SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ નવા વર્ષની ભેટ મારા મિત્ર શ્રી મહેન્દ્રભાઈ જી. મહેતાની ભલામણથી હું ફિજીના પાટનગર સુવામાં ત્યાંના ઝવેરાતના વેપારી “જોગિયા જવેલર્સ નામની પેઢીના માલિક શ્રી કાનજીભાઈ જોગિયાને ત્યાં ઊતર્યો હતો. સુવા દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલું, સમુદ્રતટથી શોભતું, નાનું પણ રળિયામણું નગર છે. કાનજીભાઈની સાથે સુવા અને તેની આસપાસના પ્રદેશમાં હું ફર્યો. ત્યાર પછી સુવાની પાસે ઊલ્લૂ ટાપુ ઉપરના કોરલ રીફ (Coral Reef-સમુદ્રમાં છીછરાં પાણી નીચે ખડકો ઉપર જામેલાં વિવિધ પ્રકારનાં પરવાળાં) જોવા જવાનો કાર્યક્રમ અમે વિચાર્યો. કાનજીભાઈના ઘરથી લગભગ એક કિલોમીટરના અંતરે સમુદ્રકિનારેથી ઊલુલુ ટાપુના પ્રવાસ માટેની સ્ટીમ-લોંચ રોજ સવારે ઊપડે છે. અમે સવારે નવ વાગે ઘરેથી નીકળ્યા, પરંતુ નિયત સમય કરતાં બે-ત્રણ મિનિટ મોડા પહોંચ્યા. સ્ટીમ-લોંચે ત્યારે લંગર ઉપાડી લીધું હતું, એટલે અમારે ઊલ્લુનો કાર્યક્રમ બીજા દિવસ ઉપર રાખવો પડ્યો. - કાનજીભાઈએ કહ્યું, “ઊલ્લુ હવે આવતી કાલે જઈશું; આજે ચાલો, તમને એસ.પી.યુ. બતાવું.” “એસ.પી.યુ. એટલે ?” મેં પૂછ્યું. “એટલે સાઉથ પેસિફિક યુનિવર્સિટી, ફિજીમાં ફક્ત આ એક જ યુનિવર્સિટી છે અને તે એસ.પી.યુ.ના ટૂંકા નામથી જ વધારે જાણીતી છે.” મેં કહ્યું, “એ યુનિવર્સિટી જોવાનું મને જરૂર ગમશે, કારણ કે એ તો અમારું ક્ષેત્ર છે. દુનિયાની જુદી જુદી યુનિવર્સિટીઓની મુલાકાત લેવી તે મારે રસનો વિષય છે.” અમે ગાડીમાં બેઠા. કાનજીભાઈએ કહ્યું, “આપણે દુકાન તરફથી ગાડી લઈએ. કોઈ અગત્યની ટપાલ આવી હોય તો તે હું જરા જોઈ લઉં.” અમે તેમની દુકાન પાસે પહોંચ્યા. ગાડીમાંથી ઊતરતાં જ એક ભાઈ મળ્યા. કાનજીભાઈએ એમને મારો પરિચય કરાવતાં કહ્યું, “આ અમારા મહેમાન ડૉ. રમણલાલ શાહ, ઇન્ડિયાથી ફરવા આવ્યા છે. પહેલી જાન્યુઆરીએ પ-૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy