________________
20 ૧૦ વિપર્યય
ફિજી એ કોઈ શહેરનું નહિ, પણ દેશનું નામ છે.
ક્યાં આવ્યો એ દેશ ?
ગુજરાતના ઘણા પટેલો કેનિયા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, ઝાંબિયા, મલાવી, ર્હોશિયા વગેરે આફ્રિકાના દેશોમાં જઈને વસ્યા છે, તેમ ફિજીમાં પણ જઈને વસ્યા છે. એટલે ફિજી દેશ આફ્રિકામાં આવ્યો છે એવો ભ્રમ કેટલાક ગુજરાતીઓને જૂના વખતમાં હતો. અને હજુ ગામડાંના કેટલાક લોકોને હોય છે. વસ્તુતઃ ફિજી દેશ ઑસ્ટ્રેલિયાની પૂર્વે લગભગ બે હજાર માઈલ દૂર દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલો છે. બે મુખ્ય ટાપુઓ અને એની આસપાસ સંખ્યાબંધ નાના નાના ટાપુઓનો બનેલો આ દેશ છે. એટલા માટે તે ‘ફિજી ટાપુઓ' તરીકે ઓળખાય છે. વિસ્તાર અને વસતિની દૃષ્ટિએ તે એટલો નાનો દેશ છે કે દુનિયાના નાના નકશાઓમાં તો એનું ટપકું પણ જોવા નહિ મળે.
ભારતથી લગભગ દસ હજા૨ માઈલ દૂર આવેલા આ દેશમાં સ્થાનિક ફિજિયન લોકો કરતાં ભારતીય લોકોની વસતિ વધારે છે, જેમાં ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારતના લોકો મુખ્યત્વે છે. ફિજીમાં ફરતાં હોઈએ તો આપણે ભારતની બહાર ફરીએ છીએ એવું ખાસ લાગે પણ નહિ. એટલા માટે તો ફિજીને ‘પેસિફિકમાં નાનું ભારત' તરીકે ઓળખાવવામાં આવે છે. ભારતીય લોકોમાં ત્યાં ઉત્તરના બિહાર તરફના લોકોની વસતિ વધારે છે. જૂના વખતમાં શેરડીનાં ખેતરોમાં કામ કરવા માટે અભણ ખેડૂતો ત્યાં જઈને વસેલા, એટલે હજુ પણ તેઓ પોતાની ગામઠી હિંદી બોલે છે. એની અસર ત્યાંની ગુજરાતી ભાષા ઉપર પણ પડી છે.
ફિજીમાં નાન્દી (અથવા નાદી) નામના શહેરમાં ત્યાંના માજી સંસદસભ્ય શ્રી હરગોવિંદદાસ લોઢિયાને ત્યાં હું ઊતર્યો હતો. નાન્દી નાનકડું શહેર છે. એકાદ કિલોમીટર સીધા લાંબા ધોરી રસ્તાની બંને બાજુ દુકાનો છે. બસ એટલું જ એનું બજા૨ છે. ઓછી વસતિ અને ઓછા ટ્રાફિકને લીધે પ્રમાણમાં શહેર શાંત છે. એકબે કલાકમાં તો આખા શહેરમાં ફરી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org