SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ કુરાસાઓ ૧૧૫ સ્કાયલેબ તૂટી પડ્યું તે એ દિવસ હતો – ૧૧મી જુલાઈ ૧૯૭૯નો. પૉર્ટ ઑફ સ્પેનથી હું અને મારાં પત્ની વિમાનમાં બેઠાં. સમય થયો એટલે વિમાન ઊપડ્યું. વિમાનમાંથી કુરાસાઓનો નિર્જન ટાપુ દેખાયો. ટાપુના છેડે એક મોટી ઑઇલ રિફાઈનરી હતી. થોડે આગળ નીચે જંગલ જેવી જગ્યામાં નાનું ઍરપોર્ટ દેખાયું. એરપોર્ટની આસપાસ કોઈ મોટાં મકાનો કે ધમધમતો વાહનવ્યવહાર જેવું કશું જ નહોતું દેખાતું, અઠવાડિયામાં ત્રણ વખત વિમાન આવે અને જાય. વિમાનમાંથી ઊતરનાર અમે થોડા પ્રવાસીઓ હતા. એરપોર્ટનું મકાન નાનું પણ સ્વચ્છ હતું. કસ્ટમનો ખાસ કોઈ વિધિ નહોતો. એક કાઉન્ટર ઉપર હોટેલનું રિઝર્વેશન કરાવી શકાતું. કાઉન્ટર ઉપરની ગોરી ડચ યુવતીએ કહ્યું, “અહીંથી હોટેલનું રિઝર્વેશન તમારી પોતાની મેળે કરી શકો છો.” એણે બાજુમાં એક મોટું બૉર્ડ બતાવ્યું. એમાં જુદાં જુદાં ખાનાંઓમાં કુરાસાઓની આઠ-દસ હોટેલના રંગીન ફોટા હતા. દરેકની નીચે એક લાલ બટન હતું. પાસે હોટેલનું નામ અને એના દર લખેલા હતા. બૉર્ડની બાજુમાં ટેલિફોનનું માત્ર રિસીવર હતું. તે ઊંચકીને જે હોટેલનું લાલ બટન દબાવીએ તે હોટેલમાં સીધી ઘંટડી વાગે અને તેમાં જગ્યા છે કે નહિ તે રિસેપ્શનિસ્ટ તરત આપણને જણાવે. હિલ્ટન, પ્લાઝા જેવી બેત્રણ અતિશય મોંઘી હોટેલ હતી. બાકીની મધ્યમ કક્ષાની હતી. અમે ચાલીસ ડૉલરવાળી સારી દેખાતી હોટેલમાં ફોનથી અમારે માટે રિઝર્વેશન કરાવી લીધું. કુરાસાઓમાં હિલ્ટન જેવી હોટેલ છે એ જાણી અમને નવાઈ લાગી. ડચ યુવતીએ કહ્યું, “કુરાસાઓમાં ઑઈલ રિફાઈનરી છે અને હમણાં તેનું કામકાજ વધવા લાગ્યું છે, એટલે માણસોની અવરજવર પણ વધવા લાગી છે. વળી, કુરાસાઓમાં લગભગ બારે માસ તડકાવાળું હવામાન રહે છે. એટલે ઉત્તર અમેરિકા અને કેનેડાના ઠંડા પ્રદેશોમાંથી ઘણાં પ્રવાસીઓ તરવા અને તડકો ખાવા આવે છે. પ્રવાસીઓને આકર્ષવા રાજ્ય તરફથી સુવિધાઓ વધતી જાય છે. દરિયામાં થોડે આઘે પરવાળાં (Corals) છે. તે જોવા લઈ જવાની સગવડ પણ હવે થઈ છે. એટલે કુરાસાઓમાં વધુ સગવડવાળી મોંઘી પણ નાની હોટેલો શરૂ થવા લાગી છે.” યુવતીએ અમને કુરાસાઓ વિશે ચોપાનિયું આપ્યું. પ્રવાસીઓને મફત વહેંચવા માટે તે દર મહિને છપાય છે. એમાં ઘણી પ્રકીર્ણ માહિતી, દુકાનો અને હોટેલોની જાહેરખબર સાથે આપવામાં આવી હતી. અમેરિકાના અને કેનેડાના પ્રવાસીઓને ખરીદીમાં જકાત-બચતની દૃષ્ટિએ શો લાભ થાય તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy