________________
જકાર્તામાં હાઈજેક?
૨૪૫ પાસે ટ્રોલી ઊભી રહી. ડ્રાઈવરે ઈન્ડોનેશિયન ભાષામાં કંઈ કહ્યું. સીડી પાસે ઊભેલા એક ટુર્નાર્ડ કડક અવાજે ઇંગ્લિશમાં મને પૂછ્યું, “તમે આ વિમાન હાઈજેક કરવા આવ્યા છો ?”
ગભરાટમાં મેં માત્ર એટલું જ કહ્યું, “ના, હું શા માટે હાઈ-એક કરું?”
પાસે ઊભેલી એરહોસ્ટેસે એના જ રૂઆબથી પૂછ્યું, “તો શું તમે આ વિમાન ચાર્ટર કર્યું છે ?”
ના, હું તો સિંગાપુર જાઉં છું. આ ચાર્ટર્ડ વિમાન છે ?” હા, ચાર્ટર્ડ વિમાન છે.”
“માફ કરજો, તો પછી ડ્રાઇવરની કંઈક ભૂલ થતી લાગે છે અને મને ખોટી જગ્યાએ ઉતાર્યો લાગે છે.”
તમારું બોર્ડિંગ-કાર્ડ ક્યાં છે ?”
“મને આપ્યું નથી પણ ટ્રોલીના ડાઇવરને બધી સૂચના અપાઈ છે. એ ભૂલથી મને અહીં લઈ આવ્યો લાગે છે.” મારા અવાજમાં ગભરાટ હતો.
“ડ્રાઇવરની કંઈ ભૂલ નથી. તમે ગભરાઓ નહિ. આ વિમાન સિંગાપુર જાય છે. તમારા માટે ચાર્ટર કરવામાં આવ્યું છે.” એમ બોલતાં
ટુવર્ડ અને ઍરહૉસ્ટેસ ખડખડાટ હસવા લાગ્યાં. સીડીની ઉપર વિમાનમાં દરવાજામાં ઊભેલી બીજી એરહોસ્ટેસો પણ ખડખડાટ હસી પડી. મારી મજાક થતી હોય એમ લાગ્યું. પણ મને ગમ્યું, કારણ કે એથી મારો મનનો ફફડાટ ઓછો થયો.
એરહોસ્ટેસની પાછળ પાછળ ડ્રાઈવર મારો સામાન લઈને ચડ્યો. તેની પાછળ ધ્રૂજતા પગે હું વિમાનમાં દાખલ થયો. પ્રાઇવર મારો સામાન લઈને દાખલ થયો. હાઇવર ઊતર્યો કે તરત ટુવર્ડ વિમાનનો દરવાજો બંધ કર્યો. અંદર જઈને જોયું તો આખું વિમાન ખાલી હતું ! મારા મનમાં ફાળ પડી.
ઍરહૉસ્ટેસે મને કહ્યું, “આખું વિમાન ખાલી છે, સર, એટલે તમે ફર્સ્ટ કલાસમાં બેસશો તો પણ વાંધો નથી.” એમ કહી મને ફર્સ્ટ ક્લાસની એક સીટ પર બેસાડ્યો.
હું બેઠો એટલામાં તો મને જોવા માટે બધા ટુવર્ડ, કેસરી યુનિફૉર્મમાં સજજ બધી ઍરહૉસ્ટેસ, કૅપ્ટન અને પાયલોટ મારી આસપાસ આવી પહોંચ્યાં. તેઓ બધાં ઇંગ્લિશ સારું બોલતાં હતાં. એટલે મૂંઝવણ ટળી ગઈ. કેટને હસતાં હસતાં કહ્યું, “તમે વિમાનને હાઈજેક કરી શકો એમ નથી. પણ અમે તમને જરૂર હાઈજેક કરી જઈ શકીએ તેમ છીએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org