SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ચ વીસાની સમસ્યા લંડનથી મોટરમાર્ગે અમે યુરોપના પ્રવાસે જવા નીકળ્યાં. લંડન પાસે વેલિંગબરો નામના નાનકડા શહેરમાં રહેતા કિશોરભાઈ વીરાણી પોતાની મોટરમાં અમને યુરોપમાં ફરવા લઈ જવાના હતા. પ્રવાસીઓને યુરોપમાં ફરવા લઈ જવા એ કિશોરભાઈનો શોખ પણ છે અને વ્યવસાય પણ છે. આફ્રિકાથી ઇંગ્લેન્ડમાં રહેવા ગયા પછી દસ વર્ષમાં ચાલીસથી વધુ વખત પોતાની મોટરમાં યુરોપના દેશોનો પ્રવાસ એમણે કર્યો છે. ઇંગ્લેન્ડથી અમારો પહેલો મુકામ બ્રસેલ્સમાં અનિલભાઈ ચંદેરિયાના ઘરે હતો. બ્રસેલ્સ જવા માટે ફ્રાન્સમાં થઈને જવું પડે. ઇંગ્લેન્ડથી હોવરક્રાફ્ટમાં બ્રિટિશ ચેનલ ઓળંગી ફ્રાન્સમાં દાખલ થતાં જ અમારો વીસા તપાસાયો અને અમારા પાસપૉર્ટમાં સિક્કો પડ્યો. પાસપોર્ટ જોતાં જ કિશોરભાઈએ કહ્યું, “અરે ! ફ્રાન્સનો તમારો વીસા સિંગલ ઍન્ટ્રી છે. એ વીસા હવે વપરાઈ ગયો. આપણે છેલ્લે ફ્રાન્સ થઈને ઇંગ્લેન્ડ પાછાં ફરવાનું છે. એ માટે તમારે ફરીથી બીજો વિસા લેવાની જરૂર પડશે. તમારે પહેલેથી જ મલ્ટિપલ એન્ટ્રીનો વિસા લેવો જોઈતો હતો. યુરોપની સફરમાં બને તેટલા મલ્ટિપલ ઍન્ટ્રીના વિસા લેવા જોઈએ, કેમ કે આ નાના દેશો એકબીજાથી નજીક એવી રીતે આવેલા છે કે ક્યારે ક્યા દેશમાંથી બીજી વાર પસાર થવાની જરૂર પડે તે કહી શકાય નહિ, ખાસ કરીને મોટરમાં તમે સફર કરતાં હો ત્યારે.” કિશોરભાઈને વર્ષોનો અનુભવ હતો. વારંવાર થયેલા અનુભવોને આધારે તેઓ જે સૂચનો કરતા તે વ્યવહારુ અને ઉપયોગી હતાં. બેલ્જિયમ પહોંચીને અમે સૌથી પહેલાં દોડ્યા ફ્રાન્સનો વીસી લેવા માટે. લાઇનમાં બેસીને કેટલાક કલાકો બગાડ્યા ત્યારે કહેવામાં આવ્યું કે ભારતીય એલચી ખાતામાંથી “નો ઑજેક્શનનો પત્ર લઈ આવો. તે પછી ચાર દિવસે વીસા મળે. પરંતુ બ્રસેલ્સમાં અમારે બે દિવસથી વધારે રોકાવાનું નહોતું, એટલે નક્કી કર્યું કે હવે જર્મનીમાં જઈને ત્યાંથી વીસા મેળવવો. ત્યાં “નો ઑબ્રેક્શન'ના પત્રની જરૂર નથી પડતી. હોલેન્ડનો પ્રવાસ કરીને અમે જર્મનીના પાટનગર બૉન પહોંચ્યાં. સાંજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy