________________
કિમતી નાસ્તો
૨૦૯ તમને પણ સરસ મજાક કરતાં આવડે છે. તમે આટલા બધા વિનોદી હશો એવું અમે ધાર્યું નહોતું.” મેં કહ્યું.
પાનાચંદભાઈ કહે, “અને તમારો પ્રતાપ પણ કેટલો ? આજ સવારના પહોરમાં પચીસ હજાર શિલિંગની ઉઘરાણી વસૂલ થઈ. ક્યાંય ધક્કો ન પડ્યો. અહીં હા પાડ્યા પછી પણ વેપારીઓ ધક્કો ખવડાવે, અથવા ઓછી રકમ આપે. ભારતથી મોટા મગેણી (મહેમાન માટેનો સ્વાહિલી ભાષાનો શબ્દ) પધાર્યા છે, અને એમને ગાડીમાં બેસાડીને હું આવ્યો છું એટલું કહેતાં જ વેપારીઓએ ઉઘરાણીની પૂરી રકમ ચૂકવી આપી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org