SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ પાસપોર્ટની પાંખે અમારી સરકારે અમને મર્યાદિત વિદેશી ચલણ આપ્યું છે. એમાંથી આટલું બધું જ ખર્ચાઈ જાય તો રિયોની પેન કોંગ્રેસમાં જવાનું અમારે માંડી વાળવું પડે. અમારે પાછાં મુંબઈ પહોંચી જવું પડે.” અમે એને અમારા પાસપોર્ટ અને બીજાં બધાં કાગળિયાં બતાવ્યાં. મેં કહ્યું, “કારાકાસમાં વિમાન બદલવા માટે પણ ભારતીય નાગરિકોને ટ્રાન્ઝિટ વીસાની જરૂર પડે છે, એવું તમારી મુંબઈની ઑફિસે જો અમને પહેલેથી કહ્યું હોત તો અમે ન્યૂયૉર્કથી સીધાં રિયો-દિ-જાનેરો ચાલ્યાં ગયાં હોત અને આ મુશ્કેલીમાં મુકાયાં ન હોત. અમારે વધારાના પૈસા ન આપવા પડે એવી રીતે તમારી સત્તા વાપરીને તમે કોઈ રસ્તો ન કાઢી શકો ? અમારે નિશ્ચિત તારીખે રિયો પહોંચવાનું છે.” થોડી વાર વિચાર કરી યુવતી અંદર ગઈ અને બીજી એક ઉપરી યુવતીને બોલાવી લાવી. આખી પરિસ્થિતિ તેને સમજાવી. તે નકશો અને સમયપત્રકો લઈ આવી અને ન્યૂયોર્ક પાછો ન ફરવું પડે તે રીતે રિયો કેવી રીતે પહોંચી શકાય તેની તપાસ કરવા લાગી. ટ્રિનિદાદથી સરિનામ થઈને અથવા ન્યૂ ગીની થઈને પહોંચવા માટેના વિકલ્પો વિચાર્યા. પરંતુ તે સેક્ટરમાં અઠવાડિયે એકાદ ફલાઇટ હતી. વળી ત્યાંથી આગળની, રિયો સુધીની ફલાઇટ પણ તરત મળે તેમ નહોતી. છેવટે એક લાંબો વિકલ્પ હાથ લાગ્યો. ટ્રિનિદાદની પાસે કેરિબિયિન સમુદ્રમાં કુરાસાઓ નામનો નાનકડો ટાપુ છે. ત્યાં અમારે જવું. ત્યાંથી પનામા અને પનામાથી રિયો સીધા પહોંચી શકાય. એક રાત કુરાસાઓ અને એક રાત પનામામાં રહેવું પડે. આ રીતે ફલાઈટ આપવામાં અમુક હજાર માઈલનું અંતર વધી જતું હતું પરંતુ મુંબઈથી પાન-અમેરિકન ઑફિસે ટિકિટ આપતી વખતે ધ્યાન આપ્યું નથી એ કારણ ટિકિટમાં દર્શાવીને વધારાના પૈસા તેઓ લેશે નહિ એમ એ યુવતીએ કહ્યું. જુદી જુદી ઍરકંપનીમાં અમારા માટે ફોન કર્યા પછી એણે કહ્યું, કુરાસાઓથી પનામા અને ત્યાંથી રિયો-દિ-જાનેરો જવામાં મુશ્કેલી નહિ પડે. કારણ કે જમ્બો ૭૪૭ની ઘણી ફલાઈટ દરરોજ ત્યાંથી મળે છે. હવે સવાલ માત્ર આવતી કાલનો છે. આવતી કાલે સવારે અહીંથી કુરાસાઓ જવા માટે માત્ર એક જ ફલાઇટ છે અને તે આખી ભરેલી છે. ઉપરાંત ૩૮ નામ વેઇટિંગ લિસ્ટ ઉપર છે. તમારા નામ વેઇટિંગ લિસ્ટ ઉપર ૩૯ અને ૪૦માં રહે. આ રીતે તમારે જવું છે કે કેમ તે કહો, કારણ કે કુરાસાઓ માટે બીજી ફલાઈટ ચાર દિવસ બાદ મળે એમ છે. આ વિકલ્પ તમને મંજૂર ન હોય તો કાલે ન્યૂયૉર્ક તમારા પૈસે પાછા જાઓ અને ત્યાંથી પરમ દિવસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy