________________
નાઇરોબીમાં ગુંડાગીરી ગયા. અમારો ઉતારો પાર્કલેન્ડ વિસ્તારમાં છોકરાઓ માટેની ઓશવાળ હૉસ્ટેલના ગેસ્ટહાઉસમાં હતો. બીજે દિવસે સવારે ચાપાણી માટે પાનાચંદભાઈના ઘેર અમારે જવાનું હતું. એમનું ઘર હૉસ્ટેલની તદ્દન પાસે, બે મિનિટના રસ્તે હતું.
કેનિયામાંથી અંગ્રેજોએ વિદાય લીધા પછી ગુજરાતીઓનો વેપારધંધો વધુ ખીલ્યો. કેટલાંક ગુજરાતી કુટુંબો પૈસેટકે બહુ સુખી થયાં છે. આલીશાન બંગલાઓમાં તેઓ રહેવા લાગ્યાં છે. આધુનિક ફર્નિચરથી તેમનાં ઘરો સુસજ્જ . હોય છે. સારામાં સારી ઈમ્પોર્ટેડ ગાડી તેઓ વાપરે છે. ત્યાં રહેનાર લોકો ચોરી અને લૂંટની ત્યાંની પરિસ્થિતિથી ટેવાઈ ગયા છે અને તે પ્રમાણે સાચવે પણ છે. આફ્રિકી નોકર-ચાકરો બહુ મહેનતુ, ભલા સ્વભાવના અને વફાદાર હોય છે. પરંતુ આસપાસનાં પરાંઓમાંથી કે ગામડામાંથી આવીને કેટલાક આફ્રિકી ગુંડાઓ વખતોવખત ચોરી કરી જતા હોય છે. તેઓ જલદી પકડાતા નથી. એટલે એવા બનાવો વધતા જાય છે. કોઈકના ઘરમાંથી કે દુકાનમાંથી મોટી ચોરી થવી, રસ્તામાં પાર્ક કરેલી ગાડીમાંથી ચીજવસ્તુઓ ચોરાઈ જવી કે આખી ગાડી ઊપડી જવી એવા એવા બનાવોની ઘણી વાતો અમને સાંભળવા મળી.
- રાતના હોસ્ટેલના ગેસ્ટહાઉસ પર અમને ઉતારીને પાનાચંદભાઈએ કહ્યું, “હું તમને બરાબર સવારના સાત વાગે તેડવા આવીશ, તૈયાર રહેજો. મારે ઘરે ચાપાણી કરીને તરત આપણે થીકા જવા માટે નીકળીશું.”
અમે કહ્યું, “સવારે તમે રોકાયેલા હશો. અમને તેડવા માટે તકલીફ લેવાની જરૂર નથી. ફક્ત બે મિનિટનો રસ્તો છે. અમે અમારી મેળે ચાલતાં સીધાં તમારે ત્યાં આવી પહોંચીશું.”
ના. એમ કરશો નહિ. ચાલતાં બે મિનિટથી વધારે સમય લાગે એમ નથી એ હું જાણું છું, પણ સવારના અહીં રસ્તા ઉપર વસતિ હોતી નથી. એટલે ચાલવામાં જોખમ છે, માટે એ માટે તમે ચોક્કસ મારી રાહ
જોજો .”
- સવારે સાત વાગે અમે તૈયાર થઈ પાનાચંદભાઈના આવવાની રાહ જોતાં હતાં. સાતને બદલે આઠ વાગ્યા પણ પાનાચંદભાઈને કંઈક કારણસર મોડું થઈ ગયું હશે. ઉષાબહેન સવારની તૈયારીમાં રોકાયેલાં હશે, નહિ તો એ એમની પોતાની નાની ગાડી લઈને આવી પહોંચે એવાં છે. હૉસ્ટેલનો ફોન બગડેલો છે એટલે ફોન પણ કેવી રીતે કરે ? એટલે ગાડીની રાહ જોઈને આપણે બેસી રહેવું તે યોગ્ય ન ગણાય. આટલું ચાલવામાં જોખમ શું છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org