SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ પાસપૉર્ટની પાંખે અમારા મિત્ર એ ખરીદીને આવ્યા. પેલા ગોરા પ્રવાસીઓમાંથી કેટલાકે જાતજાતની વસ્તુઓ ખરીદી હતી કેમ કે એમને તે ભાવ પોસાય એવા હતા. દરેકે શી શી વસ્તુ ખરીદી છે તે અમારો ગાઇડ પૂછતો જાય અને એના મનમાં નોંધ રાખતો જાય. છેવટે અમને બધાંને બસમાં બેસાડીને ફરી પાછો તે શો-રૂમમાં ગયો. પોતાનું કમિશન લેવા જ તે ગયો એ સ્પષ્ટ હતું. અમે ઓછા પ્રવાસીઓ હતા અને તેમાં પણ ખરીદી કરનારા તો અડધા જ હતા. ધાર્યા કરતાં ઘણો ઓછો સમય વપરાયો. પરિણામે અમે હોટેલ ઉપર નિર્ધારિત સમય કરતાં અડધો કલાક વહેલાં પાછાં. ફર્યાં. ૧૯૨ શહેર-દર્શનનો કાર્યક્રમ ઉતાવળે કરાવવા માટે ગાઇડ પ્રત્યે અમારાં બધાંનાં મનમાં કચવાટ હતો. વળી બાટુ ગુફાઓમાં વધુ સમય લેવા માટે તથા ઝવેરાતના શો-રૂમમાંથી ખાસ કશું ન ખરીદવા માટે અમારા પ્રત્યે ગાઇડના મનમાં જે રોષ હતો તે અમે જોઈ શકતાં હતાં. એટલે જ છૂટા પડતી વખતે ગાઇડે અને અમે પ્રવાસીઓએ ફરજ ખાતર પરસ્પર આભાર માન્યો, પરંતુ એ કેવળ ઔપચારિક અને ઉષ્મારહિત હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy