SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ પાસપોર્ટની પાંખે ઓકલેન્ડ જવાના છે. હું તેમને અત્યારે એસ.પી.યુ. લઈ જાઉં છું.” કાનજીભાઈએ તેમનો પરિચય કરાવતાં કહ્યું, “આ શ્રી ... પટેલ, અમારા સુવાના એ બહુ મોટા શ્રીમંત વેપારી છે. ફિજી ઉપરાંત ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પણ તેમનો વેપાર ચાલે છે.” - શ્રી પટેલે કહ્યું, “કાનજીભાઈ, ડૉક્ટરસાહેબને યુનિવર્સિટી બતાવવાનો લાભ મને આપો. હું અત્યારે ફ્રી છું.” થોડી આનાકાની પછી કાનજીભાઈએ છેવટે સંમતિ આપી. મને પણ થયું કે ત્રણ દિવસથી રોજ એમનો સમય લઉં છું તો આજે ભલે તેઓ દુકાનનું કામ સંભાળે. શ્રી પટેલ સાથે એમની ગાડીમાં હું બેઠો. તેમણે કહ્યું, “ડૉક્ટરસાહેબ, તમારે મોડું નથી થતું ને ?” “ના, જરાય નહિ.” “તો પહેલાં આપણે ઘેર ચા-પાણી લઈએ. પછી એસ.પી.યુ જઈએ.” “ભલે.” રસ્તામાં શ્રી પટેલે ફિજીમાં એમના કુટુંબે કેવી રીતે વસવાટ કર્યો તેનો રસિક ઇતિહાસ કહ્યો. તેમણે કહ્યું : “અમે નડિયાદ પાસેના એક ગામના વતની. મારા પિતાજી અહીં હાથે-પગે આવેલા. ફિજી એટલે આફ્રિકાનો પ્રદેશ એમ સમજીને અમારી જ્ઞાતિના લગભગ દોઢસો માણસ ટિકિટ કઢાવીને સ્ટીમરમાં બેઠેલા. લગભગ સાઠ વર્ષ પહેલાંની આ વાત છે. બધા અભણ; ગુજરાતી ભાષા પણ પૂરી લખતાં-વાંચતાં આવડે નહિ; ખેતી કરે. સ્થિતિ બહુ ગરીબ. જિંદગીમાં પહેલી વાર મુંબઈ આવ્યા અને પહેલી વાર સ્ટીમરમાં બેઠા. એ દિવસોમાં પાસપોર્ટ કે વીસાની કોઈ માથાકૂટ નહીં.' ઘણા દિવસે સ્ટીમર ઑસ્ટ્રેલિયાના સિડની બંદરે આવી પહોંચી. અમારા વડીલો બધા ગભરુ, ગોરા લોકો સાથે વાતો કરતાં ધ્રૂજે વાત કરવાનું જ ટાળે. સિડની બંદર આવ્યું એટલે કતાને એ જાહેર કર્યું, પરંતુ અમારા વડીલોએ સિડનીનું નામ જિંદગીમાં કોઈ દિવસ સાંભળેલું નહીં. ગોરા લોકોના ઉચ્ચાર જુદા, એટલે તેઓ બધા “સિડનીને બદલે “ફિજી સમજ્યા. બધા સિડની બંદરે ઊંતરી પડ્યા ! પરદેશનો આ પહેલવહેલો અનુભવ હતો. ક્યાંથી ક્યાં જવાય તેની ગતાગમ ન હતી. ગામમાં જઈ પોતાનાં ઓળખીતાનાં નામ પૂછે, પરંતુ કોઈ મળ્યાં નહીં.” દરમિયાન સ્ટીમર તો ઊપડી ગઈ હતી. માથે પોટલાં ઊંચકી આસપાસ દસ-પંદર માઈલમાં ઘણાં ફાંફાં માર્યો. પછી તેમને સમજ પડી કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy