________________
બૉગોટાનો અનુભવ
૨૧૫
મૂકવામાં આવી હતી તે બૅગનું ઢાકણું ઊંચું કરીને, ખેંચીને કાઢી લેવામાં આવી છે એમ નક્કી થયું. અમે ઑફિસરને કહ્યું, “અમને વહેમ પડે છે કે અમારી બૅગ ચોરીના આશયથી જાણી-જોઈને બેગેજ સેક્શનમાં રાખી મૂકવામાં આવી હતી.’
ઑફિસર બીજું તો શું કહે ? એણે કહ્યું, “લિમાના આ ઍરપૉર્ટમાં ઘણી વાર આવી રીતે ચોરી થાય છે, પરંતુ અહીં તો લશ્કરી શાસન છે. કોઈ દાદ-ફરિયાદ નથી.”
ચોરાયેલી વસ્તુઓ માટે ક્લેઇમ કરવા માટે અમે ફૉર્મ ભર્યું અને ઑફિસરને આપ્યું; પરંતુ દક્ષિણ અમેરિકાની ખોટમાં ચાલતી ઍર કંપનીઓ પ્રવાસીના માત્ર સંતોષ ખાતર આવાં ફૉર્મ ભરાવતી હોય છે, કારણ કે એનો જવાબ અમને ક્યારેય મળ્યો નથી.
બૉગોટાની અમને જે બીક હતી તેનો અનુભવ લિમાએ અમને કરાવી
દીધો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org