SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ વિપર્યય ૩૧ ( નાન્દીમાં શહેર અને આસપાસના વિસ્તારોમાં મેં ફરી લીધું હતું. રવિવારનો દિવસ હતો એટલે બજાર બંધ હતું. સાંજે ક્યાં ફરવા જવું તેનો અમે વિચાર કરતા હતા. એટલામાં બૉમ્બે ટ્રેડિંગ કંપનીવાળી અંબાલાલભાઈ પટેલ અમને મળવા આવ્યા. આગલે દિવસે એ કાર્યક્રમમાં એમનો પરિચય થયો હતો. એમણે પૂછ્યું, “સાંજનો શો કાર્યક્રમ છે ?” બસ, એનો જ વિચાર કરીએ છીએ.” મેં કહ્યું. “બીજું કંઈ નક્કી ન હોય તો ચાલો મારી સાથે લટૌકા; સમય રહેશે તો બા પણ જઈ આવીશું.” લટીકા અને બા એ બે નાન્દી પાસે આવેલાં નાનકડાં શહેરો છે. ગુજરાતના પટેલોની ત્યાં સારી વસતિ છે. અંબાલાલભાઈની ગાડીમાં દરિયાકિનારે લગભગ અઢાર માઈલના રસ્તે લટીકા પહોંચ્યા. અંબાલાલભાઈએ કહ્યું, “અહીં હમણાં નવું મંદિર થયું છે. ત્યાં આજે ભક્તિસંગીતનો અને આરતીનો કાર્યક્રમ છે. તમને વાંધો ન હોય તો થોડી વાર ત્યાં પણ આપણે જઈશું.” “જરૂર. હું તો તમારી આંગળીએ આવ્યો છું. એટલે તમારી અનુકૂળતા પ્રમાણે જ્યાં જવું હશે ત્યાં ચોક્સ જઈશું.” મેં કહ્યું. લટકામાં પણ અંબાલાલભાઈનાં ઘર અને દુકાન છે. એમના ઘરે ચા પીને અમે દરિયાકિનારે ફરવા નીકળ્યા. ફરવા આવનારાંઓની કોઈ અવરજવર ત્યાં ન હતી. અલબત્ત સમુદ્રકિનારાનું વાતાવરણ શાંત અને રમણીય હતું. શીતલ હવા વાતાવરણને પ્રોત્સાહક બનાવતી હતી. મેં અંબાલાલભાઈને કહ્યું, આટલી સરસ ફરવાની જગ્યા છે. વળી આજે રજાનો દિવસ છે. છતાં અહીં કોઈ માણસો કેમ દેખાતા નથી ?” અંબાલાલભાઈએ કહ્યું, “અહીંના આપણા લોકો ફરવાના બહુ શોખીન નથી. આજે રજાનો દિવસ હોવાથી દુકાન કાયદેસર બંધ રાખવાની હોય છે. છતાં અડધું બારણું ખુલ્લું રાખીને આપણા ઘણા વેપારીઓ ગેરકાયદે વેપાર કરતા હોય છે. આપણા લોકોની આ મનોવૃત્તિ હજુ પણ ગઈ નથી.” “તોપણ કેટલાક તો એવા હોઈ શકે ને કે જેમને રજાને દિવસે સમુદ્રકિનારે ફરવાનું ગમે ?” ફરવાનું નહિ, પણ રમવાનું જરૂર ગમે. જુઓ, ત્યાં આઘે ઘણું માણસો બેઠા છે.” એમ કહી એમણે દરિયાની પાળીથી ઠીક ઠીક દૂર મેદાનમાં બેઠેલા માણસો બતાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy