SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ પાસપોર્ટની પાંખે પેલા માણસે કહ્યું, “કન્વેયર બેલ્ટ ઉપર આડી થઈ જવાને લીધે આ બૅગ કસ્ટમ્સ વિભાગમાં પહોંચી નહીં, પરંતુ નીચે પડી ગઈ હતી.” બૅગ મળી ગઈ એથી અમને આનંદ થયો. ભલે મોડું થયું, પરંતુ અમારી ચિંતા ટળી. હવે પ્રશ્ન આ બૅગને કસ્ટમ્સમાંથી બહાર કાઢવાનો હતો. અમે એક વખત તો કસ્ટમ્સમાંથી બહાર નીકળી ગયાં હતાં, અને અમારા પાસપોર્ટમાં સિક્કા પડી ગયા હતા. એટલે કસ્ટમ્સના પાછલા દરવાજેથી અમે કસ્ટમ્સમાં ફરી દાખલ થયાં. ઍરો પેરુનો ઑફિસર દરેક કાઉન્ટર ઉપર અમારી વાત કહેતો ગયો અને અમે એમ જલદી નીકળતાં ગયાં. સામાન તપાસનાર ઑફિસરે અમારી બૅગ ખોલાવી નહિ અને ઉપર તપાસ્યાની નિશાની તરત કરી આપી. લિમાના કસ્ટમ્સમાંથી અમે આ રીતે બે વાર પસાર થયાં. બહાર આવીને અમે પાછા એરો પેરુના કાઉન્ટર ઉપર ગયાં. જે બધાં કાગળિયાં તૈયાર કર્યા હતાં તેનો હવે કંઈ અર્થ ન હતો એટલે તે ફાડી નાંખ્યાં. એરો પેરુના ઑફિસરે બધી તકલીફ લીધી તે માટે તેનો અમે આભાર માન્યો. પછી ઍરો પરના ઑફિસરને મેં કહ્યું, “આ બૅગ ત્રણ કલાકથી બેગેજ સેકશનમાં પડી રહી હતી તો તમે તે વખતે ત્યાં પણ તપાસ કરી હોત અથવા બેગેજ સેશનમાં ફરજ પરના માણસે તે જ વખતે તમને જાણ કરી હોત તો અમારા ત્રણ-ચાર કલાક બગડત નહીં. અને તમને આ બધી તકલીફ પડત નહિ. આટલી બધી બેદરકારી ભાગ્યે જ કોઈ ઍરપોર્ટ ઉપર જોવા મળે છે.” હું ઑફિસરને કહેતો હતો તેવામાં મારાં પત્નીની નજર બેગ ઉપર ગઈ. તરત તેણે કહ્યું, “અમારી બૅગ ઉપર એક બાજુ આ મોટો કાપો શેનો પડ્યો છે ?” ઑફિસરે કહ્યું, “કદાચ કન્વેયર બેલ્ટ ઉપર ચઢતાં બેંગ બીજી કોઈ બૅગ સાથે ઘસાઈ હશે.” પરંતુ તેનો કાપો આવી રીતે ન પડે, એથી અમને વહેમ પડ્યો. બેગનું તાળું ખોલીને અંદર જોયું તો કપડાં અને વસ્તુઓ અસ્તવ્યસ્ત હતાં. એથી થયું કે તાળું ખોલ્યા વગર બાજુમાંથી તીક્ષ્ણ હથિયાર વડે બૅગનું ઢાંકણું ઊંચું કરીને કોઈને કશું કાઢવાનો પ્રયત્ન કર્યો લાગે છે. બધી વસ્તુઓ તપાસી જોઈ તો તેમાંથી બે સાડી અને બીજી કેટલીક ઝીણી વસ્તુઓ ઓછી થયેલી જણાઈ. સવારે બૅગ તૈયાર કરીને બંધ કરતી વખતે જે બે સાડી ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy