SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ લિમાના એરપોર્ટમાં હું અને મારાં પત્ની દક્ષિણ અમેરિકાના પેરુના પાટનગર લિમાથી ઉત્તર અમેરિકામાં માયામી જઈ રહ્યાં હતાં. - દક્ષિણ અમેરિકામાં પેર, આર્જેન્ટિના, ચિલે (ચિલી), કોલંબિયા, વેનેઝુએલા, ઇક્વેડોર વગેરે ઘણા દેશોમાં આપખુદ લશ્કરી શાસન છે. અમેરિકામાં એક મિત્રે સલાહ આપેલી કે દક્ષિણ અમેરિકાના પ્રવાસમાં સરમુખત્યારશાહીવાળા દેશોમાં સંભાળ રાખવી, કારણ કે ત્યાંની લશ્કરી સરકાર વિચિત્ર હોય છે; ન્યાય જેવું કંઈ નહિ; ગમે ત્યારે ગમે તે માણસને નજીવી વાતમાં જેલમાં બેસાડી દે; એની કોઈ રાવ કે ફરિયાદ થાય નહિ. વળી ત્યાં બધે સ્પેનિશ ભાષા બોલાય છે અને આપણને સ્પેનિશ આવડે નહિ. એટલે આપણે આપણી વાત બરાબર સમજાવી પણ ન શકીએ. આપણા જેવા વિદેશી પ્રવાસીઓએ એટલા માટે આ દેશમાં સાવચેતી રાખવી જરૂરી છે. આર્જેન્ટિનામાં અને પેરુમાં અમે જોયું કે ઍરપોર્ટ ઉપર કર્મચારીઓ તરીકે પણ ગણવેશ પહેરેલા કડક મિજાજના લશ્કરી ઑફિસરો હતા. સ્થાનિક પ્રજા તેમનાથી ગભરાઈને ચાલતી. લિમાથી અમારી ફલાઇટ રાતના અગિયાર વાગે હતી, પરંતુ શહેરમાંથી રાતના નીકળવાને બદલે સલામતી ખાતર અને સાંજે સાત વાગે ઍરપૉર્ટ ઉપર જઈને બેસી ગયાં હતાં. અમારી ફલાઇટ ત્રણેક કલાક મોડી છે એવું અમને એરપોર્ટ ઉપર પહોંચીને તપાસ કરતાં જાણવા મળ્યું. એટલે અમારે એરપોર્ટના લૉન્જમાં ઠીક ઠીક સમય બેસી રહેવું પડ્યું. રાતની ફલાઇટમાં પ્રવાસ કરનારા મુસાફરોની સંખ્યા પ્રમાણમાં ઓછી હતી. ચિલિયન એરલાઈન્સની અમારી ટિકિટ હતી. કાઉન્ટર ઉપર સામાન આપી અમે લૉન્જમાં બેઠાં. ફલાઈટની જાહેરાત થઈ એટલે અમે કસ્ટમ્સમાં દાખલ થયાં. લશ્કરી ગણવેશમાં એક ઑફિસર અમારા પાસપોર્ટ તપાસતો હતો. મારી આગળ પાંચેક પુરુષો હતા. ઑફિસર દરેકને એક ફૉર્મ આપતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy