડોનેશિયાથી સારી જાતનાં મગરનાં બચ્ચાં તેઓ લાવે છે. પછી એ ચીની યુવતી અમને બધાંને મકાનના અંદરના ભાગમાં લઈ ગઈ. ત્યાં મગરની ચામડીના ઢગલેઢગલા પડ્યા હતા. એની દુર્ગધ આવતી હતી. યુવતીએ અમને સમજાવ્યું કે એ ચામડાને પ્રથમ બ્લીચિંગ પાઉડર વડે બ્લીચ કરવામાં આવે અને પછી જો લીસા પથ્થર વડે તેના ઉપર ઘસવામાં આવે તો આપોઆપ તે ચામડું કુદરતી આછા કે ઘેરા ચોકલેટી રંગો ધારણ કરવા લાગે છે. વળી, એ ચામડામાં કુદરતી નાનાંમોટાં વર્તુળોની જે ભાત Page #99 -------------------------------------------------------------------------- ________________ ७८ પાસપોર્ટની પાંખે હોય છે તે સરસ ઊપસી આવે છે. ભાત ઊપસી આવેલું ચામડું ઘણું આકર્ષક દેખાય છે. ચામડાં ઉપર રંગ ઉપસાવવાનું કામ પથ્થર દ્વારા હાથ વડે પહેલાં જે થતું, તે હવે મશીન દ્વારા ઝડપથી કરાય છે. તેમાં પીળા, કાળા વગેરે રંગોની મિલાવટ પણ કરી શકાય છે. મશીન પર કામ કરતા માણસોએ તેના કેટલાક નમૂના અમને બતાવ્યા. મગરવાડીમાં જે મગરો ઉછેરવામાં આવે છે તે છેવટે ચામડાની ચીજવસ્તુઓ માટે તલ કરવાના હેતુથી જ ઉછેરાય છે એ વિચારે મને ઉદ્વેગ થયો. મગરનું ચામડું એ માનવજીવનની કોઈ અનિવાર્ય જરૂરિયાતની વસ્તુ નથી. એ ન હોય તો જીવનને આંચ આવે એવું નથી. માત્ર કેટલાક લોકોના શોખ ખાતર અસંખ્ય મગરોની કતલ રોજ થયા કરે એ નિર્દયતા તો છે જ, પરંતુ કુદરતી જીવનમાં હસ્તક્ષેપ કરવા બરાબર પણ છે. દુનિયામાં મગરીની સંખ્યા ઘટતી જતી હોવાથી ભારત, અમેરિકા વગેરે કેટલાક દેશોએ મગરના વધ ઉપર હવે પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં ઉત્તર પ્રદેશમાં કુકરેલ નામના સ્થળે મગરવાડીમાં મગરને બચાવી લઈ ઉછેરવાનું કાર્ય કરાય છે. સિંગાપુરમાં એક ઘરના વાડામાં આ રીતે એકસાથે લગભગ પાંચસો જેટલા નાનામોટા મગર જોવા મળ્યા. પરંતુ સિંગાપુરથી અમે બેંગકોક ગયા ત્યારે અમારો ગાઇડ અમને જે મગરવાડીમાં લઈ ગયો ત્યાં તો નાનામોટા મગરોનો કંઈ પાર ન હતો. એક જ સ્થળે વીસ હજારથી વધુ મગર અમે ત્યાં જોયા. અહીં સિંગાપુરની જેમ નાની કુંડીઓ કરવામાં આવી નથી, પરંતુ સંખ્યાબંધ નાનાં છીછરાં તળાવો અડોઅડ કરવામાં આવ્યાં છે. મગરોને તેમની વય પ્રમાણે જુદા જુદા તળાવમાં રાખવામાં આવ્યા છે. તે બધાંની ફરતે, મગરોને નજીકથી સુરક્ષિત રીતે જોઈ શકાય એવી આઠ-દસ ફૂટ ઊંચી લાકડાની સળંગ ગેલેરી જેવી રચના કરવામાં આવી છે. અહીં મગરનાં નાનાં બચ્ચાંઓ પણ છે અને જબરજસ્ત મોટા મોટા મગરો પણ છે. આટલા બધા મગરોને રોજ ખોરાક પૂરો પાડવાની જવાબદારી પણ ઘણી મોટી છે. રોજ હજારો માછલીઓ તેમને માટે લાવવામાં આવે છે. ગેલેરીમાંથી જુદી જુદી જગ્યાએથી મરેલી તાજી માછલીઓ ફેંકવામાં આવે છે. તે ફેંકાતા જ મગરો દોડાદોડી કરી મૂકે છે. જેમ ગાય, ભેંસ, કૂતરો વગેરે પાળેલા પ્રાણીઓ માણસના અવાજથી ટેવાઈ જાય છે તેમ પાળેલા મગરો પણ એના ચોકીદારોના અવાજથી ટેવાઈ ગયેલા જણાયા, માછલી નાખતી વખતે તેઓ જે અવાજ કરતા તેનાથી મગરો એટલા બધા ટેવાઈ ગયેલા હતા કે અમે એક ચોકીદારને માછલી નાખ્યા વગર માત્ર અવાજ કરવાનું કહ્યું, Page #100 -------------------------------------------------------------------------- ________________ મગરવાડી ૭૯ તોપણ મગરો આમતેમ પાણીમાં દોડાદોડી કરવા લાગ્યા હતા. એ મગરોને પેટપૂરતું ખાવાનું તો નહિ જ મળતું હોય તે પ્રત્યેક વખતે એમની દોડાદોડી પરથી જોઈ શકાતું હતું. જે તળાવમાં છ-સાતથી પંદર-સત્તર ફૂટ મોટા મગરો રાખવામાં આવ્યા હતા ત્યાં અમે ગયા. ત્યાં કેટલાક મગરો બહાર જમીન ઉપર તડકામાં આંખ મીંચીને પડ્યા હતા, જાણે શાંતિથી કાળનિર્ગમન કરતા હતા. મગરનું લોહી ઠંડું હોય છે એટલે તડકામાં કલાકો સુધી પડ્યા રહેવું તેમને વિશેષ ગમતું હોય છે. તેમનું શરીર આથી વધુ વધવાની એટલે કે વધુ ચામડું મળવાની હવે શક્યતા ન હતી, એટલે તેમને ખોરાક બહુ અપાતો ન હતો. કપાવાની રાહ જોઈને જાણે તેઓ પડ્યા હોય તેવું લાગતું હતું. બેંગકોકમાં અત્યંત વિશાળ જગ્યામાં આ મગરવાડી ઊભી કરવામાં આવી છે. એટલા જ મોટા પાયા ૫૨ એનો ચામડાનો ઉદ્યોગ ચાલે છે. મગરવાડીનું આકર્ષણ વધારવા માટે અહીં પ્રાણીબાગની જેમ વાઘ, સિંહ, વાંદરાં વગેરે પશુઓને પણ રાખવામાં આવ્યાં છે. મગર સાથે માણસ કેવી રીતે લડાઈ કરે છે તેનો ખેલ પણ બતાવવામાં આવે છે. બેંગકોકનું ક્રોકોડાઇલ ફાર્મ જોઈએ ત્યારે મગરોની દુનિયા કેવી હોય છે તેનો અને આ હિંસક પ્રાણીનો વેપારાર્થે માણસે કેવો ઉપયોગ કર્યો છે તેનો વધુ ખ્યાલ આવે છે. મગર માણસભક્ષી પ્રાણી છે. આફ્રિકામાં નાઈલ નદીના મગરો સૌથી વધુ ભયાનક અને માનવભક્ષણની આદતવાળા ગણાય છે. પણ બહુ ઓછા લોકો એ વાત જાણતા હશે કે આફ્રિકામાં જ મગરભક્ષી આદિવાસીઓની એક જાતિ પણ છે. મગરનું માંસ તેમને બહુ ભાવે છે અને જે દિવસે મોટો મગર પકડાયો હોય તે દિવસે આખા ગામમાં મોટો ઉત્સવ થાય છે અને સમૂહભોજન થાય છે. મગરનો આહાર માણસની પ્રજોત્પત્તિની શક્તિ ક્ષીણ કરી નાખે છે, એટલે એ જાતિના આદિવાસીઓની સંખ્યા ધીમે ધીમે ક્ષીણ થતી ગઈ છે. માણસોએ અને પશુપક્ષીઓએ પોતાના આહાર માટે કેટલો મોટો જીવવિસ્તાર રાખ્યો છે ! ભૂખ્યો જીવ શું ન ખાય ? ‘જીવો જીવસ્ય જીવનમ્'નું સૂત્ર આપીને આપણા પૂર્વાચાર્યોએ કેવી વેધક વાત કરી છે ! Page #101 -------------------------------------------------------------------------- ________________ | મધરાતે મૂંઝવણ Aત છે ન્યૂયૉર્કથી લંડન પહોંચી હું ત્યાં હોટેલ “શરૂના'માં ઊતર્યો હતો. ટૉટનમકૉર્ટ રોડ પાસે રસલ સ્ટ્રીટમાં આવેલી આ નાનકડી હોટેલમાં ઊતરવાનું એક કારણ એ હતું કે તે સસ્તી હોટેલ છે. હું ઊતર્યો ત્યારે સિંગલ રૂમના રોજના ત્રણ પાઉન્ડ લેવાતા. આ હોટેલમાં ઊતરવાનું બીજું કારણ એ હતું કે એ શાકાહારી હોટેલ છે. વળી ભારતીય વાનગીઓ ત્યાં મળે છે. જમવામાં દાળભાત, રોટલીરોટલા, પૂરી-પરોઠા, શાક, અથાણું, પાપડ વગેરે મળે અને નાસ્તામાં ગાંઠિયા જલેબી, ભેળપૂરી, ઈડલી-ઢોંસા, મસાલાવાળી ચા વગેરે મળે. લંડનમાં આવી વાનગીઓ શરૂ કરનારી આ પહેલી હોટેલ. હવે તો એવી બીજી કેટલીક હોટેલો પણ થઈ છે. શરૂના હોટેલ, હોટેલ તરીકે નાનકડી છે. એના રૂમ સેલ્ફકન્ટેઈન્ડ નહિ. દરેક માળે ત્રણ-ચાર રૂમ અને બધા વચ્ચે એક ખૂણામાં બાથરૂમ તથા સંડાસની સગવડ. ત્રણ માળની આ હોટેલમાં ભારતીય પ્રવાસીઓ હોય અને યુરોપીય પ્રવાસીઓ પણ હોય. લંડનમાં વસતા ગુજરાતના એક શ્રીમંત વેપારી સુરેશભાઈ ચોકસીએ શોખથી ચલાવવા માટે આ હોટેલ લીધેલી. હોટેલમાં સામાન મૂકી હું નીચે રિસેપ્શનિસ્ટ પાસે ગયો. રિસેપ્શનિસ્ટ પણ ગુજરાતી હતા. પોરબંદરના એમ.એસસી. થયેલા એક યુવાન ભાઈ કેટલોક વખત આફ્રિકા રહી ત્યાંથી અહીં નોકરી કરવા આવ્યા હતા. સુરેશભાઈ ચોકસી મારા પરિચિત છે. હું હોટેલમાં આવી ગયો છું એમ ટેલિફોન દ્વારા મેં તેમને જણાવ્યું એટલે તરત એમણે સાંજે પોતાને ઘરે જમવા માટે આગ્રહ કર્યો. ઑફિસથી છૂટીને તેઓ હોટેલ ઉપર મને લેવા માટે સાંજે આવશે એમ નક્કી થયું. બપોરે જમીને મેં રૂમમાં સારી ઊંઘ ખેંચી, કારણ કે ન્યૂયોર્કથી હું આવ્યો હતો એટલે ટાઇમ ડિફરન્સ(એ માટે હવે નવો શબ્દ jet lag)ને કારણે થોડી ઊંઘ હજુ મારે પૂરી કરવાની બાકી હતી. સાંજે તૈયાર થઈ નક્કી કરેલા સમય પ્રમાણે હું નીચે લૉબીમાં ગયો. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૧ મધરાતે મૂંઝવણ રિસેપ્શનિસ્ટને મારા રૂમની ચાવી સોંપી તો એમણે પ્રશ્ન કર્યો, “તમે રાતના મોડા આવવાના છો ?'’ “હા, લગભગ સાડા દસ અગિયાર થશે.” “તો રૂમની ચાવી તમારી પાસે જ રાખો. રાતના દસ વાગે અમારું કાઉન્ટર બંધ થઈ જાય છે એટલે રાતના અમે કોઈની ચાવી રાખતા નથી.” એમની વાત સમજાય તેવી હતી, કેમ કે આવી નાની હોટેલને ચોવીસ કલાક રિસેપ્શનિસ્ટ રાખવાનું પોસાય નહિ. મેં ચાવી ખીસામાં સાચવીને મૂકી, કેમ કે ઊઠતાં-બેસતાં ક્યાંક ચાવી પડી જાય તો રાતને વખતે પંચાત થઈ પડે. કાઉન્ટર ખુલ્લું હોય તો વાંધો નહિ. રિસેપ્શનિસ્ટ ડુપ્લિકેટ ચાવી આપે. બહાર ઠંડી હતી એટલે ઓવસ્કોટ પહેરી હું બહાર રસ્તા ઉપર ઊભો રહ્યો. નિયત સમયે સુરેશભાઈની મોટર આવી પહોંચી. અમે તેમને ઘેર પહોંચ્યા. સુરેશભાઈએ પોતાનાં એક ગુજરાતી મિત્રદંપતીને પણ જમવાનું નિમંત્રણ આપ્યું હતું. જમીને અમે વાતો કરતાં ગયાં અને ટી.વી. જોતાં ગયાં. સમય તો ઘડીકમાં પસાર થઈ ગયો. લગભગ અગિયાર વાગવા આવ્યા. પાછા ફરવા માટે કહેવાનું હું વિચારતો હતો ત્યાં સુરેશભાઈના મિત્રે જ કહ્યું, “અમે રમણભાઈને હોટેલ ઉપ૨ ઉતારતા જઈશું; સુરેશભાઈ, તમારે ધક્કો ખાવાની જરૂર નથી.” ટેલિફોન કરીને મિનિ ટૅક્સી બોલાવવામાં આવી. ટૅક્સીમાં હોટેલ પાસે મને ઉતારીને તેઓ ચાલ્યાં ગયાં. હોટેલના કાચના દરવાજાને મેં હડસેલ્યો, પણ તે ખૂલ્યો નહિ. કાચમાંથી ખાસ કશું દેખાતું પણ ન હતું, કારણ કે રિસેપ્શનિસ્ટનું કાઉન્ટર બંધ હતું અને લૉબીની લાઇટ પણ બંધ હતી. માત્ર સામે દાદરની લાઇટ ચાલુ હતી. દરવાજો જોરથી ફરીથી હડસેલ્યો પણ તે ખૂલ્યો નહિ. લાગ્યું કે અંદરથી કોઈએ તે બંધ કર્યો હોવો જોઈએ. બહાર ડૉરબેલનું બટન શોધવા પ્રયત્ન કર્યો, પણ તે ક્યાંય હતું નહિ એટલે દરવાજા ઉપર ટકોરા માર્યા. પણ ત્યાં કોઈ હોય તો સાંભળે ને ? મનમાં પ્રશ્ન થયો કે હોટેલમાં રાતને વખતે દરવાજો ખોલવા માટે કોઈ ચોકીદાર નહિ હોય ? કદાચ હોયઅને આઘોપાછો ગયો હોય તો થોડી વારમાં આવશે એમ સમજી - હું કેટલીક વાર ત્યાં ઊભો રહ્યો. એમ કરતાં લગભગ અડધો કલાક વીતી ગયો છતાં કોઈ દેખાયું નહિ. નાનકડી રસલ સ્ટ્રીટ સૂમસામ હતી. શિયાળાની રાત હતી. કોઈની અવરજવર દેખાતી ન હતી એટલે હું મૂંઝાયો. થયું કે આસપાસ પંદર મિનિટ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૨ પાસપૉર્ટની પાંખે ચક્કર મારી આવું. તે દરમ્યાન ફરજ પરનો કોઈ માણસ હોય તો તે આવી જશે. એક ચક્કર મારીને હું પાછો આવી પહોંચ્યો, પરંતુ કાચમાંથી જોયું તો કોઈ દેખાયું નહિ. મને ચિંતા થવા લાગી. મનમાં થયું કે હોટેલના પ્રવાસીઓમાંથી કોઈ બહાર જનાર નીકળે તોપણ દરવાજો ખૂલે, પરંતુ એક તો આ નાની હોટેલમાં પ્રવાસીઓ ઓછા અને તેમાં વળી આટલી રાતે બહાર જનાર કોણ હોય ? વળી થયું કે મારી જેમ કદાચ કોઈ બહાર ગયા હોય અને આવી પહોચે તો સારું; કંઈક રસ્તો નીકળે તોપણ થોડીક માનસિક રાહત તો અનુભવાય. કેટલોક સમય પસાર થઈ ગયો પણ અંદરથી બહાર આવનાર કે બહારથી અંદર જનાર કોઈ દેખાયું નહિ. મને થયું કે આ પ્રશ્ન હવે વિકટ બનતો જાય છે. સુરેશભાઈને ફોન કરીને સમાચાર આપી શકાય એવી સગવડ પણ આસપાસ નહોતી. એમનું ઘર દૂર હતું. અને એકલા એમને ઘેર પહોંચી શકાય એવો રસ્તાનો જાણકાર પણ હું નહોતો. એટલે મનમાં નક્કી કર્યું કે પાંચપંદર મિનિટે જે કોઈ માણસ આ ગલીમાંથી પસાર થાય તેને સંકોચ રાખ્યા વગર મારી મૂંઝવણની વાત કરવી. કેટલીક વારે એક સજ્જન ત્યાંથી પસાર થયા. મેં તેમને વાત કરી. તેમણે દરવાજો હડસેલી જોયો. બારણા ઉપર ટકોરા માર્યા. પછી કહ્યું, “બારણું લૉક છે. કોઈએ ભૂલથી અંદરથી લૉક કરી નાખ્યું છે. હોટેલનો દરવાજો તો ખુલ્લો જ હોવો જોઈએ. દરવાજો બંધ રાખવાનો હોય તો હોટેલવાળાએ તમને સૂચના આપવી જોઈએ. આપી છે તમને કંઈ સૂચના ?” “ના, મને કંઈ સૂચના આપી નથી.” “તો એ હોટેલવાળાની ભૂલ કહેવાય. હવે બીજો કંઈ રસ્તો નથી. તમારે પોલીસને ખબર આપવી જોઈએ.” એમ કહી તે ચાલતા થયા. પોલીસને ખબર આપવી કે નહિ અને આપવી તો ક્યાં, કેવી રીતે અને તેનું શું પરિણામ આવે એ બધા પ્રશ્ન મારી મૂંઝવણ તો ઊલટાની વધી. પણ નક્કી કર્યું કે પોલીસમાં તો ખબર આપવી જ નથી. મને અજાણ્યાને એ બધી વિધિ આવડે નહિ. બીજા ઉપાયો અને વિકલ્પોનો વિચાર કરતો કરતો ઑક્સફર્ડ સ્ટ્રીટના નાકા સુધી આંટો મારી ફરી પાછો દરવાજા પાસે આવીને શાંતિથી ઊભો રહ્યો. થોડી થોડી વારે તે ખખડાવતો ગયો. એવામાં ગલીને નાકે કોઈક સજ્જન આવતા દેખાયા. પાસે આવ્યા એટલે મેં એમને મારી મૂંઝવણની વાત કરી. એમણે કહ્યું, “આવી નાની હોટેલો રાતને Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૩ મધરાતે મૂંઝવણ વખતે દ૨વાજો બંધ રાખતી હોય તો દરવાજાની ચાવી તમને આપવી જોઈએ.'’ “મને ચોક્કસ ખબર છે કે દરવાજાની ચાવી મને આપવામાં આવી નથી.’ “તો તમને બીજી કંઈ સૂચના આપવામાં આવી છે ?” “ના, કશી જ નહિ. માત્ર મને એટલું કહેવામાં આવ્યું કે રાત્રે દસ વાગ્યા પછી રિસેપ્શનિસ્ટનું કાઉન્ટર બંધ થઈ જાય છે માટે રાતને વખતે બહાર જતી વખતે રૂમની ચાવી મારે મારી પાસે રાખવી.’ “ક્યાં છે એ ચાવી ?’’ મેં ખીસામાંથી ચાવી કાઢી. એમણે કહ્યું, “કદાચ રૂમની ચાવીથી જ દરવાજો ખૂલતો હશે.'' એમણે તો ચાવી લગાડી અને તરત દરવાજો ખૂલ્યો. હું તો આશ્ચર્યચકિત થઈ ગયો. મૂંઝવણનો અચાનક અંત આવ્યો. મેં એ સજ્જનનો ખૂબ ખૂબ આભાર માન્યો. હોટેલમાં દાખલ થઈ મેં તરત ઓવરકોટ ઉતાર્યો. ઊભાં ઊભાં પગ તો દુખી ગયા હતા, પણ વજનદાર ઓવરકોટ પહેરીને ખભા પણ દુખી ગયા હતા. હું રૂમમાં દાખલ થયો. પલંગમાં સૂતો. પણ ઊંઘ ક્યાંથી આવે ? ન્યૂયૉર્કના ટાઇમ-ડિફરન્સને લીધે ઊંઘ નહિ આવતી હોય એ કારણ કદાચ હશે, પણ એથી વિશેષ કારણ તો આખી ઘટનાનું નાટક વારંવાર નજર સામે ભજવાયા કર્યું તે હતું. Page #105 -------------------------------------------------------------------------- ________________ પાસાન-હામનો ધોધ પેસિફિક મહાસાગરમાં ફિલિપાઇન્સ એ બાર મુખ્ય ટાપુઓ અને બીજા સેંકડો નાના નાના ટાપુઓ (કુલ ૭૧૦૭ ટાપુઓ)નો બનેલો ખેતીપ્રધાન દેશ છે. સ્પેનિશ લોકોએ ત્યાં લગભગ ચારસો વર્ષ રાજ્ય ક્યું. પછી આવ્યા અમેરિકનો. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાને તેનો કબજો લીધો. અમેરિકાએ તે છોડાવ્યો. ત્યાર પછી ફિલિપાઈન્સ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું છે. ફિલિપાઇન્સની પ્રજા એકંદરે ગરીબ છે. મુખ્યત્વે તે પ્રિસ્તી ધર્મ પાળે છે. ફિલિપાઇન્સમાં આઠ જુદી જુદી ભાષાઓ બોલાય છે, જેમાં તગલોગ મુખ્ય છે. એની રાષ્ટ્રભાષા ફિલિપિનો છે. માતૃભાષા અને રાષ્ટ્રભાષા ઉપરાંત ઘણા લોકો અંગ્રેજી પણ સારી રીતે જાણે છે. ફિલિપાઈન્સનું હવા ખાવાનું સુપ્રસિદ્ધ સ્થળ તે બાગિયો છે. લગભગ છ હજાર ફૂટની ઊંચાઈએ તે આવેલું છે. મારા ભાઈ ભરતભાઈ સાથે હું ત્યાં ગયો હતો. ત્યાં બે દિવસ અમે હયફય. હવે અમારો કાર્યક્રમ મોટરરસ્ત મનિલા જઈ પાગ્યાન-જાન-હામ(અથવા પામ્સાન-હામ)નો ધોધ જોવા જવાનો હતો. ફિલિપાઈન્સમાં આવેલા આ પ્રપાતનું દર્શન એ પ્રવાસીઓ માટે અનેરું આકર્ષણ ગણાય છે. મનિલા પહોંચી અમે એક ટૂરિસ્ટ કંપનીની ટૂરમાં તે માટે નામ નોંધાવી દીધાં. એના દર થોડા મોંઘા હતા, પરંતુ હોટેલમાંથી અમને લઈ જાય અને હોટેલમાં પાછાં પહોંચાડે ત્યાં સુધીની બધી વ્યવસ્થા ટૂરિસ્ટ કંપનીની હતી. એમાં ચા-નાસ્તો, બપોરનું ખાણું, હોડીભાડું, ટિપ વગેરેના પૈસા પણ આવી જતા હતા. પાગ્યાન-હામનો ધોધ જોવા માટે સવારે નીકળીએ તો સાંજે હોટેલ ઉપર સમયસર પાછા આવી પહોંચાય. મનિલાથી આસરે સિત્તર કિલોમીટરનું અંતર છે. નિશ્ચિત સમયે અમને તેડવા માટે બસ આવી પહોંચી. યુરોપિયન, અમેરિકન, ચીની, જાપાની, મલેશિયન વગેરે લગભગ પચ્ચીસેક પ્રવાસીઓ અમે હતા. મનિલા શહેર છોડી અમારી બસ એક્સપ્રેસ રસ્તા ઉપર આવી પહોંચી. ફિલિપાઈન્સ જેવા નાના દેશે પણ પોતાના ગજા પ્રમાણે, યુરોપ અને Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૫ પાસ્સાન-હામનો ધોધ અમેરિકાની જેમ, વાહનો માટે પચાસ કે સો કિલોમીટર જેટલા લાંબા આવા થોડાક એક્સપ્રેસ રસ્તાઓ બનાવ્યા છે. કેટલીક વારે અમારી એક્સપ્રેસ રસ્તો છોડી નાનકડાં ગામડાંઓના સાંકડા રસ્તાઓમાંથી પસાર થવા લાગી. ખુલ્લા આકાશ નીચે નાનાં નાનાં ઝૂંપડાઓ, નાળિયેરીનાં વૃક્ષો અને ચોખાનાં ખેતરો વાળો આ હરિયાળો પ્રદેશ આપણા ગોવા કે કેરાલાના એવા ગ્રામપ્રદેશની યાદ અપાવે. અમારી બસ એક નદી પાસે આવી પહોંચી. ત્યાં કિનારા ઉપર એક મોટી પણ ગામઠી લાગે એવી હોટેલ હતી. અમારા ગાઈડે કહ્યું, “અહીં નદીમાં હોડીમાં બેસી ધોધ સુધી તમારે જવાનું છે. તમે સૌ ચા-પાણી લઈને જઈ શકો છો. તમે પાછા આવશો ત્યારે ભોજન તૈયાર હશે. હોડીનો ચાર્જ અમે ભરી દીધો છે. પરંતુ હોડીવાળાને તમારે દસ પેસો [ફિલિપાઇન્સનું ચલણ ; એક પૈસો (Peso) એટલે આપણો લગભગ એક રૂપિયો ટિપ આપવાની રહેશે. અહીંનો એ ધારો છે.” આ સાંભળતાં જ અમારામાંના થોડાક પ્રવાસીઓએ કચવાટ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “ટિપના આટલા બધા પૈસા હોય ? વળી અમે ટૂરના પૈસા પૂરા ભર્યા છે. એમાં ટિપના પૈસા પણ આવી જાય છે. અમારે જો એ જુદા આપવાના હોય તો તમારે અમને પહેલેથી કહેવું જોઈતું હતું.” અમારી સાથે આવેલા એક ચીની પ્રવાસીએ તો ટિપ આપવાનો બેધડક ઈન્કાર કરી દીધો. ટિપની રકમ નાની ન હતી એટલે જ આ રકઝક થઈ. છેવટે ગાઈડે કહ્યું, “ભલે, તમને ઠીક લાગે તો આપજો; નહિ તો હું તેની વ્યવસ્થા કરી લઈશ.” વળી ગાઈડે કહ્યું, “ધોધ સુધી જવામાં કપડાં ભીંજાઈ જાય છે, માટે ઓછામાં ઓછાં કપડાં પહેરીને જજો. પાછાં ફરતાં ભીના કપડે તમારે બસનો પ્રવાસ કરવો ન પડે એટલા માટે આ સૂચના છે. જરૂર લાગે તો અહીં હોટેલમાં સ્વિમિંગ કૉટ્યૂમ ભાડે મળે છે. તે લઈ શકો છો. તમારી ઘડિયાળ હોટેલના લૉકરમાં મૂકીને જજો. તમારા કૅમેરા માટે હોટેલ તરફથી તમને પ્લાસ્ટિકની કોથળી આપવામાં આવશે. એ જરૂર લેજો, નહિ તો તમારો કેમેરા ભીંજાઈ જશે.” હોટેલમાં કપડાં બદલવા માટે જુદા મોટા ઓરડા હતા. ત્યાં કપડાં માટે અને ઘડિયાળ, પૈસા વગેરેનું જોખમ રાખવા માટે લૉકરની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી હતી. વળી ત્યાં મદદ કરવા માટે નોકરો ઊભેલા હતા. Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રવાસીઓ વા કે પરિડમાં તે ૮૬ પાસપોર્ટની પાંખે અમને પહેલેથી ખબર હતી એટલે અમે અમારું પોતાનું સ્વિમિંગ કોમ્યુમ સાથે લઈ લીધું હતું. તે પહેરીને અમે ચાલ્યાં. ઉઘાડા શરીરે, ઉઘાડા પગે અમે થોડાં પગથિયાં ઊતરી નદીના કિનારે ગયાં. અમારામાંનાં કેટલાંકને નદીનો શાંત પ્રવાહ જોઈ બૂટ કે કપડાં કાઢવાનું ઠીક ન લાગ્યું. કેટલાંકે હાથે ઘડિયાળ પણ પહેરી રાખી, વૉટરપ્રૂફ છે અમે કહીને. કોઈકને કેમેરા માટે પ્લાસ્ટિકની કોથળી લેવામાં વધારે પડતી ચીકાશ લાગી. - નદીકિનારે રંગબેરંગી ચટાપટાવાળી સો-સવાસો ખાલી હોડીઓ પાણીમાં હારબંધ ઊભેલી હતી. એક પછી એક હોડી પગથિયાં પાસે આવે એટલે બે અથવા વધુમાં વધુ ત્રણ પ્રવાસીઓને એમાં બેસાડવામાં આવતાં. સ્ત્રીઓને જુદી હોડીમાં બેસાડવામાં આવતી, સિવાય કે પતિ-પત્ની સાથે જવા ઇચ્છતાં હોય. જાડાપાતળાને લક્ષમાં રાખીને બેસાડાતાં, જેથી હોડીમાં ભાર વધી ન જાય. હોડી ભરાય કે તરત ચાલે. હું અને મારા ભાઈ ભરતભાઈ એક હોડીમાં બેઠા. અમારી સાથે પેલા ચીની સજ્જનને બેસાડવામાં આવ્યા. તેમણે પોતાનાં કપડાં પહેરી રાખ્યાં હતાં. હોડી છીછરી, સાંકડી અને સપાટ હતી. તેમાં કોઈ બેઠકો કરવામાં આવી નહોતી. હોડીના બંને છેડે એક એક નાવિક હતો. વચમાં નીચે અમારે બેસવાનું હતું, પણ બહુ વિચિત્ર રીતે દરેક બેસનારે પોતાના બેય પગ પહોળા કરી હોડીની બંને બાજુએ અડે એ રીતે આખા લાંબા કરવાના હતા, જાણે વ્યાયામના વર્ગમાં અમે દાખલ થયા. બીજા માણસે પણ એ રીતે પહોળા પગ રાખીને પહેલા માણસના ખોળામાં જાણે બેઠા હોય તેટલા અડોઅડ બેસવાનું હતું. એ જ રીતે ત્રીજા માણસે પણ. અમારી હોડી પાણીમાં સરકવા લાગી. વાતાવરણ શીતલ અને ખુશનુમા હતું, પણ નાવિકો ઘડીએ ઘડીએ સરખા ન બેસવા માટે અમારા પર ચિડાતા. પ્રકૃતિસૌન્દર્ય નિહાળતાં આનંદ થતો હતો, પણ અમારાં શરીર થોડી વારમાં જ અકળાવા લાગ્યાં હતાં. જકડાયેલા જમણા પગને જરાક આરામ આપવા મેં ઘૂંટણથી સહેજ ઊંચો કર્યો. એટલામાં હોડી હાલકડોલક - થઈ, એક બાજુ નમી પડી. અંદર થોડું પાણી ભરાઈ ગયું. અમારા કોંગ્રૂમ ભીંજાયાં. અમે હોડીવાળા ઉપર ચિડાયા. તે અમારા ઉપર ચિડાયો. તેની ભાંગીતૂટી અંગ્રેજી પરથી અમને સમજાયું કે વાંક મારો જ હતો. પગ ઊંચો કરવાને લીધે જ હોડીએ સમતોલપણું ગુમાવ્યું હતું. બંને હોડીવાળાએ હોડીમાં ભરાયેલું પાણી હલેસાં વડે ઘડીકમાં ઉલેચી કાઢ્યું. રોજના મહાવરાને લીધે જ આટલી બધી તેમની ઝડપ હતી. શરૂઆતમાં અમને થયું કે હોડીવાળો ખોટો ચિડાયા કરે છે, પરંતુ હવે અમને ખાતરી થઈ કે એક પણ પ્રવાસી પોતાનો Page #108 -------------------------------------------------------------------------- ________________ પાગ્માન-હામનો ધોધ ८७ પગ સહેજ પણ ઊંચો કરે તો તરત જ હોડી એક બાજુ નમી પડતી; હોડીમાં પાણી ભરાઈ જતું અને ડૂબી જવાનું જોખમ ઊભું થતું. પછીથી તો અમને થયું કે ભલે ફાવે નહિ અને અકળાઈ જવાય તોપણ પગ સીધા રાખવામાં જ અમારી સલામતી હતી. નદીમાં સામે પ્રવાહે અમારી હોડી. ચાલતી હતી, એટલે નાવિકો જોરજોરથી હલેસાં મારતા હતા. જેમ જેમ અમે આગળ ગયા તેમ તેમ નદીનો પ્રવાહ સાંકડો થતો ગયો. બંને કિનારે ઊંચી ભેખડો આવવા લાગી. નદીનાં પાણી છીછરાં થતાં ગયાં. અમે સામે નજર કરી તો દેખાયું કે નદીનો પ્રવાહ વચ્ચે થઈને ધસમસતો વહેતો આવતો હતો. અમે માન્યું કે હવે પગે ચાલીને જવાનું હશે, કારણ કે ખડકો વચ્ચેથી હોડી ચાલી શકે એવો સંભવ નહોતો. પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે હોડી ખડકો વચ્ચેથી જલમાર્ગ ક૨તી વાંકીચૂંકી ચાલવા લાગી. નદીના છીછરા અને સાંકડા પટમાં હોડી હંકારવાની હોડીવાળાની કળા કંઈક અનોખી જ હતી. બંને નાવિકો એકબીજાને સૂચના આપતા જાય અને તે પ્રમાણે હોડી ક્ષણે ક્ષણે વળાંક લેતી જાય. હોડી જે બાજુ જરાક નમે કે તરત તે બાજુનો નાવિક પાણીમાં કૂદી પડે અને હાથ વડે હોડીને સીધી કરે. કમર કે ઘૂંટણ સુધી છીછરું પાણી હોય એટલે પાણીમાં કૂદી પડવાનું તેને ફાવે. કઈ જગ્યાએ પાણી કેટલું ઊંડું હશે તેના તેઓ જાણકાર હતા. કેટલીક વખત નાવિકોએક ક્ષણમાં પાણીમાં પડે, અને બીજી ક્ષણે તો હોડીમાં પાછા આવી ગયા હોય. ક્યારેક પાછા આવતાંની સાથે જરૂર પડે તો તરત બીજી બાજુ કૂદી પડ્યા હોય. કોઈક વખત હોડીને વળાંક આપવા કે ભટકાતી અટકાવવા ઊભા ઊભા એક પગ બહાર લંબાવી પાસે આવેલા ખડક ઉપર ટેકવે. કોઈ વખત હલેસું હાથમાં ઊંધું પકડી એનો દાંડો ખડક ઉપર ટેકવી એની સહાયથી હોડીને ધક્કો મારે. કોઈક વખત તેઓ હોડીની કિનાર ઉપર એક છેડેથી બીજે છેડે દોડી જતા. આ તેમની ક્રિયા એટલી ઝડપથી બનતી કે જાણે તેઓ દોરડા ઉપર નટનો ખેલ ન કરી રહ્યા હોય ! કોઈ વખત જાણે તેઓ નર્તન કરી રહ્યા હોય તેવા ભાસતા. કોઈક વખત આપણી નજર સામે જાણે સંતાકૂકડી રમી રહ્યા હોય એટલી ઝડપથી એક બાજુથી બીજી બાજુ તેઓ કૂદી જતા. જેમ જેમ અમે આગળ ગયા તેમ તેમ થોડે થોડે અંતરે હોડીને ઊંચે ચઢાવવાનું પણ બનતું. પાછળનો નાવિક નીચે પાણીમાં કૂદી પડી નાવને ઊંચી કરતો. જ્યાં ચઢાણ વધારે પડતું હોય ત્યાં અને હોડી પોતાની મેળે ચઢી શકે Page #109 -------------------------------------------------------------------------- ________________ ८८ પાસપૉર્ટની પાંખે એમ ન હોય એવી જગ્યાએ ઝાડનું એકાદ થડ કે મોટો પથ્થર કે જાડો સળિયો પાણીમાં આડો રાખવામાં આવ્યો હતો. એથી વેગથી આવતી હોડી અડધી એના ઉપર ચઢી જતી અને તત્ક્ષણ પાછળનો નાવિક પાણીમાં કૂદી પડીને બાકીની હોડીને આગળ જોરથી હડસેલી દેતો. આ કષ્ટભર્યું કાર્ય ઘડીકમાં તેઓ કરી લેતા. ક્યારેક હોડી પાછી પણ પડી જતી તો ફરી પાછો ધક્કો મરાતો. આવા સાંકડા અને પથરાળ જળમાર્ગમાં પણ જુદી જુદી હોડીઓ વચ્ચે આગળ નીકળી જવા માટે તીવ્ર સ્પર્ધા, રકઝક કે તકરારો પણ થતી. બીજાનું જે થવાનું હોય તે થાય, પણ પોતાની હોડીને આગળ કાઢી લેવા માટે વખતોવખત તેમની વચ્ચે સાઘૂસી થતી. વિકાસશીલ દેશોની ગરીબ પ્રજાની આ લાક્ષણિક ટેવની આપણને નવાઈ ન લાગે, પણ યુરોપ-અમેરિકાના પ્રવાસીઓને તો જરૂર લાગે. વધુ ફેરા કરી વધુ કમાવા માટેની આ વ્યવસાયી સ્પર્ધા હતી. ક્યારે આપણને ડર લાગે કે સામેથી બેફામ ધસી આવતી હોડી સાથે આપણી હોડી જોરથી ભટકાશે અને આપણે પાણીમાં ગબડી પડીશું. પરંતુ તેવે વખતે હોડીવાળાની સમયસૂચકતા દેખાઈ આવતી. તેઓ હોડીને આગળપાછળ એવી રીતે વળાંક આપી દેતા કે હોડીઓ ભટકાતી રહી જતી. સલામતી તરીકે આપણા પોતાના હાથ બેય બાજુ બહાર ન રાખતાં અંદર રાખવા પડતા. સમતુલા જાળવવા માટે પણ હોડીની બંને કિના૨ અંદરની બાજુથી પકડવી પડતી. હોડીની સફર આ રીતે સતત અધ્ધર શ્વાસે થતી હતી. અમારાં શરીર તો ક્યારનાંય આખાં ભીંજાઈ ગયાં હતાં. અમારા સહપ્રવાસી ચીની સજ્જનનાં તો બધાં જ કપડાં ભીંજાઈ ગયાં હતાં. તેમણે ઘડિયાળ કાઢી ખીસામાં મૂકી દીધી હતી. તેમને ગાઇડની સૂચના હવે સમજાઈ હતી. અમે જેમ જેમ આગળ જતા ગયા તેમ તેમ બંને બાજુ વધુ ઊંચી ભેખડો આવતી ગઈ. આગળ જતાં તો તે ભેખડો પાંચસોથી હજાર ફૂટ ઊંચી હતી. વળાંકોને લીધે તો કોઈક સ્થળે જાણે કોઈ ઊંડા અંધારા કૂવામાં આપણે ઊતર્યા હોઈએ તેવું લાગે. સીધી ઊંચે નજર કરીએ તો આકાશનો નાનકડો ટુકડો દેખાય. લગભગ દોઢેક કલાકે અમે ધોધ પાસે પહોંચ્યાં. અહીં અમને હોડીમાંથી ઊતરી જવાનું કહેવાયું. સેંકડો પ્રવાસીઓ ત્યાં એકત્ર થયા. એ બધાંને લાવનાર હોડીઓ ત્યાં જમા થઈ હતી. થોડી થોડી વારે કેટલીક હોડીઓ આવતી અને કેટલીક વિદાય લેતી. Page #110 -------------------------------------------------------------------------- ________________ પાસાન-હામનો ધોધ te પાગ્યાન-હામનો ધોધ લગભગ બસો ફૂટ ઊંચેથી જોરથી પડતો હતો. ધોધની નીચે તળાવ જેવી રચના થઈ ગઈ હતી. એમાં મોટો તરાપો ફેરવવામાં આવતો. જે પ્રવાસીઓને બરાબર ધોધની નીચે જવું હોય તેઓને આ તરાપામાં બેસાડીને લઈ જવામાં આવતા. તેના જુદા પૈસા આપવાના નહોતા. ખાલી જૂનાં પીપ અને મોટરનાં હવાભરેલાં જૂનાં ટાયો વડે બનાવેલો આ ગામઠી તરાપો હતો. એકસાથે દસેક પ્રવાસીઓને તેમાં બેસાડવામાં આવતા. તળાવમાં બરાબર વચ્ચેથી પસાર થાય એવી રીતે જાડું મજબૂત દોરડું ઊંચે બાંધવામાં આવ્યું હતું તે પકડીને અને વાંસડાના હડસેલાથી તરાપાવાળા ઠેઠ ધોધ નીચે તરાપો પહોંચાડતા. ધોધના પાણીની બરાબર બાજુમાંથી અમારો તરાપો પસાર થયો. પાણીના શીકરોમાં ભીંજાવાની અમને, મજા પડી, પરંતુ ક્ષણવારમાં અમારી મજા નીકળી ગઈ. ધોધમાર પડતાં ધોધનાં પાણી પવનના જોરને કારણે આવાંપાછાં પડતાં હતાં. અમારો તરાપો ધોધની વધુ નજીક આવ્યો ત્યારે અમારા ઉપર ઠંડું પાણી એટલા વેગથી સતત પડતું રહ્યું કે અમને તે ધડાધડ વાગવા માંડ્યું. શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. ગૂંગળામણ થવા લાગી. બધાંના શ્વાસ અધ્ધર થઈ ગયા. પાણી એટલું સતત પડતું હતું કે શ્વાસ લેવા માટે ઘડીએ ઘડીએ મોઢું ખોલવું પડતું. અમારા તરાપામાં આવેલી એક અમેરિકન યુવતીએ તો ગભરાઈને ચીસો પાડવા માંડી. પણ ધોધના પાણીના અવાજમાં એ ચીસો પણ દબાઈ ગઈ. આ એક સાહસિક અને જોખમી અનુભવ હતો. અમને થયું કે કાચાપોચા માણસનું અહીં કામ નહિ. અલબત્ત, તરાપાવાળા ઘણા ચાલાક અને કુનેહવાળા હતા. તેઓ દર પંદર મિનિટે ધોધ પાસેથી ચક્કર મારતા. આ તેમનો રોજનો વ્યવસાય હતો. એટલે તેમને તો બીફ હોય જ શી ? ધોધ પાસેથી તરાપો પસાર થાય ત્યારે ઉપરથી પડતા પાણીનો વેગ અને જથ્થો કોઈ વખત ઘણો વધારે હોય તો તેઓ પ્રવાસીની આડે ઊભા રહી ધોધનો માર પોતે ઝીલી લેતા. પ્રપાતનાં પડતાં પાણીમાં સ્નાન કરવાનો સાહસિક અને રોમાંચક અનુભવ કરી અમે પાછાં ફર્યાં. હોડીવાળાઓએ અમને બોલાવીને પોતાની હોડીમાં બેસાડ્યાં. હવે હોડીનું કામ સરળ હતું. નદીનાં પાણી નીચે વહેતાં જતાં હતાં. વહેણની સાથે હોડી સરકતી હતી. નાવિકોનો શ્રમ માત્ર ખડકો વચ્ચે હોડીને વળાંકો આપવાનો રહેતો. થોડી વારમાં તો અમે નદીના પહોળા પટમાં આવી Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૦ પાસપોર્ટની પાંખે પહોંચ્યાં. પ્રકૃતિસૌન્દર્યનો આનંદ તો હતો જ. તેમાં વળી અમે રાહતનો પણ આનંદ અનુભવ્યો. સૂર્યના પ્રકાશમાં અમારાં ભીનાં શરીર સુકાઈ ગયો. હોટેલ પાસેના કિનારે અમે ઊતર્યા. અમારાં શરીર જકડાઈ ગયાં હતાં બેઠાં બેઠાં. હોડીવાળાના શરીરમાં હજુ સ્કૂર્તિ હતી. બીજો ફેરો કરવાની અને નવા ઘરાકોને લઈ જવાની ઉત્સુકતા તેમની આંખોમાં વરતાતી હતી. રોજેરોજ - આવું પરિશ્રમભરેલું કામ કરનારાઓની તાસીર જ જુદી હતી. એમના ચહેરા ઉપર સતત વ્યગ્રતાની પાકી રેખાઓ અંકિત થઈ ગઈ હતી. એમના પગ રાંટા થઈ ગયા હતા. પગના ગોટલા કઠણ બની ગયા હતા. પગનાં તળિયાં પાણીની નીચેના વાંકાચૂંકા પથ્થરો પર ભાર દઈને ચાલવાથી સપાટ થઈ ગયાં હતાં. પગનાં તળિયાની ધોળી રેખા સતત પાણીમાં રહેવાને લીધે વધુ ઊંચી આવી હતી. સૂર્યના તાપને લીધે એમનાં ઉઘાડાં શરીર કાળાં પડી ગયાં હતાં. હોડીમાંથી અમે ઊતર્યા એટલે બંને નાવિકોએ બક્ષિસ માટે સલામ કરી. પરંતુ અમે ખુલાસો કરીએ તે પહેલાં એમણે જ કહ્યું, “આપ કપડાં પહેરીને અને પૈસા લઈને આવો ત્યાં સુધી અમે રાહ જોઈએ છીએ.” અમે કપડાં પહેરી નાવિકો પાસે આવ્યાં. પેટને ખાતર તેમની કાળી મજૂરી જોઈને અમે ગાઇડે કહી તેથી બમણી બક્ષિસ આપી. પેલા ચીની સજ્જનથી પણ વધુ બક્ષિસ આપ્યા વિના રહેવાયું નહિ. Page #112 -------------------------------------------------------------------------- ________________ મોધી શૌચક્રિયા હોલેન્ડમાં રોટરડામ શહેરમાં “યુરો માસ્ટ’ જોઈને અમે પાંચ જણ એક રેસ્ટોરાંમાં ચાપાણી માટે ગયાં. ઑર્ડર આપી અમે બેઠાં હતાં. થોડે દૂર ટોયલેટનું પાટિયું વંચાતું હતું. અમે સવારના પહેલાં નીકળ્યાં હતાં, એટલે ચાપાણી આવે ત્યાં સુધીમાં બાથરૂમ જવાનું કામ પતાવવા વિચાર્યું. અમે ગયાં. બાથરૂમમાંથી બહાર નીકળી અમે પાછાં ફરતાં હતાં ત્યાં વેઇટર જેવી એક યુવતી અમારી પાસે આવી પહોંચી. ટૉયલેટનો ઉપયોગ કરવાના એણે પૈસા માગ્યા. એક બૉર્ડ તરફ આંગળી કરી એણે ટૉયલેટનો ભાવ લખેલો અમને વંચાવ્યો. પૈસા આપવા પડ્યા. અમે જોયું કે ટૉયલેટમાં જતી વખતે એ બૉર્ડ દેખાતું નહોતું, પરંતુ પાછા ફરીએ ત્યારે તેના પર નજર પડતી હતી. બોર્ડ હેતુપૂર્વક એવી રીતે રાખવામાં આવ્યું છે અને ભાવ બીજે કરતાં વધારે રખાયો છે તેની ખાતરી થઈ. પૈસા મેળવવા માટે પણ કેવી યુક્તિ લડાવવામાં આવે છે તેનો પરિચય થયો. મારા માટે આવો અનુભવ નવો ન હતો. એક વખત ફ્રેન્કફર્ટના એરપોર્ટ ઉપર “જેન્ટસનું પાટિયું વાંચી લઘુશંકા માટે હું દાખલ થયો. ટૉયલેટ માટે યુરોપમાં પૈસા આપવા પડે છે એની ખબર હતી, એટલે પૈસાની સૂચના ક્યાંય મૂકી નથી એની ખાતરી કરીને હું અંદર દાખલ થયો હતો. બહાર આવ્યો ત્યારે એક ખૂણામાં એક કદાવર બાઈ બેઠી હતી. એના ટેબલ ઉપર એક પાટિયું ઝીણા અક્ષરે લખેલું હતું. મને બહાર નીકળતો જોઈ તરત એણે મને તે પાટિયું વંચાવ્યું. તેમાં લખેલા દર પ્રમાણે બાથરૂમ જવાના પૈસા આપવા પડ્યા. પૈસા આપી હું હાથ ધોવા ગયો. હાથ ધોઈને જેવો આગળ વધું કે તરત એ બાઈએ ફરી મને અટકાવ્યો. હાથ ધોવાના જુદા પૈસા માગ્યા. ફરી એણે પોતાનું પાટિયું ઊંધું કરીને બીજી બાજુ લખેલું મને વિંચાવ્યું. તેમાં હાથ ધોવાનો ભાવ પણ લખેલો હતો. યુરોપમાં સામાન્ય રીતે એરપોર્ટ ઉપર, રેલવે સ્ટેશન કે રેસ્ટોરાંમાં ટૉયલેટના પૈસા લેવામાં આવતા નથી, પરંતુ કેટલાંક શહેરોમાં હવે ઍરપૉર્ટ ઉપર પૈસા લેવાનું શરૂ થયું છે. અલબત્ત, રેસ્ટોરાંમાં પણ ટૉયલેટના પૈસા લેવાય છે એવો અનુભવ રોટરડામમાં પહેલી વાર થયો. Page #113 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે ઇંગ્લૅન્ડમાં, અમેરિકામાં, જાપાનમાં અને બીજા ઘણા દેશોમાં ટૉયલેટના પૈસા જાહેર સ્થળોમાં લેવાતા નથી, પરંતુ યુરોપના ઘણાખરા દેશોમાં જાહેર સ્થળોમાં પણ પૈસા લેવાનું કેટલાક સમયથી શરૂ થયું છે. કોઈ કોઈ સ્થળે રેલવેસ્ટેશન, ઍરપૉર્ટ, રેસ્ટોરાં કે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં પૈસા લેવાતા નથી. યુરોપમાં જીવનધોરણ ઘણું મોંઘું બનતું જાય છે અને નિભાવખર્ચ એટલો વધતો જાય છે કે કુદરતી હાજતને માટે લોકો પાસેથી પૈસા પડાવવાનું ત્યાંની પ્રજાને અને સરકારને સૂઝ્યું છે. તે માટેનો દર પણ ભારતની અપેક્ષાએ ઘણો ઊંચો લાગે. તેમાં પણ પ્રવાસ માટે વિદેશી ચલણ ઓછું હોય તો શૌચક્રિયા માટે આ ખર્ચ બિનજરૂરી લાગે અને ક્યાંક ફસાઈને પૈસા આપવા પડે તો તેનો અફસોસ પણ થાય. ૯૨ અમે યુરોપમાં પંદર દિવસ ફર્યાં, પરંતુ રોટરડામમાં પાઠ શીખ્યા પછી ચોકસાઈ કર્યા વિના ટૉયલેટમાં ન જવાની ટેવ પડી ગઈ. એટલું જ નહિ પણ એકસાથે બધાંએ ન જવું પણ પહેલી વ્યક્તિ પાછી આવ્યા પછી નક્કી થાય કે પૈસા પડાવવા માટે કોઈ યુક્તિ ગોઠવાઈ નથી તો તે પછી બીજાએ જવું એમ નક્કી કર્યું. યુરોપમાં કેટલાંક જાહેર સ્થળોમાં ટૉયલેટના પૈસા ઉધરાવવા માટે માણસો નથી હોતા. જ્યાં માણસોનો પગાર પણ મોંઘો પડે તેવે સ્થળે ટૉયલેટના દરવાજા એવી રીતે બનાવવામાં આવ્યા હોય છે કે અંદર પૈસા નાખો તો જ તે દરવાજો ઊઘડે અને બહાર નીકળો ત્યારે સ્પ્રિંગ વડે દરવાજો પોતાની મેળે બંધ થઈ જાય. કેટલેક સ્થળે આવી વ્યવસ્થાનો પણ ત્યાંની જ પ્રજા ગેરલાભ ઉઠાવે છે. એક સ્થળે શાળાના વિદ્યાર્થીઓના એક પ્રવાસી જૂથના શિક્ષકે અમને કહ્યું, “અમે તો એક જ વખત ટૉયલેટમાં પૈસા નાખીએ. દરવાજો ખૂલ્યા પછી એ દરવાજો અમે બંધ થવા ન દઈએ. એક વિદ્યાર્થી એ પકડી ઊભો રહે. વારાફરતી બધા જ વિદ્યાર્થીઓ જઈ આવે. નાનાં છોકરાંઓને શરમ શી ?'' ટૉયલેટના પૈસા આપવા એ ત્યાંના સ્થાનિક લોકોને પણ ન ગમતી વાત છે એ ઘણે સ્થળે જોવા મળ્યું છે. પશ્ચિમના દેશોમાં શૌચક્રિયા તો મોંઘી થતી જાય છે. પરંતુ કેટલાંક રેસ્ટોરાંમાં તપાસ કર્યા વિના પીવાનું પાણી મંગાવીએ તો પૈસા પણ બિલમાં લખાઈને આવે છે. હવે હવાનો પણ વારો આવે તો નવાઈ નહિ ! Page #114 -------------------------------------------------------------------------- ________________ સેટ પોલી ડેન્માર્કના કોપનહેગનથી અમે જર્મનીમાં હેમ્બર્ગ પહોંચ્યાં. અમે લગભગ પાંત્રીસેક ભારતીય પ્રવાસીઓ હતાં. અમારામાંનાં કેટલાંક પંજાબનાં, કેટલાંક બંગાળનાં અને કેટલાંક દક્ષિણ ભારતનાં હતાં. ગુજરાતીઓ અમે ચારેક હતાં. અમારામાંનાં દક્ષિણ ભારતનાં પ્રવાસીઓ સૌથી વધુ શ્રીમંત હતાં. હેમ્બર્ગ અમારું વિમાન નિર્ધારિત સમય કરતાં મોડું પહોંચ્યું હતું. પરિણામે હેમ્બર્ગમાં અમને શહેરદર્શન માટે લઈ જનારી જર્મન ગાઈડ યુવતીને બે કલાક અમારી “હોટેલ એલ્ટોનામાં બેસી રહેવું પડ્યું હતું. અમે હોટેલમાં પહોંચ્યાં ત્યાં લન્ચનો સમય થઈ ગયો હતો, પરંતુ અમારામાંનાં ઘણાંખરાંએ એવું સૂચન કર્યું કે જો ફક્ત ચા-કૉફ લઈને આપણે તરત બસમાં બેસી જઈએ તો વધુ સમય ન બગડે અને નગરદર્શન માટે આપણને નિરાંત રહે. પરંતુ દક્ષિણ ભારતીય શ્રીમંત સ્ત્રી-પુરુષોએ લન્ચ લેવાનો આગ્રહ રાખ્યો, એટલે અમારે બીજા બે કલાક થોભવું પડ્યું. પરિણામે અમારો નગરદર્શનનો કાર્યક્રમ બે દિવસમાં વહેંચાઈ ગયો. અમારી બસ નગરદર્શન માટે ઊપડી. શહેરનાં યૂઝિયમ, યુનિવર્સિટી, ડોક વગેરે કેટલાંક સ્થળો બતાવીને અમારી બસ હેમ્બર્ગના સેટ પૌલી નામના મશહૂર વિસ્તારમાંથી પસાર થવા લાગી. અમારી ગાઈડે કહ્યું, “સંત પૉલ નામના સંત મહાત્માના પવિત્ર નામથી આ વિસ્તાર “મેંટ પૌલી તરીકે ઓળખાય છે, પણ હેમ્બર્ગનો આ સૌથી વધુ અપવિત્ર વિસ્તાર છે. તમે રસ્તાની બંને બાજુ નજર કરો એટલે ખાતરી થશે !' સેંટ પૌલી વિસ્તારના રીપરબહાન નામના ધોરી રસ્તાની બંને બાજુ નજર કરતાં થોડે થોડે અંતરે આવતી દુકાનો ઉપર નગ્ન સ્ત્રીઓનાં મોટાં મોટાં પોસ્ટરો લગાવેલાં નજરે પડ્યાં. વળી દુકાનોની બહાર સંખ્યાબંધ રંગીન શૃંગારી ફોટાઓ કાચના કબાટમાં લટકાવેલા દેખાતા હતા. Sex-Minoનાં, Pomoનાં Live-Showનાં સાઇનબોર્ડ દુકાનો ઉપર મોટા અક્ષરે લખેલાં વંચાતાં હતાં. અમારી ગાઈડે કહ્યું, “હેમ્બર્ગનો આ વિસ્તાર દુનિયાના આવા વિસ્તારોમાં સૌથી મોટો છે. હેમ્બર્ગ યુરોપનું એક મોટું અને જૂનું બંદર છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ८४ પાસપૉર્ટની પાંખે રોજ હજારો ખલાસીઓની અવરજવર અહીં થાય છે અને જ્યાં ખલાસીઓની અવરજવર બહુ હોય ત્યાં આવા વિસ્તારો પણ સ્વાભાવિક રીતે હોય. ડૉક પાસે આ વિસ્તાર સૈકાઓ પહેલાં ચાલુ થયેલો. વખતોવખત એને આધુનિક રૂપ અપાતું ગયું છે. અહીંનો વેશ્યાવાડો આખી દુનિયામાં સૌથી વધુ અદ્યતન અને ફેશનેબલ છે. એ જોવા રોજ હજારો પ્રવાસીઓ અહીં આવે છે.” વળી એણે કહ્યું, “આ વિસ્તાર નામચીન છે. રાતના એકલદોકલ ફરનાર પ્રવાસી અહીં લૂંટાઈ જાય છે. અહીં ફસાવવાના ધંધા પુષ્કળ ચાલે છે. અહીં નાઇટક્લબમાં જતાં બહુ સાવધ રહેજો. જર્મન છોકરીઓ બહુ જબરી અને આક્રમક સ્વભાવની હોય છે. તેઓ એસ્કોર્ટ તરીકે નાઇટક્લબમાં તમારી સાથે આવે તો તમારા ખર્ચે પુષ્કળ ટ્રિક્સ પી લે છે. એના ભાવ પણ વધારે હોય છે અને બિલ બનાવવાની બાબતમાં નાઈટક્લબમાં વેઈટરોની સ્મરણશક્તિ ઈરાદાપૂર્વક બહુ સારી હોતી નથી, એટલે ધાર્યા કરતાં બિલ બહુ મોટું આવે છે. ક્લબમાં જનાર એકલદોકલ પ્રવાસીનું ખીસું જ્યાં સુધી પૂરેપૂરું ખંખેરવામાં ન આવે ત્યાં સુધી તેને કોઈ બહાર નીકળવા દેતું નથી. કેટલીક ક્લબોમાં બહાર વસ્ત્રવિહીન યુવતીઓના આકર્ષક ફોટા મૂકવામાં આવ્યા હોય છે, પણ પ્રવેશ ફી આપીને તમે અંદર દાખલ થાવ ત્યારે ત્યાં નૃત્ય કરનાર નગ્ન યુવતીઓ નથી હોતી, ગુંડાઓ હોય છે જે તમને મારીને તમારું બધું પડાવી લે છે. અલબત્ત, આનો અર્થ એ નથી કે અહીંની બધી જ નાઇટક્લબો ખરાબ છે. કેટલીક ઘણી સારી પણ છે અને જોવા જેવી છે. તમે બધાં જો ગ્રુપ-બુકિંગ કરાવો તો મારે જયાં ઓળખાણ છે તે ક્લબમાં તમને પ્રવેશ-ક્ષમાં ડિસ્કાઉન્ટ અપાવી શકીશ. ત્યાં સિત્તેક માર્ક (જર્મન ચલણ) લે છે, પણ આપણી પાસેથી વ્યક્તિ દીઠ પચાસ માર્ક લેશે અને એક ડ્રિન્ક મફત આપશે. હું પોતે તમારી સાથે આવીશ અને તમને કંઈ તકલીફ ન પડે તે હું જોઈશ. તમારી ઇચ્છા હોય તો નક્કી કરજો. હું રાત્રે આઠ વાગે તમારા ફોનની રાહ જોઈશ. જેમને આવવું હોય તે પહેલાં વાળુ કરી લે. હોટેલથી આપણે ચાલતાં જઈશું, ફક્ત આઠ-દસ મિનિટનો રસ્તો છે.” * સેટ પૌલી અને નાઇટક્લબોની વાત આવી એટલે અમારામાં ખળભળાટ મચી ગયો. બસમાંથી ઊતરી હોટેલના લૉન્જમાં અમે બેઠાં ત્યારે પણ માંહોમાંહે આ જ ચર્ચા ચાલી. અમારા ગ્રુપનાં બધાં જ સ્ત્રીપુરુષો લગભગ પચાસની ઉપરની ઉંમરનાં હતાં. કેટલાક પુરુષો એકલા હતા, કેટલાક સજોડે હતા અને કેટલીક મહિલાઓ એકલી હતી. એકલા પુરુષોમાંથી છ-સાત પુરુષોએ તરત જ બેધડક પોતાનો નિર્ણય જાહેર કરી દીધો : “તમે Page #116 -------------------------------------------------------------------------- ________________ સેટ પોલી ગમે તે ચર્ચા કરો, અમે તો નાઈટક્લબમાં જવાના એટલે જવાના.” સજોડે - આવેલા કેટલાક પુરુષોને જવાની ઈચ્છા હતી, પરંતુ તેઓ ઝટ પોતાની ઈચ્છા વ્યક્ત કરતા નહોતા. કેટલીક મહિલાઓએ પોતાના પતિને કહી દીધું : “ખબરદાર છે, જો તમે નાઇટક્લબમાં ગયા તો !” મેં મારા નિયમ અનુસાર મારો મત બધાંને સ્પષ્ટ જણાવી દીધો : “મને આ કાર્યક્રમમાં રસ નથી. હું તેમાં આવવાનો નથી, માટે તમારા ગ્રુપમાં મારું નામ નોંધશો નહિ.” મદ્રાસથી આવેલી મહિલા ડોક્ટરે ઊંચા સ્વરે બધાને સંબોધીને કહ્યું, “પણ આ કાર્યક્રમમાં આપણે બધાંએ જવાની જરૂર શી છે ? આપણે બધાં મોટી ઉંમરનાં છીએ અને કેટલાકને તો છોકરાંને ઘરે છોકરાં છે. આપણે બધાંએ ભારતનું નામ બગાડવું છે ? આપણી ભારતીય સંસ્કૃતિનો તો જરા વિચાર કરો.” બીજી એકલી આવેલી એક મહિલા શિક્ષિકાએ મને વિનંતી કરતાં કહ્યું, “ડૉ. શાહ, તમે પ્રોફેસર છો; તમે બધાંને સમજાવો ને કે આ કાર્યક્રમમાં આપણે કોઈએ જવાની જરૂર નથી.” પછી એણે પોતે જ બધાની સામે ફરીને મોટેથી કહ્યું, “આપણે બધાં અત્યારે જ નક્કી કરીએ કે કોઈએ નાઇટક્લબમાં જવાનું નથી. આપણે આપણા ભારતની અને આપણી સંસ્કૃતિની સારી છાપ પાડવા આવ્યાં છીએ કે ખરાબ ? અમારા જેવી એકલી આવેલી મહિલા નાઇટક્લબમાં આવે તો કેવી સ્થિતિ થાય એનો તો જરા વિચાર કરો.” બીજી એક મહિલાએ એમાં સાદ પુરાવ્યો. પોતાના પતિ સાથે આવેલી કેટલીક મહિલાઓએ આ વાતને ઝીલી લીધી અને કોઈએ જવાનું નથી એવો પ્રબળ સૂર પ્રવર્તાવ્યો. સજોડે આવેલા પુરુષો તો બિચારા ચૂપ હતા. કેટલાકનો આગ્રહ હતો એટલે મેં પણ થોડાકને સમજાવ્યા અને મહિલાઓને મેં કહ્યું કે “તમે મક્કમ રહેશો તો આ બાબતમાં સફળ થશો.” અમે ડાઇનિંગ હૉલમાં જમવા ગયાં. અમારા ટુર-કન્ડક્ટરે દરેક ટેબલ પર ફરીને બધાનો છેવટનો જવાબ માગી લીધો. પેલા છસાત એકલા આવેલા પુરુષો સિવાય બધાંની ના આવી. એ પુરુષોએ કહ્યું કે પોતે એકલા પોતાની મેળે કોઈ પણ નાઇટક્લબમાં ચાલ્યા જશે, માટે ગાઈડ યુવતીને ટેલિફોન કરીને જણાવવાની કોઈ જરૂર નથી. જમીને અમે સૌ પોતપોતાની રૂમમાં ચાલ્યાં ગયાં. આખા દિવસના પ્રવાસનો થાક લાગ્યો હતો એટલે હું તો વહેલો ઊંઘી ગયો. Page #117 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે બીજે દિવસે સવારે નાસ્તા માટે ડાઇનિંગ હોલમાં અમે પહોંચ્યાં ત્યારે નાઇટક્લબની જ ચર્ચા ચાલતી હતી. મેં બાજુમાં બેઠેલા ભાઈઓને પૂછ્યું, હજુ પણ એ જ ચર્ચા ચાલે છે ?” ત્યાં એક મિત્રે કહ્યું, “આ તો ગઈ કાલે રાત્રે અમને બધાને નાઇક્લબનો જે અનુભવ થયો તેની વાત અમે કરીએ છીએ.” “મને બનાવતા તો નથી ને ?” મેં પૂછ્યું. ના, સાચી વાત છે. આપણે બધાં જમીને પોતપોતાની રૂમમાં ગયાં. દરમિયાન આપણા ફોનની રાહ જોયા પછી આપણી જર્મન ગાઇડ યુવતી પોતે જ હોટેલમાં આવી પહોંચી. એક પછી એક બધાંનો ફોનથી સંપર્ક કરી લૉન્જમાં બોલાવી, સમજાવી, એણે ઘણાંબધાંને એકઠા કર્યા. સજોડે આવેલાં પતિ-પત્નીને પણ તેણે આગ્રહ કરીને સાથી લીધાં.” અને ભારતીય સંસ્કૃતિવાળાં પેલાં લેડી ડૉક્ટર અને શિક્ષિકા ?” કુતૂહલથી મેં પૂછ્યું. હા, એ બધાં પણ અમારી સાથે જોડાયાં. બધાંમાં મોખરે એ હતાં. જર્મન ગાઈડે સૌથી પહેલાં એમને જ સાધ્યો. તમારો અને તમારા જેવા બીજા ત્રણ જણનો અમે જાણીજોઈને સંપર્ક ન કર્યો, કારણ કે એથી અમારી વાત બગડે એવો ભય હતો. વળી અમે જાણતાં હતાં કે તમે તો કોઈ પણ સંજોગોમાં અમારી સાથે આવવાના જ નથી.” પેલાં ડૉક્ટર મહિલા બચાવપૂર્વક કોઈકને કહેતાં હતાં કે “આપણે તો માત્ર કુતૂહલથી જોવા ગયાં હતાં. આપણે તો છોકરાને ઘરે છોકરાં છે. આપણ કંઈ થોડા જુવાનિયાની જેમ કામવાસનાથી જોવા ગયાં હતાં ? આપણા કરતાં ઉંમરે ઘણાં મોટાં એવાં યુરોપિયન અને અમેરિકન ડોસાડોસીઓ પણ કેટલાં બધાં આવ્યાં હતાં ?” ચાનાસ્તા પછી અમે બધાં અમારા બાકી રહેલા નગરદર્શનના કાર્યક્રમ માટે બસમાં ઊપડ્યાં. સાંજે પાછાં આવ્યાં. રૂમમાં જઈ, કલાક આરામ કરી, હાથ-મોં ધોઈ અમે ડાઇનિંગ રૂમમાં જમવા માટે પહોંચ્યાં. પેલી પાંચ એકલી મહિલાઓ હજુ આવી નહોતી. ધીમે ધીમે વાત આવી કે તેઓ જમવાની નથી. નાઇટક્લબમાં ગઈ છે. અમને બધાને આશ્ચર્ય થયું. બીજે દિવસે એરપોર્ટ જવા માટે અમે બસમાં બેઠાં ત્યારે પાછી એ ચર્ચા ચાલી. બીજી વાર પોતે નાઇટક્લબમાં ગયાં તેનો બચાવ કરતાં હોશિયારી અને અભિમાનપૂર્વક પેલાં મહિલા શિક્ષિકાએ કહ્યું, “પેલી Page #118 -------------------------------------------------------------------------- ________________ સેટ પૌલી જર્મનગાઈડ આપણને બધાને બનાવી ગઈ. એણે ઘણું કમિશન રાખ્યું હતું. જે નાઇટક્લબમાં આપણે પચાસ માર્કની પ્રવેશ-ફી આપીને પરમ દિવસે ગયાં હતાં તે જ નાઇટક્લબમાં ગઈ કાલે અમને ત્રીસ માર્કમાં બેસાડ્યાં હતાં. આપણને બાર્ગેઇન કરતાં આવડવું જોઈએ.” અમારામાંથી એક પુરુષે એ મહિલાને સંભળાવવા કહ્યું, “તમે ત્રીસ માર્કમાં જઈ આવ્યાં, પણ અમે ચાર જણ એ જ નાઇટક્લબમાં વીસ માર્કમાં ગયા હતા. વળી અમને એક નહિ પણ બે ડ્રિક્સ મફત આપવામાં આવ્યાં હતાં.” એ સાંભળી મહિલા શિક્ષિકાનું મોટું પડી ગયું. બસમાં શાંતિ પ્રસરી રહી. ત્યાં તો અમારી બસ સેટ પૌલી વિસ્તારમાંથી પસાર થઈ. બધાંએ જોયેલી મોટાં પોસ્ટરવાળી એ નાઇટક્લબ દેખાઈ એટલે આંગળી ચીંધીને કેટલાંકે કહ્યું, “આ રહી આપણી નાઇટક્લબ.” એ જોઈને પોતે છેતરાયાનો કેટલાંકને અફસોસ થયો હતો. કેટલાંક જર્મન ગાઈડને ગાળો ભાંડતાં હતાં. પૈસા ભલે ગમે તેટલા થયા પણ આવો અનુભવ ભારતમાં ક્યાં આપણને મળવાનો હતો એ વિચારે કેટલાંક એકબીજાને આશ્વાસન આપતાં હતાં. સંત પૉલના નામની કેવી ભયંકર વિડંબના હેમ્બર્ગમાં થઈ છે તેના વિચારે હું ચડી ગયો હતો. પા-૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૨૫ જિપ્સી સાથે ફોટો હોંગકોંગ એટલે ચીનાઓનું શહેર. અંગ્રેજોએ જ્યારથી એને પોતાના તાબામાં લીધેલું ત્યારથી બાકીના ચીન કરતાં એની ભાત બદલાઈ ગયેલી. સામ્યવાદી ચીનાઓએ ચાંગકાઈ શેકને દૂર કરી સમગ્ર ચીનનો કબજો લીધો ત્યારે પણ હોંગકોંગને તેઓ અડ્યા નહિ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં હોંગકોંગની વધતી જતી વસ્તીને લક્ષમાં લઈ ચીને હોંગકોંગને પાણીનો પુરવઠો આપ્યો છે અને થોડી જમીન પણ આપી છે. હોંગકોંગ એ બંદર છે. નાનકડા ટાપુઓ પર વસેલું શહેર છે. કાઉલુન અને હોંગકોંગ એ એના બે મુખ્ય ટાપુઓ છે. એક ટાપુ પરથી બીજા ટાપુ પર જવા માટે થોડી થોડી વારે સ્ટીમર મળે છે. હવે તો ભૂગર્ભ (અથવા જલગર્ભ) રસ્તો પણ થયો છે. સમુદ્રની નીચે લગભગ સિત્તેર ફૂટ ઊંડે સુધી જતો અને બંને ટાપુઓને જોડતો રસ્તો આખો દિવસ મોટરગાડીઓથી સતત ધમધમે છે. હોંગકોંગમાં આયાત-જકાત નથી. ‘ડ્યૂટી ફ્રી' શહેર હોવાને કારણે દુનિયાભરનો માલ રોજ અહીં આવે છે અને રોજ અહીં ખરીદી કરનારા વિદેશીઓ પણ ઊમટે છે. ‘શૉપર્સ પેરેડાઇઝ' તરીકે હોંગકોંગ એટલા માટે ઓળખાય છે. અલબત્ત, સસ્તું ખરીદવાની ધૂનમાં નીકળેલા માણસો નકલી માલથી અહીં એટલા જ છેતરાય છે. હોંગકોંગમાં ફરવા માટે ટાયગર બામ ગાર્ડન, ઓશન પાર્ક વગેરે સુંદર સ્થળો છે. આ ઉપરાંત તેની ટૂરિસ્ટ કંપનીઓ પ્રવાસીઓને પંદરેક માઇલ દૂર આવેલી ચીની સરહદ જોવા લઈ જાય છે. ચીની સરહદ માટેના આ પ્રવાસમાં હું અને મારો મિત્ર જોડાઈ ગયા. અલબત્ત, સરહદ જોવામાં કોઈ નવીનતાની અપેક્ષા ન હતી, પરંતુ એ નિમિત્તે શહેર બહારની ચીની દુનિયા જોવાનું આકર્ષણ હતું. અમારી બસમાં દેશદેશના પ્રવાસીઓ હતા. અમારી બસ હોંગકોંગના મધ્ય ભાગમાંથી નીકળી ગામડાંઓ તરફ ચાલવા લાગી. હોંગકોંગમાં કેટલાક વિસ્તારોમાં શ્રીમંતાઈ દેખાઈ, પરંતુ ગામડાંઓમાં તો નરી ગરીબી જ હતી. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૯ જિપ્સી સાથે ફોટો નિસ્તેજ ચહેરાવાળા માણસો ચીંથરેહાલ દશામાં ગંદાં પડાઓમાં રહેતાં નજરે પડતાં હતાં. તેમનાં આવકનાં સાધનો નજીવાં હતાં. ભારતમાં અને બીજે ઘરની પાછળ વાડામાં જેમ શાકભાજી ઉગાડાતાં હોય છે તેમ અહીં કેટલાંક ઘરોની પાસે, આપણે ત્યાં બંગાળનાં કે બિહારનાં કેટલાંક ગામડાંઓમાં હોય છે તેમ, એક નાનું ખાબોચિયું હોય છે અને તેમાંથી તેઓ માછલાંઓ પકડતાં હોય છે. માછલી એ આ તરફના ચીનાઓનો મુખ્ય ખોરાક છે. થોડી વારે અમારી બસ ચીની સરહદ પાસે આવી પહોંચી. અમે બધાં ઊતર્યા. અમારી ગાઈડ યુવતીએ કહ્યું, “સરહદ સારી રીતે જોવી હોય તો પાસેની ટેકરી ઉપર જાઓ. ત્યાંથી સરસ દેખાય છે.” અમે બધાં એ બાજુ ચાલ્યાં. . અમે ટેકરી ચઢી રહેવા આવ્યાં ત્યારે ત્યાં રસ્તાની એક બાજુએ એક વૃદ્ધ માણસ ઊભો હતો. જિપ્સી જેવો તે દેખાતો હતો. તેણે આખા શરીરે કાળાં કપડાં પહેર્યા હતાં. માથે પણ કાળી ચીની ટોપી પહેરી હતી. ચારેક ફૂટની તેની ઊંચાઈ હતી. આંખો તદ્દન ઝીણી હતી. આમેય ચીનાઓની આંખ ઝીણી હોય છે. ચહેરા ઉપર ઘણી કરચલીઓ હતી. શ્વેત લાંબી દાઢી અને ટૂંકી મૂછ હતી. નેવુંથી વધારે ઉંમર હશે એમ લાગે. પ્રવાસીઓને જોતાં જ એ હાથ લાંબો કરીને ઊભો રહ્યો. ભીખ માગવાનો આ એનો રોજનો ધંધો હશે, કારણ કે અહીં રોજ સેંકડો વિદેશી પ્રવાસીઓ આવે છે. એની સ્થિતિ જોઈ મને દયા આવી. મારા ખીસામાંથી એક સિક્કો કાઢી એને આપવા હું ગયો. એણે મારા મિત્રને ઈશારો કર્યો કે ફોટો પાડો. મને થયું કે જિપ્સીને ફોટો પડાવવાની ઇચ્છા છે તો. ભલે એક ફોટો લેવાયે. અહીં આવા જિપ્સીઓ છે એની આપણને પણ યાદગીરી રહેશે. જિપ્સીની પાસે હું ઊભો રહ્યો અને મારા મિત્રે ફોટો પાડ્યો. જેવી ચાંપ દબાવી કે તરત જિસી મારા મિત્ર તરફ ધસ્યો. તેનો કેમેરા પકડી લીધો. અચાનક આ શું થઈ ગયું તે સમજ પડી નહિ. એની ભાષા અમે સમજીએ નહિ અને અમારી ભાષા એ સમજે નહિ. કંઈક રકઝક થવા લાગી. એ પૈસા માગે છે એમ દેખાયું. એટલામાં ત્યાંથી પસાર થતા એક સ્થાનિક ચીની સજ્જને કહ્યું, એની સાથે ફોટો પડાવવાના તમારે પૈસા આપવા પડશે, રોજ નવા-નવા આવતા પ્રવાસીઓ પાસેથી આ રીતે એ પૈસા પડાવે છે. આ એનો ધંધો છે.” અમે એક ડૉલર આપ્યો, પરંતુ તે માન્યો નહિ અને અમારો કેમેરા 'છોડે નહિ. છેવટે બે ડૉલર આપવા પડ્યા. જ્યાં વિદેશી પ્રવાસીઓની અવરજવર હોય છે ત્યાં આવા જિપ્સીઓ, Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧00 પાસપોર્ટની પાંખે બાવાઓ, ફકીરો ફોટો પડાવવાના પૈસા લેતા હોય છે. મને નેપાળનો પ્રસંગ યાદ આવ્યો. કાઠમંડુમાં નાક અને મોટું માટીનાં ઢેફાં વડે બંધ કરી, ભભૂતી લગાવી બજારમાં ચાલ્યા જતા એક લંગોટિયા બાવા સાથે ફોટો પડાવવાની ઈચ્છા એક જર્મન યુવતીને થઈ. એણે મને ફોટો પાડી આપવા માટે વિનંતી કરી. પોતાનો કેમેરા બરાબર ગોઠવીને એણે મને આપ્યો. મેં ચાંપ દબાવી કે તરત જ એ બાવાએ તે યુવતી પાસેથી દસ રૂપિયા જબરજસ્તીથી પડાવ્યા હતા. અજાણ્યા પ્રવાસીઓ પાસેથી પૈસા પડાવવાની બાવા, ફકીર કે • ભિખારીઓની આ પણ એક તરકીબ હોય છે. સ્કૉટલૅન્ડમાં પણ પ્રવાસનાં કેટલાંક સ્થળે કિલ્ટનો પોશાક પહેરી બેગપાઈપ વગાડતા માણસો પોતાની સાથે ફોટો પડાવવાના પૈસા લેતા હોય છે. આ રીતે જિપ્સી સાથે ફોટો પડાવવાનું તો મોંઘું પડે.” મારા મિત્રે અફસોસ કરતાં કહ્યું. કોઈ વખત આવું બને પણ ખરું. જ્યારે જ્યારે જિસી સાથેનો ફોટો આપણે જોઈશું ત્યારે ફરજિયાત આપવા પડેલા આ બે ડૉલરનું આપણને સ્મરણ થશે.' મેં હસતાં હસતાં કહ્યું. હોંગકોંગથી અમે સિંગાપુર ગયા. સિંગાપુરમાં કેમેરાનો રોલ ધોવા માટે આપ્યો. જિપ્સી સાથેનો ફોટો જોવાની ઉત્સુકતા હતી, પરંતુ રોલ ધોવાઈને આવ્યો ત્યારે પાંત્રીસ ફોટાઓમાંથી એક પણ ફોટો આવ્યો નહોતો. અમને નવાઈ લાગી. ફોટોગ્રાફરને અમે કારણ પૂછ્યું. એને પણ નવાઈ લાગી. પછી એણે પ્રશ્ન કર્યો, “તમે ક્યાંય કસ્ટમમાંથી પસાર થયા છો ?' તરત અમને યાદ આવ્યું કે હોંગકોંગથી વિમાનમાં બેસતાં પહેલાં કસ્ટમમાં અમારે અમારો સામાન એક્સ-રે મશીનમાંથી પસાર કરવાનો હતો, અને સામાનમાં કેમેરા હતો તે જુદો કાઢી લેવાનું અમે ચૂકી ગયા હતા. એટલે આખો રોલ ઍક્સરે મશીનમાં એક્સપોઝ થઈ ગયો હતો. જિપ્સી સાથેનો ફોટો અમારી પાસે નથી, પણ એ પ્રસંગની સ્મૃતિ તો હજી એટલી જ તાજી છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ટીકીટીકીને જોનારા લંડનમાં દાંતના ડૉકટર શાંતિલાલ શાહ અને તેમનાં પત્ની લલિતાબહેને અમને જમવાનું નિમંત્રણ આપ્યું હતું. જમ્યા પછી એમની સાથે વિન્ડસર કેસલ અને સફારી પાર્ક જોવાનો અમારો કાર્યક્રમ હતો. મારાં પત્ની અને દીકરી, દેવચંદભાઈ ચંદેરિયા તથા એમનાં ધર્મપત્ની પુષ્પાબહેન વગેરે મળી બારેક જણ અમે હતાં. - બે ગાડીમાં અમે બધાં ઊપડ્યાં. સફારી પાર્કમાં સિહ છૂટા રાખવામાં આવ્યા છે. પાર્કના એક દરવાજેથી થોડી થોડી વારે એક પછી એક ગાડી છોડવામાં આવે અને બીજે દરવાજેથી તે બહાર નીકળી જાય. ગાડીના કાચ ચઢાવેલા રાખવા પડે. બંને છેડે અને વચ્ચે પણ બંદૂકધારી રક્ષકો ઊભેલા હોય, જેથી સિહ અચાનક કોઈના ઉપર તરાપ મારે તો તેમને બચાવી લેવાય. અમે પાર્કમાં દાખલ થયાં. કેટલાક સિંહ આમતેમ ફરતા હતા, તો કેટલાક આળસુની જેમ બગાસું ખાતાં બેઠા હતા. સિંહ છૂટા હતા અને અમે પુરાયેલાં હતાં, એટલે સિંહની સાવ પાસેથી અમે પસાર થઈ શકતાં. ગાડી ઊભી રાખવાની મનાઈ હતી. પરંતુ સાવ મંદ ગતિએ ચલાવી શકાતી કે જેથી સિંહ બરાબર જોઈ શકાય. એક સિંહની પાસેથી અમે પસાર થયાં ત્યારે પાંચેક ફૂટને અંતરે ઊભેલા તે સિંહ માટે અમારામાં અંદર અંદર વાત ચાલી : “જુઓને, કેવો ટીકીટીકીને તે આપણને જોયા કરે છે ?” - * “જેવું આપણને લાગે છે એવું સિંહને પણ લાગતું જ હશે ને કે આ બધાં લોકો કેટલું ટીકીટીકીને મારી સામે જોઈ રહ્યાં છે !” એકે કહ્યું. “થોડીક મિનિટમાં જે પસાર થવાનું હોવાથી સૌ એકીટસે સિંહને જોઈ લેવાનો પ્રયત્ન કરે તે સ્વાભાવિક છે.” બીજાએ કહ્યું. સફારી પાર્ક જોઈને અમે વિન્ડસર કેસલમાં ગયાં. કિલ્લામાં મહેલનો થોડોક જ ભાગ આજે અમને જોવા મળવાનો હતો, કારણ કે રાણી એલિઝાબેથે આજે ત્યાં મુકામ કર્યો હતો. મહેલમાં જવા માટે એક ઢાળ ચઢવાનો હતો. અમે બધાં ધીમે ધીમે ઢાળ ચઢવા લાગ્યાં. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પાસપોર્ટની પાંખે અમે આગળ ચાલતાં હતાં. અમારી સાથેની બહેનો ધીમે ધીમે પાછળ પાછળ આવતી હતી. થોડેક આગળ ચાલતાં રસ્તામાં બરાબર વચ્ચે ઊભેલા બે અંગ્રેજોને મેં જોયા. તેઓ મને બોલાવવાની ઉત્સુકતાથી મારી સામે નજર મેળવીને હસતા હતા. હું વિચારમાં પડ્યો, કારણ કે તેમને હું ઓળખતો ન હતો. તેમને ક્યાંય મળ્યો હોઉં એવું પણ કશું યાદ આવતું નહોતું. મનમાં થયું કે કદાચ મારાં વ્યાખ્યાનોમાં કેટલાક અંગ્રેજો આવે છે તેમાંના આ કોઈક હશે, એટલે મને બોલાવી રહ્યા લાગે છે. તેમની પાસે પહોંચતાં મેં તેમને “હલો' કહ્યું, પરંતુ મને કોઈ પ્રત્યુત્તર મળ્યો નહિ. ઊલટાનું એવું લાગ્યું કે તેઓ હસીને માંહોમાંહે કંઈક બબડતા હતા, જાણે મારી મજાક ન કરતા હોય ! હું ભોંઠો પડ્યો. મને થયું કે કદાચ મને બોલાવવામાં તેઓની ભૂલ કે ગેરસમજ થઈ હશે અને તેઓ ભોંઠા પડ્યા હશે એટલે હસતા હશે. હું મહેલના દરવાજા પાસે પહોંચી ગયો. બીજા મિત્રો પણ આવી પહોંચ્યા. બાકીનાંની રાહ જોઈ અમે ત્યાં ઊભા રહ્યા. એટલી વારમાં સાથેની બહેનો પણ આવી પહોંચી. તેઓ માંહોમાંહે જોરજોરથી વાતો કરી રહી હતી. તેમના અવાજમાં ગુસ્સો વર્તાતો હતો. તેમના શબ્દો કાને પડ્યા : “કેવા બરાબર વચ્ચે ઊભા રહીને મશ્કરી કરે છે ?” “બંને જણ આપણી સામે કેવા ટીકીટીકીને જતા હતા અને અંદર અંદર હસતા હતા ? જરાય શરમ નહોતી આવતી.” “અને રસ્તાની બરાબર વચ્ચે જાણી-જોઈને એવી રીતે ઊભા રહ્યા હતા કે બીજાને અગવડ પડે. કોઈને આવતા જોઈને જરાય ખસતા પણ નહોતા.” એમની વાતો સાંભળીને મેં આંગળી ચીંધીને પૂછયું, “તમે પેલા બે માણસોની વાત કરો છો ને ? મને પણ એ માણસો શંકાસ્પદ લાગ્યા. પહેલાં મારી સામે જોઈને હસવા લાગ્યા અને પછી મેં જ્યારે એમને બોલાવ્યા ત્યારે કાંઈ બોલ્યા નહિ.” “હા, એ જ માણસો. કોઈ બદમાશ જેવા હશે ! એક બહેને કહ્યું. બદમાશ તો નથી લાગતા, પણ કંઈક વિચિત્ર જેવા લાગે છે.” મેં કહ્યું. ઇંગ્લેન્ડમાં સામાન્ય રીતે આવા પુરુષો હોતા નથી. આ તો બધાંની નજરે ચડે એમ રસ્તાની વચ્ચોવચ ઊભા રહી બીજાઓને બોલાવતા હોય અથવા છડેચોક મશ્કરી કરતા હોય તેવા દેખાય છે.” બીજી એક બહેને ફરિયાદ કરતાં કહ્યું. Page #124 -------------------------------------------------------------------------- ________________ ટીકીટીકીને જોનારા ૧૦૩ અમે મહેલમાં દાખલ થયાં. મહેલના ખંડોની રચના જોઈ; રાચરચીલું જોયું; દીવાલો ઉપર ટાંગેલાં પ્રાચીન ચિત્રો જોયાં. અંદર એક દુકાનમાંથી સ્લાઇડ, સિક્કા અને કાર્ડ ખરીદ્યાં. થોડી વાર પછી બીજે દરવાજેથી અમે બહાર નીકળ્યાં. થોડુંક ચાલ્યાં ત્યાં તો ટોળાની જેમ ઊભેલા ઘણા બધા માણસો દેખાયા, પણ આ બધા માણસો કંઈક વિચિત્ર જેવા લાગ્યા. ઘેટાંઓ અંદરઅંદર ટોળું વળીને ઊભાં રહે તેવી રીતે બધા ત્રણ-ચાર જૂથમાં ઊભા હતા. કોઈક કોઈક તો અત્યંત શાંત જણાતા હતા. તેઓ બધા જાણે કોઈ એક જૂથ કે સંસ્થાના માણસો હોય તેવા લાગતા હતા. તેઓના ચહેરામાં કશુંક લાક્ષણિક, મળતાપણું હતું. અમે એ લોકોને કુતૂહલપૂર્વક નિહાળતાં હતાં, ત્યાં એક યુવતી તેમની પાસે દેખાઈ. તે ચક્કર મારતી હતી અને કંઈક મૂંઝવણમાં હોય એવી તેવી દેખાતી હતી. મેં એને પૂછ્યું, “ક્ષમા કરજો, આ બધા લોકો કોઈ એક જ જૂથના લાગે છે. બધા ક્યાંથી આવે છે ?” એ યુવતીએ કહ્યું, “હમણાં મહેરબાની કરીને અમને કંઈ પૂછો નહિ. અમે મૂંઝવણમાં છીએ. અમારા ગ્રુપના બે માણસો ખોવાઈ ગયા છે.” યુવતીની વાત સાંભળી અને આ બધા માણસોનું નિરીક્ષણ કર્યું. તો તરત મને થયું કે પેલા બે મશ્કરા લાગતા માણસો આ ગ્રુપના તો નહિ હોય ? મેં યુવતીને કહ્યું, “અમે મહેલની બીજી બાજુ બે માણસોને રસ્તામાં ઊભેલા જોયા છે. કદાચ એ તમારા ગ્રુપના હોય !'' મારી વાત સાચી પડી. બીજી એક યુવતી એટલામાં એ બે પુરુષોને દોરીને લઈ આવતી હતી. તેઓ આમ કેમ કરે છે એવો પ્રશ્ન મારા મનમાં થયો ત્યાં તો પેલી યુવતીએ ખુલાસો કરતાં અમને કહ્યું, “આ બધા મોંગોલ છે.” “મોંગોલ'' શબ્દ સાંભળતાં જ બધી વાતની સ્પષ્ટતા થઈ ગઈ. હું તરત સમજી ગયો કે આ બધા મોંગોલ એટલે કે અર્ધવિકસિત મગજવાળા, ઓછી અક્કલવાળા માણસો છે, તેઓ ગાંડા કે ચક્રમ નથી હોતા, પરંતુ મગજના અપૂર્ણ વિકાસને કારણે તેઓમાં ઝાઝી બુદ્ધિ કે શક્તિ હોતી નથી. ચહેરા ઉપર ચબરાક રેખાઓ દેખાતી નથી. તેમની સામે ધારીધારીને જોઈએ તો થોડી વાર પછી તેઓ એકદમ બાઘા જેવા લાગવા માંડે. પોતાની મેળે તેઓ બહુ અવરજવર કરી ન શકે કે બહુ વાતચીત પણ કરી ન શકે. વિનાકારણે તેઓ હસ્યા કરે, બબડ્યા કરે, ટીકીટીકીને જોયા કરે અને જ્યાં ઊભા હોય ત્યાંથી જલદી ખસે નહિ. તેમની આંખો થોડી થોડી વારે ઝીણી થયા કરે. તેમના હાથમાં એક કે બે જોડી રેખાઓ સિવાય ઝાઝી A Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પાસપોર્ટની પાંખે રેખાઓ ન હોય. તેઓ ચીન તરફની મોંગોલ જાતિના નથી હોતા, પણ એમની ઝીણી આંખોને કારણે મોંગોલ જેવા દેખાતા હોવાથી તેમને માટે અંગ્રેજીમાં “મોંગોલ' શબ્દ રૂઢ થઈ ગયો છે. * પેલા બે માણસો આવ્યા અને ટોળામાં ભળી ગયા. એ બે માણસો કોણ હતા, એ જોવા માટે અમે નજર ફેરવી પણ ખબર પડી નહિ, કારણ કે “મોંગોલ” પ્રકારના લોકોના ચહેરા એકબીજા સાથે ઘણા મળતા આવતા હોય છે. વસ્તુતઃ તેમના ચહેરાની રેખાઓ ઓછા પ્રમાણમાં અમુક જ રીતે વિકસતી હોવાને કારણે બરાબર નિરીક્ષણ ન કર્યું હોય તો એકને બદલે બીજો સમજવાની ભૂલ આપણે કરી બેસીએ. પશ્ચિમના લોકોની ગોરી ચામડી અને આર્થિક તથા વૈજ્ઞાનિક પ્રગતિને કારણે આપણા ઘણા લોકોને તેમના પ્રત્યે અહોભાવથી જોવાની, તેમનાથી અંજાઈ જવાની ટેવ હોય છે. પરંતુ એકસાથે સવાસો-દોઢસો જેટલા યુરોપી મોંગોલોને જોઈએ તો ગોરી ચામડીવાળા એટલે આપણા કરતાં ચડિયાતા એવી લઘુતાગ્રંથિ આપણામાં જો હોય તો તે તરત જ નીકળી જાય. Page #126 -------------------------------------------------------------------------- ________________ : સિડનીની ફેરવેલ-પાર્ટી - ઈ. સ. ૧૯૭૭ના ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં પેન (PEN) સંસ્થાની કોંગ્રેસમાં ભારતીય પ્રતિનિધિ તરીકે ભાગ લેવા માટે હું ગયો હતો. સિડનીની સુખ્યાત શૈવરૉન હોટેલમાં બધા પ્રતિનિધિઓને ઉતારો આપવામાં આવ્યો હતો. આઠ દિવસની આ પરિષદમાં સાહિત્યના જુદા જુદા વિષયો ઉપર નિબંધો વંચાયા. વળી સોવિયેત યુનિયનમાં પેનનું કેન્દ્ર સ્થાપવું કે નહિ ? દુનિયાનાં જુદાં જુદાં રાષ્ટ્રોમાં કેદમાં પૂરવામાં આવેલા લેખકોને છોડાવવા માટે શું શું કરવું ? સોવિયેટ યુનિયનમાંથી ભાગી છૂટેલા લેખકોને સહાય કરવા શું શું કરવું ? કોરિયાના કવિ કિમ જી હાને કેદમાં રાખવામાં આવ્યા છે તે માટે જાપાને છપાવેલી દ્રષભરી પત્રિકા સામે કોરિયાનો વિરોધવગેરે વિષયો ઉપર ઘણી ગરમાગરમ ચર્ચાઓ પણ થઈ. આ બધી ચર્ચાઓમાં ક્યારેક આંતરરાષ્ટ્રીય રાજકારણ પણ ડોકાતું હતું. અધિવેશનના છેલ્લા દિવસે બપોરે ઔપચારિક આભારવિધિ થઈ ગયા પછી રાત્રે છેલ્લો કાર્યક્રમ હતો ફેરવેલ-પાર્ટીનો. આ કાર્યક્રમ માટે પિન-કોંગ્રેસના ઓસ્ટ્રેલિયન આયોજકોએ જોરશોરથી જાહેરાત કરી હતી. વળી તેઓએ ગર્વપૂર્વક કહ્યું હતું, “કોંગ્રેસની કાર્યવાહીમાં ગરમાગરમ ચર્ચાઓથી દુખેલું તમારું માથું હળવું બનાવવું હોય તો ફેરવેલ-પાર્ટીમાં જરૂર પધારજો.” આ ફેરવૅલ-પાર્ટી બધા માટે આડકતરી રીતે ફરજિયાત બની હતી, કેમ કે તે માટે પ્રતિનિધિદીઠ વીસ ઑસ્ટ્રેલિયન ડૉલર (એક ડૉલર બરાબર દસ રૂપિયા) દરેક પાસેથી અગાઉથી વસૂલ કરી લેવામાં આવ્યા હતા. શરાબ, સંગીત અને ભોજનનો આ કાર્યક્રમ હતો. જો પહેલેથી તેની ફી લઈ લેવામાં આવી ન હોત તો કદાચ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું બહુ મન ન થાત. બીજા પ્રતિનિધિઓ સાથે વિચારવિનિમય કરતાં લાગ્યું કે માત્ર ઔપચારિકતા ખાતર પણ મારે હાજરી આપવી જોઈએ. - સિડનીમાં જે કેટલાક જૂના ઐતિહાસિક વિસ્તારો હજુ પણ સારી રીતે જાળવી રાખવામાં આવ્યા છે એમાંનો એક વિસ્તાર તે આર્માઇલ ટાવર્ન છે. ઇંગ્લેન્ડથી દેશનિકાલની સજા પામેલા સાતસો ભારાડી ગુનેગાર કેદીઓને Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પાસપોર્ટની પાંખે સ્ટીમરમાં લાવીને અંગ્રેજોએ સિડની શહેર વસાવ્યું હતું. આ શહેરના વસવાટનો ઐતિહાસિક આરંભ આવી વિચિત્ર રીતે થયો હતો. શહેરની સ્મૃતિરૂપે એ વખતનો એ જૂનો વિસ્તાર હજુ પણ સારી રીતે સાચવી રાખવામાં આવ્યો છે. ત્યાં હવે સાહિત્ય અને કલાના વિવિધ સમારંભો અને મહેફિલો યોજાય છે. છાપરાંવાળાં મકાનોમાં પ્રાચીન વાતાવરણ અનુભવાય છે. અમારી આ ફેરવેલપાર્ટી – વિદાય મહેફિલ – આગઇલ ટાવર્સ નામના આ વિસ્તારની એક સુપ્રસિદ્ધ પ્રાચીન ઇમારતમાં ગોઠવવામાં આવી હતી. અમને બધાંને કડક સૂચના આપવામાં આવી હતી કે કાર્યક્રમ રાત્રે બરાબર આઠ વાગે ચાલ થશે અને તે માટે હોટેલ ઉપરથી ત્રણ બસ સમયસર સાડા સાત વાગે ઊપડી જશે, માટે કોઈએ મોડું કરવું નહિ. જે મોડા પડે તે પોતાની મેળે ટેક્સી કરીને આવી પહોંચે. વિદેશ પ્રવાસમાં સરકારે આપેલું હૂંડિયામણ કરકસરથી વાપરવું પડતું. એટલે મોડું થાય તો ટેક્સીના ચારપાંચ ડૉલર ચોટે એ બીકે હું મારા રૂમમાંથી નીચે લૉન્જમાં બરાબર સવા-સાતે આવીને ઊભો રહ્યો. બહાર રસ્તા પર જોયું તો હજુ બસ આવીને ઊભી નહોતી. લોન્જમાં કોઈ પ્રતિનિધિ દેખાતા નહોતા. મને થયું કે હું ઘણો વહેલો નીચે ઊતર્યો છું. ત્યાં તો મને જોઈને રિસેપ્શનિસ્ટ પૂછ્યું, “તમે બસ માટે ઊભા છો ?” “હા.” “બસ તો ત્રણેય ઊપડી ગઈ છે.” હોય નહિ; હજુ તો સવાસાત વાગ્યા છે. સાડાસાતે બસ ઊપડશે એવી અમને સૂચના અપાઈ છે.” એ વાત સાચી, પરંતુ આજે પ્રતિનિધિઓ સાત વાગતાંમાં આવીને બેસી ગયા હતા. વળી કેટલાક સ્થાનિક પ્રતિનિધિઓ પણ વગર પૂછયે બસમાં બેસી ગયા હતા. એથી ત્રણેય બસ પૂરી ભરાઈ ગઈ હતી, એટલે બસને મોડી ઉપાડવાનું કોઈ કારણ નહોતું. હવે જે પ્રતિનિધિઓ રહ્યા હશે તેમને માટે એક બસ બીજો એક ફેરો કરશે. તમે બેસો. થોડી વારમાં જ બસ આવશે.” વિદાય મહેફિલ માટે આટલી બધી પડાપડી થશે એવી કલ્પના નહોતી. એટલામાં બીજા ચાર-પાંચ પ્રતિનિધિઓ લૉન્જમાં આવી પહોંચ્યા. ત્રણે બસ ઊપડી ગઈ છે એ જાણી સૌને આશ્ચર્ય થયું. હવે એક બસ પાછી ફરશે તોપણ તે લગભગ પોણાઆઠ વાગે ઊપડશે એમ લાગ્યું. અમે બધા મતેમ આંટા મારવા લાગ્યા. એવામાં એક બ્રિટિશ પ્રતિનિધેિ આવ્યા. તેઓ રઘવાટમાં હતા. તેમણે ચિંતિત ચહેરે કહ્યું, “બસ આટલી બધી વહેલી ઊપડી ગઈ ? Page #128 -------------------------------------------------------------------------- ________________ સિડનીની ફેરવૅલ-પાર્ટી ૧૦૭ હવે મારે તો ટૅક્સી કરવી જ પડશે કારણ કે મને તો ત્યાં કેટલુંક કામ સોંપાયું છે. એ માટે મારે સમયસર પહોંચવું જરૂરી છે.” એમણે મને કહ્યું, “ડૉ. શાહ, હું ટેક્સી કરીને જાઉં છું. તમે ચાલો મારી સાથે.” પછી બીજા પ્રતિનિધિઓને ઉદ્દેશીને કહ્યું, “તમારામાંથી બીજા બે પણ આવી શકે છે.” મેક્સિકોની બે મહિલા પ્રતિનિધિઓ તરત આવવા તૈયાર થઈ. બહાર નીકળી અમે ચારે ટેક્સીમાં બેઠાં. સરસ વાતો ચાલી. આયોજકોની આવી વ્યવસ્થા માટે ટીકા થઈ. ટેક્સીમાં બેસવા મળ્યું એટલે આનંદિત થઈ મેક્સિકન મહિલાઓ બ્રિટિશ પ્રતિનિધિની પ્રત્યેક વાતે “હા જી’, ‘હા જી' કહી સાદ પુરાવતી રહી. અમે આગઇલ ટાવર્સ પહોંચ્યાં. ટેક્સીમાંથી નીચે ઊતર્યા. ટેક્સીવાળાને પૈસા ચૂકવી બ્રિટિશ પ્રતિનિધિએ ચાલતાં ચાલતાં કહ્યું, “ક્ષમા કરજો. આપણે ટેક્સી જે ભાગમાં (Share) કરી છે તેનો તમારે દરેકે દોઢદોઢ ડૉલર આપવાનો છે.” મને થયું કે આ તો ખરો વાણિયો નીકળ્યો. પરંતુ દોઢ ડૉલર જેટલી રકમ માટે બોલવું એ અનુચિત ગણાય. પેલી બે મેક્સિકન મહિલાઓને પણ ગમ્યું નહિ. પર્સ ખોલીને પોતાના ભાગના પૈસા તેમણે આપી દીધા, પરંતુ પોતાનો અણગમો વ્યક્ત કરવા બ્રિટિશ પ્રતિનિધિની વાતમાં પછી કશો રસ લીધો નહિ અને અળગી થઈને કંઈક બબડતી ચાલવા લાગી. ટેક્સીમાંથી ઊતરતી વખતે મેં મીટર જોયું હતું તેમાં ચાર ડૉલર અને દસ સેન્ટ આવ્યા હતા. તેની જગ્યાએ બ્રિટિશ પ્રતિનિધિએ અમારા ત્રણ પાસેથી કુલ સાડાચાર ડૉલર લીધા. એટલે કે પોતે ટૅક્સીમાં મફત આવ્યા અને ઉપરથી ચાલીસ સેન્ટનો ફાયદો કર્યો. આ એમણે ઈરાદાપૂર્વક કર્યું હશે કે ભૂલથી થઈ ગયું હશે તે તો કોણ જાણે ? કારણ કે કેટલાક વિદેશીઓ મોઢે હિસાબ કરવામાં કાચા હોય છે. તેમાં વળી આ તો કવિ-લેખકની જાત. ગમે તેમ હોય, પણ તેમના પ્રત્યેનું મારું માન ઊતરી ગયું. આર્માઇલ ટાવર્નના વિશાળ રેસ્ટોરાંમાં પૅન-કોંગ્રેસના બધા પ્રતિનિધિઓ ગોઠવાઈ ગયા હતા. દોઢસો વર્ષ જૂના એ રેસ્ટોરાંમાં જાડાં ખરબચડાં લાકડાના જૂના સમયનાં મોટાં મજબૂત ટેબલ હતાં. બેસવા માટે ખુરશીઓ નહિ પણ લાંબી પાટલીઓ હતી. દાખલ થતાં જ કોઈ પ્રાચીન ઇમારત છે એવો ભાસ થાય. હું દાખલ થયો કે તરત પેન-કોંગ્રેસના મંત્રી પીટર આલ્સટોબે બૂમ પાડી મને બોલાવ્યો. તેમણે કહ્યું, “ડો. શાહ, અહીં આવો. એક સીટ મેં તમારે માટે રાખી છે. બીજા કોઈને બેસવા દીધા નથી. શા માટે તે જાણો છો ?” “હું શરાબ અને સિગરેટ નથી પીતો એટલા માટે જ હશે !” હસતાં હસતાં મેં કહ્યું, કારણ કે પીટર મારી જેમ શરાબ અને સિગરેટ પીતા નથી. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પાસપોર્ટની પાંખે “એ તો ખરું જ, પરંતુ ખાસ એટલા માટે તમને બોલાવ્યા કે તમે બ્રિટિશ કૉમનવેલ્થના સભ્ય છો. અહીં બધે તમે નજર કરો. બધા લેખકો પોતપોતાના રાજકીય વર્તુળ પ્રમાણે જુદા જુદા ટેબલ આસપાસ બેઠા છે. એટલે મેં વિચાર કર્યો કે આપણે પણ બ્રિટિશ કૉમનવેલ્થનું જુદું ટેબલ જમાવીએ.” ટેબલની આસપાસ બેઠેલા સભ્યો સામે મેં નજર કરી તેમાં લંડનના પેન કાર્યાલયની બે બ્રિટિશ મહિલાઓ હતી. એક પ્રતિનિધિ હતો હોંગકોંગનો, એક હતો ન્યૂઝીલેન્ડનો અને એક પ્રતિનિધિ લેખિકા હતી તાઇવાનની. આ વિદાય-જલસામાં બીજા દેશોમાંથી આવેલા પ્રતિનિધિઓ જેટલા હતા તેથી વિશેષ સ્થાનિક ઑસ્ટ્રેલિયન લેખક-લેખિકાઓ અને નિયંત્રિત ઇતર મહાનુભાવો હતાં. આ બધાંનાં વસ્ત્રોનું અવલોકન કરતાં એક વાત તરત નજરે ચડતી. ઓસ્ટ્રેલિયાની બહારથી આવેલા પ્રતિનિધિઓ તો પોતાની સાથે જે બેચાર જોડી કપડાં લાવ્યા હોય તે તેમણે આઠ-નવ દિવસમાં પહેરી લીધાં હોય. એટલે તેઓ બધાં પરિચિત વસ્ત્રોમાં હતાં. પરંતુ સ્થાનિક સભ્યો અને નિમંત્રિતો તો બધાં નવાં નવાં વસ્ત્રોમાં સુસજ્જ હતાં. એમાં પણ મહિલાઓ તો જાણે ફૅશન-પરેડ હોય તેમ ચમકભભકવાળાં વસ્ત્રી અને ઘરેણાં પહેરીને તથા પુષ્કળ મેક-અપ કરીને આવી હતી. બધાં ટેબલો ઉપર જુદી જુદી જાતના દારૂના મોટા મોટા જગ તથા સોડા અને બરફ મૂકવામાં આવ્યાં હતાં. જેને જે પસંદ પડે તે અને જેટલો પીવો હોય તેટલો દારૂ પી શકે. બધાંએ તે પીવો શરૂ કર્યો હતો. મેં પાટલી પર બેસીને કોકોકોલા માટે માગણી કરી. વેઇટરે કહ્યું, “કોકાકોલા એકસ્ટ્રામાં ગણાય છે. એના એક ગ્લાસ માટે તમારે એક ડૉલર જુદો આપવો પડશે.” મેં કહ્યું, “શા માટે ? દારૂ બિલકુલ પીવાનો નથી. એને બદલે કોકાકોલા માગું છું.” થોડી રકઝક પછી એને મારી વાત સમજાઈ. મારે માટે કોકાકોલા આવ્યું. સાડાઆઠ વાગે જાહેરાત થતાં બધાં પોતાની પ્લેટ લઈને ભોજનની વાનગીઓ લેવા માટે લાઇનમાં ઊભાં રહ્યાં. આ વાનગીઓમાંથી મને ખપે એવી વાનગીઓ ખાસ નહોતી. ભૂખ્યા રહેવા માટે મનથી તૈયાર થઈને જ હું આવ્યો હતો. અલબત્ત, ફળમાંથી મેં સફરજન અને સંતરાં લીધાં. બધા પોતપોતાના ટેબલ પર પાછાં ફર્યા અને જમવા લાગ્યાં. “આ વિદાય-સમારંભમાં ખાસ કોઈ કાર્યક્રમ છે ?" મેં પીટરને પૂછ્યું. “ખાસ કંઈ નથી. બસ દારૂ પીઓ, ખાઓ, વાતો કરો, નાચ કરો અને જવું હોય ત્યારે જાઓ. એટલો જ કાર્યક્રમ લાગે છે.” પીટરે કહ્યું. Page #130 -------------------------------------------------------------------------- ________________ સિડનીની ફેરવેલ-પાર્ટી ૧૦૯ * સામાન્ય રીતે દુનિયામાં બધે જ આવી મહેફિલોમાં આવો જ કાર્યક્રમ હોય છે, પણ અહીં વ્યવસ્થા, ગૌરવ અને દૃષ્ટિનો અભાવ હતો. બધાં ખાતાં ગયાં; દારૂ પીતાં ગયાં; સિગારેટના ધુમાડાથી વાતાવરણ ભરાતું ગયું. સંગીતમાં તો માત્ર એક ડ્રમ જોરજોરથી બસૂરું ડ્રાંઉં ડ્રાંઉં વાગ્યા કરતું હતું. તે પણ પ્રાચીન સમયનું વાતાવરણ જમાવવા જ હશે એમ લાગ્યું. જેમ સમય જતો ગયો તેમ કોઈકોઈને નશો ચડતો ગયો. એમના અવાજ પણ મોટા થવા લાગ્યા. જોરશોરથી વાતો ચાલવા લાગી. કોઈ કોઈ બરાડા પાડવા લાગ્યા, અકારણ અટ્ટહાસ્યો થવા લાગ્યાં. કોઈ કોઈ નાચવા લાગ્યા, ધમાલ ધમાલ જેવું ઘોંઘાટિયું વાતાવરણ થતું ગયું. એવામાં એક શ્વેતકશી વયોવૃદ્ધ જાપાની લેખક રેસ્ટોરાંમાં એકલા એકલા આંટા મારવા લાગ્યા હતા. લાંબી દાઢી, જાપાની કિમોનોનો પહેરવેશ અને સાડાચાર ફૂટની ઊંચાઈને કારણે તેમના તરફ તરત બધાનું ધ્યાન ગયું. એમનું મોટું પડી ગયું હતું. કોઈકે કંઈ પૂછ્યું એટલે તે ડૂસકાં ભરવા લાગ્યા. શું થયું છે તેની ખબર ન પડી, કારણ કે તેમને જાપાની ભાષા સિવાય બીજા ભાષા આવડતી નહોતી. જાપાની લેખકોની શોધાશોધ ચાલી, પણ કોઈ ત્યાં નહોતા. પડોશી ટેબલની પ્રતિનિધિઓએ માહિતી આપી કે આ વૃદ્ધ લેખકના બીજા જાપાની લેખક મિત્રો દારૂનો વધુ પડતો નશો ચડતાં એક પછી એક ચાલ્યા ગયા હતા અને પોતે સાવ એકલા પડી ગયા હતા. તરત સ્થાનિક મહિલા પ્રતિનિધિઓ તેમનો હાથ પકડીને પોતાના ટેબલ પાસે લઈ ગઈ અને બેસાડ્યા. ઢીલા પડેલા એ લેખકની આંખમાંથી આંસુ સારતાં હતાં. બધાંએ એમને છાના રાખ્યા. એમને હોટેલ પર પહોંચાડવાની વ્યવસ્થા થઈ. એક તમાશા જેવી ઘટના થઈ ગઈ. અલબત્ત, આમ બનવાનું કારણ આખા કાર્યક્રમનું આયોજન ઢંગધડા વગરનું હતું તે હતું. નહિ કોઈ વ્યવસ્થિત કાર્યક્રમ કે નહિ પ્રતિનિધિ લેખકોની આયોજકો તરફથી પૂરી સંભાળ. યજમાન ઑસ્ટ્રેલિયન પ્રતિનિધિઓ જુદા જુદા દેશના પ્રતિનિધિઓ વચ્ચે વહેંચાઈ જવાને બદલે પોતાનું જ જુદું ટોળું જમાવીને બેઠા હતા. લેખકોની આવી આંતરરાષ્ટ્રીય મહેફિલમાં પણ તંગ આંતરરાષ્ટ્રીય રાજકીય વાતાવરણ અનુભવાતું હતું. અમારા ટેબલ ઉપર હું અને પીટર સ્વસ્થ હતા. બાકીના પાંચેને નશો ચડતો જતો હતો. એમના બોલવામાં હવે ઢંગધડો રહ્યો નહોતો. હું કંટાળ્યો હતો. અમને હોટેલ પર લઈ જનારી બસ રાતના અગિયાર વાગ્યે આવવાની હતી. હજુ તો સાડાનવ વાગ્યા હતા. ધીમે ધીમે કેટલાક જવા લાગ્યા હતા, પણ જે જાય તે પોતાને ખર્ચે. ટેક્સીના પૈસા બચાવવા કે આ " WWW.jainelibrary.org Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પાસપોર્ટની પાંખે કાર્યક્રમમાં વધુ બેસીને માથું પકવવું – એ બે વિકલ્પોમાંથી એક પસંદ કરવાનો હતો. હું બહાર નીકળ્યો. ત્યાં લૉબીમાં બાંગલાદેશના પ્રતિનિધિ શાનૂન હક્ક ઊભા હતા. મેં પૂછ્યું, “કેમ અહીં ઊભા છો ?” “ક્યારનો કંટાળી ગયો છું. કોઈનો સંગાથ મળે તો હોટેલ પર જવું છે.” તો ચાલો, હું ટેક્સી કરું જ છું. હું પણ કંટાળી ગયો છું. પાર્ટી આવી હશે એની કલ્પના નહિ. નહિ તો અહીં આવત જ નહિ.” આપણા પહેલેથી વીસ ડૉલર કાપી લીધા એટલે આવવાનું મન થાય. પણ આટલી સરસ આંતરરાષ્ટ્રીય કોંગ્રેસ યોજીને એની છાપ એના આ છેલ્લા કાર્યક્રમ દ્વારા તેઓએ બગાડી નાખી.” મેં કહ્યું, “અલબત્ત, મેં માન્યું હતું કે કદાચ આયોજકોનો પોતાનો ખ્યાલ જ આવા કાર્યક્રમનો હશે. પરંતુ આ કાર્યક્રમ પ્રત્યે કેટલાક સ્થાનિક ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિઓએ પોતે પણ પોતાનો અણગમો વ્યક્ત કર્યો છે, એ પરથી મને ખાતરી થઈ કે આયોજનમાં જ ક્યાંક ખામી છે. કદાચ સ્થાનિક પ્રતિનિધિ કાર્યકર્તાઓને કાર્યની વ્યક્તિગત જવાબદારી સોંપવાના અભાવને કારણે તથા વિગતોની પૂરી ચકાસણી વગર બારોબાર રેસ્ટોરાંવાળાને સીધો કોન્ટ્રાક્ટ આપી દેવાને કારણે પણ આમ બન્યું હોય.” હક્કે કહ્યું, “ઑસ્ટ્રેલિયાના આ જૂનામાં જૂના વિસ્તારમાં પાર્ટી યોજીને ઐતિહાસિક વાતાવરણનો તેઓ આપણને અનુભવ કરાવવા માગતા હશે.” મેં હસતાં કહ્યું, “જો એમ હોય તો તે સાચું છે, કારણ કે જૂના વખતની ઓ રેસ્ટોરાંમાં રીઢા ગુનેગારોની મહેફિલ યોજાતી હતી. એ મહેફિલ જ્યારે જામે ત્યારે તે કેવી હોય એનું અનુમાન આજની પાર્ટી પરથી કરી શકાય.” કેદમાં પુરાયેલા લેખકો વિશે આજે આપણે ગરમાગરમ ચર્ચા કરી, પરંતુ કેદી લેખકોની પાર્ટી કેવી હોય તેનો પ્રત્યક્ષ અનુભવ આયોજકોએ આપણને કરાવ્યો.” ટેક્સી કરીને અમે હોટેલ પર આવ્યા. બીજે દિવસે ખબર પડી કે સાડાદસ વાગે તો આયોજકો સહિત બધા જ સભ્યોએ ત્યાંથી વિદાય લઈ લીધી હતી. બધાને હોટેલ પર મૂકવા માટે જે ત્રણ બસ અગિયાર વાગે બોલાવવામાં આવી હતી તે બધી ખાલી પાછી ચાલી ગઈ હતી. જતી વખતે બસમાં બેસવા માટે પડાપડી હતી અને પાછા ફરતી વખતે કોઈ બસમાં બેસનાર નહોતું ! બસના ખાલીપણાએ ફેરવૅલ-પાર્ટી માટે અભિપ્રાય આપી દીધો હતો. Page #132 -------------------------------------------------------------------------- ________________ શાકાહારી સૂપ વિદેશમાં માંસાહારીઓને પોતાનો આહાર મેળવવામાં બહુ તકલીફ પડતી નથી. તેમને તકલીફ હોય તો તે પોતાના સ્વાદની અથવા પોતાના દેશની વાનગીઓ મેળવવામાં હોય છે. શાકાહારીઓને અને તેમાં પણ જૈનોને પોતાને ખપે એવો આહાર મેળવવાની તકલીફ એથી ઘણી વધારે હોય છે. પશ્ચિમના દેશોમાં શાકાહારની પ્રવૃત્તિનો પ્રચાર એક સૈકાથી પણ જૂનો છે. એટલે ત્યાં ઘણાં રેસ્ટોરાંમાં નોકરી શાકાહાર વિશે જાણતા હોય છે. એશિયાના દેશોમાં ખાસ કરીને દૂર પૂર્વના દેશોમાં સમગ્ર પ્રજા માંસાહારી છે. ત્યાં શાકાહાર વિશે બહુ લોકો જાણતા હોતા નથી. અલબત્ત, છેલ્લા બેત્રણ દાયકામાં મોટાંમોટાં શહેરોમાં ફાઇવસ્ટાર હોટેલો થવાને લીધે શાકાહાર વિશે ત્યાં કેટલાક લોકો જાણતા થયા છે. હું પહેલી વાર જાપાન ગયો ત્યારે ટોક્યોની સુપ્રસિદ્ધ ન્યૂ ઓટાની હોટેલમાં ઊતર્યો હતો. મારા એક જાપાની મિત્ર સાથે હોટેલની રેસ્ટોરાંમાં હું જમવા ગયો હતો. એક હજારથી વધુ રૂમવાળી, સત્તર માળની એ હોટેલમાં છ તો મોટાંમોટાં રેસ્ટોરાં હતાં – કોઈ જાપાની પદ્ધતિનાં, કોઈ ચીની રીતરસમનાં, તો કોઈ પશ્ચિમની ઢબનાં. અમે પશ્ચિમની ઢબના એક રેસ્ટોરાંમાં ગયા હતા. હું ચુસ્ત શાકાહારી છે એ મારા મિત્રે જાપાની ભાષામાં રેસ્ટોરાંના મેનેજરને સમજાવ્યું હતું. રેસ્ટોરાંનું મેનકાર્ડ જોઈને મકાઈના શાકાહારી સૂપ માટે મેં ઓર્ડર આપ્યો. પરંતુ પછીથી વિચાર આવ્યો કે શાકાહારી વાનગીમાં તો ઘણી ભેળસેળ થતી હોય છે. કેટલીક વાર ઈંડાં પણ તેમાં વપરાતાં હોય છે. આ ચોખવટ મેં મારા મિત્રને કરી. તેમણે એ વિશે વેઈટરને જાપાની ભાષામાં સમજાવ્યું પરંતુ બંનેના ચહેરાના હાવભાવ જોઈને મને લાગતું હતું કે વેઇટર બરાબર સમજ્યો નથી અને માત્ર હાએ હા કરે છે. આવી સંદિગ્ધ સ્થિતિમાં મારે માટે સારો રસ્તો એ હતો કે એ સુપ મારે ખાવો નહિ. મેં મારા મિત્રને કહ્યું, “મારો સૂપનો ઑર્ડર કેન્સલ કરાવો.” એમણે કેન્સલ કરવા માટે વેઈટરને કહ્યું, પરંતુ વેઇટરે જઈને એ વાત મેનેજરને કરી એટલે મેનેજર વેઇટર સાથે ટેબલ પાસે આવ્યો. મૅનેજરે કહ્યું, સૂપ શાકાહારી જ છે, માટે તમે ઑર્ડર કેન્સલ કરાવો નહિ.” Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨ પાસપોર્ટની પાંખે પરંતુ મારો પ્રશ્ન જરા જુદો હતો. મેં કહ્યું, “સૂપ શાકાહારી છે કે નહિ તેની ખાતરી મને કેવી રીતે થાય ? આવી શંકાભરી સ્થિતિમાં હું સૂપ ન લઉં તે જ મારા માટે ઈષ્ટ છે. માટે સૂપનો ઑર્ડર કેન્સલ કર્યો છે તે જ બરાબર છે.” * ઑર્ડર કેન્સલ કરવાના આગ્રહથી વેઇટરને ગમ્યું નથી તેમ મને લાગ્યું. અલબત્ત આવી મોટી હોટેલમાં રોજ કેટલાય ઓર્ડર કેન્સલ થતા હોય એટલે તેની કોઈને પડી ન હોય. પરંતુ હું સૂપ વગરનો રહીશ એનું એને દુઃખ હતું. હું મક્કમ હતો એટલે મેનેજર અને વેઇટર ચાલ્યા ગયા. પરંતુ થોડી વારે વેઇટર એક રસોઇયાને લઈને અમારા ટેબલ પાસે આવી પહોંચ્યો. આવી હોટેલોમાં વેઇટર કરતાં રસોઇયાનો પહેરવેશ જુદો હોય છે. સ્વચ્છ અને ઇસ્ત્રીબંધ કડક સફેદ કપડાં અને માથે સફેદ લાંબી ઊંચી ટોપીથી એ તરત પરખાઈ ગયો. રેસ્ટોરાંના ડાઈનિંગ હૉલમાં રસોઇયો જાતે આવે એવું સામાન્ય રીતે બને નહિ. એથી આસપાસનાં ટેબલવાળાઓ અમારી સામે તાકી રહ્યાં. સૂપની એ જ ભાંજગડ ચાલ્યા કરી. હું મારા મિત્રને અંગ્રેજીમાં સમજાવું અને તેઓ એને જાપાનીમાં સમજાવે. સૂપ મારે જોઈતો નથી એ જ મારો નિર્ણય મક્કમતાથી મેં ફરીથી જણાવ્યો. તેઓ બંને ચાલ્યા ગયા, પરંતુ તેમના ચહેરા ઉપર નિરાશા હતી. એટલામાં થોડી વારમાં વેઇટર અને રસોઇયો ફરી આવી પહોંચ્યા. વેઈટરના હાથમાં ચમચા સહિત પ્લેટ હતી અને રસોઈયાના હાથમાં એક બાઉલ હતો. એમાં તે સૂપ લઈને આવ્યો હતો. તે જાપાનીમાં બોલતો હતો. મારા મિત્રે તેનો ભાવાર્થ મને કહ્યો કે “તમને નમૂનાનો સૂપ બતાવવા માટે રસોઇયો લઈ આવ્યો છે. તમે ચાખી જુઓ. તમને શાકાહારી લાગે તો જ તમે લો.” સામાન્ય રીતે રસોઇયો આટલી તસ્દી લે નહિ અને આવી મોટી હોટેલોમાં એવી એટિકેટ પણ નહિ. મારા મિત્રે કહ્યું, “ડૉ. શાહ, રસોઇયો આઉટ ઑફ ધ વે જઈને તમારા માટે આટલું બધું કરે છે. માટે તમે હવે આ સૂપ ચાખી તો જુઓ.” ' કહ્યું, “મને જે ખાવાનો વાંધો છે એ ચાખવાનો પણ વાંધો છે. વાનગી શાકાહારી કે માંસાહારી છે તે જાણવા માટે પણ અમારાથી ચાખી શકાય નહિ.” - રસોઈયો અને વેઇટર મારા માટે તસ્દી લેતા હતા તે માટે મેં તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો અને મારી મુશ્કેલીઓ મિત્ર દ્વારા પ્રેમથી તેમને Page #134 -------------------------------------------------------------------------- ________________ પાકને અને શવ્યો. તે મારા ગયા. થોળ શાકાહારી સૂપ ૧૧૩ સમજાવી. કંઈક વિચાર કરતાં તેઓ બંને ચાલ્યા ગયા. થોડી વારે રેસ્ટોરાંનો મેનેજર પાછો અમારી પાસે આવ્યો. તે મારા મિત્રને કહેતો હતો કે “અમારા માનવંતા ગ્રાહકને અમે સંતોષ આપી શકતા નથી તે માટે અમે દિલગીર છીએ, પરંતુ તેમને વાંધો ન હોય તો મારી એક વિનંતી માન્ય રાખો.” જાપાની ભાષામાં શું બોલાય છે તે બધું હું સમજું નહિ, પરંતુ મારા મિત્ર ઊભા થઈ ગયા અને મને કહ્યું, “ચાલો.” હું દ્વિધામાં પડ્યો. આ રેસ્ટોરાંને બદલે બીજી કોઈ રેસ્ટોરાંમાં જવાની વાત તો નથી ને ? મારા મિત્રો ઊભા થઈ મેનેજરની પાછળ ચાલવા લાગ્યા. એની પાછળ હું પણ ચાલવા લાગ્યો. એટલામાં વેઈટર અને રસોઈયો પણ અમારી સાથે જોડાયા. રેસ્ટોરાંમાં બેઠેલાં બીજા માણસો કુતુહલથી અમારા સરઘસને જોઈ રહ્યાં. કોઈ મોટો પ્રશ્ન ઊભો થયો હોવો જોઈએ અને અમે કોઈ બહુ જ ગંભીર ફરિયાદ કરી હોવી જોઈએ કે જેથી આ બધી ધમાલ થઈ રહી છે એમ તેઓને લાગતું હશે એવું તેઓના ચહેરા પરથી વાંચી શકાતું હતું. ચાલતાં ચાલતાં, આમતેમ વળાંકો લેતાં લેતાં. અમે એક જગ્યાએ આવીને ઊભા રહ્યા. એ હતું રેસ્ટોરાંનું અત્યન્ત વિશાળ રસોડું. ચારે બાજુ ઘણા રસોઇયાઓ જાતજાતની વાનગીઓ તૈયાર કરતા હતા. પેલો રસોઇયો જ્યાં સૂપ બનાવતો હતો ત્યાં અમને લઈ ગયો. મકાઈના એ સૂપમાં શું શું નાખવામાં આવે છે અને કેવી રીતે બનાવવામાં આવે છે તે એણે અમને પ્રત્યક્ષ બતાવ્યું. શુદ્ધ શાકાહારી અને મને ખપે તેવો તે સૂપ હતો. મેં જ્યારે હા' પાડી અને કહ્યું કે “આ સૂપ હું જરૂર ખાઈ શકીશ” ત્યારે તેઓ બધાના ચહેરા ઉપર આનંદની એકદમ ચમક દેખાઈ. પોતાની મહેનત લેખે લાગી હોય એમ તેઓને લાગ્યું. મેં પણ તેમનો આભાર માનતાં જાપાનીમાં કહ્યું, “દોમાં આરિગાતો, ગોઝાઇમાસ્તા.” બાબત નાની હતી. એક માણસ સૂપ ખાય કે ન ખાય તેની આવડી મોટી ફાઇવસ્ટાર હોટેલને બહુ પડી ન હોય. ગ્રાહકને રસોડામાં લઈ જવો એ પણ સરળ નથી. વસ્તુતઃ આવી મોટી હોટેલોમાં બહારના માણસને રસોડામાં આવવાની મનાઈ હોય છે. તેમ છતાં ગ્રાહકના સંતોષ ખાતર, ભાષાની તકલીફને કારણે અને શાકાહારી પ્રત્યેના માનને લીધે પોતાની સાચી વાત તેઓએ પડતી મૂકી નહિ. તે માટે મને તેમના પ્રત્યે અત્યંત આદર થયો. પા-૮ Page #135 -------------------------------------------------------------------------- ________________ કુરાસાઓ કુરાસાઓ(Curacao - “કુરાસાઉ' પણ બોલાય છે)નું નામ દુનિયાની પોણા ભાગની વસતિએ તો સાંભળ્યું પણ નહિ હોય. અમે પણ કુરાસાઓનું નામ પહેલી વાર સાંભળ્યું વેસ્ટ ઇન્ડિઝમાં ટ્રિનિદાદના મુખ્ય શહેર પૉર્ટ ઑફ સ્પેનની પાન-અમેરિકન એરલાઇન્સની કચેરીમાં. વેનેઝુએલાનો ટ્રાન્ઝિટ વીસા અમને ન મળ્યો એટલે અમારે કુરાસાઓ જઈને ત્યાંથી પનામાં જતું વિમાન પકડવું પડે એવા સંજોગો અચાનક ઊભા થયા હતા. “કુરાસાઓ ક્યાં આવ્યું ?” પાન-અમેરિકનની યુવતીને મેં પૂછ્યું. એણે કેરિબિયન સૂમુદ્રનો નકશો કાઢી એમાં વેનેઝુએલાની ઉત્તરે એક ટપકું બતાવીને કહ્યું, “આ રહ્યું કુરાસાઓ. એ એક નાનકડો ટાપુ છે.” ત્યાં વસાની જરૂર નથી ?” ના. જ્યાં વીસાની જરૂર ન પડે એવા સ્થળની ફલાઈટ જ તમે હવે પકડી શકો એમ છે. અહીં નકશામાં જે પાંચ-છ ટપકાં આજુબાજુમાં દેખાય છે એ બધા ડચ ટાપુઓ છે. કુરાસાઓ, અરુબા, બોનેઇર, સાલા વગેરે. Netherland Antilles – ડચ દ્વીપસમુદ્ર – તરીકે ઓળખાય છે. તેમાં મુખ્ય ટાપુ કુરાસાઓ છે. ત્યાં વીસાની જરૂર નથી. ત્યાં કાયમ વસવાટ માટે કોઈ જાય તો ઊલટાની એની સરકાર રાજી થાય એમ છે. પણ એવા વેરાન ટાપુમાં જવા તૈયાર કોણ થાય ?” “તમારી ભલામણથી અમે જવા તૈયાર થયા છીએ. સારું છે કે એક દિવસ માટે જ જવું છે. પણ ત્યાં ડર જેવું કંઈ નથી ને ?” “ના, જરાય નહિ. વેસ્ટ ઇન્ડિઝના ઘણા ટાપુઓમાં મુખ્ય વસતિ કાળા હબસી લોકોની છે. તેઓ દેખાવે જરા બિહામણા લાગે, પણ બહુ ગરીબ અને ભલા હોય છે. ડર જેવું કંઈ નહિ.” જેના વિશે કશી જ અમને ખબર નહોતી એવી એક અજાણી ધરતી ઉપર બીજે દિવસે, જો વિમાનમાં જગ્યા મળી જાય તો, અમારે જવાનું હતું અને ત્યાં કોઈક હોટેલમાં રાત રોકાવાનું હતું. Page #136 -------------------------------------------------------------------------- ________________ કુરાસાઓ ૧૧૫ સ્કાયલેબ તૂટી પડ્યું તે એ દિવસ હતો – ૧૧મી જુલાઈ ૧૯૭૯નો. પૉર્ટ ઑફ સ્પેનથી હું અને મારાં પત્ની વિમાનમાં બેઠાં. સમય થયો એટલે વિમાન ઊપડ્યું. વિમાનમાંથી કુરાસાઓનો નિર્જન ટાપુ દેખાયો. ટાપુના છેડે એક મોટી ઑઇલ રિફાઈનરી હતી. થોડે આગળ નીચે જંગલ જેવી જગ્યામાં નાનું ઍરપોર્ટ દેખાયું. એરપોર્ટની આસપાસ કોઈ મોટાં મકાનો કે ધમધમતો વાહનવ્યવહાર જેવું કશું જ નહોતું દેખાતું, અઠવાડિયામાં ત્રણ વખત વિમાન આવે અને જાય. વિમાનમાંથી ઊતરનાર અમે થોડા પ્રવાસીઓ હતા. એરપોર્ટનું મકાન નાનું પણ સ્વચ્છ હતું. કસ્ટમનો ખાસ કોઈ વિધિ નહોતો. એક કાઉન્ટર ઉપર હોટેલનું રિઝર્વેશન કરાવી શકાતું. કાઉન્ટર ઉપરની ગોરી ડચ યુવતીએ કહ્યું, “અહીંથી હોટેલનું રિઝર્વેશન તમારી પોતાની મેળે કરી શકો છો.” એણે બાજુમાં એક મોટું બૉર્ડ બતાવ્યું. એમાં જુદાં જુદાં ખાનાંઓમાં કુરાસાઓની આઠ-દસ હોટેલના રંગીન ફોટા હતા. દરેકની નીચે એક લાલ બટન હતું. પાસે હોટેલનું નામ અને એના દર લખેલા હતા. બૉર્ડની બાજુમાં ટેલિફોનનું માત્ર રિસીવર હતું. તે ઊંચકીને જે હોટેલનું લાલ બટન દબાવીએ તે હોટેલમાં સીધી ઘંટડી વાગે અને તેમાં જગ્યા છે કે નહિ તે રિસેપ્શનિસ્ટ તરત આપણને જણાવે. હિલ્ટન, પ્લાઝા જેવી બેત્રણ અતિશય મોંઘી હોટેલ હતી. બાકીની મધ્યમ કક્ષાની હતી. અમે ચાલીસ ડૉલરવાળી સારી દેખાતી હોટેલમાં ફોનથી અમારે માટે રિઝર્વેશન કરાવી લીધું. કુરાસાઓમાં હિલ્ટન જેવી હોટેલ છે એ જાણી અમને નવાઈ લાગી. ડચ યુવતીએ કહ્યું, “કુરાસાઓમાં ઑઈલ રિફાઈનરી છે અને હમણાં તેનું કામકાજ વધવા લાગ્યું છે, એટલે માણસોની અવરજવર પણ વધવા લાગી છે. વળી, કુરાસાઓમાં લગભગ બારે માસ તડકાવાળું હવામાન રહે છે. એટલે ઉત્તર અમેરિકા અને કેનેડાના ઠંડા પ્રદેશોમાંથી ઘણાં પ્રવાસીઓ તરવા અને તડકો ખાવા આવે છે. પ્રવાસીઓને આકર્ષવા રાજ્ય તરફથી સુવિધાઓ વધતી જાય છે. દરિયામાં થોડે આઘે પરવાળાં (Corals) છે. તે જોવા લઈ જવાની સગવડ પણ હવે થઈ છે. એટલે કુરાસાઓમાં વધુ સગવડવાળી મોંઘી પણ નાની હોટેલો શરૂ થવા લાગી છે.” યુવતીએ અમને કુરાસાઓ વિશે ચોપાનિયું આપ્યું. પ્રવાસીઓને મફત વહેંચવા માટે તે દર મહિને છપાય છે. એમાં ઘણી પ્રકીર્ણ માહિતી, દુકાનો અને હોટેલોની જાહેરખબર સાથે આપવામાં આવી હતી. અમેરિકાના અને કેનેડાના પ્રવાસીઓને ખરીદીમાં જકાત-બચતની દૃષ્ટિએ શો લાભ થાય તેની Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પાસપોર્ટની પાંખે સવિસ્તર માહિતી તેમાં હતી. કુરાસાઓમાં નાણાનું ચલણ ડચ ગિલ્ડર્સનું છે, પરંતુ અમેરિકનોને વટાવનો માર ન પડે એટલા માટે અમેરિકન ડૉલરનું ચલણ પણ અધિકૃત ગણવામાં આવ્યું છે. અમારી વાત ચાલતી હતી એટલામાં એક ઊંચો, જાડો, કાળો હબસી આવ્યો અને તે યુવતી સાથે સ્પેનિશમાં વાત કરવા લાગ્યો. યુવતીએ અમને કહ્યું, “આ ટેક્સી ડ્રાઈવર કહે છે કે બહાર હવે માત્ર એની એકની જ ટેક્સી રહી છે. તમારે જવું હોય તો તે રોકાય. અહીંથી શહેર સાત કિલોમીટર દૂર છે અને તેનો ઠરાવેલો દર સાત ડોલર છે. આ ટૅક્સી તમે જવા દેશો તો તમારે શહેરમાંથી ફોન કરી ટેક્સી બોલાવવી પડશે અને તેના જવા-આવવાના ચૌદ ડોલર તમારે આપવાના રહેશે.” હોટેલનું રિઝર્વેશન થઈ ગયું હતું એટલે અમે ઉતાવળ કરી ટેક્સીમાં બેઠાં. ટેક્સી ચાલી. ડુંગરાળ ટાપુ ઉપર ચડ-ઊતર કરતો રસ્તો નાનો, પણ વાહનોની અવરજવર વગરનો, સ્વચ્છ, શાંત અને હરિયાળીવાળો હતો. થોડી થોડી વારે આજુબાજુ સમુદ્રનાં જે દર્શન થતાં તે અમે ટાપુ ઉપર છીએ તેની પ્રતીતિ કરાવતાં હતાં. | કુરાસાઓના ચોપાનિયા ઉપર હું નજર ફેરવતો હતો. એમાં એક પાના ઉપર કુરાસાઓની ઐતિહાસિક માહિતી આપવામાં આવી હતી. ટાપુની શોધ સ્પેનિશ લોકોએ કરી હતી. ક્રિસ્ટોફર કોલંબસે ઈ. સ. ૧૪૯૨માં અમેરિકાના ખંડની શોધ કર્યા પછી ઈ. સ. ૧૪૯૯માં ફરીથી એ અમેરિકાની શોધસફરે ગયો ત્યારે આસપાસ નાના નાના ટાપુઓની શોધ માટે નીકળેલા એના સાથીદારોમાંના એક લેફટનન્ટ આલ્ફોન્ઝો દ ઓએદાએ આ કુરાસાઓ ટાપુની શોધ કરી હતી. અલબત્ત, ત્યારે આ ટાપુની કંઈ કિંમત નહોતી. રડ્યાખડ્યા કેટલાક સ્પેનિશ લોકોએ આ ટાપુ પરની પોતાની માલિકીની સાચવણી માટે ત્યાં વસવાટ કર્યો હતો. પરંતુ સત્તરમા સૈકામાં યુરોપીય પ્રજાઓ વચ્ચે યુરોપ બહારના પ્રદેશો સર કરવાની તીવ્ર સ્પર્ધા ચાલી અને યુદ્ધો પણ થયાં. તે વખતે ઈ. સ. ૧૬૩૪માં ડચ સૈનિકોએ સ્પેનિશ લોકો પાસેથી આ ટાપુ આંચકી લીધો. ત્યાં પોતાનું સંસ્થાન સ્થાપ્યું અને થોડાક ડચ લોકોને ત્યાં વસાવ્યા. ઈ. સ. ૧૬૪૨માં પિટર સુબેઝને એનો ગવર્નર બનાવ્યો. સત્તરમાથી ઓગણીસમા સૈકા સુધી કુરાસાઓની માલિકી વખતોવખત બદલાતી ગઈ. ડચ પાસેથી અંગ્રેજોએ, અંગ્રેજો પાસેથી ફ્રેન્ચોએ, ફ્રેન્ચો પાસેથી અંગ્રેજોએ, અંગ્રેજો પાસેથી ડચ લોકોએ – એમ વખતોવખત ફેરફાર થતા Page #138 -------------------------------------------------------------------------- ________________ કુરાસાઓ ૧૧૭ ગયા. આ એવો મહત્ત્વનો ટાપુ નહોતો કે તેને માટે ખૂનખાર જંગ થાય. જાય તો જવા દે અને રહે તો રહેવા દે એવો આ ટાપુ હતો. છેવટે ઈ. સ. ૧૮૧૫માં બ્રિટન અને હૉલૅન્ડ વચ્ચે થયેલા સંધિકરાર પ્રમાણે અંગ્રેજોએ ડચ લોકોને આ ટાપુ પાછો સોંપી દીધો. ત્યારથી એની માલિકી ડચ સરકારની છે. જ્યારથી આફ્રિકાના કાળા હબસીઓને ગુલામ તરીકે અમેરિકા લઈ જવાનો વેપાર ચાલુ થયો ત્યારથી વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓની કિંમત વધી. ટાપુ ઉપરથી ગુલામ ભાગીભાગીને કેટલે દૂર ભાગી શકે ? એટલે કુરાસાઓ પણ ગુલામોના વેપારનું એક મોટું મથક બની ગયું. આથી જ કુરાસાઓમાં અને વેસ્ટ ઇન્ડિઝના ઘણા ટાપુઓમાં ગોરાઓ કરતાં હબસીઓની વસતિ વધારે છે. અલબત્ત, ગુલામોની નાબૂદી પછી આ ટાપુઓનું મહત્ત્વ ઘટ્યું હતું. હૉલૅન્ડની સરકારે ઈ. સ. ૧૯૫૪માં ડચ દ્વીપસમૂહને થોડી સ્વાયત્તતા (autonomy) આપી છે. એથી એની પ્રજા લોકશાહી પદ્ધતિએ પોતાનું રાજ્ય ચલાવે છે. અલબત્ત, ગર્વનરની નિમણૂક તો હજુ પણ હૉલૅન્ડની રાણી જ કરે છે. દક્ષિણ અમેરિકાની સ્વાતંત્ર્ય માટેની લડત દરમિયાન લડતના કર્ણધાર સાયમન બોલિવારને કુરાસાઓએ બે વાર રાજ્યાશ્રય આપ્યો હતો. એથી દક્ષિણ અમેરિકાની પ્રજાને કુરાસાઓ પ્રત્યે પ્રેમાદરની લાગણી રહી છે. કુરાસાઓમાં કાયમી વસવાટ કરવા માટે ખાસ કોઈ બંધન નથી. એટલે દોઢ લાખની છૂટીછવાઈ વસતિ ધરાવતા આ ટાપુમાં દુનિયાના સાઠ જેટલા દેશોના નાગરિકો આવીને વસ્યા છે. લગભગ પાંચસો વર્ષ જૂની આ વસાહત છે એટલે અહીં પથ્થરની જૂની સરકારી ઇમારતો, દેવળો, સાઇનગોગ, મસ્જિદ વગેરે છે. આધુનિક બહુમાળી ઇમારતોની આવશ્યકતા હજુ અહીં ઊભી થઈ નથી. કુરાસાઓ લગભગ ચાલીસ ક્લિોમીટર લાંબો અને પાંચથી દસ ક્લિોમીટર પહોળો એવો માછલી-આકારનો ટાપુ છે. આ ટાપુ ઉપર થોડાંક ઘરોની વસતિવાળાં એવાં સાંતાક્રુઝ, લાગુન, સોટો વગેરે આઠ-દસ ગામડાં છે. બીજાં છૂટાંછવાયાં ઝૂંપડાં છે, અને કુરાસાઓનું મુખ્ય નગર તે ટાપુને એક છેડે સમુદ્રકિનારે અને એની અંદર વહેતી ખાડીની બંને બાજુ વસેલું તે વિલેમસ્ટાડ છે. ટાપુનું તે એક માત્ર મોટું નગર હોવાથી કુરાસાઓ તરીકે પણ ઓળખાય છે. અમારી ટૅક્સી હોટેલ પાસે આવી પહોંચી. તરત હોટેલમાંથી એક હબસી નોકરે આવી અમારો સામાન ઉઠાવી લીધો. રિસેપ્શન કાઉન્ટર ઉપર એક ઘરડી હબસી બાઈ હતી. ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી તે બોલતી હતી. રજિસ્ટરમાં Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પાસપોર્ટની પાંખે અમારાં નામ, સરનામું, પાસપોર્ટ નંબર વગેરે લખાયાં. અમે અમારા રૂમમાં પહોંચ્યાં. બહાર દરવાજે આકર્ષક લાગતી આ હોટેલ અંદરથી સાવ સાધારણ હતી. બેઠા ઘાટના જૂના મોટા મકાનને હોટેલમાં ફેરવી નાખવામાં આવ્યું હતું. લાકડાનાં પાટિયાં અને પતરાં વડે નાની નાની દસેક રૂમો આડીઅવળી બનાવવામાં આવી હતી. રૂમો એરકંડિશન્ડ હતી, પણ એકે એરકંડિશનર ચાલતું નહોતું. ઘણીખરી રૂમો ખાલી હતી. બે રૂમોમાં હબસી પ્રવાસીઓ હતા. હોટેલના પાછળના ભાગમાં કેટલાંક સ્થાનિક હબસી કુટુંબો રહેતાં હતાં, જે હોટેલના કાટખૂણિયા પેસેજમાંથી આવ-જા કરતાં હતાં. વચ્ચે ખુલ્લા ચોકમાં એક બાજુ કેટલીક હબસી સ્ત્રીઓ કપડાં ધોતી હતી અને દોરી પર સૂકવતી હતી. એક ખૂણામાં ચોકડીમાં નળ નીચે કેટલીક હબસણો વાસણ માંજતી હતી. અમને જોવા માટે વારાફરતી ઘણાં બધાં અમારી રૂમ પાસે આંટો મારી ગયાં. હોટેલનું વાતાવરણ જોતાં જ અમે ડઘાઈ ગયાં. સ્પેનિશ ભાષા બોલતાં અમે હબસી ગુલામોના ગામઠી વંશજો જેવાં લાગતાં એ બધાંના વાતાવરણમાં અમે થોડીક વાર તો ગૂંગળામણ અનુભવી. મારાં પત્નીએ કહ્યું, “ચાલીસ ડૉલરમાં આવી હોટેલ ? આ તે હોટેલ છે કે કોઈનું ઘર ?” - વાતને હળવી બનાવવા મેં કહ્યું. “હોટેલમાં ઘર જેવું વાતાવરણ હોય એ તો સારું કહેવાય. એવું વાતાવરણ કરી આપવાનો વધારાનો ચાર્જ આપણી પાસેથી નથી લેતા એટલો આપણને ફાયદો છે.” અહીં ડર જેવું તો નહિ હોય ને ?” “ના. આ બધાં તો ગરીબડાં છે, એમને જોઈને આપણને દયા આવવી જોઈએ.” “આપણે બીજી કોઈ હોટેલમાં ચાલ્યા જઈશું ?” “કદાચ બીજી હોટેલ પણ આવી જ હશે, સિવાય કે આપણને હિલ્ટન કે પ્લાઝામાં જઈએ. પણ તે બહુ દૂર છે અને મોંઘી છે. ગામમાં ફરવું હોય તો આ હોટેલ જ બરાબર છે. આપણને એક નવો અનુભવ થશે. આપણે ક્યાં વધારે દિવસ રહેવું છે ? સવારે ઊઠીને તરત ફલાઇટ પકડવાની છે.” રૂમમાં સામાન ગોઠવી અમે બેઠાં. હાથમોઢું ધોવા માટે બાથરૂમમાં સાબુ નહોતો. મારાં પત્નીએ ઘંટડી વગાડી નોકર પાસે સાબુ મગાવ્યો. કપડાં ધોતી એક બાઈ પાસેથી ધોવાનો ભીનો સાબુ લાવીને આપ્યો. મારાં પત્નીએ નારાજી બતાવીને એ પાછો આપ્યો. એટલામાં રિસેપ્શનિસ્ટ બાઈ આવી પહોંચી. એણે તરત નોકરને નહાવાનો નવો સાબુ આપવા સૂચના આપી. Page #140 -------------------------------------------------------------------------- ________________ કુરાસાઓ ૧૧૯ નવો સાબુ આવ્યો. બાઈની સૂચનાથી નોકરે છરી વડે એના બે ટુકડા કર્યા. એમાંથી એક ટુકડો અમને આપ્યો. બીજો ટુકડો પાછો લઈ જવામાં આવ્યો. એક દિવસના ઘરાક માટે અડધો સાબુ પણ એમને કદાચ વધારે લાગ્યો હશે. અમે બોલવા જતાં હતાં પણ મૂંગાં રહ્યાં. હોટેલના દર અને હોટેલની કરકસર જોતાં અમને લાગ્યું કે કુરાસાઓ મોંઘું હોવું જોઈએ. વાત સાચી હતી. અતિશય ફુગાવાને કારણે વેસ્ટ ઇન્ડિઝના ઘણા દેશોમાં ભાવો બહુ ઊંચે ગયા હતા. સ્વસ્થ થઈ અમે ગામમાં ફરવા નીકળ્યાં. પગે ચાલીને બધે જઈ શકાય એટલું નાનું, વાહનોની ખાસ કશી અવરજવર વગરનું, તદન સ્વચ્છ, આસપાસ સમુદ્રનાં ભૂરાં નિર્મળ જલ અને ખુલ્લા આકાશને કારણે રળિયામણું લાગે એવું આ સુશાંત ગામ હતું. ચોપાનિયામાં આપેલા નકશા પ્રમાણે અમે નાની નાની શેરીઓમાં ફર્યા. તેમાં ગોરા લોકો થોડા અને કાળા લોકો વધુ એવી મિશ્ર વસતિ જણાતી હતી. અમેરિકન પ્રવાસીઓની વધેલી અવરજવરને કારણે કોઈ કોઈ લોકો અંગ્રેજી થોડું સમજતા હતા. એક રેસ્ટોરાંમાં અમે કૉશિ પીધી. ફરતાં ફરતાં ઢાળ ઊતરી અમે ખાડી પાસે આવી પહોંચ્યાં. વિશાળ ખુલ્લી જગ્યા હતી. સૂર્ય નમવા આવ્યો હતો એટલે તડકો સૌમ્ય બન્યો હતો. સમુદ્ર ઉપરથી વેગથી હવા વહેતી હતી. ખાડીના સામસામા કિનારે ગામ વસેલું છે. અમારી હોટેલ બાજુનો ભાગ ઓતરાબાંડા તરીકે અને સામેનો ભાગ પંડા તરીકે ઓળખાય છે. ઓતરાબાડા ટેકરાઓ પર વસેલું છે અને રહેઠાણ માટેનાં ઘરો ત્યાં વધુ છે. પંડા સપાટ મેદાનમાં વસેલું છે અને ત્યાં સરકારી અને બીજી કચેરીઓ, દુકાનો, રેસ્ટોરાં વગેરે વધારે છે. ત્યાં પથ્થરની અને લાલ નળિયાંનાં છાપરાંવાળી બે કે ત્રણ માળની ઘણી ઈમારતો અડોઅડ હારબંધ, ખાડીના કિનારાને સમાંતર આવેલી છે. મોટી સ્ટીમર જાય એટલી ઊંડી અને લગભગ બસો મીટર જેટલી પહોળી આ ખાડીમાં વચ્ચે તરતો ઝૂલતો લાકડાનો મજબૂત પુલ છે. અમે ઊભા હતાં એટલી વારમાં તો જોરથી હૉર્ન વાગ્યું અને ઘડિયાળનો કાંટો ખસે એમ ધીમે ધીમે અમારી બાજુથી પુલ ખસવા લાગ્યો. જોતજોતામાં તો તે સામી બાજુએ કિનારાને અડીને લાગી ગયો. દરમિયાન બંને કિનારેથી નાની લોંચ ચાલુ થઈ અને કેટલાક લોકો એમાં બેસીને સામે પાર જવા લાગ્યાં. થોડી વારમાં એક મોટી સ્ટીમર આવી અને પસાર થઈ ગઈ. પુલ ફરી પાછો જોડાઈ ગયો. કુરાસાઓમાં રિફાઈનરીને કારણે સ્ટીમરોની અવરજવર વધતી ગઈ છે. : Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પાસપોર્ટની પાંખે રોજ સરેરાશ ત્રીસ વખત આ તરતો પુલ ખસેડાયા છે. આ પુલ ઉપરથી પહેલાં વાહનો પસાર થવા દેવામાં આવતાં, પરંતુ વાહનો માટે હવે નવો પુલ ખાડી ઉપર થોડે આઘે બાંધવામાં આવ્યો છે. મોટામાં મોટી સ્ટીમરો પણ નીચેથી પસાર થઈ શકે એટલા માટે ૧૬૦ ફૂટ જેટલો ઊંચો આ પુલ બાંધવામાં આવ્યો છે. આટલી નાની ખાડી ઉપર આ અસાધારણ ઊંચો પુલ એની સકારણ કૃત્રિમ ઊંચાઈને કારણે આપણું ધ્યાન ખેંચ્યા વગર રહે તેવો નથી. કુરાસાઓમાં વાહનો ઓછાં છે, છતાં ભવિષ્યના વાહનવ્યવહારને લક્ષમાં રાખી અગાઉથી તૈયારી કરી લેવાની દૃષ્ટિએ આ ઉત્તુંગ પુલ બાંધવામાં આવ્યો છે. ખાડીની અંદર તરતા પુલ ઉપર વીજળીનાં રંગબેરંગી બલ્બનાં તોરણો લટકાવ્યાં હતાં. રાતને વખતે જતી આવતી સ્ટીમરોને એ દેખાય એ તો ખરું, પણ રાહદારીઓને પણ એની રોશની આકર્ષક લાગે એવી હતી. પુલ ઓળંગી અમે સામી બાજુ ગયાં. ખાડીની એક બાજુ ફલોટિંગ માર્કેટ છે. દસ-બાર હોડકાંમાં વેપારીઓ શાકભાજી અને ફળફળાદિ વેચવા બેઠા હતા, જે રસ્તા ઉપર ઊભા ઊભા માણસો ખરીદી શકે. અમે થોડાં સંતરાં ખરીદી આગળ ચાલ્યાં. એક બાજુ મોટી પોસ્ટ ઑફિસ છે. અમારો કાર્યક્રમ અચાનક બદલાયો હતો. એટલે મુંબઈ ઘરે તાર કરવાના વિચારે અમે અંદર ગયાં. પરંતુ છ-સાત શબ્દના વિદેશના તાર માટે ભારતમાં જ્યારે પંદરેક રૂપિયા થતા ત્યારે તેના ત્રીસ ડોલર (લગભગ અઢીસો રૂપિયા) અમને ત્યાં કહ્યા. કરાસાઓ પાસે સીધી સર્વિસ નથી એટલે દર ઘણો વધારે હતો અને તાર પહોંચતાં પણ પાંચ-છ દિવસ લાગે એમ હતું એટલે અમે તારનો વિચાર માંડી વાળ્યો. (કુરાસાઓની તાર અને ટેલેક્ષની સીધી સર્વિસ હવે ચાલુ થઈ છે.) અમે બજારમાં લટાર મારવા લાગ્યાં. આડી અને ઊભી પાંચ-છ નાની ગલીઓ હતી. બધી દુકાનોમાં ચીજવસ્તુઓ પરદેશી હતી. સ્થાનિક ખરીદનારાં કરતાં વિદેશી સહેલાણીઓની ખરીદી ઉપર નભતો વેપાર હતો. શૉ-કેસમાં ગોઠવેલી વસ્તુઓ પર માત્ર કુતૂહલથી નજર નાખતાં નાખતાં અમે પસાર થઈ રહ્યાં હતાં. કુરાસાઓની મુલાકાત પહેલાં બીજા કોઈ ગુજરાતીએ લીધી હશે કે કેમ તેનો અમે વિચાર કરતાં હતાં એવામાં એક દુકાનમાંથી અવાજ આવ્યો, “બોલો બહેન ! શું જોઈએ તમારે ?” ગુજરાતી ભાષા સાંભળી અમારા કાન ચમક્યા. એક યુવાન ભાઈ દુકાનમાંથી બહાર આવ્યા અને બોલ્યા : “બહેનની ગુજરાતી સાડી પરથી મને થયું કે તમે ગુજરાતી છો, એટલે તરત હું બહાર આવ્યો. આ અજાણ્યા ટાપુમાં તમે ક્યાંથી ?” Page #142 -------------------------------------------------------------------------- ________________ કુરાસાઓ ૧૨૧ અમે હસતાં સામે પૂછ્યું : “આ અજાણ્યા ટાપુમાં તમે ક્યાંથી ?” અમે અમારી વાત કરી. એમણે કહ્યું કે પોતે કચ્છના અંજારના વતની છે. લોહાણા છે. પાકિસ્તાન થતાં સિંધથી આવીને કચ્છમાં આદિપુરમાં વસેલા એક સિંધી વેપારી સાથે એમને સબંધ થયો. એ વેપારીએ ભારત છોડીને પનામામાં દુકાન કરી. તેઓ પોતાના ખર્ચે એમને નોકરી કરવા પનામા લઈ આવ્યા. ત્યાંથી બીજા એક સિંધી વેપારી એમને કુરાસાઓ લઈ આવ્યા. બાર મહિનાથી તેઓ કુરાસાઓમાં છે. ડચ અને સ્પેનિશ પણ બોલે છે. વેપાર સારો ચાલે છે. વળી તેમણે કહ્યું કે કુરાસાઓમાં સિંધીઓની પાંચ દુકાનો છે ઃ ‘તાજમહલ', ‘બુલચંદ', ‘હિંદુ પેલેસ', ‘નારણ' અને ‘લા ગંગા’. ભારતના ભાગલા પડ્યા ત્યાર પછી ઘણા શ્રીમંત સિંધી વેપારીઓ દુનિયાના ઘણા જુદા જુદા દેશોમાં વેપારાર્થે વસ્યા. એમાં કેટલાક કુરાસાઓમાં આવીને રહ્યા છે. આ વાત જાણીને અમને અત્યંત આનંદ થયો. અમે કોઈ અજાણી ધરતી પર નથી એવું અમને હવે લાગ્યું. થોડી વારમાં એ કચ્છી ભાઈના સિંધી શેઠ બહારથી આવી પહોંચ્યા. પરિચય કરાવ્યો. ચા-પાણી પીધાં. બીજી સિંધી દુકાનોની મુલાકાત લીધી. રાત્રે એક સિંધી વેપારીને ત્યાં શાકાહારી ભારતીય ભોજન જમ્યાં. અમારો દિવસ પરિણામ-રમણીય બની ગયો. રાતના હોટેલ પર આવી, ચોકમાં ગોઠવેલું ટી.વી. થોડી વાર જોઈ, અમે સૂઈ ગયાં. બીજે દિવસે કુરાસાઓનો ટાપુ છોડી પનામા જવા વિમાનમાં અમે બેઠાં. વિમાન ઊઠ્યું ત્યારે બારીમાંથી આ ટાપુનાં ઉત્સુકતાપૂર્વક છેલ્લાં દર્શન કરી લીધાં, કારણ કે કુરાસાઓની ધરતી ઉપર જિંદગીમાં બીજી વાર પગ મૂકવાનો અમારે માટે સંભવ હશે કે કેમ તે પ્રશ્ન હતો. Page #143 -------------------------------------------------------------------------- ________________ જુઆરગમ બ્રાઝિલમાં રિયો-ડિ-જાનીરો(અથવા રિઓ-દ-જાનેરો)થી લગભગ પચાસ કિલોમીટર દૂર સમુદ્રમાં આવેલા જુઆરગમ નામના ટાપુના પર્યટને ત્યાંની ટૂરિસ્ટ કંપનીઓ લઈ જાય છે. મેં અને મારાં પત્નીએ તે માટે નામ નોંધાવ્યાં હતાં. અમારી હોટેલમાંથી બીજા કેટલાક પ્રવાસીઓ પણ તેમાં જોડાવાના હતા. રવિવારનો દિવસ હતો. સવારે સાત વાગે અમને લેવા માટે હોટેલ ગ્લોરિયા ઉપર બસ આવી પહોંચી. ભરાવદાર મૂછો અને લાંબા ઝૂલ્ફાવાળો પાંત્રીસેક વર્ષનો યુવાન ગાઇડ અમને બધાને બોલાવી ગયો. અમે બસમાં બેઠાં. જુદી જુદી હોટેલમાંથી પ્રવાસીઓને લઈને અમારી બસ રિયો છોડી સમુદ્રકિનારાની લગભગ સમાંતર એવા ધોરી માર્ગ ઉપર ચાલવા લાગી. એક પછી એક કેટલાંક નાનાં નાનાં ગામડાંઓ વટાવતી અમારી બસ છેવટે જુઆરગમ જવા માટે દરિયાકિનારે એક સ્થળે આવી પહોંચી. અમે સમયસર આવી પહોંચ્યાં હતાં. પરંતુ અમને ટાપુ પર લઈ જનારી સ્ટીમલોંચ હજુ આવી નહોતી. સમુદ્રકિનારે બાંધવામાં આવેલી લાકડાંની જેટી ઉપર અમે ટહેલવા લાગ્યાં. સવારનો સમય હતો. સૌમ્ય તડકો હતો. શીતલ હવા હતી. સમુદ્રનાં ઘેરાં નીલરંગી પાણી હિલોળા લઈ રહ્યાં હતાં. વાતાવરણ ખુશનુમા હતું. દૂરસુદૂર કેટલીક હોડીઓ અને સ્ટીમલોંચ ઊભેલી હતી. થોડી વારમાં બીજી એક બસ આવી પહોંચી. તેમાંથી પચીસેક પ્રવાસીઓ ઊતર્યા. તેમની ગાઈડ ત્રીસ-પાંત્રીસ વર્ષની એક યુવતી હતી. તેણે ખાખી રંગ યુનિફૉર્મ (બુશ શર્ટ અને પેન્ટ) પહેર્યું હતું. તે ઘણી ચબરાક અને બોલકી હતી. પ્રવાસીઓ પર જાણે હુકમ કરતી હોય તેમ તે સૂચનાઓ આપતી હતી. લોંચમાં બેસવા માટે કઠેડાવાળી જેટી ઉપર ક્યાં કેવી રીતે હારબંધ ઊભાં રહેવું અને લોંચમાં કેવી રીતે જલદી જલદી બેસી જવું તેની સૂચનાઓ પ્રતિસ્પર્ધી ટૂરિસ્ટ કંપનીઓના બંને ગાઈડોએ પોતપોતાના પ્રવાસીઓને આપી. થોડા પ્રવાસીઓ તે પ્રમાણે ગોઠવાવા લાગ્યા; પણ ગાઈડોની સૂચના કામયાબ નીવડી નહિ, કારણ કે એટલી વારમાં અણધાર્યું Page #144 -------------------------------------------------------------------------- ________________ જુઆરગમ ૧ ૨૩ એક મોટું વાદળું ચડી આવ્યું અને વરસાદનું ઝાપટું પડ્યું. આટલા બધા પ્રવાસીઓમાંથી બેચાર જણ સિવાય કોઈની પાસે રેઇનકોટ કે છત્રી નહોતાં, એટલે બધાં વેરવિખેર થઈ ગયાં. ઘણાંખરાં તો પાસે આવેલી રેસ્ટોરાંમાં ઘૂસી ગયાં અને દૂધ વગરની કાળી કૉફી પીવા લાગ્યાં. દરમિયાન અમારી લોંચ આવી ગઈ હતી, પરંતુ વરસાદનું ઝાપટું રહી ન જાય ત્યાં સુધી મુસાફરો બેસવા આવવાના નહોતા. વરસાદ રહી ગયો. તડકો નીકળ્યો, પરંતુ વાતાવરણમાં ઠંડી પ્રસરી ગઈ હતી. સદ્દભાગ્યે અમે વિદેશમાં હંમેશની ટેવ મુજબ ગરમ કપડાં સાથે લીધાં હતાં એટલે એ કામ લાગ્યાં. અમે સૌ પ્રવાસીઓ લોંચમાં ગયાં. લોચ નાની હતી. બે બસના આ બધા જ પ્રવાસીઓને બેસવા માટે તેમાં બેઠકો પૂરતી નહોતી. કેટલાકે ઊભા રહેવું પડે એમ હતું. લોચમાં સગવડ ઓછી હતી, કારણ કે સફર ટૂંકી હતી. લોંચના ઉપરના ખુલ્લા ભાગમાં ઠંડી લાગતી હતી અને નીચેના બંધ ડેકમાં બેઠકો થોડીક હતી. બીજી બસની જબરી ગાઈડ પોતાના બધા પ્રવાસીઓ માટે ધડાધડ બેસવાની સગવડ કરી લીધી. અમારી સાથેની એક મોટી ઉંમરની બહેનને વરસાદમાં ભીંજાવાને કારણે ટાઢ ચડી ગઈ હતી. પરંતુ લોંચમાં ધીમે ધીમે છેલ્લે આવવાને કારણે એને બેઠક મળી નહોતી. યુરોપ-અમેરિકાના દેશોમાં સ્ત્રીઓને પોતાની બેઠક આપવાનું દાક્ષિણ્ય પુરુષોમાં એકંદરે ઓછું હોય છે. આ પ્રૌઢા પ્રવાસી માટે અમારા બંને ગાઈડો વચ્ચે – યુવક-યુવતી વચ્ચે ઘણી રકઝક થઈ. પોર્ટુગીઝ ભાષામાં તેઓ શું બોલે છે તેની સમજ નહોતી પડતી, પરંતુ તેમના ચહેરા પરના – કડક ઉગ્ર ભાવો અને ઊંચા સાદ જોતાં જણાયું કે તેમની વચ્ચે મોટી તકરાર થઈ પડી છે; જાણે હમણાં તઓ હાથોહાથની મારામારી કરશે ! એવામાં નીચે બેઠેલો એક પ્રવાસી ઉપર આવ્યો, એટલે પેલી પ્રૌઢા પ્રવાસીને નીચેના ડેકમાં બેઠક મળી ગઈ. એથી ઝઘડો મટી ગયો અને વાતાવરણ શાંત થઈ ગયું, પણ બંને ગાઈડની આંખો કેટલીયે વાર સુધી એકબીજાની સામે ઘૂરકતી રહી. અમે ઉપરના ડેકમાં હતાં. સદ્ભાગ્યે અમને બેઠક મળી ગઈ હતી. ઠંડી ન લાગતી હોય કે ચક્કર ન આવતાં હોય તો ઉપરના ડેકમાં બેસવાની મજા ઓર હતી. સાગરની સહેલગાહનો આનંદ ઉપર વધુ હતો. જો સ્વસ્થતા કે હૂંફનું કારણ ન હોય તો નીચેના બંધિયાર ડેકમાં ગૂંગળામણ થાય એવું હતું. અમારી લોંચ વેગથી ચાલતી હતી. સમુદ્રનાં ઊછળતાં પાણીને લીધે ક્યારેક હાલકડોલક થતી હતી. અમે લગભગ પોણા કલાકની સફર પછી, : Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પાસપોર્ટની પાંખે કેટલાક ટાપુઓની બાજુમાંથી પસાર થયા પછી, તેમાં વચ્ચે આવેલા એક નાનકડા ટાપુ ઉપર આવી પહોંચ્યાં. આ લગભગ અર્ધા માઈલના ઘેરાવાવાળો રમણીય ટાપુ હતો. જુઆરગમ નામના આ દ્વીપમાં રેતીના પટમાં હરવું ફરવું, એના છીછરા સમુદ્રમાં તરવા પડવું અને એનું શુદ્ધ નૈસર્ગિક વાતાવરણ માણવું એ જ એનું મુખ્ય આકર્ષણ હતું. બેટ ઉપર એક મધ્યમ કક્ષાની રેસ્ટોરાં હતી. ત્યાં રહેતા કેટલાક સ્થાનિક લોકો આ રેસ્ટોરાં ચલાવે છે. તેમાં અમારા માટે ચા-પાણી અને જમવાની સગવડ કરવામાં આવી હતી. ચા-નાસ્તો લઈને અમે સૌ બાજુમાં જ આવેલા સમુદ્ર તાળ પટમાં લટાર મારવા નીકળ્યાં. અમારામાંના કેટલાક ગોરા લોકો પગ કોર્ચ્યુમ પહેરી પાણીમાં નહાવા પડ્યા. પાણીમાં નહાવાની આશા સાથે વણા પ્રવાસીઓ આવ્યા હતા. પરંતુ વાતાવરણમાં અચાનક ઠંડી વધી જતાં કેટલાકે તે માંડી વાળ્યું હતું. અમે પણ ઘૂંટણ સુધી પાણીમાં ઊભાં રહી ભરતીનાં એક પછી એક આવતાં મોજાંની લહેર માણી. સમય થયો એટલે અમારે માટે ભોજન તૈયાર થઈ ગયું. રેસ્ટોરાંની બાજુમાં ખુલ્લા ચોગાનમાં જુદા જુદા ટેબલ ઉપર સૌ ગોઠવાયાં. અમારા બે માટે અગાઉથી નક્કી કરેલી શુદ્ધ શાકાહારી વાનગીઓ બનાવવામાં આવી હતી. તદુપરાંત અમે સાથે ગાંઠિયા, ખાખરા, લાડુ વગેરે લીધાં હતાં. અમારી આ વાનગીઓમાં કેટલાક પ્રવાસીઓને રસ પડ્યો. અમે તેમને એ ચખાડી. રેસ્ટોરાંવાળાએ કેટલાક કાકાકૌઆ પાળેલા હતા. ઘેરા વાદળી રંગના આ કાકાકૌઆ પ્રવાસીઓ સાથે તરત હળી જાય એવા હતા. ડરીને તે આઘા ઊડી જાય એવા નહોતા. જમતી વખતે કેટલાકે પોતાના ટેબલ ઉપર એક એક કાકાકૌઆને લઈ લીધો. અમે પણ અમારા ટેબલ ઉપર એક લઈ આવ્યા. એ કાકાકૌઆને અમારા ગાંઠિયા ને લાડુ બહુ ભાવી ગયાં. ટાપુ ઉપર રેસ્ટોરાં એક જ હતી એટલે બંને ટૂરિસ્ટ કંપની તરફથી ભોજનની વરદી એને જ સોંપાઈ હતી. વાનગીઓ પણ સરખી જ હતી. અમારા બંને ગાઈડ તેની વ્યવસ્થામાં પડ્યા હતા. હવે તેમની વચ્ચે સુમેળ વરતાતો હતો. બધાંને બેસાડ્યા પછી તેઓ બંને પોતપોતાની પ્લેટ લઈ એક ટેબલ પર સામસામે ગોઠવાયાં અને વાતો કરતાં કરતાં ખાવા લાગ્યાં. એમની વચ્ચેની સુલેહને લીધે અમે શાંતિ અનુભવતાં હતાં, તેમની સાથેની વાતચીત પરથી જાણવા મળ્યું હતું કે તેઓ બંને પરિણીત છે અને બંનેને સંતાનો પણ છે. અમે જમતાં હતાં ત્યારે બે નાની બાળાઓ અમને પીરસતી હતી. Page #146 -------------------------------------------------------------------------- ________________ જુઆરગમ ૧૨૫ બાર-પંદર વર્ષની તેઓ હશે, પરંતુ તે બેમાં એક અંગ્રેજી ઘણું સારી બોલતી હતી. બ્રાઝિલમાં તો પોર્ટુગીઝ ભાષા છે. એટલે અમે તેનાં વખાણ કરતાં કહ્યું, “તું તો ઈંગ્લિશ ભાષા જાણે તારી માતૃભાષા હોય તેવી સરસ બોલે છે.” તેણે કહ્યું, “ઈંગ્લિશ મારી માતૃભાષા જ છે.' “એમ ? કેવી રીતે ?'' “અમે દક્ષિણ આફ્રિકાના વતની છીએ. કેપટાઉન પાસે એક નાનકડા ટાપુમાં અમે રહીએ છીએ.” “ત્યાંથી તમે ફરવા આવ્યાં છો ?'' “ના, અમે અહીં કાયમ રહેવા આવ્યાં છીએ.” “આફ્રિકા છોડીને અહીં આવા નિર્જન ટાપુમાં કેમ રહેવા આવવું પડ્યું ? તારા પિતાજીના વ્યવસાયને કારણે એમ કરવું પડ્યું છે ?' “ના, મારા પિતાજી નથી આવ્યા. હું અને મારાં મમ્મી આવ્યાં છીએ. મમ્મી અહીં રેસ્ટોરાંમાં નોકરી કરે છે. હું પણ મમ્મી સાથે રેસ્ટોરાંમાં કામ કરું છું.” “પિતાજી કેમ આવ્યા નથી ?’ “મારી મમ્મીએ છૂટાછેડા લીધા છે.” એટલું બોલતાં તો તે બાળાની આંખમાંથી દડદડ આંસુ ટપકી પડ્યાં. એથી અમારી વાતનો ભાવ પલટાઈ ગયો. હળવેથી મેં તેનું કારણ પૂછ્યું. તેણે કહ્યું, “મારા પિતાજી બીજી સ્ત્રીના પ્રેમમાં પડ્યા. વળી રાતના તેઓ પુષ્કળ દારૂ પીને આવતા અને મારી મમ્મીને બહુ મારતા, એટલે મારી મમ્મીએ છૂટાછેડા લીધા. અમે જુદા ઘરમાં રહેવા લાગ્યાં, પરંતુ તે પછી અમારા પિતા તરફથી બહુ ત્રાસ થતો. એટલે એક દિવસ અમે કેપટાઉન છોડી સ્ટીમરમાં બેસીને અમારા એક સગાને ત્યાં રિયો આવી પહોંચ્યાં.' “તમે રિઓને બદલે અહીં કેમ રહો છો ? રિઓમાં રહો તો તારો અભ્યાસ ન બગડે ને ?’ “મારી મમ્મી આઇલૅન્ડર (દ્વૈપાયન અથવા બેટાઈ) છે. જન્મી ત્યારથી એક નાનકડા આઇલૅન્ડમાં ઊછરી છે. સાગરના ઘુઘવાટ વગર એને ઊંઘ આવતી નથી. એને નાનકડા ઓછી વસતિવાળા બેટ સિવાય બીજે ક્યાંય રહેવાનું ફાવતું નથી. એની તબિયત બગડી જાય છે. રિઓમાં એની તબિયત સારી નહોતી રહેતી, એટલે અમે અહીં આવીને રહ્યાં છીએ. એને લીધે મારે અભ્યાસ છોડી દેવો પડ્યો છે.’ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પાસપોર્ટની પાંખે - એક તેજસ્વી ચબરાક બાળાને વિષમ કૌટુંબિક સંજોગોને કારણે ભણવાનું છોડી દેવું પડ્યું એ વાત શિક્ષણના વ્યવસાયમાં પડેલા અમારા જેવાને માટે વિશેષ દુખદ હતી. એ બાળાની સાથે એના જેટલી જ ઉંમરની બીજી એક બાળા હતી. એને ઇંગ્લિશ બોલતાં આવડતું નહોતું. પરંતુ ઇંગ્લિશ બોલનાર બાળા દ્વારા તેની પણ થોડી વાત જાણી. તે રિયોમાં રહે છે. શાળામાં અભ્યાસ કરે છે. ' એની માતાએ પણ છૂટાછેડા લીધા છે. એની મા પણ અહીં ટાપુમાં જ રહે છે. માતા-પિતા વચ્ચે માત્ર સ્વભાવનો મેળ ન રહેવાને કારણે અણબનાવ થયો હતો. બંનેએ રાજીખુશીથી છૂટાછેડા લીધા. બાપે બીજાં લગ્ન કર્યા. મા જુઆરગમ ટાપુમાં આવીને રહી અને રેસ્ટોરાંમાં નોકરી કરવા લાગી. સંતાનમાં માત્ર આ એક જ દીકરી. તે બાપ અને સાવકી માની સાથે રહે છે, કારણ કે રિયોમાં શાળામાં અભ્યાસ કરે છે. રજાઓમાં તે પોતાની મા પાસે આવીને રહે છે અને કામમાં મદદ કરે છે. બાપ છૂટાછેડા પછી પણ માને પૈસાની મદદ કરે છે, વારંવાર મળવા આવે છે અને મા પણ પતિને મળવા વારંવાર રિયો જાય છે. બંને કિશોરી દુખી હતી, પરંતુ બંનેનાં દુઃખની માત્રામાં ફરક હતો. દક્ષિણ આફ્રિકાની કિશોરીની આંખમાં જે વિષાદ જણાતો હતો તે રિયોની કિશોરીમાં નહોતો. આવી અંગત વાતોને કારણે બંને બાળાઓએ અમારી સાથે કંઈક આત્મીયતા અનુભવી. મારી પત્નીએ વિદેશમાં ક્યાંક ભેટ આપવા માટે કામ લાગે એવી સાથે લીધેલી વસ્તુઓમાંથી બંને બાળાઓને અમારી યાદગીરી તરીકે કાનમાં પહેરવાની બુટ્ટી આપી. તે જોઈ બંને બહુ રાજી થઈ ગઈ અને પહેરીને નાચવા લાગી. દોડીને પોતાની માને પણ તેઓ બતાવી આવી. બંનેની માતા અમારી પાસે આવી. શબ્દથી તો અમે ખાસ કશી વાત ન કરી, પરંતુ અમારી આંખોએ ઘણી વાત કરી લીધી. હવે અમારે પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. બંને ગાઇડોએ પોતપોતાના પ્રવાસીઓને સૂચના આપી દીધી. અમે બધાં ચાલ્યાં. કિનારે જઈ લોંચમાં બેઠાં. પેલી બંને બાળાઓ અને તેમની માતાઓ પણ લોંચ સુધી આવી હતી. અમે તેમની વિદાય લીધી. લોંચ ઊપડી ત્યારે તેઓ ભાવભીની નજરે જોઈ રહ્યાં હતાં. લોંચ વેગથી પાણીમાં સરકવા લાગી. એક પછી એક ટાપુ પાસેથી Page #148 -------------------------------------------------------------------------- ________________ આરગમ ૧૨૭ પસાર થતી તે ખુલ્લા સમુદ્રમાં આવી પહોંચી. હવામાન વાદળિયું થઈ ગયું હતું. પવન જોરથી ફૂંકાવા લાગ્યો હતો. સમુદ્રનાં પાણી મોટા હિલોળા લેવા લાગ્યાં હતાં. લોંચ વધુ હાલકડોલક થવા લાગી. એને લીધે પાણીની મોટી છાલકો અમારા ઉપર આવવા લાગી. ઉપરના ડૅકમાં ભીંજાવાનું જોખમ ઊભું થયું. એટલે ધીમે ધીમે કરતાં લગભગ બધા પ્રવાસીઓ નીચેના ભાગમાં ચાલ્યા ગયા. અમારાં ગાઇડ યુવક-યુવતી હજુ પણ ઉપરના ડૅકમાં હતાં. તેમને રોજનો મહાવરો હતો, એટલે તેઓ બંને ખાલી પડેલી બે બેઠકોમાં આજુબાજુમાં બેસી વાતો કરવા લાગ્યાં હતાં. બંનેએ એકબીજાને સિગરેટ સળગાવીને આપી હતી. ધૂમ્રપાન ચાલતું હતું. કેટલીક વાર પછી લોંચ સ્થિર ગતિએ ચાલવા લાગી, એટલે અમે કેટલાંક પ્રવાસીઓ ઉપરના ડૅકમાં આવ્યાં. જોયું તો ગાઇડ યુવક-યુવતી હવે એકબીજાની વધુ નિકટ આવ્યાં હતાં. એક્બીજાને ખભે હાથ ભરાવી, આંખમાં મસ્તી સાથે તેઓ ગોષ્ઠી કરી રહ્યાં હતાં. પ્રવાસીઓની હાજરીથી તેઓએ સંકોચ ન અનુભવ્યો. એવી પ્રથા આ બાજુના દેશોમાં હોતી નથી. અમારી સાથે ગોરા સહપ્રવાસીઓ માટે આ બહુ નવાઈની વાત નહોતી. સવારે વ્યવસાયી સ્પર્ધાને લીધે ઝઘડતાં ગાઇડ યુવકયુવતી અત્યારે પ્રણયની મસ્તી અનુભવતાં હતાં. સવારે કલહ, બપોરે સુલેહ અને સાંજે પ્રણય એવા ક્રમમાં તેમનું નાટક ચાલ્યું, પરંતુ એ ત્રણેયમાં હતી માત્ર ચંચલતા. રિયો પાસે આવેલા જુઆરગમ ટાપુની સહેલગાહ અમને યાદ રહી ગઈ તે એ ટાપુની કેટલીક વિશેષતાને કારણે તો ખરી, પણ સવિશેષ તો ત્યાંના લોકજીવનની અનોખી ભાતને કારણે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ||||૩૧ ઓક્સફર્ડ અને કેમિકા ઓક્સફર્ડ અને કૉબ્રિજ લંડનના રસલ ક્વેર પાસે ઇવાન્સ એન્ડ ઇવાન્સ નામની ટૂરિસ્ટ કંપની છે. એની શહેરદર્શન માટેની બસમાં હું લંડન ફરી આવ્યો. મને એથી સંતોષ થયો. તેથી બીજે દિવસે હું એની ઑક્સફર્ડ અને કૅબ્રિજ માટેની ટૂરમાં જોડાઈ ગયો. સવારે સમયસર હું રસલ ક્વેર પહોંચી ગયો. બસનો સમય થયો પણ બસ હજુ આવી ન હતી. અમે પ્રવાસીઓ રાહ જોતાં હતાં, તેવામાં અમારી ગાઈડ આવી પહોંચી. આ તો ગઈ કાલવાળી જ યુવતી હતી; હોશિયાર, પણ જબરી. ગઈ કાલે હું ડ્રાઇવર પાછળની પહેલી બેઠકમાં બારી પાસે બેઠો હતો ત્યારે બસ ઊપડવાની ઘડીએ તે દાખલ થઈ અને મને ઉઠાડીને કહ્યું, “આ તો ગાઈડને બેસવાની જગ્યા છે, માટે તમે બીજે બેસો.” પરિણામે લાઇનમાં પહેલો હતો છતાં મારે છેલ્લે બેસવાનું આવ્યું. આવા પ્રવાસમાં જોવા-જાણવાની ઉત્સુકતા વધારે હોય તો આગળની સીટમાં બેસવાનું અનુકૂળ વધારે રહે છે, કારણ કે કેટલીક વાર ગાઈડ નીચે ઊતરીને તરત સમજાવવાનું ચાલુ કરી દે ત્યારે છેલ્લી સીટમાં બેઠેલાને થોડોક ગેરલાભ થતો હોય છે. અમારી આ ગાઈડ સ્પેનિશ યુવતી હતી. પરંતુ અંગ્રેજી, ફ્રેન્ચ અને જર્મન પણ તે સરસ બોલતી હતી. (યુરોપમાં સામાન્ય રીતે બધાં ગાઈડો ત્રણચાર ભાષાઓ જાણતા હોય છે.) ગાઇડ બહુ બોલકી હતી. વગર પૂગ્યે જ એણે કહી દીધું કે આજે પોતાની ડ્યુટી ન હતી છતાં પોતાને બોલાવવામાં આવી છે. કંપની માટેનો એનો કચવાટ દેખાઈ આવતો હતો. દરમ્યાન સમાચાર મળ્યા કે અમારા પ્રવાસ માટેની બસ બગડી ગઈ છે; સમી થઈને આવતાં વાર લાગશે. લગભગ અડધા કલાક પછી બસ આવી. લાઇનમાં હું આગળ હતો. ગઈ કાલના અનુભવ પછી ડ્રાઈવરની પાછળની ગાઈડ માટેની સીટમાં હું ન બેઠો. ડાબી બાજુ બારણા પાસેની પહેલી સીટમાં બેઠો. ગાઈડની સીટમાં જે કોઈ બેસવા જાય તેમને પણ હું સલાહ આપતો કે “એ ગાઇડની સીટ છે; તમારે ઊઠવું પડશે.” Page #150 -------------------------------------------------------------------------- ________________ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ ૧૨૯ બધાં પ્રવાસીઓ બેસી ગયાં. બસ ભરાઈ ગઈ. થોડી વાર થઈ ત્યાં અમારી ગાઈડ આવી પહોંચી. તેની સાથે તેનું એક પરિચિત યુગલ પણ હતું. ગાઈડે એ દંપતીને પોતાની સીટમાં બેસાડ્યું. પછી મને કહ્યું, “ઊભા થાવ.” કેમ ?” મેં સાશ્ચર્ય પૂછ્યું. આ ગાઇડની સીટ છે.” “ગાઇડની કેવી રીતે ? કઈ કાલે તમારી પેલી સીટમાંથી તમે મને ઉઠાડ્યો હતો.” “ઓહ, ગઈ કાલે તમે મારી સાથે હતા ?” “હા, એટલા માટે તો આજે તમારી સીટ ઉપર હું બેઠો નથી અને બીજાઓને ન બેસવા માટે મેં સલાહ આપી છે.” ગાઇડ ક્ષણ વાર દ્વિધામાં પડી. પેલાં પતિ-પત્નીને તો પોતાની સીટ ઉપર એણે બેસાડી દીધાં હતાં, એટલે એમને ઉઠાડવા તે ઇચ્છતી ન હતી. તેણે તરત જ પોતાની વાત બદલી, “અમે ગાઇડ આગળની કોઈ પણ સીટમાં બેસી શકીએ. આજે મારે અહીં બેસવું છે.” પણ એવું શા માટે ? તો તમારે પહેલેથી જ કહેવું જોઈએ ને ? અથવા સીટ ઉપર “ગાઈડ માટે અનામત' છે એ પ્રમાણે લખેલું હોવું જોઈએ.” “કંપનીમાં એવો કોઈ નિયમ નથી. ગાઇડ કહે તે પ્રમાણે તમારે માનવું જોઈએ.” તમે મનસ્વીપણે કહો તે હું માનવા માગતો નથી. તમારા કોઈ નિયમો લખેલા હોય તો મને વંચાવો. તમારી મરજી મુજબ ગમે ત્યારે તમે કોઈને પણ ઉઠાડો તે બરાબર નથી.” મેં ઊઠવાની ના પાડી એટલે યુવતીનો અવાજ ગરમ થયો. એટલી જ મક્કમતાથી હું મારી વાતને વળગી રહ્યો. અમારી વચ્ચે રકઝક ચાલે છે એ બધા પ્રવાસીઓએ જાણ્યું. મારી બાજુમાં બેઠેલા પ્રવાસી ઊભા થઈને છેલ્લે ચાલ્યા ગયા. ગાઈડ માટે બેસવાની જગ્યા થઈ હતી, પરંતુ હવે તેને માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો હતો. તેણે કહ્યું, “મારે તો આખી સીટ જોઈએ; તો જ મને ચાલુ બસે બધા પ્રવાસીઓને બહારનું કંઈ બતાવવું હોય તો ફાવે.” હું મક્કમ રહેવા માગતો હતો. પરંતુ કેટલાક પ્રવાસીઓએ આવીને Jain Ellion International Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પાસપોર્ટની પાંખે પોતાની સીટ ઉપર બેસવા માટે મને વિનંતી કરી. વળી વિલંબ થતો જતો હતો. આથી મારી સ્થિતિ કફોડી થઈ. મેં રકઝક લંબાવવામાં સંકોચ અનુભવ્યો. હું ઊભો થયો અને છેલ્લે જે એક ખાલી બેઠક હતી તેમાં બેસી ગયો. - અમારી બસ ઊપડી. લંડનના રસ્તાઓ વટાવતી તે ઓક્સફર્ડ તરફ જવા માટે મોટર-વે ઉપર આવી પહોંચી. અમારી ગાઈડે રસ્તામાં અમને અંગ્રેજી, ફ્રેન્ચ અને પછી જર્મન ભાષામાં ઑક્સફર્ડ યુનિવર્સિટીનો ઇતિહાસ કહ્યો. અમે ઑક્સફર્ડ ધાર્યા કરતાં મોડાં પહોંચ્યાં. સમય ઓછો રહ્યો હતો એટલે ત્યાંની યુનિવર્સિટીના જુદા જુદા વિભાગો ઝડપથી અમને બતાવવામાં આવ્યા. લગભગ આઠસો વર્ષની જૂની આ યુનિવર્સિટીમાં કેટલીક રચના હજુ એ જ પ્રાચીન ઢબે જાળવી રાખવામાં આવી છે. તેની પુરાણી લાઇબ્રેરીમાં ઊભાં રહેતાં એ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ગયેલા ગ્લૅડસ્ટન, સેમ્યુઅલ જહોનસન, શેલી, રસ્કિન વગેરે મહાપુરુષોનું સ્મરણ થયું. યુનિવર્સિટીની મુલાકાત પછી અમે કેબ્રિજને રસ્તે ચાલ્યા. રસ્તામાં એક નાના ગામમાં, અગાઉથી ગોઠવણ કર્યા મુજબ એક રેસ્ટોરાંમાં ભોજન માટે અમને લઈ જવામાં આવ્યા. પશ્ચિમી ઢબનાં રેસ્ટોરાંઓમાં એક પછી એક કોર્સ પ્રમાણે વાનગીઓ પીરસવામાં સમય પણ ઠીક લાગતો હોય છે. અમારી ગાઈડે કહ્યું, “આજે મોડું ઘણું થયું છે, માટે કેબ્રિજમાં આપણને પૂરતો સમય નહિ મળે.” ભોજન પછી કૅબ્રિજને રસ્તે અમે આગળ વધ્યાં, પરંતુ થોડેક ગયાં ત્યાં તો અમારી બસ બગડી. કદાચ સવારે ઉતાવળમાં સરખી સમી નહિ કરાઈ હોય. ડ્રાઇવરે ઊતરીને બોનેટ ખોલીને ચાલુ કરવા પ્રયત્નો કર્યા, પરંતુ બસ ચાલી નહિ. આસપાસ કોઈ વસતિ ન હતી, એટલે ડ્રાઇવર અને ગાઈડ. ત્રણેક ફર્લોગ પર આવેલા એક સ્થળે ફોન કરવા ગયાં. ત્યાં સુધી અમે બધાં પગ છૂટા કરવા બસમાંથી બહાર નીકળી ફરવા લાગ્યાં. કલાક પછી ગાઇડ અને ડ્રાઇવર પાછા આવ્યાં. કહ્યું, “માફ કરજો, કેમ્બ્રિજ જવાનો કાર્યક્રમ હવે રદ કરવો પડે છે. જ્યાં સુધી મિકેનિકની અથવા બીજી બસની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આપણે અહીં જ બેસી રહેવું પડશે.” થોડી વાર બધાં આમતેમ ફર્યા, પરંતુ સાંજ પડી ગઈ હતી અને શિયાળાનો ઠંડો પવન ફૂંકાવો શરૂ થયો હતો, એટલે બધાં બસમાં ભરાઈ ગયાં. બેસીબેસીને સૌ કંટાળી ગયાં હતાં. કેટલાંકે ઊંઘવા માંડ્યું હતું. થોડી વારે એક મોટરકાર આવી. તેમાંથી બે માણસો ઓજારો સાથે Page #152 -------------------------------------------------------------------------- ________________ ઓક્સફર્ડ અને કૅબ્રિજ ૧૩૧ ઊતર્યા. તેમણે બસ ચાલુ કરવા પ્રયત્નો કર્યા. અડધા કલાકમાં બસ ચાલુ થઈ ગઈ. એથી પ્રવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ. બસ લંડન તરફ પાછી ફરવા લાગી. રાત પડી ગઈ હતી. ઠંડીનો ચમકારો સખત હતો. હાથે પણ મોજા પહેરી લેવાં પડ્યાં હતાં. બસ પૂર ઝડપે દોડતી હતી. ત્યાં અમારી ગાઈડે ઊભા થઈ ડ્રાઇવરને કંઈક સૂચના કરી. તરત બસ ઊભી રહી. ડ્રાઇવર નીચે ઊતર્યો. વળી પાછું આ શું થયું ? ખબર પડી કે બસનો દરવાજો એવી રીતે વસાતો હતો કે એના પોલાણમાંથી ફૂંકાતો સખત ઠંડો પવન ગાઈડના પગે લાગતો હતો. એ ઠંડી એનાથી સહન થતી ન હતી. પ્રાઈવરે ગાઈડને કહ્યું કે તાત્કાલિક આમાં બીજું કંઈ થઈ શકે તેમ નથી. ગાઇડ કંપનીને ભાંડતી ભાંડતી પોતાની બેઠક ઉપરથી ઊભી થઈ ગઈ અને વચમાં આવીને ઊભી રહી. આખી બસ ભરેલી હતી એટલે ગાઈડ બીજે બેસે પણ ક્યાં ? યુરોપમાં બીજાને પોતાની બેઠક આપવાનો શિષ્ટાચાર ઓછો છે. વળી બધાં થાકેલાં હતાં. ગાઈડે કટાક્ષમાં મને કહ્યું, “તમારે બેઠકમાં બેસવું હતું ને ? બેઠા હોત તો ખબર પડત.” તમે મને ન બેસવા દીધો માટે તો આ બધું થયું.” મેં પણ એની મજાકનો જવાબ વાળ્યો. આખે રસ્તે ગાઈડ ઊભી ઊભી આવી. લંડનમાં રસલ ક્વેર પાસે અમારી બસ આવી પહોંચી. બસમાંથી ઊતરતાં ગાઈડે અમને કહ્યું, “અમે કૅબ્રિજ બતાવી શક્યાં નથી માટે અડધા પૈસા તમને પાછા આપવામાં આવશે. કંપની સાથે ફોન પર અમારે વાત થઈ ગઈ છે.” બસના દરવાજા પાસે જ કંપનીનો માણસ આવીને ઊભો રહ્યો હતો. જેમ જેમ પ્રવાસીઓ ઊતરતા ગયા તેમ તેમ દરેકની તે માક્ષ માગતો ગયો અને છૂટા તૈયાર રાખેલા પાઉન્ડ-શિલિંગ દરેકના હાથમાં મૂકતો ગયો. પૈસા મળ્યાની સહી કે પહોચની વાત નહિ. કમાણીનો નહિ, પોતાની પ્રતિષ્ઠા સાચવવાનો પ્રશ્ન કંપનીને મન મોટો હતો. Page #153 -------------------------------------------------------------------------- ________________ T લોએ લોકો કેનિયામાં નકુરુ શહેરની પાસે આવેલા મેનેનગાઈ નામના ઠરી ગયેલા વાલામુખી પર્વતનું દ્રોણમુખ (crater) જોઈને ત્યાંથી અમે ‘નકુરુ સરોવર' જોવા ગયા. આ સરોવરકિનારે લાખો ફલેમિંગો પક્ષીઓ અમને જોવા મળ્યાં. ફલેમિંગોની પાંખોના રંગની ઝાંય સૂર્યપ્રકાશમાં વખતોવખત કેવી બદલાતી રહે છે તે પણ પ્રત્યક્ષ જોવા મળ્યું. નકુરુથી અમે કિસુમુ પહોંચ્યાં. કિસુમુમાં અમારા યજમાન પાનાચંદ જીવરાજ શાહને અમે વાત કરી કે અમારી ઇચ્છા ગામડાંનાં આફ્રિકન લોકોનું રોજિંદું જીવન જોવાની છે. શક્ય હોય તો જયાં ફક્ત આફ્રિકન લોકો જ રહેતા હોય એવા કોઈ નાનકડા ગામડામાં જઈને એમના આવાસની મુલાકાત પણ અમારે લેવી છે. પાનાચંદભાઈએ તરત જ અમારા માટે કાર્યક્રમ ઘડી કાઢ્યો. અમે છે જણ હતાં અને અમારી સાથે બીજા ચાર જણ જોડાયાં. તેમાં કિસમુના નાથાલાલ વીરપાળ નામનો પણ એક ભાઈ હતા. પાનાચંદભાઈ કહે, “આ નાથાલાલ અમારા કરતાં પણ ગામડાંનાં આફ્રિકન લોકોને વધુ સંપર્કમાં છે. તેઓ તેમની સાથે બહુ ભળી ગયા છે. એમને એમની તળપદી સ્વાહિલી ભાષા પણ આવડે છે. અમે બધાં શહેરની સુધરેલી સ્વાહિલી ભાષા બોલીએ છીએ.” કિસમુથી પ્રથમ અમે પાસે આવેલા કિબોસ નામના ગામમાં ગયાં. ત્યાં અંધ આફ્રિકન વિદ્યાર્થીઓની શાળા છે. વિશાળ ચોગાનમાં શાળાનાં જુદાં જુદાં મકાનો છે. વિદ્યાર્થીઓ માટે ત્યાં રહેવાની સગવડ પણ છે. કેનિયાના સાલ્વેશન આર્મી તરફથી આ શાળા (થીકામાં છે તેવી) ચલાવવામાં આવે છે. આ શાળામાં અમે ગયાં ત્યારે એકસાથે સંખ્યાબંધ અંધ આફ્રિકન બાળકોને જોઈને અમે દુઃખ અને સંતાપ અનુભવ્યાં. કેટલાં બધાં નિર્દોષ બાળકો એ હતાં ! આફ્રિકામાં પણ અંધત્વનું પ્રમાણ ઘણું મોટું છે એ અહીં જાણવા મળ્યું. રોગ, અજ્ઞાન અને ઉપચારની સુવિધાના અભાવને કારણે ત્યાં અંધત્વનું પ્રમાણ વધુ રહ્યું છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ લોએ લોકો ૧૩૩ અમે ગયા ત્યારે એક મેદાનમાં આંધળાં છોકરાંઓ પકડાપકડીની રમત રમતાં હતાં. જે ઝડપથી તેઓ દોડતાં હતાં તે પરથી દૂરથી જોનારને એમ જ લાગે કે આ છોકરાંઓ આંધળાં નહિ હોય. ત્યાંના એક સંચાલકે કહ્યું, “આ આંધળાં છોકરાંઓને અહીંનાં અમારા તમામ મકાનો, વર્ગો, દાદરા, રસ્તાઓ, ફૂટપાથ, વૃક્ષો વગેરેનો એટલો બધો મહાવરો થઈ ગયો છે કે તેઓ દોડતાં હોય છે ત્યારે જાણે દેખતાં હોય તેમ દોડે છે. દાદરાનાં પગથિયાં પણ કૂદતાં કૂદતાં ઊતરે છે. તેઓ જોઈ શકતાં નથી, પણ તેમની બીજી ઇન્દ્રિયો બહુ જ સતેજ હોય છે.” અંધશાળા જોઈને અમે મિવાની નામના એક ગામમાં ગયાં. ત્યાં શેરડીમાંથી ખાંડ બનાવતા એક કારખાનાની મુલાકાત લીધી. અમે તેમાં કામ કરતાં ગરીબ આફ્રિકન લોકોને નજરે નિહાળ્યાં. અમને જાણવા મળ્યું કે કેનિયાના આફ્રિકન લોકોમાં પણ કિકુયુ, જલવો, લોએ, ડિગો, ચાગા, મખામ્બા, લેયો વગેરે વિવિધ જાતિઓ છે. કિસુમુની આસપાસ લોએ લોકો વધારે છે. આ લોકોની એક વિચિત્ર ખાસિયત છે. નાનું બાળક મોટું થાય ત્યારે એના નીચેના દાંતની હારમાંથી આગળના પાંચ કે છ દાંત પાડી નાખવામાં આવે છે. બીજી વાર દાંત ઊગે તે પણ પાડી નાખવામાં આવે છે. પછી ત્યાં દાંત ઊગતા નથી. લોએ જાતિના લોકોમાં આ રીતે આગળના પાંચ-છ દાંત ન હોવાથી હમેશાં જીભ સહેજ દાંતની બહાર રહે છે. તેઓ જ્યારે વાતચીત કરતા હોય છે ત્યારે તે વધુ બહાર આવે છે અને સ્પષ્ટ દેખાય છે. એમને જોતાં આપણને કશુંક અસ્વાભાવિક લાગે પરંતુ તેઓને પોતાને કશું અસ્વાભાવિક લાગતું નથી, કારણ કે તેમનામાં તો બધા જ લોકોના દાંત અને જીભ એ પ્રમાણે હોય છે. વસ્તુતઃ આપણા દાંત તેમને કદાચ અસ્વાભાવિક લાગતા હશે ! આફ્રિકામાં બીજી કેટલીક જાતિના લોકોમાં જન્મથી જ બાળકના ઉપરના હોઠમાં વચ્ચે કાપો મૂકવામાં આવે છે. કેટલીક જાતિના લોકોની બંને કાનની બુટ વચ્ચેથી કાપેલી હોય છે. કેટલાક લોકોની બંને આંખ નીચે છૂંદણાં છુંદાવેલાં હોય છે. મુસલમાન જાતિની કેટલીક સ્ત્રીઓ બારે માસ ઘરમાં અને બહાર કાળું વસ્ત્ર (બુઈ બુઈ) માથે અને છાતીએ ઓઢે છે. મિવાનીથી અમે બધાં કાચા રસ્તે થોડા માઈલ દૂર પચાસેક કુટુંબની વસતિવાળા એવા એક સાવ નાનકડા ગામમાં ગયાં. ગામ પાસે અમારી બે મોટર ઊભી રહી એટલે કેટલાંક કાળાં હબસી છોકરાંઓ દોડતાં આવ્યાં. આવા દૂરના ગામડામાં મોટર પણ જવલ્લે જ આવતી હોય છે. એટલે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પાસપોર્ટની પાંખે ગામનાં છોકરાંઓને તેની નવાઈ લાગે. મોટરમાંથી ઊતરી અમે ગામમાં દાખલ થયાં. નાથાલાલ અમને બધું સમજાવવા લાગ્યા. થોડીક વાર પછી અમારી પાછળ પાછળ કેટલાંક છોકરાંઓ ચાલવા લાગ્યાં. ધીમે ધીમે એ છોકરાઓની સંખ્યા વધતી ગઈ. છોકરાંઓ માંહે માંહે હસતાં હતાં. તેઓ જાણે કશાકની મજાક કરતાં હોય તેવું પણ લાગ્યું. તેઓ બહુ કુતૂહલથી અમારી તરફ જોતાં હતાં અને ટીખળ કરતાં હતાં. શા માટે તેઓ આમ કરે છે તે અમને સમજાયું નહિ. પરંતુ નાથાલાલે છોકરાઓને પૂછીને એનું કારણ અમને સમજાવ્યું. એમણે કહ્યું, “આપણી સાથે આવેલા એક વડીલે ધોતિયું પહેર્યું છે તેથી આ બધાં છોકરાંઓ કુતૂહલથી પાછળ પાછળ આવે છે. આફ્રિકામાં વસતા ગુજરાતીઓ પેન્ટ પહેરે છે. (શહેરોમાં કોઈક ધાર્મિક કે એવા પ્રસંગે ગુજરાતીઓમાં ધોતિયું અલબત્ત પહેરાય છે.) ધોતિયું પહેરેલો માણસ આ નાનાં છોકરાંઓને આજે પ્રથમ વાર જોવા મળે છે. આ ધોતિયું કેવી રીતે પહેર્યું હશે તે વિશે કુતૂહલ છે. તેમની દષ્ટિએ આ કંઈક વિચિત્ર પહેરવેશ છે અને તેથી તેઓ આપણી પાછળ પાછળ ભમે છે અને ટીખળ કરે છે.” લોએ લોકોનાં ઘરો વર્તુળાકાર ઝૂંપડાં જેવાં છે. આ ઘરોને ચાર ચોરસ દીવાલો હોતી નથી, પરંતુ માટીની એક જ સળંગ વર્તુળાકાર દીવાલ હોય છે અને એના ઉપર શંકુ આકારનું ઘાસનું છાપરું હોય છે. અંદર દસેક ફૂટના વ્યાસવાળી જગ્યામાં આછો ઉજાસ હોય છે. આ ગરીબ લોકોની ઘરવખરી પણ નહિ જેવી હોય છે. એકાદ ચૂલો અને થોડાંક વાસણો એ એમની મિલકત. પહેરવાને પૂરાં વસ્ત્રો પણ નહિ. કેટલાંક બાળકો તદ્દન નગ્ન હતાં. કેટલાંક સ્ત્રીપુરુષોએ કમર નીચે માત્ર એક જ વસ્ત્ર પહેરેલું હતું. આસપાસ કોઈ ખેતરોમાં કે કારખાનામાં નોકરી કરી માંડ તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. તેમનાં પહેરેલાં કપડાંમાં આંતરરાષ્ટ્રીય વૈવિધ્ય હતું, કારણ કે શહેરના લોકોનાં જૂનાં ઊતરેલાં કપડાં તેમણે બધાંએ પહેર્યા હતાં. કેટલાંકને એ બહુ ટૂંકા પડતાં હતાં અને કેટલાંકને મોટાં. માનવજન્મ મળ્યો હોવા છતાં પશુ જેવું જીવન જીવતા, શાહી જેવા કાળા કાળા હબસીઓની નિધન દશાનું ઘેરું કરુણ દશ્ય જોઈને અમે અનુકંપાની લાગણી અનુભવી. નાથાલાલે ઝૂંપડાઓમાં જઈ કેટલીક આફ્રિકન સ્ત્રીઓને બોલાવી કહ્યું, “આજે મગેની (મહેમાન) પધાર્યા છે અને તેઓ તમારું નૃત્ય જોવા ઉત્સુક છે.” શરૂઆતમાં સ્ત્રીઓએ આનાકાની કરી. પરંતુ ત્રણ-ચાર સ્ત્રીઓને ખુલ્લા ચોગાનમાં બોલાવી નાથાલાલે પોતે તેમની સાથે આફ્રિકન નૃત્ય કરવાનું ચાલુ Page #156 -------------------------------------------------------------------------- ________________ લોએ લોકો ૧૩૫ કર્યું. પછીથી તો એક પછી એક ઝૂંપડામાંથી સ્ત્રીઓ અને પુરુષો આવતાં ગયાં અને નૃત્યમાં જોડાતાં ગયાં. અમારામાંનાં કેટલાંક પણ તેમાં જોડાયાં. ઘણું મોટું વર્તુળ થયું અને બહુ ઉલ્લાસપૂર્વક એ નૃત્ય ચાલ્યું. કેટલાંક તેમાં તાલ પૂરવા માટેના પોતાનાં ઢોલ-નગારાં પણ લઈ આવ્યાં. કેટલાંકના હાથમાં કોહૂિકની બાટલીનાં ઢાકણાં પરોવેલી ગામઠી લેઝિમ પણ હતી. નૃત્ય પૂરું થયું. અમને થયું કે આ ગરીબ માણસોને વહેંચવા માટે સાથે કંઈક લાવ્યા હોત તો સારું. ત્યાં તો પાનાચંદભાઈએ ગાડીમાંથી મોટું પેકેટ લાવી મારાં પત્નીના હાથમાં મૂક્યું. એમાં ચોકલેટ હતી. ગામનાં બધાં જ માણસોને ચૉકલેટ વહેંચવામાં આવી. પાનાચંદભાઈએ તે માટે પહેલેથી જ વ્યવસ્થા કરી લીધી હતી એ ત્યારે જ અમે જાણ્યું. ગામની મુલાકાત લઈ અમે પાછાં ફર્યાં. રસ્તા ઉપર આવી અમે બધાં અમારી મોટરમાં બેઠાં. આખું ગામ અમને વળાવવા માટે આવીને થોડે છેટે ઊભું રહ્યું. જેવી અમારી મોટર ચાલુ થઈ કે એકદમ મોટી તીણી ચિચિયારી સાથે લાકડીઓ ઉગામી બધા લોકો અમારી મોટર ઉપર ધસી આવ્યા. કેમ આમ થયું તે અમને સમજાયું નહિ. અમારામાંની કોઈક મહિલાઓ ગભરાઈ પણ ગઈ. પણ તરત જ નાથાલાલે અમને કહ્યું, “ગભરાશો નહિ; તેઓ આપણને મારવા કે લૂંટવા નથી આવ્યા. વિદાય આપવાની આ તેઓની રીત છે.” નાથાલાલની વાત સાચી હતી. મોટર ચાલી ત્યારે ગામલોકોના હસતા પ્રસન્ન ચહેરા જોઈ શકાતા હતા. સૌ બોલી રહ્યાં હતાં : “કોહેરી, કોહેરી (આવજો, આવજો). Page #157 -------------------------------------------------------------------------- ________________ || ||||૩૩ રિઓ-ડી-જાનેરોથી પાછાં ફરતાં મધ્ય અમેરિકામાં પનામા જવાનો અમારો કાર્યક્રમ હતો, પરંતુ અમારી ફલાઇટમાં અચાનક ફેરફાર થઈ ગયો હતો. એટલે રિઓ જવાને બદલે પહેલાં પનામા અમારે જવાનું થયું. પનામા મારાં પત્ની અને હું કુરાસાઓ ટાપુથી સવારનાં પનામા માટેની ફલાઇટમાં બેઠાં. વિમાનમાંથી કેરિબિયન સમુદ્રમાં કેટલાક છૂટાછવાયા ટાપુઓ દેખાયા. ત્યાર પછી પનામા આવ્યું. વિમાનની એક બાજુની બારીમાંથી પેસિફિક અને બીજી બાજુની બારીમાંથી ઍટલાન્ટિક મહાસાગર દેખાતા હતા. વિમાન નીચે ઊતરતાં પનામાના ટોકુમેન ઍરપૉર્ટનો રન-વે દેખાયો. તે ઘણો જ મોટો અને સરસ હતો, પરંતુ લંડન, ટોક્યો કે ન્યૂયૉર્કમાં જેમ ઍરપૉર્ટ ઉપર સંખ્યાબંધ વિમાનો હારબંધ ઊભેલાં દેખાય છે તેવું પનામામાં કશું દેખાયું નહિ. અરે, મુંબઈના સાંતાક્રુઝ-સહાર ઍરપૉર્ટ જેટલી અવરજવર પણ ત્યાં નહોતી. અહીં વિમાનો આવે અને તરત ઊડે, કારણ કે મોટા ભાગનાં વિમાનો બીજા દેશોનાં હોય. પનામાનાં પોતાનાં વિમાનો ઝાઝાં નહિ, એટલે વિશાળ ઍરોડ્રોમ ખાલી ખાલી લાગે. કુરાસાઓથી પનામા ઊતરનાર અમે થોડા પ્રવાસીઓ હતા. નવું જ બાંધેલું આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સ્વચ્છ મકાન ઊંચા ઊંચા બે માળવાળું અને ઘણી મોકળાશવાળું હતું. જ્યાં જુઓ ત્યાં પ્રવાસીઓ માટે પુષ્કળ ખુરશીઓ અને સોફા. પણ બેસવાવાળા પ્રવાસીઓ બહુ નહિ. અમેરિકાની સહાયથી આવડું મોટું ઍરપાર્ટ બાંધવામાં આવ્યું છે, પરંતુ ઍરપૉર્ટના પ્રમાણમાં પ્રવાસીઓની અવરજવર હજુ ત્યાં વધી નહોતી. કસ્ટમ્સ માટે ભરવાનાં ફોર્મ અમને આપવામાં આવ્યાં. ઘણા દેશોમાં હોય છે એવો એક પ્રશ્ન એમાં પણ હતો : “તમારી પાસે તાજાં ફળ છે ?'' અમારી પાસે કુરાસાઓથી લીધેલાં કેળાં, પેરુ અને સંતરાં હતાં. મેં મારાં પત્નીને કહ્યું, “દુનિયાના કેટલાક દેશોમાં કસ્ટમ્સવાળા તાજાં ફળની બાબતમાં બહુ ચીકણા હોય છે. બીજા દેશોનાં ફળ દ્વારા પોતાના દેશના લોકોને રોગચાળો થઈ જશે અથવા પોતાની વનસ્પતિને અચાનક નુકસાન પહોંચશે, એવી ભીતિ તેઓ સેવતા હોય છે, એટલે ફળફૂલ કે છોડ-રોપા માટે તેઓ બહુ કડક કાયદો રાખે છે. પોતાની પ્રજાને ઝાડા થઈ જશે એ બીકે અમેરિકા ભારતની કેરીને પોતાના દેશમાં દાખલ થવા Page #158 -------------------------------------------------------------------------- ________________ પનામાં ૧૩૭ દેતું નથી. જાપાન, ઓસ્ટ્રેલિયા વગેરે પણ ફળ માટે સખત કાળજી રાખે છે.” “પણ ધારો કે કોઈની પાસે ફળફળાદિ નીકળે તો કસ્ટમ્સવાળા શું કરે?” મારાં પત્નીએ સહજ પૂછ્યું. તે લઈને તરત તેનો નાશ કરાવે. આ કોઈ એવો ગંભીર ગુનો નથી કે તેથી જેલમાં બેસાડે અથવા તેની બીજી કોઈ સખત સજા હોય. કેટલીક વાર કોઈક સંતાડીને પણ લઈ જાય છે. એથી તે તે દેશની પ્રજાઓને રોગચાળો લાગુ પડ્યો હોય એવું ક્યારેય જાણ્યું નથી. પરંતુ કસ્ટમ્સમાં આપણને જો પૂછે તો આપણે તેનો સાચો જવાબ તો આપવો જ જોઈએ ને ? અને સાચો જવાબ આપીએ તો આપણી પાસેથી એ ફળફળાદિ લઈને તેઓ ફેંકી દે એમાં પણ સંશય નહિ.” પરંતુ ફળ માટે ચિંતા કસ્ટમના સામાન તપાસનાર ઇસ્પેક્ટર પાસે પહોંચીએ ત્યારે કરવાની રહે, તે પહેલાં નહિ. વિમાનની અંદર કે વિમાનમાંથી ઊતર્યા પછી એરપોર્ટના મકાન સુધી પહોંચીએ ત્યાં સુધી આ ચિંતા સામાન્ય રીતે હોતી નથી. મેં મારાં પત્નીને કહ્યું, “આપણી પાસે જે ફળ છે તે કસ્ટમ્સવાળા નંખાવી દે તેના કરતાં આપણે તે ખાઈ લઈએ તો વધારે સારું થશે. આમ પણ આપણને ભૂખ તો લાગી છે. પછી બહાર જઈ નવાં ફળ ખરીદીને ખાવાં તેના કરતાં અત્યારે આપણે આ ફળને જ ન્યાય કેમ ન આપીએ ?” કસ્ટમ્સના ઑફિસરોનાં ટેબલ શરૂ થાય તેની પહેલાં થોડેક દૂર એક સોફામાં બેસીને અમે, વિમાનમાંથી અમારો સામાન આવે ત્યાં સુધીમાં કેળાં, સંતરાં, પેરુ વગેરે બધાં ફળ વાપરી લીધાં. ફળાહાર કર્યા પછી અમે કસ્ટમ્સનું ફોર્મ ભર્યું. “તમારી પાસે કોઈ તાજાં ફળ છે ?” એ પ્રશ્નના ઉત્તરમાં અમે હવે “ના” લખી. કસ્ટમ્સમાંથી સરળતાથી અમે પસાર થઈ ગયાં. દુનિયાના કેટલાક દેશોમાં ખાવાની ચીજવસ્તુઓની બાબતમાં જુદા જુદા નિયમો હોય છે. સૂકી અને ટિન કે પેકેટમાં અકબંધ વસ્તુઓ આપણા પોતાના જ વપરાશ માટે છે અને બીજા કોઈને તે આપવામાં નહિ આવે એવી ખાતરી આપીએ તો કેટલાક ભલા ઓફિસરો તે સાથે લઈ જવા દે છે. કેટલાક દેશોમાં ટિનના સીલબંધ ડબ્બામાં અથાણું, રસ, ફળના ટુકડા કે કોઈ જાતનાં પ્રવાહી પણ લઈ જવા દે છે. કેટલાક દેશોમાં પહેલાં આવી બધી માથાકૂટ નહોતી. પરંતુ બીજા દેશોનું જોઈજો ઈને કેટલાક નાના અને અવિકસિત પછાત દેશો પણ આવા કાયદા કરવા લાગ્યા છે. જે દેશમાં અતિશય ગંદકી હોય, જેનું આરોગ્ય એકંદરે બહુ સારું ન હોય અને વધુ બગડશે એવું જોખમ પણ ન હોય એવા દેશો પણ બહારના નીરોગી પ્રવાસીના સ્વચ ખાદ્ય પદાર્થોને હવે અટકાવવા લાગ્યા છે. દેખાદેખી અને પરસ્પર સમાન હક્કની વૃત્તિનું આ વિસંવાદી પરિણામ છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પાસપોર્ટની પાંખે ઉત્તર અમેરિકાનો ખંડ નીચે એના નૈઋત્ય છેડે લેટિન અમેરિકાના ખંડ સાથે જમીનની એક સાંકડી પટ્ટીથી જોડાયેલો છે. એટલે કે ઉત્તર અમેરિકાના ઉત્તર છેડેથી દક્ષિણ અમેરિકાના દક્ષિણ છેડા સુધી જમીનમાર્ગે સળંગ પહોંચી શકાય. ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ખંડો વચ્ચે ઍટલાન્ટિક મહાસાગરનો જ એક ભાગ તે કેરિબિયન સમુદ્ર છે. આ બંને ખંડો પશ્ચિમ બાજુ જમીનથી જોડાયેલા છે. મધ્ય અમેરિકા તરીકે ઓળખાતા આ જોડાણવાળા જમીનના વિસ્તારમાં સાવ છેડે આવેલો તદ્દન સાંકડો પ્રદેશ તે પનામાં રાજય છે. એની ઉત્તરે કોસ્ટારિકાનું અને દક્ષિણ કોલોંબિયા(Colombia-દક્ષિણ અમેરિકા)નું રાજય આવેલું છે. કોલંબસે અમેરિકાની શોધ કરી ત્યારથી પનામા સ્પેનિશ લોકોનું સંસ્થાન બન્યું હતું. સમય જતાં કોલોંબિયાએ પનામા ઉપર વર્ચસ્વ જમાવી પોતાનામાં તેને ભેળવી દીધું હતું. પરંતુ ઈ. સ. ૧૯૦૩માં યુનાઈટેડ સ્ટેટ્સે પનામાને સ્વતંત્ર્ય થવામાં મદદ કરી ત્યારથી તે સ્વતંત્ર રાજય રહ્યું છે. પનામા લગભગ ત્રીસ હજાર ચોરસ માઈલનો વિસ્તાર ધરાવે છે. એના આખા રાજ્યની કુલ વસતિ આશરે પંદર લાખની (ભારતના દ્વિતીય કક્ષાના કોઈ એક મોટા શહેર કરતાં પણ ઓછી) છે. પનામાની વસતિ મિશ્ર પ્રકારની છે. ત્યાં લગભગ પાંચસો વર્ષમાં સ્પેન, ઇંગ્લેન્ડ, હોલેન્ડ વગેરે દેશોમાંથી આવીને વસેલા યુરોપિયનો છે, અમેરિકામાંથી આવીને વસેલા રેડ ઇન્ડિયનો છે, ગુલામ હબસીઓના આધુનિક સ્વતંત્ર વારસદારો છે, કાળા-ગોરાના મિશ્રણવાળી વર્ણસંકર પ્રજા પણ છે અને સ્થાનિક આદિવાસીઓ પણ છે. પનામા લાંબા સમય માટે સ્પેનનું સંસ્થાન રહ્યું હતું. એટલે એનો મુખ્ય ધર્મ રહ્યો છે રોમન કેથોલિક અને એની મુખ્ય ભાષા રહી છે સ્પેનિશ. પનામાનો કેટલોક પ્રદેશ ઠરી ગયેલા જવાળામુખીનો છે. એને લીધે એ બહુ ફળદ્રુપ છે. ત્યાં ખેતી સારી થાય છે. મોટા ભાગની પ્રજા ખેતીના વ્યવસાયમાં રોકાયેલી અને સુખી છે. કેળાં, શેરડી, કૉફી, કોકો વગેરેનો ઉત્તમ કક્ષાનો પુષ્કળ પાક ત્યાં થાય છે. તેની નિકાસ દ્વારા પનામાને ઘણી સારી આવક થાય છે. પનામાં રાજ્યમાં વસેલા મુખ્ય શહેરને પનામાએ જુદું નામ નથી આપ્યું. એટલે તે “પનામા સિટી' તરીકે ઓળખાય છે. - પનામાના કસ્ટમ્સમાંથી બહાર નીકળી અમે અમારો સામાન ઍરપોર્ટમાં રાખવામાં આવેલા એક મોટા લૉકરમાં મૂક્યો, કારણ કે અમારે આખો દિવસ ફરીને સાંજે ઍરપૉર્ટ પાછાં આવવાનું હતું. અમે ટેક્સીની તપાસ કરી. ઘણાખરા ટૅક્સીવાળા હબસી હતા. તેઓ સ્પેનિશ બોલતા હતા. અમે ઇંગ્લિશ બોલવાવાળાની ટેક્સી માટે આગ્રહ રાખ્યો. Page #160 -------------------------------------------------------------------------- ________________ પનામા ૧૩૯ તેઓમાં વાત પ્રસરતાં ત્રણેક ટૅક્સીવાળા આવી પહોંચ્યા. એમાંના એકની સાથે આખો દિવસ બધે ફરવા માટે અમે ડૉલર ઠરાવ્યા. (પનામામાં એનું પોતાનું ચલણ બાલ્કોવા અને અમેરિકા ડૉલર બંને ચાલે છે.) એ નક્કી થતાં ટૅક્સીવાળો તરત ઉતાવળ કરવા લાગ્યો. એને બીક હતી કે રખેને બીજો ટૅક્સીવાળો ફાચર મારે. અમે કહ્યું, “પણ અમારી પાસે જે ટ્રાવેલર્સ ચેક છે તે ઍરપૉર્ટની બેંકમાં વટાવી લઈએ, કારણ કે તમને આપવા માટે અમારી પાસે રોકડા ડૉલર નથી.” એણે કહ્યું, “તેની ફિકર ન કરો. હું ટ્રાવેલર્સ ચેક સ્વીકારું છું.” સ્વચ્છ શ્વેત યુનિફૉર્મ પહેરેલા એ જાડા ઠીંગણા હબસી ડ્રાઇવરની ટૅક્સીમાં એમ બેઠાં. તે ઇંગ્લિશ સારું બોલતો હતો. તે હસમુખો, વિવેકી અને મળતાવડો હતો. ઉત્સાહથી બધું સમજાવતાં સમજાવતાં તે ટૅક્સી હંકારવા લાગ્યો. અમને તે સત્તાવીશ કિલોમીટર દૂર પનામા શહેરમાં લઈ ગયો. ત્યાં અમે થોડુંક ફર્યાં. એક રેસ્ટોરાંમાં ચા-પાણી લીધાં. ત્યાર પછી ટૅક્સીવાળો અમને ઍટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી પનામાની સુપ્રસિદ્ધ નહેર જોવા લઈ ગયો. પનામામાં ઍટલાન્ટિક અને પેસિફિક મહાસાગ૨ વચ્ચે ઓછામાં ઓછું અંતર એક સ્થળે સીધી લીટીએ લગભગ ૪૩ માઈલનું છે. એ વિસ્તારમાં પચાસ માઈલ લાંબી નહેર યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા તરફથી બાંધવામાં આવી છે. એમાં ઍટલાન્ટિક બાજુનું પ્રવેશદ્વાર તે ગાટુન લૉક્સ (Gatun Locks) છે અને પેસિફિક બાજુનું પ્રવેશદ્વાર તે મિરાફલોર્સ લૉક્સ (Mirafloers Locks) છે. પનામા શહેરની પાસે મિરાફલોર્સ લૉક્સ છે અને તેની રચના જોવા જેવી છે, એટલે તે જોવા રોજ સવારથી સાંજ સુધીમાં હજારો પ્રવાસીઓની અવરજવર ત્યાં થતી હોય છે. ટિકિટ લઈ અમે મિરાફલોર્સ લૉક્સમાં દાખલ થતાં દુનિયાની એક વખતની અજાયબી તરીકે ગણાયેલી આ નહેર જોવા આશરે ત્રણેક હજાર પ્રવાસીઓ ત્યાં હતા. પ્રવાસીઓની અવરજવર સતત ચાલુ રહેતી, કેમ કે જેટલો રસ પડે તે પ્રમાણે લોકો રોકાતા. માઈલ ઉપર થોડી થોડી વારે નહેર વિશે અને પસાર થતી સ્ટીમરો વિશે માહિતી અપાતી હતી. સૌને છાપેલી પત્રિકા પણ અપાતી હતી, જેમાં પનામાની નહેરનો ટૂંકો ઇતિહાસ આપવામાં આવ્યો હતો. પનામાની નહેર બાંધવાનો પહેલો વિચાર અમેરિકનોને આવ્યો હતો એમ નહિ કહી શકાય. કોલંબસે અમેરિકાની શોધ કરી તે પછીનાં થોડાં જ વર્ષમાં, ઈ. સ. ૧૫૨૪માં સ્પેનના રાજા ચાર્લ્સ પાંચમાએ પનામાના પ્રદેશની નહેર બાંધવાની દૃષ્ટિએ મોજણી કરાવી હતી. પરંતુ એક યા બીજા કારણે નહેર બાંધવાનું ભારે કામ શરૂ થઈ શક્યું નહિ. એમ કરતાં કરતાં ત્રણ સૈકા જેટલો સમય વીતી ગયો. ત્યાર પછી સુએઝની નહેર બાંધનાર ફ્રેન્ચ ઇજનેરોની ફ્રેન્ચ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પાસપોર્ટની પાંખે કેનલ કંપની, એ ઈ. સ. ૧૮૮૦માં પનામાની નહેર બાંધવા માટે હક્ક મેળવ્યા. વીસ વર્ષ સુધી એ ઇજનેરોએ પણ માથાકૂટ કરી. પરંતુ પૈસે તેઓ પહોંચી શક્યો નહિ અને એ પ્રદેશમાં વારંવાર થતા પીળા તાવ(Yellow Fever) ના રોગચાળાને કારણે તેઓ થાકી ગયા. ઈ. સ. ૧૯૦૩માં પનામાને સ્વતંત્ર થવામાં પોતે મદદ કરી તે વખતે યુનાઇટેડ સ્ટેટ્સે પનામા પાસેથી નહેર બાંધવા માટેની જમીનનો વિરતાર ઘણી મોંઘી શરતો મંજૂર રાખીને માગી લીધો. એ કરારની મુખ્ય શરતો આ પ્રમાણે હતી : (૧) પનામાની સ્વતંત્રતા માટે યુનાઈટેડ સ્ટેટ્સ બાંયધરી આપવી. (૨) આ જમીનના હક્ક ભોગવવા માટે યુનાઈટેડ સ્ટેટ્સે પનામાને તરત એક કરોડ ડૉલર આપવા. (૩) નહેરનું બાંધકામ પૂરું થઈ જાય ત્યારથી યુનાઈટેડ સ્ટેટ્સે સો વર્ષ સુધી દર વર્ષે નહેરના ભાડાપેટે ઠરાવેલી વાર્ષિક રકમ પનામાને આપવી. (૪) ફ્રેન્ચ લોકો નહેર બાંધવાનો પોતાનો હક જતો કરીને તે યુનાઇટેડ સ્ટેટ્સને આપે એ માટે યુનાઈટેડ સ્ટેટ્સે ફ્રેન્ચ કેનાલ કંપનીને ચાર કરોડ ડૉલર ચૂકવવા. (પ) આ પ્રદેશમાં કેટલાક લોકોની પોતાની અંગત માલિકીની જગ્યા હતી. તે જગ્યા તેમની પાસેથી વેચાતી લઈ લેવા પેટે અમેરિકાએ આશરે પચાસ લાખ ડોલર ખર્ચવા, (૬) કોલોંબિયા પનામાની બાબતમાં ફરી દખલગીરી ન કરે એ શરતે અમેરિકાએ કોલોંબિયાને અઢી કરોડ ડૉલર ચૂકવવા. આટલી મોટી રકમ ચૂકવી અમેરિકાએ એ ડુંગરાળ વિસ્તારમાં નહેરનું ખોદકામ શરૂ કર્યું, પરંતુ એક વિકટ ઇજનેરી સમસ્યા ઊભી થઈ. તે જો ઉકેલી ન શકાય તો પાણીની નહેર માટે અમેરિકાએ કરેલું ખર્ચ પાણીમાં પડી જાય. પરંતુ અમેરિકાએ દુનિયાના બુદ્ધિશાળી ઇજનેરોને કામે લગાડીને છેવટે એ સમસ્યા ઉકેલી. એટલા માટે તો દુનિયાની અજાયબીઓમાં પનામાની કેનાલની ગણના થવા લાગી. શી હતી એ ઇજનેરી સમસ્યા ? સામાન્ય રીતે બે સમુદ્રની સપાટીમાં ભરતીઓટ પ્રમાણે પાંચ-દસ ફૂટનો થોડો ફરક પડે. પરંતુ એટલાન્ટિક અને પેસિફિક એ બે મહાસાગરો વચ્ચે સપાટીનો તફાવત લગભગ ૮૫ ફૂટ જેટલો જણાયો. હવે જો આ બે મહાસાગરો વચ્ચે સળંગ સાદી નહેર કરવામાં આવે તો ઊંચી સપાટીએ આવેલ પેસિફિક મહાસાગરનાં પાણી ધોધની જેમ ઍટલાન્ટિક મહાસાગરમાં ધસ્યા કરે. એમ થાય તો જહાજોની અવરજવરના હેતુ માટે આ નહેર બાંધવાનું જે આયોજન કરવામાં આવ્યું હતું તે નિરર્થક નીવડે, કેમ કે એક યા Page #162 -------------------------------------------------------------------------- ________________ પનામાં ૧૪૧ બીજી બાજુથી કોઈ પણ જહાજ સલામત રીતે પસાર થઈ શકે નહિ. અમેરિકાએ આ નહેર કરવાનું માથે લીધું ત્યારે એને ખબર નહોતી કે આવી એક વિકટ સમસ્યા આવીને ઊભી રહેશે. પરંતુ ઇજનેરોએ નહેરના બંને છેડે પાણીને જુદા જુદા હોજમાં બાંધી લઈને એટલે Locks કરીને, જહાજોને એક સપાટીએથી બીજી સપાટીએ લઈ જવાની વ્યવસ્થા કરી. વળી એ માટે ઊંચી સપાટીએ આવેલી ચાગ્રેસ નદી પર બંધ બાંધી ત્યાં ગાટુન નામનું વિશાળ સરોવર તૈયાર કર્યું અને નહેરની સપાટીની વધઘટ માટે એ સરોવરના પાણીનો ઉપયોગ કર્યો. આ નહેર બાંધવા પાછળ ઈ. સ. ૧૯૦૩ થી ઈ. સ. ૧૯૧૩ સુધીનો એટલે કે લગભગ અગિયાર વર્ષનો સમય અમેરિકાને લાગ્યો. તે દરમિયાન પંચાવન હજાર મજૂરો તો પીળા તાવમાં મૃત્યુ પામ્યા. નહેર પાછળ અમેરિકાએ બધું મળીને લગભગ ત્રણ અબજ ડૉલરનું ખર્ચ કર્યું. આ એક ઘણું મોટું, માત્ર અમેરિકાને જ પરવડે એવું, આર્થિક સાહસ હતું. અમેરિકા ત્યારે પણ કેટલો ધનાઢ્ય દેશ હતો તેનો ખ્યાલ પનામાની નહેર પાછળ એણે કરેલા ખર્ચ પરથી કરી શકાય છે. નહેર જોવા અમે ગયાં ત્યારે મિરાફલોર્સમાં જાણે મેળો ભરાયો હતો. નહેરમાં અડોઅડ બનાવેલા ત્રણ હોજની તદન નજીક આપણને જવા દેવામાં આવે છે. અમે ત્યાં સુધી પહોંચ્યાં. દરમિયાન એટલાન્ટિક મહાસાગરમાંથી એક જહાજ આવ્યું. એ જહાજને મહાસાગરની સપાટીથી એકત્રીસ ફૂટ ઊંચે નહેરના એ છેડે ગાટુન લૉક્સમાં લાવવામાં આવ્યું હતું. હવે મિરાફલોર્સમાં એને એની પાણીની સપાટીવાળા હોજમાં દાખલ કરાયું. તે દાખલ થઈ ગયા પછી હાજનો જાડો લોખંડી દરવાજો બંધ થઈ ગયો. હોજમાં યંત્ર વડે તરત પાણી ઉમેરવામાં આવ્યું. જેમ જેમ પાણી વધતું ગયું તેમ તેમ તેમાં તરતું જહાજ ઊંચે આવતું ગયું. હોજમાં આઠ મિનિટમાં સત્તાવીશ ફૂટ જેટલી સપાટી ઊંચી થાય એટલું, લગભગ એંસી લાખ ગેલન જેટલું પાણી ઉમેરાયું. હોજમાં નીચે દેખાતી સ્ટારમાં બેઠેલા જે પ્રવાસીઓને જોવા માટે અમારે મોટું નીચું કરવું પડતું હતું તે પ્રવાસીઓને અમે હવે સીધું મોટું રાખીને જોઈ શકવા લાગ્યાં. પહેલા અને બીજા હોજની પાણીની સપાટી હવે સરખી થઈ ગઈ. ત્યાર પછી એ બેની વચ્ચેનો લોખંડનો દરવાજો યંત્ર વડે ખૂલી ગયો. સ્ટીમરને કપ્તાને બીજા નંબરના હોજમાં ધીમે ધીમે હંકારી લીધી. લોકોના ટોળા સાથે અમે પણ એ હોજ પાસે ખસ્યા. હોજનો એ દરવાજો બંધ થયી. પહેલા નંબરના હોજમાં ઉમેરાયેલું સત્તાવીસ ફૂટ જેટલું પાણી પાછું ઓછું થઈ ગયું. એ પાણી હવે બીજા નંબરના હોજમાં ભરાઈ ગયું. પરિણામે બીજા નંબરના હોજમાં પાણીની સપાટી હવે ચોપન ફૂટ જેટલી ઊંચી થઈ ગઈ. એ પ્રમાણે સ્ટીમર પણ કુલ ચોપન ફૂટ ઊંચી થઈ ગઈ. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પાસપોર્ટની પાંખે અંદર ઊભેલા પ્રવાસીઓને અમે હવે ઊંચું મોઢું કરીને જોવા લાગ્યા. બીજા હોજની પાણીની સપાટી હવે ત્રીજા હોજની સપાટી જેટલી થઈ ગઈ. એ બેની વચ્ચેનો દરવાજો ખૂલતાં સ્ટીમર સરખી સપાટીવાળા ત્રીજા હોજમાં દાખલ થઈ. દરવાજો બંધ થયો. આ ત્રીજા હોજની પાણીની સપાટી પેસિફિક મહાસાગરનાં પાણીની સપાટી જેટલી હતી. એનો છેલ્લો દરવાજો ખૂલતાં સ્ટીમર નહેરમાં સડસડાટ ચાલવા લાગી અને થોડું અંતર પાર કરી પેસિફિક મહાસાગરમાં દાખલ થઈ ગઈ. આ ત્રણે હોજમાં પાણીની વધઘટ કરવાનું કામ યંત્રરચના વડે દિવસરાત નિયમિતપણે ચાલ્યા કરે છે. રોજની લગભગ ચાલીસ (બાર મહિને લગભગ સાડાબાર હજાર) સ્ટીમરોની અવરજવર આ નહેરમાં થાય છે. નહેર પસાર કરવા માટે બંને મહાસાગરમાં સ્ટીમરોને નહેર પાસે આવીને લાઇનમાં ઊભા રહેવું પડે છે. એક મહાસાગરમાંથી નહેર દ્વારા બીજામાં પહોંચતાં આઠથી સોળ કલાક લાગે છે, પરંતુ એથી દક્ષિણ અમેરિકાને છેડે આવેલા કેપ હોર્નના તોફાની અને જોખમી સમુદ્રનું આઠ હજાર માઈલનું ચક્કર બચી જાય છે. મિરાફલોર્સના હોજ એકસો દસ ફૂટ પહોળા અને હજા૨ ફૂટ લાંબા છે. એની અંદર સમાઈ શકે એટલી મોટી સ્ટીમર પનામાની નહેરમાંથી પસાર થઈ શકે. સિત્તેર વર્ષ પહેલાં જ્યારે આ હોજ બાંધવામાં આવ્યા ત્યારે તે પહેલેથી એટલા બધા લાંબા અને પહોળા રાખવામાં આવ્યા હતા કે હજુ પણ મોટામાં મોટી સ્ટીમરો તેમાંથી પસાર થઈ શકે છે. દુનિયાની મોટામાં મોટી સ્ટીમરોમાં અત્યારે જેની ગણના થાય છે તે “ક્વીન એલિઝાબેથ – ટુ નામની આધુનિક જબરદસ્ત મોટી સ્ટીમર ( ૧૦૫ ફૂટ પહોળી અને ૯૬૩ ફૂટ લાંબી છે) પણ પનામાની નહેરમાંથી પસાર થઈ ગઈ છે. નહેરનો માત્ર એક વખત ઉપયોગ કરવા માટે એણે ૬૮૫૦૦ ડૉલરનું ભાડું ચૂકવ્યું હતું. સ્ટીમરનું કેટલા ટન વજન છે તે પ્રમાણે ભાડું નક્કી થાય છે. એક સ્ટીમરનું સરેરાશ ભાડું પંદર હજાર ડૉલર છે. પનામાની નહેરમાંથી એક વખત પસાર થવા માટેનું વધુમાં વધુ ભાડું ‘એલિઝાબેથ – ટુએ ચૂકવ્યું છે. અને ઓછામાં ઓછું ભાડું કેટલું ચૂકવાયું હશે ? માત્ર છત્રીસ સેન્ટ એટલે કે પૂરો એક ડોલર પણ નહિ. કોઈ સ્ટીમરનું આટલું ઓછું ભાડું તો હોઈ જ ન શકે. પરંતુ આ ભાડું ચૂકવ્યું હતું રિચાર્ડ હેલિબર્ટન નામના એક સાહસિકે ઈ. સ. ૧૯૨૮માં. એટલાન્ટિક મહાસાગરમાંથી પનામાની નહેરમાં તરતાં તરતાં તે પેસિફિક મહાસાગરમાં દાખલ થયો હતો. તેને માટે પણ એક હોજમાંથી બીજા હોજમાં પાણીની વધઘટ કરવામાં આવી હતી. એનું ત્યારે અદ્વિતીય ગણાતું સાહસ જોવા માટે હજારો માણસો એકત્ર થયા હતા. Page #164 -------------------------------------------------------------------------- ________________ પનામા ૧૪૩ પનામાની નહેરમાં સ્ટીમરોની અવરજવર જોઈ અમે શહેરમાં પાછા ફર્યા. બજારમાં થોડુંક ફર્યા. એક દુકાનમાં બહારથી દેખાય એમ ગાંધીજીનો મોટો ફોટો લટકાવેલો હતો. એ જોતાં જ અમને થયું કે કદાચ કોઈ ભારતીય વેપારીની દુકાન હશે. અનુમાન સાચું પડ્યું. સૌરાષ્ટ્રના એક વૃદ્ધ ગુજરાતી વેપારીની એ દુકાન હતી. અમે એમની સાથે ગુજરાતી ભાષામાં વાત કરી એનો અમને અને એ વેપારીને બહુ આનંદ થયો. ઘણાં વર્ષોથી તેઓ પનામાં જઈને વસેલા છે. સંજોગોવશાત તેઓ ક્યારેય ભારત પાછા આવી શક્યા નથી, પરંતુ ભારત તેમને વારંવાર યાદ આવ્યા કરે છે. એમણે અમારે માટે ઠંડું પીણું મંગાવ્યું અને પનામામાં ક્યાં ક્યાં ફરવા જેવું છે તે સમજાવ્યું. પનામામાં નેશનલ થિયેટર, સ્ટેડિયમ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, ચર્ચ, સિનેગોગ વગેરે સ્થળોએ ફરીને અમે પાછા ફર્યા. અમારી ફલાઈટ તો મધરાત પછી હતી એટલે કોઈ ઉતાવળ નહોતી. અમારો ટેક્સી ડ્રાઇવર પણ સારો હતો. એણે અમને નિરાંતે બધે ફેરવ્યાં. સાંજે સાતેક વાગે અમે ઍરપૉર્ટ ઉપર આવી પહોંચ્યાં. જેવી ટેક્સી ઊભી રહી કે તરત બીજા ટેક્સી ડ્રાઇવરે આવીને અમારા ટેક્સી ડ્રાઈવરને સ્પેનિશમાં કંઈક કહ્યું. વાતચીત પરથી એમ સમજાયું કે બીજા કોઈ ઘરાક તૈયાર છે અને એમને અંગ્રેજી બોલનાર ટેક્સી ડ્રાઈવર જોઈએ છે. પોતે જો એ ઘરાકની સાથે ઝટ નક્કી નહિ કરી લે તો બીજો કોઈ ટેક્સી ડ્રાઇવર તેમને લઈ જશે. એટલે એણે અમે જેવાં ટેક્સીમાંથી ઊતર્યા કે તરત બીજા ઘરાક સાથે ઝટપટ ઠરાવીને ટેક્સીમાં બેસાડી દીધા. એણે અમારી સાથે હવે પૈસાની ઉતાવળ કરવા માંડી. એના અવાજમાંથી હવે વિનય અદશ્ય થઈ ગયો હતો. અમે ટ્રાવેલર્સ ચેક આપ્યો. એણે લેવાની ના પાડી. કહ્યું, “અત્યારે હવે ઍરપૉર્ટની બેંક બંધ થઈ ગઈ. હું એના રોકડા કરાવવા ક્યાં જાઉં?” જે એનો પ્રશ્ન હતો તે અમારો પણ પ્રશ્ન હતો. એણે ટ્રાવેલર્સ ચેક લેવાનું સવારે કબૂલ રાખ્યું હતું તે અમે યાદ કરાવ્યું, એટલે એ મૂંઝાયો. પરંતુ નવા ઘરાકને મોડું થતું હતું એટલે એનો મિજાજ બદલાયો. સવારે અમે તો શરત કરી જ હતી, છતાં હવે અમારે બીજો કંઈક રસ્તો શોધવો રહ્યો. હું દોડ્યો એરપોર્ટની જુદી જુદી દુકાનોમાં. છેવટે એક દુકાનદારે કંઈક ખરીદવાની અને ઘણો ઓછો ભાવ આપવાની શરતે ટ્રાવેલર્સ ચેક લેવાની હા પાડી. અમારે તો છૂટકો જ નહોતો. થોડી ચોકલેટ લીધી. ચેક વટાવીને એસ્કેલેટર ઉપર હું નીચે ઊતરતો હતો. મને જઈને ટેક્સી ડ્રાઇવર તરત મારી પાસે દોડતો આવી પહોંચ્યો. મેં એના ડૉલર ચૂકવ્યા. લઈને એ તરત ભાગ્યો. પરંતુ ત્યાર પછી ઍરપૉર્ટમાં નવા ઘરાક માટે આંટા મારતો તે દેખાયો. અમે પૂછ્યું તો કહ્યું કે ટૅક્સીમાં બેસાડેલા એના ઘરાક બીજા કોઈકની ટૅક્સીમાં ચાલ્યા ગયા હતા. Page #165 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે ઍરપૉર્ટમાં અમે લગભગ ઘણાં વહેલાં આવી પહોંચ્યાં હતાં. અમારે માત્ર સમય પસાર કરવાનો રહ્યો હતો. અમે ઍરપૉર્ટમાં પહેલે અને બીજે માળે આવેલી, નવીન ચીજ-વસ્તુઓથી સુસજ્જ જુદી જુદી દુકાનોમાં ચક્કર લગાવ્યા. પ્રવાસીઓ ઓછા હતા એટલે દુકાનોમાં ગિરદી નહોતી. નવી નવી ચીજ-વસ્તુઓ જોવાની અનુકૂળતા હતી. બિચારા દુકાનદારો અમે સાચા ઘરાક છીએ એમ સમજીને હોંશે હોશે બધું બતાવતા. પણ પછીથી તો અમે દુકાનમાં પ્રવેશતાં જ સ્પષ્ટતા કરી દેતાં કે “ક્ષમા કરજો, માત્ર નજર કરવા અમે આવ્યા છીએ, ખરીદવા નહિ.” એવામાં ઍરપૉર્ટમાં પ્રવેશદ્વારમાં ઢોલનગારાં અને પિપૂડીઓનો અવાજ આવ્યો. ઍરપૉર્ટમાં વળી આ અવાજ ક્યાંથી ? અમે નીચે જઈ જોયું તો એક વરઘોડો ઍરપૉર્ટના મકાનમાં દાખલ થઈ રહ્યો હતો. એમાં કેટલાક હબસીઓ હતા; કેટલાક જંગલી કાળા આદિવાસી જેવા લાગતા હતા; ગોરા અને કાળાની વર્ણસંક૨ પ્રજા જેવા ઘેરા ભૂરિયા જેવા પણ કેટલાક હતા. શાનો આ વરઘોડો છે એ સમજતાં થોડી વાર લાગી, કેમ કે ઇંગ્લિશ તો કોઈ બોલે નહિ. થોડી વારે સમજ પડી કે પાસેના એક ગામનો આદિવાસી કોમનો એક યુવક લગ્ન માટે જમાઇકા ટાપુ જઈ રહ્યો છે અને તેને વળાવવા માટે આખું ગામ આવ્યું છે. જેમ જેમ ટોળાનાં માણસો અંદર દાખલ થતાં ગયાં તેમ તેમ તેમાંનાં કેટલાંક યુવક-યુવતીઓએ લોકનૃત્ય ચાલુ કર્યું. આ આદિવાસીનું નૃત્ય પણ જોવા જેવું હતું. એમનાં ગામઠી નગારાં-પિપૂડી વાગતાં જાય અને લોકો નાચતાં જાય. લગભગ એક કલાક ઉપર એ નૃત્ય ચાલ્યું. નૃત્ય કરનારાંમાંનાં ઘણાંને મોઢે સફેદ અને લાલ રંગ લગાડીને સુશોભન કર્યું હતું. કેટલાક શરાબનાં તાનમાં હોય તેવું પણ જણાયું. આ દૃશ્ય જોવા માટે બીજા કેટલાક પ્રવાસીઓ પણ વર્તુળાકારે આસપાસ ઊભા રહી ગયા અને આદિવાસીઓના સંગીતમાં તાળીઓ વડે સાથ પુરાવવા લાગ્યા. અમે પણ તેમના કહેવાથી તાળીઓનો તાલ પુરાવ્યો. ૧૪૪ સમય થયો એટલે જમાઇકાની ફલાઇટનું એનાઉન્સમેન્ટ થયું અને જમાઇકાનો જમાઈ એના બે-ત્રણ વડીલો અને મિત્રો સાથે કસ્ટમ્સમાં દાખલ થયો. ધીમે ધીમે ટોળું વીખરાયું અને જે ત્રણ બસમાં બેસીને તેઓ બધાં આવ્યાં હતાં તેમાં તેઓ પાછાં ફર્યાં. ઍરપૉર્ટમાં પાછી શાંતિ પ્રસરી ગઈ. સમય પસાર કરવાની અમારી સમસ્યા સહજ રીતે ઊકલી ગઈ. આદિવાસીઓની જાન પણ હવે જેટ વિમાનોમાં જવા લાગી છે એટલો દુનિયાનો ઉત્કર્ષ જોઈને અમને હર્ષ થયો. અમારી ફલાઇટની જાહેરાત થતાં અમે પણ લૉકરમાંથી સામાન લઈ કસ્ટમ્સમાં દાખલ થયાં અને એનો વિધિ પતાવી રિઓ-ડિજાનેરો જવા વિમાનમાં બેઠાં, Page #166 -------------------------------------------------------------------------- ________________ દિગંબર સ્નાન જાપાની ભાષામાં “ગાવા' (અથવા કાવા) એટલે નદી. ટોક્યોની ઉત્તરે લગભગ દોઢસો માઈલ દૂર કિનુગાવા નામનું એક અત્યંત રમણીય સ્થળ છે. ત્યાં આગળ કિનુ નામની નાનકડી નદી વહે છે. આ સ્થળ વિશેષ ખ્યાતિ પામ્યું છે ત્યાંના ગરમ પાણીના ઝરા માટે. જાપાનમાં ગરમ પાણીના ઝરા ઘણે સ્થળે છે. એવા સ્થળોને “હેલ્થ રેઝોર્ટ તરીકે જાપાને વિકસાવ્યાં છે. એવાં શાંત અને મનોહર સ્થળોએ જાપાનીઓ આરામ અને આનંદપ્રમોદ માટે વારંવાર જતાં હોય છે. કિનુગાવામાં શરૂઆતમાં જે કેટલીક હોટેલો બંધાઈ તેમાં નદીમાં આવેલા ગરમ પાણીના ઝરામાંથી જ ગંધકવાળું ગરમ પાણી પાઇપ વાટે સીધું હોટેલમાં લાવી ગરમ પાણીના હોજ બાંધવામાં આવેલા. પરંતુ ત્યાર પછી એવા હોજની લોકપ્રિયતા વધતાં આસપાસ કેટલીયે મોટી મોટી આલીશાન હોટેલો બંધાઈ. તે બધી માટે ઝરાનું કુદરતી ગરમ પાણી લાવવાનું સરળ નહોતું. એટલે પ્રવાસીઓના આકર્ષણ માટે તેમાં ગંધકવાળા નહિ, પણ સાદા ગરમ પાણીના હોજ રાખવામાં આવ્યાં. હોટેલમાં જ હીટર વડે ટાંકીમાં ગરમ થયેલું પાણી કમર સુધીના ઊંડા આ હોજમાં આવે. ચોવીસ કલાક આ હોજ હોટેલના ગ્રાહકો માટે ખુલ્લા હોય. કિનુગાવામાં ઘણીખરી હોટેલોમાં જાપાની પદ્ધતિથી રહેવાનું હોય છે. કિનુગાવા ઓનસેન' નામની એક મોટી આલીશાન હોટેલમાં અમારા ઉતારાની વ્યવસ્થા અમારા યજમાનોએ કરી હતી. હોટેલમાં પ્રવેશતાં જ દરવાજામાં અમારા બૂટ કઢાવી લેવામાં આવ્યા અને અમને લાકડાની ચાખડીઓ પહેરવા આપવામાં આવી. રૂમમાં ગયા પછી તરત અમારે જાપાની કિમોનો પહેરવો પડ્યો, કારણ કે હોટેલમાં પોતાનાં ઘરનાં કપડાં પહેરીને ફરવાની મનાઈ હતી. જે કોઈ સ્ત્રી-પુરુષો કિનુગાવાની જાપાની પદ્ધતિની હોટેલમાં રહેવા આવે તેમના માટે હોટેલ તરફથી અપાતો યુનિફૉર્મ જેવો કિમોનો પહેરવાનું લગભગ ફરજિયાત જેવું હોય છે. ગળાથી પગની એડી સુધી લટકતા, આગળથી સળંગ ખુલ્લા એવા ઝભ્ભામાં જમણી બાજુના છેડા ઉપર ડાબી પા-૧૦ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પાસપૉર્ટની પાંખે બાજુનો છેડો લપેટીને કમ્મરે પટ્ટો બાંધવાનો હોય છે. સ્ત્રીઓ અને પુરુષો માટે કિમોનો અને ચાખડી એકસરખાં હોય છે. તે પહેરીને હોટેલમાં ફરવાનો અનુભવ અમારે માટે નવો હતો. કિનુગાવામાં આવેલા દરેક પ્રવાસીની રોજની મહત્ત્વની પ્રવૃત્તિ તે નાહવાની અને ખાવાની રહેતી. નાહવા માટે બધા હોજમાં જતા. અમારા જાપાની મિત્રો અમને હોજમાં નાહવા માટે લઈ ગયા. જતી વખતે મેં એક મિત્રને પૂછ્યું : “રૂમમાં ટોવેલ નથી તો ત્યાં આપણને ટોવેલ મળશે કે કેમ ?'’ એમણે કહ્યું, “ટોવેલની જરૂર નથી. રૂમમાં જે નેપ્કિન હોય તે લઈ લેજો; અહીંની ઘણી હોટેલોમા ટોવેલને બદલે નેપ્કિન અપાય છે.' નેપ્કિન લઈ અમે હોજ પાસે પહોંચ્યાં. હોજમાં બધા પુરુષોએ નગ્નસ્નાન કરવાનું છે એ ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી. બહાર સૂચના લખી હતી કે શરીકે કંઈ પણ કપડું પહેરીને હોજમાં સ્નાન કરવાની મનાઈ છે. આવી રીતે જાહેરમાં નિર્વસ્ત્ર સ્નાન કરવાનો અમને અનુભવ નહોતો, એથી અમને કેટલાકને ક્ષોભ થયો. અમારા જાપાની મિત્રોએ કહ્યું, “અહીં જાપાનમાં આ રીતે દિગંબર સ્નાન કરવું એ સ્વાભાવિક છે. તમને ખાતરી ન થતી હોય તો પહેલાં અંદર જઈને જોઈ આવો અને પછી ઠીક લાગે તો સ્નાન કરો.” અમે અંદર ગયા. ત્યાં પચાસેક પુરુષો વિશાળ હોજમાં દિગંબર સ્નાન કરતા હતા. ગરમ પાણીને લીધે વરાળ સતત એટલી બધી નીકળ્યા કરતી હતી કે ઘણા બધા પુરુષો નહાતા હોવા છતાં દેખાતા હતા ઓછા. જાપાની લોકો માટે આ સ્વાભાવિક હતું. અત્યંત સહજ રીતે એક પછી એક પ્રવાસીઓ આવતા. ઝડપથી કિમોનો ઉતારી ત્યાં રાખવામાં આવેલી એક ટોપલીમાં કપડાં મૂકીને સ્નાન કરવા જતા. હોજની અંદર એક આખી દીવાલ પારદર્શક કાચની હતી. ત્યાંથી બહાર નીચે નદીનું રમણીય દશ્ય નજરે પડતું હતું. સામે કિનારે આવેલી કેટલીક હોટેલોમાં એના ગરમ પાણીના હોજમાં પ્રવાસીઓને આવી રીતે સ્નાન કરતા જોઈ શકાતા હતા. અમારામાંના કેટલાક એ રીતે હોજમાં સ્નાન કરવા ગયા. અમે ત્રણેક જણા ક્ષોભને કારણે સ્નાન કર્યા વગર પાછા આવ્યા. રૂમમાં આવી બાથરૂમમાં અમે સ્નાન કરી લીધું. સાંજે જમીને અમારા રૂમમાં અમે બેઠા હતા ત્યારે આ બાબતની ચર્ચા ચાલી. બધાનો મત એવો હતો કે આરંભમાં કંઈક Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ દિગંબર સ્નાન વિચિત્ર લાગે, પણ પછી આપણે ટેવાઈ જઈએ છીએ. અમને વિચાર આવ્યો કે આપણે ભારતમાં દિગંબર જૈન સાધુઓ પાસે જઈએ છીએ ત્યારે ત્યાં કેટલી શાંતિ અને સ્વાભાવિકતા પ્રવર્તતી હોય છે ! ત્યાં વૃદ્ધ અને યુવાન સ્ત્રીઓ અને નાનાં બાળકો પણ હોય છે. પ્રથમ વાર જોનારને થોડો સમય કુતૂહલ રહે. પણ પછી આપણે એનાથી ટેવાઈ જઈએ છીએ. જેમ પશુપક્ષીઓને નગ્ન જોતાં આપણને સંક્ષોભ થતો નથી, તેવું જ દિગંબર સાધુઓની પાસે વધુ વખત રહેવાથી અનુભવાય છે. પ્રાકૃત માણસ અચલક હતો. વસ્ત્ર એ સભ્ય સંસ્કૃતિએ ઉપજાવેલું કૃત્રિમ ઉપકરણ છે. માટે નિસર્ગદત્ત અવસ્થામાં જ્યાં બધા સ્નાન કરતા હોય ત્યાં આપણને ક્ષોભ થવો ન જોઈએ. બીજે દિવસે અમે પણ દિગંબર સ્નાન કરવામાં જોડાયા. એક વખત ક્ષોભ અને લજ્જા ગયાં એટલે કશું અસ્વાભાવિક કે વિચિત્ર ન લાગે. અમારા એક જાપાની મિત્રે કહ્યું, “અહીંની હોટેલોમાં માત્ર પુરુષોના હોજની એક દીવાલ પારદર્શક કાચની હોય છે એવું નથી. સ્ત્રીઓના હોજને પણ એવી પારદર્શક દીવાલ હોય છે.” પછી એમણે સામા કિનારાની દૂરની એક હોટેલ તરફ નજર કરવા કહ્યું. ત્યાં સ્ત્રીઓ નગ્નસ્નાન કરી રહી હતી. એમણે કહ્યું, “તમે ભારતવાસીઓને આ જોઈ બહુ નવાઈ લાગે, છે નહિ ? પણ કદાચ હું જો ક્યાંક જોવા મળશે તો તમને એથી પણ વધુ નવાઈભરી લાગે એવી અહીંની પ્રથા બતાવીશ.” કિનુગાવાથી અમે કેટલાક માઈલ દૂર એવી જ બીજી એક નદીના કિનારે આવેલા કાવાજી નામના સ્થળે ગયાં. ત્યાં અમે “કાશી વાયા” નામની એક વિશાળ અદ્યતન હોટેલમાં ઊતર્યા હતાં. ગરમ પાણીના હોજમાં સ્નાન કરી અમે જમવા માટે એક વિશાળ ખંડમાં એકઠાં થયાં. અમે બેઠાં હતાં ત્યાં પેલા જાપાની મિત્રો બાલ્કનીમાં અમને લઈ ગયાં. ત્યાંથી તેમણે નીચે નદીકિનારે થોડે દૂર ગંધકવાળા ગરમ પાણીનો એક કુંડ બતાવ્યો. એમણે કહ્યું, “અહીંની ઘણી હોટેલોમાં તો હીટર વડે ગરમ કરેલું પાણી હોય છે, પરંતુ પેલો કુંડ તો ગંધકવાળા ગરમ પાણીના ઝરાનો કુંડ છે. જાહેર જનતા માટે તે છે. આ બધી હોટેલોમાંથી અને શહેરના રહેવાસીઓમાંથી જેમને ત્યાં નહાવા જવું હોય તે જઈ શકે છે. ત્યાં તમે બરાબર ધારીને નજર કરો.” અમે ત્યાં નજર કરી તો એક કુંડમાં નિર્વસ્ત્ર સ્ત્રીઓ અને પુરુષો કશા પણ ક્ષોભ કે સભાનતાના ભાવ વિના સ્વાભાવિકતાથી સાથે સ્નાન કરી રહેલાં દેખાયાં. થોડી થોડી વારે એક પછી એક સ્ત્રી કે પુરુષ આવે, તરત બધાં વસ્ત્ર ઉતારે અને કુંડમાં નાહવા દાખલ થાય. અમારા જાપાની મિત્રે Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પાસપોર્ટની પાંખે કહ્યું, “અહીં જાપાનમાં આ રીતે સ્ત્રીઓ અને પુરુષો એક જ હોજમાં વસ્ત્રવિહીને સ્નાન કરે એની અમને જરાય નવાઈ નથી.” કિનુગાવા કરતાં કાવાજી શહેર વધુ ઊંચાઈએ આવેલું છે. પ્રમાણમાં તે નાનું અને શાંત છે. ત્યાંની નૈસર્ગિક શોભા કિનુગાવા કરતાં કંઈક વિશેષ ભવ્ય છે. કાવાજીથી અમે નિકોનો ધોધ જોઈ ટોક્યો પાછા ફર્યા. ત્યાથી હવે અમારો કાર્યક્રમ દક્ષિણમાં આવેલા જાપાનના પુગુ ટાપુના પ્રવાસે જવાનો હતો. ત્યાં બેપ્પ ટાપુનું બેડુ શહેર, આસો જ્વાળામુખી, કુમામોટોનો કિલ્લો અને નાગાસાકી શહેર જોવા અમે જવાનાં હતાં. બેપ્પ એ ઠરી ગયેલા જ્વાળામુખી ઉપર વસેલું શહેર છે. આજે પણ ત્યાં ઘણે સ્થળે ચોવીસ કલાક સતત ધુમાડા નીકળ્યા કરે છે. આ શહેર એના વિવિધ પ્રકારના ગરમ પાણીના ઝરા (જાપાની શબ્દ છે “જીગોકુ', એનો અર્થ થાય છે “નરક) માટે પ્રખ્યાત છે. બેઠુમાં એની સૌથી વિખ્યાત હોટેલ તે ‘સુગિનોઈ હોટેલ છે. શહેરના ઊંચામાં ઊંચા વિસ્તારમાં ડુંગરના ઢોળાવ ઉપર તે બાંધવામાં આવી છે. અડોઅડ આવેલાં ત્રણ વિશાળ મકાનમાં તે કરેલી છે. સુગિનોઈ હોટેલ પોતે જ બેપ્પનું એક જોવા જેવું સ્થળ છે. હોટેલો કેવી હોઈ શકે તેનો તે એક વિલક્ષણ નમૂનો છે. આ હોટેલમાં યૂઝિયમ, થિયેટર, પિશ્ચર-હાઉસ, આર્ટ ગેલેરી, ડાન્સિગ હૉલ, બગીચો, સ્વિમિંગ પુલ, સ્લોટ મશીનોવાળો એમ્યુઝમેન્ટ વિભાગ, દુકાનો, રેસ્ટોરાંઓ, ગરમ પાણીના બાથ વગેરે બધા વિભાગો જોતાં જ અડધો દિવસ લાગે. આ હોટેલનું એક મહત્ત્વનું લક્ષણ તે એના બાથે છે. કિનુગાવા કે કાવાજીમાં હોટેલોમાં ગરમ પાણીમાં નાહવા માટે સ્ત્રીઓ માટે અને પુરુષો માટે એમ બે સાદા હોજ છે. અહીં સુગિનોઈ હોટેલમાં તો આવા ચારેક સાદા પણ આકર્ષક રચનાવાળા હોજ તો છે જ, જે ચોવીસ કલાક ખુલ્લા રહે છે. પરંતુ તે ઉપરાંત અહીં “જંગલબાથ” અને “ફલાવરબાથ' નામના બે ઘણા વિશાળ અને ભવ્ય બાથ છે. દુનિયામાં હજુ સુધી આવા બાથ બીજે ક્યાંય કોઈ હોટેલની અંદર જોવા મળ્યા નથી. અમે હોટેલમાં પહોંચી, રૂમમાં ચાપાણી કરી, કિમોનો પહેરી નીકળ્યા. કપડાં ઉતારી જંગલબાથમાં નાહવા ગયા. ત્યાં લગભગ દોઢસો જેટલા પુરુષો, કેટલાક પોતાનાં નાનાં છોકરાંઓ સાથે સ્નાન કરવા આવ્યા હતા. બધી વસ્ત્રરહિત હતાં. આ હોટેલમાં જંગલબાથમાં ખરેખર જંગલ જેવું આબેહૂબ દૃશ્ય રચવામાં આવ્યું છે. એમાં નાળિયેરીનાં કેટલાંક વૃક્ષ ઉગાડવામાં આવ્યાં છે. ઉપરાંત Page #170 -------------------------------------------------------------------------- ________________ દિગંબર સ્નાન ૧૪૯ વિવિધ પ્રકારનાં નાનાંમોટાં વૃક્ષો, ફૂલ-છોડ, વેલા વગેરે પણ ઉગાડવામાં આવ્યાં છે. એમાં નાહવા માટે એક નહિ પણ સાતેક નાનામોટા, ઘૂંટણ કે કમર સુધીના પાણીવાળા હોજ બનાવવામાં આવ્યા છે. કોઈકમાં પાણી એકદમ ગરમ છે, કોઈકમાં માફકસરનું છે અને કોઈકમાં ઠંડું છે. - આ ઉપરાંત કોઈક હોજમાં પાણીમાં નીચે નાના લીસા પથરા અને કાંકરાઓ રાખવામાં આવ્યા છે કે જેથી એમાં નહાતી અને ચાલતી વખતે પગનાં તળિયાં લીસા કાંકરાઓને અડે અને નદીમાં હોઈએ એવો કુદરતી અનુભવ થાય. કોઈક હોજમાં વચ્ચે રમવા માટે મેરી-ગો રાઉન્ડ, લપસણી, સી-સો, હીંચકા વગેરેની રચના કરવામાં આવી છે. કોઈક ઠેકાણે મસાજ માટે હારબંધ આઠ-દસ નળમાંથી ધોધની જેમ પાણી પંદરેક ફૂટ ઊંચેથી સતત પડે છે. જેમણે જોરથી પડતા પાણી વડે મસ્તક, ડોક, કમ્મર કે હાથપગે માલિસ કરવું હોય, તે આવા નળ નીચે ઊભા રહે છે. એક જગ્યાએ નાનાંમોટાં સૌને માટે મોટી લપસણી કરવામાં આવી છે, જેમાં વહેતાં પાણી સાથે માણસ ઉપરના હોજમાંથી બારેક ફૂટ નીચે, નીચેના હોજમાં લસરી શકે છે. આ જંગલબાથમાં એક જગ્યાએ ગરમ રેતીનો અખાડો કરવામાં આવ્યો છે. તેમાં ઠંડી અને નીચે જતાં વધુ અને વધુ ગરમ એવી ભીની રેતી રાખવામાં આવી છે. જેઓ રેતીનો શેક લેવા ઈચ્છતા હોય તેમાં સૂઈને પોતાનું આખું શરીર રેતીથી ઢાંકી દે છે અને એ રીતે શેક લઈ શકે છે. જેમ વધારે ગરમી જોઈએ તેમ પાવડા વડે રેતી વધારે ઊંડે સુધી ખસેડીને સૂઈ શકાય છે. રેતીનો શેક લીધા પછી, શેક લેનારાઓ માટે બાજુમાં બીજા બે જુદા હોજ રાખવામાં આવ્યા છે. પહેલા હોજમાં નાહીને શરીરે ચોટેલી રેતી કાઢી નાખવાની હોય છે તે પછી ચોખ્ખા પાણીના હોજમાં ફરી વાર નાહવાનું હોય છે. હોજની રચના જ એવી ક્રમબદ્ધ કરવામાં આવી છે કે રેતીમ્નાન કર્યા પછી પૂરા સ્વચ્છ થયા પછી જ બીજા કોઈ હોજમાં નાહવા જઈ શકાય છે. રેતીસ્નાન ઉપરાંત ઉષ્ણસ્નાન કે વરાળસ્નાનની ઇચ્છા હોય તેમને માટે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવે છે. વિશાળ પાયા ઉપર કરેલી આ રચનામાં જંગલ જેવું વાતાવરણ કરેલું છે. સિંહ, હરણ, હાથી, ગાય, બકરી વગેરે પ્રાણીઓનાં મોટાં રંગબેરંગી પૂતળાં બનાવીને વૃક્ષોની વચ્ચે મૂકવામાં આવ્યાં છે. એક હોજમાં વચ્ચે માછલીઘર પણ બનાવવામાં આવ્યું છે. બીજા એક હોજ પાસે જાપાની પદ્ધતિનો (જાપાનમાં મિયાજીમામાં સમુદ્રના પાણીમાં છે તેવો) લાકડાનો લાલ રંગનો દરવાજો પણ બનાવવામાં આવ્યો છે. એક હોલની વચ્ચે ધ્યાનસ્થ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ પાસપોર્ટની પાંખે બેઠેલા ભગવાન બુદ્ધની મોટી પ્રતિમા છે, જે યંત્ર વડે ચારેય દિશામાં સતત ફરતી રહે છે. જંગલબાથની આખી રચના એક વિશાળ જગ્યામાં કરવામાં આવી છે, અને તે ઘણા ઊંચા, અર્ધવર્તુળાકાર, પારદર્શક છાપરા વડે બંધ કરવામાં આવી છે. તેમાં વચ્ચે ક્યાંય થાંભલો નથી. આખો જંગલબાથ ઍરકન્ડિશન્ડ છે. દૂષિત હવા પંખાઓ વડે સતત બહાર કઢાય છે. જંગલબાથમાં નાહતાં પહેલાં કે નાહ્યા પછી જેમણે સાબુથી નહાવું હોય તેમને માટે ઠંડા અને ગરમ પાણીના નળ છે. હજામત કરવી હોય તેમને માટે ત્યાં સાબુ, બ્રશ અને અસ્ત્રા પણ રાખવામાં આવ્યાં હોય છે. પુરુષોના બાથની અંદર સાફસૂફનું કામ સતત ચાલ્યા કરતું હોય છે, અને એ કામ માટેની સ્ત્રીઓને પણ નોકરીએ રાખવામાં આવી છે. આટલા બધા નગ્ન પુરુષો વચ્ચે કામ કરતી એ સ્ત્રીઓ કેટલી સાહજિકતાથી પોતાનું કામ કરતી હોય છે! બાથની બહાર વિશાળ ખંડમાં માથામાં નાખવાનું તેલ, ક્રીમ, શેવિંગ લોશન, હેર-ડ્રાયર, મસાજ-ચેર્સ, કીમતી ચીજવસ્તુઓ મૂકવા માટે લૉકર્સ, વજન કરવાના કાંટા, ઠંડાં અને ગરમ પીણાં તથા બિસ્કિટ વગેરે જોઈએ તો તે માટેનાં ઑટોમેટિક સ્લોટ મશીનો, સમય પસાર કરવા માટે રંગીન ટી.વી. સેટ, રમતગમતના સાધનો, ટી.વી. ગેમ્સ ઇત્યાદિની સુવિધા પણ છે. સુગિનોઈનો જંગલબાથ એટલે કે જાણે કોઈ બાદશાહી યોજના. એમાં સ્નાન કરવા જનાર એનાથી પ્રભાવિત થયા વિના રહે જ નહિ. દષ્ટિપૂર્વકનું આયોજન કેટલું સરસ હોઈ શકે તેનો આ એક ઉત્તમ નમૂનો છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ સમયનો સવાલ શિકાગોથી અમે મુંબઈ આવતાં હતાં. અમારી પાસે મુંબઈ-ન્યૂયૅર્ક-મુંબઈની પાન-અમેરિકન કંપનીની ટિકિટ હતી. શિકાગોથી ન્યૂ ર્કની યુનાઇટેડ ઍરલાઇન્સની ટિકિટ હતી. એટલે કે અમારે ન્યૂયૅર્ક વિમાન બદલવાનું હતું. યુનાઈટેડ એરલાઈન્સે અમને કહ્યું, “તમે તમારો સામાન સીધો મુંબઈ માટે આપી શકો છો. ન્યૂયૅર્કમાં પાન-અમેરિકનની ફલાઇટમાં તમારો સામાન આપોઆપ ટ્રાન્સફર થઈ જશે.” અમને એ વાત ગમી, કારણ કે સામાન લેવા-આપવાનો સમય બચતાં ન્યૂયોર્કમાં શહેરમાં જવા માટે અમને પૂરતા કલાક મળતા હતા. શિકાગોથી સવારે ન્યૂયૉર્ક જવા માટે અમે વિમાનમાં બેઠાં. ન્યૂયોર્કમાં કેનેડી એરપોર્ટ ઊતરી ત્યાંથી શહેરમાં જવા માટે ટ્રેનમાં બેસી એના છેલ્લા સ્ટેશને અમે ઊતર્યા અને બહાર નીકળી ૬૩મી સ્ટ્રીટમાં અમારા મિત્ર જગદીશભાઈ દોશીને ઘરે પહોંચ્યાં. જગદીશભાઈના પત્ની સુધાબહેને અમારું ઉમળકાભર્યું સ્વાગત કર્યું. લગભગ બાર વાગી ગયા હતા. સાંજે સાડા-છ વાગ્યાની પાન અમેરિકનની ફલાઇટ મુંબઈ માટે અમારે પકડવાની હતી. જમીને અમે આરામ કરતાં હતાં ત્યાં મારાં પત્નીએ પૂછ્યું, “કલાકનો સમય હોય તો હું સુધાબહેન સાથે બજારમાં જઈ આવું? ઘર માટે થોડી ખરીદી કરવી છે.” ખુશીથી, કલાકને બદલે દોઢ કલાક લેશો તો પણ વાંધો નથી; બરાબર ત્રણ વાગે આવી જજો, કારણ કે કલાક પહેલાં આપણે એરપોર્ટ પર પહોંચવું જોઈએ અને દોઢથી બે કલાકનો રસ્તો ઍરપૉર્ટ સુધીનો છે.” સુધાબહેન સાથે મારાં પત્ની ગયાં. કલાકનો સમય તો ઘડીકમાં પસાર થઈ ગયો. ત્રણને બદલે સાડા-ત્રણ વાગ્યા, છતાં તેઓ આવ્યાં નહિ. ધાર્યા કરતાં મોડું થાય એ સ્વાભાવિક હતું, કારણ કે સ્ત્રીઓ જ્યારે ખરીદી કરવામાં પડે છે ત્યારે કાળ જાણે સ્થગિત થઈ જાય છે. પરંતુ ચાર વાગવા આવ્યા ત્યારે હું થોડો ચિંતિત થયો, કારણ કે એરપોર્ટ પર પહોંચવા માટે હવે મોડું થઈ રહ્યું હતું. એટલી વારમાં મારાં પત્ની અને સુધાબહેન આવી પહોંચ્યાં; બોલ્યાં, “તમે અમને ત્રણ વાગે આવવાનું કહ્યું હતું, પરંતુ અમે તો દસ મિનિટ વહેલાં આવ્યાં છીએ.” Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પાસપોર્ટની પાંખે ત્રણ નહિ પણ ચાર થવા આવ્યા. બરાબર જુઓ ઘડિયાળમાં.” મેં કહ્યું. ઘડિયાળમાં જોઈને મારાં પત્નીએ કહ્યું, “ચાર નહિ, હજુ ત્રણ જ વાગવા આવ્યા છે.” સુધાબહેનના હાથે ઘડિયાળ ન હતી. હું મજાક કરતો નથી એવું જોઈ તેઓ મૂંઝવણમાં પડ્યાં. ત્યાં મારી પત્નીએ કહ્યું, “અરે ! હા, સાચી વાત. ચાર વાગવા આવ્યા. મારી ઘડિયાળમાં તો હજુ શિકાગોનો જ ટાઇમ છે. ન્યૂયૉર્ક ઊતરતાં મેં ટાઈમ બદલ્યો નથી, છે ?” હવે તરત જ, બે-પાંચ મિનિટના આપણે નીકળવું જોઈએ. નહિ તો ફલાઈટ ચૂકી જઈશું.” અમેરિકામાં સાનફ્રાન્સિસકો, શિકાગો અને ન્યૂયોર્ક એ ત્રણેના ટાઈમ જુદા જુદા હોય છે. વળી ઉનાળામાં અને શિયાળામાં એ ત્રણેના ટાઇમ પાછા બદલાય છે. અમેરિકન લોકોને ઘડિયાળમાં સમય ફેરવવાનો મહાવરો હોય છે. વિદેશની સફરમાં દેશ પ્રમાણે સમય બદલાતો રહે છે. વિમાનમાં સ્થાનિક સમયની જાહેરાત અચૂક થતી હોય છે. તે વખતે જ પોતાની ઘડિયાળમાં સમય બદલી લેવાની ટેવથી મુશ્કેલી ઊભી થતી નથી. મેં સમય બદલી લીધો હતો, પરંતુ મારાં પત્નીએ બદલ્યો નહોતો તેથી આ ગરબડ થઈ. અમે તરત નીકળીએ તોપણ લગભગ છ વાગે એરપોર્ટ પહોંચીએ. મુંબઈ માટેની ફલાઈટો ભરાયેલી જાય છે એટલે વિમાન ઊપડવાના અડધા કલાક અગાઉ પ્રવાસી ન આવે તો વિમાન કંપની તે બેઠક બીજાને આપી દઈ શકે છે. અમારી બેઠક બીજા કોઈને ન અપાઈ જાય તેની ચિંતા સાથે અમે નીકળ્યાં. મકાન નીચેથી અમે રેલવે-સ્ટેશન સુધીની ટેક્સી કરી. જવાદીશભાઈનું ઘર “રીજન્સી ટાવર્સ એટલે શ્રીમંતોનું નિવાસસ્થાન. ટેક્સીમાં બેસતી વખતે પણ ચોકીદારો અને પટાવાળાઓ સલામ ભરે, ત્યાંના રહેવાસીઓ સામાન્ય રીતે પોતાની ગાડીમાં ઍરપૉર્ટ જતા હોય. એને બદલે અમે ટ્રેનમાં ઍરપૉર્ટ જવા ઇચ્છીએ છીએ એની ટેક્સીવાળાને નવાઈ લાગી. એણે કહ્યું, “કેનેડી ઍરપૉર્ટ સુધી ટૅક્સી લઈ લઉં, સાહેબ ?” ના, ભાઈ ! એ તો બહુ દૂર કહેવાય, અને કેનેડી એરપોર્ટ માટેની એક્સપ્રેસ ટ્રેનના સ્ટેશને ઉતારી દે.” “પણ સાહેબ, આજ બપોરથી બધી ટ્રેનો બંધ થઈ ગઈ છે. કંઈક ગરબડ લાગે છે; બોલો શું કરવું છે ?” ટેક્સી-ડ્રાઇવરની વાત સાંભળી અમારી ચિંતા વધી. ફલાઇટ ચૂકી જઈએ તો આંતરરાષ્ટ્રીય વિમાન-ટિકિટ રદ થતી નથી. કંપની બીજી કોઈ • Page #174 -------------------------------------------------------------------------- ________________ સમયનો સવાલ ૧૫૩ ફલાઇટમાં આપણને બેસાડવા બંધાયેલી હોય છે, પરંતુ બીજી ફલાઇટ ક્યારે મળે તેનો પ્રશ્ન હતો. ઍરપૉર્ટથી ન્યૂયૉર્ક શહેરમાં પાછા આવીને રહેવું પડે તથા સામાન મુંબઈના ઍરપૉર્ટ પર ઊતરી ‘અનબ્લેઇન્ડ બેગેજ'માં ચાલ્યો જાય તે ત્યાંથી પાછો મેળવવાનો પ્રશ્ન પણ ઊભો થાય. (બીજા દેશો કરતાં ભારતમાં એ વધારે કડાકૂટવાળો પ્રશ્ન છે.) વળી મુંબઈ તરત ટૂંકકૉલ કરીને ઘરે ખબર આપી દેવી પડે, જેથી ઍરપૉર્ટ પર કોઈ તેડવા ન આવે. આ બધા પ્રશ્નો અમારાં ચિત્તને ઘેરી લેવા લાગ્યા. ડ્રાઇવરે ફરીથી પૂછ્યું, “ઍરપૉર્ટ ઉપર લઉં સાહેબ ?'' એના બોલવાના ભાવ પરથી મારા ચિત્તમાં અચાનક વિચા૨ ઝબક્યો કે ડ્રાઇવર કદાચ જાણીજોઈને જૂઠું તો નહિ બોલતો હોય, ઍરપૉર્ટ સુધીના ઘરાક મેળવવા ? આમ પણ ટ્રેઇન કરતાં ટૅક્સીમાં વધારે વાર લાગવાની હતી. મોડું થયું હતું એટલે ટૅક્સીમાં. ગયા પછી ફલાઇટ મળે કે કેમ તે પ્રશ્ન તો હતો જ. તો પછી ટૅક્સીમાં આટલા બધા ડૉલર શા માટે ખર્ચવા ? મેં કહ્યું, “અમને રેલવે-સ્ટેશન પર જ ઉતારી દો.” રેલવે-સ્ટેશન ચાલતાં જઈ શકાય એટલું પાસે જ હતું. સમય બચાવવા અમે ટૅક્સી કરી, પરંતુ ડ્રાઇવર જે રીતે ટૅક્સી હંકારતો હતો તે પરથી લાગ્યું કે તે જાણી-જોઈને એકમાર્ગીય ગલીઓમાં ટૅક્સી ઘુસાડે છે, જેથી ટૅક્સીનું ચક્કર વધે અને એનું ભાડું પણ વધે. એમ કરતાં તો રેલવે-સ્ટેશન કરતાં અમે થોડે દૂર નીકળી ગયાં. ડ્રાઇવરને મેં ફરી યાદ અપાવ્યું કે “અમારે ઍરપૉર્ટની ટ્રેન માટેના સ્ટેશને પહોંચવું છે.” પરંતુ એણે બીજા કોઈક રેલવે-સ્ટેશન પાસે અમને ઉતાર્યાં. સ્ટેશનમાં જઈને જોયું તો તે ઉપનગરની ટ્રેનો માટેનું સ્ટેશન હતું, ઍરપૉર્ટ માટેનું નહિ. તે તો બે બ્લૉક જેટલું દૂર હતું. બહારી નીકળી અમે ચાલતાં ચાલતાં દસેક મિનિટે ત્યાં પહોંચ્યાં. તપાસ કરી તો જણાયું કે ટ્રેનો બંધ થવાની વાત તદ્દન ખોટી હતી. ટ્રેન હમણાં જ ઊપડી ગઈ હતી અને બીજી ટ્રેન વીસ મિનિટ પછી મળવાની હતી. આમ પ્રત્યેક ડગલે સમય વેડફાતો જતો હતો. અમે લાચાર હતા. એક કલાકનો ટ્રેનનો રસ્તો અને ત્યાંથી ઍરપૉર્ટની બસમાં બેસી અમેરિકનના ટર્મિનલ બિલ્ડિંગ સુધી પહોંચવાની બીજી દસપંદર મિનિટ જોઈએ. હવે બીજો વધુ કંઈ સમય ન બગડે તોપણ બરાબર સાડા છ વાગે પહોંચાય અને એ તો ફલાઇટ ઊપડવાનો સમય હતો. અમને થયું કે હવે તો ફલાઇટ અચૂક ચૂકી જઈશું. આશા બિલકુલ ન હતી. પરંતુ ટ્રેનમાં બેઠાં છીએ એટલે ઍરપૉર્ટ સુધી પહોંચીને જ પાછાં ફરવાનું રહ્યું હતું. ટ્રેનમાં આખે રસ્તે અમે પ્રાર્થના અને નવકારમંત્રનો જાપ કરતાં રહ્યાં. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પાસપોર્ટની પાંખે ટ્રેન બરાબર સમયસર પહોંચી. ઍરપોર્ટની બસમાં જુદા જુદા ટર્મિનલના ઉતારુઓની અવરજવરને લીધે બસમાં ધાર્યા કરતાં લગભગ દસ મિનિટ વધારે લાગી. અમારા ટર્મિનલમાં પહોંચીને તરત પાન-અમેરિકનના કાઉન્ટર ઉપર અમે ગયાં. ત્યાં કર્મચારીએ કહ્યું, “માફ કરજો, વિમાન ઊપડવાની તૈયારીમાં છે અને કાઉન્ટર બંધ થંઈ ગયું છે.” અમે મૂંઝવણમાં તો હતો જ. આશા છોડી દીધી હતી, એટલે વધારે મૂંઝવણનું કારણ ન હતું. પરંતુ એક વિચાર સૂઝયો. મેં કસ્ટમ્સના ફરજ પરના ઑફિસરને કહ્યું, “અમારી ફલાઈટ માટેનું કાઉન્ટર બંધ થઈ ગયું છે. પરંતુ અમે અમારો સામાન શિકાગોથી આપી દીધો છે. તો અમારે માટે કોઈ શક્યતા છે ?” અમારી ટિકિટ જોઈ ઑફિસરે કહ્યું, “ઓહ, એમ વાત છે ? તો તમારે કાઉન્ટર પર જવાની કંઈ જ જરૂર નથી. તમે સીધા કસ્ટમ્સની અંદર જઈને બોર્ડિંગ ઓફિસરને મળો. જો તે કંઈ કરી શકે તો જુદી વાત છે.” અમે કસ્ટમ્સમાં દાખલ થયાં. અમારી ફલાઈટ માટેની બૉર્ડિંગ ઓફિસર યુવતીને અમે મળ્યાં, એણે કહ્યું, “બધા ઉતારુઓ બેસી ગયા છે અને તેમની ગણતરી થઈ રહી છે. તે પૂરી થતાં એક-બે મિનિટમાં જ દરવાજો બંધ થશે અને વિમાન ઊપડશે. વળી ઇકોનોમી ક્લાસની તમારી બેઠક બીજાને અપાઈ ગઈ છે. એટલે ક્ષમા કરજો, હવે કશું થઈ શકે તેમ નથી.” ' કહ્યું, “અમારો સામાન આ જ પ્લેનમાં જઈ રહ્યો છે. વળી યુનાઇટેડ ઍરલાઇન્સે કહ્યું કે અમે ક્લિપર ક્લાસ(ઇકોનોમી અને ફસ્ટ વચ્ચેના કલાસ)માં પણ બેસી શકીએ છીએ.” અમારી ટિકિટ ફરીથી ઝીણવટપૂર્વક જોઈ તથા બેઠકોના ચાર્ટમાં જોઈ ઑફિસર યુવતીએ કહ્યું, “ઓહ, યુ આર લકી. ક્લિપર ક્લાસમાં બે બેઠક ખાલી છે. દોડો મારી સાથે.” અમારા બૉર્ડિંગ કાર્ડ સાથે ઑફિસર યુવતી અમને વિમાનમાં લઈ ગઈ. ઉતારુઓની ગણતરી કરનારને કહ્યું, ટૂ મોર પેસેન્જર્સ ફૉર બૉમ્બે.” અમે અમારી બેઠકમાં બેઠાં. નિરાંતનો લાંબો શ્વાસ લીધો. વિમાનનો દરવાજો બંધ થયો. અમારું વિમાન લંડન અને ફ્રેન્કફર્ટ થઈને મુંબઈ આવવા માટે ઊપડ્યું. અમારી ખરી કસોટી થઈ, પરંતુ વિમાન ચૂક્યાં નહિ એટલે એના અત્યાનંદમાં બધું વીસરી ઝટ ઝટ મુંબઈ ઘરે પહોંચવાનાં સ્વપ્નમાં ગરકાવ થઈ ગયાં. | વિદેશપ્રવાસમાં સમયાન્તરની જરાક સરતચૂકને કારણે કેવી અચાનક મૂંઝવણભરી પરિસ્થિતિ ઊભી થાય છે ! Page #176 -------------------------------------------------------------------------- ________________ 3 રિઓમાં રાત્રે બ્રાઝિલનું પાટનગર હવે બ્રાઝિલિયા છે. એનું જૂનું પાટનગર તે રિઓ-ડિ-જાનીરો (અથવા રિયો-દ-જાનેરો). બ્રાઝિલનું તે હવે રાજદ્વારી પાટનગર નથી, પરંતુ સાંસ્કૃતિક પાટનગર જરૂર છે. બ્રાઝિલનું તે મોટામાં મોટું નગર છે. લેટિન અમેરિકાનો ખંડ સૈકાઓ પહેલાં પોર્ટુગીઝ અને સ્પેનિશ લોકોએ શોધ્યો અને ત્યાં વસવાટ કર્યો એટલે આખા લેટિન અમેરિકાની ભાષા સ્પેનિશ અને પોર્ટુગીઝ રહી છે. પોર્ટુગીઝ નાવિકો પોર્ટુગલથી નીકળી દક્ષિણ અમેરિકાના બ્રાઝિલના આ કિનારે પહોંચ્યા ત્યારે જાન્યુઆરી મહિનો ચાલતો હતો. આ સુંદર સ્થળ પાસે નદી અને સમુદ્રનો સંગમ થાય છે. જાન્યુઆરી મહિનામાં તેમણે અહીં નદી જોઈ, એટલે એ નદીનું નામ તેમણે ‘ રિઓ-ડિ-જાનીરો' એટલે કે “જાન્યુઆરી મહિનાની નદી' એવું આપ્યું. “રિયો એટલે નદી. “ડિ જાનીરો' એટલે ‘જાન્યુઆરીની' મૂળ નદીને માટે અપાયેલું “રિઓ-ડિ-જાનીરો' એવું આ નામ પછી તો ત્યાં વસેલા શહેર માટે પ્રચલિત બની ગયું. રિઓ-ડિ-જાનીરો શહેર તેના જુદા જુદા સ્વચ્છ વિશાળ અને લાંબા સમુદ્રતટને લીધે, આસપાસ આવેલી નાની-મોટી ટેકરીઓને લીધે તથા સમુદ્રમાં પાસે આવેલા નાના નાના બેટોને લીધે દુનિયાનાં કેટલાંક અત્યંત રળિયામણાં શહેરોમાંનું એક શહેર ગણાય છે. રિઓમાં પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદનું અધિવેશન ૧૯૭૯ના જુલાઈમાં યોજાયું હતું. એમાં ભારતીય પ્રતિનિધિ તરીકે ભાગ લેવા હું અને મારાં પત્ની ગયાં હતાં. અમારો ઉતારો સમુદ્રકિનારે ફલામેંગો વિસ્તારમાં આવેલી સુપ્રસિદ્ધ હોટેલ “ગ્લોરિયામાં હતો. હોટેલની સામે જ વિશાળ રમણીય સમુદ્રતટ છે. હોટેલમાંથી રસ્તો ઓળંગીને સામે સમુદ્રતટમાં ફરવા જઈ શકાય. સમુદ્રના કિનારે કિનારે પૂરાણ (Reclaim) કરીને વાહનવ્યવહાર માટે આ નવો સળંગ લાંબો રસ્તો બનાવવામાં આવ્યો છે. પરિષદને આગલે દિવસે અમે રિઓ પહોંચી ગયાં હતાં. ઘણાખરા Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧પ૬ પાસપોર્ટની પાંખે પ્રતિનિધિઓ બીજે દિવસે આવવાના હતા. એટલે એ આગલે દિવસે સ્વેચ્છાએ ફરવાનો કાર્યક્રમ હતો. અમને જાણવા મળ્યું કે હોટેલ પરથી શહેરમાં ઝવેરાતના એક સુવિખ્યાત શો-રૂમમાં જેને જવું હોય તેને માટે ટેક્સીની મફત સગવડ રાખવામાં આવી છે. ખરીદી કરવાનું કોઈ બંધન નહોતું. અમે ટેક્સીમાં ત્યાં પહોંચી ગયાં. એ બહાને શહેરમાં ફરવા મળશે એવો આશય પણ હતો. ઝવેરાતની દુકાને ખરીદી કરવાની નહોતી અમારી કોઈ ઇચ્છા કે નહોતી શક્તિ. ફુગાવાને કારણે ભારત કરતાં વસ્તુઓના ભાવ અહીં બ્રાઝિલમાં ચાર ગણા વધારે હતા. પાંચ માળવાળા શો-રૂમમાં થોડી વાર ફરીને અમે નીચે ઊતરી ગયાં. અમારી મુશ્કેલી હવે શરૂ થઈ, કારણ કે અહીં રસ્તામાં કોઈને અંગ્રેજી આવડે નહિ અને અમને પોર્ટુગીઝ આવડે નહિ. પાછાં ફરવા માટે કઈ બસ પકડવી તે પ્રશ્ન થઈ પડ્યો. તા૧ કરવા માટે દરેકને સૌથી પહેલો સવાલ કરીએ : ડુ યુ સ્પીક ઇંગ્લિશ ?” અને જવાબમાં બધાની “ના” જ આવતી. ફરતાં ફરતાં કૉફીની એક દુકાને અમે પહોચ્યાં. રસ્તા પર લોકો ઘડીક ઊભાં ઊભાં કાચની નાની પ્યાલીમાં દૂધ વગરની કડવી કાળી કૉફીમાં પાંચસાત ચમચી ખાંડ નાંખીને પી જતા. બ્રાઝિલના લોકો દારૂ કરતાં કાળી કૉફીના વધુ શોખીન છે. અમારે કૉફીમાં દૂધ જોઈતું હતું, પણ દુકાનદાર સમજે તો ને ? કારણ કે અમને દૂધ માટેનો પોર્ટુગીઝ શબ્દ આવડતો નહોતો. આસપાસના બીજા કોઈ માણસો પણ અમારી વાત સમજતા નહોતા. એવામાં એક યુવતી અમારી પાસે આવી. તે ભારતીય હતી. તેની સાથે ઇંગ્લિશમાં વાત કરતાં જાણવા મળ્યું કે તે ગોવાની વતની હતી, અને રિઓની એક બૅન્કમાં નોકરી કરવા માટે ભારતથી આવી હતી. બ્રાઝિલની જેમ ગોવામાં પોર્ટુગીઝોનું રાજ્ય હતું, એટલે કેટલાક ગોવાવાસીઓ બ્રાઝિલમાં જઈને વસ્યા છે. આ ગોવાની યુવતીને ઇંગ્લિશ અને પોર્ટુગીઝ બંને ભાષા સારી આવડતી. ઑફિસેથી છૂટીને તે ઘેર જતી હતી, પરંતુ ઘણા વખતે અમને ભારતીય લોકોને જોઈને તેને આંનદ થયો. દૂધ માટે પોર્ટુગીઝ શબ્દ “લેઇટે અને ગરમ માટે કેલિએન્ટ – એ એણે અમને શિખવાડ્યા. અમારી સાથે કૉફી અને નાસ્તો એણે લીધાં. લગભગ બે કલાક તે અમારી સાથે ફરી અને અમારા દુભાષિયા તરીકે તેણે કામ કર્યું. કેવી રીતે બસમાં બેસી ગ્લેરિયા હોટેલ ઉપર પહોંચી શકાય તે એણે અમને સમજાવ્યું. રિઓ શહેરનાં એણે બહુ વખાણ કર્યા. લોકો બહુ પ્રેમાળ અને મળતાવડા છે, પરંતુ કેટલાક વખતથી રિઓમાં જે ગુંડાગીરી Page #178 -------------------------------------------------------------------------- ________________ રિઓમાં રાત્રે ૧૫૭ વધતી જાય છે તેની વાત પણ કરી. બસમાં બેસતાં પાકીટ ચોરાઈ જવાના કે સ્ત્રીઓની ગળાની ચેન ખેંચાઈ જવાના અને કેટલીક વખત તો સ્ત્રી કે પુરુષના હાથમાંથી પાકીટ ઝૂંટવીને ભાગી જવાના બનાવો ઘણા વધતા જાય છે તે તરફ અમારું ધ્યાન ખેંચ્યું. ગોરાઓ અને વિશેષ તો કાળા નીગ્રોની આ પ્રવૃત્તિ કેવી વધતી જાય છે તેના કેટલાક પ્રસંગો કહ્યા. એકાંત રસ્તામાં એકલા ન નીકળવા માટે એણે અમને સલાહ આપી. અમે તેનો આભાર માન્યો. એ માટે એણે શીખવેલો પોર્ટુગીઝ શબ્દ કહ્યો : ‘ઑબ્રિગાર્દો’ (આભાર). વિદાય લઈને તે અમારાંથી છૂટી પડી. હોટેલમાં રૂમમાં અમે પહોંચ્યાં ત્યારે ત્યાં અમારા માટે એક નિમંત્રણકાર્ડ પડ્યું હતું. રિઓના મ્યુનિસિપલ કોર્પોરેશને પચાસ વર્ષ પૂર્વે બાંધેલા થિયેટરની સુવર્ણજયંતીનો કાર્યક્રમ હતો. બ્રાઝિલનાં સુપ્રસિદ્ધ નટ-નટીઓ તેમાં ઉપસ્થિત રહેવાનાં હતાં. સાથે સંગીતનો પણ તેમાં કાર્યક્રમ હતો. તપાસ કરતાં જાણવા મળ્યું કે સ્થાનિક લોકો માટે લગભગ ૪૦૦ રૂપિયા જેટલી ટિકિટ આ કાર્યક્રમની હતી. આવા કાર્યક્રમનું નિમંત્રણ મળે તો એવી તક ગુમાવવાનું કોઈને ન ગમે એ સ્વાભાવિક છે. થિયેટરમાં જવા-આવવાની વ્યવસ્થા દરેકે પોતાની મેળે કરવાની હતી. હોટેલથી ચાલતાં પંદરેક મિનિટના રસ્તે થિયેટર હતું. હોટેલના રિસેપ્શનિસ્ટે નકશામાં અમને બતાવ્યું તે પ્રમાણે સમુદ્રના કિનારે કિનારે રસ્તો ચાલ્યો જતો અને ત્યાંથી બે વળાંક લેતાં થિયેટર આવતું હતું. સમય થઈ ગયો હતો એટલે જમીને ટૅક્સી કરીને તરત એ થિયેટર પર પહોંચ્યાં. બ્રાઝિલના રાષ્ટ્રપતિ પોતે આ કાર્યક્રમમાં પ્રમુખ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બીજા કેટલાક પ્રધાનો પણ આવ્યા હતા. વાઘસંગીતના કાર્યક્રમમાં બ્રાઝિલના સુપ્રસિદ્ધ વાદકો ઑર્કેસ્ટ્રામાં વાંજિત્રો વગાડનાર હતા. એક પછી એક શ્રવણમધુર વાનગીઓ રજૂ થઈ. નટનટીઓને ઇનામો અપાયાં. પ્રત્યેક નટ કે નટી વિવિધ આકર્ષક વેશભૂષામાં સુસજ્જ થયાં હતાં. તાળીઓના ગડગડાટથી આખો વખત થિયેટર ગુંજતું રહ્યું. કાર્યક્રમ પૂરો થયો. રાતના સાડાબાર વાગ્યા હતા. એકસાથે ઘણાબધા માણસો છૂટે એટલે ટૅક્સીની અછત વરતાય. વળી અમારે માટે ભાષાનો પ્રશ્ન પણ હતો. નજીકના અંતર માટે ટૅક્સીવાળા આવવા રાજી નહિ. અમે વિચાર કર્યો કે હોટેલ સુધી ચાલી નાખીએ. સામે જ ગ્લોરિયા હોટેલનું નિયોન લાઇટવાળું બોર્ડ વંચાતું હતું. આસપાસ વસતિ પણ ઘણી દેખાતી હતી એટલે કશો વાંધો ન હતો. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પાસપોર્ટની પાંખે અમે થોડુંક ચાલ્યાં, પરંતુ હોટેલ તો જાણે એટલી ને એટલી જ દૂર દેખાતી હતી. થિયેટરમાંથી માણસો છૂટ્યાં હતાં. એટલે થોડી વાર વસતિ ઘણી લાગી, પરંતુ પાંચેક મિનિટમાં તો બધી વસતિ જાણે અદશ્ય થવા લાગી. જેમ જેમ અમે આગળ ચાલ્યાં તેમ તેમ રસ્તા પરની માણસોની અવરજવર બંધ થતી ગઈ. હું અને મારાં પત્ની – અમે બે જ હવે રસ્તા પર ચાલવાવાળાં હતાં. મધરાતનો સમય હતો. સાંજે પેલી ગોવાની યુવતીએ જોખમની વાત કરી હતી એટલે મનમાં ફાળ પડવા લાગી. હું પોતે સ્વસ્થ હતો. મારાં પત્નીને ડર લાગે એ સ્વાભાવિક હતું, કારણ કે અજાણી જગ્યા હતી, રિઓમાં આ પહેલી રાત હતી, ભાષાથી અજાણ હતાં, મધરાતનો વખત હતો અને વાતાવરણ ડરાવે તેવું હતું. મારાં પત્નીએ ગળાનો ચેન ન દેખાય એ રીતે સાડી માથે ઓઢી લીધી. મેં મારી કાંડા-ઘડિયાળ કોટની બાંય નીચે સરકાવી દીધી. અમે ફૂટપાથ પર ચાલતાં હતાં. આ નવા બનાવેલા રસ્તા પર કોઈ ઘરો ન હતાં. બંને બાજુ કોઈ કોઈ મોટર ઝડપથી પસાર થઈ જતી હતી. આખે રસ્તે અમારા સિવાય કોઈ ચાલતું દેખાતું ન હતું. અમે ઝડપથી ચાલતાં હતાં. ગ્લોરિયા હોટેલ તો નજર સામે દેખાતી હતી, પરંતુ વારંવાર આવતા વળાંકોને લીધે એ અંતર જાણે ખૂટતું ન હોય તેમ લાગતું હતું. અડધું અંતર એમ કાપ્યું હશે ત્યાં રસ્તામાં એક સ્થળે બે ઊંચા બિહામણા નીગ્રો ઊભેલા હતા. અમારી સામે ધારીધારીને તેઓ જોતા હતા, પરંતુ કદાચ અમે વિદેશી છીએ એમ પહેરવેશ પરથી સમજીને કુતૂહલથી પણ જોતા હોય; શી ખબર પડે ? આવો પ્રસંગે આપણા ચહેરા ઉપરથી સ્વસ્થતા ગુમાવવાથી ઊલટાનો બીજાને વહેમ પડે. અમે જાણીજોઈને મોટેથી વાતો કરતાં ચાલતાં રહ્યાં અને તેમની આગળથી પસાર થઈ ગયાં. થોડી વારે અમે હોટેલ પર પહોંચી ગયાં. હોટેલનાં પગથિયાં ચડતાં અમે રાહતનો દમ ખેંચ્યો. પરંતુ આખે રસ્તે જે ભય અને ચિંતાનું વાતાવરણ અનુભવ્યું હતું તેના વિચારો મનમાંથી ખસતા ન હતા. થોડી વાર વધારે ઊભાં રહીને કે કોઈકની મદદ માગીને પણ થિયેટર પાસેથી ટેક્સી કરી હોત તો સારું હતું, એમ હવે લાગ્યું. બીજે દિવસે સવારે પેન કોંગ્રેસની અમારી પહેલી બેઠક ચાલુ થઈ. સ્થાનિક મંત્રીએ કેટલીક વ્યવહાર સૂચનાઓ આપી; પછી બધા પ્રતિનિધિઓને ખાસ ભલામણ કરતાં કહ્યું : “હોટેલની સામે રળિયામણો સમુદ્રતટ છે. ત્યાં તમને બધાને અવશ્ય ફરવાનું મન થાય એવું છે, પરંતુ ત્યાં કોઈએ એકલાં Page #180 -------------------------------------------------------------------------- ________________ રિઓમાં રાત્રે ૧૫૯ ફરવા જવું નહિ. આજે સવારે સાત વાગે એક ફ્રેન્ચ પ્રતિનિધિ યુવતી ત્યાં એકલી ફરવા ગઈ ત્યારે તેનું પાકીટ કોઈ ઝૂંટવી ગયું છે. આવો બનાવ ફરીથી ન બને તે માટે તમને સલાહભરી ચેતવણી છે.” એટલામાં એક પ્રતિનિધિ ઊભા થયા. તેઓ મંત્રી પાસે ગયા અને એમની સાથે કંઈક વાત કરી. એ સાંભળીને તરત મંત્રી બોલ્યા, “માફ કરજો, લૂંટનો બીજો એક બનાવ પણ બન્યો છે. ગઈ કાલે રાત્રે મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યક્રમમાંથી છૂટીને આ ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિ ટેક્સી ન મળી એટલે રાતના એકલા ચાલતા પાછા આવતા હતા ત્યારે રસ્તામાં બે નીગ્રોએ એમનું પાકીટ અને ઘડિયાળ લૂંટી લીધાં છે. એમના ત્રણસો ડૉલર ગયા છે. અમે પોલીસમાં ફરિયાદ કરીશું, પણ એનાથી બહુ વળશે નહિ. તમને બધાને ખાસ ભલામણ છે કે તમારા પાસપોર્ટ, વિમાનની ટિકિટ, ટ્રાવેલર્સ ચેક વગેરે બધું બરાબર સંભાળીને રાખશો. એ સાચવવા માટે પેન કોંગ્રેસની ઑફિસમાં અથવા હોટેલના રિસેપ્શનિસ્ટ પાસે પણ વ્યવસ્થા છે.” મિટિંગ પૂરી થતાં એ ઑસ્ટ્રેલિયન પ્રતિનિધિને અમે મળ્યાં. અમે અમારા અનુભવની એમને વાત કરી. એમણે કરેલા વર્ણન પરથી નિશ્ચિત થયું કે એ જ બે નીગ્રો હતા, જે અમને ધારીધારીને જોતા હતા. અમે સદ્ભાગ્યે બચી ગયાની લાગણી અનુભવી. લૂંટાયા હોત તો અમારી શી દશા થાત તેનો વિચાર અમારાં ચિત્તને ઘડીક કંપાવી ગયો. Page #181 -------------------------------------------------------------------------- ________________ સાવો પાક . નાઇરોબીથી મોમ્બાસા જતાં રસ્તામાં બંને બાજુ સાવો પાર્કનું પાટિયું વંચાય છે. પહેલી વાર આફ્રિકા જનારને રસ્તાની બંને બાજુ ઉજ્જડ વેરાનમાં આવું પાટિયું વાંચીને નવાઈ લાગે. આ તે કેવી જાતનો પાર્ક કે દૂર દૂર સુધી નહિ કોઈ વનસ્પતિ કે નહિ ખાસ કોઈની અવરજવર. એક નાનું સરખું બેઠા ઘાટનું મકાન સાવો પાર્કની નિશાની પાસે દેખાય, એટલું જ. મોમ્બાસાથી બસમાં અમે લગભગ ચાલીસેક સ્ત્રી-પુરુષો સાવો પાર્ક જોવા માટે ગયાં ત્યારે એ પાર્કનો વધારે વાસ્તવિક ખ્યાલ આવ્યો. આ પાર્ક તે હાથી, જિરાફ, હરણ, ગેંડો, વાઘ, સિંહ, ચિત્તો વગેરે જંગલી પ્રાણીઓને કુદરતી વાતાવરણમાં છૂટાં ફરતાં જોવા માટેની એક વિશાળ જગ્યા છે. અંદર દૂર દૂર એટલે સુધી જવાનું છે કે બસમાં કે મોટરમાં જ જવું પડે. વાહનને દાખલ થવા માટેનો રસ્તો જ માત્ર દરવાજા વડે આંતરેલો છે. બાજુમાં ટિકિટઓફિસ છે. ઘણુંખરું સવારે વાહનો અંદર દાખલ થઈ જાય તેટલા પૂરતું જ એ ઓફિસનું કામ. વાહનોનો રસ્તો રોકી લીધા પછી આસપાસ માઈલો સુધી કોઈ વાડ કરવાની જરૂર પણ નહિ, કારણ કે પગે ચાલીને તો કોણ અંદર જવાનું હતું ? બલ્ક, એમ જવામાં તો જાનનું જોખમ હોય છે. તે અમારા આફ્રિકી ડ્રાઇવરે કહ્યું હતું કે પ્રાણીઓને સારી રીતે જોવાં હોય તો વહેલી સવારમાં પહોંચી જવું જોઈએ, જેથી આખી રાતનાં. ભૂખ્યાં પ્રાણી સવાર પડતાં જ પોતાના ખોરાક માટે આમતેમ ભમતાં હોય ત્યારે તેમને સારી રીતે જોઈ શકાય. ખોરાક મળી ગયા પછી તેઓ એકાદ સ્થળે લપાઈને બેસી જાય છે. પછી છેક સાંજે ફરી પાછી પ્રાણીઓની અવરજવર દેખાય છે. પરંતુ મોમ્બાસાથી નીકળતાં અમને મોડું થઈ ગયું. લગભગ સવારના સાડા-આઠ પછી તો અમે ટિકિટ લઈને સાવો પાર્કમાં દાખલ થયાં. અમારી બસ પાર્કમાં આગળ ચાલી. પ્રાણીઓને જોવા માટે બધાં બહુ જ ઉત્સુક હતાં, પરંતુ ચારેક માઈલ બસ ચાલી ત્યાં સુધી એક પણ પ્રાણી દેખાયું નહિ. બસની બારીઓમાંથી બધાં આંખો ફાડીફાડીને કે તાણીતાણીને જોતાં હતાં. પણ દૂર દૂર સુધી નિર્જન વેરાનમાં એક પણ પ્રાણી દેખાતું નહોતું. જેની પાસે Page #182 -------------------------------------------------------------------------- ________________ સાવો પાર્ક ૧૬૧ બાયનોક્યુલર હતાં તે તેની મદદ વડે રસ્તા પર નજર રાખતાં હતાં. એવામાં કોઈક બોલ્યું, “પેલું હરણ જેવું કંઈક જાય છે.” તરત બસ ઊભી રખાઈ. હરણને જોવા માટે કેટલાંક નીચે ઊતર્યા. ચારે બાજુ ધારીધારીને જોયું, પરંતુ ક્યાંય હરણ દેખાયું નહિ. સહુ નિરાશ થઈ પાછાં બસમાં બેસી ગયાં. બેએક માઈલ બસ વધુ આગળ ચાલી. એવામાં કોઈકે કહ્યું, “જુઓ, પેલું જિરાફ દોડતું જાય છે.” ડ્રાઇવરે બસ ઊભી રાખી, પરંતુ બીજા કોઈને એ જિરાફ દેખાયું નહિ. જિરાફ ઘણે દૂર હશે અને બસની ગતિ વધારે હશે તેને કારણે અમારી નજરમાંથી એ કદાચ છટકી ગયું લાગે છે. જોનારાએ કહ્યું, જે રસ્તે આપણે આવ્યાં તે દિશામાં જિરાફ દોડતું હતું. બહુ બહુ તો અડધો માઈલ દોડી ગયું હશે. આપણે બસ પાછી ફેરવીએ તો ચોક્કસ જોવા મળે.” એ માટે પ્રવાસીઓમાં બે મત પડી ગયા. એક કહે : “આગળ બીજાં ઘણાં પ્રાણીઓ જોવા મળશે. પાછાં જવું નથી.” બીજો પક્ષ કહે : “હમણાં જ ગયું છે માટે જિરાફ તરત જોવા મળશે. વળી આપણે મોડાં નીકળ્યાં છીએ, એટલે અત્યારે તરત બીજાં પ્રાણીઓ કદાચ જોવા નહિ મળે.” બંને પક્ષ વચ્ચે ઘણી રકઝક ચાલી. બહુમતી પક્ષ બસ પાછી ફેરવવા માટેનો હતો. એટલે અમારી બસ પાછી ફરી. એકને બદલે ત્રણેક માઈલ સુધી અમે પાછાં ગયાં. બધાં બહુ ચીવટપૂર્વક ધ્યાન રાખતાં હતાં છતાં જિરાફ ક્યાંય દેખાયું નહિ. નિરાશ થઈને છેવટે અમારે પાછાં ફરવું પડ્યું. અમારી બસ આગળ ચાલવા લાગી. થોડાક માઈલ અમે એ રીતે આગળ ગયાં હોઈશું ત્યાં અચાનક કોઈનું ધ્યાન પડ્યું. એક જિરાફ એક વૃક્ષ નીચે એવું સ્થિર ઊભું હતું કે તરત કોઈની નજરે ન ચડે. જિરાફ જોતાંની સાથે આનંદની કિકિયારીઓથી બસ ગાજી ઊઠી. સવારથી લીધેલો શ્રમ જાણે લેખે લાગ્યો. ઘણાં બસમાંથી નીચે ઊતરી ગયાં. કેટલાકે ફોટા લીધા. જિરાફની ડોક અસાધારણ રીતે લાંબી હોય છે. એના શરીરના પ્રમાણમાં એનું માથું નાનું હોય છે. બધાની સામે એ તુચ્છકારથી જાણે નીચી નજરે જોતું હોય તેવું લાગતું હતું. બધાંના ચહેરા ઉપર આનંદ અને મુગ્ધતાનો ભાવ હતા. ત્યાંથી કોઈને જલદી ખસવાનું મન થતું ન હતું. - ડ્રાઇવરે હૉર્ન મારી બધાંને બસમાં બેસાડ્યાં. બસ આગળ ચાલી. આખે રસ્તે ભૂખ લાગી હતી એટલે એક નાનકડા તળાવને કિનારે બાંધવામાં આવેલા “અરુબા લોજ' નામના વિશ્રામગૃહમાં અમે પહોંચ્યાં. બધાંને માટે ચા-નાસ્તાની વ્યવસ્થા આયોજકોએ સરસ રીતે કરી હતી. ચા-પાણી અને આરામ કરી અને ફરી પાછાં બસમાં બેઠાં. અમે ક્રોકોડાઇલ પૉઇન્ટ પહોંચ્યાં પા-૧૧ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ પાસપોર્ટની પાંખે અને ત્યાં નાનકડી નદીમાં કેટલાક મગરો જોયા. ત્યાર પછી અમારી બસ મોમ્બાસા-નાઇરોબીનો હાઈવે ઓળંગીને ત્સાવો પાર્કની બીજી બાજુ દાખલ થઈ. દાખલ થતાં જ એક સ્થળે એક હાથીને અમે ઊભેલો જોયો. માખીઓ ઉડાડવા તે પૂંછડી હલાવતો હતો અને ઝાડની ડાળીઓ સૂંઢ વડે તોડીતોડીને ખાતો હતો. આફ્રિકાના આ હાથીનો રંગ ભારત, મલાયા, બર્મા કે થાઈલેન્ડના હાથીઓ કરતાં સહેજ જુદો, ઘેરા ભગવા રંગ જેવો; ત્યાંની માટીનો રંગ હતો તેવો. એને લીધે ધ્યાનથી ન જોયું હોય તો હાથી તરત નરે ન ચડે, પશુપક્ષીઓને પોતાની જાત સંતાડવા માટે (કમોફલેજ કરવા માટે) કુદરતે કેવા કેવા રંગ અને આકૃતિ આપ્યાં છે તે ઘણાં પશુપક્ષીઓ અને જીવજંતુની બાબતમાં જોઈ શકાશે. આગળ રસ્તામાં બીજાં કેટલાંક જિરાફ તથા હરણ પણ જોવા મળ્યાં. ત્યાર પછી અમે મઝિમ અિગ નામના એક નાનકડા ઝરણા પાસે પહોચ્યાં. ત્યાં અમારા માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજન પછી અમારી બસ ચાલી. અમે પાર્કમાં પ્રાણીદર્શન માટે ખાસ બનાવવામાં આવેલી એક હોટેલમાં ગયાં. હોટેલની પાછળની બાજુ મોટી બાલ્કની હતી. તેની નીચે ચોગાનમાં એક તળાવ બનાવ્યું હતું. સવારસાંજ જાતજાતનાં પશુપક્ષીઓ પાણી પીવા ત્યાં આવે છે. કેટલાંક પશુપક્ષીઓ આ પાણી પીવાનાં વ્યસની બની જાય છે, કારણ કે હોટેલવાળા એ પાણીમાં રોજ સાકર ભેળવે છે. એથી હોટેલના ગ્રાહકોને રોજ પશુપક્ષીઓ જોવા મળે. સાવ નજીકથી આ પશુપક્ષીઓને જોઈ શકાય છે અને તેમના ફોટા પણ લઈ શકાય છે. બાલ્કનીમાં લોકોનો વધારે પડતો ઘોંઘાટ થાય તો પશુઓ નાસી જાય અને પક્ષીઓ ઊડી જાય. પરંતુ હોટેલવાળાએ તે માટે તરત નજરે પડે એવા એક પાટિયા ઉપર મોટા અક્ષરે સરસ સૂચના ઇંગ્લિશમાં લખી હતી : “પશુપક્ષીઓને આગ્રહભરી વિનંતી છે કે અમારા માનવંતા ગ્રાહકોની શાંતિમાં તેઓ ખલેલ ન પહોંચાડે, કારણ કે ઘોંઘાટ થશે તો તરત જ તેઓ આ સ્થાન છોડીને ચાલ્યાં જશે.” સૂચના વાંચતાં જ સૌ કોઈ હસી પડ્યાં. સૂચના પશુપક્ષીઓ માટે નથી પણ હોટેલના ગ્રાહકો માટે જ છે એ તરત સમજાઈ જાય એવું હતું. એટલે પશુપક્ષીઓને જોવા માટે ત્યાં આવનાર સૌ ચીવટપૂર્વક શાંતિ રાખતાં. અમે ત્યાં પહોંચ્યાં ત્યારે બપોરનાં ત્રણ વાગ્યા હતા, એટલે કેટલાંક હરણ, એક ગેંડો, એક જંગલી ભેંસ વગેરે થોડાંક પશુઓ અમને જોવા Page #184 -------------------------------------------------------------------------- ________________ સાવો પાર્ક ૧૬૩ મળ્યાં. વધારે પશુપક્ષીઓ અને ખાસ કરીને સિહ વગેરે જોવાં હોય તો હોટેલમાં બે-ત્રણ રાત રોકાવું જોઈએ અને તે જોવા માટે પરોઢિયે બાલ્કનીમાં ચૂપચાપ બેસી જવું જોઈએ. હોટેલમાંથી નીકળી અમે બધાં બસમાં બેઠાં. અમારી બસ હવે પાછી ફરી રહી હતી. રસ્તામાં અચાનક એક સ્થળે ડ્રાઇવરે બસ ઊભી રાખી. કોઈકે પૂછ્યું : “બસ કેમ ઊભી રહી ?” પ્રાઇવરે કહ્યું : “ઝેબ્રા ક્રોસિંગ.” શહેરોમાં લોકોને રસ્તો ઓળંગવા માટે સફેદ અને કાળા પટા દોરવામાં આવતા હોય છે. તેને “ઝેબ્રા ક્રૉસિંગ' કહેવામાં આવે છે. ત્યાં માણસોને રસ્તો ઓળંગવાનો પહેલો હક્ક હોય છે. યુરોપ-અમેરિકામાં જ્યાં સુધી “ઝેબ્રા ક્રૉસિંગમાં એક પણ માણસ ચાલતો હોય ત્યાં સુધી વાહન થોભાવવું પડે છે. અમને થયું કે આ જંગલમાં પગે ચાલનાર માણસો ક્યાંથી હોય ? ડ્રાઇવર મજાક તો કરતો નથી ને ? એ જોવા માટે અમે બહાર નજર કરી, તો ખરેખર “ઝેબ્રા ક્રોસિંગ' જ હતું. રસ્તા પર ચટાપટા નહોતા, પણ ચટાપટાવાળા ઝેબ્રા પ્રાણીઓ પોતે હારબંધ રસ્તો ઓળંગી રહ્યાં હતાં. એકસાથે પચાસેક ઝેબ્રાનું ટોળું એકની પાછળ એક એમ મંદ ગતિએ જઈ રહ્યું હતું. એકસામટાં આટલાં બધાં ઝેબ્રા જોઈને બધાંને ખૂબ મજા પડી. . અમારી બસ આગળ ચાલી. રસ્તામાં એક સ્થળે સાતેક જેટલાં જિરાફ ટોળે વળીને ઊભાં હતાં. કેટલાંક તે જોયાં, કેટલાકે તે જોવાની દરકાર કરી નહિ. આગળ જતાં અમે એક સ્થળે કેટલાક હાથીઓનું ટોળું જોયું. તેમાં હાથીનું રમતિયાળ નાનું બચ્ચું - મદનિયું પણ હતું. પરંતુ તે જોવાનો હવે બહુ ઓછાંને રસ હતો. જંગલી પ્રાણીઓ જોઈને કેટલાંક હવે ધરાઈ ગયાં હતાં. - સાવો પાર્કમાંથી અમે બહાર નીકળ્યા ત્યારે સાંજ પડી જવા આવી હતી. અમે મોમ્બાસા પાછા ફરવા માટે હાઈવે પર આવી પહોંચ્યાં. તે સમયે પચીસેક હાથીઓનું એક મોટું ટોળું મોમ્બાસા-નાઇરોબીનો હાઈવે ઓળંગીને પાર્કની બીજી બાજુ જઈ રહ્યું હતું. કદાચ પોતાના રાત્રીના વિરામસ્થાને પાછું ફરી રહ્યું હશે ! પરંતુ મોટા ભાગનાં પ્રવાસીઓ માંહોમાંહે પોતાની વાતો કરતાં રહ્યાં. ઘણાંએ તો બહાર નજર સુધ્ધાં કરી નહિ. એમાંનાં ઘણાં તો એ જ હતાં કે જેમણે સવારે ઝઘડો કરીને પ્રાણીને જોવા માટે બસ પાછી ફેરવાવી હતી. આવા મોટા પાર્કમાં પ્રાણીદર્શનનું ફુક્ય પ્રવાસીઓને જેટલું સવારના આરંભમાં હોય છે તેટલું સાંજે પાછાં ફરતી વખતે હોતું નથી. Page #185 -------------------------------------------------------------------------- ________________ કોરિયન લેખકો રિઓ-ડિ-જાનેરોમાં પી.ઈ.એન. ઈન્ટરનેશનલ કોંગ્રેસના પ્રતિનિધિઓ માટે બ્રાઝિલની પી.ઈ.એન.ની ઑફિસ તરફથી નગરદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. એમાં તેઓ અમને બૉટેનિકલ ગાર્ડન, શુગર લોફ માઉન્ટેન વગેરે સ્થળો બતાવવાનાં હતાં. હું અને મારાં પત્ની તેમાં જોડાયાં હતાં. સવારે બરાબર સાડા-આઠ વાગે હોટેલ ગ્લોરિયા પાસેથી અમારી બસ ઊપડી. અમારી બસમાં અંગ્રેજી ભાષા બોલનારા પ્રતિનિધિઓને લેવામાં આવ્યા હતા. એમાં ઇંગ્લેન્ડ, અમેરિકા, જાપાન, કોરિયા, તાઇવાન, હોંગકોંગ, ફિલિપાઈન્સ વગેરે દેશના પ્રતિનિધિઓ હતા. ફ્રેન્ચ, જર્મન અને સ્પેનિશ ભાષા બોલનાર પ્રતિનિધિઓ માટે બીજી બસની વ્યવસ્થા હતી. અમારું સ્વાગત કરતાં અમારા ગાઇડે કહ્યું, “સમયનું ચુસ્ત પાલન કરવાની તમને બધાને મારી આગ્રહભરી વિનંતી છે કે જેથી નગરદર્શનનો આપણો કાર્યક્રમ બરાબર સમયસર થઈ શકે. દરેક સ્થળેથી બસ નિશ્ચિત સમયે ઊપડી જશે. તમારે મોડું થાય તો તે પછીના સ્થળે ટેક્સી કરીને આવી પહોંચવું. કોઈ પણ સ્થળે તમને આપેલા સમય કરતાં બસ વધુ સમય થોભશે નહિ.” યુરોપ અને અમેરિકાના લોકો જોવાનું થોડું જતું કરીને પણ સમયની બાબતમાં બહુ નિયમિત રહેતા હોય છે. આવા સામૂહિક કાર્યક્રમમાં દરેક વખતે જો કોઈક ને કોઈક મોડું કર્યા કરે તો કાર્યક્રમ નિયત ક્રમ પ્રમાણે પાર પાડી શકાય નહિ. અમારી બસ ઊપડી. બસમાં બધાં લેખક-લેખિકાઓ પરસ્પર વાતચીત કરી રહ્યાં હતાં, પરંતુ અમારી ડાબી બાજુની સીટ ઉપર બેઠેલા બે યુવાન કોરિયન લેખકો બસ ચાલતાં જ ઝોકાં ખાવા લાગ્યા. કેટલાક લોકોને ચાલુ ટ્રેનમાં કે બસમાં ઝોકાં આવતાં હોય છે તે આપણે જાણીએ છીએ. પરંતુ થોડી વાર પછી જે રીતે એ બંને લેખકો ઘસઘસાટ ઊંઘી ગયા એ પરથી અમને લાગ્યું કે કદાચ તેમને આગલી રાતનો ઉજાગરો હશે. તેઓ એકબીજાના ખભા ઉપર માથું નાખીને નસકોરાં બોલાવવા લાગ્યા, તેથી Page #186 -------------------------------------------------------------------------- ________________ બે કોરિયન લેખકો ૧૬૫ આસપાસના બીજા લેખકો પોતાનું હસવું ખાળી શક્યા નહિ. ઘડીકમાં આ વાત આખી બસમાં પ્રસરી ગઈ અને કોઈક તો પોતાની બેઠક ઉપરથી ઊભા થઈને એમને જોઈ પણ ગયા. એક કોરિયન લેખિકાએ કહ્યું, “તેઓ બિચારાને રાતનો ઉજાગરો છે, તેઓ બહુ થાકેલા છે માટે ઊંઘે છે, પરંતુ થોડી વારમાં જ તેઓ જાગી જશે.” બીજા કેટલાક કોરિયન લેખકોની વાત પરથી લાગ્યું કે તે લેખિકા પેલા બે ઊંધતા લેખકોમાંના એકની દૂરની સગી થતી હતી. અમારી બસ બૉટેનિકલ ગાર્ડનમાં પહોંચી. ગાર્ડનના દરવાજા પાસે જ બસ પાર્ક કરવામાં આવી. એક પછી એક બધાં નીચે ઊતર્યો. પેલી કોરિયન લેખિકાએ આ બે કોરિયન લેખકોને જગાડવા પ્રયત્નો કર્યા, પરંતુ એક સહેજ આંખ ખોલી અને તરત મીંચી દીધી. બીજાએ પોતાને આવવું નથી એમ હાથના ઈશારાથી જણાવ્યું. અમને ગાર્ડનમાં ફરવાનો અડધા કલાકનો સમય આપવામાં આવ્યો હતો. અમે બધા પોતપોતાની ઇચ્છાનુસાર ગાર્ડનમાં આમતેમ ફર્યા. વિવિધ પ્રકારની વનસ્પતિ અમે નિહાળી. કેટલાકે ફોટા પાડ્યા. સમય થયો એટલે અમે બધાં બસમાં પાછાં આવ્યાં. પરંતુ બસ ઉપાડી શકાય એમ ન હતી, કારણ કે ઊંઘતા બે કોરિયન લેખકોમાંથી હવે એક જ લેખક ઊંઘતા હતા. બીજા લેખક ક્યાં ગયા તેની કોઈને ખબર પડી નહિ. ડ્રાઇવરે કહ્યું, “હું કૉફી પીવા ગયો એટલી વારમાં એક લેખક નીચે ઊતરી ક્યાંક ગયા લાગે છે. મને એમ હતું કે તમારાં બધાંની સાથે એ જોડાઈ ગયા હશે.” થોડી વાર રાહ જોઈ, પરંતુ તે લેખક દેખાયા નહિ. પેલા ઊંઘતા લેખકને ઢંઢોળીને પૂછી જોયું, પરંતુ તેમને કશી ખબર નહોતી. ત્રણચાર કોરિયન લેખક-લેખિકાઓ તરત નીચે ઊતર્યા અને તે લેખકની તપાસ કરવા દોડ્યાં, પરંતુ નિરાશ થઈને પાછાં આવ્યાં. અમારા ગાઈડે કહ્યું, “બધાંને મોડું થાય છે, માટે આપણે હવે બસ ઉપાડવી જોઈએ. તે લેખક પોતાની મેળે ટેક્સી કરીને બીજા સ્થળે આવી પહોંચશે.” કોઈ કંઈ બોલ્યું નહિ, પણ પેલી કોરિયન લેખિકા તરત ઊભી થઈ. તેણે રડમસ અવાજે ચિંતા વ્યક્ત કરી. તેણે કહ્યું, “આ લેખકને આપણે અત્યારે જ શોધવા જોઈએ. મને તેમની બહુ ચિંતા થાય છે. મને લાગે છે કે કંઈક કામ માટે તેઓ નીચે ઊતર્યા હશે અને ચડેલી ઊંઘને કારણે ગાર્ડનમાં કોઈ જગ્યાએ તેઓ ઊંઘી ગયા હશે.” Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ પાસપોર્ટની પાંખે અમને તેની વાત હસવા જેવી લાગી. કોઈકે ટીકા કરતાં કહ્યું, “આવી તે ઊંઘ કોઈની હોય ?” કોઈકે બચાવ કર્યો. સામસામી દલીલો થઈ. છેવટે એ લેખિકાએ કહ્યું, “તમને હવે સાચી વાત કહું છું. કાલે રાતના હોટેલમાં વેઇટર દ્વારા મને ખબર પડી હતી કે મારી બાજુની રૂમમાં કેટલાક કોરિયન લેખકો વચ્ચે બીઅર પીવાની સ્પર્ધા થઈ હતી. અને આ બે લેખકો ત્રીસ બૉટલ સુધી પહોંચ્યા હતા, એટલે તેમને ઘેન ચડ્યું છે. સવારે તેમને માંડ માંડ ઉઠાડીને નીચે બસમાં લઈ આવી છે. જો આપણે તપાસ નહિ કરીએ તો આ લેખકને ઘેનમાં આમતેમ જતાં કંઈ અકસ્માત થઈ જશે. મને તેમની બહુ ચિંતા થાય છે. મને બધાંને વિનંતી કરું છું કે આપણે જોવાનું એકાદ સ્થળ જતું કરીને પણ એ લેખકને શોધી કાઢવા જોઈએ.” - હસવા જેવી વાત હવે એકદમ ગંભીર બની ગઈ. બસમાં બેઠેલાં બધાં જ (પેલા બીજા ઊંઘતા કોરિયન લેખક સિવાય) તપાસ કરવા માટે નીચે ઊતરી ગયાં. પહેલાં ટૉયલેટમાં તપાસ કરી. બાજુમાં જ ટોયલેટ હતું. એમાં એક સંડાસનું બારણું ક્યારનું બંધ હતું. એમાં જ એ લેખક ઊંઘી ગયા હશે એમ લાગ્યું. બારણું ખખડાવ્યું, પણ એમાંથી બહારના બીજા જ કોઈ ભાઈ નીકળ્યા. અમારામાંના કેટલાક જુદી જુદી દિશામાં જુદા જુદા જૂથમાં તપાસ કરવા ગયા, તેમ છતાં તે લેખકનો ક્યાંય પત્તો લાગ્યો નહિ. છેવટે ગાર્ડનના રખેવાળ દ્વારા આખા ગાર્ડનમાં ઝીણવટપૂર્વક તપાસ કરાવડાવી, પરંતુ તેમાં પણ નિરાશા સાંપડી. લગભગ દોઢ કલાક એમ કરતો વીતી ગયો. છેવટે નિરાશા અને ચિંતા સાથે અમારી બસ ઊપડી. જોવાનાં કેટલાંક સ્થળો અમે માંડી વાળ્યાં. ત્યાંથી અમે સીધા શુગર લોફ માઉન્ટેન પાસે ગયાં. કેબલ કારમાં બેસી અમે બધાં ઉપર પહોંચ્યા. પેલા બીજા કોરિયન લેખક બસ હજુ ઊંઘતા જ હતા. રિઓમાં સમુદ્રમાં પાસે જ આવેલા આ ટાપુ પર્વત “શુગર લોફ માઉન્ટેનમાં ઉપર બધે ફરીને અમે બે કલાકે નીચે આવ્યાં. બસમાં બેસવા ગયાં અને જોયું તો બીજા કોરિયન લેખક પોતાની બેઠકમાં ન હતા. ડ્રાઇવર પણ નહોતો. અમને ધ્રાસકો પડ્યો. કોઈકે મજાક કરી કે “કોરિયન લેખકોનું આજે અપહરણ તો નથી થતું ને ?” અમારો ગાઈડ પણ ચિંતામાં પડ્યો. તે તરત તપાસ કરવા દોડ્યો. થોડી વારે આવીને જણાવ્યું : “હાશ, આ બીજા કોરિયન લેખક સલામત છે; ચિંતા કરશો નહિ. એમને ટોયલેટમાં જવું હતું, પરંતુ ડ્રાઈવરે તેમને એકલા જવા દીધા Page #188 -------------------------------------------------------------------------- ________________ બે કોરિયન લેખકો નથી. પોતે પણ તેમની સાથે જ ગયો છે. થોડી વારમાં તેઓ પાછા આવવા જોઈએ. બીજા એક બસના ડ્રાઈવરે મને આ સંદેશો આપ્યો છે.” થોડી વારમાં ડ્રાઈવર અને કોરિયન લેખક આવતા દેખાયા. બધાંને શાંતિ થઈ. તે લેખક હવે કંઈક ભાનમાં હતા. બસમાં દાખલ થતાં તેઓ પોતાના પરાક્રમ માટે થોડું હસ્યા અને પોતાની બેઠક ઉપર જઈને તરત ઊંધી ગયા. ' - સાંજે અમે હોટેલ ઉપર પહોંચ્યાં. પેલા ખોવાયેલા લેખકની અમને બધાંને ચિંતા હતી. હોટેલમાં દાખલ થઈ રિસેપ્શનિસ્ટ પાસેથી અમે પોતપોતાના રૂમની ચાવી લેતાં હતાં, તે દરમિયાન પેલી કોરિયન લેખિકા ઝડપથી ઉપર જઈ તપાસ કરી આવી હતી. એણે કહ્યું, “અમારા પેલા લેખક સલામત છે. હોટેલમાં આવી ગયા છે અને પોતાની રૂમમાં ઊંઘે છે. તેમને જગાડીને મેં પૂછ્યું તો કહ્યું કે પોતે ટૉયલેટમાં જવા નીચે ઊતર્યા, પરંત ઘેનને લીધે ટૉયલેટની જગ્યા જડી નહિ (જે બાજુમાં જ હતી). પાછા ફરતાં એમને બસ જડી નહિ (જે દરવાજા પાસે જ ઊભી હતી). ટૉયલેટની ઉતાવળ હતી અને ઊંઘ સખત આવતી હતી એટલે તેઓ તરત ટેક્સી કરી હોટેલ પર તરત આવી પહોંચ્યા હતા.” રિઓનાં કેટલાંક સ્થળો અમને તે દિવસે જોવા ન મળ્યાં. (તે અમે પોતાની મેળે બીજે દિવસે જોઈ લીધાં). પરંતુ બે કોરિયન લેખકોની બીઅર પીવાની સ્પર્ધાને કારણે અમારી તે દિવસની સફર યાદગાર બની ગઈ. Page #189 -------------------------------------------------------------------------- ________________ B૯ મચ્છુ-પિચ્છ મચ્ચ-પિચ્છનાં દર્શન કરવાનો અવસર અમને સાંપડ્યો તે અમારા જીવનનો એક ધન્ય પ્રસંગ છે. મથ્ય- પિછુ (અથવા અન્ય ઉચ્ચાર પ્રમાણે માચુ-પિછું) અને ઇન્કા સંસ્કૃતિ વિશે કેટલા લોકો જાણતા હશે ? મધ્ય અને દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોમાં પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ખંડોની ધરતી ઘણી વિશાળ છે. કેટલાય પ્રદેશ પહાડો અને જંગલોથી ભરપૂર છે. કેટલીય જમીન વણખેડાયેલી છે. ખોદકામો થાય તો હજુ ઘણા અવશેષો મળવાનો સંભવ છે. કોલંબસ ભારતની સફરે નીકળ્યો, પણ પહોંચ્યો અમેરિકાને કિનારે. તે વખતે એણે તો એમ જ માન્યું કે પોતે ભારત પહોંચી ગયો છે. એટલે એણે અમેરિકામાં જે લોકો જોયા તેઓ ભારતીય એટલે કે ઇન્ડિયન છે એમ માન્યું. અતિશય ઠંડીની લીધે ઇન્ડિયનોના ચહેરા રતાશવાળા હતા, એટલે તેઓને રેડ ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવ્યા. કોલંબસે ભૂલથી ઓળખાવેલા ઇન્ડિયનો તે ખરેખર ભારતીય પ્રજાના જ વંશજો છે એમ કેટલાક નૃવંશશાસ્ત્રીઓ હવે માને છે. યુરોપીય પ્રજામાંથી ખાસ તો સ્પેન અને પોર્ટુગલની પ્રજાએ ઉત્તર અને વિશેષતઃ લેટિન (દક્ષિણ) અમેરિકામાં પહોંચીને વસવાટ શરૂ કર્યો તે પહેલાં ત્યાં જુદી જુદી આદિવાસી પ્રજાઓ રહેતી હતી. એ પ્રજાઓ મૂળ ત્યાંની વતની હતી કે સૈકાઓ દરમિયાન બહારથી ભમતી ભમતી આવીને વસી હતી એ વિશે કોઈ નક્કર પ્રમાણો મળતાં નથીપરંતુ અનુમાનો થાય છે. એક મત એમ માને છે કે એ બધી પ્રજા બેપાંચ હજાર કે તેથી વધુ વર્ષ પૂર્વે ભારતમાંથી સ્થળાંતર કરતી કરતી સૈકાઓ દરમિયાન ત્યાં જઈને વસેલી હોવી જોઈએ, અને ભારતનો સંપર્ક લુપ્ત થતાં કંઈક અંશે જંગલી જેવી બની ગઈ હોવી જોઈએ. પરંતુ આ લોકો ત્યાં પહોંચ્યા હશે કેવી રીતે ? એક મત એમ માને છે, કે બધી પ્રજાઓ વહાણો દ્વારા હિંદી અને પેસિફિક મહાસાગર ઓળંગતી Page #190 -------------------------------------------------------------------------- ________________ મથ્ય-પિચ્છ ૧૬૯ ક્રમે ક્રમે પેઢી-દર-પેઢી આગળ વધતી ત્યાં પહોંચી હોવી જોઈએ. બીજા મત પ્રમાણે તે પ્રજાઓ ભારતમાંથી જમીનમાર્ગે ઉત્તર દિશામાં ચીન અને જાપાન તરફ સ્થળાંતર કરતી કરતી ઠેઠ બેરિંગની સામુદ્રધુની સુધી પહોંચી હશે અને ત્યાંથી વહાણોમાં સામે કિનારે એટલે કે ઉત્તર અમેરિકાના અલાસ્કાના કિનારે પહોંચી હશે. ત્યાર પછી કેટલીક પ્રજા ત્યાંથી પાછી અમેરિકાને પશ્ચિમ કિનારે નીચે ઊતરતી ઊતરતી મધ્ય અને દક્ષિણ અમેરિકા સુધી પહોંચી હશે. બે-પાંચ હજાર વર્ષ પૂર્વે ઉત્તર ધ્રુવ તરફ અત્યારે હોય છે તેટલી ઠંડી નહિ હોય અને હવામાન અનુકૂળ હશે, એટલે આ રીતે તે પ્રજા સ્થળાંતર કરી શકી હશે. મેક્સિકો, ગ્વાટેમાલા, પેરુ વગેરે દેશોમાં નિર્ભેળ એવા કેટલાક આદિવાસી અને યુરોપીય પ્રજા સાથે વર્ણસંકર થયેલા આદિવાસીઓ આજે આપણને જોવા મળે છે. એ પ્રજાની મુખાકૃતિ, રીતરિવાજો, ભરતગૂંથણવાળાં કપડાં તથા ખાવાપીવાની ટેવોનું કેટલુંક સામ્ય ભારતીય પ્રજા સાથે જોવા મળે છે, જેમ કે યુરોપીય પ્રજા તીખું ખાઈ શકતી નથી, પરંતુ મેક્સિકોના કેટલાક ગોરા લોકો બહુ તીખું ખાવાના શોખીન હોય છે. વળી મેક્સિકોના કેટલાક લોકો પાંઉને બદલે રોટલી (મેક્સિકન શબ્દ ટોટિયા) ખાય છે. મધ્ય અને દક્ષિણ અમેરિકામાં માયા સંસ્કૃતિ, ઈન્કા સંસ્કૃતિ વગેરે સંસ્કૃતિઓના જે પ્રાચીન અવશેષો મળે છે તે જુદા જુદા સમયના છે. ઈન્કા સંસ્કૃતિના અવશેષો એન્ડિઝની પર્વતમાળામાં ભિન્ન ભિન્ન સ્થળે જોવા મળે છે. આ અવશેષોમાંનું એક સુપ્રસિદ્ધ સ્થળ તે મય્ય-પિછુ નામનું નગર છે. આ અવશેષોની ખબર સંશોધકોને ઘણી મોડી મળી, કારણ કે ત્યાં પહોંચવાનું સરળ નહોતું. ત્યાં પહોંચવાનો માર્ગ નિર્જન વેરાનમાં, ગીચ ઝાડી અને ઊંચા ચઢાણને લીધે લુપ્ત થઈ ગયો હતો. પોર્ટુગલ અને ખાસ તો સ્પેનના લોકોએ પોતાની બંદૂકના જોરે ત્યાં હકૂમત જમાવવા માટે સ્થાનિક ઈન્કા પ્રજાઓ ઉપર જે ક્રૂર અત્યાચારો કર્યા હતા અને તેમનાં માલમિલકતનો નાશ કર્યો હતો તેનો ઇતિહાસ ઘણો કરુણ છે. સદ્ભાગ્યે આ વિનાશમાંથી મમ્મુ-પિચ્છ બચી ગયું, પરંતુ ઈન્કા રાજાનો પરાજય થતાં, ખોરાક અને જીવન-જરૂરિયાતની ઈતર વસ્તુઓ ન પહોંચતાં ત્યાં રહેતા માણસો ક્રમે ક્રમે મૃત્યુને શરણ થયા હશે એમ મનાય છે. હું અને મારાં પત્ની લેટિન અમેરિકામાં પેરુ જવાનાં હતાં. એટલે ત્યાં મચ્યુંપિચ્છના સાંસ્કૃતિક અવશેષો નજરે નિહાળવાની તક મળે તો સારું એવી અમારી ભાવના હતી. મપિચ્છ જવાનું એટલું સહેલું નથી. એટલે ત્યાં કેવી રીતે જઈ શકાય તે માટે મુંબઈમાં અમે પેરુની કૉસ્યુલેટની ઑફિસમાં તપાસ કરી હતી. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પાસપોર્ટની પાંખે દરમિયાન અમને જાણવા મળ્યું કે અમારા એક મિત્ર શ્રી ગુલાબચંદભાઈ શાહનાં બહેન શ્રીમતી કૃષ્ણાબહેન મચ્ચ-પિછુ જઈ આવ્યાં છે. એમ તેમનો સંપર્ક કર્યો. એમણે કહ્યું, “તમે જો પેરુ જવાનાં હો, તો મમ્મુપિચ્છ જવાનું ચૂક્તાં નહિ. એટલે દૂર સુધી જવાની તક જલદી જલદી મળતી નથી.” મચ્ચ-પિછુ વિશે કૃષ્ણાબહેને અમને કેટલીક માહિતી આપી અને કહ્યું, “મથ્ય-પિછુ જવા માટે તમારે લિમાથી પહેલાં કુસ્કો નામના શહેરમાં જવું પડશે. તમે કુસ્કો વિમાનમાં જવાનું રાખજો, કારણ કે ત્યાં ઇંગ્લિશ બોલનારાં માણસો કોઈક જ મળે છે. લગભગ બારસો કિલોમીટર બસમાં જવામાં બે આખા દિવસ લાગશે અને તમને ઘણી અગવડ પડશે, કારણ કે ત્યાં બસની સગવડ બહુ સારી હોતી નથી. વળી, કુસ્કો જાઓ તો તબિયત બરાબર સાચવજો, કારણ કે લિમા બરાબર સમુદ્રની સપાટીએ આવેલું શહેર છે અને કુસ્કો બાર હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. કુસ્કોની હવા ઘણી જ પાતળી છે. લિમાથી વિમાનમાં લગભગ પોણા કલાકમાં તમે સીધા આટલી ઊંચાઈએ પહોંચી જશે એટલે તમને પ્રાણવાયુની તકલીફ પડવા લાગશે. માટે પહોંચીને તરત તમે બહુ હરફર કરતાં નહિ. સામાન બને તેટલો ઓછો લઈ જજો. સાધારણ વજનવાળી બૅગ કે બીજી કોઈ ચીજવસ્તુ તમે ઊંચકો કે જરાક ઝડપથી ચાલો કે તરત તમને શ્વાસની તકલીફ થવા લાગશે. તમે બેશુદ્ધ થઈ જશો. ઍરપોર્ટ પહોંચીને તમે મોટર કે બસમાં હોટેલ પર જાવ ત્યારે જ્યાં ચાલવાનું કે પગથિયાં ચડવાનું થાય ત્યાં આસ્તે આસ્તે ડગલાં માંડજો અને હોટેલમાં જઈને તરત જ પથારીમાં અડધો દિવસ સૂઈ રહેજો. એમ કરવાથી ચાર-છ કલાકમાં તમારાં ફેફસાં ધીમે ધીમે પાતળી હવાથી ટેવાઈ જશે. આ હું તમને અમારા અનુભવ પરથી કહું છું.” કૃષ્ણાબહેનની સૂચના ગભરાવે એવી હતી, પરંતુ અમે મ-પિચ્છ જવા ઉત્સુક હતાં. પેરુના લિમા શહેરમાં પહોંચીને અમે બંધી તપાસ કરી લીધી અને એક ટ્રાવેલ કંપની દ્વારા મમ્યુ-પિછુ જવા માટે નામ નોંધાવી દીધાં. ટ્રાવેલ કંપનીએ પણ અમને કુસ્કો જઈને તરત આરામ કરવાની સલાહ આપી. અમે લિમાથી કુસ્કો ગયાં. ઍરપૉર્ટ પર ઊતરી મોટરમાં બેસી હોટેલમાં ગયાં. રૂમમાં જઈને સીધા પથારીમાં જ લંબાવી દીધું. બેસવાનું કે રૂમમાં હરફર કરવાનું પણ ટાળ્યું. પૂરો આરામ કરી સાંજે અમે શહેરમાં લટાર મારવા નીકળ્યાં. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ : મમ્યુપિચ્છુ કુસ્કો નાનું શહેર છે. એની પ્રાચીનતા એનાં મકાનો, રસ્તાઓ અને આદિવાસી માણસોના ચહેરા ઉપરથી દેખાઈ આવતી હતી. અમે એક બજારમાં ગયાં. ત્યાં હાથ-બનાવટની ચીજો વેચાતી હતી. પાસે પાસે આવેલી હાટડીઓ માલસામાનથી ખીચોખીચ હતી. વેપારીઓમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે હતી. ઘેરવાળા ચણિયા, લાંબી બાંયના પોલકાં, ઉપર ભરતકામ, લાંબા ચોટલા કે અંબોડા, ભરવાડોનાં જેવાં હાથપગનાં ઘરેણાં, ચામડીનો રંગ અને મુખાકૃતિ, બોલવાનો લહેકો – એ બધામાં અમને ભારતીય અણસાર વરતાતો હતો. જે દુકાને અમે જઈએ તે દુકાનની માલિક સ્ત્રી પોતાની ચીજવસ્તુઓ બતાવવાને બદલે મારાં પત્નીની સાડી અને ઘરેણાં વિશે પૂછપરછ કરતી. અલબત્ત, આ બધું ઇશારાથી થતું, કારણ કે અમને એકબીજાની ભાષા આવડતી નહોતી. બીજે દિવસે અમે કુસ્કોની આસપાસ આવેલા કેટલાક સાંસ્કૃતિક અવશેષો જોઈ આવ્યાં. અમારી સાથે એક ઇટાલિયન યુગલ હતું. તે અંગ્રેજી બોલતું હતું એટલે અમે રાજી થયાં. કંઈક વાત નીકળતાં ઇટાલિયન યુવતીએ કહ્યું, “અમે સાત દિવસથી કુસ્કોમાં છીએ.” એમ ? અહીં એટલું બધું જોવાનું છે ?” અમે પૂછ્યું. “ના, અમે હજુ આજે પહેલી વાર કુસ્કોના સાંસ્કૃતિક અવશેષો જોવા નીકળ્યાં છીએ.” “તો આટલા બધા દિવસ શું કર્યું ?” - “અમે હૉસ્પિટલમાં હતાં. અમારો કાર્યક્રમ અસ્તવ્યસ્ત થઈ ગયો છે. પહેલે દિવસે કુસ્કો પહોંચીને તરત જ અમે બજારમાં ફરવા નીકળી પડ્યાં. આ થોડાક પરિશ્રમને પરિણામે તે દિવસે બપોરે અમને સખત બેચેની લાગવા માંડી. માથું સખત દુખવા આવ્યું. રસ્તામાં ચાલતાં મારા પતિને ચક્કર આવ્યા અને પડી ગયા. તેઓ બેભાન થઈ ગયા. હું પણ શ્વાસની તકલીફથી ગભરાઈ ગઈ હતી. અમને બંનેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં. અઠવાડિયા પછી હવે અમારી તબિયત સારી થઈ છે. ડૉક્ટરે હવે અમને ફરવાની રજા આપી છે.” એ યુગલની વાત સાંભળી અમને થયું કે કુસ્કોમાં અમે પહેલાં આરામ કરી લીધો એ ડહાપણનું કામ કર્યું. ત્રીજે દિવસે સવારે અમારો કાર્યક્રમ મથ્ય-પિછુ જવાનો હતો. કુસ્કોથી મથ્ય-પિછુ છોતેર માઈલ દૂર છે. તે કુસ્કો જેટલી ઊંચાઈએ નહિ પણ ચાર Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પાસપોર્ટની પાંખે પાંચ હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. નેરોગેજ ટ્રેનમાં (આપણે ત્યાં માથેરાન કે સિમલામાં હોય છે તેવી) ત્યાં જવાય છે, પરંતુ આ ટ્રેનના પાટાની રચના વિચિત્ર છે. થોડું અંતર કાપી ટ્રેન પાટા બદલી પાછી આવે છે. એમ ચાર વાર આવજા કરે છે અને ઊંચે ચઢતી જાય છે. પછી સળંગ એક જ દિશામાં નીચે ઊતરતી જાય છે. પહાડનું ઘણું લાંબું ચક્કર ન લેવું પડે માટે આવી રચના કરી છે. અમે ટ્રેનમાં બેઠાં. મંદ ગતિએ ડુંગર ઉપરથી વળાંકો લેતી લેતી ટ્રેન નીચે સરકતી જતી હતી. કોઈ કોઈ ઠેકાણે પાટાની તદ્દન નજીક નાનકડાં ઘરોમાં ગોરી ચામડીવાળા ગ્રામ આદિવાસીઓ રહેતા હતા. ઘરો પાસે કચરો પુષ્કળ પડેલો હતો. લોકોનાં કપડાં ગંદાં અને ફાટેલાં હતાં. છેલ્લાં ક્યારે તેઓ નાહ્યા હશે એ વિશે આપણા મનમાં શંકા થાય એવા તેમના દેખાવ હતા. કોઈ કોઈ ઠેકાણે રેલવેના પાટાની પાસે માણસો શૌચક્રિયા માટે બેઠેલા પણ દેખાતા. કસ્કોનાં પરાં જેવાં નાનાં ગામો છોડી અમારી ટ્રેન જંગલમાં આગળ ચાલી. વાતાવરણ હવે સ્વચ્છ અને ચિત્તને પ્રસન્ન કરે એવું હતું. ચારે બાજુ લીલી ઝાડા અને ઊંચા-નીચા ડુંગરો હતા. તડકો પડતો હતો. નીચેના પ્રદેશમાં જતાં હવા ધીમે ધીમે જાડી થતી હતી. ત્રણ કલાકના પ્રવાસ પછી અમે પુએન્ત રૂઇનાઝ નામના છેલ્લા સ્ટેશન ઉપર આવી પહોંચ્યાં. અહીંથી અમારે હવે બસમાં આઠ કિલોમીટર હેર-પિન (Hair-pin) જેવા ચૌદ વળાંકવાળા રસ્તે ઉપર જવાનું હતું. અહીં બસમાં બેસવા માટે પણ દોડાદોડી થતી હતી. રિઝર્વેશન જેવું કશું હતું નહિ. અમારો ગાઈડ અમને દોડાવતો, પરંતુ બધાં દોડી શકતાં ન હતાં. જેમતેમ કરીને જુદી જુદી બસમાં બેસીને અમે બધાં ડુંગર ઉપર પહોંચી ગયાં. ચાર-પાંચ જુદી જુદી ટૂરિસ્ટ કંપનીના પ્રવાસીઓ અહીં એકઠા થયા હતા. અમારા ગાઈડે અમને બધાને એકત્રિત કરી લીધાં. રેસ્ટોરાંમાં લંચ લીધા પછી ડુંગરની ટોચ ઉપર આવેલા મથ્ય-પિષ્ણુના અવશેષો જોવા તે અમને લઈ ગયો. મ-પિછુ એ પહાડના એક શિખર ઉપરના વિશાળ સપાટ વિસ્તારમાં પાંચસો વર્ષ પહેલાં વસેલું નાનકડું નગર છે. જોતાં જ એની ભવ્યતા નજરને આકર્ષી લે છે. તદ્દન પાસે આવેલા બીજા ડુંગરનું વધુ ઊંચું શિખર એની ભવ્યતામાં ઉમેરો કરે છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ મથ્ય- પિચ્છુ મમ્યુપિલ્લુની શોધ કેલિફોર્નિયા અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કરતા હિરમ બિગહામ (૧૮૭૫–૧૯૪૮) નામના હોનોલુલુના યુવાન ઇતિહાસકારે કરી હતી. દક્ષિણ અમેરિકાનો ઇતિહાસ શીખવતાં શીખવતાં એ બધા પ્રદેશો નજરે નિહાળવાની એમને જિજ્ઞાસા થઈ; યુનિવર્સિટીઓ તરફથી મદદ મળી અને વારંવાર જંગલો અને પહાડીઓમાં તંબુ સાથે એમણે પગપાળા પ્રવાસો ખેડ્યા. એમ કરતાં એક વખત એક આદિવાસી ખેડૂતના બતાવ્યા પ્રમાણે ગીચ ઝાડીમાંથી ચડતાં ચડતાં તેઓ મથ્ય- પિછુ આવી પહોંચ્યા. એ જોતાં જ તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. પોતાની આ શોધ વિશે એમણે પુસ્તક લખ્યું છે : “The Lost of the Incas."* મથ્ય-પિચ્છ શબ્દ અહીંના આદિવાસી ઇન્ડિયન લોકોની “ક્યુએચૂઓ” નામની ભાષામાંથી આવ્યો છે. તેનો અર્થ થાય છે “જૂનું શિખર'. મચ્યુંપિચ્છમાં ચારે બાજુ સારી હાલતમાં સચવાયેલા ભગ્નાવશેષો છે. એના ઉપરથી આખી નગરરચનાનો ખ્યાલ આવે છે. અહીં ખોદકામ કરતાં મળી આવેલાં ચીની માટી અને ધાતુનાં વાસણો, હાથવણાટનાં કપડાં, શિલ્પાકૃતિઓ અને સ્થાપત્યના નમૂનાઓ ઉપરથી ઇતિહાસકારો અમે માને છે, કે ઈ. સ. ૧૪૨૦ની આસપાસ આ નાનકડું નગર સ્થપાયું હોવું જોઈએ. “ઈન્કા” વંશના રાજા પાચાકુકે ધરતીકંપ પછી જ્યારે કુસ્કો નગર ફરીથી વસાવ્યું ત્યારે એન્ડિઝની પર્વતમાળામાં બીજાં કેટલાંક નગરો પણ વસાવ્યાં હતાં. એ અરસામાં એણે આ મમ્યુપિચ્છ નગર વસાવ્યું હશે. આવી દૂરની ઊંચી અને દુર્ગમ ટેકરીની ટોચ ઉપર મમ્યુ-પિચ્છ વસાવવાનું કારણ શું ? ઇતિહાસકારો માને છે કે ઈન્કા વંશની આ એક ગુપ્ત નગરી હતી. આ નગરીની સ્થાપના ધાર્મિક હેતુથી કરવામાં આવી હતી. અહીં ધાર્મિક ક્રિયાકાંડો થતા. એ ક્રિયાકાંડો સામાન્ય રીતે બાલ-બ્રહ્મચારી હોય એવી સ્ત્રીઓ જ કરતી. એ સ્ત્રીઓ સૂર્યકુંવરી (Virgins of the Sun) તરીકે ઓળખાતી. સમગ્ર રાજ્યમાંથી શરીરે સુદઢ અને અત્યંત બુદ્ધિશાળી હોય એવી નાની નાની બાળાઓ પસંદ થતી. તેઓને તેમના કુટુંબથી દૂર અહીં કાયમને માટે લાવવામાં આવતી. અહીં તેમના રહેવા તથા ખાવાપીવાની તમામ વ્યવસ્થા રહેતી. તેવી બાળાઓ પોતાનું સમગ્ર જીવન બ્રહ્મચારિણી તરીકે અહીં ધાર્મિક ક્રિયાકાંડોમાં વિતાવતી. મટુ-પિચ્છના * આ શોધની સ્મૃતિમાં પેરુની સરકારે હોન્ત રૂઇનાઝથી મચ્ય-પિચ્છના રસ્તાને “ડૉ. બિગહામ માર્ગ' એવું નામ આપ્યું છે. આ રસ્તાના ઉદ્ઘાટન વખતે ડૉ. બિંગહામ પોતે પેરુના નિમંત્રણથી હાજર રહ્યા હતા. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પાસપોર્ટની પાંખે ખોદકામમાં મળેલા માનવ અવશેષોમાંથી ૭૫ ટકાથી વધુ અવશેષો સ્ત્રીઓના છે એ પણ આ વાતની સાક્ષી પૂરે છે. મથ્ય-પિચ્છમાં જાણે બારે માસ વસંત ઋતુ હોય એવું રમણીય કુદરતી આહૂલાદક હવામાન છે. ઈન્કા લોકોએ પોતાના પવિત્ર નગર માટે કરેલી આ સ્થળની પસંદગી બધી જ દૃષ્ટિએ ઉચિત હતી. મસ્ય-પિચ્છમાં એક નગરની આવશ્યકતા પ્રમાણે વિવિધ પ્રકારની રચનાઓ જોવા મળે છે. એમાં અઢીસો જેટલાં પથ્થરનાં ઘરો છે. તેમાં કેટલેક ઠેકાણે કદરતી ઝરણામાંથી પડતાં પાણીને પીવા માટે એકત્ર કરી લેવા નીચે કુંડ જેવી રચના કરવામાં આવી છે. ડુંગરની ધાર ઉપર પગથિયાં જેવાં ખેતરો (Terrace Farms) છે. મચ્ચ- પિઝ્માં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઠેર ઠેર ઘડેલા પથ્થરના રસ્તાઓ કે પગથિયાં છે. ગુનેગારોને રાખવા માટેની જેલ અને ફાંસી આપવા માટેની જગ્યા પણ છે. કબ્રસ્તાન પણ છે અને ચોકિયાતોની ચોકી પણ છે. આ બધી રચનામાં આ પર્વતનો જ મજબૂત ગ્રેનાઇટ પથ્થર વપરાયો છે. મમ્યુ-પિચ્છમાં બરાબર મધ્ય ભાગમાં સૂર્યમંદિરનું ખંડિયેર છે. એના પથ્થરોની દીવાલોની જાડાઈ તથા ઊંચાઈ તથા એમાં સ્તંભ અને મોભ તરીકે વાપરવામાં આવેલા પથ્થરો પરથી કેવું બેનમૂન સ્થાપત્ય ઇન્કા લોકોનું હશે તેની પ્રતીતિ થાય છે. ઈન્કી લોકો આવા જબરદસ્ત મોટા પથ્થરો ખસેડવા, ચઢાવવા, ગોઠવવા ઈત્યાદિ કાર્યો માટે શરીરે બહુ સશક્ત અને બાંધકામની કલામાં નિપુણ હશે એની પ્રતીતિ એ કરાવે છે. આ સૂર્યમંદિરમાં વચ્ચે નીચે મોટા લંબચોરસ પથ્થરો ગોઠવવામાં આવ્યા છે, જેના ઉપર પૂજાની સામગ્રી અને ભોગ ધરાવવામાં આવતો હશે. દિવાલોમાં સંખ્યાબંધ ગોખલાઓ છે, જેમાં તેઓ દેવદેવીઓની મૂર્તિઓ રાખતા હશે. એક બાજુની દીવાલમાં ત્રણ મોટી ખુલ્લી બારીઓ છે. એ શા માટે રાખવામાં આવી હશે તે વિશે ઇતિહાસકારો વિવિધ અનુમાનો કરે છે. આ આખા વસવાટનો પૂરો ઇતિહાસ આપણને મળતો નથી. પણ જેમ જેમ સંશોધન થતાં જાય છે તેમ તેમ ઈન્કા સંસ્કૃતિનાં વિવિધ પાસાંઓ ઉપર વધુ પ્રકાશ પડતો જાય છે. ઇન્કા લોકો આપણી જેમ સૂર્ય અને ચંદ્રની પૂજા કરનારા હતા. તેઓનું કેલેન્ડર આપણું હોય છે તેમ ચાંદ્રાયણ હતું. ચંદ્રની કલાની વધઘટ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭પ મચ્ચનપિચ્છ પ્રમાણે તેઓ બાર મહિનાની ગણતરી ગણતા. વળી તેઓ સૂર્યની પણ પૂજા કરતા અને સૂર્યના ઉદયાસ્તના આધારે સમય નક્કી કરવા માટે સૂર્યઘટિકા(The Sun Dial – જેને માટે ઇન્કા શબ્દ છે – ઈન્તિહુવાતાના)ની રચના ખુલ્લામાં કરતા. મટુ-પિચ્છમાં પણ આવી સૂર્યઘટિકા છે. ઈન્કા લોકો ગ્રહો, નક્ષત્રો, સુર્યોદય, સૂર્યાસ્ત, ગ્રહણ વગેરેની ગણતરીમાં કુશળ હતા. સૂર્ય અને ચંદ્રની ગતિને આધારે તેઓ કેટલાક દિવસને પર્વ તરીકે ઊજવતા. એવા પર્વને “ઇનિરાયમી પર્વ તરીકે તેઓ ઓળખાવતા. મથ્ય- પિચ્છમાં પર્વતના પથ્થરમાંથી યોજનાપૂર્વક કોરી કાઢવામાં આવેલી એક વિશાળ સપાટ જગ્યામાં વચ્ચે સ્તંભ જેવી એક આકૃતિ જોવા મળે છે. સદ્ભાગ્યે સ્પેનિયાડ લોકોએ કે એના ધર્મગુરુઓએ આ આકૃતિ તોડી નાખી નથી. આ શાની આકૃતિ છે તેના માટે સંશોધકોએ પ્રારંભમાં જુદાં જુદાં અનુમાન કરેલાં, પરંતુ હવે એ નિશ્ચિત થયું છે કે આ સ્તંભ તે સર્યધટિકા છે. એના ચારેય ખૂણા બરાબર કંપાસ પ્રમાણે ચારે દિશા દર્શાવે છે. ઇન્કા લોકોનું ગણિત કેટલું ચોકસાઈવાળું હતું તે એમની આ સૂર્યઘટિકા ઉપરથી પણ સમજાય છે. એક સ્થળે, એક વિશાળ ખડકમાં મોટા પ્લેટફૉર્મ જેવી જગ્યા કોતરી કાઢવામાં આવી છે. કેટલાંક એમ માને છે કે દફનાવતાં પહેલાં શબના અંતિમ ધાર્મિક સંસ્કાર અને વિધિ માટે આ રચના કરવામાં આવી હશે. બીજે એક સ્થળે રાજકુટુંબના સભ્યો માટેનું અલગ કબ્રસ્તાન છે. ઇનકા સંસ્કૃતિના અવશેષરૂપે મટુ-પિચ્છમાંથી અને એન્ડિઝની પર્વતમાળામાં બીજાં કેટલાક સ્થળોએથી કેટલાંક “મમી મળી આવ્યાં છે. ઇજિપ્તનાં મમી' કરતાં આ મમી જુદાં છે. ઈન્કા લોકો પુનર્જન્મમાં માનતા. તેઓ એમ માનતા કે માણસ મૃત્યુ પામે છે ત્યારે બીજો જન્મ લે છે એટલે કે બાળક ગર્ભમાં હોય તેવી સ્થિતિ માણસની ફરીથી થાય છે. એટલા માટે શબના હાથપગને ઘૂંટણ અને કોણીથી વાળીને તેઓ પેટ અને છાતીને અડોઅડ એવી રીતે ગોઠવતા કે જેવી રીતે ગર્ભમાં બાળકની સ્થિતિ હોય. આવી રોત ગોઠવ્યા પછી તેઓ શબમાં જાતજાતની ઔષધિઓ ભરતા અને તેને વિલેપન કરતા. ત્યાર પછી માટીના કોઈ મોટા માટલામાં કે કોઠીની. અંદર તેને મૂકીને બંધ કરી દેતા. ઈન્કી લોકો શબને સૈકાઓ સુધી સાચવવાની ઔષધિઓના જાણકાર હતા તે ઉપરથી પણ એ પ્રજાની બુદ્ધિશક્તિનો ખ્યાલ આવે છે. મ-પિષ્ણુના અવશેષો જોઈ બસમાં નીચે ઊતરી અમે રેલવે-સ્ટેશન Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પાસપોર્ટની પાંખે ઉપર સાંજે પાંચ વાગે આવી પહોંચ્યાં. આઠ વાગે અમે કુસ્કો પહોંચવાનાં હતાં. પરંતુ યુરોપ, ઉત્તર અમેરિકા કે જાપાન જેવી આ કોઈ નિર્ધારિત રેલવે નહોતી. જૂના ડબ્બા અને જૂના એન્જિનવાળી આ ટ્રેન એક જ પાટા ઉપર જાય અને આવે. સમયનું ચુસ્ત પાલન પણ નહિ. અમે ટ્રેનમાં બેઠાં પછી લગભગ બે કલાકે તે ઊપડી. બધાં ખૂબ કંટાળી ગયાં હતાં. ટ્રેન ઊપડી ત્યારે અંધારું થઈ ગયું હતું. તોપણ સૂવાના સમય પહેલાં હોટેલ ઉપર પહોંચી જવાશે એવી અમને આશા હતી. પરંતુ મંદ ગતિએ ચાલતી અમારી ટ્રેન ત્રણેક સ્ટેશન વટાવ્યા પછી એક સ્ટેશન પાસે ખાસ્સી વાર ઊભી રહી. આપણી બાપુની ગાડી'ની યાદ અપાવે એવી આ ગાડી હતી. લગભગ કલાક પછી તો અમને ખબર પડી કે ટ્રેનનું એન્જિન બગડી ગયું છે, એટલે બીજું એન્જિન આવે ત્યાં સુધી ટ્રેન હવે જશે નહિ. બધાં ભૂખ્યાં થઈ ગયાં હતાં. વિદેશમાં બધે શાકાહારી ખોરાક કદાચ ન મળે એ માટે સાથે હંમેશાં થોડુંક ખાવાનું રાખવાની ટેવ અહીં અમને કામ લાગી. મોડું થતું જતું હતું. રાતના બાર વાગી ગયા હતા. બહાર અંધારું હતું. ટ્રેનમાં આછા અજવાળામાં પ્રવાસીઓની વાતચીતના અવાજો શમતા જતા હતા. કેટલાંક પોતાની બેઠકમાં ઝોકાં ખાવા લાગ્યાં હતાં. કુસ્કોથી પરોઢિયે અમારે લિમા માટે વિમાન પકડવાનું હતું. તે પકડાશે કે નહિ તેની અમને હવે ચિંતા થવા લાગી હતી. - રાતના બે વાગે બીજું એન્જિન આવી પહોંચ્યું. ટ્રેન ચાલી. પ્રવાસીઓમાં ચેતનાનો સંચાર થયો. સવારે ચાર વાગે અમે કુક્કો પહોંચ્યાં ત્યારે અમને જાણવા મળ્યું કે અમને સ્ટેશને લેવા આવનારી ટૂરિસ્ટ કંપનીની બસ બે કલાક રાહ જોઈ કંટાળીને પાછી ચાલી ગઈ હતી. અમે ટેક્સી કરીને હોટેલ પર પહોંચ્યાં. તરત ચા પીને, સામાન લઈને અમે એ જ ટેક્સીમાં એરપોર્ટ પહોંચી ગયાં. આખી રાતનો અમને ઉજાગરો થયો હતો, પણ વિમાન ચૂક્યાં નહોતાં એનો આંનદ . હતો. વળી, મચ્ચ-પિચ્છનાં દર્શનના આનંદે અમારી યાત્રાને સાર્થક બનાવી હતી. Page #198 -------------------------------------------------------------------------- ________________ સાઓ પાઉલો અને સુઝાનો રિઓ-ડિ-જાનેરોથી બ્રાઝિલના પાટનગર બ્રાઝિલિયા શહેરમાં ફરીને સાઓ પાઉલો (Sao-Poulo - એનો ઉચ્ચાર ત્યાંના કેટલાક લોકો “સામ પાવલો’ એવી પણ કરે છે. સેટ પૉલના નામ ઉપરથી બ્રાઝિલના આ શહેરનું નામ પડ્યું છે.) અમે જવાનાં હતાં. સાઓ પાઉલો લગભગ ૫૦ લાખની વસતિ ધરાવતું બ્રાઝિલનું મોટામાં મોટું વેપારી મથક છે. સાઓ પાઉલો માટેની ફલાઇટ નક્કી કરવા માટે તથા ત્યાં હોટેલમાં રિઝર્વેશન કરાવવા માટે હું મારાં પત્ની સાથે રિઓની પાન-અમેરિકન કંપનીની ઓફિસમાં જઈ આવ્યો. અમે રોજના લગભગ ચાલીસ ડૉલરના દરની મધ્યમ કક્ષાની એક હોટેલમાં રિઝર્વેશન કરાવ્યું. સાંજે અમે અમારી હોટેલ પર પાછા ફર્યા ત્યારે રિસેપ્શનિસ્ટે અમને સંદેશો આપ્યો કે સાઓ પાઉલોથી કોઈ મિસ્ટર કસ્ટોડિયોનો ટૂંકકોલ હતો અને તેઓ રાત્રે નવ વાગ્યે ફરીથી ફોન કરશે. આ કસ્ટોડિયો કોણ હશે ? હું વિચાર કરવા લાગ્યો. પરંતુ એ નામના કોઈ ભાઈને હું ઓળખતો હોઉં તેવું જણાયું નહીં. છેક બ્રાઝિલમાં સાઓ પાઉલોમાં મારું કોઈ ઓળખીતું હોય તેવું ક્યારેય મેં જાણ્યું કે સાંભળ્યું નહોતું. એટલે મનમાં વહેમ પડ્યો કે રિસેપ્શનિસ્ટે કદાચ ભૂલમાં કોઈકનો સંદેશો મને આપી દીધો લાગે છે. જે હશે તે; રાત્રે નવ વાગે ફરીથી ફોન આવશે ત્યારે આ વાતની સ્પષ્ટતા થશે. રાત્રે બરાબર નવ વાગ્યે કસ્ટોડિયોનો ફોન આવ્યો. એમણે કહ્યું, “ડૉ. શાહ, હું કસ્ટોડિયો બોલું છું. તમે મને ઓળખતા નથી. હું તમને ઓળખતો નથી. પરંતુ જાપાનથી તમારા મિત્ર યોશિર નુભાટાનો મારા ઉપર ટેલેક્ષ દ્વારા સંદેશો આવ્યો છે કે તમે અને તમારાં પત્ની જો કદાચ સાઓ પાઉલો આવવાનાં હો તો તે માટે મારે તમારી બધી વ્યવસ્થા કરવી. તો મારે એ જાણવું છે કે તમે સાઓ પાઉલો આવવાનાં હો તો ક્યારે ?” આ સાંભળતાં જ અમને હર્ષ થયો. મુંબઈથી નીકળતાં પહેલાં મેં મારા એ જાપાની મિત્રને પત્રમાં જણાવ્યું હતું કે હું મારાં પત્ની સાથે રિઓ-ડિક પા-૧૨ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પાસપૉર્ટની પાંખે જાનેરો જવાનો છું. મેં તારીખો પણ જણાવી હતી, પરંતુ યોશિતેરુ નુમાટાનો કોઈ જવાબ નહોતો. જોકે જવાબની કોઈ અપેક્ષા પણ નહોતી, કેમ કે ક્યારેક ક્યારેક અમે વર્ષમાં એક-બે વખત એકબીજાને અનિયમિતપણે ખુશીખબરના પત્ર કે ગ્રીટિંગ-કાર્ડ લખીએ છીએ, એટલે યોશિતેરુ નુમાટા અમારા માટે છેક સાઓ પાઉલોમાં વ્યવસ્થા કરાવશે એવી કલ્પના તો ક્યાંથી હોય ? આથી કસ્ટોડિયોનો ફોન આવતાં અમે સુખદ આશ્ચર્ય અનુભવ્યું. મેં કસ્ટોડિયોને અમારા કાર્યક્રમની વાત કરી. હોટેલની વ્યવસ્થા પોતે કરશે એમ એમણે કહ્યું. એનો અર્થ એ થયો કે અમારે મહેમાન તરીકે જવાનું છે. વિદેશમાં કોઈ સ્થળથી માહિતગાર ન હોઈએ, પહેલી વાર જતાં હોઈએ અને તેમાં પણ ભાષાનો અને વિદેશી ચલણની કરકસરનો પ્રશ્ન હોય ત્યારે આવું નિમંત્રણ આવકારદાયક થઈ પડે છે. કસ્ટોડિયો સાથે ફોન પર વાત પૂરી થતાં મેં પાન-અમેરિકનને ફોન કર્યો, અને અમે સાઓ પાઉલોની હોટેલનું રિઝર્વેશન રદ કરાવ્યું. નિયત દિવસે સાંજે અમે સાઓ પાઉલો પહોંચ્યાં. ઍરપૉર્ટ ઉપર કસ્ટોડિયો અને બીજા કેટલાક જાપાનીઓ અમને લેવા આવ્યા હતા. કસ્ટોડિયોને જોતાં જ અમને થયું કે તેઓ કોઈ ભારતીય જેવા દેખાય છે. મેં તેમને કહ્યું, “તમે ભારતીય હો એવા લાગો છો, સાચી વાત ?” ‘ઓ “હા, તદ્દન સાચી વાત. હું ભારતીય છું. ગોવાનો વતની છું.” કસ્ટોડિયોએ સાથે આવેલા જાપાનીઓનો પરિચય કરાવતાં કહ્યું, મિ. સસાકી; તમને કદાચ ખબર હશે કે યોશિતેરુ નુમાટાએ હમણાં બ્રાઝિલમાં મિટોયો કંપનીનું નવું કારખાનું શરૂ કર્યું છે. એના મેનેજર તરીકે સસાકી જાપાનથી સહકુટુંબ આવ્યા છે. આ શ્રીમતી સસાકી અને આ એમનો દીકરો... અને આ મિ. કાનાતાની, આસિસ્ટંટ મેનેજર.' ઍરપૉર્ટની બધી વિધિ પતાવી અમે કારમાં બેઠાં. અમારી રહેવાની વ્યવસ્થા સાઓ પાઉલોની મોંઘામાં મોંઘી હોટેલ હિલ્ટનમાં કરવામાં આવી હતી. અમે ત્યાં પહોંચ્યાં. રોજના સવાસો ડૉલરના દરની આ હોટેલ હતી. ષટ્કોણ આકારે બાંધેલી અને પ્રત્યેક રૂમમાં એક આખા કાચની દીવાલવાળી આ ઉત્તુંગ હોટેલના સોળમા માળે રૂમમાં બેઠાંબેઠાં આખું સાઓ પાઉલો દેખાતું હતું. નવાં બંધાયેલાં અડોઅડ બહુમાળી મકાનોને લીધે એનો ગીચ વિસ્તાર વધુ ગીચ લાગતો હતો. દૂર દૂર એક ઊંચા મકાનની ટોચે ઇલેક્ટ્રોનિક લાલ નીઓન લાઇટ વડે સમય તથા ટેમ્પરેચરના મોટા આંકડા દેખાતા હતા. Page #200 -------------------------------------------------------------------------- ________________ સાઓ પાઉલો અને સુઝાનો ૧૭૯ હોટેલમાં પહોંચતાં જ બધાંને માટે કૉફી મંગાવાઈ. દરમિયાન કસ્ટોડિયોએ કહ્યું કે અમારું સાંજનું જમવાનું એમણે પોતાના ઘરે રાખ્યું છે. એમણે તે માટે પોતાને ઘરે ફોન કરી અમારા આગમનના સમાચાર આપી દીધા. કૉફી પીતાં પીતાં મેં કહ્યું, “મિ. કસ્ટોડિયો, રિઓથી તમારી સાથે ફોન પર વાત કરી ત્યારે જે રીતે તમે ઇંગ્લિશ ભાષા ઉચ્ચારતા હતા તે પરથી જ મને વહેમ પડ્યો હતો કે તમે બ્રાઝિલિયન નથી. તમે ભારતીય છો અને ગોવાના વતની છો એ જાણી મને ખરેખર ખૂબ આનંદ થયો. આટલે દૂર કોઈ ભારતીય સજ્જન મળે એ પણ અમારા જેવા પ્રવાસીઓને માટે બહુ ગમી જાય એવી વાત છે.” “મને પણ ઘણાં વર્ષે તમારા જેવા એક ભારતીય દંપતીને મળીને બહુ આનંદ થયો. જાણે અત્યારે હું ભારતમાં આવ્યો હોઉં એટલો હર્ષ થાય છે... પણ ડૉ. શાહ, એરપોર્ટ ઉપર તમને જોયા અને તમારો અવાજ સાંભળ્યો ત્યારથી મને એમ લાગ્યા કરે છે કે હું ભારતમાં તમને ક્યાંક મળ્યો છું. મને ભારત છોડ્યાને પચ્ચીસથી વધુ વર્ષ થયાં એટલે કશું યાદ આવતું નથી.” હું મુંબઈમાં રહું છું અને મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષય ભણાવું છું. ત્રણેક વખત ગોવા ફરવા માટે ગયો છું. સંભવ છે કે કદાચ ત્યાં કોઈ સ્થળે આપણે મળ્યા હોઈએ...” “બ્રાઝિલ આવતાં પહેલાં હું મુંબઈમાં થોડો વખત રહ્યો હતો. તેમને ગોવામાં અથવા મુંબઈમાં કદાચ મળ્યો હોઈશ, પણ ક્યાં અને ક્યારે તે ખબર નથી. પરંતુ તમારો અવાજ મને બહુ સુપરિચિત લાગે છે.” કસ્ટોડિયોએ કહ્યું. “મુંબઈ યુનિવર્સિટીમાં જોડાતાં પહેલાં સેંટ ઝેવિયર્સ કોલેજમાં મેં ઘણાં વર્ષ અધ્યાપક તરીકે કામ કર્યું હતું.” મેં કહ્યું. “બસ, તો ત્યાં જ તમને મળ્યો હોઈશ. તમે એન.સી.સી.માં ઑફિસર હતા ?” “હા, ઘણાં વર્ષ. હું છેલ્લે મેજર તરીકે નિવૃત્ત થયો.” બસ, તો હું તમારો કેડેટ છું. એક વર્ષ ઝેવિયર્સમાં ભણ્યો હતો અને એન.સી.સી.માં કેડેટ હતો. હું કૉલેજની હોસ્ટેલમાં રહેતો હતો. હોસ્ટેલની બાજુના ચોગાનમાં આપણી પરેડ થતી. ૧૯૫૧-પરની આ વાત છે.” એકબીજાના પરિચિત છીએ એ જાણતાં જ અમે પરસ્પર વધુ આત્મીયતા અનુભવી. મેં કહ્યું, “પચ્ચીસથી વધુ વર્ષ થઈ ગયાં એ વાતને. આપણે સાઓ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પાસપોર્ટની પાંખે પાઉલોમાં આ રીતે ફરી મળીશું એવી ત્યારે કલ્પના પણ નહીં. કેવું સુખદ આશ્ચર્ય ! પણ તમે ગોવા છોડી આટલે દૂર આવવાનું કેમ પસંદ કર્યું ?” કસ્ટોડિયોએ કહ્યું, “ત્યારે ગોવા પોર્ટુગીઝોનું રાજ્ય હતું અને બ્રાઝિલમાં પણ પોર્ટુગીઝોનું રાજ્ય. બ્રાઝિલની કેટલીય કંપનીઓ, ભણેલા માણસોની ખેંચ પડે એટલે, ગોવાના ભણેલા અને પોર્ટુગીઝ ભાષા જાણતા યુવાનોને સારી નોકરીની લાલચ આપીને પોતાના ખર્ચે લઈ આવતી. એ રીતે હું પણ અહીં આવ્યો. આવ્યા પછી થોડાંક વર્ષમાં ઠીક ઠીક પૈસા બચાવી ભારત પાછાં ફરવાનું વિચારતો હતો ત્યાં તો એક બ્રાઝિલિયન ગોરી યુવતી સાથે પ્રેમસંબંધ થયો. લગ્ન કર્યા. બાળકો થયાં એટલે બ્રાઝિલનો નાગરિક થઈ ગયો. ગોવા પાછા ફરવાને બદલે મા અને બહેનને બ્રાઝિલ બોલાવી લીધાં અને અહીં કાયમનો વસવાટ કર્યો. અહીં બ્રાઝિલમાં ગોવા કરતાં અમે વધારે સુખી છીએ. અહીં રહેવાને સારું ઘર છે, સારી કમાણી છે, ગાડી છે. અહીં કાળા-ગોરાનો ભેદભાવ નથી... તોપણ, અલબત્ત, ભારત એટલે ભારત. મને ભારત વારંવાર યાદ આવે છે. એકબે વખત સગાંઓને મળવા જઈ આવ્યો છું.” “તમે યોશિને નુભાટાને કેવી રીતે ઓળખો ?” મેં પૂછ્યું. હું એમની કંપનીમાં ડાયરેક્ટર તરીકે કામ કરું છું. યોશિએર સાઓ પાઉલો આવેલા ત્યારે મારે એમને એક સ્થળે અજાણતાં મળવાનું થયેલું. મારી સાથેની વાતચીતથી તેઓ પ્રસાર અને પ્રભાવિત થયેલા અને એમણે બ્રાઝિલમાં આવીને વસેલા જાપાનીઓને રોજી મળી રહે એ માટે નાના પાયા ઉપર પોતાનો ઉદ્યોગ શરૂ કરવાની ઇચ્છા દર્શાવી; તે પ્રમાણે નક્કી થયું અને એમની કંપનીમાં ડાયરેક્ટર તરીકે જોડાઈ જવાની એમણે મને ઑફર કરી. મેં એ ઑફર સ્વીકારી લીધી. ત્યારથી હું એમની કંપનીમાં કામ કરું છું.” કૉફી પીને અમે કસ્ટોડિયોને ઘરે ગયાં. એમણે એમની બ્રાઝિલિયન પત્નીનો પરિચય કરાવ્યો. મારાં પત્નીએ કેટલીક ભારતીય વસ્તુઓની તેમને ભેટ આપી. કલાકેક વાતો કરી અમે જમવા બેઠાં. કસ્ટોડિયાની પત્નીએ દાળ-ભાત, પૂરી, શાક, વગેરે ભારતીય વાનગીઓ બનાવી હતી. એણે એ બધી ભારતીય વાનગીઓ બનાવતાં શીખી લીધું છે અને તેઓ ઘરમાં ભારતીય રસોઈ જમે છે, એ જાણીને અમે રાજી થયાં. જમીને ભારત અને બ્રાઝિલ વિશે અમે ઘણી વાતો કરી. બીજે દિવસે સાઓ પાઉલોથી ૬૦ કિલોમીટર દૂર સુઝાનો નામના ગામમાં આવેલું મિટુટોયો કંપનીનું નવું શરૂ થયેલું કારખાનું જોવા જવાનો કાર્યક્રમ કસ્ટોડિયોએ અમારે માટે ઘડી કાઢ્યો. રાત્રે કસ્ટોડિયો અમને હોટેલ પર મૂકી ગયા. Page #202 -------------------------------------------------------------------------- ________________ સાઓ પાઉલો અને સુઝાનો ૧૮૧ બીજે દિવસે સવારે તેઓ અમને લેવા માટે અમારી હોટેલમાં આવી પહોંચ્યા. અમે નીચે ઊતર્યાં. ગાડી જરાક છેટે પાર્ક કરેલી હતી એટલે અમે ફૂટપાથ ઉપર ચાલવા લાગ્યાં. રસ્તામાં છાપાં અને સામયિકોનો એક સ્ટોલ આવ્યો. એમાં અંગ્રેજી ભાષામાં એક દૈનિક દેખાતાં તે લેવા માટે હું ઊભો રહ્યો. કસ્ટોડિયો આગળ ચાલતા હતા.. છાપાના પૈસા આપવા મેં કોટના ખિસ્સામાંથી પાકીટ, કાઢ્યું. છાપાવાળાએ છાપું તો આપ્યું, પરંતુ તે મારા ઉપર એકદમ ચિઢાયો. પાકીટ સામે આંગળી કરીને સ્પેનિશ ભાષામાં જોરશોરથી તે કશુંક બબડવા લાગ્યો. પૈસા આપવામાં ભૂલચૂક થઈ છે એમ મને લાગ્યું. એવામાં કસ્ટોડિયો પાછા આવી પહોંચ્યા. છાપાવાળાની વાત સાંભળી તેઓ હસ્યા અને મને કહ્યું, “તમારી બેદરકારી માટે તે ચિઢાય છે. અહીં સાઓ પાઉલોમાં ખિસ્સાકાતરુઓ ઘણા છે અને આવી મોટી હોટેલ પાસે અજાણ્યા પ્રવાસીઓને લૂંટી લેવા આંટા મારતા હોય છે. કેટલાક તો હાથમાંથી પાકીટ ઝૂંટવીને નાસી જાય છે. તમારે થોડાક છૂટા પૈસા બહાર રાખવા જોઈએ, જેથી રસ્તામાં ક્યાંય પાકીટ કાઢવું જ ન પડે. રસ્તામાં તમારા હાથમાં જો પાકીટ દેખાય અને ખિસ્સાકાતરુની નજરે પડ્યું તો તે તમારો પીછો નહિ છોડે.” રસ્તામાં ચાલતાં કસ્ટોડિયોએ મને કેટલાક શંકાસ્પદ દેખાતા મુફલિસ માણસો બતાવ્યા. એક વખત આપણું મન વહેમી બની જાય પછી હોય તેના કરતાં પણ વધુ માણસો આપણને ખરાબ દેખાય. સાઓ પાઉલોમાં આ જે સૂચના મળી તે અમારે માટે બહુ કામની હતી, કારણ કે વિદેશમાં પૈસા ગુમાઈ જાય તો અચાનક તકલીફ ઊભી થાય. કસ્ટોડિયો સાથે અમે ગાડીમાં બેઠાં. અમારી ગાડી સાઓ પાઉલોના એક પછી એક રસ્તા વટાવતી ચાલવા લાગી. કસ્ટોડિયો અમને તે બધા વિસ્તારોની માહિતી આપતા ગયા. સાઓ પાઉલોનો સહુથી વધુ શ્રીમંત વિસ્તાર કયો છે તે પણ અમને બતાવ્યો અને નિર્ધન લોકો રહે છે તે સ્ટમ્સ વિસ્તાર પણ બતાવ્યો. અમારી ગાડીએ ક્રમે ક્રમે પરાંનો વિસ્તાર છોડી મોટો ધોરી રસ્તો પકડ્યો. હવે રસ્તાની બંને બાજુ મોટાં મોટાં ખેતરો અને છૂટાંછવાયાં ઝૂંપડાં દેખાવા લાગ્યાં. બ્રાઝિલ પાસે પ્રદેશ ઘણો મોટો છે, પરંતુ એની ઘણીખરી વસતિ ચારપાંચ મોટાં શહેરોમાં કેન્દ્રિત થયેલી છે. એ શહેરોમાં આપણને પ્રજાની સમૃદ્ધિ દેખાય છે, પરંતુ બ્રાઝિલના ગ્રામ-વિસ્તારો અત્યંત પછાત છે. આ વિસ્તારોમાં કાળા હબસી લોકોનું પ્રમાણ અમને વિશેષ જોવા મળ્યું. મેલાં ફાટેલાં કપડાં પહેરેલાં ગરીબ સ્ત્રી-પુરુષો માથે સામાન ઊંચકીને રસ્તે ચાલતાં જતાં દેખાતાં હતાં. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પાસપોર્ટની પાંખે રસ્તામાં અમને બીજી પણ એક નવાઈ જોવા મળી. આ વિસ્તારમાં ચારે બાજુ સંતરાંનાં ઘણાં વૃક્ષો હતાં. એ વૃક્ષોની નીચે પુષ્કળ સંતરાં પડેલાં દેખાયાં. કસ્ટોડિયોએ કહ્યું, “બ્રાઝિલમાં દર વર્ષે હજારો ટન સંતરાં એમ ને એમ ઝાડ નીચે સડી જાય છે, કારણ કે સંતરાંનો પાક ઘણો બધો છે અને ભાવ એટલો નીચો રહે છે કે બહુ દૂરથી સંતરાં લાવવાનું સંતરાંના વેપારીઓને પોસાતું નથી. એટલે દૂરના પ્રદેશોમાં સંતરાંનો પાક બધો એળે જાય છે. ત્યાં એટલી માનવવસતિ પણ નથી કે તેનો મફત ઉપયોગ કરી શકે.” ચાલીસેક કિલોમીટર પછી રસ્તો નાનો અને ખરબચડો બની ગયો. બ્રાઝિલમાં અંગત માલિકીની ગાડીઓનો વ્યવહાર જેટલો શહેરોમાં છે તેટલો હાઈ-વે ઉપર નથી. એટલે મોટા હાઈ-વે બનાવવાનું કામ ધીરે ધીરે ચાલે છે. અમે સુઝાનો નામના એક ગામમાં આવી પહોંચ્યાં, અને ત્યાં આવેલા મિટુટોયો કંપનીના કારખાનામાં દાખલ થયાં. જાપાનની આ જાણીતી કંપનીએ પોતાનું કારખાનું સુકાનોમાં પણ નાખ્યું છે. કારખાનામાં પ્રવેશતાં એના જાપાની મેનેજર સસાકીએ અમારું સ્વાગત કર્યું. જાપાનની ઓચા (લીલી રંગની ચા) અમને અહીં પીવા મળી. સસાકીએ અમને કારખાનામાં ફેરવ્યાં. બ્રાઝિલમાં ગોરાં અને કાળાં બ્રાઝિલિયન સ્ત્રી-પુરુષો જોવા મળે એ તો સ્વાભાવિક છે, પરંતુ આ કારખાનામાં બ્રાઝિલિયન કરતાં વધુ સંખ્યામાં જાપાની મજૂરો અમને જોવા મળ્યા. મેં પૂછ્યું, “આ બધા મજૂરો જાપાનથી આવ્યા છે ?” કસ્ટોડિયોએ કહ્યું, “ના. અહીંના સ્થાનિક છે. તમને નવાઈ લાગશે કે આમાંના ઘણા જાપાની મજૂરોને જાપાની ભાષા નથી આવડતી. તેઓ પોર્ટુગીઝ ભાષા બોલે છે. બ્રાઝિલમાં ચારસો વર્ષથી જાપાની લોકોનો વસવાટ છે. જૂના સમયમાં વહાણો દ્વારા જાપાનથી સ્થળાંતર કરતાં કરતાં તેઓ અહીં આવીને વસ્યા છે. લાંબા વસવાટને કારણે તેમની ચામડી પણ હવે ઘેરી બની ગઈ છે. અહીં બ્રાઝિલમાં હજારો જાપાનીઓ આઠ-દસ પેઢીથી વસ્યા છે અને અહીંના નાગરિક બની ગયા છે.” જાપાનીઓ વિશેની આ વાત જાણી અમને આશ્ચર્ય થયું. વળી અમને જાણવા મળ્યું કે બ્રાઝિલના મોટા ભાગના જાપાનીઓ ગરીબ અને મધ્યમ વર્ગના છે અને ખેતી અથવા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બ્રાઝિલની પ્રજા કેવી ભાતીગળ છે તે અમને આ કારખાનામાં જોવા મળ્યું. અહીં કાળી, ગોરી તેમજ કાળા અને ગોરાની વર્ણસંકર પ્રજા છે તથા યુરોપિયન અને જાપાનીઓની વર્ણસંકર પ્રજા પણ છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ સાઓ પાઉલો અને સુઝાનો ૧૮૩ સુઝાનોનું કારખાનું જોઈ અમે પાછા ફર્યા. કસ્ટોડિયોએ એવા રસ્તેથી ગાડી લેવડાવી કે જેથી જાપાનીઓની વસતિવાળાં ગામો અમને જોવા મળે. એક પ્રજા જ્યારે પેટ માટે ભમે છે ત્યારે દેશ, ભાષા, ધર્મ, વર્ણ, સંસ્કાર વગેરેના ભેદ અને મમત્વ કેવી ઝડપથી ભુલાય છે અને ભૂંસાય છે તેની પ્રતીતિ આ ગરીબ અને સાધારણ સ્થિતિવાળા જાપાનીઓને જોતાં થઈ. સાંજ પડવા આવી હતી. અમે હવે સાઓ પાઉલો તરફ પાછા ફર્યા. અમારી ગાડી સાઓ પાઉલોના ભરચક વિસ્તારમાં દાખલ થઈ. અનુક્રમે તે અમારી હિલ્ટન હોટેલ તરફ આવી પહોંચી. હોટેલ પાસે ગાડીઓની ગિરદી હતી. રસ્તાની બંને બાજુ ગાડીઓ પાર્ક કરેલી હતી. કેટલીક ગાડીઓમાં ભભકદાર વસ્ત્રોમાં સજ્જ થયેલી યુવતીઓ બેઠી હતી. કેટલીક યુવતીઓ ગાડીની બહાર ઊભી હતી. કેટલીક યુવતીઓ કોઈકની રાહ જોતી હોય તેમ સિગરેટ ફૂંકતી હતી. કેટલીક ચાર-પાંચના ટોળામાં, તો કેટલીક એકલદોકલ ઊભી હતી. મેં કસ્ટોડિયોને કહ્યું, “આજે હોટેલમાં મહિલાઓની કોઈ મોટી પાર્ટી કે પોગ્રામ લાગે છે. ઘણી ગાડીઓ આવી છે.” કસ્ટોડિયોએ કહ્યું, “તમે સાઓ પાઉલો પહેલી વાર આવો છો એટલે તમને એમ લાગે. પોતાની ગાડી લઈને આવેલી આ બધી શ્રીમંત યુવતીઓ સામે બરાબર નજર કરશો તો જણાશે કે એ સારી ચાલની યુવતીઓ નથી. એ બધી ઘરાકની શોધમાં અહીં ઊભેલી છે. એમાંની ઘણી તો નવી નવી મોંઘી ફેશનના પોતાના શોખને પોષવા આવો ધંધો કરે છે. હિલ્ટન જેવી હોટેલમાંથી એમને એટલો મોંઘો ભાવ આપવાવાળા ઘરાકો મળી રહે છે. હિલ્ટનવાળાએ વારંવાર પોલીસમાં ફરિયાદ કરી છે, પરંતુ આ દૂષણ થોડોક વખત અટકે છે અને ફરી પાછું ચાલુ થઈ જાય છે. દુનિયામાં બધાં મોટાં શહેરોમાં મોટી હોટેલમાં લાગેલું આ દૂષણ દિવસે દિવસે વધતું જાય છે.” કસ્ટોડિયોએ આપેલા આ વાસ્તવિક ચિતારથી ઘડીભર અમારું મન સુબ્ધ રહ્યું. હોટેલ પાસે સવારે પેટ માટે રખડતા ગરીબ ખિસ્સાકાતરુ પુરુષો અને સાંજે શોખ ખાતર ભટકતી શ્રીમંત બજારુ સ્ત્રીઓ જોઈને અમે વિષાદયુક્ત ખિન્નતા અને ગ્લાનિ અનુભવી. પેટ અને પૈસા માણસની પાસે નીતિ અને ચારિત્ર્યની રેખા કેવી રીતે ઓળંગાવે છે તેનો વિચાર કરતાં કરતાં સંત પોલના નામ પરથી જેનું નામ પડ્યું છે એ સાઓ પાઉલો શહેરની હોટેલ હિલ્ટનમાં અમે દાખલ થયો. Page #205 -------------------------------------------------------------------------- ________________ ચ વીસાની સમસ્યા લંડનથી મોટરમાર્ગે અમે યુરોપના પ્રવાસે જવા નીકળ્યાં. લંડન પાસે વેલિંગબરો નામના નાનકડા શહેરમાં રહેતા કિશોરભાઈ વીરાણી પોતાની મોટરમાં અમને યુરોપમાં ફરવા લઈ જવાના હતા. પ્રવાસીઓને યુરોપમાં ફરવા લઈ જવા એ કિશોરભાઈનો શોખ પણ છે અને વ્યવસાય પણ છે. આફ્રિકાથી ઇંગ્લેન્ડમાં રહેવા ગયા પછી દસ વર્ષમાં ચાલીસથી વધુ વખત પોતાની મોટરમાં યુરોપના દેશોનો પ્રવાસ એમણે કર્યો છે. ઇંગ્લેન્ડથી અમારો પહેલો મુકામ બ્રસેલ્સમાં અનિલભાઈ ચંદેરિયાના ઘરે હતો. બ્રસેલ્સ જવા માટે ફ્રાન્સમાં થઈને જવું પડે. ઇંગ્લેન્ડથી હોવરક્રાફ્ટમાં બ્રિટિશ ચેનલ ઓળંગી ફ્રાન્સમાં દાખલ થતાં જ અમારો વીસા તપાસાયો અને અમારા પાસપૉર્ટમાં સિક્કો પડ્યો. પાસપોર્ટ જોતાં જ કિશોરભાઈએ કહ્યું, “અરે ! ફ્રાન્સનો તમારો વીસા સિંગલ ઍન્ટ્રી છે. એ વીસા હવે વપરાઈ ગયો. આપણે છેલ્લે ફ્રાન્સ થઈને ઇંગ્લેન્ડ પાછાં ફરવાનું છે. એ માટે તમારે ફરીથી બીજો વિસા લેવાની જરૂર પડશે. તમારે પહેલેથી જ મલ્ટિપલ એન્ટ્રીનો વિસા લેવો જોઈતો હતો. યુરોપની સફરમાં બને તેટલા મલ્ટિપલ ઍન્ટ્રીના વિસા લેવા જોઈએ, કેમ કે આ નાના દેશો એકબીજાથી નજીક એવી રીતે આવેલા છે કે ક્યારે ક્યા દેશમાંથી બીજી વાર પસાર થવાની જરૂર પડે તે કહી શકાય નહિ, ખાસ કરીને મોટરમાં તમે સફર કરતાં હો ત્યારે.” કિશોરભાઈને વર્ષોનો અનુભવ હતો. વારંવાર થયેલા અનુભવોને આધારે તેઓ જે સૂચનો કરતા તે વ્યવહારુ અને ઉપયોગી હતાં. બેલ્જિયમ પહોંચીને અમે સૌથી પહેલાં દોડ્યા ફ્રાન્સનો વીસી લેવા માટે. લાઇનમાં બેસીને કેટલાક કલાકો બગાડ્યા ત્યારે કહેવામાં આવ્યું કે ભારતીય એલચી ખાતામાંથી “નો ઑજેક્શનનો પત્ર લઈ આવો. તે પછી ચાર દિવસે વીસા મળે. પરંતુ બ્રસેલ્સમાં અમારે બે દિવસથી વધારે રોકાવાનું નહોતું, એટલે નક્કી કર્યું કે હવે જર્મનીમાં જઈને ત્યાંથી વીસા મેળવવો. ત્યાં “નો ઑબ્રેક્શન'ના પત્રની જરૂર નથી પડતી. હોલેન્ડનો પ્રવાસ કરીને અમે જર્મનીના પાટનગર બૉન પહોંચ્યાં. સાંજ Page #206 -------------------------------------------------------------------------- ________________ ફ્રેન્ચ વિસાની સમસ્યા ૧૮૫ પડી ગઈ હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે ફ્રેન્ચ એમ્બસી તો અમારી હોટેલથી પાંત્રીસેક કિલોમીટર દૂર હતી. કિશોરભાઈએ સૂચન કર્યું કે સવારે શોધતાં શોધતાં આપણે એમ્બસીમાં મોડાં પહોંચીએ તો સમયસર વીસા નહીં મળે. અત્યારે રાતના આપણે એ જગ્યા જોઈ આવીએ તો ત્યાં સવારે પહોંચવામાં મોડું નહિ થાય. સમયસર વીસા મેળવવો હોય તો અત્યારે આટલી તકલીફ લેવી જોઈએ.” એમનું સૂચન વ્યવહારુ હતું. જમીને અમે મોટરમાં ફ્રેન્ચ એમ્બસીની જગ્યાની તપાસ કરવા નીકળ્યાં. અમારી પાસે સરનામું હતું તે પ્રમાણે અમે રસ્તો શોધતાં શોધતાં આગળ જતાં હતાં. પણ કંઈક ભૂલાં પડતાં હોઈએ તેવું લાગતું હતું. યુરોપમાં કેટલાંક શહેરોમાં નંબર અને દિશા જ બરાબર ન હોય તો એના એ જ રસ્તે એકને બદલે બીજી દિશામાં તમે ચાલ્યા જાઓ. પૂછતાં પૂછતાં જવામાં સમય પણ ઠીક બગડતો હતો. એટલું જ નહિ, હવે રસ્તા પર લોકોની અવરજવર સાવ ઓછી થઈ જવા આવી હતી. એટલે અમારે કોઈ મોટરવાળાને ઊભા રાખીને પૂછવું પડતું, પરંતુ એવું તે બધાંને ગમતું એમ ન કહી શકાય. કેટલાક તો ઈશારો કરવા છતાં પણ પોતાની ગાડી ઊભી રાખતા નહિ. બે-એક મોટરવાળાએ બતાવ્યા પ્રમાણે અમે થોડુંક આગળ વધ્યાં, પરંતુ હવે રસ્તો સૂઝતો ન હતો. પરાનો એ શાંત વિસ્તાર હતો. રસ્તા પર કોઈ માણસ ચાલતો દેખાતો ન હતો. પાછા ફરવાનો વિચાર અમે કરતાં હતાં. એવામાં એક મોટરકાર આવતી દેખાઈ. અમે ઇશારો કર્યો અને એ ઊભી રહી. અંદર બેઠેલા સજ્જનને અમે ફ્રેન્ચ એમ્બસી માટે પૂછ્યું. તેમણે કહ્યું, “પણ એ અત્યારે ખુલ્લી નહીં હોય.” એ સજ્જનને અંગ્રેજી ન આવડે અને અમારા કિશોરભાઈને જર્મન ભાષા કામચલાઉ આવડે. અમે એ ભાઈને સમજાવ્યું કે સવારે સમય ન બગડે તે માટે અમે રાતના જગ્યા જોઈ લેવા માગીએ છીએ. પરંતુ અમારી આવી વાત એમને બરાબર ન સમજાય એ દેખીતું હતું. એમણે પ્રશ્ન કર્યો, “તમે એમ્બસીમાં કોઈ પાર્ટીમાં અત્યારે જાઓ છો ?” કિશોરભાઈએ વાત ટૂંકાવવા જાણી-જોઈને હા પાડી, કારણ કે અમારી વાત તે સજ્જન સમજી શકતા ન હતા. કિશોરભાઈ અમને ગુજરાતીમાં કહે, આપણે રસ્તો શોધવાનું કામ છે કે બીજું ? એમ્બસીની ઑફિસ રાત્રે ખુલ્લી ન હોય; એટલે આપણે રાત્રે જઈએ છીએ તે કોઈ પાર્ટીમાં જતાં હોઈશું. એમ એ માને છે, તો ભલે એમ માને.” Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પાસપોર્ટની પાંખે એ સજ્જને અમને એમ્બસીનો રસ્તો સમજાવવા પ્રયત્નો કર્યો. કેટલાંક સિગ્નલ વટાવવાં, ક્યાંથી ડાબી બાજુ વળવું, ક્યાંથી જમણી બાજુ વળવું, એ બધું કહ્યું, પણ અમને તે બહુ સ્પષ્ટ થતું ન હતું. ભાષાનો પણ પ્રશ્ન તેમાં ખરો. અમારી મૂંઝવણ જોઈને કંઈક વિચાર કરીને છેવટે તે સજ્જને અમને કહ્યું, “એમ કરો, તમે મારી પાછળ પાછળ આવો.” કિશોરભાઈએ અમને કહ્યું, “યુરોપમાં કેટલીક વાર ભાષા બરાબર ન આવડે તો આપણા સરનામા પ્રમાણે, કેટલાક ભલા માણસો પોતાની ગાડીની પાછળ પાછળ દોરીને આપણને જવાના સ્થળે મૂકી જતા હોય છે. બે-પાંચ મિનિટ માટે તેઓ સમયની કે પેટ્રોલની દરકાર કરતા નથી.” તે સજ્જનની ગાડીની પાછળ અમારી ગાડી ચાલી. રાતનો વખત હતો. આસપાસ રસ્તા પર ખાસ કંઈ અવરજવર નહોતી. અમે એમની ગાડીને બરાબર અનુસરીએ અને ભૂલથી બીજી કોઈ ગાડીની પાછળ પાછળ ન ચાલ્યા જઈએ એટલા માટે તેઓ પોતાની ગાડી ધીમે ધીમે ચલાવતા હતા. એક, બે એમ ચાર-પાંચ કિલોમીટર સુધી એમની ગાડી ગઈ. આટલે લાંબે સુધી કોઈ બતાવવા ન આવે. આપણે ગાડી તો ચૂક્યાં નથી ને ? અમને પ્રશ્ન થયો. પણ ના, બરાબર એ જ ગાડી હતી. અમે એનો નંબર પણ મનમાં નોંધી લીધો હતો. ગાડી હજુ આગળ જતી હતી. જેમ જેમ આગળ જતાં ગયા તેમ તેમ રસ્તો વધુ નિર્જન બનતો ગયો. વહેમ પડ્યો કે ક્યાંક આપણને ફસાવવા માટે તો લઈ જતા નથી ને ? કારણ કે હવે તો ઘરો પણ છૂટાંછવાયાં આવતાં હતાં. રસ્તાની બંને બાજુ ગીચ ઝાડી હતી અને રાતનું એકાંત હતું. કિશોરભાઈ કહે, “ઇટલીમાં કે ટર્કીમાં આપણે હોઈએ તો આવો વહેમ પડે, પણ અહીં જર્મનીમાં આવું ન બને. અલબત્ત, આ માણસ આટલે બધે દૂર સુધી આવે છે એથી નવાઈ તો લાગે છે. યુરોપમાં હજુ સુધી આટલે લાંબે સુધી મને રસ્તો બતાવવા કોઈ આવ્યું નથી.” એ સજજનની ગાડીએ એક વળાંક લીધો અને પછી એક ઢાળ ઊતરવા લાગી. હવે તો રસ્તો પણ ક્યાંક ક્યાંક ખાડાવાળો આવવા લાગ્યો. અમને વધારે વહેમ પડ્યો, પણ હિંમત હાર્યા નહીં. એક સ્થળે એમણે ગાડી ઊભી રાખી. પાછળ અમારી ગાડી જઈ પહોંચી. ગાડીમાં બેઠાં બેઠાં જ એ સજજને હાથ બહાર કાઢી બૂમ પાડીને કહ્યું, “ફ્રેન્ચ એમ્બસી.” એમણે હાથ કર્યો તે દિશામાં અમે જોયું. ત્યાં ફ્રેન્ચ એમ્બસીનું પાટિયું Page #208 -------------------------------------------------------------------------- ________________ ફ્રેન્ચ વીસાની સમસ્યા ૧૮૭ વંચાયું. અમે ઊતર્યાં. એ સજ્જનનો ખૂબ આભાર માન્યો. તરત જ પોતાની મોટર તેઓ હંકારી ગયા. લગભગ બાર કિલોમીટર દૂર પોતાની ગાડીમાં રાતને વખતે રસ્તો બતાવવા માટે એ સજ્જન આવ્યા એથી અમને તેના પ્રત્યે ખૂબ માન થયું. તેમના વિશે શંકાશીલ થવા માટે મનમાં પશ્ચાત્તાપ પણ થયો. કિશોરભાઈ કહે, “યુરોપમાં ઘણી વાર કોઈ કોઈ ભલા માણસોનો સારો અનુભવ થાય છે, પરંતુ આ માણસ તો ખરેખર અતિશય ભલો કહેવાય.” Page #209 -------------------------------------------------------------------------- ________________ ૬ બાહુ ગુફાઓ મલેશિયાનું પાટનગર કુઆલાલપુર છે. સિંગાપુરથી અમે કુઆલાલપુર પહોંચ્યાં અને ત્યાં “હોટેલ મલાયામાં ઊતર્યાં હતાં. હોટેલ બરાબર બજારની વચ્ચે હોય એવી અમે પસંદ કરી હતી, કે જેથી થોડો સમય જ્યારે મળે ત્યારે આસપાસ લટ મારવા નીકળવું હોય તો નીકળી શકાય. કુઆલાલપુરનું બજાર છે તે યુરોપ કે અમેરિકામાં વિશાળ જગ્યામાં, વિશાળ મકાનોમાં હોય છે તેવું નહિ, પણ સાંકડા રસ્તાઓ અને ગીચ વસતિવાળું છે. ત્યાં ઘણે ઠેકાણે ફેરિયાઓ હાથલારીમાં અથવા રસ્તા ઉપર માલ પાથરીને વેપારધંધો કરતા હોય છે. આવા વેપારમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે હોય છે, અને ભાવતાલ કરવામાં તે જબરી હોય છે. અજાણ્યાએ સાવધ રહેવું પડે છે, કારણ કે એક જ નિશ્ચિત ભાવ ન હોવાથી છેતરાઈ જવાનો ભય રહે છે. મલેશિયામાં સ્થાનિક મલે લોકો, પેઢીઓથી વસેલા દક્ષિણ ભારતના લોકો (હિન્દુઓ અને મુસલમાનો) અને તેથી પણ વહેલામોડા વસતા ગયેલા ચીનાઓ એમ ત્રણ મુખ્ય પ્રજાઓ છે. મલેશિયાની પ્રજા આર્થિક દૃષ્ટિએ ભારત કરતાં કેટલેક અંશે પછાત છે. આવા પછાત દેશોમાં પરદેશના મુસાફરો પાસેથી કમાવાની કંઈક આશાએ કેટલાક માણસો હોટેલમાં આંટા મારતા હોય છે અને જાતજાતની વસ્તુઓ વેચવા માટે પૂછપરછ કરી જતા હોય છે. કુઆલાલપુરમાં ફરવાના સ્થળો બતાવવા માટે ત્રણચાર ટેક્સીવાળાઓ અમારી પાસે આવી ગયા. અમે પાંચ મિત્રો હતા, એટલે એકસાથે પાંચ પ્રવાસી મળી જવાની આશાએ ત્રણ જુદી જુદી ટૂરિસ્ટ કંપનીના એજન્ટો પણ. અમારી પાછળ પડ્યા હતા. દરેકનો છાપેલો કાર્યક્રમ અમે જોયો અને તેમાં વધુ સ્થળો ઓછા દરે બતાવનાર કંપનીની ટૂરમાં અમે જોડાઈ ગયાં. સવારના આઠ વાગે અમે નીકળ્યાં. વીસેક માણો બેસી શકે એવી નાનકડી બસ હતી. બસમાં દસેક ગોરા પ્રવાસીઓ હતા. તેમાંના ઘણાખરા અમેરિકન હતા. એમની સાથે અમે બસમાં જોડાયાં. આટલા પ્રવાસીઓને Page #210 -------------------------------------------------------------------------- ________________ બાટુ ગુફાઓ ૧૮૯ લઈને બસ ઊપડી. અમારા ગાઇડે આરંભમાં કુઆલાલંપુરનો ભૌગોલિક અને ઐતિહાસિક પરિચય આપ્યો અને પછી રસ્તામાં આવતાં સ્થળો વિશે માહિતી આપતો ગયો. કુઆલાલંપુરમાં મલેશિયાની સરકારે બાંધેલી મસ્જિદ રસ્તામાં અમને બતાવવામાં આવી. મલેશિયાની મોટા ભાગની વસતિ મુસલમાન છે. ત્યાંની સરકાર ઇસ્લામી છે, એટલે સરકાર તરફથી મલેશિયામાં કેટલેક સ્થળે ભવ્ય મજિસ્ટો બાંધવામાં આવી છે. મસ્જિદ જોયા પછી અમે રબરના એક ખેતરમાં ગયાં. ત્યાં રબરના ઝાડને કેવી રીતે છેદ પાડવામાં આવે છે, કેવી રીતે ઝાડનું દૂધ વાસણમાં એકઠું કરાય છે અને તેમાંથી કેવી રીતે રબર બનાવાય છે તે અમને બતાવવામાં આવ્યું. તદુપરાંત પાર્લામેન્ટ, નેશનલ મ્યૂઝિયમ, મરિઅમ્મા હિન્દુ મંદિર, રાષ્ટ્રીય સ્મારક, ફેડરલ સેક્રેટરિયેટ, સિયામી મંદિર વગેરે જુદાં જુદાં કેટલાંક સ્થળો અમે જોયાં. પરંતુ દરેક સ્થળે અમારો ગાઇડ અમને જોવા માટે જે સમય આપતો હતો તેથી અમને બધાંને સંતોષ થતો નહોતો. અમે ગાઇડને તે માટે ફરિયાદ કરી. તેણે કહ્યું કે પોતે જે સમય આપે છે તેથી વધારે સમય આપી શકે તેમ નથી. વધારે સમય આપવા જતાં બપોરે પાછાં ફરવામાં મોડું થઈ જાય. વળી એને લીધે તેઓને બપોરની બીજી ટૂર કરવામાં મોડું થઈ જાય, કારણ કે ડ્રાઇવરને એક ક્લાક લંચ માટે આપવાનો હોય છે. કુઆલાલંપુર છોડીને અમે આઠેક માઈલ દૂર નીકળી ગયા. અમારે હવે ફક્ત બે સ્થળ જોવાનાં બાકી હતાં : એક તો બાટુ ગુફાઓ અને ત્યાંથી પાછાં ફરતાં બીજું સ્થળ તે ઝવેરાતનું એક કારખાનું. બાટુ ગુફાઓ પાસે ડુંગરની તળેટીમાં અમારી બસ પહોંચી. અમારા ગાઇડે કહ્યું, “ગુફામાં ઉપર જવા માટે લગભગ પોણા ત્રણસો પગથિયાં છે. જેમણે ચઢીને જવું હોય તે ચઢીને જાય; જેમણે ટ્રોલીમાં બેસીને જવું હોય તેઓ ટ્રોલીમાં જઈ શકે છે. ગુફા જોવા માટે તમને વીસ મિનિટનો સમય આપવામાં આવે છે. તમે જઈ આવો. હું અહીં નીચે બસમાં જ બેઠો છું.” અમે બધાં ગુફા જોવા ચાલ્યાં. કેટલાંક પ્રવાસીઓ પગથિયાં ચઢીને ઉપર પહોંચી ગયાં અને કેટલાંક પગથિયાંની બાજુમાં જ કરવામાં આવેલી, તારના દોરડા વડે યંત્રથી ઉપર ધીમે ધીમે ખેંચાતી ટ્રોલીમાં ટિકિટ લઈને ગયાં. પગથિયાં ચઢીને ઉપર પહોંચતાં જ મને અને મારા મિત્રોને લાગ્યું કે આવી વિશાળ કુદરતી ગુફા જોવા માટે વીસ મિનિટનો સમય બહુ ઓછો ગણાય. ગાઈડે આપણને વધારે સમય આપવો જોઈતો હતો. અમારી સાથે આવેલા ગોરા પ્રવાસીઓ સમયપાલનના ચુસ્ત આગ્રહી - Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પાસપોર્ટની પાંખે હોવાથી ગુફાના પ્રવેશદ્વારમાં જ બેત્રણ મિનિટ ઊભા રહી, ફોટા પાડી, તરત નીચે ઊતરી ગયા. પરંતુ અમે દ્વિધામાં પડ્યાં. ગુફાઓ બે ભાગમાં હતી. બંને ભાગમાં અંદર જઈને જોતાં સહેજે બીજી પંદર-વીસ મિનિટ લાગે તેમ હતું. અમારામાંના એકે કહ્યું, “આપણે પાંચ જેટલા પ્રવાસીઓ તો અહીં છીએ એટલે આપણને મૂકીને તેઓ બસ ઉપાડી લે એમ હું નથી માનતો. વળી હવે પછીનું છેલ્લું સ્થળ તે ઝવેરાતનું કારખાનું છે. ત્યાં આપણને દોઢ કલાક આપવાના છે. ત્યાં એટલા બધા સમયની જરૂર નથી, પણ આપણે કંઈ ખરીદી કરીએ એ લાલચે ત્યાં આપણને વધારે સમય આપવાના હોય એમ લાગે છે. માટે જરૂર એ ખરીદીમાં ગાઈડનું કમિશન હોવું જોઈએ.” અંદરઅંદર વિચાર કરી અમે નક્કી કર્યું કે આપેલા સમય કરતાં પંદર મિનિટ વધારે લેવી. અને કદાચ બસ ઊપડી જાય (વિદેશોમાં પ્રવાસીને મોડું થાય તો ઘણી વાર બસ ઉપાડી દેવામાં આવે છે, તો જાતે ટેક્સી કરીને હોટેલ ઉપર પહોંચી જવાની તૈયારી રાખવી. અમે ગુફામાં દાખલ થયાં. જેમ જેમ આગળ ગયા તેમ તેમ બહારથી અંધારી દેખાતી ગુફા અંદરથી ઊંડી ને ઊંડી જણાઈ. ડુંગરની ટોચ ઉપર આ વિરાટકાય કુદરતી ગુફા છે. આગળ જતાં જ્યાં અંધારું થવા માંડ્યું ત્યાં ગુફામાં વચ્ચે પથ્થરની એક પગથી, બાજુમાં ઝાલવાના કઠેડા સાથે બનાવવામાં આવી છે. બંને બાજુ થોડે થોડે અંતરે લાઇટની એવી વ્યવસ્થા છે કે જેથી ગુફાના અંધારામાં પણ ખ્યાલ આવે. બીજી મુખ્ય ગુફા ઊંડી કે લાંબી નથી, પણ ઘણી જ વિશાળ છે. તેમાં ઈ. સ. ૧૮૯૧માં સુબ્રહ્મણ્ય સ્વામીનું હિન્દુ મંદિર કરવામાં આવ્યું છે. અને ત્યારથી દર વર્ષે ત્યાં જાન્યુઆરી મહિનામાં ‘થાઈ પુસમનો ઉત્સવ ઊજવાય છે. બંને ગુફા જોઈને અમે નીચે ઊતર્યા. અમારે પંદર મિનિટ મોડું થયું હતું તેથી ગાઇડ ચિડાયો હતો. અમે કહ્યું, “આવી સરસ અદભુત જગ્યા માટે તમે ફક્ત વીસ મિનિટ આપો તે બરાબર ન કહેવાય. વીસ મિનિટ તો ઉપર જવા-આવવામાં વપરાઈ જાય છે. સમય ઓછો લાગ્યો એટલે ટેક્સી કરવાના જોખમે અમે પંદર મિનિટ વધારે લીધી છે તે માટે ક્ષમા માગીએ છીએ. તમે અમારી રાહ જોઈ તે માટે તમારો આભાર.” અમારી સાથે આવેલા ગોરા પ્રવાસીઓ અમારે મોડું થયું એટલે મોટું ચડાવીને બેઠેલા હતા. અલબત્ત પોતે ગુફા નિરાંતે ન જોઈ શક્યા તે માટે કેટલાકને અફસોસ પણ થયો. ટૂરિસ્ટ કંપનીની આવી વ્યવસ્થા માટે તેમણે પણ પોતાનો કચવાટ વ્યક્ત કર્યો. Page #212 -------------------------------------------------------------------------- ________________ બાટુ ગુફાઓ ૧૯૧ અમારી બસ ઊપડી. થોડી વારમાં ઝવેરાતના એક કારખાના પાસે તે આવી પહોંચી. કોઈકની અંગત માલિકીનું એ કારખાનું હતું. તેમાં એક ભાગમાં જુદા જુદા કીમતી પથ્થરોને ઘસવાનું અને પાલીસ કરવાનું કામ ચાલતું હતું. વિવિધ પ્રકારનાં ઘરેણાં ત્યાં બની રહ્યાં હતાં. કારખાનાના માલિકે બધાંને કારખાનું ફરીને બતાવ્યું. જોકે અમને કેટલાકને તેમાં કાંઈ રસ પડ્યો નહિ, કારણ કે ભારતમાં આવાં કારખાનાંની નવાઈ નથી. કારખાનું જોઈને અમે એના વેચાણ વિભાગના વિશાળ શો-રૂમમાં દાખલ થયાં. પ્રવેશદ્વારમાં જ સુંદર વસ્ત્રોથી સુસજ્જ બે યુવાનો ઊભા હતા. તે સેલ્સમેન હતા. તેમણે અમને દરેકને કોકાકોલા અથવા ઑરેન્જની બાટલી આપવા માંડી. મને તેમના સ્વાગતમાં કૃત્રિમતાની ગંધ આવી. મેં મનમાં વિચારી લીધું કે આપણે જો કંઈ પણ ખરીદી કરવી ન હોય તો પછી એમનું આપેલું, ઠંડા પીણું પીવું ન જોઈએ. મેં તે લેવાની ના પાડી. અમારામાંના બે મિત્રોએ તેમ છતાં કોકાકોલા લીધું અને પીધું. ગોરા લોકોએ પણ તે પીધું. શો-રૂમમાં ઝવેરાત ઉપરાંત ભેટ આપવાલાયક પરચૂરણ નાનીમોટી ઘણી વસ્તુઓ હતી. અમે તે જોતાં ગયાં. જે કાઉન્ટર પાસે અમે પહોંચીએ કે તરત જ તે કાઉન્ટર ઉપરનો સેલ્સમેન કાચના કબાટમાંથી જાતજાતની વસ્તુઓ ઝપાટાબંધ કાઢે અને ખરીદવા માટે બહુ જ આગ્રહ કરે. વળી કોઈ વસ્તુમાં જરાક રસ બતાવ્યો કે તરત બિલ પણ બનાવી કાઢે. અમારે તો કોઈ વસ્તુ ખરીદવી નહોતી એટલે ઝડપથી ચક્કર લગાવી બહાર નીકળ્યાં. નીકળતાં જ દરવાજામાં એક સેલ્સમેન ઊભો હતો. એણે અમને દરેકને પૂછયું, “તમે શું ખરીધું ?” • અમે દરેકે કહ્યું, “કશું નહિ.” એણે અમારામાંના જે બે જણે કોકાકોલા પીધું હતું તેમને ઊભા રાખીને કહ્યું, “અમે તમને મોંધું કોકાકોલા પાયું છે અને તમે કશી ખરીદી ન કરો તે તમારા માટે સારું ન કહેવાય. તમને જે ઠીક લાગે તે નાનામાં નાની કોઈ પણ વસ્તુ ખરીદ કરો, એથી અમને આનંદ થશે.” આથી અમારા એ બે મિત્રો શરમાયા અને મૂંઝાયા. કહેનારે એટલું ખરાબ મોડું કરીને તોછડી ભાષામાં કહ્યું હતું કે અમારા મિત્રોને વિવેક ખાતર ખરીદી કરવા પાછા ફરવું પડ્યું. મેં એમને સૂચન કર્યું કે “આખા શો-રૂમમાં ઓછામાં ઓછા ભાવની વસ્તુ તે પિક્યર પોસ્ટકાર્ડ છે અને કેમેરાના રોલ છે. જોકે એના પણ અહીં બજાર કરતાં બમણા ભાવ છે. તમે પાંચદસ રૂપિયાની વસ્તુ ખરીદીને આવો.” Page #213 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે અમારા મિત્ર એ ખરીદીને આવ્યા. પેલા ગોરા પ્રવાસીઓમાંથી કેટલાકે જાતજાતની વસ્તુઓ ખરીદી હતી કેમ કે એમને તે ભાવ પોસાય એવા હતા. દરેકે શી શી વસ્તુ ખરીદી છે તે અમારો ગાઇડ પૂછતો જાય અને એના મનમાં નોંધ રાખતો જાય. છેવટે અમને બધાંને બસમાં બેસાડીને ફરી પાછો તે શો-રૂમમાં ગયો. પોતાનું કમિશન લેવા જ તે ગયો એ સ્પષ્ટ હતું. અમે ઓછા પ્રવાસીઓ હતા અને તેમાં પણ ખરીદી કરનારા તો અડધા જ હતા. ધાર્યા કરતાં ઘણો ઓછો સમય વપરાયો. પરિણામે અમે હોટેલ ઉપર નિર્ધારિત સમય કરતાં અડધો કલાક વહેલાં પાછાં. ફર્યાં. ૧૯૨ શહેર-દર્શનનો કાર્યક્રમ ઉતાવળે કરાવવા માટે ગાઇડ પ્રત્યે અમારાં બધાંનાં મનમાં કચવાટ હતો. વળી બાટુ ગુફાઓમાં વધુ સમય લેવા માટે તથા ઝવેરાતના શો-રૂમમાંથી ખાસ કશું ન ખરીદવા માટે અમારા પ્રત્યે ગાઇડના મનમાં જે રોષ હતો તે અમે જોઈ શકતાં હતાં. એટલે જ છૂટા પડતી વખતે ગાઇડે અને અમે પ્રવાસીઓએ ફરજ ખાતર પરસ્પર આભાર માન્યો, પરંતુ એ કેવળ ઔપચારિક અને ઉષ્મારહિત હતો. Page #214 -------------------------------------------------------------------------- ________________ નવા વર્ષની ભેટ મારા મિત્ર શ્રી મહેન્દ્રભાઈ જી. મહેતાની ભલામણથી હું ફિજીના પાટનગર સુવામાં ત્યાંના ઝવેરાતના વેપારી “જોગિયા જવેલર્સ નામની પેઢીના માલિક શ્રી કાનજીભાઈ જોગિયાને ત્યાં ઊતર્યો હતો. સુવા દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલું, સમુદ્રતટથી શોભતું, નાનું પણ રળિયામણું નગર છે. કાનજીભાઈની સાથે સુવા અને તેની આસપાસના પ્રદેશમાં હું ફર્યો. ત્યાર પછી સુવાની પાસે ઊલ્લૂ ટાપુ ઉપરના કોરલ રીફ (Coral Reef-સમુદ્રમાં છીછરાં પાણી નીચે ખડકો ઉપર જામેલાં વિવિધ પ્રકારનાં પરવાળાં) જોવા જવાનો કાર્યક્રમ અમે વિચાર્યો. કાનજીભાઈના ઘરથી લગભગ એક કિલોમીટરના અંતરે સમુદ્રકિનારેથી ઊલુલુ ટાપુના પ્રવાસ માટેની સ્ટીમ-લોંચ રોજ સવારે ઊપડે છે. અમે સવારે નવ વાગે ઘરેથી નીકળ્યા, પરંતુ નિયત સમય કરતાં બે-ત્રણ મિનિટ મોડા પહોંચ્યા. સ્ટીમ-લોંચે ત્યારે લંગર ઉપાડી લીધું હતું, એટલે અમારે ઊલ્લુનો કાર્યક્રમ બીજા દિવસ ઉપર રાખવો પડ્યો. - કાનજીભાઈએ કહ્યું, “ઊલ્લુ હવે આવતી કાલે જઈશું; આજે ચાલો, તમને એસ.પી.યુ. બતાવું.” “એસ.પી.યુ. એટલે ?” મેં પૂછ્યું. “એટલે સાઉથ પેસિફિક યુનિવર્સિટી, ફિજીમાં ફક્ત આ એક જ યુનિવર્સિટી છે અને તે એસ.પી.યુ.ના ટૂંકા નામથી જ વધારે જાણીતી છે.” મેં કહ્યું, “એ યુનિવર્સિટી જોવાનું મને જરૂર ગમશે, કારણ કે એ તો અમારું ક્ષેત્ર છે. દુનિયાની જુદી જુદી યુનિવર્સિટીઓની મુલાકાત લેવી તે મારે રસનો વિષય છે.” અમે ગાડીમાં બેઠા. કાનજીભાઈએ કહ્યું, “આપણે દુકાન તરફથી ગાડી લઈએ. કોઈ અગત્યની ટપાલ આવી હોય તો તે હું જરા જોઈ લઉં.” અમે તેમની દુકાન પાસે પહોંચ્યા. ગાડીમાંથી ઊતરતાં જ એક ભાઈ મળ્યા. કાનજીભાઈએ એમને મારો પરિચય કરાવતાં કહ્યું, “આ અમારા મહેમાન ડૉ. રમણલાલ શાહ, ઇન્ડિયાથી ફરવા આવ્યા છે. પહેલી જાન્યુઆરીએ પ-૧૩ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પાસપોર્ટની પાંખે ઓકલેન્ડ જવાના છે. હું તેમને અત્યારે એસ.પી.યુ. લઈ જાઉં છું.” કાનજીભાઈએ તેમનો પરિચય કરાવતાં કહ્યું, “આ શ્રી ... પટેલ, અમારા સુવાના એ બહુ મોટા શ્રીમંત વેપારી છે. ફિજી ઉપરાંત ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પણ તેમનો વેપાર ચાલે છે.” - શ્રી પટેલે કહ્યું, “કાનજીભાઈ, ડૉક્ટરસાહેબને યુનિવર્સિટી બતાવવાનો લાભ મને આપો. હું અત્યારે ફ્રી છું.” થોડી આનાકાની પછી કાનજીભાઈએ છેવટે સંમતિ આપી. મને પણ થયું કે ત્રણ દિવસથી રોજ એમનો સમય લઉં છું તો આજે ભલે તેઓ દુકાનનું કામ સંભાળે. શ્રી પટેલ સાથે એમની ગાડીમાં હું બેઠો. તેમણે કહ્યું, “ડૉક્ટરસાહેબ, તમારે મોડું નથી થતું ને ?” “ના, જરાય નહિ.” “તો પહેલાં આપણે ઘેર ચા-પાણી લઈએ. પછી એસ.પી.યુ જઈએ.” “ભલે.” રસ્તામાં શ્રી પટેલે ફિજીમાં એમના કુટુંબે કેવી રીતે વસવાટ કર્યો તેનો રસિક ઇતિહાસ કહ્યો. તેમણે કહ્યું : “અમે નડિયાદ પાસેના એક ગામના વતની. મારા પિતાજી અહીં હાથે-પગે આવેલા. ફિજી એટલે આફ્રિકાનો પ્રદેશ એમ સમજીને અમારી જ્ઞાતિના લગભગ દોઢસો માણસ ટિકિટ કઢાવીને સ્ટીમરમાં બેઠેલા. લગભગ સાઠ વર્ષ પહેલાંની આ વાત છે. બધા અભણ; ગુજરાતી ભાષા પણ પૂરી લખતાં-વાંચતાં આવડે નહિ; ખેતી કરે. સ્થિતિ બહુ ગરીબ. જિંદગીમાં પહેલી વાર મુંબઈ આવ્યા અને પહેલી વાર સ્ટીમરમાં બેઠા. એ દિવસોમાં પાસપોર્ટ કે વીસાની કોઈ માથાકૂટ નહીં.' ઘણા દિવસે સ્ટીમર ઑસ્ટ્રેલિયાના સિડની બંદરે આવી પહોંચી. અમારા વડીલો બધા ગભરુ, ગોરા લોકો સાથે વાતો કરતાં ધ્રૂજે વાત કરવાનું જ ટાળે. સિડની બંદર આવ્યું એટલે કતાને એ જાહેર કર્યું, પરંતુ અમારા વડીલોએ સિડનીનું નામ જિંદગીમાં કોઈ દિવસ સાંભળેલું નહીં. ગોરા લોકોના ઉચ્ચાર જુદા, એટલે તેઓ બધા “સિડનીને બદલે “ફિજી સમજ્યા. બધા સિડની બંદરે ઊંતરી પડ્યા ! પરદેશનો આ પહેલવહેલો અનુભવ હતો. ક્યાંથી ક્યાં જવાય તેની ગતાગમ ન હતી. ગામમાં જઈ પોતાનાં ઓળખીતાનાં નામ પૂછે, પરંતુ કોઈ મળ્યાં નહીં.” દરમિયાન સ્ટીમર તો ઊપડી ગઈ હતી. માથે પોટલાં ઊંચકી આસપાસ દસ-પંદર માઈલમાં ઘણાં ફાંફાં માર્યો. પછી તેમને સમજ પડી કે Page #216 -------------------------------------------------------------------------- ________________ નવા વર્ષની ભેટ ૧૫ તેઓ બીજી કોઈ જગ્યાએ આવી પહોંચ્યા છે. ફિજી તો હજુ અહીંથી લગભગ બે હજા૨ માઈલ દૂર સ્ટીમરમાં જવાનું છે, તે માટે ફરી બીજી ટિકિટ કઢાવવી પડે, પરંતુ પોતાના ગુજરાન માટે પણ કોઈની પાસે પૂરતા પૈસા નહોતા. એટલે બધાને તરત મજૂરીએ લાગી જવું પડ્યું. “કોઈ જંગલોમાં ઝાડ કાપવા માટે, કોઈ રસ્તો બનાવવા માટે, કોઈ મકાન બાંધવા માટે, કોઈ ખેતરોમાં ગોરા લોકોને મદદ કરવા માટે કામે લાગી ગયા. ચાર-છ મહિના ખૂબ કાળી મજૂરી કરી. ગોરા લોકોનાં માર અને અપમાન સહન કર્યા. ધીમે ધીમે પૈસા બચાવ્યા અને સ્ટીમરના ભાડા જેટલા પૈસા થયા એટલે સ્ટીમર પકડી ફિજી આવી પહોંચ્યા. અહીં ફિજીમાં પણ શરૂઆતમાં બહુ કપરી મજૂર કરવી પડી. પરંતુ પહેલા વિશ્વયુદ્ધ વખતે તેઓ ઠીક ઠીક પૈસા કમાયા અને બીજા વિશ્વયુદ્ધ વખતે તો લાખોપતિ થઈ ગયા. એને લીધે આજે અમે પણ પૈસેટકે બહુ સુખી છીએ; જોકે અમે ખાસ કંઈ ભણ્યા નથી.” ' શ્રી પટેલે રસ્તામાં પોતાની મોટી મોટી દુકાનો અને માલિકીનાં ઘરો બતાવ્યાં. ત્યાર પછી થોડે દૂર આવેલા તેમના બંગલે અમે પહોંચ્યા. ચાપાણી લીધાં. શ્રી પટેલે પોતાના કુટુંબના સભ્યોનો મને પરિરાય કરાવ્યો અને ચાર-પાંચ મિત્રોને ફોન કરી જણાવ્યું કે, “ઈન્ડિયાથી ડૉક્ટર રમણભાઈ આવ્યા છે, અનુકૂળતા હોય તો સાડાબાર વાગ્યે દુકાને આવજો.” | શ્રી પટેલ સાથે એસ.પી.યુ. જવા હું નીકળ્યો. રસ્તામાં એમની સાથે શી વાત કરવી તે હું વિચારતો હતો. ત્યાં તો એમણે જ મને પૂછ્યું, “ઈન્ડિયામાં આયુર્વેદિક દવાઓ કઈ કંપનીની સારી આવે છે ?” મેં કહ્યું, “ઘણી કંપનીઓની આવે છે. પરંતુ તેમાં ઝંડુ, ધૂત પાપેશ્વર, ચરક, વૈદ્યનાથ વગેરેની દવાઓ સારી ગણાય છે.” મને જવાબ આવડ્યો તેથી આનંદ થયો. મનમાં થયું કે આવું થોડું સામાન્ય જ્ઞાન હોય તો સારું; અપરિચિત માણસ સાથે પ્રથમ મુલાકાતે મૂંગો બેસી રહેવાનો વખત ન આવે. થોડી વારે શ્રી પટેલે ફરી પાછો પ્રશ્ન કર્યો, આયુર્વેદિક દવાઓ સારી કે એલોપથીની ? તમારો શો અનુભવ છે ?” “કેટલાક રોગોમાં આયુર્વેદિક દવાઓ બહુ અકસીર હોય છે. વળી, એમાં માફક ન આવે તોપણ નુકસાન ખાસ હોતું નથી. પરંતુ તે દવાઓ ધીરજ માગી લે છે, કારણ કે તેનો કોર્સ લાંબો હોય છે. કેટલાક Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ પાસપોર્ટની પાંખે રોગોમાં એલોપથીની દવાઓ બહુ અકસીર હોય છે. તેની અસર તરત જ થાય છે અને રોગ મટી જાય છે.” આમ વાતો કરતાં કરતાં અમે સાઉથ પેસિફિક યુનિવર્સિટીમાં પહોંચ્યા. યુનિવર્સિટીનું કેમ્પસ ઊંચાઈવાળા શાંત રમણીય વિસ્તારમાં આવેલું છે. આ કૅમ્પસ ધીમે ધીમે વિકસી રહ્યું છે. નવાં નવાં મકાનો તૈયાર થઈ રહ્યાં છે . અને નવા નવા વિભાગો ખૂલી રહ્યા છે. શ્રી પટેલે કહ્યું, “અમારી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ઓછા છે, પરંતુ રાજયની એક જ યુનિવર્સિટી હોવાથી પૈસાની કોઈ તકલીફ નથી. સારો પગાર આપી અમે વિદેશમાંથી પણ અધ્યાપકો લાવીએ છીએ. કેટલાક અધ્યાપકો ઇન્ડિયાથી પણ આવ્યા છે. જોકે અમારા છોકરાઓ અહીં બહુ ભણતા નથી, અને જે સારું ભણે છે તે ન્યૂઝીલેન્ડ, ઑસ્ટ્રેલિયા કે ઇન્ડિયા ભણવા જાય છે.” યુનિવર્સિટીના કેમ્પસમાં ઘણા વિદ્યાર્થીઓને સિગારેટ પીતાં જો ઈ કહ્યું, “આ સિગારેટનું વ્યસન દુનિયાની ઘણી યુનિવર્સિટીઓના કેમ્પસમાં પહોંચી ગયું છે.” શ્રી પટેલે કહ્યું, “અમારે ત્યાં સિગારેટ એ કોઈ મોટી વાત નથી. અમારી યુનિવર્સિટી તો એથી પણ આગળ વધેલી છે. અમારી યુનિવર્સિટીએ પોતે જ ચા-પાણીની કેન્ટીન સાથે દારૂનો બાર પણ ચાલુ કરેલો. વિદ્યાર્થીઓ અને અધ્યાપકો વર્ગમાંથી છૂટીને દારૂ પીએ, કેટલાક વિદ્યાર્થીઓ તો ઘેર આવી સીધા બારમાં દાખલ થાય. મિત્રો સાથે દારૂ પીધા કરે અને ત્યાંથી સીધા ઘેર પાછા જાય. અહીં દારૂના નશાના કારણે કેટલીક વખત વિદ્યાર્થીઓનાં જુદાં જુદાં જૂથની વચ્ચે મારામારીઓ પણ થઈ છે. યુનિવર્સિટીએ આ તોફાનોને કારણે હમણાં દારૂનો બાર બંધ કરી દીધો છે.” મેં કહ્યું, “દુનિયાની ઘણી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ ઘરે કે બહાર મદ્યપાન કરતા હોય છે. ત્યાં એ અસ્વાભાવિક કે અનૈતિક મનાતું નથી. અલબત્ત, યુનિવર્સિટીના કેમ્પસમાં યુનિવર્સિટી તરફથી દારૂનો બાર ચાલતો હોય એવું જવલ્લે જ જોવા મળે. ભારતમાં કાયદાથી દારૂબંધી કરવામાં આવી છે એવી વાત ઘણા વિદેશીઓને નવાઈભરેલી લાગે છે.” યુનિવર્સિટી જોઈ અમે પાછા ફર્યા. રસ્તામાં શ્રી પટેલે પૂછ્યું, “ડૉ. શાહ, તમે પહેલી જાન્યુઆરીએ જ ઓકલેન્ડ જવાના છો ? નવું વર્ષ ફિજીમાં કરો ને !”. Page #218 -------------------------------------------------------------------------- ________________ નવા વર્ષની ભેટ ૧૯૭ ના, જી. મારો કાર્યક્રમ બધો ગોઠવાઈ ગયેલો છે. જોકે ૩૧મીએ રાત્રે બાર વાગે નવું વર્ષ ફિજીમાં ઊજવીશ અને પહેલીએ સવારે જઈશ.” “ઓકલેન્ડ ફરવા માટે કે કંઈ કામ માટે ?” “બસ, ફરવા માટે.” ક્યાં ઊતરવાના છો ?” ટ્રાવેલ લૉજ નામની હોટેલમાં મેં રિઝર્વેશન કરાવેલું છે.” “હોટેલમાં શા માટે ઊતરો છો ? આપણું ઘર ત્યાં છે. મારો નાનો દીકરો ત્યાં રહે છે. ત્યાં તમે ઊતરજો. આપણે ઑફિસે પહોંચીએ એટલે તરત હું ફોન કરી દઈશ. એ તમને એરપોર્ટ પર લેવા આવશે. તમને ઓકલેન્ડમાં બધે ફેરવશે.” ન્યૂઝીલેન્ડના પાટનગર ઓકલેન્ડમાં હું પહેલી વાર જતો હતો, એટલે શ્રી પટેલની આ ઉદાર આતિથ્યભાવનાથી આનંદિત થઈ ગયો. વિદેશમાં આવી કેટલીક સગવડ મેળવવા માટે કેટલીક વાર તો ભલામણપત્રો એકઠા કરવા પડતા હોય છે. તેને બદલ આટલા અલ્પ પરિચયે શ્રી પટેલે સામેથી મારે માટે કરેલી આ દરખાસ્ત મને આવકારદાયક લાગી. અમે શ્રી પટેલની ઑફિસે પહોંચ્યા. બહાર તડકામાં ફરીને આવ્યા હતા એટલે એરકંડિશન્ડ ઑફિસમાં બેસતાં ઠંડક અનુભવી. અમારા માટે ઠંડાં પીણાં આવ્યાં. દરમિયાન શ્રી પટેલે ઓકલૅન્ડ સીધો નંબર જોડીને પોતાના દીકરાને પહેલી જાન્યુઆરીની મારી ફલાઈટની અને એરપોર્ટ ઉપર લેવા આવવાની સૂચના જણાવી દીધી. એ માટે મેં એમનો આભાર માન્યો. ત્યાર પછી શ્રી પટેલે બહાર બેઠેલા એક ભાઈને બોલાવ્યા. આવીને તેમણે મને એક ફાઇલ હાથમાં આપી અને કહ્યું, “મને છાતીમાં બહુ ભાર લાગે છે, પણ પાણી પીઉં તો સારું લાગે છે. કોઈક વાર હાથ-પગ ખેંચાય છે અને થાક બહુ લાગે છે.” મને તરત સમજ ન પડી કે આ ભાઈ પોતાના દરદની આ બધી વાત મને શા માટે કરે છે ? ફાઇલ જોતાં જણાયું કે એ જુદા જુદા દાક્તરી રિપોર્ટની ફાઈલ છે. મને વહેમ પડ્યો કે તેઓ મને મેડિકલ ડોક્ટર તો નહિ સમજતા હોય ?! મેં તેમને કહ્યું, “ભાઈ, હું દાક્તર નથી. આ માટે તમે કોઈ દાક્તરની સલાહ લો.” Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પાસપોર્ટની પાંખે એટલામાં શ્રી પટેલનો મોટો દીકરો આવી પહોંચ્યો. એણે પણ મારા હાથમાં ફાઇલ મૂકીને કહ્યું, “મને ખાવાનું કંઈ પચતું નથી. દિવસના આઠદસ વખત ટૉયલેટ જવું પડે છે.” મેં એને પણ કહ્યું, “ભાઈ, હું પીએચ.ડી. ડૉક્ટર છું, મેડિકલ ડોક્ટર નથી.” ત્યાં શ્રી પટેલે વચ્ચે જ કહ્યું, “ડૉક્ટરસાહેબ, તમે પીએચ.ડી.ના ડૉક્ટર હો કે હોમિયોપથીના, તેની અમને બહુ પંચાત નથી. અમારે અહીં ફિજીમાં તો ડૉક્ટર એટલે ડૉક્ટર. તમે દવા બરાબર લખી આપો એટલે બસ. તમારી જે કંઈ ફિ હશે તે જરૂર આપીશું. તે માટે બેફિકર રહેજો.” . મેં વારંવાર સ્પષ્ટતા કરી, પરંતુ મારી વાત તેમને ગળે ઊતરી નહીં. બલ્ક હું ઇરાદાપૂર્વક દાક્તરી તપાસ કરવાનું ટાળું છું તેવો તેમને વહેમ પડવા લાગ્યો. હજુ બીજા ત્રણ જણ પોતાની મેડિકલ ફાઇલ લઈને મારી રાહ જોતા બેઠા હતા ! પરંતુ મેં તેમને આગ્રહપૂર્વક સમજાવી વિદાય કર્યા. મારી આ વાતથી શ્રી પટેલ નિરાશ થઈ ગયા. તેમના ઉત્સાહમાં થોડી મંદતા આવી ગઈ.. મુંબઈમાં કઈ કઈ હૉસ્પિટલો સારી છે, તથા કેટલાંક ઑપરેશન માટે કયા ડૉકટર સારા છે એ વિષે એમણે પૂછેલા પ્રશ્નોના, અલબત્ત, મેં આવડ્યા એવા જવાબ આપ્યા, કારણ કે તેમ ન કરવામાં સામાન્ય સૌજન્યનો અભાવ તેમને કદાચ જણાય. આમતેમ થોડી વાતો ચાલી. શ્રી પટેલે પૂછયું, “ડૉક્ટરસાહેબ, ઓકલેન્ડ જવા માટે તમારી પાસે સામાન કેટલો હશે ?” એક બૅગ અને એક એટેચી. લગભગ બારેક કિલો. તમારા દીકરા માટે કંઈ મોકલવું હોય તો જરૂર આપજો.” નિરાશાથી ઠંડા પડી ગયેલા વાતાવરણમાં ઉષ્મા આણવા મેં દાક્ષિણ્ય દાખવ્યું. - “બસ, એટલા માટે જ તમને પૂછ્યું. એક બૉક્સ તમારી સાથે મોકલવાનું છે.” જરૂર. મને બહુ આનંદ થશે. શાનું બૉક્સ ?” એક મોટો રેડિયો-સેટ છે. મારા દીકરા માટે નવા વર્ષની ભેટ છે. પરંતુ તમે ઓકલેન્ડમાં કસ્ટમ્સમાં પહેલેથી રેડિયો ડિકલેર કરતા નહીં. જો એમ ને એમ નીકળી જાય તો ઠીક, અને જો ચેક થાય તો તેની ડ્યુટી મારો દીકરો ભરી દેશે.” Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯ નવા વર્ષની ભેટ - “હું તો ઇન્ડિયન ટૂરિસ્ટ તરીકે જાઉં છું. મારાથી એવી રીતે રેડિયો લઈ જવાય છે અને ત્યાં આવી રીતે આપી શકાય ?” “તેની તમે ફિકર નહીં કરતા. અમારે બધે ઓળખાણ છે. મારો દીકરો કસ્ટમ્સમાં બધું પતાવી દેશે.” હું વિમાસણમાં પડ્યો. આવી રીતે કોઈનાં સંપેતરાં લઈ જવાથી વિદેશપ્રવાસમાં અણદારી મુશ્કેલી આવતી હોય છે એવી કેટલીક વાતો સાંભળેલી છે. કોઈક વાર મોકલનારે તેમાં બીજી જ કોઈ વસ્તુ સંતાડી હોય છે. હું મૂંઝવણ અનુભવવા લાગ્યો. એક બાજુ એમનો દીકરો એરપોર્ટ ઉપર લેવા આવે, ઘરે ઉતારે, ઓલૅન્ડમાં બધે ફેરવે, અને બીજી બાજુ એમનું એક સંપેતરું લઈ જવાની મારે “ના” પાડવી પડે એવી સ્થિતિ થઈ. મેં ત્વરિત નિર્ણય કરી લીધો અને હિંમતપૂર્વક કહ્યું, “તમારો રેડિયો હું નહિ લઈ જઈ શકે તો તે માટે મને માફ કરશો. મને કસ્ટમ્સમાં ખોટું બોલવાનું આવડશે નહિ અને ગમશે નહિ. માટે બીજી કોઈ ચીજવસ્તુ આપવી હોય તો જરૂર આપો કે જેમાં કસ્ટમ્સની દૃષ્ટિએ કોઈ મુશ્કેલી ન પડે.” મારા શબ્દોની અસર શ્રી પટેલના ગંભીર બનતા જતા ચહેરા પર જોઈ શકાતી હતી. એમણે કહ્યું, “શૂટી-પેનલ્ટી બચાવવા માટે તો અમે આ બધું તમારા માટે કરીએ છીએ. ઓકલેન્ડમાં શહેરથી ઍરપૉર્ટ કેટલું બધું દૂર છે તેની તમને ખબર છે ? ટેક્સીના કેટલા બધા ડૉલર થાય છે ! વળી, ત્યાં હોટેલો કેટલી બધી મોંઘી છે તેની તમને ક્યાં ખબર છે ? આટલા ઓછા પરિચયે અમે તમારા માટે આટલી બધી સગવડ કરીએ અને તમે અમારું આટલું નાનું સરખું કામ ન કરો ?” બોલતાં બોલતાં શ્રી પટેલના અવાજમાંથી સૌમ્યતા ક્રમે ક્રમે અદશ્ય થતી જતી હતી. હું મૌન રહ્યો. રેડિયો લઈ જવાની મારી સંમતિ નથી તેમ સમજતાં શ્રી પટેલે તરત ઓકલેન્ડ ફરીથી ફોન જોડ્યો અને દીકરાને કહ્યું, “ડૉક્ટર રેડિયો લઈ આવવાની ના પાડે છે, માટે હવે તારે એરપોર્ટ પર આવવાની જરૂર નથી. તેઓ હોટેલમાં ઊતરશે.” મારા ઇનકારનો આટલો ત્વરિત અને કડક પ્રત્યાઘાત પડશે તેવી મને કલ્પના ન હતી, પરંતુ પરિસ્થિતિએ જે રીતે પલટો લીધો તેથી એકંદરે મેં રાહત અનુભવી. તરત હું ઊભો થઈ ગયો. તેમની ભાવશૂન્ય વિદાય લીધી. તેમના કે તેમના દીકરાના ચહેરા પર દાક્ષિણ્ય ખાતર કૃત્રિમ સ્મિત પણ ન હતું. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ 'આવજો' કે ‘ભલે' જેવા ઔપચારિક શબ્દો પણ ઉચ્ચારાયા નહીં. હું તરત ત્યાંથી કાનજીભાઈની દુકાને પહોંચી ગયો. બધી વાત કરી. કાનજીભાઈએ કહ્યું, “તમે જે કર્યું તે સારું કર્યું. કદાચ તમે શરમમાં રહીને હા પાડી હોત તોપણ હું તમને રેડિયો-સેટ લઈ જવા ન દેત. તમારા ગયા પછી કંઈક બહાનું કાઢી એમને ઘેર પાછો મોકલત. એ લઈ જવામાં તમે ફસાઈ જાઓ. કદાચ જેલમાં બેસવાનો પણ વારો આવે. નવા વર્ષની તમને બરાબર ભેટ મળી જાય.' પાસપૉર્ટની પાંખે કાનજીભાઈની વાત સાંભળી હું ચમક્યો. વળી એમણે કહ્યું, “જ્યાં કસ્ટમ્સના કાયદા બહુ કડક હોય છે એવા દેશોમાં તો ઍરપૉર્ટ ઉપર કોઈક અજાણ્યા સહપ્રવાસીને એનો સામાન ઊંચકવામાં મદદ કરવાનો વિવેક પણ ન કરવો જોઈએ. અંદર કંઈક ગેરકાયદે છુપાવ્યું હોય તો આપણે ફસાઈ જઈએ. એવે વખતે તો એવા માણસો પોતાનો સામાન છે એમ કબૂલ પણ ન કરે.” કાનજીભાઈની વાત સાચી હતી. મને બૈરુતના ઍરપૉર્ટનો એક પ્રસંગ તરત યાદ આવ્યો. એક વયોવૃદ્ધ યુરોપિયન સન્નારીને વજનદાર બેંગ ઊંચકવામાં મેં મદદ કરી ત્યારે ફરજ પરના એક ઑફિસ૨ની નજર પડતાં તેણે તરત મારા હાથમાંથી બૅગ લઈને એ સન્નારીના હાથમાં પાછી સોંપી દીધી હતી. એ મહિલાએ પોતાની બૅગમાં દાણચોરીની કોઈ ચીજવસ્તુ નહિ જ સંતાડી હોય, પરંતુ પ્રવાસીઓએ આવી બાબતમાં સાવધ રહેવું ઇષ્ટ છે એમ સમજીને અધિકારીએ તે પ્રમાણે કર્યું હતું. કાનજીભાઈની વાતની તરત મને પ્રતીતિ થઈ. એમણે આપેલી સલાહથી સુવામાં વિદેશ-પ્રવાસનો એક જુદો જ પાઠ મને શીખવા મળ્યો. Page #222 -------------------------------------------------------------------------- ________________ 5 વિષાદ અને ઉલ્લાસ આર્જેન્ટિનાના પાટનગર બોનોઝ આઇરિસ(Buenos Aires-નો ત્યાંના લોકો આ પ્રમાણે ઉચ્ચાર કરે છે)માં સિટી હોટેલમાં હું મારાં પત્ની ઊતર્યા હતાં. ત્યાંથી ચિલીના પાટનગર સાનતિયાગો થઈને પેરુના પાટનગર લિમાં અમે જવાનાં હતાં. એરો પેરુ કંપનીની ફલાઇટ અમે લીધી હતી. અમારું વિમાન સવારે સાત વાગે ઊપડવાનું હતું. ઍરપૉર્ટ સુધીનો રસ્તો ઠીક ઠીક લાંબો હતો, એટલે સવારે પાંચ વાગે અમારે નીકળવાનું હતું. હોટેલમાં રાતના અમે અમારું બિલ ચૂકવી દીધું, અને રિસેપ્શનિસ્ટને પૂછીને એરપોર્ટ જવા માટે શી શી સગવડ મળે છે તેની તપાસ કરી લીધી. આર્જેન્ટિનામાં લશ્કરી શાસનને કારણે ફુગાવો ઘણો જ છે. એને લીધે તમામ વસ્તુઓ મોંઘી થતી જાય છે. ત્યાં કેટલાક લોકોને મજાકમાં એમ કહેતા સાંભળ્યા હતા કે જે ભાવ સવારે હોય તે સાંજે ન હોય અને જે સાંજે હોય તે સવારે ન હોય – ભાવો એટલી ઝડપથી વધી ગયા હોય ! યુનાઈટેડ સ્ટેટ્સ કરતાં આર્જેન્ટિના ત્યારે ત્રણ કે ચાર ગણું મોવું લાગે. એક કપ કૉફી પીવાના, આપણા લગભગ બારેક રૂપિયા થાય. ઍરપોર્ટ ઉપર તો કોફી તેથી પણ મોંઘી મળે. એક કપ ગરમ કોફી પીવાના સત્તર રૂપિયા ચૂકવતાં ધ્રુજારી છૂટે. ઍરપોર્ટ પહોંચવા માટે ઍર ટર્મિનલની જો બસ મળતી હોય તો બસમાં જવાની અમારી ઇચ્છા હતી, જેથી દસ હજાર પેસો (Peso - આર્જેન્ટિનાનું નાણું - ત્યારનો દર હતો એક રૂપિયો બરાબર ૧૩૦ પેસો)માં એરપોર્ટ પહોંચી જવાય. પરંતુ હોટેલના રિસેપ્શનિસ્ટે અમને કહ્યું, “એટલી વહેલી સવારે તમને બસ નહીં મળે. મીટરવાળી ટેક્સીમાં એરપોર્ટ જવાના લગભગ એકવીસ હજાર પેસો થાય. પરંતુ વહેલી સવારે મીટરથી કોઈ ટેક્સી આવતી નથી, માટે તમારે ખાનગી ટેક્સી સાથે ઉચ્ચક નક્કી કરીને જવાનું રિસેપ્શનિસ્ટે કહ્યા પ્રમાણે એ રકમ પાંત્રીસ હજાર પેસો(લગભગ ૨૭૦ રૂપિયા)ની હતી ! આ ટેક્સીભાડું ઘણું વધારે (ભારત કરતાં દસ ગણું Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પાસપોર્ટની પાંખે વધારે) કહેવાય, પરંતુ તે સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. અમે રિસેપ્શનિસ્ટને અમારે માટે ટેક્સી નક્કી કરી આપવા જણાવ્યું. રિસેપ્શનિસ્ટ કહ્યું, “ભલે, સવારે સમયસર તમારે માટે ટેક્સી આવી જશે અને તમારે પાંત્રીસ હજાર પેસો આપવાના રહેશે.” અમારે સવારે પાંચ વાગે રૂમમાંથી નીચે ઊતરવાનું હતું. ચાર વાગે ટેલિફોનની ઘંટડી વાગી. રિસેપ્શનિસ્ટે કહ્યું, “તમારે માટે ટેક્સી તૈયાર છે.” પણ અમારે તો પાંચ વાગે નીકળવાનું છે. હજુ અમે તૈયાર પણ થયાં નથી.” મેં કહ્યું. “હા, પણ ટેક્સી વહેલી આવી ગઈ છે. તમે નહિ જાઓ તો બીજા કોઈ ટેક્સી લઈ જશે.” “એમ કેમ ચાલે ? અમે પહેલેથી પાંચ વાગ્યાનું કહેલું છે.” “ભલે, પણ તમે બને તેટલાં જલદી નીચે આવી જાઓ.” જલદી જલદી તૈયાર થઈ અમે નીચે ઊતર્યો. અમારો સામાન ટેક્સીમાં મુકાયો. ટૅક્સી-ડ્રાઈવર સારું ઇંગ્લિશ બોલતો હતો. તે વાતોડિયો અને બોલવામાં મીઠો હતો. અમને ઝટપટ બેસાડી તરત ટેક્સી હંકારી. બોનોઝ આઇરિસમાં ન્યૂયોર્કની જેમ આડા અને ઊભા રસ્તાઓ - સ્ટ્રીટ એવેન્યુ - હારબંધ આવે. એટલે જરા જરા વારે સિગ્નલ આવ્યા કરે અને ટેક્સી ઊભી રહે. એક પછી એક એમ ઘણા બધા સિગ્નલ વટાવ્યા પછી અમે સળંગ મોટા રસ્તે આવ્યા અને એરપોર્ટ પહોંચ્યાં. સામાન ઉતારીને ટેક્સીવાળાને અમે પાંત્રીસ હજાર પેસો આપ્યા તો તેણે લેવાની ના પાડી. તેણે કહ્યું, “મારે પિસ્તાલીસ હજાર પેસો લેવાના છે.” અમને નવાઈ લાગી. અમે કહ્યું, “એમ કેમ ? અમે હોટેલમાં પાંત્રીસ હજાર પેસોમાં ટેક્સી બુક કરાવી છે.” “તું હું કાંઈ ન જાણું, હું તો પિસ્તાલીસ હજાર પેસો જ લઈશ. એ મારો દર છે.” ડ્રાઇવરે મિજાજથી કહ્યું. “તો પછી હોટેલમાં પાંત્રીસ હજાર પૈસો કેમ કહેવામાં આવ્યા ? અમે બરાબર તપાસ કરીને આ રકમ રિસેપ્શનિસ્ટ સાથે નક્કી કરેલી છે.” “પણ રિસેપ્શનિસ્ટે મને કોઈ સૂચના આપી નથી.” “ચાલો આપણે ફોન કરીને રિસેપ્શનિસ્ટ સાથે નક્કી કરી લઈએ.” “મને ફોન કરવાની ફુરસદ નથી. તમે મારો કીમતી ટાઈમ બગાડી રહ્યા છો.” ટેક્સીવાળો ઇરાદાપૂર્વક ચિડાયો. ઘાંટા પાડીને બોલવા લાગ્યો. Page #224 -------------------------------------------------------------------------- ________________ વિષાદ અને ઉલ્લાસ ૨૦૩ આસપાસ માણસો એકઠા થવા લાગ્યા, પણ ઇંગ્લિશ ન જાણવાને લીધે કોઈ વચ્ચે પડે પણ કેવી રીતે ? છેવટે બેંતાલીસ હજાર પેસો આપીને અમારે વાત પતાવવી પડી. બબડતો બબડતો ટેક્સીવાળો ચાલ્યો ગયો. અમને એક પાઠ શીખવા મળ્યો કે આવી મોટી હોટેલમાં પણ રિસેપ્શનિસ્ટ દ્વારા ટેક્સી નક્કી કરવી હોય તોપણ ટેક્સીમાં બેસતાં પહેલાં, ખુદ ટેક્સીવાળા સાથે પણ ભાવ ફરીથી નક્કી કરી લેવો જોઈએ. વિદેશોમાં પણ અજાણ્યા મુસાફરો પાસેથી વધુ પૈસા પડાવવાની વૃત્તિ ટેક્સીવાળાઓમાં લગભગ બધે જ હોય છે અને કેટલીક સારી ગણાતી મોટી હોટેલોના રિસેપ્શનિસ્ટ પણ તેમની સાથે મળેલા હોય છે. સવારના પહોરમાં જ આવો બનાવ બન્યો તેથી અમે મનમાં જરા ખિન્નતા અનુભવી. વિદેશના પ્રવાસમાં જ્યારે વિદેશી નાણું ઓછું હોય ત્યારે આ વાત આપણને વધારે ખટકે. સામાન લઈને અમે ઍરપૉર્ટમાં એરી પેરુના કાઉન્ટર ઉપર ગયાં તો અમને જણાવવામાં આવ્યું કે ફલાઇટ તો ચાર કલાક મોડી છે. અમે કાઉન્ટર પરના કર્મચારીને કહ્યું, “અમારો હોટેલનો ફોન નંબર અને રૂમ નંબર તમારી પાસે હતા. તમારી ફલાઇટમાં જગ્યા છે કે નહિ, તે જાણવા માટે અમે ફોન કર્યો, ત્યાર પછી અમારી સીટ કન્ફર્મ કરાવવા તમારી ઑફિસે ત્રણ વખત અમને હોટેલમાં ફોન કર્યો. અને ફલાઇટ મોડી થઈ તો તમે અમને જણાવ્યું કેમ નહિ ?” “સૉરી.” વળી, વહેલી ફલાઇટના હિસાબે ઍરપૉર્ટની બસને બદલે ખાનગી ટૅક્સીમાં અમારે આવવું પડ્યું. તમે અમને જણાવ્યું હોત તો અમારો સમય બગડત નહિ, પૈસા બચત અને તકલીફ પડત નહિ.” “સૉરી.” “સોરી” સિવાય બીજા કોઈ શબ્દો કર્મચારી પાસે નહોતા. મુસાફરો બીજી કોઈ એરલાઇન્સની ફલાઇટમાં ચાલ્યા ન જાય એ બીકે ઘણી વિમાન કંપનીઓ સામેથી આ સેવા જાણીજોઈને આપતી નથી. પણ ભૂલ અમારીય હતી. અમારે જ નીકળતાં પહેલાં ફોન કરીને એ વિશે તપાસ કરવી જોઈતી હતી. અમે સામાન સાથે લૉન્જમાં આવીને સોફા ઉપર બેઠાં. ટેક્સીવાળાના અને એરકંપનીના અનુભવને લીધે આર્જેન્ટિનાના લોકો માટે મનમાં વિષાદની Page #225 -------------------------------------------------------------------------- ________________ ર૦૪ પાસપોર્ટની પાંખે એક ઘેરી છાપ પડતી જતી હતી. છતાં મનથી પ્રયત્નપૂર્વક અને સમાધાન કરતાં હતાં કે આવું તો દુનિયામાં બધે જ બને છે. આપણા દેશમાં પણ વિદેશીઓને (અને ખુદ આપણને પોતાને પણ) કડવા અનુભવો ક્યાં ઓછા થાય છે ? અમે બેઠાં હતાં એટલી વારમાં એક સજ્જન અમારી પાસેથી પસાર થયા. અમારી સામે સસ્મિત નજર કરી, ચહેરા ઉપર પ્રસન્નતા દર્શાવી તેઓ ચાલ્યા ગયા. કોઈ વિદેશી આપણી સામે ધારીને જુએ તો આપણું તરત ધ્યાન ખેંચાય. એક-બે મિનિટમાં જ તેઓ પોતાની પત્ની સાથે આવીને અમારી સામે થોડે દૂર ઊભા રહ્યા, અને બે હાથ જોડી અમને નમસ્કાર કર્યા. ઍરપૉર્ટ ઉપર ભારતીય પ્રવાસીઓમાં અમે બે જ હતાં, એટલે કદાચ તેઓ નમસ્કાર કરતાં હશે એમ અમે માન્યું. તેઓ બંને ગયાં. થોડી વારમાં બીજાં ચારેક પુરષો, પાંચ-છ સ્ત્રીઓ અને દસ-બાર બાળકો સાથે તેઓ પાછાં અમારી પાસે આવી પહોંચ્યાં. આખું ટોળું અમારી સામે હારબંધ ઊભું રહ્યું. ઇંગ્લિશ તો કોઈને આવડે નહિ અને અમને સ્પેનિશ આવડે નહિ. એટલે તેઓ શું કહે છે તે સમજાતું નહોતું. પરંતુ તે સજ્જન બધાંને બે હાથ જોડીને નમસ્કાર કરવા માટે સૂચના આપી રહ્યા હતા. બધાં ખૂબ ભાવપૂર્વક અમને જોઈ રહ્યાં હતાં અને એટલા જ ભાવથી નમસ્કાર કરી રહ્યાં હતાં. યુરોપિયન કે અમેરિકન લોકોને બે હાથ જોડવાનો મહાવરો નહીં; એટલે પોતે બરાબર હાથ જોડ્યા છે કે નહીં તેની ખાતરી કરવા તેઓ બધાં માંહોમાંહે એકબીજાના હાથ સામે નજર કરતાં હતાં. - ત્યાર પછી એ સજ્જન એક બાળકને હાથ પકડીને મારાં પત્ની પાસે લઈ આવ્યા. પછી બધાં બાળકોને એની પાછળ હારબંધ ઊભા રહેવા માટે સૂચના આપી. મારી પત્નીને ઇશારાથી કહ્યું, “આ બાળકોને માથે હાથ મૂકો અને એમના ગાલે બચી ભરો.” નાનાં બાળકોને બચી ભરવી એ દક્ષિણ અમેરિકામાં (અને બીજા ઘણા દેશોમાં) વહાલ, શુભેચ્છા અને આશીર્વાદના પ્રતીકરૂપે ગણાય છે. મારાં પત્નીએ તે પ્રમાણે એક પછી એક બધાં બાળકોને માથે હાથ ફેરવ્યો અને બચી ભરી. તેઓએ તેના કેટલાક ફોટા પણ લીધા. ત્યાર પછી એ સજ્જને મારાં પત્ની પાસે બધી સ્ત્રીઓને માથે પણ હાથ ફેરવાવ્યો. તેઓના બધાંના ચહેરા ઉપર અનેરો ઉલ્લાસ દેખાતો હતો. આટલો બધો ભાવ તેઓ શા માટે બતાવે છે તેનું અમને કુતૂહલ અને આશ્ચર્ય થયું. પેલા સજ્જને અમને ભાંગીતૂટી ભાષામાં કંઈક ઇશારા વડે પૂછયું કે Page #226 -------------------------------------------------------------------------- ________________ વિષાદ અને ઉલ્લાસ ૨૦૫ અમારે ચા-પાણી લેવાં છે કે અમારે બીજી કોઈ મદદની જરૂર છે ? અમે ના કહી અને તેમનો ખૂબ આભાર માન્યો. અજાણ્યા લોકોના આ આદરસત્કારથી અમે અનેરો હર્ષ અનુભવ્યો. પ્રસન્નતાએ અમારા ચિત્તમાં પડેલી ખિન્નતાને ક્યાંય દૂર ધકેલી દીધી. દૂરના વિદેશમાં એક માઠા અનુભવ પછી તરત આવો મીઠો અનુભવ થાય એટલે પણ એનું મૂલ્ય વધી જાય. આખા ટોળાએ ભાવપૂર્વક વિદાય લીધી. છેલ્લે પતિ-પત્નીએ પણ અમને ફરી પ્રણામ કરીને વિદાય લીધી. જતાં જતાં કોઈક અજાણ્યાને તેઓને કહેતાં અમે સાંભળ્યાં, “ઇન્ડિયન સ્વામી.” ભારતથી ક્યારેક આવેલા કોઈક સાધુ-સંન્યાસી કે સ્વામીજી વિશે તેઓ વાત કરતાં લાગે છે એમ અમે માન્યું. તેઓ શું કહે છે તે અમને સ્પષ્ટ ન થયું. પણ તેમનાં પત્ની મારાં પત્ની તરફ આંગળી કરી ઇશારા વડે કોઈકને બતાવતાં હતાં અને તેમાં કપાળમાં તિલક, ગળામાં માળા અને સાડી વિશે કિંઈક સમજાવી “ઇન્ડિયન સ્વામી' કહી રહ્યાં હતાં. અનુમાન કરતાં અમને તરત સમજાયું કે મારાં પત્નીએ કેસરી સાડી અને કેસરી બ્લાઉઝ પહેર્યા હતાં અને ગળામાં માળા તથા કપાળમાં કંકુનો લાલ મોટો ચાંદલો હતો. વળી મારા ખભે લાલ રંગનો થેલો હતો. એ પરથી સમજાયું કે તેઓ અમને જ કોઈ “ઇન્ડિયન સ્વામી’ માનતાં લાગે છે. આ બાજુ ભારતીય પ્રવાસીઓ બહુ ઓછા આવે અને તેમાં ભગવા વસ્ત્રધારી સ્વામીજી તો ક્યારેક જ આવ્યા હોય. તેમને જોયાની સ્મૃતિને આધારે તેઓ મારાં પત્નીને “ઇન્ડિયન સ્વામી સમજીને ભાવપૂર્વક વંદન કરતાં હતાં. વસ્તુતઃ અમે “ઇન્ડિયન સ્વામી નહોતાં અને તેમના એ માટેના વંદનના અધિકારી નહોતાં. પરંતુ ભારત પ્રત્યેનો તેમનો અસાધારણ ભક્તિભાવ જોઈને અમે અત્યંત આનંદ અને ગૌરવ અનુભવ્યાં. આ બનાવે આર્જેન્ટિનાના લોકો વિશેની અમારા મનમાં પ્રથમ પડેલી વિષાદની છાપને ઘડીકમાં ભૂંસી નાખી. અમારું ચિત્ત આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસથી ઊભરાઈ ગયું. Page #227 -------------------------------------------------------------------------- ________________ કીમતી નાસ્તો કેનિયામાં કિસુમુ નામના શહેરમાં અમારો વ્યાખ્યાનોનો તથા ભક્તિસંગીતનો કાર્યક્રમ હતો. અમે બધાં કિસ્મુમાં “જીવરાજ રાયશી એન્ડ બ્રધર્સ - વાળા યુવાન વેપારી પાનાચંદભાઈને ત્યાં ઊતર્યા હતાં. કિસમુમાં એમનો વિશાળ આલીશાન બંગલો છે. પાનાચંદભાઈએ બહુ જ ઉત્સાહ અને પ્રેમથી બે દિવસ અમારી સરસ સભરા કરી; અમને પોતાની વિશાળ દુકાન અને કારખાનું બતાવ્યાં; પોતે વેચાતી લીધેલી “કિસમ હોટેલ” બતાવી અને વિક્ટોરિયા સરોવરને કિનારે અમને ફરવા લઈ ગયા. | કિસુમુથી અમારો કાર્યક્રમ એલ્ડોરેટ જવાનો હતો. અમે છ જણ હતાં અને પાનાચંદભાઈ પોતાની મોટી મોટરકારમાં અમને ઍલ્પોરેટ પહોંચાડવા આવવાના હતા. કેનિયામાં શહેરો છૂટાંછવાયાં છે, એટલે ટ્રેન કે બસનો. વ્યવહાર ત્યાં ઓછો છે. તેમાં પણ આફ્રિકાના હબસી લોકો તેનો વધુ ઉપયોગ કરે છે. ગુજરાતીઓ અને બીજા એશિયનો સામાન્ય રીતે મોટરકાર કે ટેક્સીમાં અવરજવર કરતા હોય છે. કેનિયામાં જુદાં જુદાં શહેરો વચ્ચે સડકો મોટી અને સારી છે. સવારે વહેલા ઊઠી, ચા-પાણી કરી અમે સહુ પાનાચંદભાઈની મોટરમાં બેઠાં. પાનાચંદભાઈ પોતે મોટર ચલાવનાર હતા. બધાંની વિદાય લઈ અમે ચાલ્યાં. સવારનો સમય હતો. ગુલાબી ઠંડી હતી. વાતાવરણ ચિત્તને પ્રસન્નતાથી ભરી દે તેવું હતું. રસ્તામાં ટ્રાફિક ઓછો હતો, એટલે વેગથી અમારી મોટર ચાલતી હતી. રસ્તાની બંને બાજુએ ક્યારેક ટેકરીઓ, ક્યારેક શેરડીનાં ખેતરો દેખાતાં. થોડે થોડે અંતરે નાનકડાં ગામો આવતાં. થોડી વારે એક મોટું ગામ આવ્યું. પાનાચંદભાઈ કહે, “એલોરેટ સધીનો રસ્તો લાંબો છે. આપણે કંઈક નાસ્તો લઈ લઈએ. આ ગામનાં બિસ્કિટ બહુ વખણાય છે.” અમે ના પાડવાનો વિવેક કરીએ તે પહેલાં પાનાચંદભાઈએ ગાડી ઊભી રાખી. ઊતરીને ઝડપથી ચાલ્યા. થોડી વારમાં તેઓ પાછા આવ્યા. Page #228 -------------------------------------------------------------------------- ________________ કીમતી નાસ્તો ૨૦૭ તેમના હાથમાં છાપાના કાગળમાં વીંટાળેલું એક પેકેટ હતું. પાછળની સીટમાં બેઠેલાં મારાં પત્નીના હાથમાં તે મૂક્તાં કહ્યું, “તારાબહેન, આ બિસ્કિટનું પેકેટ પાછળ મૂકો. ક્યાંક રેસ્ટોરાંમાં ચા-પાણી કરીશું ત્યારે આ બિસ્કિટ ખાઈશું.” પેકેટ સીટની પાછળના કાચ પાસે મુકાઈ ગયું. ગાડી આગળ ચાલી. અમે વાતો કરતાં જતાં હતાં. રસ્તો કપાતો જતો હતો. થોડી વારે બીજું એક ગામ આવ્યું. પાનાચંદભાઈ કહે, “બે મિનિટ લાગશે. હું આવું છું.” તેઓ શા માટે જાય છે તે અમે સમજી ગયાં. બીજું કંઈ પણ લેવાની અમે આગ્રહપૂર્વક ના પાડી, પરંતુ તે માન્યા નહીં. થોડી વારે પ્લાસ્ટિકની એક થેલીમાં મૂકેલું એક પેકેટ લાવી ફરી કહ્યું, “તારાબહેન, આ મીઠાઈનું પૅકેટ પાછળ મૂકો.” અમારી ગાડી આગળ ચાલી. થોડે આગળ ગયાં. ત્યાં એક નાનકડું શહેર આવ્યું. એક નાની રેસ્ટોરાંમાં જઈને ચા-પાણી કરવાનું વિચાર્યું. થોડી ભૂખ પણ લાગી હતી. ગાડી ઊભી રાખી અમે બધાં ઊતર્યા. પાનાચંદભાઈએ મારાં પત્નીને કહ્યું, “તારાબહેન, બિસ્કિટ અને મીઠાઈનું પેકેટ સાથે લઈ લેજો.” અમે રેસ્ટોરાંમાં બેઠાં. ચા-કૉફી માટે ઑર્ડર અપાયો. પછી પાનાચંદભાઈ કહે, “લાવો બિસ્કિટ ખાઈએ.” મારાં પત્નીએ પેકેટ ખોલ્યું, પરંતુ અંદર બિસ્કિટ નહોતાં. તો શું હતું ? અંદર તો દસ-દસ શિલિંગની નોટોનો મોટો થોકડો હતો. એ જોઈ અમે એકદમ વિસ્મયમાં પડી ગયાં. પાનાચંદભાઈ કહે, “બિસ્કિટવાળાની કંઈ ભૂલ તો નહીં થઈ ગઈ હોય ? બિસ્કિટને બદલે પોતાની નોટોનું પેકેટ તો ભૂલથી નહીં અપાઈ ગયું હોય ? બનવા સંભવ છે, કારણ કે અહીંના લોકો નોટોની થપ્પીને પસ્તીના કાગળોમાં વીંટાળીને રાખે છે, જેથી બીજાની નજરે તે ન ચડે.” અમે કહ્યું, “એ વેપારીને ખબર પડશે તો બિચારો ચિંતામાં જ અડધો થઈ જશે. આપણે ફોનથી કંઈ ખબર આપી શકીએ ?” - પાનાચંદભાઈએ કહ્યું, “અહીં ફોનની સગવડ નથી. ફોન કરવા માટે તો કોઈકના ઘરે જવું પડે. ચા-પાણી કરીને પછી તરત આપણે ક્યાંકથી ફોન કરીશું.” એ પેકેટ તરત બંધ કરીને અમે મીઠાઈનું પેકેટ ખોલ્યું. એમાંથી પણ દસ-દસ શિલિંગની નોટોનો થોકડો નીકળ્યો ! પાનાચંદભાઈ કહે, Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પાસપોર્ટની પાંખે “તારાબહેન, આ પૅકેટો ઉપર તમે કંઈ જાદુઈ હાથ તો નથી ફેરવ્યો ને ? આમ કેમ થયું ?” . * અમે બધાં વિસામણમાં પડ્યાં. પાનાચંદભાઈ કહે, “એવું તો નથી થયું ને કે આ પેકેટ તમારાં હોય અને નાસ્તાનાં પૅકેટ ગાડીમાં પડી રહ્યાં હોય ? બેસો, હું ગાડીમાં જઈને જોઉં છું.” તરત તેઓ ચાલ્યા. થોડી વારમાં તેઓ બે પેકેટ લઈને આવી પહોંચ્યા. કહે : “બિસ્કિટ અને મીઠાઈનાં પૅકેટ આ જ હોવાં જોઈએ.” ખોલ્યાં તો એકમાંથી બિસ્કિટ નીકળ્યાં અને બીજામાંથી મીઠાઈ નીકળી. અમને નવાઈ લાગી. આમ કેમ થયું ? અમે પાનાચંદભાઈને કહ્યું, “તો પછી આ નોટોનાં પૅકેટ તમારા પોતાનાં હોવાં જોઈએ. અમે તો ઇન્ડિયાથી આવીએ છીએ. અમારી પાસે કેનિયાની આટલી બધી શિલિંગ ક્યાંથી હોય ?” , “તમે શું એમ માનો છો કે ગાડીમાં નોટોનાં પેકેટ હું આમ રખડતાં મૂકું ?” પાનાચંદભાઈએ ગંભીરતાથી અમને સામો પ્રશ્ન કર્યો. મારાં પત્નીએ કહ્યું, “પણ ત્યાં પેકેટ તો બે જ હતાં ! મેં બરાબર જોયું છે. તમે આપ્યાં તે જ પેકેટ હું લાવી છું.” અમારા માટે આ ઘટના રહસ્યભરી બની ગઈ. ચા-પાણી કરીને અમે નોટોનાં એ પેકેટ સાથે ગાડીમાં બેઠાં. આખે રસ્તે જાતજાતના તર્ક દોડાવતાં રહ્યાં. ઍલ્પોરેટ અમે “કેન-નિટ” કંપનીવાળા ગુલાબચંદભાઈને ઘરે પહોંચ્યાં ત્યારે પાનાચંદભાઈએ એમને આ બધી ઘટનાની વાત કરી. ગુલાબચંદભાઈ પણ વિચારમાં પડ્યા. થોડી વાર પછી હસતાં હસતાં પાનાચંદભાઈએ ખુલાસો કર્યો, “એ તો મારી ઉઘરાણીનાં પેકેટ છે. નાસ્તાનાં પેકેટ તો ઘરેથી લઈને કારની ડિકીમાં મેં મૂક્યાં હતાં. તમારા જેવા મહેમાનોને એલોરેટ મૂકવા આવું તો મારાથી ઉઘરાણી માટે રસ્તામાં તમને બેસાડી રખાય નહિ. મારે એલ્ડોરેટ આવવાનું કોઈક વખત બને, અને અહિનાં ગામડાંના વેપારીઓ રૂબરૂ ગયા વગર જલદી પૈસા આપે નહીં. એટલે મને થયું કે ઉઘરાણી માટે આ સારી તક છે. મેં તેમને ફોન કરીને પૈસાનાં પૅકેટ તૈયાર રાખવા જણાવ્યું હતું, એટલે હું જેવો જતો કે બેચાર મિનિટમાં પાછો આવી જતો. મુસાફરીમાં હોઈએ અને આવી રીતે ઉઘરાણીએ નીકળીએ ત્યારે અહીંના વેપારીઓ ફાલતુ કાગળમાં પૈસાનાં પેકેટ બાંધી આપે જેથી કોઈની નજરે તે પડે નહિ.” Page #230 -------------------------------------------------------------------------- ________________ કિમતી નાસ્તો ૨૦૯ તમને પણ સરસ મજાક કરતાં આવડે છે. તમે આટલા બધા વિનોદી હશો એવું અમે ધાર્યું નહોતું.” મેં કહ્યું. પાનાચંદભાઈ કહે, “અને તમારો પ્રતાપ પણ કેટલો ? આજ સવારના પહોરમાં પચીસ હજાર શિલિંગની ઉઘરાણી વસૂલ થઈ. ક્યાંય ધક્કો ન પડ્યો. અહીં હા પાડ્યા પછી પણ વેપારીઓ ધક્કો ખવડાવે, અથવા ઓછી રકમ આપે. ભારતથી મોટા મગેણી (મહેમાન માટેનો સ્વાહિલી ભાષાનો શબ્દ) પધાર્યા છે, અને એમને ગાડીમાં બેસાડીને હું આવ્યો છું એટલું કહેતાં જ વેપારીઓએ ઉઘરાણીની પૂરી રકમ ચૂકવી આપી.” Page #231 -------------------------------------------------------------------------- ________________ Sિા બૉગોટાનો અનુભવ " લેટિન (દક્ષિણ) અમેરિકામાં લોકોની આર્થિક સ્થિતિ યુરોપ કે ઉત્તર અમેરિકાના લોકો જેવી સારી નથી. ગોરી પ્રજા આર્થિક દૃષ્ટિએ પછાત હોય તો તે દક્ષિણ અમેરિકાની છે. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડમાં ગોરી પ્રજા પૈસેટકે ઠીક ઠીક સુખી છે. કોઈ પણ પ્રજા પૈસાની ભીડમાં આવતી હોય તો તેનામાં કેટલાક દુર્ગુણો સહજ રીતે આવે છે. ચોરી, લૂંટ, છેતરપિંડી, સ્વાર્થી મનોવૃત્તિ, આપેલું વચન ન પાળવું, ખોટી ખુશામત કરવી, નાની વાતમાં તકરાર, વેપારધંધામાં તીવ્ર રસાકસી, શ્રીમંતોની ઈર્ષ્યા વગેરે લક્ષણો એ લોકોમાં તરત નજરે પડે છે. ગોરી પ્રજાના સંપર્કમાં આપણે આવ્યા ત્યારથી તેઓ જીવન અને રહેણીકરણીમાં આપણાં કરતાં ચઢિયાતા છે એમ જોવાને આપણે ટેવાયેલા છીએ. યુરોપ અને અમેરિકાની ગોરી પ્રજાને જોતાં આપણી એ છાપ દઢ રહે છે, પરંતુ લેટિન અમેરિકાનાં ગામડાંઓમાં ફરીએ તો નિર્ધન ગોરાં લોકોનું એક જુદું જ ચિત્ર જોવા મળે છે. ન્યૂયોર્કમાં અમને ચેતવવામાં આવ્યાં હતાં કે લેટિન અમેરિકામાં જઈએ ત્યારે અમારે અમારી પાસે બહુ જોખમ રાખવું નહિ. બસમાં કે રસ્તામાં જતાં-આવતાં પાકીટ સંભાળવું; રસ્તામાં બધાંના દેખતાં ખિસ્સામાંથી પાકીટ કાઢવું-મૂકવું નહિ; એરપોર્ટ અને બીજે સ્થળે સામાન સાચવવો; સામાનને બરાબર તાળું મારવું. અલબત્ત, ભારતીય પ્રવાસીઓ માટે આ બધી સૂચનાઓ નવી નથી. આપણે ભારતમાં આ બધી વાતોથી સામાન્ય રીતે ટેવાયેલા હોઈએ છીએ, પરંતુ યુરોપ-અમેરિકાના લોકો માટે તે સૂચનાઓ અગત્યની છે. બોનોઝ આઇરિસથી સાનતિયાગો, લા પાઝ, લિમા અને ત્યાંથી બૉગોટા થઈને માયામી પહોંચવાનો અમારો કાર્યક્રમ હતો. પરંતુ બોનોઝ આઇરિસમાં રહેતા અમારા એક અમેરિકન મિત્ર મિ. મોલિનારીએ પૂછ્યું : “તમે બેગોટા જવાના છો ?” “હા, કેમ ?” “તો ત્યાં બહુ સાચવજો. ચોર શહેર છે. હું બે વખત ગયો હતો. Page #232 -------------------------------------------------------------------------- ________________ બૉગોટાનો અનુભવ ૨૧૧ એક વખત ટેક્સીમાંથી મારી બૅગ ઊપડી ગઈ હતી. બીજી વખત હોટેલના રૂમમાંથી મારો કેમેરા ચોરાઈ ગયો હતો. ત્યાં ટેક્સીવાળા પણ ચોર છે. અજાણ્યા વિદેશીઓને તેઓ ફસાવે છે.” આવી વાત સાંભળી એટલે અમારા મનમાં ફાળ પડી. લેટિન અમેરિકાના કોલમ્બિયા(Colombia)ના પાટનગર બૉગોટા અમે પહેલી જ વાર જવાનાં હતાં. અજાણ્યો દેશ હતો. ત્યાંની ભાષા અમને આવડે નહિ અને ઇંગ્લિશ ત્યાં કોઈ જાણે નહિ. એવા શહેરમાં આપણો સામાન ચોરાઈ જાય તો આપણે અચાનક મુશ્કેલીમાં મુકાઈ જઈએ. પોલીસમાં ફરિયાદ કરી શકાય, પરંતુ તેનો નિકાલ કેવો અને કેટલા દિવસે થાય તે નક્કી ન હોય અને તેટલા દિવસ આપણે ત્યાં રોકાવાનું ન હોય. સંભાળ રાખવાને તો આપણે ભારતીય લોકો સહજ રીતે ટેવાયેલા હોઈએ, પરંતુ કોઈ સ્થળે જતાં પહેલાં કોઈ આપણને ચેતવે તો આપણા મનમાં તે વિશે જાતજાતના તર્કવિતર્ક થવા લાગે. મેં મારાં પત્નીને કહ્યું, “આ બધાં શહેરોમાં બૉગોટામાં આપણે બહુ સાચવવું પડશે.” હા, પણ એ ભાઈએ કહ્યું ત્યારથી કોણ જાણે કેમ બૉગોટા જવા માટે મારું મન ઊઠી ગયું છે.” તો પછી શું કરશું ? આપણી ટિકિટ તો બૉગોટા થઈને માયામી જવાની છે.” “એરકંપનીને કહીને આપણે બૉગોટા કેન્સલ ન કરાવી શકીએ ?" કરાવી શકીએ. મને પણ એમ જ લાગે છે.” મેં કહ્યું, “વિદેશમાં અસ્વસ્થ મનથી કોઈ શહેરમાં જવું એના કરતાં એ શહેર છોડી દેવું એ જ ઉત્તમ રસ્તો છે.” અમે તરત સીધા એરકંપનીની ઓફિસમાં પહોંચી ગયા અને લિમાથી બૉગોટા જવાની ફલાઈટ કેન્સલ કરાવી. એને લીધે લા પાઝ જવાનું પણ માંડી વાળવું પડ્યું, કારણ કે ત્યાં થઈને જવા માટે બીજી કોઈ અનુકૂળ ફલાઈટ ન હતી. લિમાથી સીધા ઉત્તર અમેરિકામાં માયામી જવા માટેની ફલાઈટ અમે કન્ફર્મ કરાવી લીધી. બોનોઝ આઇરિસ, લાપ્લાટા વગેરે આર્જેન્ટિનાનાં શહેરોમાં કેટલાક દિવસ ફરીને અમે બોનોઝ આઇરિસ છોડ્યું. ચિલીના પાટનગર સાનતિયાગો જઈને ત્યાંથી તરત એરો પેરુની ફલાઇટમાં બપોરે ત્રણ વાગે અમે લિમા પહોંચ્યાં. એ ફલાઈટ અગાઉનાં એરપોર્ટથી મોડી થવાને કારણે તેને મુસાફરો Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ પાસપૉર્ટની પાંખે બહુ મળ્યા ન હતા. લિમાના ઍરપૉર્ટ ઉપર અમે ફક્ત સાતેક મુસાફરો ઊતરનાર હતાં. અમે ઊતર્યા. કસ્ટમ્સની વિધિમાંથી પસાર થતાં ઓછા પ્રવાસીઓને કારણે બહુ વાર નહીં લાગે, એ વાતની અમને રાહત હતી. વળી સાંજ પડતાં પહેલાં હોટેલમાં નિરાંતે પહોંચી જવાશે અને એક-બે કલાક બહાર ફરવાનો સમય મળશે એ વાતનો અમને આનંદ પણ હતો. ઘડીકમાં બધો સામાન પણ આવી પહોંચ્યો. સૌએ પોતપોતાનો સામાન ઓળખીને લઈ લીધો. અમારા સામાનમાંથી બે બૅગ આવી ગઈ, પરંતુ મારાં પત્નીની બૅગ હજુ આવી ન હતી. તપાસ કરી તો કહેવામાં આવ્યું કે વિમાનમાંથી આટલો જ સામાન ઊતર્યો છે. અમે ચિંતામાં પડ્યાં. ફરજ પરના એરો પેરુના ઑફિસરને ફરિયાદ કરી. વિમાન હજુ ઊભું હતું, એટલે એ જાતે વિમાનમાં તપાસ કરવા ગયો. દરમિયાન જે બીજા પાંચેક મુસાફરો ઊતર્યા હતા તે સહુ ચાલ્યા ગયા હતા અને તરત બીજી ફલાઇટ ન હતી એટલે ફરજ પરના કસ્ટમ્સ અધિકારીઓ પણ ચાલ્યા ગયા. અમારો સામાન તપાસવા માટે ફક્ત એક અધિકારીને રોકવામાં આવ્યો. પછી તો એ પણ ઊંચોનીચો થવા લાગ્યો. “મારી ડ્યૂટી પૂરી થાય છે” એમ કહીને થોડી વારે એ પણ ચાલ્યો ગયો. ચોકીદારે કસ્ટમ્સમાંથી બહાર નીકળવાનો દરવાજો બંધ કરી દીધો અને તાળું મારીને ચાલ્યો ગયો. કસ્ટમ્સ વિભાગમાં હવે માત્ર અમે બંને બેઠાં હતાં, જાણે મોટી જેલમાં અમને ન પૂરવામાં આવ્યાં હોય ! ઐરો પેરુના ઑફિસર વિમાનમાં તપાસ કરીને કેટલીક વારે આવ્યો. એણે કહ્યું, “વિમાનમાં તમારી બૅગ નથી. એથી નક્કી થાય છે કે તમારી બેંગ વિમાનમાં ચડી જ નથી.” મેં પૂછ્યું, “તો પછી અમારે શું કરવું ?” “તમારી હોટેલનું નામ આપો. બીજી ફલાઈટમાં બૅગ આવી પહોંચશે એટલે અમે તમને જણાવશું.” એ તો ખરું, પરંતુ અમારાં કપડાંની બૅગ આવી નથી. વળી અમારે કેટલીક ચીજવસ્તુઓ તરત ખરીદવી પડશે, એટલે તમારે ઓવરનાઇટ એલાયન્સ આપવું જોઈએ. બૅગ મળતાં કેટલા દિવસ લાગશે, તે કોણ ચોક્કસ કહી શકે ?” પહેલાં તો એણે ઇન્કાર કર્યો. પરંતુ આંતરરાષ્ટ્રીય વિમાનસેવાના Page #234 -------------------------------------------------------------------------- ________________ બૉગોટાનો અનુભવ ૨૧૩ કાયદા પ્રમાણે ઍરકંપની આવું ભથ્થું આપવા બંધાયેલી છે તેના પર મેં વારંવાર ભાર મૂક્યો. એટલે તે નિયમ મુજબ પચાસ ડૉલર આપવા સંમત થયો. પરંતુ તે પહેલાં અમારે કસ્ટમ્સમાંથી બહાર નીકળવાનું હતું, અને અમારો સામાન તપાસનાર કોઈ અધિકારી ત્યાં હાજર ન હતો. એ ન આવે ત્યાં સુધી દરવાજો ખૂલે નહીં અને અમે બહાર જઈ શકીએ નહીં. ઍરો પેરુનો ઑફિસ૨ કસ્ટમ્સના એક અધિકારીને કેટલીક વારે શોધી લાવ્યો. અમારો સામાન તપાસાયો, પરંતુ બહાર નીકળવામાં વાર લાગી, કારણ કે દરવાજાને તાળું મારીને ચાલ્યો ગયેલો ચોકીદાર જડતો ન હતો. કસ્ટમ્સ ઑફિસર ગયો અને થોડી વારે તેને શોધી લાવ્યો. દરવાજો ખૂલ્યો અને અમે બહાર નીકળ્યાં. સામાન સાથે અમે ઍરો પેરુના ઑફિસર સાથે ઍરો પેરુના કાઉન્ટર ઉપર ગયાં. અમારી બૅગ મળી નથી તે માટેનાં, તથા પચાસ ડૉલરનું ભથ્થું અમને આપવા માટેનાં કાગળિયાં તૈયાર કરવાનાં હતાં. કાઉન્ટર સામે લૉન્જમાં અમને બેસાડી ઑફિસર પોતાની ઑફિસમાં અંદર ગયો. વિમાનમાંથી ઊતર્યાને અઢી કલાક વીતી ગયા હતા અને કાગળિયાંનો આ વિધિ કરવામાં બીજો એક કલાક વીતી ગયો. રાત તો ક્યારની પડી ગઈ હતી. અમે એ બધા કાગળો ઉપર સહી કરતાં હતાં ત્યાં એક માણસ દોડતો આવ્યો. તે બેગેજ સેક્શનમાંથી આવ્યો હતો. તેણે કહ્યું, “ઍરો પેરુની ફલાઇટની એક બૅગ સામાનમાં પડી રહી છે.” અમને થયું કે, કદાચ અમારી જ બૅગ હશે. અમે પૂછ્યું, “કેવા રંગની બેગ છે ?' “લીલા રંગની.” તેણે કહ્યું અને પોતાના બે હાથ વડે તેની સાઇઝ બતાવી. “નક્કી એ અમારી જ બૅગ હોવી જોઈએ.” અમે ઍરો પેરુના ઑફિસરને કહ્યું. એને પણ એમ જ લાગ્યું. તેની તપાસ કરવા માટે અમારો કસ્ટમ્સમાંથી પસાર થયેલો સામાન ઍરો પેરુના કાઉન્ટરમાં અંદર મૂકી ઑફિસરની સાથે અમે બેગેજ સેક્શનમાં ગયાં. ત્યાં ઘણી બૅગો પડેલી હતી. ફરજ પર ઊભેલા માણસે જે બૅગ બતાવી તેને રંગ, સાઇઝ અને તાળા ઉપરથી અમે તરત ઓળખી લીધી. ઑફિસરે અમારા બેગેજ ટેગના નંબર સાથે તે મેળવી લીધી. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પાસપોર્ટની પાંખે પેલા માણસે કહ્યું, “કન્વેયર બેલ્ટ ઉપર આડી થઈ જવાને લીધે આ બૅગ કસ્ટમ્સ વિભાગમાં પહોંચી નહીં, પરંતુ નીચે પડી ગઈ હતી.” બૅગ મળી ગઈ એથી અમને આનંદ થયો. ભલે મોડું થયું, પરંતુ અમારી ચિંતા ટળી. હવે પ્રશ્ન આ બૅગને કસ્ટમ્સમાંથી બહાર કાઢવાનો હતો. અમે એક વખત તો કસ્ટમ્સમાંથી બહાર નીકળી ગયાં હતાં, અને અમારા પાસપોર્ટમાં સિક્કા પડી ગયા હતા. એટલે કસ્ટમ્સના પાછલા દરવાજેથી અમે કસ્ટમ્સમાં ફરી દાખલ થયાં. ઍરો પેરુનો ઑફિસર દરેક કાઉન્ટર ઉપર અમારી વાત કહેતો ગયો અને અમે એમ જલદી નીકળતાં ગયાં. સામાન તપાસનાર ઑફિસરે અમારી બૅગ ખોલાવી નહિ અને ઉપર તપાસ્યાની નિશાની તરત કરી આપી. લિમાના કસ્ટમ્સમાંથી અમે આ રીતે બે વાર પસાર થયાં. બહાર આવીને અમે પાછા એરો પેરુના કાઉન્ટર ઉપર ગયાં. જે બધાં કાગળિયાં તૈયાર કર્યા હતાં તેનો હવે કંઈ અર્થ ન હતો એટલે તે ફાડી નાંખ્યાં. એરો પેરુના ઑફિસરે બધી તકલીફ લીધી તે માટે તેનો અમે આભાર માન્યો. પછી ઍરો પરના ઑફિસરને મેં કહ્યું, “આ બૅગ ત્રણ કલાકથી બેગેજ સેકશનમાં પડી રહી હતી તો તમે તે વખતે ત્યાં પણ તપાસ કરી હોત અથવા બેગેજ સેશનમાં ફરજ પરના માણસે તે જ વખતે તમને જાણ કરી હોત તો અમારા ત્રણ-ચાર કલાક બગડત નહીં. અને તમને આ બધી તકલીફ પડત નહિ. આટલી બધી બેદરકારી ભાગ્યે જ કોઈ ઍરપોર્ટ ઉપર જોવા મળે છે.” હું ઑફિસરને કહેતો હતો તેવામાં મારાં પત્નીની નજર બેગ ઉપર ગઈ. તરત તેણે કહ્યું, “અમારી બૅગ ઉપર એક બાજુ આ મોટો કાપો શેનો પડ્યો છે ?” ઑફિસરે કહ્યું, “કદાચ કન્વેયર બેલ્ટ ઉપર ચઢતાં બેંગ બીજી કોઈ બૅગ સાથે ઘસાઈ હશે.” પરંતુ તેનો કાપો આવી રીતે ન પડે, એથી અમને વહેમ પડ્યો. બેગનું તાળું ખોલીને અંદર જોયું તો કપડાં અને વસ્તુઓ અસ્તવ્યસ્ત હતાં. એથી થયું કે તાળું ખોલ્યા વગર બાજુમાંથી તીક્ષ્ણ હથિયાર વડે બૅગનું ઢાંકણું ઊંચું કરીને કોઈને કશું કાઢવાનો પ્રયત્ન કર્યો લાગે છે. બધી વસ્તુઓ તપાસી જોઈ તો તેમાંથી બે સાડી અને બીજી કેટલીક ઝીણી વસ્તુઓ ઓછી થયેલી જણાઈ. સવારે બૅગ તૈયાર કરીને બંધ કરતી વખતે જે બે સાડી ઉપર Page #236 -------------------------------------------------------------------------- ________________ બૉગોટાનો અનુભવ ૨૧૫ મૂકવામાં આવી હતી તે બૅગનું ઢાકણું ઊંચું કરીને, ખેંચીને કાઢી લેવામાં આવી છે એમ નક્કી થયું. અમે ઑફિસરને કહ્યું, “અમને વહેમ પડે છે કે અમારી બૅગ ચોરીના આશયથી જાણી-જોઈને બેગેજ સેક્શનમાં રાખી મૂકવામાં આવી હતી.’ ઑફિસર બીજું તો શું કહે ? એણે કહ્યું, “લિમાના આ ઍરપૉર્ટમાં ઘણી વાર આવી રીતે ચોરી થાય છે, પરંતુ અહીં તો લશ્કરી શાસન છે. કોઈ દાદ-ફરિયાદ નથી.” ચોરાયેલી વસ્તુઓ માટે ક્લેઇમ કરવા માટે અમે ફૉર્મ ભર્યું અને ઑફિસરને આપ્યું; પરંતુ દક્ષિણ અમેરિકાની ખોટમાં ચાલતી ઍર કંપનીઓ પ્રવાસીના માત્ર સંતોષ ખાતર આવાં ફૉર્મ ભરાવતી હોય છે, કારણ કે એનો જવાબ અમને ક્યારેય મળ્યો નથી. બૉગોટાની અમને જે બીક હતી તેનો અનુભવ લિમાએ અમને કરાવી દીધો. Page #237 -------------------------------------------------------------------------- ________________ ગાપરની સ્વચ્છતા સિંગાપુરમાં હું મારા મિત્ર હુનેદભાઈ સાથે “ઇલિઝાબેથ વોક' પર ફરવા નીકળ્યો હતો. સિંગાપુરમાં એ મારો પહેલો દિવસ હતો. ચાલતાં ચાલતાં અમે આગળ જતા હતા. સિંગાપુરમાં ત્યાંની સરકાર શહેરની સ્વચ્છતા માટે બહુ કડક છે એ હુનેદભાઈએ મને કહ્યું હતું. એમની વાત સાચી હતી, કારણ કે સિંગાપુરની સ્વચ્છતા તરત ધ્યાન ખેંચે એવી હતી. દુનિયાના બીજા ખંડોની સરખામણીમાં અમેરિકામાં પ્રમાણમાં સ્વચ્છતા ઘણી વધારે છે. મોટાં શહેરો તો ખરાં, પણ નાના ગામડાંઓ પણ એટલા જ સ્વચ્છ. યુરોપમાં સ્વિટ્ઝરલૅન્ડ સહુથી વધુ સ્વચ્છ દેશ ગણાય છે. ઇટલી, ગ્રીસ, તુર્કસ્તાન વગેરે દેશોમાં સ્વચ્છતા થોડી ઓછી જોવા મળશે. અમેરિકામાં સાનફ્રાન્સિસકો અને લેસ એન્જલસ કરતાં ન્યૂયૅર્કમાં પચરંગી પ્રજા વધુ હોવાથી ત્યાં સ્વચ્છતા ઓછી છે. એશીયામાં જાપાન સહુથી વધુ સ્વચ્છ દેશ ગણાય છે. એશિયાનાં શહેરોમાં ટોક્યો કરતાં સિંગાપુર હવે સ્વચ્છતા માટે વધુ ખ્યાતિ પામતું જાય છે. સ્વચ્છતા માટે દુનિયામાં સૌથી કડક શહેર તરીકે પણ સિંગાપુરનું નામ હવે બોલાય છે. સ્વચ્છતા એ માણસનો નૈસર્ગિક ગુણ હોવો જોઈએ. જ્યાં સમગ્ર પ્રજાની એ ખાસિયત હોય છે ત્યાં કાયદાથી સ્વચ્છતાનો આગ્રહ રાખવાની બહુ જરૂર રહેતી નથી. ખાતાં-પીતાં, હરતાં-ફરતાં, ખરીદી કરતાં કચરો ન થાય એવું નથી, પરંતુ જ્યાં જ્યાં કચરો થવાનો સંભવ હોય ત્યાં ત્યાં નિશ્ચિત જગ્યાએ જ કચરો નાખવા માટેની તાત્કાલિક વ્યવસ્થા હોય અને તેનું આયોજન પહેલેથી કરવામાં આવ્યું હોય એવું કેટલાક દેશોમાં જણાય છે. જ્યાં વસતિ વધારે હોય છે ત્યાં ગંદકી વધારે હોય છે એ માન્યતા હંમેશાં સાચી નથી. જાપાન ગીચ વસતિવાળો દેશ હોવા છતાં સ્વચ્છતામાં તે મોખરે છે. જે પ્રજા ગરીબ હોય તે પ્રજા ગંદી હોય છે એ માન્યતા પણ બહુ સાચી નથી. જે પ્રજા ગરમ પ્રદેશોમાં રહે છે તે પ્રજા બહુ ગંદી હોય છે એ માન્યતા પણ બહ સાચી નથી. ભારતમાં યુરોપ, અમેરિકા કે જાપાનની સરખામણીમાં સ્વચ્છતા ઘણી ઓછી છે એ તરત નજરે દેખાય એવી વાત છે. ગાંધીજીએ સ્વચ્છતા ઉપર ઘણો ભાર મૂક્યો અને રાષ્ટ્રનાં રચનાત્મક કાર્યોમાં અને મહત્ત્વનું સ્થાન આપ્યું. પરંતુ ગાંધીજીના ગયા પછી ભારત અસ્વચ્છતા તરફ ફરી ગતિ કરવા લાગ્યું છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ સિંગાપુરની સ્વચ્છતા ૨૧૭ હદભાઈ અને હું ઇલિઝાબેથ પર વૉક ચાલતા હતા. ત્યાં રસ્તામાં એક સ્થળે જાતજાતનાં ફળ વેચાતાં હતાં. બુદુકુ નામનું એક ફળ મલેશિયામાં વિશેષ થાય છે. ફળ મીઠું, પણ એમાં ખાવાનું ઓછું, કારણ કે એનો ઠળિયો મોટો હોય છે. હુનેદભાઈએ મને ચખાડવા માટો થોડાંક બુદુક લીધાં. એ ફળ મારે માટે તો નવું હતું. થોડુંક ભાવ્યું. એક ફળ ખાઈને મેં એનો ઠળિયો દરિયામાં નાખ્યો. હુનેદભાઈએ તરત કહ્યું, “તમે ઠળિયો ત્યાં કેમ નાખ્યો ?” “કેમ, તમે જ કહ્યું ને કે સ્વચ્છતા માટે તમારી સરકાર બહુ કડક છે. એટલે રસ્તામાં ગમે ત્યાં ઠળિયો ન નાખતાં મેં દરિયામાં નાખ્યો.” ના, દરિયામાં પણ તમારાથી નાખી શકાય નહિ. દરિયાનું પાણી બગાડવાનો તમને હક્ક નથી. જેમ રસ્તાની સ્વચ્છતા માટે, તેમ દરિયાની સ્વચ્છતા માટે પણ અમારી સરકાર એટલી જ કડક છે.” “તો પછી આ ઠળિયા નાખવા ક્યાં ?” “હાથમાં રાખી મૂકવાના. કચરાનો ડબ્બો થોડી વારમાં ક્યાંક જરૂર દેખાશે. તેમાં એ નાખી દેવાના.” જ્યાં સુધી કચરો નાખવાનું સાધન ન મળે ત્યાં સુધી કચરો પાસે રાખી મૂકવાનો અને દરિયો પણ ન બગાડાય, એ હુનેદભાઈની વાત સાંભળી અમેરિકાનો મારો અનુભવ મને યાદ આવ્યો. મારા મિત્ર ડૉ. પંકજભાઈ વ્યાસ અને એમનાં પત્ની હંસાબહેન સાથે એમની ગાડીમાં અમે નાયગરા જતાં હતાં. રસ્તો લાંબો હતો. સાથે ખાવાનું લીધું હતું. હંસાબહેને રસ્તામાં એક સંતરું મને ખાવા માટે આપ્યું. સંતરું થોડું છોલીને એની છાલનો નાનો ટુકડો મેં ગાડીમાંથી બહાર દૂર માટીમાં પડે એ રીતે ફેંક્યો. હંસાબહેને તરત ટકોર કરી કે અમેરિકામાં હાઈ-વે ઉપર પણ કચરો ફેંકી શકાતો નથી. હાઈ-વેની બાજુમાં ખાડા અને માટી હોય, માઈલો સુધી રસ્તો નિર્જન હોય તોપણ તેવી જગ્યાએ તમે કચરો ફેંકી શકો નહિ. રસ્તા ઉપર પોલીસની મોટર ફરતી જ હોય છે અને કચરો ફેંકનારનો ત્યાં ને ત્યાં જ સો ડૉલરનો દંડ વસૂલ કરવામાં આવે છે. હંસાબહેને કહ્યું, “ગાડીમાં અમે જ્યારે બહાર ફરવા નીકળીએ ત્યારે કચરા માટેની કાગળની કે પ્લાસ્ટિકની કોથળી સાથે લીધી જ હોય. એમાં કચરો ભરતાં જઈએ અને રસ્તામાં જ્યાં કચરાનો ડબ્બો આવે ત્યાં તે નાખી દઈએ.” સિંગાપુરની સરકાર સ્વચ્છતા માટે ઘણી કડક છે તેનું સમર્થન બીજે દિવસે પણ થયું, “સાઇટ સીઇંગ માટેની બસમાં હું શહેર જવા નીકળ્યો ત્યારે અમારા ગાઈડે બધાનું સ્વાગત કર્યું અને સૌથી પહેલી સૂચના આપતાં કહ્યું, “રસ્તામાં ગમે ત્યાં કચરો નાખશો નહિ. ગઈ કાલે ટાઇગર બામ ગાર્ડનમાં સિગારેટ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પાસપોર્ટની પાંખે પીને રસ્તામાં ફેંકવા માટે એક અમેરિકનને પચાસ ડૉલર દંડ થયો હતો.” છ વર્ષ પછી મારે ફરી સિંગાપુર જવાનું થયું. શહેરનાં સુંદર સ્થળો જોવા માટેની ટૂરમાં મારા મિત્રો સાથે હું પણ જોડાયો. બસમાં અમારા ગાઈડ સિંગાપુરની સ્વચ્છતા વિશે ભારપૂર્વક કહ્યું અને દાખલો આપતાં જણાવ્યું “ગઈ કાલે ટાઇગર બામ ગાર્ડનમાં સિગારેટ પીને રસ્તામાં ગમે ત્યાં ફેંકવા માટે એક અમેરિકનને પંચોતેર ડૉલર દંડ થયો હતો.” બીજે દિવસે બીજાં કેટલાંક સ્થળો જોવા માટેની અમે ટૂ લીધી. એમાં પણ એ ટૂરના ગાઈડે સ્વાગત કરીને સ્વચ્છતા વિશે સૂચના આપતાં કહ્યું, “ગઈ કાલે ટાઇગર બામ ગાર્ડનમાં એક અમેરિકનને રસ્તામાં સિગરેટ ફેંકવા માટે પંચોતેર ડૉલર દંડ થયો હતો.” ગાઈડની આ વાત ફરીથી સાંભળીને મને નવાઈ લાગી. એક સ્થળે નીચે ઊતર્યા ત્યારે મેં ગાઇડને ખાનગીમાં પૂછ્યું, “ગઈ કાલે કોઈ અમેરિકનને ખરેખર દંડ થયો છે ? બે દિવસ પહેલાં પણ મેં આ વાત સાંભળી હતી અને છ વર્ષ પહેલાં પણ આ જ વાત સાંભળી હતી.” અમારો ગાઇડ હસ્યો. કહે, “ગઈ કાલની તો ખબર નથી. અમને તો અમારી કંપનીએ જે કહ્યું છે તે અમે બોલીએ છીએ. પણ સ્વચ્છતા માટે અમારી સરકાર બહુ કડક છે, એ વાત સાચી છે.” વાત સાચી હતી. બહારના અજાણ્યા માણસો દ્વારા સ્વચ્છતાનો ભંગ જલદી થાય એ સ્વાભાવિક છે. એટલા માટે પ્રવાસીઓને ભારપૂર્વક કહેવાનું સરકાર તરફથી ટૂરિસ્ટ કંપનીઓને જણાવ્યું હતું. પરંતુ ગાઈડો તો કંપનીએ ગોખાવેલું જ બોલે ને ! એટલે રોજ ટાઇગર બામ ગાર્ડનમાં અમેરિકનને થયેલી સજાનો કંપનીએ આપેલો કાલ્પનિક દાખલો ગાઇડો દ્વારા રજૂ થતો, કારણ કે બસમાં પ્રવાસીઓ તો રોજ નવા નવા જ આવતા હતા. ગીચ વસતિવાળા ગંદા વિસ્તારો નાબૂદ કરતાં જઈને ત્યાં મધ્યમ વર્ગના કે ગરીબ લોકો માટે સારાં આધુનિક રહેઠાણો બાંધવાના અને શહેરની સ્વચ્છતા જાળવવાના કાર્યમાં સિંગાપુરે છેલ્લાં આઠ-દસ વર્ષમાં જે સિદ્ધિ મેળવી છે તે બહુ પ્રશસ્ય અને ઉદાહરણરૂપ છે. સમગ્ર એશિયામાં આ બાબતમાં તે હવે પ્રથમ નંબરે આવ્યું છે. સિંગાપુર એટલે એક જ શહેર જેટલું નાનું રાજય. આવા નાના રાજ્યને વહીવટી દૃષ્ટિએ કેટલીક સુવિધા હોય છે અને યોજનાઓ તરત અમલી બને છે.. કોઈ પણ શહેરને પ્રામાણિક અને કાર્યદક્ષ સત્તાધીશો મળે તો કેટલી ઝડપથી શહેરની કાયાપલટ કરી શકાય તેનું સચોટ ઉદાહરણ સિંગાપુરનું છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ | વી.આઈ.પી. રૂમ આર્જેન્ટિનાના પાટનગર બોનોઝ આઇરિસથી પેરના પાટનગર લિમા જતાં મેં અને મારી પત્નીએ અમારી પાસે રહેલું વિદેશી ચલણ ગણી જોયું. ભારત સરકારે રોજના હિસાબે કુલ દિવસોની ગણતરી કરીને આપેલું ચલણ ધાર્યા કરતાં વધુ વપરાઈ ગયું હતું. બોનોઝ આઇરિસમાં ઍરર્પોર્ટ જવા માટે બસને બદલે અમારે ટેક્સી કરવી પડી તેમાં ઘણું ચલણ વપરાયું એ તો ખરું, પણ બીજા એક પ્રસંગે પણ ત્યાં અણધાર્યું ખર્ચ થઈ ગયું હતું. અમારા એક લેટિન અમેરિકન મિત્રે એક પ્રકારનો પરિચય અમને કરાવ્યો. એમને ભારત વિશે કેટલુંક જાણવું હતું, એટલે પોતાને ઘરે બપોરે જમવા માટે નિમંત્રણ આપ્યું. તેઓ હોટેલ ઉપર અમને પોતાની કારમાં તેડવા આવ્યા. દૂર પરામાં એમને ઘરે અમે ગયાં. તેમની સાથે જન્મ્યાં. ભારત વિશે નિરાંતે ઘણી વાતો થઈ. એવામાં એમને અચાનક કોઈક મોટા માણસ મળવા આવ્યા, પરંતુ અમારે પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. એટલે તેઓ મહેમાનને બેસાડી અમને મૂકવા માટે અમારી સાથે નીચે ઊતર્યા, પરંતુ અમને હોટેલ ઉપર મૂકવા આવવાની બાબતમાં તેઓ દ્વિધામાં પડી ગયેલા જણાયા. એમની મુશકેલી અમે સમજી ગયાં. હોટેલ ઉપર મૂકવા આવવા માટે અમે એમને ના પાડી, એટલે પોતાની ગાડી ચાલુ કરવાને બદલે રસ્તા પર જતી એક ટેક્સી એમણે ઊભી રખાવી. અમને એમાં બેસાડી ટૅક્સીવાળાને એમણે પોતાની સ્પેનિશ ભાષામાં અમારી હોટેલનું નામ અને સરનામું કહ્યું. અમે એમની વિદાય લીધી. હોટેલ ઉપર પહોંચ્યાં. નહિ ધારેલું ટેક્સીખર્ચ અચાનક આવી પડ્યું. વિદેશમાં કેટલીક વાર ખર્ચની બાબતમાં આપણી ગણતરી ખોટી પડે છે. લિમામાં અમારે હવે થોડી કરકસર કરવાનો વખત આવ્યો. હોટેલના અને ખાવાપીવાના ખર્ચમાં શક્ય તેટલી કરકસર કરવી એમ અમે નક્કી કર્યું. લિમામાં ઍરપેર્ટમાં હોટેલ માટેના કાઉન્ટર પર તપાસ કરી અને હોટેલ બોલિવાર’માં ઊતરવાનું નક્કી કર્યું. લિમાના મધ્ય ભાગમાં એક વિશાળ ચોક પાસે આ હોટેલ આવેલી છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ - પાસપોર્ટની પાંખે હોટેલમાં સામાન સાથે અમે દાખલ થયાં. કાઉન્ટર ઉપર જઈ રિસેપ્શનિસ્ટને કહ્યું. “એરપોર્ટ ઉપર અમે હોટેલ માટે તપાસ કરી તો તમારી હોટેલ માટે ભલામણ કરવામાં આવી, એટલે અમે બસમાં બેસી અહીં આવ્યાં. છીએ.” “આભાર તમારો.” રિસેપ્શનિસ્ટે કહ્યું. પછી પૂછ્યું, “તમે ક્યાંથી આવો છો ? ઇન્ડિયાથી આવતાં લાગો છો.” “હા જી.” “મને તમારા દેશ પ્રત્યે બહુ માન છે. આ બાજુ ઇન્ડિયાથી કોઈ કોઈ વખત પ્રવાસીઓ આવી ચડે છે. તમે કંઈ કામ માટે આવ્યાં છો કે ફરવા માટે ?” “અમે ફરવા માટે આવ્યાં છીએ. કુસકો પાસે મચ્ચ-પિચ્છમાં ઈન્કા સંસ્કૃતિના અવશેષો જોવાની અમારી ખાસ ઇચ્છા છે.” ભલે, બહુ આનંદની વાત છે !” “તમારી હોટેલના દર શું છે ?” ડબલ બેડના સાઠ અમેરિકન ડૉલર.” “એ તો અમારે માટે ઘણા વધારે કહેવાય. વળી અમને ઍરપૉર્ટ ઉપર કહેવામાં આવ્યું હતું કે લિકામાં હોટેલોમાં ડિસ્કાઉન્ટ અપાય છે. જે માગે તેને આપે છે.” “, બરાબર એમ નથી. આ અમારા નિશ્ચિત દર છે. પરંતુ એક સાથે વધારે પ્રવાસીઓનું રિઝર્વેશન હોય એટલે કે સુપ-બુકિંગ હોય તો અમે ડિસ્કાઉન્ટ જરૂર આપીએ છીએ. તે સિવાય આપતા નથી.” “માફ કરજો, પણ ભારતથી બહુ મર્યાદિત પ્રમાણમાં વિદેશી ચલણ અમને મળતું હોય છે. એટલે અમારે કરકસર કરવા ડિસ્કાઉન્ટનું તમને પૂછવું પડ્યું છે. દુનિયાનાં ઘણાં શહેરોમાં અને ખાસ કરીને સિંગાપુર, હોંગકોંગ વગેરે મોટાં શહેરોમાં પ્રવાસી માગતાં ભૂલે એટલું બધું, ઘણી વાર તો પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ અપાય છે.” “હા, તમારી વાત સાચી છે. ત્યાં હોટેલો વચ્ચે સ્પર્ધા ઘણી છે. લેટિન અમેરિકામાં પણ કેટલીક હોટેલોમાં ડિસ્કાઉન્ટ અપાય છે. અમે પણ ગ્રુપ-બુકિંગ માટે ત્રીસ ટકા આપીએ છીએ, પરંતુ કોઈ એક-બે પ્રવાસી હોય તો તેને આપતા નથી.” Page #242 -------------------------------------------------------------------------- ________________ વી.આઈ.પી. રૂમ ૨૨૧ અમે રિસેપ્શનિસ્ટને અમારી મુશ્કેલી સમજાવી અને કહ્યું, “તમે તમારી સત્તા વાપરીને અમને ડિસ્કાઉન્ટ ન આપી શકો ? હોટેલોમાં ડિસ્કાઉન્ટ આપવાની જાતજાતની પદ્ધતિઓ હોય છે, અને રિસેપ્શનિસ્ટ કે મેનેજરને તેની બધી સત્તાં હોય છે.” અમારી સ્થિતિ સમજીને અમારી વિનંતી રિસેપ્શનિસ્ટે માન્ય રાખી. એણે કહ્યું, “ભલે, હું તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપું છું.” એ જાણી અમને બહુ આનંદ થયો. એણે અમારી પાસે હોટેલનું ફેર્મ ભરાવ્યું. નામ-સરનામું, પાસપોર્ટ નંબર વગેરે વિગતો અમે લખી. ફોર્મ લેતાં રિસેપ્શનિસ્ટ પૂછયું, “તમારા દેશની એરલાઇન્સ તે એર ઈન્ડિયા ને ?” અમે કહ્યું, “હા; કેમ પૂછવું પડ્યું ?” રિસેપ્શનિસ્ટે કહ્યું, “આ ફોર્મમાં નીચે તમે લખો : ઍર ઇન્ડિયાના સ્ટાફ મેમ્બર્સ.” “કેમ ?” “અમે પચાસ ટકા ડિસ્કાઉન્ટ કોઈ પણ એરલાઇન્સના સ્ટાફને આપીએ છીએ.” “પણ અમે એર ઇન્ડિયાના સ્ટાફમાં નથી.” તેનો કશો વાંધો નહિ. ડિસ્કાઉન્ટ આપવા માટે અમારે આટલું લખાવી લેવું જોઈએ.” “પણ એવું ખોટું અમારાથી કેમ લખાય ?” તેની ચિંતા કરશો નહિ. આ ફૉર્મ કોઈની પાસે જવાનું નથી, કે અમે કોઈને એ વિશે પૂછપરછ પણ કરવાના નથી.” “તમારી વાત સાચી છે. પરંતુ અમારાથી એવું ખોટું કેવી રીતે લખાય?” “તમને તમારે હાથે લખવામાં વાંધો હોય તો ન લખશો. હું પછીથી મારા હાથે એમાં લખી નાખીશ. અમારા ઑડિટ માટે એટલું લખેલું હોવું જરૂરી છે.” ના, તમે પણ એવું ન લખશો. તમારા સદ્ભાવ બદલ આભાર. પરંતુ એવું ખોટું લખીને પૈસા બચાવવાનું અમને યોગ્ય લાગતું નથી. અમે એમાં માનતા નથી. સહજ રીતે તમારી સત્તા વાપરીને ડિસ્કાઉન્ટ આપી શકતા હો તો તે અમને મંજૂર છે.” Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ પાસપોર્ટની પાંખે “તેવી રીતે તો, માફ કરજો, તમને બિલકુલ ડિસ્કાઉન્ટ આપી શકાતું નથી. તમારે પૂરો ચાર્જ આપવાનો રહે છે. જો અમારો દર તમને ન પરવડતો હોય તો હું ખરેખર લાચાર છું. તમે કહો તો બીજી સસ્તી હોટેલમાં તમારે માટે હું જરૂર વ્યવસ્થા કરાવી આપું.” અમે વિમાસણ અનુભવી. થોડી વાર વિચાર કરીને અમે કહ્યું, “તમે અમારા માટે આટલો બધો સભાવ બતાવ્યો એ પછી થોડા ડૉલરની કરકસર માટે બીજી હોટેલમાં જવું એ અમને ઠીક નથી લાગતું. ભલે તમારા દર પ્રમાણે અમને રૂમ આપો.” રૂમની ચાવી આપતાં રિસેપ્શનિસ્ટ અમારી સામે જોઈ રહ્યો. લિમામાં બે દિવસ રહ્યા પછી વધારાનો સામાન હોટેલ બોલિવારમાં જમા કરાવી, લિમાથી વિમાનમાં અમે કુસ્કો ગયાં. ત્યાંથી બીજે દિવસે મટુ-પિચ્છ ગયાં. ઈન્કા સંસ્કૃતિના અવશેષો જોઈને ત્રીજે દિવસે અમે લિમા પાછા ફર્યા. તે દિવસે સાંજે અમારે માયામીની ફલાઇટ પકડવા માટે ઍરપોર્ટ જવાનું હતું. અમારી પાસે પાંચેક કલાક હતા. પરંતુ શહેરમાં પગારવધારા માટે શિક્ષકોએ કાઢેલા સરઘસને કારણે તોફાન ફાટી નીકળ્યું હતું. બહાર ફરવા જવામાં જોખમ હતું. અમારે હોટેલમાં પુરાઈ રહેવું પડ્યું. હોટેલના દરવાજાને તાળાં મારી દેવામાં આવ્યાં જેથી બહારથી અજાણ્યા માણસો અંદર ઘૂસી ન આવે. પાંચેક કલાક હોટેલના લૉન્જમાં પસાર કરવાનું બહુ અનુકૂળ નહોતું. તો વળી રૂમ લેવામાં વિનાકારણ ખર્ચ થાય તેમ હતું. એક સ્થળેથી બીજે સ્થળે પ્રવાસ કરતાં પહેલાં અમે સામાયિક અને પ્રાર્થના કરતાં. રૂમ વિના તે શક્ય નહોતું. પૈસા બચાવી સામાયિક અને પ્રાર્થના જતાં કરવાં તે અમને યોગ્ય ન લાગ્યું. એટલે રૂમ લેવાનો અમે નિર્ણય કર્યો. રિસેપ્શનિસ્ટ પાસે અમે ગયાં. તેમણે પૂછ્યું, “તમારે રૂમ લેવાનું અનિવાર્ય છે ? લોન્જમાં બેસો તો ન ચાલે ? શા માટે થોડાક કલાક માટે આટલા બધા ડૉલર ખર્ચી નાખો છો ? બીજા કોઈ પ્રવાસીને હું આમ ન કહું પણ તમારી પાસે વિદેશી ચલણ ઓછું છે એ હું જાણું છું માટે કહું છું.” ' મેં કહ્યું, “તમારી વાત સાચી છે. આમ તો અમારે રૂમની કશી જ જરૂર નથી. અમારો સામાન પણ બાંધીને તૈયાર રાખ્યો છે. પરંતુ પ્રાર્થના અને અમારી ધાર્મિક વિધિ કરવા માટે અમારે રૂમની જરૂર છે. લેટિન અમેરિકામાં અમારો આ છેલ્લો દિવસ છે. અમે માયામી અને બીજાં શહેરોમાં કરકસર કરીશું.” Page #244 -------------------------------------------------------------------------- ________________ વી.આઈ.પી. રૂમ ૨૨૩ તે અમારી સામે જોઈ રહ્યો. ક્ષણ વાર વિચાર કર્યા પછી, અમને ઊભાં રાખીને તે અંદરની ઑફિસમાં ગયો. થોડી વારે પાછા આવી, નોકરને બોલાવી એના હાથમાં ચાવી આપતાં તેણે કહ્યું, “આ મહેમાનોને વી.આઈ.પી. રૂમ ખોલી આપો.'' “વી.આઈ.પી. રૂમનો તો વધારે ચાર્જ હશે. તમે અમને કોઈ સાદો રૂમ ન આપી શકો ?'' રિસેપ્શનિસ્ટે અમને કહ્યું, “અમારી હોટેલમાં ખાસ નિમંત્રણથી કોઈ રાષ્ટ્રના પ્રધાનો કે વિદેશના એલચીઓ કે બીજા એવા મોટા મહેમાનો આવ્યા હોય તો તેમને માટે આ અમારો વી.આઈ.પી. રૂમ છે. તેનો કોઈ ચાર્જ નથી. સાદા રૂમનો ચાર્જ છે. તમને ડિસ્કાઉન્ટ મળતું હોવા છતાં તમે તે લીધું નહિ એટલે અમારા મેનેજરે તમારે માટે વી.આઈ.પી. રૂમની સગવડ આપી છે.’ રિસેપ્શનિસ્ટનો સદ્ભાવ જોઈ અમે ગળગળાં બની ગયાં. આલીશાન વી.આઈ.પી. રૂમમાં સામાયિક તથા પ્રાર્થના કરી, રિસેપ્શનિસ્ટ અને મેનેજરનો આભાર માની, માયામી જવા માટે અમે નીકળ્યાં ત્યારે રિસેપ્શનિસ્ટ અને મેનેજર અમને વળાવવા માટે હોટેલની બહાર અમારી ટૅક્સી સુધી આવ્યા. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ભાખરીનો સ્વાદ સ્વિટ્ઝરલૅન્ડમાં ઇન્ટરલાકન નામનો અત્યંત રમણીય પ્રદેશ છે. એમાં શિલૉર્નથી જીનીવા જતાં, એક વિશાળ સરોવરના કિનારે અમે અમારી મોટર એક સ્થળે પાર્કિંગ વિસ્તારમાં જમવા માટે ઊભી રાખી. યુરોપમાં હાઈવે પર આવા વિસ્તારોમાં આરામથી બેસવા માટે બાંકડાઓની, ભોજન માટે ટેબલખુરશીની, પીવા માટે ચોખ્ખા પાણીની, ટૉયલેટની વગેરે સગવડ હોય છે. અમારી સાથે અમે પોર્ટેબલ ગૅસ-સિલિન્ડર અને ફૂલો રાખેલાં હતાં, એટલે તેના ઉપર તરત મારાં પત્નીએ રસોઈ શરૂ કરી દીધી. અમે કડક ગળી ભાખરી અને શાક બનાવ્યાં. રસોઈ થઈ જવા આવી એટલે અમે ટેબલ ઉપર જમવા બેઠાં. થોડી વાર પછી ત્યાં એક બીજી મોટર આવી. એમાંથી પતિ-પત્ની અને બે નાનાં બાળકો ઊતર્યાં. તેમની સાથે એક કૂતરો પણ હતો. થોડેક દૂર એક ટેબલ ઉપ૨ તેઓ બધાં ગોઠવાયાં. તેઓ પણ બ્રેડ, બટર, ચીઝ વગેરે પોતાની વાનગીઓ ખાવા લાગ્યાં. અમે ખાતાં હતાં ત્યારે તે કુટુંબનાં બંને બાળકો અમારી પાસે આવીને ઊભાં રહ્યાં. ગુજરાતી સાડી,. ગૅસના ચૂલા ઉપર થતી ભાખરી વગેરેને કુતૂહલથી તેઓ જોઈ રહ્યાં. અમે તેમને બોલાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે બાળકો અંગ્રેજી જાણતાં ન હતાં; એટલે અમારી વાતચીત ખાસ આગળ વધી નહિ. બાળકો અમારી પાસે ઊભાં હતાં એટલામાં એમનો કૂતરો પણ અમારી પાસે આવીને ઊભો રહ્યો. કૂતરો કાળો હતો, પણ બિહામણો નહોતો. તે શાંત અને પ્રેમાળ દેખાતો હતો. છોકરાંઓ ચાલ્યા ગયા પછી પણ કૂતરો અમારી આસપાસ ચક્કર મારતો રહ્યો, જાણે કે કશુંક સૂંઘવાનો પ્રયત્ન કરતો ન હોય ! અમને થયું કે કૂતરો અમારી રસોઈની વાસથી આસપાસ ભમતો લાગે છે. અમારી દીકરી શૈલજાએ કહ્યું, “પપ્પા, આપણે કૂતરાને ભાખરી ખવડાવીએ ?” Page #246 -------------------------------------------------------------------------- ________________ ભાખરીનો સ્વાદ ૨૨૫ મેં કહ્યું, “ખવડાવવાનું મન થાય એવો સરસ કૂતરો છે. એની હિલચાલ પરથી અને આતુર આંખોના ભાવ પરથી લાગે છે કે તે આપણી પાસે કશુંક ખાવા આવ્યો છે. પરંતુ આપણાથી એમ અહીં યુરોપમાં કોઈના કૂતરાને ખવડાવાય નહિ. યુરોપમાં માણસો આવી બાબતમાં બહુ ચીકણા હોય છે. આપણી વાનગી કૂતરાને કદાચ માફક ન આવે. એથી કૂતરો રખે ને માંદો પણ પડી જાય. યુરોપ-અમેરિકામાં માણસો આવી બાબતમાં તરત નુકસાનીનો દાવો માંડતા હોય છે. વળી આ લોકો હાથ દ્વારા જંતુઓ લાગી ન જાય તે માટે બહુ સજાગ હોય છે. એટલે આપણા હાથની બનાવેલી વાનગી આ લોકો ન ખાય અને પોતાના કૂતરાને પણ ન ખાવા દે.” એટલી વારમાં માલિકે પોતાના કૂતરાને બૂમ મારીને બોલાવી લીધો. કૂતરો ગયો, પરંતુ તરત જ પાછો આવીને અમારી પાસે ઊભો રહ્યો. અમારી દીકરીએ કહ્યું, “પપ્પા, આપણે એ લોકોની રજા લઈને કૂતરાને ખવડાવીએ તો કેમ ?” પૂછી જોઈએ, જો તેઓ ઇંગ્લિશ બોલતાં હોય તો.” દરમિયાન કૂતરાને બોલાવવા માટે તે દંપતીએ બે-ત્રણ વાર બૂમ પાડી, પણ કૂતરો અમારી પાસેથી ખસ્યો નહિ. એટલે પતિ-પત્ની બંને અમારી પાસે આવીને ઊભા રહ્યાં. તેમની પાછળ તેમનાં બાળકો પણ દોડી આવ્યાં. પતિ-પત્ની કામચલાઉ અંગ્રેજી જાણે છે અને ઓસ્ટ્રેલિયાના વતની છે એ તેમની વાત પરથી જાણ્યું. મેં તેમને કહ્યું, “અમે ભારતથી આવીએ છીએ. અમે અમારી ભારતીય વાનગી હાથે બનાવીને ખાધી.” પછી ભાખરી બતાવીને મેં કહ્યું, “આ અમારાં ઇન્ડિયન બિસ્કિટ છે. તમને વાંધો ન હોય તો અમે તમારા કૂતરાને ખવડાવીએ. તમે પણ ટેસ્ટ કરી શકો છો.” તેમના હાવભાવ પરથી લાગ્યું કે તેઓ દ્વિધામાં છે. કદાચ અમારી વાત પૂરી ન પણ સમજ્યાં હોય. એટલામાં અમારી દીકરીએ એક ભાખરી કૂતરાના મોઢા પાસે નીચે ઘાસમાં નાખી. કૂતરાએ તે ભાખરી ઝડપથી મોઢામાં પકડી લીધી. ત્યાં તો પેલાં બંને બાળકોએ તે ભાખરી કૂતરાના મોઢામાંથી ખેંચી લીધી અને ખાવા લાગ્યાં. પોતાને કોઈ નવી સરસ વાનગી ખાવા મળી હોય તેવો ભાવ બાળકોએ ચહેરા પર પ્રગટ કર્યો. પોતાની મમ્મીને ટુકડો આપ્યો. મમ્મીએ ભાખરી ચાખી અને તેને પણ ભાવી. દરમિયાન અમારી દીકરીએ બીજી ભાખરી કૂતરાને નાંખી, પરંતુ પા-૧૫ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૬ પાસપોર્ટની પાંખે કૂતરાના મોઢામાંથી તે પણ ખેંચાઈ ગઈ.' પત્નીએ તે આંચકી લીધી અને પોતે ખાવા લાગી. એણે કહ્યું, “મારી જિંદગીમાં આવાં સરસ બિસ્કિટ ક્યારેય મેં ખાધાં નથી.” એણે પોતાનામાંથી એક ટુકડો પોતાના પતિને ખાવા આપ્યો. પતિને પણ ભાખરી બહુ ભાવી એ એમના ચહેરાની બદલાયેલી રેખાઓ પરથી જણાયું. દરમિયાન ત્રીજી અને છેલ્લી ભાખરી પણ કૂતરાને ફેંકાઈ ગઈ. પરંતુ કૂતરો પહોંચે તે પહેલાં પેલાં બંને બાળકોએ ઝડપથી તે લઈ લીધી અને ઝટ ઝટ ખાવા લાગ્યાં. પતિએ તેમની પાસેથી એક ટુકડો માગીને ખાધો. - પતિ-પત્નીએ ભાખરી ખૂબ વખાણી. બાળકોને તો હજુ પણ વધારે જોઈતી હતી. તો બિચારો અમારી સામે તાકી રહ્યો હતો, પરંતુ અમારી પાસે ભાખરી ખલાસ થઈ ગઈ હતી. નવી ભાખરી બનાવી આપવા માટે અમે તેમને કહ્યું, પરંતુ તેટલો સમય તેઓ રોકાઈ શકે તેમ ન હતાં. - કૂતરાને ખાતર પણ નવી ભાખરી બનાવવાની અમારી ઇચ્છા હતી, પરંતુ અમે લાચાર હતાં. એકબીજાના ફોટા પાડીને અમે સહુ છૂટાં પડ્યાં. કોઈ પણ પ્રજા માટેના આપણા મનમાં કેટલાક બંધાઈ ગયેલા ખ્યાલો ત્યાંના સામાન્ય માણસો કેવી રીતે ખોટા પાડે છે તેનો અમને આ એક લાક્ષણિક અનુભવ થયો. Page #248 -------------------------------------------------------------------------- ________________ 2 અનોખી ભેટ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે માત્ર બાવીસ માઈલની દરિયાની ખાડી છે. પરંતુ ખાડીના સામસામા બંને કિનારાની પ્રજાની ભાષા જુદી છે અને તાસીર પણ જુદી છે. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે ભૂતકાળમાં ઘણાં યુદ્ધો ખેલાયાં છે. એકબીજા સાથેની દુશ્મનાવટ યુદ્ધ સમયે તો ઘણી વધી જાય. પરંતુ શાંતિના સમયમાં પણ એ બંને પ્રજાને એકબીજા પ્રત્યે સ્થળ કે સૂક્ષ્મ અપ્રીતિ રહ્યા કરે છે. તેમાં પણ યુરોપમાં અને યુરોપ બહારના દેશોમાં એકબીજા ઉપર સરસાઈ મેળવવાની ભૂતકાળની સ્પર્ધામાં ફ્રાન્સ કરતાં ઇંગ્લેન્ડ કેટલાંક સ્થળે વધુ ફાવ્યું હોવાથી જૂના વખતમાં ફ્રાન્સના લોકોને ઇંગ્લેન્ડનું નામ પડતાં સૂગ ચઢતી. “ભાષા તો અમારી જ મૂદુ અને મધુર; કવિતા કે નાટક અમારાં જ ઊંચી કક્ષાનાં ચિત્રકળા અને શિલ્પસ્થાપત્યમાં ઇંગ્લેન્ડના લોકો શું સમજે ? એ માટેની દૃષ્ટિ તો અમારી જ પાસે” – આમ ફ્રાન્સના લોકોમાં એક પ્રકારની ગૌરવગ્રંથિ પણ પડેલી છે. પ્રવાસી તરીકે ઇંગ્લેન્ડમાંથી આપણે ફ્રાન્સમાં દાખલ થઈએ અને ફ્રાન્સના લોકો સાથે અંગ્રેજીમાં બોલીએ તો એ તેમને ગમે નહીં. કોઈ કોઈ ઠેકાણે તો તોછડાઈથી તેઓ મોં મચકોડે અને આપણી સાથે અંગ્રેજીમાં બોલવાનો સ્પષ્ટ ઈનકાર કરી દે. કોઈક વખત અંગ્રેજી આવડતું હોય તોપણ પોતાને અંગ્રેજી નથી આવડતું એવો ડોળ કરે. આખા યુરોપના બીજા બધા લોકો વ્યવહારની સમાન ઇતર ભાષા તરીકે ફ્રેન્ચ કે જર્મન ભાષા જાણતા હોય છે. એટલે તેઓને બહુ વાંધો આવતો નથી. પરંતુ જેઓ માત્ર ઇંગ્લિશ જ જાણતા હોય તેમને કોઈ કોઈ વખત ફ્રાન્સમાં વિચિત્ર અનુભવો થાય છે. અલબત્ત, વિદેશીઓની સાથે સારી રીતે અંગ્રેજીમાં બોલનાર પ્રેમાળ ફ્રેન્ચ લોકોનો અનુભવ નથી થતો એવું નથી. ઇંગ્લેન્ડના નિારેથી હોવરક્રાફ્ટમાં અમે મોટરકાર સાથે બેસી ફ્રાન્સના કિનારે ઊતર્યા. ત્યાંથી અમારો યુરોપનો પ્રવાસ શરૂ થતો હતો. ફ્રાન્સમાં હાઈવે (ફ્રાન્સના લોકો એને તોરૂત - Autoroute કહે છે.) ઉપર એક Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પાસપૉર્ટની પાંખે સ્થળે પાર્કિંગ વિસ્તારમાં અમારી ગાડી પાર્ક કરીને અમે ખાવા માટે રોકાયાં. અમે એક ટેબલ ઉપર ગોઠવાયાં. અમારા પ્રવાસનો આ પહેલો દિવસ હતો. લંડનથી સવારે તાજાં ગરમાગરમ લીધેલાં જલેબી-ગાંઠિયા પણ અમારી સાથે હતાં. ચા-કૉફી સાથે અમે તે ખાવાનું શરૂ કર્યું. અમારી આસપાસનાં ટેબલો ઉપર બીજાં ઘણાં માણસો હતાં. ભારતીય તરીકે એ બધાંમાં અમે અમારાં પહેરવેશ, રંગ અને મુખાકૃતિને કારણે જુદાં તરી આવતાં હતાં. આથી બીજાઓનું અમારા પ્રત્યે ધ્યાન ખેંચાય એ સ્વાભાવિક હતું. અમારી બાજુના ટેબલ ઉપર એક દંપતી બેઠું હતું. સાથે એમની દસેક વર્ષની દીકરી પણ હતી. અમે કોઈક જુદી જ વાનગીઓ ખાઈ રહ્યાં હતાં એની એને નવાઈ લાગતી હતી. એ થોડી થોડી વારે અમારી વાનગીઓ સામે ટગર ટગર જોતી હતી અને એનાં માતાપિતાને કંઈક કહેતી હતી. એમની ભાષા પરથી લાગ્યું કે તેઓ ફ્રેન્ચ લોકો છે. તેમનો પહેરવેશ વગેરે જોતાં જણાયું કે તેઓ ઠીક શ્રીમંત હોવાં જોઈએ. અમારી એકબીજાની નજ૨ મળી એટલે મેં સ્મિત કર્યું. પછી મેં તરત ગુજરાતીમાં એમને કહ્યું, “ગરમાગરમ જલેબી-ગાંઠિયા છે. થોડાં લેશો તમે ?' એમ કહી મેં એક પ્લેટ તેમની સામે ધરી. મારી ભાષા તેઓ સમજી શકે તેમ નહોતાં, પણ હું શું કહેવા માગું છું તે તેઓ સમજી ગયાં હતાં. મારાં પત્નીએ ટકોર કરતાં મને કહ્યું, “તમે એમની સાથે ગુજરાતીમાં કેમ બોલો છો ? તેઓ થોડાં આપણી ભાષા સમજી શકવાનાં છે ?' “હા, એ સાચું, પણ મારે તો ગુજરાતીમાં જ વાત કરવી છે. લંડનના કેટલાક ગુજરાતી મિત્રોના અનુભવ પરથી જોયું છે કે ખાસ કરીને ફ્રાન્સના લોકો સાથે ગુજરાતીમાં શરૂઆત કરવાથી તેમને માઠું લાગતું નથી અને પછી તેઓ જ આપણી સાથે અંગ્રેજીમાં વાત કરવા લાગે છે.' મેં એ સજ્જનને ફરીથી ગુજરાતીમાં કહ્યું, “અમે મુંબઈથી આવીએ છીએ આ જલેબી-ગાંઠિયા અમારી ગુજરાતીઓની પ્રિય વાનગી છે.” હું જાણતો હતો કે મારી ગુજરાતી ભાષા એમને સમજાવાની નથી. તેઓ કશું સમજ્યાં નહીં, એટલે મને ફરી બોલવા કહ્યું. ફરીથી મેં ગુજરાતીમાં જ બોલવાનું ચાલુ રાખ્યું. એટલે એ સજ્જનને જ પૂછ્યું, “એક્સક્યૂઝ મી, ડૂ યૂ સ્પીક ઇંગ્લિશ ?” “અ લિટલ.” “ઓહ ! નાઇસ !'' Page #250 -------------------------------------------------------------------------- ________________ અનોખી ભેટ ૨ ૨૯ પછી અંગ્રેજીમાં અમારો વ્યવહાર ચાલુ થયો. એમને અને એમની દીકરીને અમે જલેબી-ગાંઠિયા ખવડાવ્યાં. તેમને ખૂબ ભાવ્યાં. તે કેવી રીતે બનાવાય તે મારાં પત્નીએ તેમને સમજાવ્યું. અમે તેમને પૂછયું, “આ વાનગીઓ પહેલાં તમે કોઈ દિવસ ખાધી છે ?” તેમણે કહ્યું, “અમારી જિંદગીમાં ક્યારેય આવી વાનગી અમે જોઈ નથી.” ધીમે ધીમે તેઓ અમારા ટેબલની આસપાસ ગોઠવાઈ ગયાં. યુરોપીય અને ભારતીય જીવન વિશે ઘણી વાતો નીકળી. એ સજ્જને કહ્યું, “તમે બધાં સારું ઇંગ્લિશ બોલો છો.” હા, અમને શાળામાં ઇતર ભાષા તરીકે ઇંગ્લિશ શીખવાની તક મળે છે. પરંતુ અમે ઇંગ્લિશમાં બોલીએ તે કદાચ તમને ગમે કે ન ગમે, એટલા માટે મેં મારી માતૃભાષામાં તમારી સાથે વાતચીતની શરૂઆત કરી. પરંતુ એ માટે ક્ષમા કરશો.” હા, ફ્રાન્સમાં કોઈ કોઈ લોકોને ઇંગ્લિશ ભાષાની સૂગ હોય છે. પરંતુ અમને એવી નથી. મારે તો વારંવાર યુરોપમાં અને ઇંગ્લેન્ડમાં ફરવાનું થાય એટલે ઇંગ્લિશ તો અમારે બોલવી જ પડે.” પરસ્પર બીજી થોડીક વાતો થઈ. ત્યાં એ સજ્જને કહ્યું, “તમે અમને જિંદગીમાં ક્યારેય ન ચાખી હોય એવી વાનગી ખવડાવી છે. હવે હું પણ તમને એક એવી સરસ વસ્તુ ચખાડવા ઇચ્છું છું કે તમને પણ તમારી જિંદગીમાં કાયમ યાદ રહી જાય.” પછી એમણે કહ્યું, “થોભો, હું મારી ગાડીમાંથી એ લઈ આવું છું.” એમ કહીને જ્યાં ગાડીઓ પાર્ક કરી હતી તે વિસ્તાર તરફ તે સજ્જન ગયા. થોડી વારે તેઓ પાછા આવ્યા. તેમના હાથમાં એક મોટો બાટલો હતો. એમણે કહ્યું, “આ એક ઉત્તમ પ્રકારનો શેપેઇન દારૂ છે. એ તમારે માટે હું લાવ્યો છું. તમે તમારી જિંદગીમાં કદાચ આ બ્રાન્ડનો શેપેઈન ચાખ્યો નહિ હોય. તમને કાયમ યાદ રહી જાય એવી આ ચીજ છે.” એમ કહીને એમણે એ બાટલાના લેબલ ઉપર લખેલી વિગતો તરફ અમારું ધ્યાન દોર્યું. પરંતુ અમને ન રસ હતો એ વિગતોમાં કે ન રસ હતો શેમ્પઈનમાં. તો વળી તેમના પ્રેમભાવનો અનાદર કરવાનું પણ યોગ્ય ન હતું. એટલે એમણે આપેલો બાટલો સ્વીકારી તેમનો ખૂબ ખૂબ આભાર માની પછી મેં હળવેથી કહ્યું, “તમારી ભેટ અમને પહોંચી ગઈ છે. અમને આ ભેટ અને Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦. પાસપોર્ટની પાંખે તમારો સભાવ કાયમ યાદ રહેશે; પરંતુ અમારી એક વિનંતી સ્વીકારો. અમે કોઈ દારૂ પીતાં નથી. અમે જિંદગીમાં ક્યારેય દારૂ ચાખ્યો નથી, એટલે આ બાટલાનો અમારે કશો જ ઉપયોગ નથી. તમારા બીજા કોઈ મિત્રને તમે એ આપી શકશો.” અમે દારૂ પીતાં નથી એમ જાણીને તેમને બહુ આશ્ચર્ય થયું. અમે ભેટ ન સ્વીકારી તેથી તેમને થોડો ક્ષોભ થયો. અમને પણ થોડો ક્ષોભ થયો. પરંતુ અમારો ભાવ તેઓ બરાબર સમજી શક્યાં તેથી અમને ગમ્યું. થોડી વાર પછી તેઓ બધાં અમારી વિદાય લઈ પાર્કિંગ વિસ્તાર તરફ ચાલ્યાં. અમારી બીજી બાજુના એક ટેબલ પર બેઠેલા એક યુરોપિયન સજ્જન આ બધું દશ્ય જોઈ રહ્યા હતા. એમણે કહ્યું, “તમારે શેમ્પઈનનો એ બાટલો લઈ લેવો જોઈતો હતો. તમે બીજા કોઈને આપી શક્યા હોત. આ તો બહુ કીમતી દારૂ છે. બજારમાં જલદી એ મળતો નથી. તમે મને એ વેચાતો આપ્યો હોત તો હું પણ એ લઈ લેવા તૈયાર હતો.” મેં કહ્યું, “અમે દારૂ પીતાં નથી અને બીજાને પિવડાવતાં પણ નથી. અમે જાણીએ છીએ કે અમારી આ વાત બધા લોકોને સમજાય એવી નથી. એ માટે લોકો અમને અણસમજુ ગણે તેનો પણ અમને વાંધો નથી. પરંતુ - અમે તેમાં શ્રદ્ધાપૂર્વક માનીએ છીએ.” એમણે કહ્યું, “તમે સાચા હશો. મને તમારા જેવા લોકોની નવાઈ લાગે છે. પરંતુ એટલી જ નવાઈ આવો મોંઘો શેમ્પઈન દારૂ પેલા માણસે તમને ભેટ આપવાનું વિચાર્યું તેની પણ લાગે છે.” હા, મને પણ એની નવાઈ લાગે છે. માણસ આવા મોંઘા દારૂનો અકબંધ મોટો બાટલો પોતાની સાથે ગાડીમાં ફેરવે અને જરાક પરિચય બીજાને ભેટ આપવાનો વિચાર કરે એ જેવીતેવી વાત નથી.” મેં કહ્યું. અમારી વાત ચાલતી હતી એટલામાં પાર્કિંગ વિસ્તારમાંથી નીકળેલી એક ગાડી અમારી પાસેથી પસાર થઈ. એમાં તે ફ્રેન્ચ દંપતી અને તેમની દીકરી બેઠેલાં હતાં. અમારી સામે જોઈ બૂમ પાડીને એમણે “બાય ! બાય !” કહ્યું. સફેર રંગની એ ગાડી ઉપર અમારી નજર પડી. એની ત્રણેય બાજુ મોટા અક્ષરે “શેપેઇન” લખેલું હતું. તરત અમે અનુમાન કર્યું કે એ સજ્જન શેમ્પઈન કંપનીના ડિરેક્ટર કે કોઈ મોટા ઓફિસર, એજન્ટ કે સેલ્સમેન હોવા જોઈએ. આટલો મોંધો દારૂ ભેટ આપવાનું રહસ્ય હવે અમને સમજાયું. Page #252 -------------------------------------------------------------------------- ________________ લિમાના એરપોર્ટમાં હું અને મારાં પત્ની દક્ષિણ અમેરિકાના પેરુના પાટનગર લિમાથી ઉત્તર અમેરિકામાં માયામી જઈ રહ્યાં હતાં. - દક્ષિણ અમેરિકામાં પેર, આર્જેન્ટિના, ચિલે (ચિલી), કોલંબિયા, વેનેઝુએલા, ઇક્વેડોર વગેરે ઘણા દેશોમાં આપખુદ લશ્કરી શાસન છે. અમેરિકામાં એક મિત્રે સલાહ આપેલી કે દક્ષિણ અમેરિકાના પ્રવાસમાં સરમુખત્યારશાહીવાળા દેશોમાં સંભાળ રાખવી, કારણ કે ત્યાંની લશ્કરી સરકાર વિચિત્ર હોય છે; ન્યાય જેવું કંઈ નહિ; ગમે ત્યારે ગમે તે માણસને નજીવી વાતમાં જેલમાં બેસાડી દે; એની કોઈ રાવ કે ફરિયાદ થાય નહિ. વળી ત્યાં બધે સ્પેનિશ ભાષા બોલાય છે અને આપણને સ્પેનિશ આવડે નહિ. એટલે આપણે આપણી વાત બરાબર સમજાવી પણ ન શકીએ. આપણા જેવા વિદેશી પ્રવાસીઓએ એટલા માટે આ દેશમાં સાવચેતી રાખવી જરૂરી છે. આર્જેન્ટિનામાં અને પેરુમાં અમે જોયું કે ઍરપોર્ટ ઉપર કર્મચારીઓ તરીકે પણ ગણવેશ પહેરેલા કડક મિજાજના લશ્કરી ઑફિસરો હતા. સ્થાનિક પ્રજા તેમનાથી ગભરાઈને ચાલતી. લિમાથી અમારી ફલાઇટ રાતના અગિયાર વાગે હતી, પરંતુ શહેરમાંથી રાતના નીકળવાને બદલે સલામતી ખાતર અને સાંજે સાત વાગે ઍરપૉર્ટ ઉપર જઈને બેસી ગયાં હતાં. અમારી ફલાઇટ ત્રણેક કલાક મોડી છે એવું અમને એરપોર્ટ ઉપર પહોંચીને તપાસ કરતાં જાણવા મળ્યું. એટલે અમારે એરપોર્ટના લૉન્જમાં ઠીક ઠીક સમય બેસી રહેવું પડ્યું. રાતની ફલાઇટમાં પ્રવાસ કરનારા મુસાફરોની સંખ્યા પ્રમાણમાં ઓછી હતી. ચિલિયન એરલાઈન્સની અમારી ટિકિટ હતી. કાઉન્ટર ઉપર સામાન આપી અમે લૉન્જમાં બેઠાં. ફલાઈટની જાહેરાત થઈ એટલે અમે કસ્ટમ્સમાં દાખલ થયાં. લશ્કરી ગણવેશમાં એક ઑફિસર અમારા પાસપોર્ટ તપાસતો હતો. મારી આગળ પાંચેક પુરુષો હતા. ઑફિસર દરેકને એક ફૉર્મ આપતો Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પાસપોર્ટની પાંખે જતો અને તેમાં પાસપોર્ટ નંબર લખવા તથા સહી કરવા જણાવતો. ફૉર્મ લઈ તે પાસપૉર્ટમાં સિક્કો મારી આપતો અને આગળ જવા દેતો. ઘણા દેશોમાં બહારથી આવતા કે પાછા જતા વિદેશી પ્રવાસીઓ પાસે ઇમિગ્રેશનની નોંધ બરાબર રહે તે માટે આવાં ફોર્મ ભરાવવામાં આવતાં હોય છે. મારો વારો આવ્યો. સ્પેનિશ ભાષામાં છાપેલું એક ફૉર્મ મને આપી મારે ક્યાં પાસપોર્ટનો નંબર લખવો અને ક્યાં સહી કરવી તે નિશાની કરીને ઑફિસરે મને બતાવ્યું. મેં તે પ્રમાણે કર્યું. પાસપોર્ટ ઉપર સિક્કો પડ્યો અને હું આગળ ચાલ્યો. મારી પાછળ મારાં પત્ની આવતાં હતાં. ઑફિસરે એની પાસે ફૉર્મ ભરાવ્યા વિના પાસપોર્ટમાં સિક્કો મારી આપ્યો. મેં ઑફિસરને ફૉર્મ ભરવા અંગે ઈંગ્લિશમાં પૂછ્યું, તો તેણે કહ્યું કે તેની જરૂર નથી. કોઈ કોઈ દેશમાં કસ્ટમ્સની કેટલીક વિધિ માટે પતિ-પત્ની અને નાનાં સંતાનો વચ્ચે એક જ ફૉર્મ ભરાતું હોય છે. અહીં પણ એવું હશે એમ મેં માન્યું. કસ્ટમ્સનાં એક પછી એક નાકાં વટાવતાં અમે આગળ ચાલ્યાં. મુસાફરી કરતાં ચારે બાજુ કસ્ટમ્સના લશ્કરી અમલદારોની સંખ્યા વધારે હતી. રાતનો વખત હતો. વાતાવરણ જેટલું કડક અને ગંભીર હતું તેટલું જ ગમગીન લાગતું હતું. કોઈના ચહેરા ઉપર ક્યાંય સ્મિત દેખાતું નહોતું. કસ્ટમ્સમાં અમે આગળ ચાલ્યાં, ત્યાં એક કાઉન્ટર પાસે ઓફિસરે મારો પાસપૉર્ટ જોઈ મને કહ્યું, “બાવન ડૉલર આપો.” ક્ષમા કરજો; શાને માટે તમે આ ડૉલર માગો છો ?” મેં પૂછ્યું. ઑફિસરે મોટા અને કડક અવાજે કહ્યું, “કેમ, ખબર નથી ? તમે ડ્યૂટી-ફ્રી દારૂ માટે અરજી કરી છે તેના !” “મેં એવી કોઈ અરજી કરી નથી, હું દારૂ પીતો નથી.” મેં કહ્યું. ખોટું ન બોલો. આ રહી તમારી અરજી.”. મારી સહીવાળું ફૉર્મ ઓફિસરે મને બતાવ્યું. મારો પાસપોર્ટ નંબર બરાબર છે તે તપાસી તેમાં સહી કરી. હું મૂંઝાયો. જે ફૉર્મ ઉપર અગાઉ મારી સહી લેવામાં આવી હતી તે ઇમિગ્રેશનનું ફૉર્મ ન હતું, ડ્યૂટી-ફી દારૂ માટેની સ્પેનિશ ભાષામાં તે અરજી હતી. વગર વાંચ્યું કે સમયે મેં તેમાં ઑફિસરની સૂચનાથી સહી કરી દીધી હતી. મેં કહ્યું, “માફ કરજો, આ ડ્યૂટી-ફ્રી દારૂ માટેની અરજી હશે એવી મને ખબર નહિ.” For Private & Personal use only Page #254 -------------------------------------------------------------------------- ________________ લિમાના ઍરપૉર્ટમાં ૨૩૩ ઓફિસર કશું બોલ્યો નહિ. મારી સામે કડક નજરે તાકી રહ્યો. મને થયું કે હવે વધારે બોલવાનો આ અવસર નથી. જકાત-રાહત વસ્તુઓ દુનિયામાં બધાં જ આંતરાષ્ટ્રીય ઍરપોર્ટના કસ્ટમ્સ વિભાગમાં મળતી હોય છે. તે લેવી એ કોઈ ગુનો નથી. બલકે દારૂ, સિગરેટ, અત્તરો, કેમેરા, ઘડિયાળ વગેરે પુષ્કળ ચીજો ઘણા પ્રવાસીઓ ખરીદી લેતા હોય છે, એટલે ડ્યૂટી-ફ્રી દારૂ લેવામાં બીજો કંઈ વાંધો ન હતો. પરંતુ ખોટી રીતે અરજી થઈ છે એ માટે આવા લશ્કરી શાસનના દેશમાં આપણા માટે કંઈ મુશ્કેલી ઊભી ન થાય તેની ચિંતા હતી. તેટલી સાવચેતી રાખવી જરૂરી ગણાય એમ સમજી મેં તરત પાકીટમાંથી બાવન ડૉલર કાઢીને ઑફિસરને ધર્યા, પરંતુ ઑફિસરે તે લેવાની ના પાડી. તેણે કહ્યું, “વિમાનમાં જયારે દારૂના બાટલા તમને આપવામાં આવે ત્યારે તમારે આ ડૉલર આપવાના રહેશે. દારૂની ડિલિવરી વિમાનમાં બેસતી વખતે થશે, અત્યારે નહિ.” અમે આગળ ચાલ્યાં. થોડી વાર પછી આગળ જોયું તો પેલા ઑફિસર કોઈક પ્રવાસીના બાવન ડૉલર લઈ રસીદ આપતો હતો. કોઈકના પૈસા તે લે છે અને કોઈકના નથી લેતો, તેનું કારણ અમને સમજાયું નહિ. કસ્ટમ્સની બધી વિધિ પતાવીને અમે લૉન્જમાં બેઠાં. જાહેરાત થઈ એટલે અમે વિમાનમાં બેસવા માટે રવાના થયાં. વિમાનના દરવાજા પાસે નીચે એક ટ્રોલીમાં કરમુક્ત દારૂના બાટલા ગોઠવેલા હતા. ત્યાં ઊભેલો ઑફિસર જાહેરાત કરતા જણાતો હતો કે જેમણે અરજી કરી છે તેમને વિમાનમાં દારૂની ડિલિવરી આપવામાં આવશે. પરંતુ અમે જોયું કે અમારી સાથેના જે કેટલાક મુસાફરોએ બાવન ડૉલર ભરી દીધા હતા, તેઓ રસીદ બતાવી દારૂના બાટલા લઈને ચહ્યાં; તો બીજા કેટલાક એ બાટલા માટે વિમાનમાં રાહ જોતાં બેઠા હતા. બાવન ડૉલરનો ચાંદલો ચોંટવાનો છે અને દારૂના બાટલા સાથે માયામી એરપોર્ટ ઉપર ઊતરવાનું છે એ વિચારથી અમને ખેદ થતો હતો. અમે વિમાનમાં જઈને બેઠાં. ઠીક ઠીક વાર થઈ તોપણ બાટલા આવ્યા નહિ, અને વિમાનનો ઊપડવાનો સમય થવા આવ્યો. મેં ઍર હોસ્ટેસને બોલાવીને તે વિશે પૂછ્યું, એટલે મારું નામ જાણી લઈને તપાસ કરવા તે નીચે ઊતરી. હું તેની પાછળ પાછળ વિમાનના દરવાજા સુધી ગયો. મારી પાછળ બીજા બે પ્રવાસીઓ પણ આવી પહોંચ્યા. તેમની પાસે ત્રણ દારૂ માટે અરજી કરાવી લેવાઈ હતી એમ જાણ્યું. Page #255 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે અમે વિમાનના દરવાજામાં ઊભાં હતાં. ઍરહૉસ્ટેસ નીચે ફૉર્મ તપાસતી હતી. પછી તેણે ઉપર આવીને કહ્યું, “માફ કરજો, તમને દારૂ નહિ મળે. તમે અરજી જ કરી નથી. તમારે પહેલેથી અરજી કરીને પૈસા ભરી દેવા જોઈએ ને ?” ૨૩૪ ઍરહૉસ્ટેસના જવાબથી હું રાજી થયો. ડૉલર આપ્યા ન હતા એટલે તો કંઈ વાંધો હતો જ નહિ. આમ પણ મારે દારૂ જોઈતો જ ન હતો. પરંતુ એક વખત નક્કી કરાયું કે મેં અરજી કરી છે અને બીજી વખતે કહેવાયું કે મેં અરજી કરી નથી ! આવું કેમ બન્યું હશે તેનો વિચાર મનમાં ચાલતો હતો. દાળમાં જરૂર કંઈક કાળું છે એવો વહેમ પડ્યો. એવામાં મારી નજર નીચે ગઈ તો બીજો ઑફિસર દાણરહિત દારૂના બાટલામાંથી કેટલાક બાટલા જુદા તારવી રહ્યો હતો. તે માટે તેની પાસે બીજાં કેટલાંક ફૉર્મ હતાં. એમાં જ મારું અને મારા જેવા બીજા કેટલાક અજાણ્યા મુસાફરોનું ફૉર્મ હશે એમ તરત લાગ્યું. અમારા વતી પૈસા ભરીને બાટલાની ડિલિવરી તે પોતે લઈ લેતો હતો તેવો વહેમ પાકો થયો. ઍરહૉસ્ટેસે પણ કહ્યું, “અહીં લિમાના ઍરપૉર્ટમાં અજાણ્યા મુસાફરો પાસે અરજી કરાવી પછી તેમને નામે પૈસા ભરીને ડ્યૂટી-ફ્રી દારૂ મેળવવાનું અને પછી બજારમાં મોંઘા ભાવે વેચવાનો ધંધો કરવાનું ષડયંત્ર ચાલે છે. લશ્કરી શાસન છે. એટલે તેની સામે કોઈ ફરિયાદ થઈ શકતી નથી. બધા જ ઑફિસરો અંદર અંદર મળેલા છે.' ભ્રષ્ટાચાર અને ગેરરીતિ અટકાવવા માટે જે અમલદારોની નિમણૂક થઈ છે તેઓ જ અહીં અંદરોઅંદર મળી જઈને વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ ચલાવતા હતા ! રક્ષક-ભક્ષકની રીતિ તો પ્રકારાન્તરે દુનિયામાં સર્વત્ર રહેલી છે. સત્તારૂઢ થયા પછી સમતોલપણું જાળવવું સર્વને માટે સુલભ નથી. } Page #256 -------------------------------------------------------------------------- ________________ ભારતીય વાઇકિંગ મોસ્કોમાં ઓલિમ્પિક રમતો જોવા ગયેલા અને ભારતીય પ્રવાસીઓને મોસ્કો યુનિવર્સિટીની હોસ્ટેલમાં ઉતારો આપવામાં આવ્યો હતો. ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી ઘણા પ્રવાસીઓ ઓલિમ્પિક જોવા માટે આવ્યા હતા. એમાં ધ્યાન ખેંચે એવું એક જૂથ કેરાલાના પ્રવાસીઓનું હતું. હૉસ્ટેલમાં નીચે મેં ઇંગ્લિશમાં એમને પૂછ્યું, “ભારતમાંથી તમે કયા રાજ્યમાંથી આવો છો ?" જવાબ મળ્યો, “નો ઇંગ્લિશ, નો હિન્દી.” તેમને અંગ્રેજી કે હિન્દીમાં વાત કરવાની ઇચ્છા નથી કે તેમને અંગ્રેજી કે હિન્દી આવડતી નથી તે હું સમજી શક્યો નહિ. મેં મજાક કરતાં અંગ્રેજીમાં ફરી પૂછ્યું, “તો પછી તમે રશિયનમાં વાત કરો છો ?” નો રશિયન, નો ઇંગ્લિશ, નો હિન્દી; ઓન્લી મલયાલમ.” મને મલયાલમ ભાષા આવડતી ન હતી અને તેમને મલયાલમ સિવાય બીજી કોઈ ભાષા આવડતી ન હતી, એટલે અમારી વાત વધારે ચાલી નહિ. મોઢું મલકાવીને, નમસ્તે કરીને હું છૂટો પડ્યો. દરમિયાન કેરાલાથી આવેલા એક વકીલને મેં પાંચ પ્રવાસીઓ વિશે પૂછ્યું. એમણે કહ્યું, “હા, એ પાંચેય કેરાલાના જ છે. ક્વિલોન પાસેના ગામડાના છે. જાતે ખેડૂત છે, અભણ છે, સહી કરવા સિવાય બીજું કશું લખતાં-વાંચતાં આવડતું નથી. કાજુની નિકાસમાં લાખો રૂપિયા કમાઈ ગયા છે, એટલે તેમને પુષ્કળ વિદેશી ચલણ સરકાર તરફથી મળે છે. ઇંગ્લિશ ભાષા તેમને નથી આવડતી એટલે તેઓ કોઈક ટૂરિસ્ટ કંપનીના પ્રવાસી જૂથની સાથે જોડાઈને દુનિયામાં બધે ફરતા હોય છે. ભાષાની મુશ્કેલીના કારણે તેઓ કોઈની સાથે ભળી શકતા નથી, પણ તેઓ પાંચેય સાથે હોય છે અને માંહોમાંહે મલયાલમમાં આખો વખત વાતો કરતા હોય છે, તેથી બીજાની કંપનીની તેમને બહુ ગરજ રહેતી નથી. તેઓ દેખાય છે સાદા ગામડિયા જેવા, પણ છે બહુ જબરા અને લુચ્ચા. કોઈ વાતની તેમને શરમ પણ નહિ. પાસે પૈસા છે એટલે બધું જ આવી ગયું એમ તેઓ માને છે. વિદેશમાં શૉપિંગ સિવાય બીજી કોઈ વાતમાં તેમને રસ નથી.” Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ પાસપોર્ટની પાંખે હોસ્ટેલમાં નવમા માળે અમને બધાને ઉતારો આપવામાં આવ્યો હતો. પહેલે દિવસે ટી.વી. ઉપર વિવિધ રશિયન કાર્યક્રમો જોઈને અમે રાત્રે લગભગ બારેક વાગે સૂઈ ગયા. સવારે ચાર વાગે અમારી રૂમ ઉપર જોરજોરથી ટકોરા પડ્યા. અત્યારમાં કોણ આવ્યું હશે એ વિચારે આંખો ચોળતાં મેં બારણું ઉઘાડ્યું, તો એક ખેડૂત બહાર ઊભો હતો. શું કામ હતું તે મને સમજાવી શક્યો નહિ અને તરત ચાલ્યો ગયો. હું બારણું બંધ કરતો હતો, એટલામાં બીજા કોઈ રૂમ ઉપર તેણે ટકોરા માર્યા તે સંભળાયું. એ રૂમના ભાઈએ બારણું ઉઘાડ્યું, પણ પેલા ખેડૂતે જવાબ ન આપ્યો. એથી તે ગુસ્સે થઈ ગયા. ઘોંઘાટથી ચાર-પાંચ રૂમના પ્રવાસીઓ બહાર આવ્યા. તપાસ કરતાં સમજ પડી કે આ ખેડૂતને ટૉયલેટ જવું હતું અને ટોયલેટ એને જડતું ન હતું. ટૉયલેટનાં અને રૂમોનાં બધાં બારણાં એકસરખાં હોવાથી અને બીજી કંઈ સૂચના વાંચતાં ન આવડતું હોવાથી ટૉયલેટ સમજીને જે બારણાં ઉપર એ ટકોરા મારતો તે કોઈકની રૂમ નીકળતી. કેરાલાના એ ખેડૂતના પરાક્રમની રમૂજી વાત અમારા ગ્રુપના બધા સભ્યોમાં પ્રસરી ગઈ. મોસ્કોથી અમે કિએવ (Kiev - સોવિયેટ યુનિયનમાં યુક્રેઇનનું મુખ્ય શહેર) જતા હતા. અમારી સાથે કેરાલાનું ગ્રુપ અને પેલા ખેડૂતો પણ હતા. સોવિયેટ રશિયામાં સ્ટેશન ઉપર પ્રમાણમાં સ્વચ્છતા ઘણી સારી હતી. ગાડીમાં પણ સ્વચ્છતા જાળવવા માટે ખાસ સૂચનાઓ અપાઈ હતી. દરેક ડબ્બામાં એક લેડી કન્ડક્ટર હતી. માઇક ઉપર અમને સૂચના આપવામાં આવી હતી કે ટ્રેન ઊપડતાં પહેલાં જેમને ટૉયલેટ જવું હોય તે પ્લેટફૉર્મ પરના ટૉયલેટમાં જાય, ટ્રેનનાં ટૉયલેટ લૉક (Lock) કરવામાં આવ્યાં છે. મોસ્કો છોડ્યા પછી દસેક મિનિટે ટૉયલેટ ખોલવામાં આવશે. દરેક સ્ટેશન આવતાં પહેલાં પાંચેક મિનિટ પહેલાં દરેક ડબ્બામાં બધાં ટૉયલેટને ચાવી મારી દેવામાં આવશે, જેથી સ્ટેશન ઉપર ટ્રેનમાં કોઈ ટોયલેટમાં ન જાય. સ્ટેશનમાં ગંદકી ન થાય તે માટેની આ વ્યવસ્થા છે. અમારી ટ્રેન ઊપડી. રેલવે તરફથી અમને ચા આપવામાં આવી. અમે સાથે લાવેલો નાસ્તો ચા સાથે ખાધો. થોડી વાર પછી અમારા કમ્પાર્ટમેન્ટમાંથી હું બહાર નીકળ્યો. જોયું તો કોરિડોરમાં સંતરાની અને Page #258 -------------------------------------------------------------------------- ________________ ભારતીય વાઇકિંગ ૨૩૭ સફરજનની છાલના ટુકડા પડ્યા હતા. માખણના પૅકેટનાં કાગળિયાં પડ્યાં હતાં. જામની ખાલી ડબ્બીઓ પડી હતી. કોનું પરાક્રમ હોઈ શકે ? તપાસ કરતાં ખબર પડી કે પેલા ભારતીય ખેડૂતોએ, ભારતીય ટેવ પ્રમાણે ખાઈખાઈને કચરો પોતાના કમ્પાર્ટમેન્ટમાંની બહાર કોરિડોરમાં નાખ્યો હતો. કન્ડક્ટર યુવતીએ આવીને તે બધો કચરો ઉઠાવી લીધો અને કોરિડોરના છેડે રાખવામાં આવેલી કચરા માટેની બાસ્કેટમાં નાખી દીધો. તેણે પેલા સજ્જનનોને કચરો ન નાખવા માટે ઇંગ્લિશમાં વિનંતી કરી, પરંતુ તેઓ બધા તો બાઘાની જેમ ડોકું ધુણાવતા જોઈ રહ્યા. ઇંગ્લિશ આવડે તો સમજાય ને ? અને સમજાવવા છતાં વર્ષોની પડેલી આદતમાંથી મુક્ત થવાય તો ને ? સવાર પડી. એક સ્ટેશન આવ્યું, પણ ટૉયલેટ તો બંધ હતું. ટૉયલેટ કેમ બંધ છે તે માટેનો ઘોંઘાટ તે ખેડૂતોએ મલયાલમમાં કરી મૂક્યો, કારણ કે તેઓ સૂચના સમજી શક્યા નહોતા. તેમને બ્રશ કરી મોઢું ધોવું હતું. એટલે એક લોટામાં પાણી લઈ આવીને ભારતીય રેલવેપ્રવાસની તેમની ટેવ પ્રમાણે એક ડબ્બાના બારણામાં ઊભા ઊભા બ્રશ અને કોગળા તેઓ કરવા લાગ્યા. કેટલાક તો પ્લેટફૉર્મ પર ઊતરી ગળું ખોખારીને ભારતીય પદ્ધતિથી સાફ કરવા લાગ્યા. પ્લૅટફૉર્મ ઉપર ઘણા રશિયન મુસાફરો ઊભા હતા. તેમને માટે આ દૃશ્ય કુતૂહલભર્યું હતું. આ ભારતીય ખેડૂતોને જોવા માટે ઘણા રશિયન પ્રવાસીઓ થોડી થોડી વારે આમથી તેમ આંટો મારવા લાગ્યા. વાત આખા પ્લૅટફૉર્મ ઉપર પ્રસરી ગઈ અને હાસ્યનું મોજું ફરી વળ્યું. બીજું એક સ્ટેશન આવ્યું. એવામાં અમારી કન્ડક્ટર યુવતીએ દોડીદોડી કરી મૂકી. તેણે કહ્યું, “સ્પષ્ટ સૂચના અપાઈ હોવા છતાં તમારામાંથી કોઈક ટૉયલેટમાં ગયું છે. હવે સ્ટેશન આવે છે એટલે મારે ટૉયલેટ લૉક કરવાનો સમય થઈ ગયો છે. મેં ઘણું ખખડાવ્યું પણ એ ભાઈ નીકળતા નથી.” અમે બધા તે જોવા કોરિડોરમાં નીકળ્યા. એક કેરાલાવાસી ભાઈ મારફત પેલાને મલયાલમમાં સૂચના અપાઈ ત્યારે કેટલીય વા૨ે તેઓ નીકળ્યા. વસ્તુતઃ વધારે પડતું બારણું ઠોકાવાથી તેઓ ટૉયલેટમાં ગભરાઈ ગયા હતા અને અપરિચિત સ્ટૉપરવાળું બારણું કેવી રીતે ખોલવું તે તેમને જલદી સૂઝતું નહોતું. કિએવથી મોસ્કો પાછા આવી અમે બધા નૉર્વેના પાટનગર ઓસ્લો F Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પાસપોર્ટની પાંખે પહોંચ્યા. એ ખેડૂતોની કંપની અહીં પણ અમારી સાથે હતી. ઓસ્લોમાં અમે “વાઇકિંગ શિપ મ્યુઝિયમ” જોવા જવાના હતા. ખાડીને સામે કિનારે એ સ્થળ હતું. બોટમાં બેસીને સામે કિનારે અમે પહોંચ્યા. ત્યાંથી એકાદ ફલંગનો રસ્તો હતો. બંને બાજુ છૂટાંછવાયાં શાંત ઘરો અને સુંદર ઘટાદાર વૃક્ષો હતાં. મ્યુઝિયમ પાસે અમે પહોંચીએ તે પહેલાં એક ઘરના કમ્પાઉન્ડમાં સફરજનનું એક મોટું વૃક્ષ દેખાયું. મોટાં મોટાં પાકાં સફરજન વૃક્ષ પર લટકતાં હતાં. સફરજન જોતાં જ એક ખેડૂત તાનમાં આવી ગયો. ભારતીય ખેડૂત તરીકેની તેની આદત કાબૂમાં ન રહી. “એપલ', “એપલ' એમ જોરથી બોલતો તે કમ્પાઉન્ડની દીવાલ ઉપર કૂદકો મારીને ચઢી ગયો. ડાળ નમાવી બે-ત્રણ સફરજન તોડીને એણે બીજાઓને આપ્યાં. એટલામાં બીજા બે ખેડૂત પણ કૂદીને દીવાલ ઉપર ચડ્યા અને ત્યાંથી ઝાડની એક મોટી ડાળી ઉપર ચઢી ગયા. થોડી મિનિટમાં ઘણાં સફરજન તોડી લીધાં. નીચે એક લૂગડું પહોળું કરીને પાથર્યું અને તેમાં બધાં ભરી લીધાં. પછી ચાલતાં ચાલતાં તેમણે બધાએ સીધા મોઢે માંડીને સફરજનનાં બટકાં ખાવા માંડ્યા, અને વધેલો કચરો રસ્તામાં ગમે ત્યાં નાખતા ગયા. સદ્ભાગ્યે ત્યાં કોઈની અવરજવર નહોતી અને ઘરો બંધ હતાં. અમારી પાસે સમય થોડો હતો. અમે બધા વાઇકિંગ શિપ મ્યુઝિયમમાં ઝટ દાખલ થયા, પણ પેલા ખેડૂતો અંદર ન આવ્યા. એમાં તેમને રસ નહોતો. વાઇકિંગ મ્યુઝિયમ ઐતિહાસિક છે. વાઇકિંગ લોકો હજાર-બારસો વર્ષ પૂર્વેના સ્કેન્ડિનેવિયા(નૉર્વે-સ્વીડન-ડેનમાર્ક)ના જબરા લોકો હતા. તેઓ લુચ્ચા, બીજાનો માલ મફત પડાવી લેનારા, સાહસિક, કોઈની પણ પરવા ન કરનારા, કશી શરમ ન રાખનારા, આક્રમક સ્વભાવના, અડધા જંગલી અને અડધા સુધરેલા એવા લોકો હતા. એમનાં વહાણો અને એમની ઘરવખરીનું પ્રદર્શન જોઈને અમે પાછાં ફર્યા, ત્યારે પેલા ખેડૂતો હજી રસ્તા ઉપર બીજું એક સફરજનનું ઝાડ લૂંટી રહ્યા હતા. એમને જોઈને અમારામાંના એક જણે મજાકમાં કહ્યું, “આપણું આજનું ભારત પણ વાઇકિંગ લોકોથી બાકાત રહ્યું નથી.” બીજાએ કહ્યું, “એમને વાઇકિંગ તરીકે ઓળખાવીને આપણે વાઇકિંગ લોકોનું અપમાન કરીએ છીએ, કારણ કે વાઇકિંગ લોકોમાં તો કેટલાક સારા ગુણો પણ હતા.” Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ ભારતીય વાઇકિંગ એમની ટીકા સાચી હતી, પણ વાતાવરણ મજાકનું હતું. એટલે એ ખેડૂતોની ટેવ, સ્વભાવ અને વર્તનના કારણે “ઇંડિયન વાઇકિંગ' એવું એમનું નામ અમારામાં પડી ગયું. ચાલતાં ચાલતાં ખાડીને કિનારે અમે આવી પહોંચ્યાં. અમે સહેજ મોડાં પડ્યાં. એક બોટ ગુમાવી. બીજી બોટ માટે ચાલીસેક મિનિટ અમારે રાહ જોવાની હતી. બીજી કશી પ્રવૃત્તિ નહોતી એટલે અમે છૂટાંછવાયાં શાંત બેસી રહ્યાં, પરંતુ પેલા ખેડૂતોની સફરજન ખાવાની પ્રવૃત્તિ ચાલુ થઈ. થોડી વારમાં તો બોટ માટેનું આખું પ્લેટફેર્મ સફરજનના કચરાથી શણગારાઈ ગયું હતું. હોટેલમાં આવી સાંજે અમે બધાં ડાઈનિંગ હોલમાં જમવા બેઠાં. ભોજન પીરસવાને હજુ થોડી વાર હતી. તે વખતે આપણા આ ભારતીય વાઇકિંગનાં પરાક્રમોની જ ગુસપુસ વાતો ચાલતી હતી. અમારા ટેબલ ઉપર બેઠેલા એક ભાઈ બોલ્યા, “છરી-કાંટાથી કેમ જમવું એ પણ પૂરું જેમને આવડતું નથી એવા આપણા આ લોકો પરદેશ જઈ ભારતની આબરૂ બગાડે છે.” મેં હળવેથી કહ્યું, “છરી-કાંટાનો ઉપયોગ તેમને નથી આવડતો એમ હું નથી માનતો. મારી વાતની તમને ખાતરી ન થતી હોય તો બરાબર ધ્યાનથી એમને જુઓ.” અમારી પાછળ બીજા ટેબલ પર બેઠેલા તેમની તરફ બધાએ ચૂપચાપ નજર કરી તો વાત સાચી જણાઈ, કારણ કે એક જણ જમવા માટેની છરી વડે, ખુરશી ઉપર પગ ચડાવી, નખ કાપી રહ્યો હતો; બીજો છરી વડે પોતાને ગળે થયેલા ખરજવાને ખંજવાળી રહ્યો હતો અને ત્રીજો કાંટા વડે પોતાના માથાના વાળ સરખા કરી રહ્યો હતો. છરી-કાંટાનો ઉપયોગ વાઇડિંગ પદ્ધતિથી કરીને તેઓ પોતાના અભિનય નામને સાર્થક કરી રહ્યા હતા. ) Page #261 -------------------------------------------------------------------------- ________________ ૫૩ જકાર્તામાં હાઈ-જેક ? છઠ્ઠી જાન્યુઆરી, ૧૯૭૭ના રોજ ઑસ્ટ્રેલિયાના સિડની શહેરથી હું સિંગાપુર અમારા વડીલ સ્નેહી દેવચંદભાઈ ચંદેરિયાને ઘરે જઈ રહ્યો હતો. મારી પાસે ઑસ્ટ્રેલિયાની કોન્ટાસ ઍરલાઇન્સની ટિકિટ હતી. સિડનીથી અમારું કોન્ટાસ વિમાન ઇન્ડોનેશિયાના બાલી ટાપુ થઈને જકાર્તા સુધી જ જવાનું હતું. જકાર્તામાં મારે વિમાન બદલી સિંગાપુર ઍરલાઇન્સનું જકાર્તાથી સિંગાપુર જતું વિમાન પકડવાનું હતું. અલબત્ત, મારો સામાન તો મેં ‘ઇન્ટરલાઇન ટ્રાન્સફર' માટે આપ્યો હતો કે જેથી તે સીધો સિંગાપુરમાં મળે. અમારું વિમાન સિડનીથી પચીસ મિનિટ મોડું ઊપડ્યું, પરંતુ બાલી ટાપુના દેનપાસાર ઍરપૉર્ટ ઉપર તે પચીસને બદલે ચાલીસ મિનિટ મોડું પહોંચ્યું. વિમાન ઊતરતું હતું ત્યારે ઍરહૉસ્ટેસે નહીં, પણ ખુદ કૅપ્ટને જાહેરાત કરતાં કહ્યું : “સજ્જનો અને સન્નારીઓ, આપણું વિમાન ઉડ્ડયનના નિર્ધારિત સમય કરતાં પંદર મિનિટ મોડું પડ્યું છે, પરંતુ તેમાં અમારો કંઈ વાંક નથી, કારણ કે સિડનીથી અમને હવાઈ માર્ગના હવામાનની જે આગાહી જણાવવામાં આવી હતી તે સાચી પડી નથી. રસ્તામાં સામો પવન બહુ જોરદાર હતો. એને લીધે આપણું વિમાન ધારેલી ગતિ પકડી શક્યું નથી. પરિણામે વિમાનને બાલી સુધીનું અંતર કાપવામાં પંદર મિનિટ વધુ લાગી છે; તો તે માટે ક્ષમા કરશો.” કૅપ્ટને ક્ષમાસહિત ખુલાસો કર્યો તેથી તેને માટે આદર થયો, કારણ કે ખુલાસો ન કર્યો હોત તો કોને ખબર પડવાની હતી ? પંદર મિનિટ માટે કોણ પંચાત કરવા નવરું હતું ? મારી ટિકિટમાં લખેલા સમય પ્રમાણે જકાર્તામાં વિમાન બદલવા માટે મારી પાસે ફક્ત એક જ કલાકનો સમય હતો. સામાન સીધો સિંગાપુર માટે આપી દીધો હતો, એટલે વિમાનમાંથી ઊતરી, ટ્રાન્ઝિટમાં જઈ, બીજા વિમાનમાં બેસવા માટે એટલો સમય નાના ઍરપૉર્ટ પર પૂરતો ગણાય. પરંતુ બાલી પહોંચતાં જ ચાલીસ મિનિટ મોડું થઈ ગયું, એટલે જકાર્તામાં હવે ફક્ત વીસ મિનિટનો સમય મળે. મેં સ્ટુવર્ડને મારી ટિકિટ બતાવી, અને જકાર્તામાં વિમાન Page #262 -------------------------------------------------------------------------- ________________ જકાર્તામાં હાઈ-જેમ ? ૨૪૧ બદલવા માટે હવે કેટલી શક્યતા રહેશે તે વિશે પૂછ્યું. ટિકિટ જોઈ તરત ચિડાઈને એણે કહ્યું, “બે ફલાઇટ વચ્ચે આટલો ઓછો સમય રખાતો હશે ? કઈ ઍર કંપનીએ તમને આવી ટિકિટ બનાવી આપી ?” પરંતુ પોતાની જ ઍરલાઇન્સે એવી ટિકિટ આપી હતી તે જોઈ તરત તે ચૂપ થઈ ગયો અને જકાર્તામાં વિમાન બદલવા માટે વીસ મિનિટમાં વાંધો નહિ આવે, એમ તેણે કહ્યું. વળી બધું કામ ઝડપથી થઈ શકે તે માટે બીજા વિમાન સુધી પોતે જાતે મારી સાથે આવશે એમ પણ કહ્યાં. એના સહકારભર્યા શબ્દો માટે મેં આભાર માન્યો. બાલીથી વિમાન ઊપડ્યું, પરંતુ રન-વે પર પહોંચતાં પહેલાં જ પાછું કર્યું. કેટને જાહેર કર્યું : “વિમાનનો એક નાનો ગેજ (Guage) બરાબર ચાલતો નથી. તે ખાસ મહત્ત્વનો ગેજ નથી, પરંતુ અમારા નિયમ અનુસાર બધા ગેજ બરાબર ચાલતા હોય તો જ વિમાન ચલાવી શકાય. એટલે હવે થોડું મોડું ઊપડશે, તો તે માટે ક્ષમા કરશો.” આ જાહેરાત સાંભળતાં જ મને થયું કે હવે તો સિંગાપુરની ફલાઈટ પકડાય તો પકડાય. | વિમાન ઊભું રહેતાં મિકેનિક આવ્યો. ગેજ દુરસ્ત કરવામાં આવ્યો. ઇલેક્ટ્રિક સાધનો દ્વારા ગેજની ફરી ચકાસણી થઈ. બધું બરાબર જણાતાં અમારું વિમાન ઊપડ્યું, પરંતુ આ બધું કરવામાં બીજો એક કલાક વીતી ગયો. પરિણામે વિમાન હવે જકાર્તા નિશ્ચિત સમય કરતાં એક કલાક અને ચાલીસ મિનિટ મોડું હતું. એનો અર્થ એ થયો કે જકાર્તાથી સિંગાપુર જતું વિમાન હું અવશ્ય ચૂકી જઈશ, સિવાય કે એ વિમાન પોતે જ કોઈ કારણસર મોડું ઊપડવાનું હોય. આંતરરાષ્ટ્રીય વિમાનસેવા પ્રમાણે જો આપણે ડિસ્કાઉન્ટ વગરની પૂરા દરની ટિકિટ લીધી હોય તો કોઈ પણ એક ઍરકંપનીને બદલે બીજી કંપનીના વિમાનમાં પ્રવાસ કરી શકીએ છીએ. મારી ટિકિટ એ પ્રમાણે હતી. એટલે સિંગાપુર એરલાઈન્સનું વિમાન ઊપડી જાય તો બીજી કોઈ ઍરલાઇન્સનું વિમાન પણ હું પકડી શકું. એ માટે મેં સુવડને કહ્યું. તે ટાઇમ-ટેબલ લઈને મારી પાસે આવ્યો અને જો ઈને કહ્યું, “સિંગાપુર ઍરલાઈન્સના વિમાન પછી જાપાન એરલાઇન્સ, ફિલિપાઈન્સ ઍરલાઇન્સ અને ગરુડ એરલાઈન્સ (ઇન્ડોનેશિયાની એરકંપની) એમ બીજી ત્રણ એરલાઇન્સનાં વિમાન જકાર્તાથી સિંગાપુર જવા માટે છે, પરંતુ અફસોસ કે એ ત્રણે આપણે જકાર્તા પહોંચીએ તે પહેલાં ઊપડી જશે.” પા-૧૬ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ પાસપોર્ટની પાંખે આ રીતે મને નિરાશ કરતાં ટુવર્ડે કહ્યું, “માફ કરજો, આજે હવે તમે સિંગાપુર નહિ પહોંચી શકો. જકાર્તામાં તમારે રાત રોકાવું જ પડશે. કાલે સવારે તમને અનુકુળ એવી કોઈ ફલાઇટમાં સિંગાપુર મોકલશું. જકાતમાં રહેવા, ખાવા-પીવા માટે અમારી એરલાઇન્સ તરફથી હોટેલમાં તરત બધી વ્યવસ્થા થઈ જશે. તમારો સામાન તમે સિંગાપુર માટે આપ્યો છે, પરંતુ તે આપણા જ વિમાનમાં અમારા કબજામાં છે, એટલે એની ડિલિવરી હું તમને જકાર્તામાં જ અપાવી દઈશ. તમને કંઈ તકલીફ ન પડે.” - અમારું વિમાન જકાર્તા પહોંચ્યું. વિમાન ઊતરતાં પહેલાં સ્ટવર્ડની સૂચનાથી કેપ્ટને એરપોર્ટ સાથે વાયરલેસ દ્વારા તપાસ કરી કે રખે ને કોઈ વિમાન મોડું ઊપડવાનું હોય. પરંતુ જાણવા મળ્યું કે સિંગાપુર જવા માટે છેલ્લામાં છેલ્લું વિમાન પણ જકાર્તાથી ઊપડી ગયું છે. જકાર્તામાં વિમાનમાંથી અમે ઊતર્યા ત્યારે મારો સામાન બતાવવા માટે હું ટુવર્ડ સાથે ઊભો રહ્યો. સામાન જુદો લેવાયો. અમે કસ્ટમ્સમાં દાખલ થયાં. ત્યાંથી ટ્રાન્ઝિટ લૉન્જમાં મને બેસાડી સ્ટવર્ડ હોટેલમાં રહેવા માટેની તથા ટેક્સીમાં શહેરમાં આવવા-જવાની મારી વ્યવસ્થા અંગે વાઉચરો બનાવવા માટે ગયો. જકાતનું ઍરપૉર્ટ એટલું નાનું અને ગીચ કે મોકળાશથી હરફર કરવાની પણ જગ્યા નહિ. જ્યાં જુઓ ત્યાં ગોળ મોંગોલિયન ચહેરાવાળા ઠીંગણા ઇન્ડોનેશિયન અને મલેશિયન પ્રવાસીઓ હરફર કરતા હતા. ઇન્ડોનેશિયામાં લશ્કરકી શાસન એટલે એરપોર્ટ ઉપરના અધિકારીઓ તે પણ લશ્કરી માણસો. કમરે લટકાવેલી રિવોલ્વર સાથે ગણવેશમાં ફરતા અધિકારીઓને લીધે વાતાવરણ ગંભીર અને ભારે લાગતું હતું. સ્થાનિક ઇન્ડોનેશિયન લોકો સાથે વાતવાતમાં એમનો અપમાનજનક. રણકો સંભળાયા કરે. ઇંગ્લિશ ભાષા તો કોઈકને જ આવડે. તેમાં હું તો અચાનક વિચિત્ર પરિસ્થિતિમાં મુકાયેલ હતો. હું મારા ભારતીય ચહેરાથી બધાંમાં જુદો પડી જતો. બે-ત્રણ અધિકારીઓ મારી પાસે આવી ગયા. તેઓ મારો પાસપોર્ટ તપાસતા અને મને પોતાની ભાષામાં કંઈક પૂછતા, પણ મને કંઈ સમજ પડે નહિ, અને ઇંગ્લિશ તેઓ જાણે નહિ, એટલે હું તો મારી ટિકિટ બતાવીને “કોન્ટાસ ઑફિસર એ શબ્દો બોલીને જે દિશામાં સુવર્ડ ગયો હતો તે દિશામાં આંગળી ચીંધતો. પરિસ્થિતિ એવી લાગતી હતી કે જાણે ઓફિસરો મારા તરફ કંઈક વહેમથી જોતા ન હોય ! આમ પણ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે ત્યારે Page #264 -------------------------------------------------------------------------- ________________ જકાર્તામાં હાઈ-જેક? ૨૪૩ બહુ સારા રાજદ્વારી સંબંધો નહિ. એટલે ઑફિસરોનું મારા તરફનું વલણ તોછડું અને અપમાનજનક હોય તે સ્વાભાવિક હતું. હું અન્ય પ્રવાસીઓ વચ્ચે જયાં બેઠો હતો ત્યાંથી બીજી અલગ જગ્યાએ બેસવા માટે એક ઑફિસર ઘાંટા પાડીને મને સૂચના આપી ગયો. સામાન લઈને હું ત્યાં બેઠો. એટલી વારમાં બીજો કોઈ ઑફિસર આવ્યો અને ત્યાંથી બીજી એક જગ્યાએ જવા માટે એણે તોછડા અવાજે સૂચના કરી. હું ફરી પાછો તે પ્રમાણે સામાન લઈને ગયો. આ આપખુદ, ગાંડા સરમુખત્યારશાહી શાસનમાં વધુ બોલવાથી શું વળે ? વળી ભાષાનો પણ પ્રશ્ન હતો, મારો તારણહાર તો એકમાત્ર ટુવર્ડ હતો અને તે આવી પહોંચે તેની આતુરતાપૂર્વક રાહ જોતો એ દિશામાં સતત નજર માંડીને હું બેસી રહ્યો હતો. અડધા કલાક પછી ટુવર્ડ આવ્યો. તેની સાથે એક ઇન્ડોનેશિયન લશ્કરી ઑફિસર પણ હતો. ટુવર્ડ મને ટ્રાન્ઝિટ લૉન્જમાંથી સામાન સાથે ડિપાર્ચર લૉન્જમાં લઈ ગયો અને કહ્યું, “મિ. શાહ, હું જાઉં છું, કારણ કે અમારી ઍર-ક્રૂની બસ શહેરમાં જવા માટે તરત ઊપડે છે. તમારું હોટેલનું વાઉચર મેં આ ઑફિસરને આપ્યું છે. પરંતુ અત્યારે ગરુડ એરલાઇન્સનું એક વિમાન સિંગાપુર માટે ઊપડે એવી શક્યતા છે. એ જો નહિ ઊપડે તો આ ઓફિસર હોટેલનું વાઉચર તમને આપશે. માટે તમે બરાબર અહીં જ બેસજો. ' ક્યાંય આઘાપાછા થતા નહિ.” તેઓ બંને ગયા. થોડી વાર પછી ઑફિસર આવ્યો. મારી ટિકિટમાંથી જકાર્તાથી સિંગાપુર જવાની ફલાઇટ-કૂપન માગી લીધી. તેણે કહ્યું, “જો વિમાન ઊપડવાનું હશે તો હું તમારી ફલાઇટ-કૂપન જમા કરાવી દઈશ.” તેની સાથેની વાતચીત પરથી તરત પ્રતીતિ થઈ કે તે ઇંગ્લિશ સારું બોલતો હતો; લશ્કરી અધિકારી હતો પણ બીજા જેવી તોછડાઈ એનામાં નહોતી. અને બીજાઓ એને સલામ ભરતા હતા તે પરથી લાગ્યું કે તે ઊંચી પાયરીનો અમલદાર હતો. લગભગ બીજો અડધો કલાક વીતી ગયો. જુદાં જુદાં સ્થળો માટેની ફલાઇટ ઊપડતી જતી હતી. મુસાફરો ઓછા થતા જતા હતા. રાત વધતી જતી હતી. સાથે મારી મૂંઝવણ પણ વધતી જતી હતી. સરમુખત્યારશાહી ન હોય તેવું કોઈ ઍરપૉર્ટ હોત તો કદાચ આટલી મૂંઝવણ ન થાત. હું મનમાં પ્રાર્થના કરતો રહ્યો. જે થાય તે જિંદગીનો એક નવો જ અનુભવ હશે એમ મનને મનાવતો રહ્યો. થોડી થોડી વારે ગરુડના કાઉન્ટર પર જઈને તપાસ કરી આવતો હતો. પરંતુ ત્યાંથી તો એમ જ કહેવામાં આવતું કે ગરુડની Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પાસપૉર્ટની પાંખે છેલ્લી ફલાઇટ તો ક્યારની કૅન્સલ થઈ ગઈ છે અને હવે કોઈ ફલાઇટ નથી. હું મારી જગ્યાએ આવીને બેઠો હતો. થોડી વાર પછી હું ફરી પાછો અધીરો બની ઊભો થયો અને સિંગાપુર જનાર બીજાં કોઈ પ્રવાસી છે કે નહિ તે જાણવા માટે કોઈ કોઈ પ્રવાસીઓને ‘ગરુડ ઍરલાઇન્સ - સિંગાપુર ?' એમ પૂછતો રહ્યો. પરંતુ એક પણ ઉતારુએ પોતે સિંગાપુર જવાનો છે એમ કહ્યું નહિ, એથી મારી ચિંતા વધતી ગઈ. પાછો હું થોડી વાર બેસી રહ્યો. એવામાં પેલો ઑફિસર આવ્યો. મને કહ્યું, “તમારો સામાન લઈને જલદી ચાલો. ગરુડની ફલાઇટ જાય છે.” ફ્લાઇટના સમાચાર જાણી મેં રાહત અનુભવી. મારો આનંદ વ્યક્ત કરતાં મેં કહ્યું, “ભલે, આભાર તમારો. મારું બોર્ડિંગ-કાર્ડ ?' “બોર્ડિંગ-કાર્ડની તમારે કોઈ જરૂર નથી. ફ્રી-સીટ છે. તમારા માટે સૂચના અપાઈ ગઈ છે.’’ ઑફિસર મને તરત ટર્મિનલની બહાર લઈ ગયો. સામાન માટેની એક નાનકડી, ખુલ્લી ટ્રોલી પસાર થતી હતી તે ઊભી રખાવી તેમાં મારો સામાન મુકાવ્યો. ડ્રાઇવરની બાજુમાં મને બેસાડવામાં આવ્યો. મને એમ કે ઑફિસર મારી સાથે આવશે, પરંતુ એણે તો ડ્રાઇવરને પોતાની ભાષામાં સૂચના આપી ને તરત ટ્રોલી ચાલી. એથી હું જરા વિમાસણમાં પડ્યો. મારી પાસે જકાર્તાથી સિંગાપુરની ટિકિટ (ફલાઇટ-કૂપન) હવે નથી; બોર્ડિંગ-કાર્ડ પણ નથી. ઍરપૉર્ટની અંદર ગેરકાયદે દાખલ થવાનો મારા ઉપર આરોપ મૂકીને મારી ધરપકડ કરવી હોય તો કરી શકાય તેવી હવે સ્થિતિ હતી. કોઈ ભેદી ચાલ તો નહિ રમાતી હોય ને ? હું શંકાશીલ બનતો જતો હતો, કારણ કે આંતરરાષ્ટ્રીય ટોળકીઓ આવી રીતે જ એકલદોકલ પ્રવાસીઓને ફસાવતી હોય છે. બે દેશ વચ્ચે અણબનાવ હોય તો આવા પ્રવાસીઓને બાન તરીકે પકડી રાખવામાં આવે છે. વિમાનોનું અપહરણ કરવા માટે કે પ્રવાસીઓનું અપહરણ કરવા માટે આવી રીતે મેલી રમત રમાઈ જતી હોય છે. એ દિવસોમાં ઇન્ડોનેશિયાથી વિમાન-અપહરણના બે કિસ્સા બન્યાનું સાંભળ્યું હતું, એટલે પ્રસંગ ચિંતા કરાવે તેવો હતો. ઍરપૉર્ટના આછા અંધારામાં અમારી ટ્રોલી ચાલતી હતી. મારા મનમાં જાતજાતના ચિંતાજનક તર્કવિતર્ક થતા હતા. એમ કરતાં દૂરના એક વિમાન Page #266 -------------------------------------------------------------------------- ________________ જકાર્તામાં હાઈજેક? ૨૪૫ પાસે ટ્રોલી ઊભી રહી. ડ્રાઈવરે ઈન્ડોનેશિયન ભાષામાં કંઈ કહ્યું. સીડી પાસે ઊભેલા એક ટુર્નાર્ડ કડક અવાજે ઇંગ્લિશમાં મને પૂછ્યું, “તમે આ વિમાન હાઈજેક કરવા આવ્યા છો ?” ગભરાટમાં મેં માત્ર એટલું જ કહ્યું, “ના, હું શા માટે હાઈ-એક કરું?” પાસે ઊભેલી એરહોસ્ટેસે એના જ રૂઆબથી પૂછ્યું, “તો શું તમે આ વિમાન ચાર્ટર કર્યું છે ?” ના, હું તો સિંગાપુર જાઉં છું. આ ચાર્ટર્ડ વિમાન છે ?” હા, ચાર્ટર્ડ વિમાન છે.” “માફ કરજો, તો પછી ડ્રાઇવરની કંઈક ભૂલ થતી લાગે છે અને મને ખોટી જગ્યાએ ઉતાર્યો લાગે છે.” તમારું બોર્ડિંગ-કાર્ડ ક્યાં છે ?” “મને આપ્યું નથી પણ ટ્રોલીના ડાઇવરને બધી સૂચના અપાઈ છે. એ ભૂલથી મને અહીં લઈ આવ્યો લાગે છે.” મારા અવાજમાં ગભરાટ હતો. “ડ્રાઇવરની કંઈ ભૂલ નથી. તમે ગભરાઓ નહિ. આ વિમાન સિંગાપુર જાય છે. તમારા માટે ચાર્ટર કરવામાં આવ્યું છે.” એમ બોલતાં ટુવર્ડ અને ઍરહૉસ્ટેસ ખડખડાટ હસવા લાગ્યાં. સીડીની ઉપર વિમાનમાં દરવાજામાં ઊભેલી બીજી એરહોસ્ટેસો પણ ખડખડાટ હસી પડી. મારી મજાક થતી હોય એમ લાગ્યું. પણ મને ગમ્યું, કારણ કે એથી મારો મનનો ફફડાટ ઓછો થયો. એરહોસ્ટેસની પાછળ પાછળ ડ્રાઈવર મારો સામાન લઈને ચડ્યો. તેની પાછળ ધ્રૂજતા પગે હું વિમાનમાં દાખલ થયો. પ્રાઇવર મારો સામાન લઈને દાખલ થયો. હાઇવર ઊતર્યો કે તરત ટુવર્ડ વિમાનનો દરવાજો બંધ કર્યો. અંદર જઈને જોયું તો આખું વિમાન ખાલી હતું ! મારા મનમાં ફાળ પડી. ઍરહૉસ્ટેસે મને કહ્યું, “આખું વિમાન ખાલી છે, સર, એટલે તમે ફર્સ્ટ કલાસમાં બેસશો તો પણ વાંધો નથી.” એમ કહી મને ફર્સ્ટ ક્લાસની એક સીટ પર બેસાડ્યો. હું બેઠો એટલામાં તો મને જોવા માટે બધા ટુવર્ડ, કેસરી યુનિફૉર્મમાં સજજ બધી ઍરહૉસ્ટેસ, કૅપ્ટન અને પાયલોટ મારી આસપાસ આવી પહોંચ્યાં. તેઓ બધાં ઇંગ્લિશ સારું બોલતાં હતાં. એટલે મૂંઝવણ ટળી ગઈ. કેટને હસતાં હસતાં કહ્યું, “તમે વિમાનને હાઈજેક કરી શકો એમ નથી. પણ અમે તમને જરૂર હાઈજેક કરી જઈ શકીએ તેમ છીએ.” Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પાસપોર્ટની પાંખે પણ એથી તમને કંઈ લાભ નહિ થાય. મહેનત માથે પડશે. હું કોઈ મોટો રાજવી, ઉદ્યોગપતિ કે રાજદ્વારી પુરુષ નથી, કે મારે માટે તમને લાખો ડૉલર મળે. હું તો એક સામાન્ય અધ્યાપક છું.” મેં પણ હસતાં હસતાં ઉત્તર આપ્યો. - વાતાવરણ હળવું બનતાં મેં રાહત અનુભવી. આ તે સ્વપ્ન છે કે સત્ય તેવું ઘડીભર મને થયું. બધાંના ચહેરા હસતા હતા, એટલે હવે ડર જેવું કંઈ નહોતું લાગતું. મેં પૂછ્યું, “બીજા કોઈ મુસાફરી નથી ? આખું વિમાન કેમ ખાલી છે ?” કૅપ્ટને ખુલાસો કરતાં કહ્યું, “અમારી આ ફલાઇટ તો ચાર વાગ્યે ઊપડવાની હતી, પરંતુ આ વિમાન બહારથી જ છ વાગ્યે જકાત પાછું આવ્યું એટલે ચાર વાગ્યાની સિંગાપુર માટેની ફલાઇટ સાડાસાત વાગ્યે ઊપડશે તેવી જાહેરાત થઈ. પરંતુ તે દરમિયાન આ ફલાઇટના બધા પ્રવાસીઓ સિંગાપુર એરલાઇન્સ, જાપાન એરલાઈન્સ અને ફિલિપાઇન્સ એરલાઇન્સના વિમાનોમાં સિંગાપુર ચાલ્યા ગયા. અમારી આ ફલાઇટનું વારંવાર એનાઉન્સમેન્ટ કરવા છતાં એક પણ પ્રવાસી આવ્યો નહિ એટલે મેનેજમેન્ટે આ ફલાઈટ કેન્સલ જાહેર કરી.” “તો પછી હવે એ સિંગાપુર કેમ જાય છે ?” “તમારા માટે. તમે ફલાઇટ ચાર્ટર્ડ કરી એટલે.” કૅપ્ટન હસી પડ્યો. પછી એણે કહ્યું, “વસ્તુતઃ અમારી આ ફલાઈટ સિંગાપુર જઈને ત્યાંથી તરત જકાર્તા પાછી ફરવાની હતી. આ ફલાઈટ કેન્સલ કરવામાં આવી છે, તેવું સિંગાપુરની અમારી ઓફિસને જણાવવામાં આવ્યું. પરંતુ થોડી વાર પહેલાં સિંગાપુરથી સંદેશો આવ્યો કે “લગભગ બસો પ્રવાસીઓ જકાર્તા આવવા માટે આ ફલાઈટની રાહ જોઈને બેઠા છે, કારણ કે સિંગાપુરથી આ છેલ્લી ફલાઈટ છે. ફલાઈટ જો કેન્સલ કરાશે તો આટલા બધા. પ્રવાસીઓને એરલાઇન્સના ખર્ચે હવે હોટેલમાં લઈ જવા પડશે.” આવા સમાચાર મળતાં જ અમારા મેનેજમેન્ટ વિચાર બદલ્યો અને નક્કી કર્યું કે ખાલી ફલાઇટ પણ અત્યારે સિંગાપુર ઉડાડવી. એ નક્કી થયું તેવામાં સમાચાર આવ્યા કે એરપોર્ટમાં સિંગાપુર જવા માટે તમે એક પ્રવાસી તૈયાર છો. એટલે બીજી કંઈ વિધિ કરવાનો વિલંબ ન કરતાં તમને સીધા જ આ વિમાનમાં લઈ આવ્યા છે.” , Page #268 -------------------------------------------------------------------------- ________________ જકાર્તામાં હાઈ-જેક? ૨૪૭ મેં હસીને કહ્યું, “તો તો તમારી ખાલી ફલાઇટની ખોટ મારા દ્વારા - એક ટિકિટ જેટલી ઓછી થઈ !” તે માટે તમારો આભાર. પરંતુ એથી એરલાઈન્સ કરતાં તમને વધુ લાભ થયો છે. ઈકોનોમી ક્લાસની એક ટિકિટમાં આખું DC-10 વિમાન તમને જિંદગીમાં બીજી વાર મળશે નહિ.” એમ વળતી મજાક કરીને કેપ્ટન હસતાં હસતાં પોતાની કેબિનમાં ગયો. બધા પાયલોટ પણ ગયા. અમારું વિમાન રન-વે પર ગયું અને ઊપડ્યું. મારા મનમાં વિચાર ચાલતો હતો કે મોટાં તંત્રોમાં વહીવટી કાર્યદક્ષતાના અભાવે નિષ્કારણ કેટલું મોટું નુકસાન થતું હોય છે ! જ્યાં ખોટની જંગી રકમ સરકારી ચોપડાઓમાં . વારંવાર ઊધરતી હોય ત્યાં પ્રજાનો આર્થિક વિકાસ કેટલો વિલંબમાં પડે ! સરમુખત્યારશાહીમાં એ વિશે પૂછનાર કોણ ?” વિમાન ઊંચે ચડી ગયું અને પાટો બાંધી રાખવાની સૂચના સમાપ્ત થઈ એટલે એક એરહોસ્ટેસે આવીને કહ્યું, “સર, આજે તો તમે અમારા માટે વી.આઈ.પી. છો. તમે શું જમશો ? અમારી પાસે બસો મુસાફરોનું જમવાનું એમ ને એમ પડ્યું છે !” હું તો કોન્ટાસના વિમાનમાં સવારથી ખાતો આવ્યો છું, તેથી ભૂખ નથી. થોડી જે ભૂખ હતી તે પણ મારી નાખી છે તમારા એરપોર્ટના અમલદારોએ મને ગભરાવી-ગભરાવીને.” ) મારે કશું ખાવું ન હતું છતાં ટુવડ અને એર હૉસ્ટેસોના આગ્રહને માન આપીને મેં ચા-દૂધ અને એકબે ફળ લીધાં. કીકી તારીના નામની એક એરહોસ્ટેસ ચોકલેટ ભરેલી પ્લાસ્ટિકની મોટી કોથળી મને આપી ગઈ અને કહ્યું, “આજે અમારે ચોકલેટ પણ વપરાઈ નથી. કૅપ્ટને આ પેકેટ તમને આપવાનું ખાસ કહ્યું છે.” મેં ના પાડી છતાં બહુ આગ્રહપૂર્વક અને તે પેકેટ ઓપવામાં આવ્યું. આભાર માનતાં તેમની પાસેથી શીખેલા તેમની ભાષાના શબ્દોમાં મેં કહ્યું, તેરીમા-કાસીહ (તમારો આભાર). ઉડ્ડયન દરમિયાન બધા ટુવર્ડ અને એરહોસ્ટેસો સાથે ઈન્ડોનેશિયા અને ભારત વિશે ઘણી વાતો થઈ. ક્યાં જકાત એરપોર્ટનું ડરામણું વાતાવરણ અને ક્યાં એના વિમાનનું સદભાવભર્યું ઉલ્લાસમય વાતાવરણ ! ઈન્ડોનેશિયાની સરમુખત્યારશાહી કોઈને ગમતી નથી, તે વાત બધાંએ મુક્ત સ્વરે કહી. મારી વિનંતીથી ટુવર્ડો અને એરહોસ્ટેસોએ કેટલાંક ઈન્ડોનેશિયન લોકગીતો બુલંદ સ્વરે ગાઈ સંભળાવ્યાં. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪૮ પાસપોર્ટની પાંખે બે કલાક તો ઘડીકમાં પસાર થઈ ગયા. વિમાન સિંગાપુર ઊતર્યું. એરહોસ્ટેસો, ટુવર્ડો, પાયલોટો અને ખુદ કૅપ્ટન - એ બધાં સીડી પાસે આવીને ઊભાં રહ્યાં. બધાંની પ્રેમભરી વિદાય લેતાં મેં કહ્યું, “સલામત તિંગલ' (આવજો). જવાબમાં તેઓ બધાં બોલ્યાં : “સલામત જાલન” (પધારજો). ફક્ત હું એક જ પ્રવાસી હતો એટલે મારા સામાન સાથે ઝડપથી ટર્મિનલના મકાનમાં આવી સિંગાપુરના કસ્ટમ્સમાંથી બહાર નીકળ્યો. ત્યાં ગળ જ દેવચંદભાઈ અને એમનાં પત્ની પુષ્પાબહેન મારી રાહ જોતાં ઊભાં હતાં. દેવચંદભાઈએ કહ્યું, “સિંગાપુર ઍરલાઈન્સના પેસેન્જર-લિસ્ટમાં તમારું નામ હતું અને તમે આવ્યાં નહિ એટલે અમને ચિંતા થઈ. તમારા નામનું ઘણી વાર એનાઉન્સમેન્ટ મેં કરાવ્યું. છેવટે અમે નિરાશ થઈ પાછાં જતાં હતાં ત્યાં ગરુડની છેલ્લી એક ફલાઈટ આવે છે તેવા સમાચાર આવતાં અમે રોકાયાં. આજે તો અમારી ધીરજની કસોટી થઈ.” મેં પુષ્પાબહેનને કહ્યું, “તમને તો પગની તકલીફ છે. આજે મારે માટે તમારે કેટલી બધી વાર ઊભા રહેવું પડ્યું !” પુષ્પાબહેને કહ્યું, “તોય તમે આવ્યા એટલે અમને આનંદ થયો. ધક્કો ન પડ્યો અને ચિંતા ટળી.” એટલામાં દેવચંદભાઈના પુત્ર પ્રફુલ્લભાઈ પાર્કિંગ વિસ્તારમાંથી ગાડી લઈને આવી ગયા. તેઓ બધાની સાથે હું તેમના નસીમ રોડના નિવાસસ્થાને પહોંચી ગયો. Page #270 -------------------------------------------------------------------------- ________________ Uleiul - 2HLAIGIIG ail: 218 Uiu M34403 Q82516) याहक का फोटो PHOTOGRAPH OF BEARE R.C.shah SIGNATURE OF BEARER 13% lawa Aa 1971 VINC NADI 2406 Taiste 6 Valid for ONE EXILED M344003 MISSAO DIPLOMATICA DO BRASIL buysix) aeda suus वीजा VISAS Visto n. Bo para o norne un SHAH RAMANLRL GRANS Viaja para o Brasil e foa: URS 23. De acordo com o quem do Decre 0 Lei n $41. de 1? dei ubro de 1969. 12NSULAR - EM: NOVA C.m. M. N a CONSULAR = WINK sa. Seg m entacao comples hotels 24 e Lirent. de 1939 on Vight on SACS ERBAITA 091 256/ Male/Female CHILDREN ke of Birth ob connus TOURIST Felix 90 dag* star in the country. Roe Her :d to pract paint tetannersted Tyy. Dee. Le u 941 de 12.10.1920 de Ouro-Pro VISTO VALIDO PARA DESEMBARY NO BRASIL ATE O DIA . VISA 5 VAL. Lux o CPTC Ti VISAS वाज्ञा M 344003 IS IMMIGRATION THE 52002 / h 70 212 IMMIGRATION V 12. 01/ Good for majd eutherised stay Twin ied passport tocmais velit, Zach tis! Cennis- Nerant's of dato horar sing'to No Sasa at ito New Zealand Suya .: CR JOSE For Private & Personal use on