SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧મી જુલાઈ ૧૯૭૯ પપ માર્ગદર્શન મેળવવું જોઈએ, કારણ કે અમારી ટિકિટ પાન-અમેરિકન કંપનીની હતી. પરંતુ થયું કે એ ઑફિસ પણ કદાચ બંધ થઈ ગઈ હોય તો ? તોપણ પ્રયત્ન કરી જોવા અમે ટેક્સી કરીને તરત ત્યાં પહોંચ્યાં, પરંતુ ઑફિસ બંધ થઈ ગઈ હતી. ઑફિસના કાચના દરવાજામાંથી દેખાતું હતું કે એક કર્મચારી યુવતી પોતાના કાઉન્ટર ઉપર કંઈક કામ કરી રહી હતી. અમે તેની પાસે પહોંચ્યાં. અમને જોઈને તે તરત બોલી, “માફ કરજો, ઑફિસ બંધ થઈ ગઈ છે. આવતી કાલે સવારે આવો.” આ એ જ યુવતી હતી કે જેની સાથે સવારે વેનેઝુએલાના વીસાને કારણે અમારી ટિકિટ અંગે બહુ માથાકૂટ થઈ હતી. મેં તેને કહ્યું, “ક્ષમા કરજો, મને ખબર છે કે ઑફિસનો સમય થઈ ગયો છે. છતાં અમે તમારી પાસે ફરીથી એટલા માટે આવ્યા છીએ કે સવારના આઠ વાગ્યાથી ખાધાપીધા વગર અમે રખડીએ છીએ અને છતાં અમારું કામ પત્યું નથી. અમારી આ મુશ્કેલીમાં તમારું માર્ગદર્શન લેવા આવ્યાં છીએ, કારણ કે પાન-અમેરિકન સિવાય અમારો પ્રશ્ન કોઈ ઉકેલી શકે તેમ નથી. વેનેઝુએલાના ટ્રાન્ઝિટ વીસા કોઈ સંજોગોમાં મળે તેમ નથી એ હવે નિશ્ચિત છે.” અમારી વાત સાંભળી તેને નવાઈ લાગી. તે બોલી, “ઓહ, તમને હજુ ટ્રાન્ઝિટ વિસા મળ્યા નથી ?” ના, વિમાન બદલવા માટે પણ ટ્રાન્ઝિટ વીસાનો આગ્રહ રાખવામાં આવે અને તે વીસા અમુક દેશના નાગરિકોને જ આપવામાં આવે એટલું બધું કડક વલણ વેનેઝુએલા સિવાય બીજા કોઈ દેશમાં જોયું નથી. પરસ્પર લડાઈ ચાલતી હોય ત્યારે બે દેશો વચ્ચે આવું વલણ હોય એ આશ્ચર્યજનક છે... ગમે તેમ, પણ અમે હવે કારાકાસના ઍરપૉર્ટમાંથી પસાર થઈ શકીએ તેમ નથી. તો અમારે હવે શું કરવું ?” યુવતીએ અમારી ટિકિટો તપાસીને કહ્યું, “તમારે હવે ન્યૂયૉર્ક પાછા ફરવું જોઈએ અને ત્યાંથી રિયો-દિ-જાનેરોની સીધી ફલાઇટ પકડવી જોઈએ.” “આ ટિકિટમાં અમે તેમ કરી શકીએ ?” “ના, તમારી ટિકિટ અહીં સુધી વપરાઈ ગઈ છે, એટલે તમારે અહીંથી ન્યૂયૉર્ક અને ત્યાંથી રિયો પહોંચવા માટે નવી જુદી ટિકિટ લેવી પડશે.” પછી હિસાબ ગણી એણે કહ્યું, “એના તમારે સાડાત્રણસો ડૉલર જુદા આપવા પડશે.” એટલે કે અમારા બંનેના સાતસો ડૉલર થાય.” મેં કહ્યું, “પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy