SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ પાસપોર્ટની પાંખે રહ્યા પછી અમારો નંબર લાગ્યો. પરંતુ ઑફિસરે અમને કહ્યું, “ભારતીય નાગરિકને અમે વિમાન બદલવા માટે ટ્રાન્ઝિટ લૉન્જમાં જવાની પરવાનગી પણ આપતા નથી. એ જોઈતી હોય તો છ અઠવાડિયા પહેલાં અરજી કરીને વેનેઝુએલાની સરકારની સંમતિ મેળવવી પડે છે. વિમાન બદલવા માટે પણ સરકાર આટલી બધી કડક હોય એવું બહુ ઓછા દેશોની બાબતમાં જોવા મળે છે. બે દેશોની સરકારો વચ્ચે પરસ્પર સંબંધ કેવા છે તેના ઉપર એ આધાર રાખે છે. વેનેઝુએલામાં હાલ લશ્કરી શાસન છે અને ભારત જેવા હજારો માઈલ દૂરના દેશની એને શી ગરજ હોય ? વળી જૂના વખતથી આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં વસેલા કેટલાક ભારતીય લોકો વ્યવસાય અર્થે વસવાટ માટે આસપાસના દેશોમાં ચોરીછૂપીથી ઘૂસી જતા હોય છે. એટલા માટે કેટલાક દેશો ભારતીય નાગરિકો માટે બહુ જ કડક હોય છે. યુરોપ કે અમેરિકાના લોકો માટે તેઓ એટલા કડક હોતા નથી. અમારી પાસે ટિકિટ એવી હતી કે અમારે તારાકાસમાં વિમાન બદલવું જ પડે. ત્યાં ગયા વગર છૂટકો ન હતો. એટલે અમે અમારા એક મિત્રની ભલામણ લઈને પૉર્ટ ઑફ સ્પેનમાં આવેલી ભારતીય હાઈકમિશનરની ઑફિસમાં ગયાં. ત્યાં ફર્સ્ટ સેક્રેટરી શ્રી ખેરગામવાલાને મળ્યાં. તેઓ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણ્યા હતા કે જ્યાં અધ્યાપક તરીકે મેં કેટલાંક વર્ષ કામ કર્યું હતું. એટલે મને જોતાં જ તેઓ ઓળખી ગયા. તેમણે અમારી બાબતમાં અંગત રસ લઈ વેનેઝુએલાની ઑફિસે ફોન કર્યો. બધી પરિસ્થિતિ સમજાવી અને પોતાની અંગત ભલામણ પણ કરી. વેનેઝુએલાના ઑફિસરે. છેવટે હા પાડી અને અમને બોલાવ્યાં, અમને આનંદ થયો. અમે ટેક્સી કરીને પાછાં ત્યાં પહોંચ્યાં. અમે વીસા માટેનાં ફૉર્મ ભર્યા અને અમારા પાસપોર્ટ આપ્યા. વીસા આવે તેની રાહ જોઈને અમે ઠીક ઠીક વાર બેઠાં. છેવટે એક ઑફિસર યુવતી અમારા પાસપોર્ટ લઈ આવી અને કહ્યું, “માફ કરજો, અમે તમને વીસા આપી શકતા નથી. અમે ટેલેક્ષ ઉપર અમારી સરકારને પુછાવી જોયું, પરંતુ અમારી સરકાર ભારતીય નાગરિકો માટે ઘણી કડક છે. એટલે તમને ટ્રાન્ઝિટ વીસા મળશે નહિ.” આ જવાબ સાંભળી અમારી મૂંઝવણ વધી. અમારાથી સાંજ સુધીનો સમય આ કામ માટે એક સ્થળેથી બીજે સ્થળે ધક્કા ખાવામાં પૂરો થઈ ગયો. સાંજના પાંચ વાગવા આવ્યા હતા. ભારતીય હાઈકમિશનરની ઑફિસ હવે બંધ થઈ ગઈ હતી. અમને થયું કે આ બાબતમાં પાન-અમેરિકનની ઓફિસનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy