SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Sિા બૉગોટાનો અનુભવ " લેટિન (દક્ષિણ) અમેરિકામાં લોકોની આર્થિક સ્થિતિ યુરોપ કે ઉત્તર અમેરિકાના લોકો જેવી સારી નથી. ગોરી પ્રજા આર્થિક દૃષ્ટિએ પછાત હોય તો તે દક્ષિણ અમેરિકાની છે. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડમાં ગોરી પ્રજા પૈસેટકે ઠીક ઠીક સુખી છે. કોઈ પણ પ્રજા પૈસાની ભીડમાં આવતી હોય તો તેનામાં કેટલાક દુર્ગુણો સહજ રીતે આવે છે. ચોરી, લૂંટ, છેતરપિંડી, સ્વાર્થી મનોવૃત્તિ, આપેલું વચન ન પાળવું, ખોટી ખુશામત કરવી, નાની વાતમાં તકરાર, વેપારધંધામાં તીવ્ર રસાકસી, શ્રીમંતોની ઈર્ષ્યા વગેરે લક્ષણો એ લોકોમાં તરત નજરે પડે છે. ગોરી પ્રજાના સંપર્કમાં આપણે આવ્યા ત્યારથી તેઓ જીવન અને રહેણીકરણીમાં આપણાં કરતાં ચઢિયાતા છે એમ જોવાને આપણે ટેવાયેલા છીએ. યુરોપ અને અમેરિકાની ગોરી પ્રજાને જોતાં આપણી એ છાપ દઢ રહે છે, પરંતુ લેટિન અમેરિકાનાં ગામડાંઓમાં ફરીએ તો નિર્ધન ગોરાં લોકોનું એક જુદું જ ચિત્ર જોવા મળે છે. ન્યૂયોર્કમાં અમને ચેતવવામાં આવ્યાં હતાં કે લેટિન અમેરિકામાં જઈએ ત્યારે અમારે અમારી પાસે બહુ જોખમ રાખવું નહિ. બસમાં કે રસ્તામાં જતાં-આવતાં પાકીટ સંભાળવું; રસ્તામાં બધાંના દેખતાં ખિસ્સામાંથી પાકીટ કાઢવું-મૂકવું નહિ; એરપોર્ટ અને બીજે સ્થળે સામાન સાચવવો; સામાનને બરાબર તાળું મારવું. અલબત્ત, ભારતીય પ્રવાસીઓ માટે આ બધી સૂચનાઓ નવી નથી. આપણે ભારતમાં આ બધી વાતોથી સામાન્ય રીતે ટેવાયેલા હોઈએ છીએ, પરંતુ યુરોપ-અમેરિકાના લોકો માટે તે સૂચનાઓ અગત્યની છે. બોનોઝ આઇરિસથી સાનતિયાગો, લા પાઝ, લિમા અને ત્યાંથી બૉગોટા થઈને માયામી પહોંચવાનો અમારો કાર્યક્રમ હતો. પરંતુ બોનોઝ આઇરિસમાં રહેતા અમારા એક અમેરિકન મિત્ર મિ. મોલિનારીએ પૂછ્યું : “તમે બેગોટા જવાના છો ?” “હા, કેમ ?” “તો ત્યાં બહુ સાચવજો. ચોર શહેર છે. હું બે વખત ગયો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy