SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦. પાસપોર્ટની પાંખે તમારો સભાવ કાયમ યાદ રહેશે; પરંતુ અમારી એક વિનંતી સ્વીકારો. અમે કોઈ દારૂ પીતાં નથી. અમે જિંદગીમાં ક્યારેય દારૂ ચાખ્યો નથી, એટલે આ બાટલાનો અમારે કશો જ ઉપયોગ નથી. તમારા બીજા કોઈ મિત્રને તમે એ આપી શકશો.” અમે દારૂ પીતાં નથી એમ જાણીને તેમને બહુ આશ્ચર્ય થયું. અમે ભેટ ન સ્વીકારી તેથી તેમને થોડો ક્ષોભ થયો. અમને પણ થોડો ક્ષોભ થયો. પરંતુ અમારો ભાવ તેઓ બરાબર સમજી શક્યાં તેથી અમને ગમ્યું. થોડી વાર પછી તેઓ બધાં અમારી વિદાય લઈ પાર્કિંગ વિસ્તાર તરફ ચાલ્યાં. અમારી બીજી બાજુના એક ટેબલ પર બેઠેલા એક યુરોપિયન સજ્જન આ બધું દશ્ય જોઈ રહ્યા હતા. એમણે કહ્યું, “તમારે શેમ્પઈનનો એ બાટલો લઈ લેવો જોઈતો હતો. તમે બીજા કોઈને આપી શક્યા હોત. આ તો બહુ કીમતી દારૂ છે. બજારમાં જલદી એ મળતો નથી. તમે મને એ વેચાતો આપ્યો હોત તો હું પણ એ લઈ લેવા તૈયાર હતો.” મેં કહ્યું, “અમે દારૂ પીતાં નથી અને બીજાને પિવડાવતાં પણ નથી. અમે જાણીએ છીએ કે અમારી આ વાત બધા લોકોને સમજાય એવી નથી. એ માટે લોકો અમને અણસમજુ ગણે તેનો પણ અમને વાંધો નથી. પરંતુ - અમે તેમાં શ્રદ્ધાપૂર્વક માનીએ છીએ.” એમણે કહ્યું, “તમે સાચા હશો. મને તમારા જેવા લોકોની નવાઈ લાગે છે. પરંતુ એટલી જ નવાઈ આવો મોંઘો શેમ્પઈન દારૂ પેલા માણસે તમને ભેટ આપવાનું વિચાર્યું તેની પણ લાગે છે.” હા, મને પણ એની નવાઈ લાગે છે. માણસ આવા મોંઘા દારૂનો અકબંધ મોટો બાટલો પોતાની સાથે ગાડીમાં ફેરવે અને જરાક પરિચય બીજાને ભેટ આપવાનો વિચાર કરે એ જેવીતેવી વાત નથી.” મેં કહ્યું. અમારી વાત ચાલતી હતી એટલામાં પાર્કિંગ વિસ્તારમાંથી નીકળેલી એક ગાડી અમારી પાસેથી પસાર થઈ. એમાં તે ફ્રેન્ચ દંપતી અને તેમની દીકરી બેઠેલાં હતાં. અમારી સામે જોઈ બૂમ પાડીને એમણે “બાય ! બાય !” કહ્યું. સફેર રંગની એ ગાડી ઉપર અમારી નજર પડી. એની ત્રણેય બાજુ મોટા અક્ષરે “શેપેઇન” લખેલું હતું. તરત અમે અનુમાન કર્યું કે એ સજ્જન શેમ્પઈન કંપનીના ડિરેક્ટર કે કોઈ મોટા ઓફિસર, એજન્ટ કે સેલ્સમેન હોવા જોઈએ. આટલો મોંધો દારૂ ભેટ આપવાનું રહસ્ય હવે અમને સમજાયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy