SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પાસપૉર્ટની પાંખે આમ કેમ થયું ? બે દિવસની ધમાલમાં અમે વાર-તારીખ ભૂલી ગયાં હતાં. ચાર દિવસથી છાપું પણ વાંચ્યું ન હતું. અમે ઍરહોસ્ટેસને ઓછા પ્રવાસીઓનું કારણ પૂછ્યું. એણે કહ્યું, “કારણ કે આજે ૧૧મી જુલાઈ છે. આજે સ્કાયલૅબ પડવાનો દિવસ છે. બરાબર એ પડવાના સમયે જ આપણું વિમાન કેરિબિયન સમુદ્ર ઉપ૨ કુરાસાઓ તરફ ઊડી રહ્યું હશે. કેરિબિયન સમુદ્રમાં સ્કાયલૅબ તૂટી પડવાની મોટી અફવા છે, એટલે બીકના માર્યા ઘણાં મુસાફરો આજની ફલાઇટોમાં બેઠાં નથી.'' ૫૮ વિમાનમાં જગ્યા મળી એના અમારા આનંદને સ્કાયલૅબ પડવાની ચિંતાએ ઓછો ન કરી નાખ્યો. આસપાસના પ્રવાસીઓના ચિંતાતુર ચહેરાને કારણે વાતાવરણ, અલબત્ત, ગમગીન હતું, પણ અમે હવે સ્વસ્થ હતાં, કારણ કે એક આખા દિવસના તનાવમાંથી અમે છુટકારો અનુભવ્યો હતો. અમારું વિમાન કુરાસાઓ તરફ ઊડી રહ્યું હતું. કેટલીક વાર પછી કૅપ્ટને જાહેરાત કરી, સજ્જનો અને સન્નારીઓ ! આપણે માટે ખુશખબર ! સ્કાયલૅબ ઑસ્ટ્રેલિયા પાસે સમુદ્રમાં તૂટી પડ્યું છે એવા સમાચાર હમણાં જ રેડિયો પરથી મળ્યા. આપણે બધાં હવે સલામત છીએ.” ઓ સમાચાર સાંભળતાં જ બધાંએ જો૨જોરથી તાળીઓ પાડી. ગમગીની હર્ષમાં પલટાઈ ગઈ. માંહોમાંહે ઉત્સાહથી રસભરી વાતો થવા લાગી. અલ્પાહારને વિશેષ ન્યાય અપાવા લાગ્યો. અમે કુરાસાઓ સમયસર પહોંચી ગયાં. અમારા સાતસો ડૉલર બચી ગયા. એ માટે સ્કાયલેબનાં અમે આભારી હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy