SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ બૉગોટાનો અનુભવ ૨૧૧ એક વખત ટેક્સીમાંથી મારી બૅગ ઊપડી ગઈ હતી. બીજી વખત હોટેલના રૂમમાંથી મારો કેમેરા ચોરાઈ ગયો હતો. ત્યાં ટેક્સીવાળા પણ ચોર છે. અજાણ્યા વિદેશીઓને તેઓ ફસાવે છે.” આવી વાત સાંભળી એટલે અમારા મનમાં ફાળ પડી. લેટિન અમેરિકાના કોલમ્બિયા(Colombia)ના પાટનગર બૉગોટા અમે પહેલી જ વાર જવાનાં હતાં. અજાણ્યો દેશ હતો. ત્યાંની ભાષા અમને આવડે નહિ અને ઇંગ્લિશ ત્યાં કોઈ જાણે નહિ. એવા શહેરમાં આપણો સામાન ચોરાઈ જાય તો આપણે અચાનક મુશ્કેલીમાં મુકાઈ જઈએ. પોલીસમાં ફરિયાદ કરી શકાય, પરંતુ તેનો નિકાલ કેવો અને કેટલા દિવસે થાય તે નક્કી ન હોય અને તેટલા દિવસ આપણે ત્યાં રોકાવાનું ન હોય. સંભાળ રાખવાને તો આપણે ભારતીય લોકો સહજ રીતે ટેવાયેલા હોઈએ, પરંતુ કોઈ સ્થળે જતાં પહેલાં કોઈ આપણને ચેતવે તો આપણા મનમાં તે વિશે જાતજાતના તર્કવિતર્ક થવા લાગે. મેં મારાં પત્નીને કહ્યું, “આ બધાં શહેરોમાં બૉગોટામાં આપણે બહુ સાચવવું પડશે.” હા, પણ એ ભાઈએ કહ્યું ત્યારથી કોણ જાણે કેમ બૉગોટા જવા માટે મારું મન ઊઠી ગયું છે.” તો પછી શું કરશું ? આપણી ટિકિટ તો બૉગોટા થઈને માયામી જવાની છે.” “એરકંપનીને કહીને આપણે બૉગોટા કેન્સલ ન કરાવી શકીએ ?" કરાવી શકીએ. મને પણ એમ જ લાગે છે.” મેં કહ્યું, “વિદેશમાં અસ્વસ્થ મનથી કોઈ શહેરમાં જવું એના કરતાં એ શહેર છોડી દેવું એ જ ઉત્તમ રસ્તો છે.” અમે તરત સીધા એરકંપનીની ઓફિસમાં પહોંચી ગયા અને લિમાથી બૉગોટા જવાની ફલાઈટ કેન્સલ કરાવી. એને લીધે લા પાઝ જવાનું પણ માંડી વાળવું પડ્યું, કારણ કે ત્યાં થઈને જવા માટે બીજી કોઈ અનુકૂળ ફલાઈટ ન હતી. લિમાથી સીધા ઉત્તર અમેરિકામાં માયામી જવા માટેની ફલાઈટ અમે કન્ફર્મ કરાવી લીધી. બોનોઝ આઇરિસ, લાપ્લાટા વગેરે આર્જેન્ટિનાનાં શહેરોમાં કેટલાક દિવસ ફરીને અમે બોનોઝ આઇરિસ છોડ્યું. ચિલીના પાટનગર સાનતિયાગો જઈને ત્યાંથી તરત એરો પેરુની ફલાઇટમાં બપોરે ત્રણ વાગે અમે લિમા પહોંચ્યાં. એ ફલાઈટ અગાઉનાં એરપોર્ટથી મોડી થવાને કારણે તેને મુસાફરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy