SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ પાસપૉર્ટની પાંખે બહુ મળ્યા ન હતા. લિમાના ઍરપૉર્ટ ઉપર અમે ફક્ત સાતેક મુસાફરો ઊતરનાર હતાં. અમે ઊતર્યા. કસ્ટમ્સની વિધિમાંથી પસાર થતાં ઓછા પ્રવાસીઓને કારણે બહુ વાર નહીં લાગે, એ વાતની અમને રાહત હતી. વળી સાંજ પડતાં પહેલાં હોટેલમાં નિરાંતે પહોંચી જવાશે અને એક-બે કલાક બહાર ફરવાનો સમય મળશે એ વાતનો અમને આનંદ પણ હતો. ઘડીકમાં બધો સામાન પણ આવી પહોંચ્યો. સૌએ પોતપોતાનો સામાન ઓળખીને લઈ લીધો. અમારા સામાનમાંથી બે બૅગ આવી ગઈ, પરંતુ મારાં પત્નીની બૅગ હજુ આવી ન હતી. તપાસ કરી તો કહેવામાં આવ્યું કે વિમાનમાંથી આટલો જ સામાન ઊતર્યો છે. અમે ચિંતામાં પડ્યાં. ફરજ પરના એરો પેરુના ઑફિસરને ફરિયાદ કરી. વિમાન હજુ ઊભું હતું, એટલે એ જાતે વિમાનમાં તપાસ કરવા ગયો. દરમિયાન જે બીજા પાંચેક મુસાફરો ઊતર્યા હતા તે સહુ ચાલ્યા ગયા હતા અને તરત બીજી ફલાઇટ ન હતી એટલે ફરજ પરના કસ્ટમ્સ અધિકારીઓ પણ ચાલ્યા ગયા. અમારો સામાન તપાસવા માટે ફક્ત એક અધિકારીને રોકવામાં આવ્યો. પછી તો એ પણ ઊંચોનીચો થવા લાગ્યો. “મારી ડ્યૂટી પૂરી થાય છે” એમ કહીને થોડી વારે એ પણ ચાલ્યો ગયો. ચોકીદારે કસ્ટમ્સમાંથી બહાર નીકળવાનો દરવાજો બંધ કરી દીધો અને તાળું મારીને ચાલ્યો ગયો. કસ્ટમ્સ વિભાગમાં હવે માત્ર અમે બંને બેઠાં હતાં, જાણે મોટી જેલમાં અમને ન પૂરવામાં આવ્યાં હોય ! ઐરો પેરુના ઑફિસર વિમાનમાં તપાસ કરીને કેટલીક વારે આવ્યો. એણે કહ્યું, “વિમાનમાં તમારી બૅગ નથી. એથી નક્કી થાય છે કે તમારી બેંગ વિમાનમાં ચડી જ નથી.” મેં પૂછ્યું, “તો પછી અમારે શું કરવું ?” “તમારી હોટેલનું નામ આપો. બીજી ફલાઈટમાં બૅગ આવી પહોંચશે એટલે અમે તમને જણાવશું.” એ તો ખરું, પરંતુ અમારાં કપડાંની બૅગ આવી નથી. વળી અમારે કેટલીક ચીજવસ્તુઓ તરત ખરીદવી પડશે, એટલે તમારે ઓવરનાઇટ એલાયન્સ આપવું જોઈએ. બૅગ મળતાં કેટલા દિવસ લાગશે, તે કોણ ચોક્કસ કહી શકે ?” પહેલાં તો એણે ઇન્કાર કર્યો. પરંતુ આંતરરાષ્ટ્રીય વિમાનસેવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy