SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧મી જુલાઈ ૧૯૭૯ ઉત્તર અને દક્ષિણ અમેરિકાની વચ્ચે કેરેબિયન સમુદ્ર છે. તેમાં આવેલા ટાપુઓ વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાય છે. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ઘણા ભારતીય લોકોએ ત્યાં જઈ કાયમ વસવાટ કર્યો છે. હું અને મારાં પત્ની વેસ્ટ ઇન્ડિઝમાં ટ્રિનિદાદ ગયાં હતાં. ત્યાંથી કારાકાસ થઈને રિયો-દિજાનેરો અમે જવાનાં હતાં. કારાકાસ એ વેનેઝુએલાનું પાટનગર છે. રિયો જતાં રસ્તામાં તે આવે. ટ્રિનિદાદના “પૉર્ટ ઑફ સ્પેન નામના શહેરથી રિયોની સીધી એકેય ફલાઇટ ન હતી, એટલે કારાકાસમાં અમારે વિમાન બદલવું પડે એમ હતું. અમારી ઇચ્છા કારાકાસમાં બે દિવસ રહેવાની અને ફરવાની હતી, પરંતુ તે માટે વેનેઝુએલાનો વીસા જોઈએ. દિલ્હીમાં વેનેઝુએલાની કચેરીના અમલદારે મને જણાવ્યું હતું કે એમના દેશના વીસા માટે ઓછામાં ઓછાં છ અઠવાડિયાં પહેલાં અરજી કરવી જોઈએ, કારણ કે પ્રત્યેક ભારતીય પ્રવાસી માટે પોતાની સરકારને લખીને અલગ પરવાનગી તેઓએ મંગાવવી પડે છે. વેનેઝુએલા ભારતીય પ્રવાસીઓ માટે ઘણું કડક છે એમ તેની વાત પરથી જાણવા મળ્યું, એટલે કારાકાસ જવાનું અમે માંડી વાળ્યું. આમ પણ અરજી કરવા માટેનો છ અઠવાડિયાનો સમય પણ અમારી પાસે નહોતો. વિમાન બદલવા માટે ઍરપોર્ટ ઉપર ઊતરતા વિમાનમાંથી કારાકાસ શહેરનું વિહંગદર્શન થશે એટલાથી અમારે સંતોષ માનવો રહ્યો. પરંતુ ન્યૂયોર્કથી પૉર્ટ ઑફ સ્પેનમાં અમે ગયાં ત્યારે પાન-અમેરિકનની ઑફિસે અમને જણાવ્યું કે ભારતીય નાગરિકો માટે વિમાન બદલવા માટે પણ વેનેઝુએલાની સરકારનો ટ્રાન્ઝિટ વીસા જોઈએ, સિવાય કે તમે વેનેઝુએલાની પોતાની એરલાઈન્સમાં પ્રવાસ કરતા હો. એથી અમે વેનેઝુએલાની વિઆસા ઍરલાઈન્સમાં પહોંચ્યાં. ત્યાં કર્મચારી યુવતીએ કહ્યું, “આમ તો જો અમે જવાબદારી લઈએ તો અમારી એરલાઈન્સમાં પ્રવાસ કરનાર ભારતીય નાગરિકને વિમાન બદલવા માટે ટ્રાન્ઝિટ વીસા ન જોઈએ. પરંતુ અમે કોઈની જવાબદારી લેતા જ નથી, કારણ કે અમારી સરકાર ઘણી સખત છે, માટે તમે અમારી કોસ્યુલેટમાંથી ટ્રન્ઝિટ વિસા લઈ આવો.” એટલે પૉર્ટ ઓફ સ્પેનમાં આવેલી વેનેઝુએલાની કોસ્યુલેટની ઑફિસે અમે ગયાં. ત્યાં ઘણી વાર બેસી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy