SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ સિંગાપુરની સ્વચ્છતા ૨૧૭ હદભાઈ અને હું ઇલિઝાબેથ પર વૉક ચાલતા હતા. ત્યાં રસ્તામાં એક સ્થળે જાતજાતનાં ફળ વેચાતાં હતાં. બુદુકુ નામનું એક ફળ મલેશિયામાં વિશેષ થાય છે. ફળ મીઠું, પણ એમાં ખાવાનું ઓછું, કારણ કે એનો ઠળિયો મોટો હોય છે. હુનેદભાઈએ મને ચખાડવા માટો થોડાંક બુદુક લીધાં. એ ફળ મારે માટે તો નવું હતું. થોડુંક ભાવ્યું. એક ફળ ખાઈને મેં એનો ઠળિયો દરિયામાં નાખ્યો. હુનેદભાઈએ તરત કહ્યું, “તમે ઠળિયો ત્યાં કેમ નાખ્યો ?” “કેમ, તમે જ કહ્યું ને કે સ્વચ્છતા માટે તમારી સરકાર બહુ કડક છે. એટલે રસ્તામાં ગમે ત્યાં ઠળિયો ન નાખતાં મેં દરિયામાં નાખ્યો.” ના, દરિયામાં પણ તમારાથી નાખી શકાય નહિ. દરિયાનું પાણી બગાડવાનો તમને હક્ક નથી. જેમ રસ્તાની સ્વચ્છતા માટે, તેમ દરિયાની સ્વચ્છતા માટે પણ અમારી સરકાર એટલી જ કડક છે.” “તો પછી આ ઠળિયા નાખવા ક્યાં ?” “હાથમાં રાખી મૂકવાના. કચરાનો ડબ્બો થોડી વારમાં ક્યાંક જરૂર દેખાશે. તેમાં એ નાખી દેવાના.” જ્યાં સુધી કચરો નાખવાનું સાધન ન મળે ત્યાં સુધી કચરો પાસે રાખી મૂકવાનો અને દરિયો પણ ન બગાડાય, એ હુનેદભાઈની વાત સાંભળી અમેરિકાનો મારો અનુભવ મને યાદ આવ્યો. મારા મિત્ર ડૉ. પંકજભાઈ વ્યાસ અને એમનાં પત્ની હંસાબહેન સાથે એમની ગાડીમાં અમે નાયગરા જતાં હતાં. રસ્તો લાંબો હતો. સાથે ખાવાનું લીધું હતું. હંસાબહેને રસ્તામાં એક સંતરું મને ખાવા માટે આપ્યું. સંતરું થોડું છોલીને એની છાલનો નાનો ટુકડો મેં ગાડીમાંથી બહાર દૂર માટીમાં પડે એ રીતે ફેંક્યો. હંસાબહેને તરત ટકોર કરી કે અમેરિકામાં હાઈ-વે ઉપર પણ કચરો ફેંકી શકાતો નથી. હાઈ-વેની બાજુમાં ખાડા અને માટી હોય, માઈલો સુધી રસ્તો નિર્જન હોય તોપણ તેવી જગ્યાએ તમે કચરો ફેંકી શકો નહિ. રસ્તા ઉપર પોલીસની મોટર ફરતી જ હોય છે અને કચરો ફેંકનારનો ત્યાં ને ત્યાં જ સો ડૉલરનો દંડ વસૂલ કરવામાં આવે છે. હંસાબહેને કહ્યું, “ગાડીમાં અમે જ્યારે બહાર ફરવા નીકળીએ ત્યારે કચરા માટેની કાગળની કે પ્લાસ્ટિકની કોથળી સાથે લીધી જ હોય. એમાં કચરો ભરતાં જઈએ અને રસ્તામાં જ્યાં કચરાનો ડબ્બો આવે ત્યાં તે નાખી દઈએ.” સિંગાપુરની સરકાર સ્વચ્છતા માટે ઘણી કડક છે તેનું સમર્થન બીજે દિવસે પણ થયું, “સાઇટ સીઇંગ માટેની બસમાં હું શહેર જવા નીકળ્યો ત્યારે અમારા ગાઈડે બધાનું સ્વાગત કર્યું અને સૌથી પહેલી સૂચના આપતાં કહ્યું, “રસ્તામાં ગમે ત્યાં કચરો નાખશો નહિ. ગઈ કાલે ટાઇગર બામ ગાર્ડનમાં સિગારેટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy