SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮૩ના અંક સુધી ‘પાસપોર્ટની પાંખે'ની શ્રેણી છપાઈ અને હવે તે ગ્રંથરૂપે પ્રગટ થાય છે. લગભગ સાડા ત્રણ વર્ષના આ ગાળામાં એ માટે ઘણાંનો સપ્રેમ સહકાર સાંપડ્યો છે. આ પ્રસંગો પુસ્તકરૂપે ઝટ પ્રગટ થાય એ માટે ચિત્ર વગેરેની કેટલીક જવાબદારી ઉપાડી લેનાર મારા મિત્ર ડૉ. કુમારપાળ દેસાઈનો, “નવનીત-સમર્પણન્ના કાર્યાલયના સભ્યો પ્રો. ભૂપેન્દ્રભાઈ ઉપાધ્યાય, સ્વ. નટવરલાલ શેલત, શ્રી જયેન્દ્ર સચદેનો, આ ગ્રંથનું પ્રકાશન હાથ ધરવા માટે આર. આર. શેઠની કંપની અને એના શ્રી ભગતભાઈ શેઠ તથા શ્રી ધીરુભાઈ મોદીનો, પ્રેસકોપી તૈયાર કરવામાં સહાય કરવા માટે શ્રી ગુલાબ દેઢિયા, કુ. વિમળા પટેલ તથા કુ. મીનાક્ષી સચદેનો, સુંદર ટાઈટલચિત્ર કરી આપવા માટે શ્રી જય પંચોલીનો, તથા આ ગ્રંથનું મુદ્રણકાર્ય સરસ રીતે સવેળા કરી આપવા માટે સ્વાતિ પ્રિન્ટિંગ પ્રેસના ડૉ. શિવલાલ જેસલપુરા તથા શ્રી ગિરીશ જેસલપુરાનો પણ હું આભારી છું. મુંબઈ : તા. ૧૪-૪-૮૩ રમણલાલ ચી. શાહ ચૈત્ર સુદ ૧, સં. ૨૦૩૯ બીજી આવૃત્તિ પ્રસંગે આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ લગભગ ચાર મહિના જેટલા ટૂંકા સમયમાં પૂરી થઈ ગઈ એ માટે વાચકોનો અત્યંત ઋણી છું. મારા મિત્ર પ્રો. જશવંતભાઈ શેખડીવાલાએ આખું પુસ્તક ચાર વાર ચીવટપૂર્વક શબ્દશઃ વાંચી જઈ કેટલાંક ઉપયોગી સૂચનો કર્યા છે તે માટે તેમનો બહુ આભારી છું. તા. ૩-૨-૧૯૮૪ -લેખક ત્રીજી આવૃત્તિ પ્રસંગે બીજી આવૃત્તિ પ્રકાશિત થયા પછી થોડા જ વખતમાં એની બધી નકલો વેચાઈ ગઈ હતી. છેલ્લાં દસ વર્ષથી આ ગ્રંથ અપ્રાપ્ય બની ગયો હતો. એટલે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી આ એની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત થાય છે. એ માટે સંઘના હોદ્દેદારો અને સમિતિના સર્વ સભ્યોનો હું ઋણી છું. આ ગ્રંથના મુદ્રણની વ્યવસ્થા માટે ડૉ. શિવલાલ જેસલપુરાનો અને વેચાણની વ્યવસ્થા માટે આર. આર. શેઠની કંપનીનો આભારી છું. મુંબઈ : તા. ૧૮-૨-૧૯૯૮ –લેખક Jain Education International For Private & Personal Use Only: www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy